The Last Year - Part - 13 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-13

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

The Last Year: Chapter-13

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧૩

ફીઅર

આગળ આપણે જોયુ,

હર્ષ સુરતથી આવી જાય છે. બધા એક્ઝામ્સના રીડીંગમાં પડ્યા હોય છે. હર્ષ બધાને મીશન લવ અને લવ પ્લેજ વિશે વાત કરે છે. બધાને આ વાત ગમે છે. બધા પોતપોતાની ગર્લફ્રેન્ડ્સ સાથે રીલેક્સ ટાઇમ સ્પેન્ડ કરે છે. શીના આઇસક્રિમ ખાવા જવાનો આઇડીયા આપે છે. બધા આઇસક્રિમ ખાવા માટે જાય છે. ત્યાંજ શ્રુતિ ત્યાં મળી જાય છે. ‘ચોકોલેટ ચીપ્સ ચાલશેને હર્ષ….? તારોતો ફેવરીટ છે. નઇ?’, શ્રુતિ ગુસ્સમાં હર્ષને કહે છે… હવે આગળ.

***

‘ભૈયાજી, ત્રણ ચોકોલેટ ચીપ્સ…!’ શ્રુતિ મારા તરફ ફરી.

‘ચોકોલેટ ચીપ્સ ચાલશેને હર્ષ….? તારોતો ફેવરીટ છે. નઇ?’, શ્રુતિએ મારી સામે ગુસ્સાની નજર કરીને મને કટાક્ષથી કહ્યુ.

‘મીટ, શ્રુતિ અને ચૈતાલી’, મેં બધા સામે જોઇને કહ્યુ.

‘રોહન, શીના, પ્રિયા, નીલ અને ની….’,

‘નીતુ….! હું ઓળખુ છુ…!’, એણે મારૂ ઇનટ્રો કાપતા જ કહ્યુ.

‘હાઇ..!’, નીતુએ હાથ મેળવવા હાથ લંબાવ્યો.

‘એને ચોકોલેટ ચીપ્સ બહુ જ ભાવે છે…!’, એણે મારી તરફ કટાક્ષભરી સ્માઇલ કરીને કહ્યુ. બધા આ જે થઇ રહ્યુ હતુ એને આશ્ચર્યથી સાક્ષી ભાવે જોઇ રહ્યા હતા.

‘ભૈયાજી, એક કામ કરો આઇસક્રિમ પાર્સલ કરી દો…!’, એ લારી વાળા તરફ ફરી અને કહ્યુ. જે થઇ રહ્યુ હતુ એ મને પણ નહોતુ ગમ્યુ. ખાસ કરીને જે રીતે શ્રુતિ વાત કરી રહી હતી. થોડી વાર સુધી કોઇ બોલ્યુ નહિ….!

‘અચ્છા બાય….! હો જાયે એક ઔર રેસ…!’, એ મારા તરફથી ચૈતાલી તરફ ફરીને બોલી. બન્ને પોતપોતાના પલ્સર પર બેસી. એણે મારી સામે ખુન્નસથી જોયુ. એ જ ક્ષણે એણે બાઇક ત્યાંથી ભગાવી મુક્યુ.

***

‘આઇ કેન અન્ડરસ્ટેન્ડ….!’, શ્રુતિ ગઇ એટલે તરત જ નીતુએ મારા હાથને ભીંસીને હળવી સ્માઇલ સાથે કહ્યુ. બીજુ મારે શું જોઇતુ હતુ. જે વસ્તુની મારે સૌથી વધારે જરૂર હતી એ વસ્તુ મને મળી ગઇ હતી. નીતુની સમજણ. શ્રુતિએ આપેલો આઇસક્રિમ જ મેં અને નીતુએ એકબીજાને ચમચીથી ખવરાવ્યો.

‘કોણ હતી….? અને શું હતુ ચોકોલેટ ચીપ્સ…?’, શીનાએ પુછ્યુ.

‘એ એક લાંબી સ્ટોરી છે. થર્ડ સેમેસ્ટર વખતની…!’, મેં હસતા હસતા કહ્યુ. બટ મારા પેટમાં વંટોળ ચાલી રહ્યુ હતુ. મને થોડુ સોરી ફીલ થઇ રહ્યુ હતુ. એટલીસ્ટ મારે શ્રુતિને સોરી તો કહેવુ જ હતુ.

‘શું થયુ હતુ….?’ પ્રિયાએ પુછ્યુ.

તરત મને થર્ડ સેમેસ્ટરની પાર્ટી યાદ આવી ગઇ. પાર્ટી યાદ આવી એટલે તરત જ ડેવીડ યાદ આવી ગયો…!

‘એ દિવસે અમે પાર્ટી કરવાના હતા, એટલે હું અને ડેવીડ બન્ને બીયર લેવા માટે ગયા હતા. એ દિવસે જ હું શ્રુતિને પહેલીવાર મળ્યો હતો. એ દિવસે શ્રુતિએ ડેવીડ સાથે રેસ લગાવી હતી. અમે એકબીજાને નહોતા જાણતા. હું પણ અમદાવાદમાં નવો જ હતો. એ દિવસે ફર્સ્ટ ટાઇમ કોઇ છોકરીએ મને ટ્રીટ આપી હતી. અમે થોડી વાતો કરી અને સાથે આઇસક્રિમ ખાધો. હું ખુશ થયો હતો, મને કોઇ છોકરીએ ભાવ આપ્યો હતો. બટ એ દિવસે એક દુખદ ઘટના બની હતી. એ દિવસે અમારા જીગરી જાને આ દુનિયામાંથી વિદાય લઇ લીધી.’, મેં જે થયુ હતુ એ ખુબ જ ટુંકમાં કહ્યુ. નીલે મારી પીઠ પર હાથ થપથપાવ્યો. નીતુએ મારા હાથને ભીંસ્યો અને આંખોમાં જોયુ. એણે પાંપણો ઢાળીને કહેવાની કોશીષ કરી કે ‘એવરીથીંગ ઇઝ ફાઇન…!’

‘ઓય્ય્ય…! આપણે અહિંયા ચીલ મારવા આવ્યા છીએ..! કાલે એક્ઝામ છે ખબર છે ને..!’, શીના બોલી.

‘યા આઇ નો ડાર્લીંગ…!’, રોહને સ્માઇલ કરતા કરતા કહ્યુ.

‘તુ રોકાઇ જાને અમારી રૂમ પર…!’, શીનાએ નીતુને કહ્યુ.

‘ના મમ્મી પપ્પાને કહ્યુ છે, રાતે તો આવી જ જઇશ..!’, નીતુ ધીમેથી બોલી.

‘કોલ કરી દેને…!’, શીનાએ કહ્યુ.

‘ના પપ્પાએ આવી જવા કહ્યુ છે..!’, નીતુએ કહ્યુ.

‘ક્યારથી ચાલુ કરવો છે મીશન લવ….?’, પ્રિયાએ એક મસ્ત વાત ઉખેળી.

‘આઇ એમ રેડી, આ બધાની એક્ઝામ પતે એટલે તરત જ.’, મેં કહ્યુ.

‘મારી કોઇ હેલ્પ જોઇએ તો કહેજો…!’, પ્રિયાએ કહ્યુ.

‘તમારા બધાની જ જરૂર પડશે…!’, મેં સ્માઇલ કરીને કહ્યુ.

‘ઓકે તો જઇશુ…?’, બધાનો આઇસક્રિમ પુરો થયો એટલે નીતુએ કહ્યુ.

‘યા…!’, નીલ બોલ્યો.

‘તમે લોકો પહોંચો. હું નીતુને ડ્રોપ કરીને આવુ છુ.’, મેં બધાને કહ્યુ.

‘ચાલોને બધા જ જઇએ. લોંગ ડ્રાઇવ પણ થઇ જશે.’, રોહન બોલ્યો.

‘ડાર્લીંગ..! એક્ઝામ નથી…..?’, શીના હસતા હસતા આંખો બતાવતા બોલી.

‘ક્યારે…? કાલે કે આજે ?’, પ્રિયા ખડખડાટ હસીને બોલી. અમે બધા પણ હસ્યા.

‘ઓકે ગાય્ઝ, આવુ હમણા…!’, મેં કહ્યુ અને બાઇકનુ સ્ટેન્ડ ચડાવ્યુ. નીતુ મારી પાછળ બેસી ગઇ. મેં બાઇક ચલાવી મુકી. હું બાઇકને ધીમી જ ચલાવી રહ્યો હતો. નીતુએ મને પાછળથી પકડેલ હતો.

‘નીતુ મારે શ્રુતિને સોરી કહેવુ જોઇએ…?’, મેં નીતુને પુછ્યુ.

‘યા યુ શુડ…! આઇ કેન અન્ડરસ્ટેન્ડ હર ફીલીંગ્સ..!’, નીતુએ સમજણ પુર્વક કહ્યુ. હું આજે સ્ટ્રગલ એક્સપેક્ટ કરતો હતો બટ નીતુની મેચ્યોરીટીએ મને વિચારતો કરી દીધો હતો.

‘હું એને કોલ કરીને કહી દઇશ…! તને ખબર છે હું તારી સાથે હોવ છુ ત્યારે મને કોઇ જ ચિંતા નથી હોતી.’, મેં નીતુના ચહેરાની ગરમી મારી ગરદન પાસે મહેસુસ કરતા કહ્યુ.

‘મી ટુ ડાર્લીંગ…!’

‘તને નથી લાગતુ આજે હું વધારે જ ઇમોશનલ અને રોમેન્ટીક છુ…?’, મેં બ્લશ કરતા કહ્યુ,

‘યુ નોટી બોય…!’, એણે મારા ટી-શર્ટમાં હાથ નાખ્યો. મને ગલી પચી થઇ એટલે હું થોડો હલ્યો.

‘હેય ડોન્ટ ડુ ધેટ, બેલેન્સ નહિ રહે…!’, મેં હલતા હલતા કહ્યુ. એ છતા એણે ગલી પચી કરવાનુ શરૂ રાખ્યુ. મેં બાઇકને એક્સલરેટર આપ્યુ. એ મને ચુસ્ત પકડીને બેસી ગઇ. પાંચ જ મિનિટમાં નીતુનુ ઘર આવી ગયુ. મેં ઘરની બહાર બાઇક ઉભી રાખી.

‘ઓકે બાય…!’, એ ઉતરીને સીધી દરવાજા તરફ હસતી હસતી ચાલતી થઇ ગઇ.

‘ઓકે…!’, હું હસતો હસતો બોલ્યો. એ થોડુ ચાલીને ફરી. એણે સ્માઇલ કરી અને ફરી મારી તરફ આવવા લાગી. હું બાઇક પરથી નીચે ઉતર્યો.

મેં એને ટાઇટ હગ આપી. વી કીસ્ડ…. લાઇક ફોર લોંગ ટાઇમ…! મેં એને હસતા હસતા બાય કહ્યુ. મેં બાઇક ચલાવી મુકી. નીતુ મારા મનમાં ઘુસી ચુકી હતી. બાઇક ચલાવતા ચલાવતા હું નીતુ વિશે જ વિચારી રહ્યો હતો. આઇ વોઝ ક્રેઝીલી ઇન લવ વીથ નીતુ. હું એને મારી લાઇફ પાર્ટનર બનાવવા ઇચ્છતો હતો. બટ એ પહેલા અમારે ઘણુ બધુ કરવાનુ હતુ. ‘મીશન લવ…!’, એક્ઝામ પછીનુ પહેલુ કામ આ જ હતુ. અમારે સુરત જવાનુ હતુ. દ્રષ્ટિને પ્રોમીસ કર્યા પ્રમાણે અમારે એને હેલ્પ કરવાની હતી. અમને વિશ્વાસ હતો કે અમારા પ્લાન પ્રમાણે દ્રષ્ટિ કામ કરી રહી હશે….! આ બધુ જ વિચારતો વિચારતો હું રૂમ પર જઇ રહ્યો હતો.

નહેરૂનગરનુ સર્કલ આવી ગયુ હતુ. મને તરત જ શ્રુતિ યાદ આવી. મારે જેમ બને એમ જલદી સોરી કહેવુ હતુ. મેં ત્યારે જ નીર્ણય કર્યો કે હું શ્રુતિને અત્યારે જ કોલ કરીને સોરી કહુ. હું ચાલુ બાઇકે ખીસ્સામાંથી મોબાઇલ કાઢી રહ્યો હતો ત્યાંજ મારી બાજુમાંથી સડસડાટ કરતુ એક બુલેટ પસાર થયુ. અડધી રાતે બ્લેક રેગઝીન કોટ? ચહેરો પણ ન દેખાણો. મને આશ્ચર્ય થયુ. હું ઝબકી ગયો. બે જ સેકન્ડમાં એ બુલેટ મારાથી કેટલુય દુર ચાલ્યુ ગયુ હતુ. મારા મોંમાંથી ઓલમોસ્ટ ગાળ નીકળી ગઇ હતી. મેં મારી ધીમી ગતીએ બાઇક ચલાવવાનુ શરૂ રાખ્યુ. મેં ચાલુ બાઇકે શ્રુતિને કોલ કર્યો, એનો મોબાઇલ સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. મને કેટકેટલા વિચાર આવવા લાગ્યા, ક્યાંક એ મને અને નીતુને જોઇને વધારે અપસેટ તો નહિ થઇ ગઇ હોય ને? એણે જાણીજોઇને જ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હશે, જેથી હું એને કોલ ન કરી શકુ. પરંતુ મેં નક્કિ કરી લીધુ હતુ કે હું શ્રુતિ સાથે વાત કરીશ જ. મેં સ્મિતામેમને કોલ લગાવ્યો, જેથી હું શ્રુતિ સાથે વાત કરી શકુ. બટ સ્મિતામેમનો ફોન બીઝી આવી રહ્યો હતો. છેવટે મેં શ્રુતિ સાથે વાત કરવાનો આઇડીયા ડ્રોપ કર્યો….! હું ધીમે ધીમે બાઇક ચલાવતો ચલાવતો મારા ફ્લેટ પર પહોંચ્યો. બધા જ પોતપોતાના બેડમાં સુઇ ગયા હતા….! હું પણ નીતુના પ્રેમ અને શ્રુતિના સોરી સાથે ધીરે ધીરે ઉંઘમાં સરી પડ્યો…..!

***

નહેરૂનગરનુ સર્કલ આવી ગયુ હતુ. મને તરત જ શ્રુતિ યાદ આવી. મારે એની જેમ બને એમ જલદી સોરી કહેવુ હતુ. મેં ત્યારે જ નીર્ણય કર્યો કે હું શ્રુતિને અત્યારે જ કોલ કરીને સોરી કહુ. હું ચાલુ બાઇકે ખીસ્સામાંથી મોબાઇલ કાઢી રહ્યો હતો ત્યાંજ મારી બાજુમાંથી સડસડાટ કરતુ એક બુલેટ પસાર થયુ. હું ઝબકી ગયો. બે જ સેકન્ડમાં એ બુલેટ મારાથી કેટલુય દુર ચાલ્યુ ગયુ હતુ. મારા મોંમાંથી ઓલમોસ્ટ ગાળ નીકળી ગઇ હતી. મેં મારી ધીમી ગતીએ બાઇક ચલાવવાનુ શરૂ રાખ્યુ. મેં ચાલુ બાઇકે શ્રુતિને કોલ કર્યો, એનો મોબાઇલ સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. મને કેટકેટયા વિચાર આવવા લાગ્યા, ક્યાંક એ મને અને નીતુને જોઇને વધારે અપસેટ તો નહિ થઇ ગઇ હોય ને? એણે જાણીજોઇને જ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હશે, જેથી હું એને કોલ ન કરી શકુ. પરંતુ મેં નક્કિ કરી લીધુ હતુ કે હું શ્રુતિ સાથે વાત કરીશ જ. મેં સ્મિતામેમને કોલ લગાવ્યો, જેથી હું શ્રુતિ સાથે વાત કરી શકુ. બટ સ્મિતામેમનો ફોન બીઝી આવી રહ્યો હતો. મેં શ્રુતિ સાથે વાત કરવાનો આઇડીયા ડ્રોપ કર્યો. ત્યાંજ મને બંદુકની ગોળી ફુટવાનો અવાજ આવ્યો. અવાજ નહેરૂનગર સર્કલ પાસેથી જ આવ્યો હતો. મેં તાત જ મારી બાઇકને ભગાવી. ત્યાંજ બીજી ગોળી છુટવાનો અવાજ આવ્યો. હું ઓલમોસ્ટ સર્કલ પહોંચી ગયો હતો. બુલેટ રાઇડ કરવા વાળી વ્યક્તિ બુલેટ શરૂ કરીને ભાગી રહી હતી. મેં બાઇક ઉભી રાખી. સર્કલ પાસે પલ્સર બાઇક હતુ અને શ્રુતિ રોડ પર પડી હતી. એનો મોબાઇલ બાજુમાં પડ્યો હતો. મેં શ્રુતિના શ્વાસ ચેક કર્યા. એની ડેથ થઇ ચુકી હતી. હું ખુબ જ ડરી ગયો…! હું શ્રુતિની લાશને બેસીને જોતો રહ્યો. મેં શ્રુતિનો મોબાઇલ હાથમાં લીધો. એ સ્વીચ ઓફ હતો. મેં મોબાઇલ ઓન કર્યો. તરત એમા ‘મમ્મી’ લખેલો કોલ આવ્યો….! ત્યારે જ મારા ખભા પર કોઇનો હાથ પડ્યો..! હું ધ્રુજી ઉઠ્યો…! નીલ મારી પાછળ હતો.

‘તે મને ડરાવી જ દીધો…!’, હું શ્વાસ લેતા લેતા બોલ્યો.

‘ચાલ ઉભો થા…’, નીલે મારો હાથ ખેંચતા કહ્યુ.

‘ના…! શ્રુતિ..!’, હું રડવા લાગ્યો.

‘હર્ષ ઉભો થા, ખુન થયુ છે….!’ નીલ મને ખેંચવા લાગ્યો. ત્યાંજ રોહન બીજી તરફથી હાથમાં ડોલ લઇને આવ્યો અને મારા પર પાણી રેડ્યુ…!

હું સપનામાંથી જાગી ગયો. નીલ મારા ચહેરા પર પાણી છાંટીને મને જગાડી રહ્યો હતો.

‘ખુન થયુ છે કોલેજ પાસે…!’, હું જાગ્યો એટલે તરત જ નીલ બોલ્યો. મારૂ સપનુ અડધુ તો સાચુ પડ્યુ જ હતુ.

‘મને એવુ જ સપનુ આવ્યુ હતુ…! શ્રુતિનુ ખુન થઇ ગયુ ?’, હું ગભરાઇ ગયો હતો.

‘ના. આપડા જુનીયર વિવાનનુ…!’, નીલના ચહેરા પર ચોખ્ખો ડર હતો. હું વિવાનનુ નામ સાંભળીને આશ્ચર્ય સાથે ગભરાઇ ગયો. મેં તરત જ શર્ટ પહેર્યો અને હું, નીલ અને રોહન કોલેજ તરફ નીકળી પડ્યા. નહેરૂનગરથી એલ.ડી કોલેજના રસ્તા પર ખુબ જ ટ્રાફીક હતો. અમે ટ્રાફીકમાંથી પસાર થતા થતા. પાંજરાપોળ પહોંચ્યા. પોલીસની ગાડીઓ અને લોકોનુ ટોળુ જોઇને ખ્યાલ આવી ગયો કે ખુન આ જ જગ્યાએ થયુ હતુ. ટોળામાંથી જે ડીટેઇલ જાણવા મળી એ પ્રમાણે વિવાનના ખીસ્સામાંથી એક મોબાઇલ અને વોલેટ નીકળ્યુ હતુ. મોબાઇલમાંથી એક સીમ કાર્ડ આ વખતે પણ ગાયબ હતુ. વિવાનને બે ગોળી વાગી હતી. એક ખભા પર અને બીજી પીઠમાં. બાઇક સ્લીપ થઇને પડી હતી. એટલે વિવાનને ચાલુ બાઇકે શુટ કરવામાં આવ્યો હશે. એ અંદાજો મારી શકાતો હતો. અમે ત્રણેયે આ બધુ જોઇને એકબીજાના હાથ પકડી લીધા.

ફરી એકવાર આઇ.ટીના સ્ટુડન્ટનુ મર્ડર થયુ હતુ. અમે ત્રણેય ખુબ જ ડરી ગયા હતા. એકવાર બેચમેટ, એકવાર સીનીયર અને એકવાર જુનીયર. ત્રણ મર્ડર થઇ ચુક્યા હતા. એક જ રીતે. એક જ ડીપાર્ટમેન્ટના…! પોલીસ કોઇ જ પતો નહોતી લગાવી શકી કે આ કોણ કરી રહ્યુ હતુ. ખુનના ડરની સાથે મને એવો પણ એક ડર પેદા થઇ રહ્યો હતો કે ‘ટુંક જ સમયમાં મારી ખુની સાથે ભેટ થવાની હતી….!’, અથવા તો આ મારો વિચાર માત્ર હતો. પરંતુ હું ખુબ જ ડરી ગયો હતો….!

***

અમને મેસેજ મળ્યો હતો કે આજે આઇ.ટીના સ્ટુડન્ટ્સ સ્ટ્રાઇક પર ઉતર્યા હતા એટલે એક્ઝામ કેન્સલ થઇ હતી. હું, નીલ અને રોહન ત્રણેય તૈયાર થઇને તરત જ કોલેજ પહોંચી ગયા. સ્ટુડન્ટ્સ ‘નો સેફ્ટી, નો સ્ટડી..!’, હોર્ડીંગ્સ લઇને નારા લગાવી રહ્યા હતા. ડીપાર્ટમેન્ટમાં પોલીસ ભરેલી હતી. ધીઝ વોઝ સીરીયલ કીલીંગ. અમે લોકો પણ નારા લગાવી રહેલા ટોળામાં ઉભા રહી ગયા હતા. આઇ.ટીના બધા સ્ટુડન્ટ ખુબ જ સીરીયસ હતા. કમ્યુટરના સ્ટુડન્ટ્સ એક્ઝામ કેન્સલ થઇ એટલે ખુશ હતા અને આ બધુ જ હળવાશથી લઇ રહ્યા હતા.

ધીઝ વોઝ અ મીસ્ટ્રી, એક જ સ્ટાઇલમાં, એક જ ડીપાર્ટમેન્ટના સ્ટુડન્ટના ત્રણ ત્રણ મર્ડર….! એક ક્ષણ માટે તો મને શ્રુતિ વિશે પણ શંકા થઇ હતી. જે દિવસે ડેવીડનુ ખુન થયુ એ દિવસે પણ મને શ્રુતિ મળી હતી, એ દિવસે પણ શ્રુતિ પાસે બાઇક હતી. ગઇ રાતે પણ શ્રુતિ પાસે બાઇક હતી. બીજી તરફ એક થોડો ડર એ પણ હતો કે ગઇ રાતે હું પણ એકલો જ હતો. જો એ કોઇને ખબર પડે તો મારા પર પણ શંકા પડે એમ હતી. આ કેસ પણ હથિયારી જ હેન્ડલ કરી રહ્યો હતો. આ વખતે એમના પર પણ પુરેપુરૂ પ્રેશર હતુ જ. એક કોલેજના ત્રણ ત્રણ સ્ટુડન્ટના મર્ડર…! નો ડાઉટ થોડા જ દિવસોમાં પેરેન્ટ્સના હુલ્લડો થવાના જ હતા. એ બાબતે હું ૧૦૦% સ્યોર હતો.

***

‘એક વાત કહુ…?’, હું, નીલ અને રોહન અમારી રૂમમાં બેઠા હતા. ચર્ચાનો વિષય આજે જે બન્યુ હતુ એ જ હતો.

‘બોલ…!’

‘મને કોઇક પર શંકા છે, આ ખુન બાબતે..!’, મેં હિમ્મત કરીને કહ્યુ.

‘શું…?’, રોહનના મોં ખુલ્લુ રહી ગયુ.

‘કોણ…?’, નીલે ખુબ જ સીરીયસ થઇને કહ્યુ.

‘શ્રુતિ….!’

‘વોટ…?’, બન્નેના ચહેરા પર ડર સાથે આશ્ચર્ય હતુ.

‘કઇ રીતે કહી શકે તુ…?’, રોહને પુછ્યુ.

‘જે દિવસે હું અને ડેવીડ બીયર લેવા ગયા હતા એ દિવસે પણ શ્રુતિ પાસે બાઇક હતી, એ દિવસે રાતે એ બહાર હતી. ગઇ કાલે રાતે પણ એ બહાર હતી. કંઇક તો છે જે દેખાઇ નથી રહ્યુ..! મને પણ ક્યારેક ડર લાગે છે, આ બધામાં હું ક્યાંક સપડાયો તો નથીને..?’, મેં ખુબ જ સીરીયસ થઇને કહ્યુ. આ વિચારીને પણ મને ડર લાગતો હતો કે ‘આ બધા પાછળ શ્રુતિ ક્યાંક હશે…!’

‘તને લાગે છે આપણે પોલીસને જાણ કરવી જોઇએ..?’, નીલે કહ્યુ.

‘આઇ ડોન્ટ થીંક સો…!’,

‘તો આ શંકાનો કોઇ ફાયદો નથી…!’, રોહન બોલ્યો.

‘હું વિચારૂ છુ કે કદાચ આપડે….’

‘વિચાર પણ કરમાં, કારણ વિના આપણે લોકોએ આમા ના પડવુ જોઇએ.’, નીલની વાત પણ એકદમ બરાબર હતી. કારણ વિના અમારે પડવુ ન જોઇએ…!

‘પણ..’

‘પણ સચેત રહેવુ જોઇએ, જો તને એમ લાગતુ હોય કે તુ પણ આમા ક્યાંક ફસાયો છો તો ધ્યાન રાખજે, ક્યારેય પણ એવુ લાગે એટલે કોલ કરી દેજે…!’, રોહન અને નીલ એકદમ ગંભીર થઇ ગયા હતા. ખરેખર એવુ લાગી રહ્યુ હતુ કે અમે લોકો પણ કોઇ મુસીબતમાં મુકાઇ શકીએ એમ હતા. અમે પણ આઇ.ટીના સ્ટુડન્ટ હતા, બીજુ કે હું શ્રુતિને ઓળખતો હતો, ત્રીજુ કે શ્રુતિને મારા પર ગુસ્સો હતો.

***

બપોર પછી હું એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટનુ વાંચવા બેઠો. કોલેજેથી સતત ન્યુઝ મળી રહ્યા હતા કે સ્ટ્રાઇક હજુ ચાલુ જ છે. નીલ એના ઘરે આંટો મારવા ગયો હતો. નીતુ સાથે સવારે એક જ વાર વાત થઇ હતી. નીતુ પણ ખુનની વાત જાણીને ગભરાઇ ગઇ હતી, નીતુને મેં મારી શંકા વિશે વાત કરી નહોતી. હું એને વધારે ટેન્શનમાં નાખવા નહોતો માંગતો.

સાંજે મેં શ્રુતિને કોલ કરવાનુ નક્કિ કર્યુ, પહેલીવાર મારે એક કોલ માટે ઘણુ બધુ વિચારવુ પડ્યુ હતુ.

મેં કોલ લગાવ્યો, શ્રુતિએ તરત જ કોલ રીસીવ કર્યો.

‘બોલ…!’, એનો અવાજ એકદમ ફ્લેટ હતો.

‘શ્રુતિ હું તારી સાથે વાત કરવા માંગુ છુ.’,

‘અબાઉટ વોટ..?’, એણે આશ્ચર્યથી કહ્યુ.

‘નીતુ…!’

‘ઓહ્હ, યસ..!’, મને એમ લાગ્યુ કે એ કંઇક બીજુ એક્સપેક્ટ કરી રહી હતી. તરત જ મનમાં ખુન વિશેનો જબકારો થયો.

‘શ્રુતિ આ બધુ એટલુ જલદી થયુ કે ખબર જ ના પડી. તારી સાથે કોન્ટેક્ટ તુટ્યા પછી મને એમ લાગ્યુ કે આપડા બન્ને વચ્ચે કંઇ આગળ થઇ શકે એમ નથી. હું નીતુની ફીલીંગ્સને ઇગ્નોર કરવા નહોતો માંગતો…!’

‘આપડા બન્ને વચ્ચે કંઇ હતુ પણ નહિ અને થશે પણ નહિ. હું મેરેજ ટાઇપની ગર્લ છુ જ નહિ, આઇ થોટ વી વીલ હેવ સમ ફન…!’, એ ગુસ્સામાં બોલી રહી હતી એ હું વર્તી શકતો હતો.

‘આઇ થોટ યુ હેડ ફીલીંગ્સ ફોર મી…!’, મેં કહ્યુ.

‘હહ, નો વે…!’,

‘થેંક્સ….!’, મેં પણ કટાક્ષમાં કહ્યુ.

‘ઇફ યુ વોન્ટ ટુ હેવ અ ફન….! ટેલ મી વેનેવર યુ આર ફ્રી…!’, એણે જે કહ્યુ એનાથી મને જરાય પણ અસર ના થઇ.

‘નો થેંક્સ…!’,

‘નો પ્રોબ્લેમ…! બટ યુ આર વેલકમ એનીટાઇમ…! માય આર્મ્સ આર ઓપન ફોર યુ માય બોય…!’

‘ઓકે બાય…..!’

‘બાય ડાર્લીંગ….!’, એણે કહ્યુ મેં કોલ કટ કરી નાખ્યો. આજે એક પછી એક જટકા મળી રહ્યા હતા. મારૂ મન આજે થયેલા ખુન અને શ્રુતિ વચ્ચે જ અટકી ગયુ હતુ. મન સતત શ્રુતિ ખુન શામાટે કરી શકે એના કારણો શોધી રહ્યુ હતુ.

આજે જે વાત થઇ એના પરથી પણ મારા મને કેટલીય વાતો ઘડી લીધી હતી. શું શ્રુતિ બોય્ઝને યુઝ કરીને એનુ મર્ડર કરી નાખતી હશે…? આવા કેટલાય વિચારો મનને ઘેરી રહ્યા હતા.

ખુનની મીસ્ટ્રી મને પણ પજવી રહી હતી. મારૂ મન સતત શ્રુતિ પાછળ પડ્યુ હતુ. ‘શુ એણે ખુન કર્યુ હશે…?’

***

હવે રહસ્ય ખુલવાના પ્રકરણો શરૂ થશે… શું ખરેખર શ્રુતિ જ ખુન કરતી હશે…? તમારા ફીડબેલ અને સજેશન્સ મને મોકલો. તમને શું લાગે છે કોણ મર્ડર કરતુ હશે. મને ફેસબુક અથવા કમેન્ટમાં જણાવવાનુ ભુલતા નહિ facebook.com/iHirenKavad ….. વધુ આવતા શુક્રવારે…! ધ લાસ્ટ યરની પેપર બેક કોપી પ્રીબુક કરવા માટે 8000501652 વોટ્સએપ નંબર પર પીંગ કરો.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :