Prem - Shakti ke kayarta - 4 in Gujarati Fiction Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | પ્રેમ - શક્તિ કે કાયરતા 4

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પ્રેમ - શક્તિ કે કાયરતા 4

(આગળ ના ભાગ માં આપણે જોયુ કે નિશા અભય ને શહેર થી દૂર એક મંદિર માં લઈ જાય છે અને અભય ને પ્રપોઝ કરે છે.. અભય બહુ જ ખુશ થઈ જાય છે અને હા પાડે છે. હવે આગળ...)

માતા-પિતા અને વડીલો ની સહમતી સાથે અભય અને નિશા ના લગ્ન થયા. અભય એ પિતા ના બિઝનેસ ને વધુ ઊંચાઈ ઓ આપવા એમબીએ નુ ફોર્મ ભર્યુ અને વિદેશ ભણવાનો નિર્ણય લીધો અને નિશા પોતાની ઈચ્છા ઓ, સપના ઓ પુરા કરવા મન્ડી પડી.

સાંજ ના સાડા સાત વાગવા આવ્યા હતા. અભય એ ખૂબ જ મહેનત થી આખો બંગ્લો નિશા ના બર્થ ડે સેલિબ્રેશન માટે ડેકોરેટ કરેલો. કેટલા બધા બલૂન્સ અને લાઈટ્સ થી કલરફૂલ બંગ્લો બહુ સુંદર લાગતો હતો.

નિશા ને બહુ સેલિબ્રેશન, લોકો એવુ ગમતુ નહિ એટલે મમ્મી-પપ્પા અને અભય સિવાય કોઈ ને બોલાવવા માં આવ્યુ નહોતુ અને છેલ્લી અડધી કલાક થી નિશા ની રાહ જોવાઈ રહી હતી.

કદાચ નિશા મેઈન ડોર થી નહોતી આવવાની. જ્યારે તે સાંજે ઘરે આવતી ત્યારે પાછળ ના ડોર થી આવતી જે સીધો બાલ્કની માં થઈ ને તેના રૂમ માં જ ખુલતો હતો જેથી મમ્મી-પપ્પા ને ઊંઘ માં ડિસ્ટર્બ ના થાય. અભય નિશા આવી કે નહિ એ જોવા જ બેડરૂમ માં ગયેલો ત્યા બાથરૂમ માં નિશા નો ધીમે ધીમે સોંગ ગણગણવાનો અવાજ સંભળાયો. એ આવી ને સીધી નહાવા જતી રહી હશે એવુ અભય એ વિચાર્યુ.

થોડી વાર માં જ બાથરૂમ નુ બારણુ ખુલ્યુ અને બેડ પર બેઠેલા અભય ની સામે નિશા સફેદ ટુવાલ માં વીંટાયેલી ઊભી હતી અભય બે ઘડી તો તેને જોતો જ રહી ગયો તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. પાણી ની બુંદ તેના શરીર પર થી સરકી ને નીચે ટપકી રહી હતી અને ફ્રેશ ફ્રેશ ખુશ્બુ અભય ને પાગલ બનાવી રહી હતી. અભય ના રીએક્શન તો એક કોર, પણ નિશા તો અભય ને બે વરસ પછી આમ પોતાની સામે અચાનક જોઈ ને સ્તબ્ધ થઈ ને સ્ટેચ્યુ જ બની ગયેલી. તેની આંખો ફાંટી રહેલી.

તુ અહીંયા? ક્યારે આવ્યો? મને કેમ ન કીધુ? એમ બોલતા બોલતા દોડી ને તે અભય ને વળગી પડી. અભય ના ચહેરા ને એકપળ માં પ્રેમ થી હાથ ફેરવી ને અભય સાચુ પોતાની સામે જ છે એ શ્યોર કરી લીધુ.

અભયે નિશા ને સીધી બેડ પર પોતાની નીચે લઈ લીધી અને પોતે ઊપર આવી ગયો. ઈટ્સ સરપ્રાઈઝ બેબી! કેવુ લાગ્યુ?

નિશા ના ફેસ પર થી તો સ્માઈલ જવાનુ નામ જ નહોતી લેતી એટલી ખુશ હતી એ.. તારા થી પણ વધારે સારુ..લવ યુ સો મચ અભય..!! ફ્લાઈંગ કીસ કરતી હોય એમ હોઠ ભેગા કરી ને નિશા એ કહ્યુ.

લવ યુ ટુ સ્વીટહાર્ટ.. એ ભેગા થયેલા હોઠ ને અભયે ચૂમી લીધા અને બન્ને એકબીજા માં ખોવાઈ ગયા. થોડીવાર માં અભય ને મમ્મી ની બૂમ સંભળાઈ ત્યારે તેને અચાનક નિશા ની બર્થ ડે કેક કટ કરવાનો પ્લાન યાદ આવ્યો.

ચાલ હવે મમ્મી-પપ્પા પાસે નીચે જઈએ..બાકી નુ હવે રાત્રે કંટીન્યુ કરીશુ, હાહાહા ...અભય એ આંખ મારતા નિશા ને કહ્યુ.

અભય નિશા ને ઊંચકી ને જ નીચે લઈ આવ્યો. નિશા ડેકોરેશન જોઈ ને બહુ જ ખુશ થઈ. હેપ્પી બર્થ ડે ના અવાજો સાથે કેક કટ કરી ને બધા એ સાથે ડીનર કર્યુ અને મોડે સુધી સાથે મળી ને વાતો કરી આખરે આજ આખુ ફેમિલી ઘણા સમય પછી ભેગુ જો થયેલુ!! ત્યારપછી અભય અને નિશા સુવા જતા રહ્યા. એ રાત્રે બંન્ને ની આંખો માં જરાય ઊંઘ નહોતી. આટલા સમય પછી મળ્યા નો તીવ્ર નશો હતો અને એકબીજા માં ઊતરી જવા ની ઊંડી ઈચ્છા..!!

અભય ના આવી જવાથી હવે ઘર માં પહેલા કરતા વધારે ખુશહાલી રહેવા લાગી હતી. જો કે આ બે વર્ષ ના સમયગાળા માં નિશા એ મમ્મી-પપ્પા ને ખુશ રાખવા કોઈ કમી બાકી નહોતી રાખી. ત્રણેય વચ્ચે સાસુ,સાસરા કે વહુ જેવો કોઈ સબંધ નહોતો. વિકસીત વિચારો વાળા નરેશભાઈ અને લીલાબેન નિશા સાથે બેસ્ટફ્રેન્ડ ની જેમ જ રહેતા. નિશા પણ મજબુત બની ને બન્ને ને કોઈપણ કાર્ય માં સહારો આપતી અને હવે તો તેમાં અભય નો સાથ મળતા લગ્નજીવન ને એક નવુ સ્વરૂપ મળી ગયુ હતુ. અભય આદર્શ પતિ અને પુત્ર નુ દ્રષ્ટાંત અનેકવખત આપી ચૂક્યો હતો. તેના આવી જવા થી હવે નિશા ની જોબ કરવાની ઈચ્છા ને પુરી કરવા માટે અભયે જ તેને પ્રેરી અને નિશા એ જોબ પર જવાનુ ચાલુ કર્યુ. બપોર ની રસોઈ અભય બનાવતો અને સાંજ ની રસોઈ નિશા ના હાથે બનતી. મમ્મી પપ્પા ને સંપૂર્ણ આરામ નો લ્હાવો ફાળવ્યો હતો બન્નેએ. ઘર ના બીજા કામકાજ માટે તો ઘણા નોકર ચાકર હતા પણ ભોજન ઘર ના સદસ્ય ના હાથે બનાવેલુ જમવામાં વિશિષ્ટ આનંદ મળતો બઘા ને તેથી નિશા ના ઘણા ઇન્કાર કરવા છતા પણ અભય બપોર નું જમવાનું બનાવતો, અભય ના મમ્મી-પપ્પા પણ અભય ના આ નિર્ણય થી ખૂબ ખૂશ હતા.

ગરમ મસાલા થી લઈને જાયફળ, તજ ને લવિંગ નો ઉપયોગ કરી ને અભય ચટાકેદાર જમવાનું બનાવતો. થોડો ટાઈમ તો નિશા ને બહુ નવાઈ લાગતી કે અભય ને રસોડા પ્રત્યે આટલો પ્રેમ કેમ છે, પણ ધીમે ધીમે તે ટેવાઈ ગઇ હતી.

એક વખત જમાવા સમયે અભયે નિશા ને કહ્યુ, નિશુ કાલે મમ્મી-પપ્પા ની મેરેજ એનર્વસરી છે એટલે હું તેમને સરપ્રાઇઝ આપવા માંગુ છું અને હા આ તારા માટે પણ આમ તો સરપ્રાઈઝ જ બની રહેશે..!!

અભય ની ગોળગોળ વાતો થી નિશા ને કંઇ સમજ પડી નહી તેથી સમજવાનો પ્રયત્ન કર્યા વગર અભય ની વાત માની ને રાત તેણે અભય ના બાહુપાશ માં જ વિતાવી દીધી.

બીજા દિવસ ની સવાર ખીલી અને ઊઠી ને તૈયાર થઈ ને તરત મમ્મી-પપ્પા ના રૂમ માં જઈ ને નિશા અને અભય તેમને એનિવર્સરી વીશ કરવા ગયા.

તને ખબર છે બેટા, સપ્તપદી ના સાત વચન આપ્યા ત્યારે ખરેખર આશા નહોતી કે સાપસીડી ની રમત જેવી ઊતાર ચઢાવ વાળી જિંદગી માં તારા પપ્પા નો સ્નેહ અને સહકાર મને ભરપુર મળશે. ડગલે ને પગલે તેમનો સાથ મને હંમેશા મળતો રહ્યો છે, દરેક સમય માં તારા પપ્પા ની હૂંફ મળી છે,તેમણે મારી ખાતર ઘણુ સહન કર્યુ છે એવી જ રીતે તમે બન્ને પણ જીવનભર એકબીજા નો સહારો બનતા રહો એવી જ આશા રાખુ છુ... લીલાબેને ભાવુક થઈ ને નિશા ને પોતાની બાજુ માં બેસાડી ને કહ્યુ અને નિશા પણ શાંતિ થી સાંભળી રહી હતી.

મમ્મી-પપ્પા આજે સાંજે તમારા બન્ને માટે સરપ્રાઈઝ છે. એનિવર્સરી નુ સેલિબ્રેશન તો થવુ જ જોઈએ ને..બસ તો તે માટે તમે તૈયાર રહેજો સાંજે આજ આપણે બહાર જવાનુ છે.દીકરા ની વાત સાંભળી લીલાબેન અને નરેશભાઈ ખુશ થયા અને આતુરતાપુર્વક સાંજ ની અને અભય ના પ્લાન ની રાહ જોવા લાગ્યા.

શહેર ની વચ્ચોવચ આવેલા વિશાળ પાર્ટીપ્લોટ ને દુલ્હન ની જેમ શણગારવા માં આવ્યો હતો. ચારેતરફ રોશની નો ઝગમગાટ હતો અને માણસો ની ચહલપહલ હતી. લીલાબેન અને નરેશભાઈ ને થોડુ કામ હતુ એ પતે એટલે ડ્રાઈવર તેમને અહી લઈ આવવાનો હતો. નિશા આ બધુ જોઈ ને બહુ ખુશ હતી સાથે સાથે અભય શું કરવા જઈ રહ્યો છે એવા કુતુહલભર્યા મન માં અનેક સવાલો પણ હતા જેનો હમણા થોડી જ વાર માં અહી અંત આવવાનો હતો.

ક્રમશ: