KRUTI NO KAN BHAG 2 in Gujarati Poems by Kruti Raval books and stories PDF | કૃતિનો કણ ભાગ-2

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

કૃતિનો કણ ભાગ-2

  • લાગણી…
  • લાગણીનું તો, જો ભાઈ સાવ એવું ,

    વહી જાય બેવ કાંઠે તો શું એને કેવું? .

    સાગમટે કરી વાળે ચોરી નર્યા નીરની ,

    ને,છે એનું કામ દરિયાની ડોલ્ફિન જેવું.

    માનસરોવર પડે ઓછા એવા એના વટ,

    ઠરે ને ઠારે મન બારણથી લઇ, મનનું નેવું .

    રળિયામણો રોપ ઉછેરે ખારોને મીઠો ,

    વરતારે બસ શુકનની શેર માટીનું લેવું.

    આમ એનું સુગંધિત પુષ્પની સોડમ જેવું ,

    વેઠે એ ને વાતાવરણ પર રહી જાય એનું દેવું !!

    ***

  • ઢેફાંની હું ધૂળ…
  • તારા ટેકરાના ઢેફાંની હું ધૂળ ,

    ફેંદી વળી એ મુજ અંતરના મૂળ ,

    ખચકાટ સાથે ખુંપી એ ખચ્ચ કરી ,

    વહી મારામાં તારા વિચારોની શૂળ .

    ઉતરું સાત ગરણે ગાળી જાત કચરો ,

    તારું હળવે હાથે થી ઉજાળું હું કુળ.

    ***

    દ્વારે તારે

    કટકી અત્તરની મળી તી દ્વારે તારે ..

    શ્રીફળ ની શેશોમાં અટવાય ગઈ ..

    આસોપાલવ ના ઝૂમખાંમાં મળ્યા શુકનના ચોખા ..,

    વાત પરીઓ ની તારાઓ ની સામે ટંકાય ગઈ ...

    ખડકી તારા દિલ ની ખોલી ને તું રાખજે ..

    છલકતી હૈયા હેલને અધુરી તું રાખજે ..

    ચમકતી ચાંદની માં ના શોધજે મને ....

    મારા શ્વાસની સુગંધને મહેકતી તું રાખજે .

    ***

  • નહિ ફાવે…..
  • એવું, નથી સુક્કું, ઉજ્જડ, વેરાન નહિ ફાવે,

    પણ આવું અધકચરું લીલું તો નહિ ફાવે .

    ચાલશે તારું જરાપણ ના આવવું ,

    પણ આમ અધૂરું આવવું નહિ ફાવે ,

    માટી માંડ પકવી ભટ્ટીએ જાત બાળી,

    તારું, એકાએક પલાળી જવું નહિ ફાવે .

    પાષાણની પાથરી સેજ મારા મહી ,

    તું હથોડે હાસ્ય પટકીશ તો નહિ ફાવે .

    આઁખોંના અનંત સાગરમાં ન ફસાવ ,

    અનરાધાર આવ, છૂટુંછવાયું નહિ ફાવે .

    કે , રુવાડા કેમ ? અળગા કરું 'કૃતિ' થી,

    તું વહે નખશિખ જવા પછી, એ નહિ ફાવે.

    ***

    ખારા મોતી ઉલેચે હૈયે હાર્યું જે ,

    પરોવી જીવની માળા તે તાર્યુ જે ,

    મબલખ મેહનત મળી જાંજવ ને અંતે ,

    લૂંટાવે દલડું એને તુજ માંથી સાર્યું જે .

    ***

  • પ્રિય ગુલમોહરને સપ્રેમ…
  • પીળું સ્વર્ણ મારગની બને તરફ શોભી રહ્યું ઠાઠથી ,

    આરોહ અવરોહનું મધુર સંગીત બક્ષી રહ્યું ઠાઠથી .

    તપસ્વી સમ થઇ હરિયાળી શોભ રહ્યા ફૂલો ઠાઠથી

    તડકીની ચાહતની માલિકી અડીખમ તાકી રહી ઠાઠથી

    ***

  • હૈયાનો હાહાકાર
  • હૈયાનો હાહાકાર, મારા મનડાનો હાહાકાર ,

    અધરો ઊંધું વાટે મુજને અંતરનો હુંકાર ,

    નયનો પાછા ઠેલે, ઓલી આસુંડાની ધાર ,

    કેટલું જીલે કોમળ મન, તારા વ્હાલ નો પ્રહાર ..?

    મારા હૈયાનો હાહાકાર .....

    જોતરે જોડાણી આંખો તારી રાહે રાહદાર ,

    આંખે બાઝેલી છારી ચીકોટે કરે તુજને પોકાર ,

    તું મારા મનઆંગણમાં, એક લટાર તો માર ...!!

    આવ, આવીને કર મારી એકલતાનો સંહાર .....

    મારા હૈયાનો હાહાકાર ....

    તું વસ્યો હૈયે જાણે સાગરનો મજધાર ,

    અવલ સવળ ભલે પણ કરીજા આ કલરવ ભેંકાર ..,

    પણ તારા મનને મારામાં લાવીને ચાર ...

    આવે તું , ને મહેકે સઘળું મુજમાં દિલ ગાયે મલ્હાર ..

    મારા હૈયાનો હાહાકાર ......

    મારામાં હજુ તારીજ જૂની ચાલે છે સરકાર ...

    ચુનાવ ગુંથેલા ચાકળા ભલે આવેજાય સો-વાર...

    તું જાણે મારામાં ચણીયે ગુંથેલા બાવળિયાની ભાત,

    ચમકશે આભ જયારે સિતારા મળશે એને શાનદાર ...

    તુ મનમાંડવે આવી હેતે તેડીજા મુજને, થઇ ભરથાર .....

    મારા હૈયાનો હાહાકાર ..નાહક પજવે મુને વારંવાર ....

  • ***
  • પાક પ્રેમનો
  • તારા અંધાધુંધ વિચારોની આંધી ચડે ,

    ને મારી કલમના શબ્દો ધસમસતા ખડે.

    તારી યાદોના ભવર ચડાવ્યાતા મેડે,

    વાતાવરણ કેરી ખામી કે ચડ્યાએ કેડે.

    ડુંડા વાવ્યા મિલન તણા ભલે અમે,

    તારી જીદ જો..! જુદાઈના ખેતર ખેડે.

    પ્રથમ બતાવી રસ્તો મબલખ (પાક )પ્રેમનો ,

    ને મૂકી આવ્યો અંતે બિયારણ સાવ છેડે ?

    ***

  • લઇ આવી …..
  • તું મને અંત ને ઝીંદગી આરંભ સુધી લઇ આવી ,પળ મને ક્ષણ પાસે થી થઇ ઝાકળ સુધી લઇ આવી

    પડઘાઓની ક્ષિતિજ સંધ્યાના રંગો ને લઇ ને આવી ,ચીતરેલી મોર ની કળા ને જો બાવળ સુધી લઇ આવી .

    લાંગરી ભલે નાવ મજધારે હિંમત કરી તારા કેવાથી ,તારી ડૂબવાની જીદ.. મને વમળ સુધી લઇ આવી .

    એમ કઈ ડૂબવાથી ડરે થોડો આ માંહ્યલો મારો....!! ,આપણા કરમની કથા.. આ વ્યથા સુધી લઇ આવી

    જો હોઈ સંગાથનો વેહમ તો જીવી લે ખુશી થી તું ,તારીજ કલ્પનાઓ તને દાવાનળ સુધી લઇ આવી.

    હોય ઓહાડીયા દાવાનળના !! વેહેમ તને મુબારક ,ઠરી જવાની ભાવના આપણને વરાળ સુધી લઇ આવી .

    ***

  • મળે ના મળે…
  • દિશાઓ રહી દસને રહ્યા ખૂણા એના બાર પકડ મિત્ર ફરીઆ રસ્તે મંઝીલ મળે ના મળે .

    સુકવીલે બદામ તું તારા પાન આમ ને આમ ,ફરી એની એ જ પાનખર તને મળે ના મળે .

    મેહફીલમાં મેહકીલે રાતરાણી બની ને તું ,બારે માસ મેહક્તી બારમાસી તને મળે ના મળે .

    ઉછળીલે વમળ ના પરપોટા માં ''કૃતિ'' તું ,તે માગેલી નદી સમ શાંતિ તને મળે ના મળે .

    પાથરીલે અરમાનો નો આસોપાલવ આંગણે તું ,ફરી આમત્રણ નો મીઠો અવસર મળે ના મળે .

    ટહુકીલે મોરની કળાના કલરવ માં ચાતક ,ફરી એ જ જળબિંદ તારા માં મળે ના મળે .

    ભીંજવિલે આયખાના માવઠામાં ખુદને તું ,આ કમોસમી વરસાદ તને ફરી ફળે ના ફળે .આ કમોસમી વરસાદ તને ફરી મળે ના મળે .

    ***

  • કન્હૈયા……
  • બાવરી ફિરે રે થારી દાસી, ઓ કન્હૈયા મોરે,(૨ )

    પ્યારા પનઘટ છોડ કહા ચલે રે ....કહા ચાલે હૈ તું .....

    મ્હારો બીચમે હાથ કાય છોડે રે તું સાંવરે ...

    વ્રજ થારે બીના કોરી કોરી રજ લાગે હે મોહે ...

    બાવરી ફિરે રે થારી દાસી ઓ .....કન્હૈયા મોરે,(૨ )

    બાસુરી કી ગુંજ થારી બવ ભાવે હે મોહે કન્હૈયા,

    નટખટ થારી અદાઓ પે જાન મેં વારુ રે બાવરે ,

    જલક મિલે જો એક હી થારી , ધન્ય મેં થાઉં રે મ્હારા કાનજી,

    બાવરી ફિરે રે થારી દાસી ઓ...... કન્હૈયા મોરે ,(૨ )

    જીવન મરણ મ્હારું હે થારે હાથ રે કન્હૈયા,

    થારે હોને સે હી જાન પ્રાણ હોવે રે ગિરધારી,

    મારી નૈયા કો પાર તું હી લગાવ રે ખિવૈયા હે તું હી ,

    બાવરી ફિરે રે થારી દાસી ઓ ....કન્હૈયા મોરે ,(૨ )

    ***

    પછીની વાત છે…

    કિસ્સા જીવનના બધા પુરા કર્યા પછીની વાત છે ,

    ખોવાયા પછી જાત માંડ જડીતી પછીની વાત છે . પેલવેલું જીવને લાગ્યું જીંદગી જડી છે જીવવા જેવી , જાત તોડી આરપાર થઇ મેં થવા દીધી પછીની વાત છે .મરજાદાની કેડીએ લાખ કોશિશ કરી જાત બચાવની ,સામેથી જ મેદાને જઈ બદનામ થયા પછીની વાત છે. બગાવત વેલ શણગારીતી મનમાંડવે મેં કઈ એમ ,દાજી ને રાજી થયાનો ભ્રમ તૂટ્યા પછીની વાત છે. આમતો કૃતિ સવા બે વળ ઉતર્યા નો ઉતરે એમ , ઘા ઉતર્યાને મલમ ઓછા પડ્યા પછીની વાત છે.ગઠબંધન ઘુંચ ખોલવામાં વળ્યા તાંતણે વળ એમ ,રેશમ કેરી દોરમાં વિટળાય વળ્યા પછીની વાત છે .અંતે સાવ ખવાઈ ગયું નવું ઇમારતી લાકડું સડીને, ભાવ એમાં ઘાટ લેવાના સળવળ્યાતા પછીની વાત છે .હતું નોતું થઇને રહી ગયું સાથે સઘળું મારું હોવાપણું ,ભસ્મીભૂત રાખ પણ ઉડી ત્યાં જ ગઈ પછીની વાત છે.

    ***