Safarma madel humsafar - 11 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-11

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-11

સફરમાં મળેલ હમસફર

ભાગ -11

(પાછળ જોયું)

મેહુલ અને જિંકલ વચ્ચે થયેલ વાતચિત પ્રેમમાં પરિણમે છે, બંનેની મુલાકાતો વચ્ચે એક નવો શખ્સ આવે છે રણજીતસિંહ, જે મેહુલનો પીછો કરતો હોય છે, મેહુલને પાછળથી ખબર પડે છે કે તે એક CID ઑફિસર હતા, હાલત મેહુલને રણજીતસિંહની વાત માનવા મજબૂર કરે છે અને મેહુલ કોઈ પણ જાણકારી વિના CID માં જૉઇન થવા તૈયાર થાય છે, જ્યાં તેની મુલાકાત અનિતા સાથે થાય છે, જે લેડી ઑફિસર હોય છે, ઘણી વાતો મેહુલની ડાયરી પરથી ખબર પડે છે, તો ઘણી વાતો જિંકલ દ્વારા, હવે આગળ શું થશે તે જાણવા વાંચતા રહો, સફરમાં મળેલ હમસફર. )

: હવે આગળ :

“દેખ ભાઈ શર્ટ, બનીયાન ઔર દિલ શાદી કે બાદ હી ખોલને ચાહિયે વરના બાદ મેં પછતાના પડતા હૈ” એક પડછંદ અવાજ બારણાં તરફથી આવ્યો. રવિએ પાછું ફરીને જોયું તો બારણાં પર એક પહાડી 5’9” નો, બોડી વાળો જીન્સના હાફબાયના ફિટ શર્ટ પર બ્લેક લેધરનું જેકેટ પહેરેલ એક આદમી ઉભો હતો, આખો પર ગોગલ્સ, કાનમાં બ્લુટુથ અને કાંડામાં કાળા દોર પર એક કડું પહેરેલું હતું.

“તું કોન હૈ બે?, ચલ ફૂટ લે યહાં સે. ” રવિએ હાથથી ઈશારો કર્યો.

“મેં કોન હું ઇસસે તુમકો કોઈ મતલબ નહિ ભાઈ, પર તુમ લોગ જો યે સબ કર રહે હો યે ગલત હૈ ઔર તુમ લોગો કો રોકને સે મુજકો મતલબ હૈ. ” પહાડી અવાજમાં ફરી તે બોલ્યો. રવિએ શાહરુખ સામે જોયું અને દરવાજા તરફ આગળ વધ્યો.

“યે ફિલ્મી ડાયલોગ મારના બંધ કર ઔર ફૂટલે વરના હમ ચાર હૈ…સમજ રહા હૈ ના” તે આદમીને ધક્કો મારતા રવિ બબડયો.

“હોવ.. હોવ.. મેં ભાઈ-ભાઈ કહકે બાત કર રહા હું ઔર તું. ” તેણે એક લાફો રવિના ગાલ પર ચોડી દીધો. રવિ જમીન પર પછડાયો.

***

મેહુલથી દુર અહીં સુહાની અને નિખિલની મુલાકાતો વધતી જતી હતી, સુહાનીને મેહુલનો સોરીનો એક મૅસેજ મળ્યો હતો તે વાંચી સુહાનીને અફસોસ થયેલો પણ નિખિલની વાતોએ જતાવવા ન દીધો. સુહાનીના મમ્મી-પપ્પા દિલ્હીથી પાછા આવી ગયા હતા એટલે સુહાનીને થોડી પ્રોબ્લેમ થતી પણ સુહાનિની બહેન ક્યારેક બાજી સંભાળી લેતી, સમય પસાર થતો રહ્યો, સુહાની નિખિલના પ્રેમમાં પાગલ થઈ ગયી, સામે નિખિલની પણ આવી જ હાલત હતી.

બંને ક્યારેક કોલેજ બંક કરી મૂવી જોવા જતા તો કયારેક પૂરા દિવસનું બહાનું કાઢી બીચ પર એકાંતમાં સમય વિતાવતા, બંને એકાંતમાં સમય પસાર કરતા પણ જે સમાજે નક્કી કરેલી મર્યાદા છે તેને બંને ઓળંગતા નહિ, સુહાનીનું એવું માનવું હતું કે જે સમયે , જે કામ હોય, તે સમયે, તે જ કામ સારું લાગે.

સુહાની મેહુલની વાત તો ભૂલી જ ગયી હતી અને કેમ ન ભૂલે?, મેહુલે કહ્યું તેવું કઇ બન્યું જ ન હતું, છેલ્લા એક મહિનામાં નિખિલે કોઈ પણ એવી હરકત ન હતી કરી જે સુહાનીના મનમાં શંકાનું બીજ રોપે, મોટેભાગે બંને સવારથી સાંજના ચાર વાગ્યા સુધી સાથે રહેતા, ત્યારબાદ નિખિલ શું કરતો તે સુહાનીને ખબર ન હતી, એકવાર સુહાનીએ પૂછેલું “નિક. તુમ રેન્ટ પે રહતે હો તો એક્સપેન્સ કેસે મેનેજ કરતે હો?”

ત્યારે નિખિલે કહેલું કે “ચાર બજે સે આઠ બજે તક મેં પાર્ટ ટાઈમ જોબ કરતા હું” પછી આગળ જાણવાની ચેષ્ઠા સુહાનીએ ન’હતી કરી.

મેહુલની સાથે ઝઘડો થયાનો મહિનો વીતી ગયો હતો, આટલા સમયમાં મેહુલ ન તો સુહાનીને મળવા આવ્યો, ન તો કોઈ સમાચાર આવ્યા… નિખિલના કહેવા છતાં સુહાની અંદરથી સળગી ઉઠી હતી, તેને એમ હતું કે મેહુલ એક-બે દિવસ દૂર રહેશે પછી પાછો મળશે અને બધું નોર્મલ થઈ જશે, પણ મેહુલ ન આવ્યો અને એમા મેહુલનો કઇ વાંક પણ ન હતો ને? આટલું ભલું-બૂરું કોઈ કહે તો કોઈ ને પણ લાગી આવે. ઘણીવાર સુહાનીએ ફોન કરવાનું વિચાર્યું પણ હાથની આંગળીઓ કોઈ દિવસ મેહુલના નંબર પર નિખિલના ડરથી ન પહોંચી.

એક દિવસની વાત છે, તે દિવસ બાર ફેબ્રુઆરીનો હતો, નિખિલ અને સુહાની બંનેએ કોલેજમાં બંક મારી મૂવી જોવા જવાનો પ્લાન બનાવ્યો, બંને માટે આ દિવસ ખાસ હતો કારણ કે ગયા વર્ષે આ જ દિવસે નિખિલે સુહાનિને પ્રપોઝ માર્યો હતો.

બંને આઠ વાગ્યે કૉલેજ પહોંચી ગયા હતા, સુહાનીએ બ્લુ જીન્સ પર પિંક ટોપ પહેર્યું હતું, સુહાનીએ એકટીવા તેની ફ્રેન્ડને આપ્યું અને નિખિલની બાઈક પાછળ બેસી ગયી, બંને ગેલેક્સી સિનેમા પહોંચી ગયા.

“આજ કુછ ચાહિયે?” સિનેમામાં પ્રવેશતા કદુઆએ નિખિલને પૂછ્યું.

“નહિ, હમ મૂવી દેખને આયે હૈ. ” નિખિલે કહ્યું. પાછળથી સુહાની વોશરૂમમાંથી બહાર આવી, કદુઆ સમજી ગયો એટલે તે ત્યાંથી નીકળી ગયો. બંને ગોલ્ડમાં બિલકુલ કોર્નરની સીટમાં ગોઠવાઈ ગયા અને મૂવી શરૂ થયું, નિખિલે સુહાનીનો હાથ પોતાના હાથમાં લઈ હાથ પર એક ચુંબન કર્યું. સુહાનીને પણ ખબર હતી કે આગળ શું થવાનું હતું, સુહાનીએ આંખો બંધ કરી, નિખિલનો હાથ સુહાનનીના હાથથી ઉપર જતો હતો, નિખિલે સુહાનિની કોમળ બાજુ(ખભા) પર હાથ રાખ્યો, સુહાનીને પોતાના તરફ ખેંચી, નિખિલના મજબૂત ખભા પર સુહાનીએ સર ટેકવી દીધું.

નિખિલે સુહાનિની દાઢી ઊંચી કરી, બંનેના શ્વાસ મળવા લાગ્યા, નિખિલે પણ પોતાની આંખો બંધ કરી દીધી. નિખિલે પોતાના હોઠ સુહાનીના હોઠ પર ચાંપી દીધા, સામે સુહાની પણ હોઠોનું રસપાન કરવા લાગી. ક્ષણ માટે બંને સ્થળનું ભાન ભૂલી એકબીજામાં મશગુલ થઈ ગયા, નિખિલ સુહાનીના અંગો સાથે રમી રહ્યો હતો.

“બસ, નિખિલ ઇસસે આગે શાદી કે બાદ” હંમેશાની જેમ નિખિલને અટકાવતા સુહાનીએ કહ્યું. “ઠીક હૈ, લાસ્ટ કિસ” નિખિલે પણ હંમેશાની જેમ જ અંતમાં સુહાનીને પોતાની બાહોમાં જકડી લોન્ગ કિસ કરી. મૂવી પૂરું કરી બંને લંચ માટે ગયા.

એક વાગી ગયો હતો, સુહાનીની દીદીના ફોન પણ આવતા હતા, તેથી તેણે પોતાની ફ્રેન્ડને ફોન કર્યો અને ગેલેક્સિની બાજુની રેસ્ટોરન્ટમાં આવવા કહ્યું. તેની દોસ્ત આવી, સુહાનીએ મોં પર સ્કાફ અને આંખો પર ગોગલ્સ ચડાવ્યા અને તેની ફ્રેન્ડ સાથે નીકળી ગયી.

નિખિલ ત્યાંથી પોતાના રૂમ તરફ નીકળી ગયો. આજે પ્રપોઝ ડે તો ન હતો પણ સૌને વેલેન્ટાઈન ડે સાથે મનાવવો હતો એટલે નિખિલના સૌ મિત્રોએ પણ કેટ-કેટલી ટ્રાઇ મારીને રૂમે પરત ફર્યા હતા. તેમાંથી કોઈકને ‘હા’ માં જવાબ મળ્યો હતો તો કોઈકને ‘ના’ માં જવાબ મળ્યો હતો. નિખિલના ચાર રૂમમેટ હતા. જે સુહાનીને પરેશાન કરતા હતા તે આ ચાર દોસ્ત જ હતા અને નિખિલના કહેવાથી જ તેઓ સુહાનીને પરેશાન કરતા.

નિખિલ હોસ્ટેલે પહોંચ્યો તો ત્યાં ચારેય રૂમમાં કંઈક પ્લાન બનાવતા હતા. નિખિલે અંદર જઈ કપડાં ચેન્જ કર્યા અને મોબાઈલ હાથમાં લઈ બિસ્તર પર લંબાણો.

“આજ કોઈ પ્લાન હૈ ભાઈ?” બાજુના બિસ્તર પર ટોળકી વળેલા ચારમાંથી રવિએ નિખિલને પૂછ્યું.

“નહિ” મોબાઈલના ડેટા શરૂ કરતાં નિખિલે કહ્યું.

“યાર આજ લડકી કો પ્રપોઝ મારા ઔર સાલીને મના કર દિયા. ” રવિએ નિખિલ તરફ ફરતા કહ્યું.

“તો ઉસમેં ક્યાં હૈ?, દુસરી કો પ્રપોઝ માર. ” નિખિલનું ધ્યાન મોબાઈલમાં જ હતું.

“નહિ યાર અબ બહુત હુઆ, અભી મૂડ સેડ હૈં ઔર દેખ ઇન તિનોકી તો આજ નયી ગર્લફ્રેંડ બની હૈ ઔર ઇસ બાતકી પાર્ટી ઇન લોગો સે લેની હૈ, બોલ તુજે કુછ ચાહિયે?” રવિએ અફસોસ કરતા કહ્યું.

“નહિ યાર આજ નહિ. ” નિખિલે મોબાઈલમાં જ ધ્યાન રાખતા કાહ્યુ.

“યાર તુને પી ઉસકો મહિના પુરા હોને કો આયા હૈ, હર બાર તું ફિર કભી કહકે બાત બદલ દેતા હૈ, આજ તો તેરા ભી ખુશી કા દિન હૈ નહિ?, પિછલે સાલ ઇસી દિન તુને સુહાની કો પ્રપોઝ કિયા થા ના?” રવિએ નિખિલના હાથમાંથી મોબાઈલ લેતા કહ્યું.

“હા, ” નિખિલે બ્લેશીંગ સાથે કહ્યું.

“ક્યાં ભાઈ કુછ હુઆ યા વહી પે અટકે પડે હો. ” રવિએ ફરી પ્રશ્ન પૂછ્યો.

“મેરે લિયે એક બિયર કી બોટલ મંગવાલો, ખુશ અબ?” નિખિલે પોતાનો મોબાઈલ પાછો લેતા કહ્યું.

“સહી હૈ, ઉસકી બાત નીકલી તો કેસે જટ સે માન ગયા, ચલ ભાઈ કુછ જુગાડ કરકે આતે હૈ” બાજુમાં બેઠેલા શાહરુખના સાથળ પર હાથ મારતા રવિ ઉભો થયો, રવિ અને શાહરુખ બંને બાઈક લઈ માલ લેવા નીકળી ગયા.

અહીં નિખિલ સુહાની સાથે ચેટ કરતો હતો,

“પહોંચ ગયી?” નિખિલે પાછળ ત્રણ-ચાર કવેશન સાથે મેસેજ સેન્ડ કર્યો.

“હા યાર, પાપાને ડાંટા અભી.. ” ઉદાસ ચહેરવાળા ઇમોજી સાથે સુહાનીએ રીપ્લાય આપ્યો.

“કયો ક્યાં હુઆ બેબી?” ઉંચી નજર કરતા ઇમોજી સાથે નિખિલે મેસેજ સેન્ડ કર્યો.

“કુછ નહિ, બારા બજે કૉલેજ ખતમ હો જાતી હૈ તો આજ કયો દેઢ ઘંટા લેટ આયી?” આંખો મારતા ઇમોજી સાથે સુહાનીનો રીપ્લાય આવ્યો.

“ફિર તુંમને ક્યાં કહા બેબી?” ઇમોજી વિના જ ઉતાવળથી નિખિલે મેસેજ સેન્ડ કર્યો.

“મેને કુછ નહિ કહા બેબી, દીદીને કહ દિયા કી મેને ઉસે અપને કામસે બુક્સ લેને ભેજા થા પર શોપ બંધ થી. ” હસતા ઇમોજી સાથે સુહાનીનો રીપ્લાય આવ્યો.

“ઓહહ, I Love Your Di, ” આંખો મારતા ઇમોજી સાથે નિખિલે મેસેજ મોકલ્યો.

“યુ, ” લાલ ઇમોજી પછી આંખો મારતા ઇમોજી સાથે સુહાનીએ રીપ્લાય આપ્યો.

“ અરે બેબી, તુમ્હારી દી ન હોતી તો તુમ ફસ જાતી ઇસી લિયે મેને એસા કહા. ” નિખિલે ઉદાસી ભર્યા ઇમોજી સાથે મેસેજ મોકલ્યો.

“આઈ નૉ બેબી. ” સામેથી પપ્પી ભરતા ઇમોજીનો વરસાદ થયો.

“બેબી, મેં ક્યાં કહેતા હું, મેં આજ જોબ પે નહિ જાતા, કહી બહાર ઘુમને કે લિયે વાપસ ચલતે હૈ. ” નિખિલે પ્રસ્તાવ મુક્યો.

“હમમ, ઠીક હૈ, મેં ફિર સે દી કો પટા લૂંગી, બુક્સ લેને કે લિયે. ” સુહાનીએ આંખો મારતું ઇમોજી મોકલ્યું.

“ તુમસે બાદ મેં બાત કરતા હું, ” રવિ અને શાહરૂખને અંદર આવતા જોઈ નિખિલે ચેટ સાથે ડેટા પણ બંધ કરી દીધા.

“અરે બેબી, કબ મિલના હૈ?, કહા મિલના હૈ?, કુછ તો બતાઓ?” સુહાનીએ મેસેજ મોકલ્યો પણ તે મેસેજ માત્ર સેન્ડ જ થયો, ડિલિવર ન થયો. પછી સુહાનીએ બે-ત્રણ મેસેજ મોકલ્યા પણ બધા માત્ર સેન્ડ જ થયા.

“ચલ ભાઈ આજ તો નિટ બનાના હૈ” રવિએ અંદર આવતા કહ્યું.

અંદર પહોંચી રવિએ દરવાજો બંધ કર્યો પણ સ્ટોપર મારતા ભૂલી ગયો. સૌ સર્કલમાં આવી ગયા, બાઇટિંગ પણ પહેલેથી જ હાજર હતું. રવિએ એક પૅગ માર્યો, એક પછી એક સૌ મીઠું મોં માં મૂકી પૅગ મારતા ગયા. નિખિલ બિયરની બોટલ ખતમ કરી ઉભો થવા જતો ત્યાં રવિએ તેનો હાથ પકડી નીચે બેસારી દીધો.

“આજ તો તુજે મેરે સાથ પીના હૈ, મેરે ભાઈ કી ખુશી કા દિન હૈ આજ. ” રવિને હજી ચડ્યું ન હતું પણ તે નિખિલને પીવરાવવા દબાણ કરતો હતો.

“ઠીક હૈ ભાઈ, આજ તેરે લિયે. ” નિખિલ પણ તેની બાજુમાં બેસી ગયો.

“તું જીતની ભી ટ્રાય કરલે નિક. , મેં જીતની પીતા હું ના ઉતની તું નહિ પી સકતા. ” રવિએ નિખિલને ચાવી ચડાવતા કહ્યું.

“હો જાયે બેટ?” નિખિલે પડકાર જિલતા કહ્યું.

“અગર તું જ્યાદા પી ગયા તો આજકા સારા ખર્ચા મેરી તરફ સે, ઔર અગર મેં જ્યાદા પી ગયા તો તુજે પેસે દેને હૈ, ક્યાં બોલતા હૈ. ” રવિએ હાથ આગળ ધરતા કહ્યું.

બાજુમાંથી બધાએ એક સાથે કહ્યું “લગા લે નિક. , સુહાની કે વાસ્તે લગાલે. ”

“બસ” નિખિલે હાથ ઊંચો કર્યો, પછી આગળ કહ્યું “સુહાની કે નામ” રવિના હાથ પર તાળી મારી.

બે પૅગ ભરાયા, હજી નિખિલે મીઠું હાથમાં લીધું જ હતું ત્યાં નિખિલનો મોબાઈલ રણક્યો. રવિએ તરત ફોન કટ કરી નાખ્યો અને કહ્યું “આજ યે બેટ ખતમ હોને તક કિસીકા કૉલ રિસીવ નહિ હોગા, ભાભી કા ભી નહિ. ” સૌ નિક. , નિક. કરવા લાગ્યા, નિખિલે થોડું મીઠું જીભ પર લગાવ્યું, એક જ શ્વાસે પૂરો પૅગ પેટમાં ઉતારી ગયો અને પછી એક ચિપ્સ મોંમાં મૂક્યું. રવિએ પણ તેમ જ કર્યું. એક પછી એક બંને પૅગ લગાવવા લાગ્યા.

સામે સુહાની બેચેન હતી, ‘નિખિલ અચાનક વાત કરતા અટકી ગયો હતો એટલે કદાચ કોઈ કામ આવી ગયું હશે યા બેટરી લૉ હશે’ જેવી અટકળો બાંધીને મનને મનાવી રહી હતી. દોઢ વાગ્યા થી હવે ત્રણ વાગી ચુક્યા હતા, સુહાની રાહ જોઇને થાકી ગયી હતી એટલે એ બેડ પર આડી પડી. ત્યાં જ તેના મોબાઈલમાં એક નોટિફિકેશન પૉપ-અપ થયું.

“બેબી, મેરા રૂમ પે આ જાઓ, અહીં સે હમ ઘુમના ચલતે હૈ. ” અટપટી ભાષામાં નિખિલનો મેસેજ આવ્યો.

“okk” કહી સુહાની તૈયાર થઈ ગયી અને એકટીવા કાઢી દીદી તરફ થંબ કરી નીકળી ગયી નિખિના રૂમ તરફ. કદાચ તેને ખબર ન હતી, તે નિખિલને મળવા નહિ, મુસીબતને ગળે લગાવવા જઈ રહી છે.

***

“હું રૂમમાં આવ્યો, બધી વસ્તુ પ્લાસ્ટિકથી ઢંકાયેલી હતી, મેં સોફા પરથી પ્લાસ્ટિક હટાવ્યું, સોફો સાફ કરી સોફા પર જ લંબાવ્યો, મને નીંદ ક્યારે આવી એ પણ ખબર ના રહી…અને મારી સાથે કાલ શું થશે તે પણ ખબર ન હતી. ” જિંકલે વાંચવાનું બંધ કર્યું, સ્વસ્થ થઈ અને રુદ્ર સાથે બાજુના ગાર્ડનમાં ટહેલવા નીકળી ગયી.

“મમ્મી, આજ તમે પછી સુ થયું એ તહેવાના હતા. ” ગાર્ડનમાં હિંચકા ખાતા રુદ્રએ તેની ભાષામાં કહ્યું.

“આજ નહિ બેટા, આજ મમ્મીનો મૂડ નહિ. ” રુદ્રને સમજાવતા જિંકલે કહ્યું. રુદ્રએ ઉદાસ થઈ માત્ર ડોકું ધુણાવ્યું. જિંકલ સમજી ગયી એટલે તેણે રુદ્રને હિંચકા પરથી તેડી લીધો.

“તને ખબર છે ઋતુ, દાદાએ પણ લવ મૅરેજ કર્યા હતા. ” જિંકલે રુદ્રના માથા પર હાથ ફરવતા કહ્યું.

“સાચું મમ્મી?” રુદ્રએ કહ્યું.

“હા, આજે સાંજે દાદા આવે ત્યારે તેને પૂછજે. ” જિંકલે કહ્યું.

“okk, મમ્મી” રુદ્રએ કહ્યું. બંને ઘરે આવ્યા ત્યાં સુધીમાં સાંજ થઈ ગયી. જિંકલ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયી.

રુદ્રએ કાલી-ઘેલી ભાષામાં નિલાબેનના ખોળામાં બેસતા કહ્યું“દાદી, તમાલી લવ તોલી કહોને પ્લીઝ”

“શું, શું કે છો?” નિલાબેને રુદ્ર સામે જોઈ કહ્યું.

“મમ્મી કે’તા હતા તે તમે અને દાદુએ લબ મેલેજ કલ્યા તે” ફરી નાનકડા રુદ્રએ કહ્યું.

“જો તારા દાદા બગીચામાં બેઠા છે તેને પૂછ, મારી પાસે સમય નહિ” નિલાબેને કહ્યું. રુદ્ર ખોળામાંથી ઉભો થઇ ચાલવા લાગ્યો, દાદા પાસે ગયો તો ભરતભાઇ આંખો પર ચશ્મા લગાવી પુસ્તક વાંચતા હતા. રુદ્ર જઈને ખોળામાં બેસી ગયો, દાદાના ચશ્મા હાથમાં લઈ પોતાની આંખો પર લગાવી દીધા.

“શું છે?” ભરતભાઈએ રુદ્રને વ્યવસ્થિત ખોળામાં બેસારતા કહ્યું.

“દાદુ તમે તુપા લુત્તમ તો હો”

“શું હું છુપા રૂસ્તમ?, મેં શું કર્યું હવે?” ભરતભાઈએ આંખો ઊંચી કરતા કહ્યું.

“દાદુ તમે પાપાની વાત કલતા’તા પણ તમાલી વાત તમે કલી જ નહિ” રુદ્ર તેના દાદાને વાત કઢાવવા જાળ બિછાવ્યું.

“મારી શું વાત?” અનજાન બનતા હોય તેમ ભરતભાઇએ કહ્યું.

“તમે લવ મૅલેજ કલ્યા’તા તમાલી લવ તોલી તો કહો. ” નખરા કરતા કહ્યું.

“અચ્છા તો બાબાને મારી લવ સ્ટોરી સાંભળવી છે?”

“હા દાદુ. ” મુળકિંમત કરતા વ્યાજ કોને વાલું ના હોય?, ભરતભાઈ પણ તેમાંથી જ એક હતા. પોતાના પૌત્ર સાથે સમય વિતાવવાનો એક પણ મોકો છોડતા નહિ.

“તો ચલ શરુ કરું મારી જવાનીની વાત, એ પણ શું સમય હતો?” ભરતભાઈએ આંખો બંધ કરી વાત શરૂ કરી.

***

“નહિ, પ્લીઝ એસા મત કરો મુજે જાને દો. ” સુહાની કરગરી રહી હતી.

“ઇસ દિન કા તો મેં એક સાલ સે ઇંતજાર રહા થા બેબી. ’”

“મુજે જાને દો પ્લીઝ. ” સુહાનીએ રડતા રડતા કહ્યું.

“નહિ બેબી, આજ નહિ સૉરી” સુહાનીને ઢસડીને બેડ પર લાવી સુવરાવવામાં આવી. બીજા બે દોસ્ત હતા તેણે સુહાનીના હાથ પકડ્યા. સુહાનીના ટોપની બંને બાજુ ફાટી ગયી હતી, બધા દોસ્ત સુહાની તરફ હવસની નજરથી જોઇ રહ્યા હતા. પહેલે મેં…પહેલે મેં…સૌ નશાની ધૂતમાં એક બીજા સાથે ઝઘડી રહ્યા હતા. સુહાની છોડાવવાની ટ્રાય કરતી હતી પણ ચાર મજબૂત હાથમાંથી છૂટવું મુશ્કેલ હતું.

“દેખો યે હમ સબ કી મહેનત કા ફલ હૈ, પર જ્યાદા મહેનત તો નિખિલને કી હૈ ના, તો પહલા મોકા નિખિલ કો મિલના ચાહિયે” નિખિલ તરફ આંગળી ચીંધતા રવિ જોર જોરથી હસવા લાગ્યો.

“નહિ પર અભી તો મેં હી પહલે. ” શાહરૂખે નશાની હાલતમાં હવસ ભરી નજરે સુહાની તરફ જોતા કહ્યું.

“ઠીક હૈ ભાઈ, પહલે તેરી બારી.. .. યે કહા ભાગ કે જાની વાલી હૈ ઔર ફિલ્મ કી તરહ કોઈ હીરો ઇસે બચાને ભી નહિ આનેવાલ હૈ. ” ફરી ખૂન્નસ ભર્યા હાસ્યથી રૂમ ગાજ્યો. શાહરુખે નશામાં જ જેમ તેમ શર્ટના બટન ખોલ્યા, પેન્ટ ઉતાર્યું અને રવિને પાછળ ધકેલી સુહાની સામે આવ્યો.

“દેખ ભાઈ શર્ટ, બનીયાન ઔર દિલ શાદી કે બાદ હી ખોલને ચાહિયે વરના બાદ મેં પછતાના પડતા હૈ” એક પડછંદ અવાજ બારણાં તરફથી આવ્યો. રવિએ પાછું ફરીને જોયું તો બારણાં પર એક પહાડી 5’9” નો, ફીટ બૉડીવાળો જીન્સના હાફબાયના ફિટ શર્ટ પર બ્લેક લેધરનું જેકેટ પહેરેલ એક આદમી ઉભો હતો, આંખો પર ગોગલ્સ , કાનમાં બ્લુટુથ અને કાંડામાં કાળા દોરા પર એક કડું પહેરેલું હતું.

“તું કોન હૈ બે?, ચલ ફૂટ લે યહાં સે. ” રવિએ હાથથી ઈશારો કર્યો.

“મેં કોન હું ઇસસે તુમકો કોઈ મતલબ નહિ ભાઈ, પર તુમ લોગ જો યે સબ કર રહે હો યે ગલત હૈ ઔર તુમ લોગો કો રોકને સે મુજકો મતલબ હૈ. ” પહાડી અવાજમાં ફરી તે બોલ્યો. રવિએ શાહરુખ સામે જોયું અને દરવાજા તરફ આગળ વધ્યો.

“યે ફિલ્મી ડાયલોગ મારના બંધ કર ઔર ફૂટલે વરના હમ ચાર હૈ…સમજ રહા હૈ ના” તે આદમીને ધક્કો મારતા રવિ બાબડયો.

“હોવ.. હોવ.. મેં ભાઈ ભાઈ કહકે બાત કર રહા હું ઔર તું... ” તેણે એક લાફો રવિના ગાલ પર ચોડી દીધો. રવિ તમાચાથી જમીન પર પછડાયો.

“મેહુલ.. મેહુલ …” સુહાનીએ રાડ પાડી.

મેહુલ શાહરુખ પાસે આવ્યો, “ભાઈ તેરી પહલી હી બારીથી પર યે રવિ બીચ મેં આ ગયા. ” કહેતા મેહુલે એક મુક્કો શાહરૂખના નાક પર માર્યો, તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તે પણ જમીન પર પછડાયો. એક પછી એક ચારેયને મેહુલે વ્યવસ્થિત માર્યા.

મેહુલે અને સુહાનીની નજર મળી તો મેહુલ એ દ્રશ્ય જોઈ ના શક્યો, સુહાની અર્ધનગ્ન અવસ્થામાં બિસ્તર પર પડી હતી, મેહુલે ચહેરો ફેરવી લીધો, જેકેટ કાઢી સુહાની તરફ ફેંક્યું.

સુહાનીએ જેકેટ ઓઢી લીધું અને રડતા રડતા સીધી પાછળથી મેહુલને ભેટી ગયી.

“મેહુલ.. મેહુલ. ” હીબકાં ભરતા સુહાનીથી બસ એટલા જ શબ્દો નીકળ્યા.

“શશશશ…કઈ નહિ થયું. ” સુહાનીના માથા પર હાથ ફેરવતા કહ્યું.

“મેહુલ.. ” મેહુલનું નામ લઈ સુહાની મેહુલને ઝકડતી જતી હતી.

“હું છું ને અહીં, ચાલ અહીંથી” મેહુલ બહાર નીકળતા અનિતાને કૉલ કરી, ચાર ગુનેગાર લઈ જવા એડ્રેસ આપ્યો.

બાઈક પર બેસારી મેહુલ સુહાનીને પોતાના ફ્લેટ પર લઈ આવ્યો. રસ્તામાં સુહાની પાછળથી મેહુલને ઝકડીને રડતી જ જતી હતી.

(ક્રમશઃ)

તો મેહુલે કહેલી વાત સાચી જ નીકળી, નિખિલ સુહાનીનો યુઝ જ કરતો હતો?, શું તે સુહાની સાથે કોઈપણ પ્રકારનો બદલો લેવા ટ્રાય કરતો હતો?, દોસ્તો સાથે મળીને તે જ સુહાનિને હેરાન કરતો, પણ પણ નિખિલ છે ક્યાં???, ખેર એ વાત તો આગળ જ માલુમ પડશે પણ આ મેહુલ ઓચિંતા જ ફિલ્મની જેમ કેમ ટપકયો?, થોડો વહેલા ના આવી શકેત?

બધા જ સવાલના જવાબ આગળ મળશે અને હા આગળના ભાગમાં ભરતભાઇ (મેહુલના પાપા)ની ખૂબ જ દિલચસ્પ 90’s ની લવ સ્ટોરી સાંભળવા મળશે, જે થોડા અંશે સાચી છે. તો આગળનો ભાગ વાંચવાનું નહિ ચૂકતા.

હા આ ભાગમાં પણ એક વાંચકનો આભાર માનવા માંગુ છું. -Gopi(Unnati), જેઓ એ મને સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવવા સલાહ આપી હતી. Thank you Gopiji.

તમે પણ તમારા મંતવ્યો મને જણાવી શકો છો, કદાચ તમારા નાનકડા મંતવ્યથી મને મોટી શીખ મળે. !!!

Thank you

-Mer Mehul