DESCLAIMER
All characters and incidents portrayed and the names used in this story are fictitious and any resemblance to reality is pure coincidence.
Any similarity or resemblance to the name,
character or history of any person (living or dead),
is entirely and purely co-incidental and un intentional.
Neither the contents of this story, nor the writer or any other person associated with
the story intend to outrage, insult, wound,
offend or hurt any religion or religious sentiments,
beliefs or feelings of any person(s), community or class of person(s)
રવિ રાજ્યગુરુ એ “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર “ ના વીસ વર્ષના નવોદિત યુવા લેખક છે. તેઓ મૂળ રાજકોટના વતની છે . હાલમાં તેઓ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિન્યરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે . રવિ રાજ્યગુરુ વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ કાર્યરત છે .
www.facebook.com/pages/ravirajyaguru , www.ravirajyaguru.blogspot.com , www.thejacketbyravi.blogspot.com , linkedin/ravirajyaguru , www.pnterest.com/ravirajyaguru www.twitter.com/@rajyaguru_ravi
special thanks...
મારા માતા-પિતા કે જેમના કારણે મારૂ અસ્તિત્વ છે , જેમણે મારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે . મારો ભાઈ રાજ , જે મારા મિત્રથી પણ વિશેષ છે .
ભગવાન જે મારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય એની સંભાળ રાખે છે .
મારા સ્વર્ગસ્થ દાદા અને સ્વર્ગસ્થ દાદીમા જેમણે નાનપણમાં જ મને રામાયણ અને ભાગવતગીતા ના વિવિધ પ્રસંગો સંભળાવ્યા છે અને સમજાવ્યા છે અને કુટુંબીજનો , જેમના દ્વારા વિવિધ સંસ્કારોની સાથે સમાજના વિવિધ મૂલ્યો વિશે મને શીખવા મળે છે .
અમદાવાદ રહેતા મારા મોસાળ પક્ષના કુટુંબીજનો અને મારા ભાઈ-બહેનો . જેમણે મને અમદાવાદ શહેરની વિવિધ માહિતી પૂરી પાડી છે .
સંગીતકાર મનોજ અંકલ જેમને ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રી મનોજ-વિમલના નામ થી ઓળખે છે , તેમને હું મારા “ગોડફાધર” તરીકે વર્ણવું છું , જેમણે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોમાંથી મને સમય આપીને મારા શોખને આગળ લાવવા પ્રયત્નો કર્યા છે .
મોનિકાદીદી અને કિંજલદીદી જેઓ મને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મળ્યા અને પછી મારી બહેન બની ગયા અને મને આ બુક લખવાની પ્રેરણા આપી અને રૂબરૂ મળ્યા ના હોવા છતાં દર વર્ષે મને રક્ષાબંધન પર યાદ કરી મારા માટે રાખડી મોકલે છે .
મારા મિત્રો ભક્તિ , શ્વેતા , નીરવ જેમના માટે સ્પેશિયલ થેન્ક્સ પણ બહુ ઓછું કહેવાય .
ઋષભ જોશી અને જીત પારેખ જેમના વખાણ હું કરું એટલા ઓછા છે . જેમાં ઋષભ જોશી એ જ આ બુકની ઓનલાઇન એપ્લિકેશન બનાવી છે .
જય થાનકી , જેમણે આ બુકનું કવર ડિઝાઇન કર્યું છે અને જૈમિન મણિયાર જેમણે મને બ્લોગિંગના સેમિનારમાં મને આવવા તક આપી જેના લીધે હું બ્લોગ લખી શક્યો .
આ સિવાય બીજા ઘણા મિત્રોના ગ્રુપ જેમ કે “ પરમેનેન્ટ રૂમમેટ્સ “ અને બીજા ઘણા મિત્રો જે હંમેશા મારી સાથે રહે છે મને યાદ કર્યા કરે છે .
મારી કોલેજ તથા અમારું સમગ્ર ડિપાર્ટમેંટ જેમણે હમેશાં કોઈ પણ સમયે નેટવર્ક વાપરવાની પરવાનગી આપી અને ખાસ તો લાઈબ્રેરી સ્ટાફ દીપેન વ્યાસ અને અન્ય સ્ટાફ મેમ્બર્સ જેમણે મારી લેખન કળા અંતર્ગત ઘણી બુક્સ વાંચવા આપી .
દર્શન નસિત , જેઓ મારા મિત્ર છે અને એક સારા લેખક છે જેમણે દર વખતે સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું .
મારા પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને માધ્યમિક અને કોલેજ સુધીના તમામ શિક્ષકો અને ગુરૂજનો જેમણે સમાજની એકતા વિશેના પાઠ ભણાવ્યા છે .
“MATRU BHARTI APP” કે જેમણે મને આપ સૌની સમક્ષ ઇ-બૂક સ્વરૂપે રજૂ કર્યો છે તેના માટે દિલથી આભાર વ્યક્ત કરું છું .
અંતે ખરા દિલથી આપ સૌ વાચકોનો જેમણે મારા પર વિશ્વાસ રાખી મારા કામને સ્વીકાર્યું અને મારા બ્લોગને પ્રખ્યાત બનાવ્યો .
સુંદર મજાનાં લીલાછમ વાતાવરણમાં શ્વેત અશ્વ સાથે અમે બંને હું અને કબીર વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા. મેં ચાલતા ચાલતા કબીરને મારી આફ્રિકા આવવા અંગેની વાત કરી સાંભળવી અને મને કબીર પોતાની જિંદગી વિષેની કઈક વાત કરે પહેલા અમારો ઘોડો ભડકવા લાગ્યો.
“ આને શું થયું ?? “ , કબીરે ઘોડાના મોં પર હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું.
“ લાગે છે... એને પાણી પીવું હશે... “, મેં કહ્યું.
“ હા.. પાણી.... (ચારે તરફ જોઈને) અહિયાં તો ક્યાંય દેખાતું નથી લાગે છે ત્યાં સામે છે નદીમાં , આપણે ત્યાં જઈએ... “ , કબીરે કહ્યું.
“ હા.. ઠીક છે જલ્દી ચાલો.. “ , મેં કહ્યું.
નદી આવી ગઈ. કબીર ઘોડાને લઈને પાણી પીવડાવવા ગયો. ત્યાં અચાનક એક અમારી જેવડોજ છોકરો એક છોકરીને પાણીમાથી ઊંચકીને બહાર લઈને આવ્યો આ બંને ખૂબ ઘવાયેલી હાલતમાં હતા.
“ શું થયું આમને ?? આમ પાણીમાથી કેમ ?? “ , મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
“ હું પેલી બાજુથી આવી રહ્યો હતો . અચાનક મને “ બચાવો... બચાવો... “ ની બૂમો સાંભળવા લાગી અહીંયા આવ્યો તો આ છોકરી ડૂબી રહી હતી મેં ફટાફટ પાણીમાં ડાઇવ લગાવી અને તેને કિનારે લઈ આવ્યો છું. હું પણ આ છોકરીને નથી ઓળખતો. “ , તે યુવાને અમને કહ્યું.
ત્યારબાદ મેં તેણીની છાતી પર ભાર આપી દબાણ આપ્યું અને પાણી મોં માંથી પાણી કાઢવાનું શરૂ કર્યું અને કબીર તેના હાથ પગ પર હથેળી ઘસવા લાગ્યો. ધીમે ધીમે તેને હોશ આવ્યો. આંખો ખૂલી.
“ કોણ છો તમે ત્રણેય ?? હું જીવિત છું ?? મારા મિત્રો ક્યાં છે ?? રાજ , પાર્થ , ક્રિશી , કોમલ ક્યાં છે બધા ?? શું એ લોકો જીવિત છે ?? તમે કેમ કઈ બોલતા નથી “ , અમને જોઈને તેણી આવું બધુ ફટાફટ પૂછવા લાગી.
“ તું જીવિત છો . બિલકુલ ઠીક છો . તારા મિત્રોની અમને ખબર નથી . ”, મેં કહ્યું .
“ મારૂ નામ પ્રીતિ છે . હું અને મારા મિત્રો આમદવાદથી ફ્લાઇટમાં આફ્રિકા જવા નીકળ્યા હતા અને એક દુર્ઘટનામાં હું અહીંયા પછડાઈને પડી. મારી આંખો ખૂલી , મને બહુ તરસ લાગી હતી પણ કઈ દેખાતું નહોતું . હું અહીંયા સુધી આવી તો ગઈ . કિનારેથી પાણી પીવા ગઈ અને મારો પગ લપસ્યો અને હું પાણીમાં પડી ગઈ પછી મને કઈ યાદ નથી. “ , પ્રિતી કહ્યું .
“ બાય ધ વે મારુ નામ મીરા છે.”, મેં કહ્યું.
“ હેલ્લો... આઇ એમ કબીર “ , કબીરે કહ્યું.
“ અને હું અભય” , અભયે કહ્યું.
“ હા.. આમણે તને બચાવી “, મેં પ્રીતિને કહ્યું.
“ ઓહ.. થેન્ક યૂ... અભય.. “, પ્રિતીએ અભયને આભાર માનતા કહ્યું.
“ એનિટાઈમ ડિયર “ , અભયે હાથ મિલાવતા કહ્યું.
“ અરે.. guys અંધારું થવા આવ્યું છે. ચાલવાનું શરૂ કરી દઈએ એટલે ક્યાંક સારી એવી જગ્યાએ રાત વિતાવી શકાય. “ , અભયે કહ્યું.
“ હા.. એ વાત સાચી છે બને ત્યાં સુધી સારી જગ્યા મળી જાય તો સારું અને રસ્તામાં કઈ ફળ કે એવું કઈ જોવા મળે તો લેતા જઈશું “ , કબીરે કહ્યું.
“ ઓકે તો ચાલો.. “ , મેં કહ્યું.
અમે બધા વાતો કરતાં કરતાં ચાલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સુરજ આથમવા લાગ્યો હતો. અંધારું વધવા લાગ્યું હતું. અમે બધા થાકી ગયા હતા પણ ઉચિત જગ્યા મળતી ન હતી એટલે હજી પણ ચાલી રહ્યા હતા. અમારા બધાના ચહેરાઓ જોતાં મને એમ લાગતું હતું કે આવા ઘનઘોર જંગલમાં અમે ચાર જ છીએ કે જેની કિસ્મત , જેનું નસીબ ભગવાને એવું બનાવ્યું છે કે અમે અહીંયા આ રીતે મળ્યા પણ ના હું આ વાતમાં તદ્દન ખોટી હતી. અમારા સિવાય આ જંગલમાં હજી બે લોકો બીજા પણ હતા. જે ટૂંક સમયમાં અમને મળવાના હતા. કોને ખબર હતી કે અમારી કિસ્મત અમારું નસીબ અમને આ મુકામ સુધી લઈ આવશે ??
* * * *
અમારા ચાર સિવાયના બીજા બે વ્યક્તિ હતા વ્રજ અને સ્વરા. જેઓ આ જંગલમાં અમારી પાછળ જ હતા . પરંતુ ઘણા દૂર હતા . જેથી અમને તેનો જરા પણ આભાસ નહોતો . ઘણા પ્રાણીઓ સાથે આશરે તેઓ બાથ ભીડી ચૂક્યા હતા એવું એમણે અમને પછી કહ્યું હતું . તેઓ બંને ધીમે ધીમે બધી તરફ જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા.
“ યાર.. હું થાકી ગઈ... હવે મારાથી ચાલય નથી. પ્લીઝ હવે આમ પણ અંધારું થવા આવ્યું છે . હવે નથી ચાલવું મારે... “, સ્વરાએ કહ્યું.
“ અરે... બસ થોડું ચાલવાનું છે. મને કઈક સારી જગ્યા તો શોધવા દે , એક તો પાણી પણ પીવા નથી મળતું , આમાં તું બેસવાની વાતો કરે છે !! બસ.. થોડીવાર ચાલવામાં ઝડપ રાખ હમણાં કઈક મળી જશે.”
વ્રજે સ્વરાને કહ્યું.
“ નહીં વ્રજ , ચાલશે પ્લીઝ.... , યાર કઈક તો સમજ હું ચાલી જ નથી શક્તી... પ્લીઝ... “,
ખૂબ જ કરગરીને સ્વરાએ વ્રજને વિનંતી કરી.
( બંને થોડું ચાલ્યા બાદ... )
“ હા... ok.. નહિતર આમ પણ તું મારૂ મગજ ખાઈ જઈશ નહીં માનું તો...”, વ્રજે સ્વરાંને મજાક કરતાં કહ્યું.
“ થેન્ક યૂ.. યાર.. હજી આમ પણ મારે તને ઘણી બધી વાતો કરવાની છે.. “, સ્વરાંએ ઉત્સાહિત થઈને કહ્યું.
“ એ બધુ પછી... પહેલા મને પાણીની વ્યવસ્થા તો કરવા દે.. “ વ્રજે કહ્યું.
બંનેએ ચારે તરફ જોયું તો એક નદી જોવા મળી પણ થોડે દૂર હતી.
“ હા... ત્યાં પાણી છે. હું ભરીને આવું હો ને...”, વ્રજે કહ્યું.
“ સંચવીને..”, સ્વરાંએ કહ્યુ.
વ્રજ બોટલમાં પાણી ભરીને લાવ્યો અને ત્યારબાદ બંનેએ બેઠા બેઠા વાતો કરવાનું શરૂ કર્યું.
બીજી તરફ અમે તેમનાથી થોડે દૂર એટલે કે એ અમને જોઈ શકે તેમ જ હતા પણ એમને કે અમને આ વાતની ખબર ન હતી. અમે ઉજ્જડ ડાળીઓ અને એવું બધુ એકઠું કરી રાતના આફ્રિકાના એ એકદમ બ્લૂ વાતાવરણમાં આગનો ભઠ્ઠો કર્યો. ત્યાં સ્વરાં અને વ્રજ પણ આમ જ કરી રહ્યા હતા. આદિમાનવે વિકસવેલી આગ ચાંપવાની ટૅક્નિક આજે કામ આવી હતી . અમને જરા પણ એવો આભાસ નહોતો કે અડધી રાત્રે અમારી મુલાકાત બીજા બે મિત્રો વ્રજ અને સ્વરાં સાથે થશે.
હવે મુલાકાત સિવાય આ એડવેન્ચર બીજી કેટલી મજા કરાવે છે ? એ જાણવા આવતા એપિસોડ માં ફરી મળીશું...