The Last Year - Part-11 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-11

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

The Last Year: Chapter-11

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧૧

પર્પઝ

આગળ આપણે જોયુ,

બધા ફ્રેન્ડ્સ ઝુગાર પછી પાર્ટી કરવાના હોય છે, બીયર લેવા જતી વખતે હર્ષની મુલાકાત શ્રુતિ સાથે થાય છે. એજ રાત્રે ડેવીડનુ રહસ્યમય રીતે ખુન થઇ જાય છે. ભેદી ખુનનો કોઇ ઉકેલ મળતો નથી. હર્ષ અને નીલને એચ.ઓ.ડીની પનીશમેન્ટ મળે છે. એ પનીશમેન્ટનો બદલો લેવા બન્ને એચ.ઓ.ડીની કેબીન બહાર એક ગાળ વાળુ સ્ટીકર લગાવે છે. હર્ષનુ માથુ ફુટે છે, લોહી વાળા શર્ટે હર્ષ બહાર નીકળતો હોય ત્યારે જ સ્મિતામેમ ત્યાંથી નીકળે છે. બીજે દિવસે નોટીસ બોર્ડ પર હર્ષ અને નીલનુ નામ હોય છે, એ લોકોને એચ.ઓ.ડીને મળવા જવાનુ હોય છે. ત્યારે જ એક ખુન થયાની ખબર આવે છે. સાતમાં સેમેસ્ટરમાં જ હર્ષની ફરી શ્રુતિ સાથે મુલાકાત થાય છે. સ્મિતામેમ હર્ષ અને નીલને ખોટુ બોલીને બચાવે છે. નીતુનો બર્થડે હર્ષ ભુલી જાય છે. નીતુ હર્ષ પાસે પ્રેમ માંગે છે, હર્ષ થોડુ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, બન્ને વચ્ચે અમુક ક્ષણો પસાર થાય છે. હર્ષ મેમને મળવા અને બુક્સ લેવા એમના ડીપાર્ટમેન્ટમાં જાય છે. મેમ હર્ષને ઘરે આવવા કહે છે. હર્ષ શ્રુતિએ આપેલો ચેલેન્જ પુરો કરવા મેમના ઘરે બુક્સ લેવા માટે જાય છે. હર્ષ બુક્સ લઇને આવે છે અને એ જ દિવસે શ્રુતિ અને હર્ષ વચ્ચે નાની રકજક થાય છે. નીતુ પાસે કોઇ કોન્સર્ટના પસ હોય છે. બધા એ દિવસે કોન્સર્ટમાં જવાના હોય છે. રૂમમાં રોહનની હાલત જોઇને મકાન માલીક એમને ઘર ખાલી કરવા કહે છે. હર્ષ કોન્સર્ટ માટે તૈયાર થઇને આવેલી નીતુને જોઇને દંગ રહી જાય છે. કોન્સર્ટમાં જ બન્ને વચ્ચે પ્રેમનો એકરાર થાય છે. ત્યારે જ સુરતથી હર્ષના માસાનો હર્ષના મમ્મી પપ્પાની ‘ડેથ’ નો કોલ આવે છે. હવે આગળ.…

***

ડરનો જન્મ હંમેશા ઇગોમાંથી થતો હોય છે. જ્યારે આપણી પાસે ગુમાવવા માટે કંઇ ના હોય ત્યારે ડર અદ્રશ્ય થઇ જતો હોય છે. પરંતુ મારી પાસે ગુમાવવા માટે હજુ ઘણુ બધુ હતુ. જ્યારે ડરનુ મૃત્યુ થાય ત્યારે એક નવો જન્મ મળતો હોય છે. એક એવી વ્યક્તિ જન્મતી હોય છે જેને કોઇ સીમાઓ ન હોય. પરંતુ મારો ડર હજુ મૃત્યુ નહોતો પામ્યો. પરંતુ મારાથી ડર ભાગી જરૂર રહ્યો હતો.

***

બધા જ ઉત્પાતમાંથી શાંત થઇ ગયેલા બે શરીર મારી સામે હતા. આંખો રડી રડીને સુકાઇ ગઇ હતી, હ્રદયમાં એક વીઅર્ડ શાંતી છવાઇ ગઇ હતી. મારી કંઇજ બોલવાની ઇચ્છા નહોતી થઇ રહી. હું કંઇજ બોલવા નહોતો માંગતો. બે શાંત પડેલા શરીરના સંસર્ગને કારણે મારા શરીરનો ઉત્પાત પણ શાંત થઇ ગયો હતો. હું સુન્ન થઇ ગયો હતો. બધી લાગણી સુન્ન થઇ ગઇ હતી. જાણે હવે આ દુનિયામાં કંઇજ કરવા જેવુ ન રહ્યુ હોય એવુ હું મહેસુસ કરી રહ્યો હતો. મન કોઇ જ ઘટનાને તરત રીસ્પોન્સ નહોતુ આપી રહ્યુ. કદાચ આ ક્ષણોને જ એનલાઇટનમેન્ટ કહેવાતી હશે. મારૂ શરીર લોકો દોરી જતા ત્યાં દોરાઇ જતુ હતુ. હું કોઇ જ પ્રયત્ન નહોતો કરી રહ્યો.

લોકો અલગ અલગ પ્રયોજન માટે યજ્ઞ કરતા હોય છે. એમાં અલગ અલગ આહુતી હોમાતી હોય છે. યથા યજ્ઞ એનુ કંઇક ફળ પણ મળતુ હોય છે. એ દિવસે મેં મારા મમ્મી પપ્પાના શરીરની આહુતી આપીને યજ્ઞ કર્યો હતો. ચિતા યજ્ઞ.

***

હું ફ્લેટના ટેરેસ પર બેઠો બેઠો ગોલ્ડ ફ્લેકના લાંબા લાંબા કશ મારી રહ્યો હતો. મને સીગરેટ પીવામાં કોઇ જ હાની નહોતી દેખાતી. ‘વધી વધીને શું થઇ જશે? મરી જઇશ.’ એવુ હું માની રહ્યો હતો. ‘મરવાનુ તો એક દિવસ છે જ.’ ‘કંઇજ કરવુ ખોટુ નથી. આપણે જસ્ટ પપેટ્સ છીએ..!’, એવુ હું ફર્મલી બીલીવ કરવા લાગ્યો હતો. એટલે જ મને કંઇ સારૂ ખરાબ નહોતુ લાગતુ. જે છે તે છે જ અને રહેશે. જે વસ્તુ જેવી છે એને સ્વિકારવી જ રહી. જ્યારે પણ મમ્મીનો ચહેરો યાદ આવતો ત્યારે મારે સીગરેટ પીવી જ પડતી. સુરતથી આવ્યે ત્રણ દિવસ જ થયા હતા. એ દિવસે મમ્મી પપ્પાની એનીવર્સરી હતી. ટ્રેજેડી એ હતી કે હું સેલીબ્રેશન સીગરેટ ઉંડા ઉંડા દમ લગાવીને કરી રહ્યો હતો. ઓલ બુલ શીટ ફેડ્સ અવે…..!

હું સીગરેટ ચુસી રહ્યો હતો ત્યારે જ મારા ખભા પર પાછળથી કોઇનો હાથ પડ્યો. હું પાછળ ફર્યો. નીતુ હતી. એણે મારા હાથમાંથી ધીરેથી સીગરેટ સરકાવી લીધી અને મને એની છાતી સરસો ચાંપી લીધો. મારા ગળે ડુમો ભરાઇ ગયો. હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. નીતુ મારા વાળમાં હાથ ફેરવતી રહી. મારી પીઠ પર હાથ ફેરવતી રહી. કોઇ તો હતુ જે મારી કેર કરી રહ્યુ હતુ. નીતુ જ્યારે પણ મને હગ કરતી ત્યારે મને ઘણુ રીલીફ મળતુ. એ જ્યારે પણ મારી સાથે હોતી ત્યારે મારે સીગરેટની જરૂર નહોતી પડતી. એ મારા વાળમાં હાથ ફેરવતી રહી, ફેરવતી રહી, ફેરવતી રહી.

‘વી ઓલ હવ ટુ મુવ ઓન…!’, નીતુ બોલી. હું એની છાતીએથી વળગીને છુટો પડ્યો. મેં એની આંખમાં જોયુ, એ પણ મારી આંખમાં જોઇ રહી હતી. એની આંખો પણ ભીની હતી.

‘બટ વ્હાય…?’, એણે મારા હાથની આંગળીઓમાં આંગળીઓ પરોવી.

‘કોઝ વી ઓલ હેવ ટુ…! ધેર ઇઝ નો અદર વે..!’,

‘આઇ ફીલ લાઇક, આઇ ડોન્ટ હેવ અ પર્પઝ…!’

‘ધેન ફાઇન્ડ ઇટ..! આમ સીગરેટ પીતા રહેવાથી થોડુ કંઇ થઇ જશે..?’ નીતુની વાત પણ સાચી હતી. જવાબમાં હું કંઇ ન બોલી શક્યો. અમે લોકો ટેરેસની દિવાલને ટેકો રાખીને નીચે બેઠા. મેં મારૂ માથુ નીતુના ખોળામાં મુક્યુ. એ મારા ચહેરા પર હાથ ફેરવી રહી હતી.

‘નીતુ, વ્હાય ડુ યુ લવ મી ધીઝ મચ…?’, મેં નીતુનો હાથ ચુમતા કહ્યુ.

‘સીરીયસલી, આઇ ડોન્ટ નો…!’

‘ધેન ડોન્ટ લવ મી પ્લીઝ, ઇટ વીલ હર્ટ.’, હું એવુ બોલ્યો જેનાથી નીતુને આંચકો લાગવો સહજ હતો. બટ એણે કોઇજ રીસ્પોન્સ ન આપ્યો.

‘આઇ લવ યુ ધેટ્સ ઓલ…! નથીંગ એલ્સ મેટર ફોર મી.’, નીતુએ હળવી સ્માઇલ સાથે કહ્યુ.

‘આઇ લવ યુ ટુ…! એટલે જ કહુ છુ.’

‘ઇફ યુ લવ મી…! ધેન એક્સપ્રેસ ઇટ…!’, એણે મારા હાથને ચુમતા કહ્યુ. મેં પણ મારા હાથ નીતુના ગાલ પર ફેરવ્યા.

મારો મોબાઇલ એજ વખતે વાઇબ્રેટ થયો. રોહનનો કોલ હતો. મેં રીસીવ કર્યો.

‘અમે લોકો જઇ રહ્યા છીએ….! નીચે આવીને ચાવી લઇ જા.’, હું શાંત થયો.

‘ઓકે…!’, કહીને હું અને નીતુ નીચે ઉતર્યા. રોહન, શિના, રિકેતા, કેવલ અને પ્રિયા જમવા માટે જઇ રહ્યા હતા. મેં રોહનને લોક ન મારવા કહ્યુ. એણે મને જમવાનુ પુછ્યુ. મને સ્હેજેય ભુખ નહોતી. નીતુ અને રોહને ખુબ ઇનસીસ્ટ કર્યુ એટલે મેં કંઇ લઇ આવવા કહ્યુ. હું અને નીતુ રોહનના બેડરૂમમાં બેઠા.

‘મંડેથી એક્ઝામ્સ છે…!’, અમે બન્ને બેડ પર આડા પડ્યા. એણે ફરી મારો હાથ એની છાતી સરસો ચાંપતા કહ્યુ.

‘આઇ નો, બટ આઇ ડોન્ટ કેર…!’,

‘હેય, ધેર ઇઝ લોંગ લાઇફ ટુ લીવ…!’,

‘યા આઇ નો…!’, મેં સ્માઇલ કરીને કહ્યુ.

‘ધેન વ્હાય…!’, એ મારા માથામાં એની આંગળીઓના ટેરવાથી મસાજ કરી રહી હતી. મેં કંઇજ જવાબ ન આપ્યો. માત્ર હળવી સ્માઇલ કરી. હું માત્ર ફ્લો સાથે જઇ રહ્યો હતો.

‘આઇ નો યુ નીડ મી…!’, એણે પણ હળવી સ્માઇલ કરી. નીતુએ સાચુ કહ્યુ હતુ. આઇ હેડ ટુ મુવ ઓન. આજે નહિ, કાલે નહિ, અત્યારે. એ મારી વધુ નજીક આવી. હું પણ એની નજરો મેળવતો એની તરફ ખસ્યો. શી કીસ્ડ ઓન માય લીપ્સ. શી વોઝ ઓન મી. કીસીંગ મી વાઇલ્ડલી એવરીવેર ઓન માય ફેસ. એણે લાઇટ ડીમ કરી દીધી. ત્યારે મારામાં લસ્ટ નહોતો. જે પણ થઇ રહ્યુ હતુ એ મોમેન્ટરી હતુ, પર્પઝફુલ નહોતુ. મેં પણ એની નેક પર હળવેથી કીસ કરી. શી ઓલ્સો સ્ટાર્ટેડ કીસીંગ ઓન માય બોડી. એણે આંખો બંધ કરી લીધી. મેં એના ચહેરાના દરેક ખુણા પર કીસ કરી. મારો હાથ એના ટોપમાં જઇને ઉભો રહ્યો. એણે માત્ર આંખો બંધ કરી દીધી હતી. આઇ પુટ ઓફ હીઝ ટોપ એન્ડ સ્ટાર્ટેડ કીસીંગ ઓન હીઝ બોડી. નેક, ચેસ્ટ, બ્રેસ્ટ, બેલ્લે એન્ડ બેલ્લે બટન…! એની બંધ સંકોચાયેલી આંખો પરથી જ લાગી રહ્યુ હતુ કે શી મસ્ટ બી ફીલીંગ ગુડ. એણે મારા હાથને કસીને પકડી રાખ્યા હતા. અગેઇન વી લોક્ડ અવર લીપ્સ..! વી કીસ્ડ એન્ડ કીસ્ડ, કીસ્ડ એન્ડ કીસ્ડ…! એ થોટલેસ મોમેન્ટ્સ હતી. વી મેડ લવ ધેટ નાઇટ…..!

અમે બન્ને એકબીજાની બાહોંમાં, એકબીજાને વીંટળાઇને બેડમાં પડ્યા હતા. રીયલી ધેટ વોઝ પ્રાઇસલેસ મોમેન્ટ્સ ઓફ માય લાઇફ. અમારા બન્ને વચ્ચે કોઇજ કપડાનુ આવરણ નહોતુ. હું એક શબ્દ પણ ઉચ્ચારવા નહોતો માંગતો. હું માત્ર એ પળોને ચુપચાપ માણી લેવા માંગતો હતો. હું માત્ર નીતુની સોડમાં પડ્યો રહેવા માંગતો હતો.

‘આઇ લવ યુ…! માય સ્વીટ હાર્ટ’, એણે કહ્યુ.

‘આઇ લવ યુ ટુ..! ડાર્લીંગ..!’, મેં પણ ચુમતા કહ્યુ.

***

સુરત સાથે હવે મારો કોઇ ખાસ સંબંધ નહોતો રહ્યો. અમુક સંબંધીઓ હતા જે નજીકના હતા, બટ નજીક નહોતા. એટલે મેં નક્કિ કર્યુ હતુ કે સુરતની બધી જ પ્રોપર્ટીને વેંચીને અમદાવાદ જ પરમનન્ટ થઇ જાવ. માસાને મેં આ બાબતે કહી રાખ્યુ હતુ. માસાનો કોલ આવ્યો હતો કે કોઇ વ્યક્તિ શોપ લેવામાં ઇન્ટરેસ્ટેડ છે. મેં મીડસેમ પહેલા જ સુરત જઇ આવવાનુ નક્કિ કર્યુ હતુ. મેં શુક્રવારે જ નીકળી જવાનુ નક્કિ કર્યુ. નીલ અને રોહને મીડસેમની તૈયારી શરૂ કરી દીધી હતી. એ લોકોએ કહ્યુ કે અમે લોકો સાથે આવીએ બટ મેં જ ના પાડી. નીતુની મીડસેમ બુધવારથી શરૂ થઇ રહી હતી. નીતુએ પણ આવવાનુ કહ્યુ. મેં એને પણ ના જ પાડી. નીતુએ ખુબ ઇનસીસ્ટ કર્યુ. એટ લાસ્ટ એવુ નક્કિ થયુ કે હું અને નીતુ જઇએ અને બે દિવસમાં રીટર્ન આવી જઇશુ.

***

સવારે છ વાગે અમે માસાના ઘરે ઉતર્યા. મારી સાથે નીતુ પણ હતી. બસમાં ખાસ ઉંઘ નહોતી આવી, એટલે જ સવારમાં આંખોમાં ઉંઘ ભરેલી હતી. માસી જાગી ગયા હતા. મમ્મી પપ્પાને માસા માસી સાથે ઓછુ બનતુ. એના કારણે કદાચ એ લોકો મારી સાથે પણ ઓછુ બોલી રહ્યા હતા. હું મનમાં જ વિચારી રહ્યો હતો કે હવે તો એ લોકો નથી રહ્યા, મેં એમનુ કંઇજ બગાડ્યુ નથી, મારી સાથે પણ આવુ વર્તન શામાટે? માસા કે માસી બન્નેમાંથી કોઇના ચહેરા પર ખાસ કોઇ સારા ભાવ નહોતા. એમા પણ નીતુ મારી સાથે હતી. અમે થોડીવાર ઉંઘી જવાનુ નક્કિ કર્યુ. હું દ્રશ્યની રૂમમાં જઇને સુઇ ગયો. નીતુને માસી દ્રષ્ટિની રૂમમાં લઇ ગયા. તરત જ ઉંઘ આવી ગઇ હતી.

‘હર્ષ…! ઓ હર્ષ…!’, જ્યારે દ્રશ્યએ મને ઉઠાડવા માટે સાદ પાડ્યો ત્યારે દસ વાગી ચુક્યા હતા.

‘ભાભી બોલાવે છે…! ઉભો થા.’, એ મારી સામે હસતા હસતા જોઇ રહ્યો હતો.

‘હું નાહી આવુ…!’, હું ઉભો થયો અને દ્રશ્યનુ બાથરૂમ યુઝ કર્યુ.

નીતુ તૈયાર થઇ ગઇ હતી. મને યાદ છે એ દિવસે એણે રેડ ડ્રેસ અને બ્લેક ચુડીદાર પહેરેલ હતી. એ ડાયનીંગ ટેબલ પર બેઠી બેઠી દ્રષ્ટિ સાથે વાતો કરતી કરતી પોતાના વાળને કાનની પાછળ કરી રહી હતી. હું, નીતુ, દ્રશ્ય અને દ્રષ્ટિ ત્રણેય નાસ્તા માટે ડાયનીંગ ટેબલ પર બેઠા.

‘કેવી ચાલે છે જોબ…?’, મેં દ્રષ્ટિને પુછ્યુ.

‘ઠીકા ઠાક…!’, એણે થોડી સ્માઇલ લાવીને કંટાળા સાથે કહ્યુ.

‘અને તારી કોલેજ…!’, મેં દ્રશ્ય સામે જોયુ.

‘જબરદસ્ત..!’, એણે ઉછળતા ઉછળતા કહ્યુ. ગીતામાસી ભાખરી અને ચ્હા ટેબલ પર મુકી ગયા.

‘મમ્મી રોજ રોજ આ ભાખરી નથી ભાવતી….!’, અચાનક દ્રષ્ટિએ ચીલ્લાઇને કહ્યુ. એ ગુસ્સામાં બોલી હતી.

‘તારા નાટક અમને નથી પોસાતા. છાનીમાની ખાઇ લે…!’, અંદરથી એવો જ ગુસ્સા વાળો અવાજ આવ્યો.

‘હું નથી કરતી તારો નાસ્તો…!’, દ્રષ્ટિ ઉભી થઇ ગઇ.

‘ઓય ઓય…!’, મેં દ્રષ્ટિને સાદ કર્યો. દ્રશ્યએ મારો હાથ પકડીને મને બેસારી દીધો.

‘શું થયુ છે…?’, મેં દ્રશ્યને પુછ્યુ.

‘નાટક હવે એના…!’, દ્રશ્યએ જવાબ આપ્યો. નીતુ કોઇ દખલગીરી કર્યા વિના ચુપચાપ બેસી રહી. માસી કંઇક લઇને ટેબલ તરફ આવી રહ્યા હતા. એણે અમારી સામે જોયા વિના જ નાનો ડબ્બો ટેબલ પર મુક્યો. જડપી ચાલે એ કિચનમાં ચાલ્યા ગયા. મને ના ગમ્યુ. હું ઉભો થઇને દ્રષ્ટિની રૂમમાં ગયો. એ એના બેડ પર બેઠી બેઠી ટી.વી જોઇ રહી હતી.

‘ઓય્ય..! શું થયુ તને…?’, હું બેડ પર બેઠો.

‘કંઇ નઇ. તુ નાસ્તો કરી લે..!’, એ મારી સામે જોયા વિના જ બોલી.

‘દ્રષ્ટિ, આમ સવાર સવારમાં ગુસ્સો ન કરાય..! ચાલ નાસ્તો કરી લે..!’,

‘હર્ષ યાર, મને ભુખ નથી…! પ્લીઝ તુ નાસ્તો કરી લે ને..!’, એણે ઇરીટેટ થઇને કહ્યુ.

‘એમ તુ અહિં રીસાઇ હોય અને અમે નાસ્તો કરી લઇએ..! કેટલુ સારૂ લાગે એ તુ જ કહે..!’, મેં કહ્યુ.

‘હર્ષ, પ્લીઝ ડોન્ટ ફોર્સ મી યાર.’, દ્રષ્ટિ બોલી.

‘ભાખરીનો પ્રોબ્લેમ નથી. કોઇ બીજી મેટર છે…?’, મેં અંદાજો લગાવતા કહ્યુ.

‘બધાના લક તારી જેવા નહોતા…!’, આ સાંભળીને મને સહેજ આંચકો લાગ્યો. મારા જેવા નસીબ? હમણાંજ તો મારા મમ્મી પપ્પાની એક્સીડેન્ટમાં ડેથ થઇ ગઇ છે અને મારા જેવા નસીબ..?

‘એ સારૂ છે કે મારા જેવા નસીબ નથી…! ચાલ હવે નાસ્તો કરી લે..!’, મેં ગંભીર થઇને કહ્યુ. દ્રષ્ટિએ મારી સામે જોયુ. મેં પણ એની આંખોમાં જોયુ. ગંભીરતા એની આંખોમાં ઘર કરીને બેઠી હતી. મને સમજાણુ નહિ પણ કંઇક તો હતુ.

‘હર્ષ…’, એ બોલે એ પહેલા જ મેં એનો હાથ પકડીને ઉભી કરી અને ખેંચીને ડાયનીંગ ટેબલ પર લઇ ગયો. એણે દ્રશ્ય સામે ત્રાંસી નજરે જોયુ. દ્રશ્ય હસ્યો.

‘શેમાં જોબ કરો છો તમે..?’, નીતુએ દ્રષ્ટિને પુછ્યુ.

‘અકાઉન્ટન્ટ છુ..! અને તુ?’, દ્રષ્ટિએ પ્લાસ્ટીક સ્માઇલ સાથે નીતુ સામે જોઇને કહ્યુ.

‘હર્ષની ક્લાસમેટ છુ..!’, નીતુએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો. દ્રષ્ટિ અને દ્રશ્ય નાસ્તા દરમ્યાન એકબીજા સામે કતરાઇને જોતા રહ્યા.

કોઇના મૃત્યુનુ દુખ એ વ્યક્તિને જ થતુ હોય જે વ્યક્તિને લાગણી હોય. મમ્મી પપ્પાની ડેથને હજુ થોડા દિવસો જ વિત્યા હતા અને માસીના ઘરમાં બધુ નોર્મલ લાગી રહ્યુ હતુ. એકચુઅલી હું પણ નોર્મલ જ થઇ ગયો હતો ને. એમાં કંઇ ખોટુ પણ નહોતુ, પરંતુ જો ખરેખર કોઇ દુખ ન થતુ હોય તો ખોટો દેખાડો કરવાની જરૂર નથી. ખોટી સહાનુભુતીના કપડા પહેરવાની જરૂર નથી.

માસાએ દુકાનનુ ઓલમોસ્ટ બધુ ફાયનલ કરી રાખ્યુ હતુ. બધુ જ પેપર વર્ક તૈયાર જ હતુ. મારે માત્ર અમુક ફોર્માલીટીઝ પુરી કરવાની હતી. બપોરે અમે લોકો પાર્ટીને મળ્યા અને બધુ ડોક્યુમેન્ટેશન પતાવ્યુ. દુકાનનો સોદો ૪૦ લાખમાં થયો હતો. મારા ઘરનો સામાનનો વહીવટ પણ માસાએ કરી રાખ્યો હતો. હું કોઇ જ વસ્તુઓ રાખવા નહોતો માંગતો. મારે એક નવી શરૂઆત કરવી હતી એટલે જ હું આ બધુ કરી રહ્યો હતો. બધો વહીવટ પતાવીને રાતે ૬ વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યા.

નીતુના ચહેરા પરથી જ લાગી રહ્યુ હતુ એ આખો દિવસ કેટલી કંટાળી હશે. મેં નક્કિ કર્યુ કે ફ્રેશ થવા માટે અમે લોકો ક્યાંક બહાર આંટો મારવા જઇએ.. દ્રશ્ય ક્યાંક બહાર હતો એટલે અમે નક્કિ કર્યુ કે હું, નીતુ અને દ્રષ્ટિ જઇશુ. મેં ગીતામાસી અને ભુપતમાસાને કહ્યુ કે અમે ક્યાંક બહાર જઇએ.

‘દ્રષ્ટિનુ થોડુ કામ છે, તમે લોકો જઇ આવો..!’, ગીતામાસીએ મોં ચડાવતા કહ્યુ.

‘શું કામ છે મમ્મી…?’, દ્રષ્ટિ ગુસ્સામાં બોલી.

‘બેટા, મારે થોડુ કામ છે..!’, ભુપતમાસા બોલ્યા.

‘પપ્પા કહો તો ખરા કે શું કામ છે? હું તમારૂ કામ પુરૂ કરીને પછી નીકળુ..!’, દ્રષ્ટિ ગુસ્સાના ટોનમાં જ બોલી રહી હતી. મને ખબર નહોતી પડી રહી કે શું થઇ રહ્યુ હતુ.

‘માસી આવવા દોને. થોડીવારમાં આવી જઇશુ.’, મેં કહ્યુ. માસા માસી કંઇ ન બોલી શક્યા. દ્રષ્ટિ તૈયાર જ હતી. અમે દ્રષ્ટિનુ સ્કુટર લઇને જ બહાર જવા નીકળ્યા. અમે કોઇ એવી જગ્યાએ જવા માંગતા હતા જ્યાં થોડી શાંતી હોય. બેસીને વાત કરી શકાય અને સારૂ ફુડ પણ મળી રહે. અમે લોકો પીપલોદ રોડના એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં બેઠા…! નીતુ સાથે હતી એટલે મને ખુબ સારૂ ફીલ થઇ રહ્યુ હતુ. મેં અને નીતુએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. દ્રષ્ટિ કદાચ અમને એકાંત આપવા માંગતી હતી એટલે થોડે દુર ચાલી ગઇ હતી અને કોઇ સાથે ફોનમાં વાત કરવા લાગી હતી.

‘આઇ નો તુ કંટાળી ગઇ હોઇશ…!’, મેં નીતુ સામે જોઇને કહ્યુ.

‘ચુપ..! થોડો ટાઇમ તો તારા વિના રહી જ શકુને માય બેબી…!’, એણે હસીને વાતાવરણને હળવુ બનાવ્યુ.

‘માસા માસી માટે સોરી..!’, અત્યાર સુધી અમારા બન્ને વચ્ચે એટલી ટ્રાન્સપરન્સી તો નહોતી જ આવી કે આવા કારણો માટે સોરી ન કહુ. પરંતુ એની શરૂઆત ધીરે ધીરે થઇ રહી હતી. મેં સોરી કહ્યુ એટલે એણે સ્માઇલ સાથે આંખો બતાવી. હું પણ હસવા લાગ્યો.

‘આખો દિવસ માં દિકરી જગડ્યા છે..!’, નીતુએ એ રીતે કહ્યુ જાણે એને એન્ટરટેઇનમેન્ટ મળ્યુ હોય.

‘પણ જગડતા શાને હતા…?’, મેં પુછ્યુ.

‘કોઇ ટુ ધ પોઇંટ વાત નહોતી…! દ્રષ્ટિ કંઇક કહી રહી હતી કે કાલથી તો એ જોબ પર જશે જ. ’

‘જોબ પર જશે જ…?’

‘વાત વાતમાં તારા માસી એને ટોકતા હતા અને દ્રષ્ટિ વાત વાતમાં ઉશ્કેરાઇ જતી હતી…!’ નીતુને જેટલી ખબર હતી એટલી કહી.

‘કંઇક હશે, માં દિકરીનો જગડો છોડ…! કાલે ક્યાં ફરવા જવુ છે બોલ..!’, મેં કહ્યુ, નીતુ મારી સામે જોઇ રહી. હું એ નજર શું કહેવા માંગતી હતી એ સમજી રહ્યો હતો.

‘હવે મારી પાસે એક લાઇફ છે જે હું જીવી લેવા માંગુ છુ. આખી જીંદગી શોંકમાં તો નહિં જ રહેવાય..!’, મેં સ્માઇલ સાથે કહ્યુ. એણે મારા હાથ સાથે મને પણ બાજુથી જકડી લીધો.

‘યુ નો વોટ..! હવે મારી પાસે તારા સિવાય ગુમાવવા જેવુ કંઇજ નથી…!’

‘યુ નો વોટ..! તુ મને ક્યારેય ગુમાવી જ નહિ શકે. કારણકે હું તારાથી અલગ જ નથી..!’, એણે ખુબ સીરીયસ થઇને કહ્યુ.

‘ડાયલોગ ચાલુ કર્યા…!’, મેં હસતા હસતા કહ્યુ.

‘ડાયલોગ ચાલુ કર્યા…!’, એણે મારી મીમીક્રી કરી. મેં હસીને એને મારી બાહોંમાં જકડી લીધી. મેં એના કપાળ પર કીસ કરી. એની સ્મિત જોઇને હું કેટલો ખુશ થઇ રહ્યો હતો એ તો મને જ ખબર છે. નીતુનુ સ્મિત જ મારા માટે હવે સર્વસ્વ હતુ. ખરેખર હવે મારા પાસે ગુમાવવા જેવુ કંઇજ નહોતુ. કુદરતે મારો ડર ભગાડવા કેટલીક ઘટનાઓ સર્જી હતી જે ઘટી ચુકી હતી. હું બેફીકર હતો, બે પરવાહ નહિં.

‘ઓ પ્રેમ પંખિડાઓ., છુટા પડો..!’, દ્રષ્ટિ આવી અને સ્માઇલ સાથે બોલી. આ હતી અસલી દ્રષ્ટિ, સવારથી હું કોઇ અલગ દ્રષ્ટિને જ જોઇ રહ્યો હતો.

‘કઇ દુનિયામાં ખોવાઇ ગઇ હતી..!’, મેં સ્માઇલ સાથે કહ્યુ.

‘છોડની. મારે તારી લવ સ્ટોરી સાંભળવી છે.’, દ્રષ્ટિ ટેબલની સામેની ચેઇર પર બેસી.

‘એ તુ અમદાવાદ આવે ત્યારે…!’

‘મેં અત્યારે જ સાંભળા…!’, ત્યારે જ એના ફોનમાં રીંગ વાગી. એ કોલ ઉપાડવા થોડી દુર ગઇ. હું અને નીતુ દ્રષ્ટિની જીદ સાંભળીને હસવા લાગ્યા. ત્યારે જ મારા મોબાઇલમાં પણ રીંગ વાગી. દ્રશ્યનો કોલ હતો.

‘હા ભાઇ ક્યાં છે…?’

‘પીપલોદ રોડ પર..!’

‘ઓકે હું આવુ છુ.’

‘ઓકે, લેક વ્યુ પાસે આવીને કોલ કરજે.’

‘ઓકે..!’, એણે કોલ કટ કર્યો.

અમે બન્ને દ્રષ્ટિને જોઇ રહ્યા હતા. એ ફોન પર વાત કરતી કરતી અમારી તરફ આવી રહી હતી. અમારાથી થોડે દુર હતી ત્યારે જ એણે કોલ કટ કરી નાખ્યો.

‘બોલ શું ખાઇશ…?’, એણે આવતાવેત પુછ્યુ.

‘સમથીંગ લાઇટ..!’, નીતુ બોલી.

‘યા…!’, મેં પણ કહ્યુ.

‘વોટ ડુ યુ સે…? ચાઇનીઝ?’, દ્રષ્ટિ બોલી.

‘ઓક..!’, મેં કહ્યુ.

‘મારો એક ફ્રેન્ડ આવી રહ્યો છે, થોડુ વેઇટ કરી શકીએ…?’, એ થોડી અચકાતા બોલી.

‘વ્હાય નોટ..!’, અમે કહ્યુ.

થોડા દિવસો પહેલા જ મારા મમ્મી પપ્પાની ડેથ થઇ ગઇ હતી, એ છતા હું અત્યારે એક છોકરીના વાળમાં પોતાની આંગળીઓ ફેરવી રહ્યો હતો. આ બધુ જ અનકોન્શીયસલી થઇ રહ્યુ હતુ. કદાચ દ્રષ્ટિને પણ આનુ આશ્ચર્ય હતુ. હવે હું બધા જ દુખમાંથી બહાર આવી ચુક્યો હતો. આઇ હેડ સ્ટાર્ટેટ સેલીબ્રેટીંગ માય લાઇફ…!

***

એક યંગ, ડેશીંગ, મોડલ લુક, જીન્સ અને બ્લુ ટી શર્ટ પહેરેલ છોકરો આવ્યો. દ્રષ્ટિ તરત જ ઉભી થઇ અને બન્ને એકબીજાને કેટલીય ઘડી સુધી હગ કરતા રહ્યા. એ છોકરાએ દ્રષ્ટિના કપાળ પર કીસ કરી. દ્રષ્ટિ ઇમોશનલ થઇને એ છોકરાને જોતી રહી. બન્નેએ એકબીજાની આંખોમઆં જોતા રહ્યા. હું અને નીતુ આ સુંદર પ્રેમથી ભરપુર ક્ષણોને જોતા રહ્યા.

‘સટાક…!’, ત્યારે જ દ્રશ્યએ આવીને દ્રષ્ટિના ગાલ પર એક તમાચો લગાવી દીધો.

‘સટાક…!’, પેલા છોકરાએ એ જ ક્ષણે કંઇ પણ વિચાર કર્યા વિના દ્રશ્યના ગાલ પર એક તમાચો મુકી દીધો. હું અને નીતુ અમુક ક્ષણોમાં બનેલી ઘટનાઓના અવાચક બનીને સાક્ષી બની રહ્યા. મને સમજમાં નહોતુ આવી રહ્યુ કે આ શું બની રહ્યુ હતુ.

‘દ્રશ્ય… પ્લીઝ…!’, દ્રશ્ય પેલા છોકરા તરફ ખેંચાઇ રહ્યો હતો, દ્રષ્ટિ દ્રશ્યનુ મોટા અવાજમાં નામ બોલીને રોકી રહી હતી. મેં પણ દ્રશ્યનો હાથ પકડ્યો અને એને રોકવાની કોશીષ કરી.

‘શું થયુ ભાઇ…?’, મેં દ્રશ્યને રોકતા પુછ્યુ. એ કંઇ ના બોલ્યો.

‘ઓળખતો નથી હું કોણ છુ…! કાલની સવાર નહિ પડવા દવ..!’, દ્રશ્ય ગુસ્સામાં એના અભિમાનને ઓકી રહ્યો હતો. પેલો છોકરો ખુબ જ શાંત ભાવથી આ સાંભળી રહ્યો હતો.

‘જયદીપ પ્લીઝ..! તુ ચાલ્યો જા..!’, દ્રષ્ટિ પેલા છોકરા પાસે જઇને બોલી.

‘કોઇ તારા પર હાથ ઉપાડે એ મારાથી સ્હેજેય સહન નહિં થાય…!’, એ છોકરાએ ત્રાડ નાખીને કહ્યુ. આજુબાજુ ટોળુ જમા થવા લાગ્યુ હતુ.

‘આપડે અહિંથી નીકળવુ જોઇએ..!’, મેં કહ્યુ.

‘એની ફીકર કરવા વાળા અમે છીએ..! ગેટલોસ્ટ…! તારી માને…..’, દ્રશ્યએ ગંદી ગદી ગાળો કાઢવાનુ ચાલુ કર્યુ.

‘દ્રશ્ય ગાળ બોલમાં અહિં લેડીઝ છે…!’, મેં દ્રશ્યને કહ્યુ.

‘લેડીસની માંનો…..’, ફરી એ ગાળ બોલ્યો.

‘સટાક…..!’, મારાથી સહન ન થયુ. મેં ખેંચીને એક તમાચો દ્રશ્યના ગાલ પર ચોડી દીધો. એના હોઠમાંથી લોહીં નીકળી ગયુ..! એ મારી સામે ખુન્નસ નજરે જોઇ રહ્યો.

‘ભાયુમાં ભડવાઇ…!’, એ ધીમેંથી બોલ્યો.

‘તને બોલવાનુ ભાન છે….? ચાલ..!’, હું દ્રશ્યનો હાથ પકડીને બહાર લઇ ગયો. દ્રષ્ટિએ જયદીપને ચાલ્યા જવા કહ્યુ. જયદીપ જવા માટે આના કાની કરી રહ્યો હતો. મેં જયદીપને ઇશારાથી જ સમજાવ્યુ કે ‘હું બધુ સંભાળી લઇશ.’.

‘સોરી મારે હાથ ઉઠાવવો પડ્યો, પણ આટલા બધા લોકો વચ્ચે આવી ગાળો, તને કંઇ ભાન જેવુ છે..?’, મેં દ્રશ્ય પર ગુસ્સો કરતા કહ્યુ.

‘એની માના ઘા……..એ, મારી બેન..! હું એને નહિં છોડુ.!’, દ્રશ્યના વાક્યે વાક્યે ગાળ નીકળી રહી હતી. મેં દ્રશ્યને એની બાઇક પર બેસાડ્યો અને હું એની પાછળ બેઠો. દ્રષ્ટિ અને નીતુ બન્ને દ્રષ્ટિના સ્કુટર પર હતા. અમે લોકો હવે ઘરે જ જઇ રહ્યા હતા. જે બન્યુ હતુ એના પછી કોઇને ખાવાની ઇચ્છા નહોતી. અમે લોકો ઘરે પહોંચ્યા.

‘ભેનચોદ તમારી છોકરીને પેલા વિના એક ઘડીયે ની ચાલતુ…!’, ઘરની અંદર એન્ટર થતાની સાથે જ દ્રશ્યએ મોટા અવાજમઆં બોલવાનુ ચાલુ કર્યુ. અમારી પાછળ પાછળ જ દ્રષ્ટિ અને નીતુ એન્ટર થયા. માસા અને માસી તરત જ અમારી સામે આવીને ઉભા રહી ગયા.

‘પેલો માં-ચો....ણાને તમારી લાડલીયે ત્યાંય બોલાવી લીધો.’, દ્રશ્યએ એના મમ્મી પપ્પા સામે પણ ગાળ કાઢી.

‘સટાક…!’, તરત જ માસા દ્રષ્ટિ તરફ ગયા અને એમણે દ્રષ્ટિને એક તમાચો ચોડી દીધો. મને ખબર નહોતી પડતી કે આ શું બની રહ્યુ હતુ.

‘માસા….!’, હું માસાને રોકવા ગયો.

‘એય, તુ તારૂ કામ કર..!’, માસાએ ગુસ્સામાં ત્રાડ નાખીને મને કહ્યુ.

‘પણ માસા….!’, હું કંઇ બોલુ એ પહેલા જ માસાએ મને રોકાઇ જવા માટે હાથ બતાવ્યો.

‘આને રૂમમાં લઇ જા…!’, માસાએ માસી સામે જોતા કહ્યુ. માસી દ્રષ્ટિને ખેંચીને લઇ જઇ રહ્યા હતા.

‘ભાઇ દસ દસ છોકરીઓ રખડાવે, મને મારો લાઇફ પાર્ટનર સીલેક્ટ કરવાની પણ ફ્રીડમ નહિ…! તમે કસાઇ છો પપ્પા…! કસાઇ છો…!’, માસાએ ફરી દ્રષ્ટિ પાસે જઇને એક જોરદાર તમાચો ચોંટાડી દીધો. માસીએ પણ એક તમાચો માર્યો. વાતાવરણ એકદમ ગરમ થઇ ગયુ હતુ. મને આ બધુ જોઇને માસા, માસી અને દ્રશ્ય પર સખત ગુસ્સો આવી રહ્યો હતો. ત્રણેયના રૂવાંટે રૂવાંટેથી દંભની વાંસ આવી રહી હતી.

એ ગુસ્સાની ક્ષણ જ હતી ત્યારે મારે હવે આગળ શું કરવાનુ છે એ સમજાણુ, મારી લાઇફનો હેતુ શું હતો એ સમજાણો. મને કોઇ પરમ શક્તિએ સુરત શામાટે મોકલ્યો હતો એ સમજાયુ. પ્રોપર્ટી વેંચવી એ એક નાનુ કારણ હતુ. આ પ્રકૃતિ આપણને આપણી લાઇફના પર્પઝ સુધી ખેંચી જ લાવતી હોય છે. આપણે માત્ર એ ક્ષણને ઓળખી લેવાની હોય છે, એ પર્પઝને ઓળખવાનો હોય છે.

મારી લાઇફનો પર્પઝ હતો ચારે તરફ પ્રેમની સુગંધ ફેલાવવાનો, દંભ સાથે લડવાનો…!

‘હર્ષ, આ અમારા ઘરનો અંગત મામલો છે. તારે કોઇ દખલ કરવાની જરૂર નથી…!’, માસાએ મારી પાસે આવીને આંગળી ચીંધીને કહ્યુ. હવે હું કોઇ જ ખોટી વાત સહી લેવાનો નહોતો.

‘માસા, આ બરાબર નથી.’, મેં આટલુ જ કહ્યુ.

‘એય, તુ તારૂ કામ કર…!’, માસાએ મારી સામે ત્રાડ નાખી. વાતાવરણ એકદમ તંગ બની ચુક્યુ હતુ. મેં નીતુને ઇશારાથી દ્રષ્ટિના રૂમમાં જવાનો ઇશારો કર્યો. નીતુ દ્રષ્ટિના રૂમમાં ચાલી ગઇ. મને ત્યારે ખયાલ નહોતો આવી રહ્યો કે શું કરવુ….? પરંતુ કંઇક તો કરવુ પડે એમ જ હતુ.

આપણા લોકોનો ઇગો એટલો વધી ગયો છે કે પ્રેમ માટે આપણે સ્હેજેય જગ્યા નથી રાખી. કેવી ગંધાતી માનસીકતા..? તમે જ્યારે યંગ હોવ ત્યારે ભરપુર જલસા કરો. પોતાના પ્રેમની પળો પોતાના પેરેન્ટ્સનો વિરોધ કરીને પણ જીવો. બટ જ્યારે તમે જ પેરેન્ટ્સ બનો ત્યારે ? પોતાના ઉપર આવેલી રીસ્ટ્રીક્શન્સનો બદલો પોતાના જ બાળકો પાસેથી વાળવાનો…! એ બધુ જ ભુલીને કે મેં પણ મારી યુવાનીમાં પ્રેમની પળો માણી હતી.

‘તુ તારૂ કામ પતાવ અને તારો રસ્તો પકડ…!’, માસાએ જે કહ્યુ એ પછી મને ત્યાં એક પણ રહેવાની પણ ઇચ્છા નહોતી. બટ મારે રહેવુ હતુ. હું દ્રષ્ટિની પ્રોબ્લેમ સોલ્વ કર્યા વિના ત્યાંથી નીકળવાનો નહોતો.

‘માસા ખુબ ખુબ આભાર તમારો…!’, હું બેડ પર પડ્યો. મારા મનમાં કેટલાય વિચારો ધમધમી રહ્યા હતા. શું કરવુ જેથી આ લોકોના સંકુચિત મગજમાં પ્રેમની વાત ઘુસે. એ સાથે ધીરે ધીરે મારૂ મન કંઇક મોટા વિચારો પણ કરી રહ્યુ હતુ. આ માત્ર દ્રષ્ટિની એકની પ્રોબ્લેમ નહોતી. કેટલાય યંગસ્ટર્સ આ પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા હતા. હું દુરનુ વિચારતો હતો…! કદાચ હું અત્યારના પેરેન્ટ્સમાં ચેન્જ ન લાવી શકુ પરંતુ હું અત્યારના જે યંગસ્ટર્સ છે, એ આપણા પેરેન્ટ્સની જેમ ભુલ ન કરે એ માટેના કોઇક બીજ તો રોપી જ શકુ..! ધીરે ધીરે મનમાં આછી આછી રૂપરેખા બની રહી હતી.

ત્યાંજ મારા મનમાં એક વિચાર ઝબુક્યો. પરંતુ એ વિચાર ખરેખર કામ કરે એમ હતો કે નહિ એ જાણવા મારે દ્રષ્ટિની આખી વાત જાણવી પડે એમ હતી. દ્રશ્ય વિશે પણ અમુક વાતો જાણવી પડે એમ હતી. દ્રષ્ટિ સાથે વાત કઇ રીતે કરવી….? મેં નીતુને કોલ કર્યો અને કહ્યુ કે, ‘હું રાતે દ્રષ્ટિના રૂમમાં આવીશ…!’ હું બધાની ઉંઘવાની રાહ જોવા લાગ્યો…! ૧ વાગ્યો એટલે ઘરમાં શાંતિ છવાઇ ગઇ. હું એક વાગે છાના પગે મારા રૂમમાંથી બહાર નીકળ્યો. નીચે કીચનની લાઇટ શરૂ હતી. છતા મેં દ્રષ્ટિના રૂમ તરફ ચાલવાનુ શરૂ રાખ્યુ. હું રૂમના ડોર સુધી પહોંચી ગયો. મેં રૂમનો દરવાજો ખખડાવ્યો. કોઇએ ખોલ્યો નહિ. મેં ડોરબેલ માર્યો. દરવાજો ખુલ્યો. બટ દરવાજો દ્રષ્ટિએ નહિ મારા માસીએ ખોલ્યો…! મારી ધડકનો તેજ થઇ ગઇ. બધુ જ જાગરણ પાણીમાં. હવે શું કહેવુ માસીને…? હું શું બોલવુ એ વિચારતો માસી સામે ઉભો રહ્યો…..

***

નીલના મનમાં એવા તે ક્યા વિચારો આવ્યા હતા કે એ કહી રહ્યો હતો કે ‘મને મારી લાઇફનો પર્પઝ મળી ગયો છે.’ શું હર્ષ અને નીતુના પ્રેમમાં શ્રુતિના કારણે કોઇ દરાર પડશે? શું દ્રષ્ટિ અને જયદીપ એકબીજાને મળી શકશે..? હર્ષ અને નીતુ એને કઇ રીતે હેલ્પ કરશે…? અડધી રાતે માસીના દરવાજા બહાર ઉભો રહેલ હર્ષ એના માસીને શું જવાબ આપશે….? બધા જ સવાલોના જવાબ મળશે… આવતા શુક્રવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :