Sorthi Baharvatiya in Gujarati Fiction Stories by Zaverchand Meghani books and stories PDF | સોરઠી બહારવટીયા - ભાગ-3 - સંપૂર્ણ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

સોરઠી બહારવટીયા - ભાગ-3 - સંપૂર્ણ

સોરઠી બહારવટીયા

ભાગ -૩

(મહિયાનાં બહારવટાં)

Zaverchand Meghani


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


નિવેદન

(પહેલી આવૃત્તિ)

સોરઠી સાહિત્યનું એક વિશેષ અંગ આજે સમેટાઈ જાય છે. માથા પરથી એક ગાંસડીનો બોજો નીચે ઉતારીને પ્રવાસી રાહતનો એક નિઃશ્વાસ નાખે છે. એક દસકાની અવધ નજીક દેખાય છે.

થોડાએકને અળખામણું, ઘણા મોટા સમુદાયનું આદરપાત્ર અને મને પોતાને તો પ્રિય કર્તવ્ય સમું આ બહારવટિયાનું ઈતિહાસ-સંશોધન બની શક્યું તેટલું સ્વચ્છ અને પ્રામાણિક બનાવવા હું મથ્યો છું. ઘણાઘણાઓએ મારી સહાયે આવીને બીજી રીતે દુષ્પ્રાપ્ય એવી નક્કર હકીકતો મને ભળાવી છે. એમાંના અમુક સહાયકોને તો હું ઇતિહાસના પાકા અભ્યાસીઓ માનું છું. આ બહારવટા-પ્રકરણમાં એક મહત્ત્વની ઐતિહાસિકતા ભરી હોવાથી તેઓની શ્રદ્ધાની હૂંફ કુતર્કોના થોડા સુસવાટોની સામે મને રક્ષણ આપી રહી છે. તેઓનાં કોઈનાં નામ અત્રે લખવાની મને મંજૂરી નથી કેમ કે બહારવટાપ્રકરણનું રાજદ્વારીપણું હજુ સમયદેવે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાંથી ભૂંસી નથી નાખ્યું.

બે વર્ષો સુધી આ વિષય પર રજૂ થયેલા છૂટાછવાયા વિચારો તપાસીને, તેમ જ આને લગતું યુરોપી સાહિત્ય બન્યું તેટલું પચાવીને, મારી લાંબી મીમાંસા પણ અત્રે રજૂ કરી દઉં છું. એને હું વિચારશીલ આપ્તજનોની નજર તળેથી કઢાવી ગયો છું. તેઓએ મારી વિચારસરણી પર પોતાની વિવેકદૃષ્ટિની મોહર ચાંપી છે.

હું તો માત્ર એટલું જ સૂચવું છું કે કોઈ પણ એક યુગ અન્ય યુગને નરી પોતાની જ વર્તમાન વિચારણાની તુલાએ ન્યાયપૂર્વક ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારોનું મૂલ મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને વિગતોમાંથી સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. તે સિવાય તો યુગ એટલો વેગથી ધસે છે કે ગઈ કાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદનાદરિયા ખોદાય છે; એટલે એ વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કોઈ કલ્યાણ સંયોગ સંભવતો જ નથી. પણ અતીતનો અનુભવો-સંઘરો જેઓને મન કંઈકેય ઉપકારક હોય, તેઓને આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે. મારી ફરજ એવી એક દૃષ્ટિ આપીને વેગળા રહેવાની સમજી હું વિરમું છું.

રાણપુર : શ્રાવણ સુદ બીજ, ૧૯૮પ (ઈ. સ. ૧૯ર૯)

ઝવેરચંદ મેઘાણી

(ત્રીજી આવૃત્તિ)

‘બહારવટાંની મીમાંસા’ એ શીર્ષક હેઠળ જે ૮૦ પાનાંનો પ્રવેશક આગલી આવૃત્તિઓમાં મૂકેલ હતો, તેનો મેં ‘ધરતીનું ધાવણ’એ નામના મારા લોકસાહિત્ય પરના વિવેચનાત્મક લેખોના સંગ્રહમાં સમાવેશ કરી નાખીને આ પુસ્તકનો બોજો ઉતાર્યો છે. લોકસાહિત્ય વિશેનાં મારાં બધાં પુસ્તકોની સળંગ સમગ્ર સમજણને સારુ ‘ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્ય’ એ બે લેખકસંગ્રહો

• વાચકે જોવા જ જોઈશે.

• ૧૯૯૭ની સંકલિત આવૃત્તિ : ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ.’

કાદુ મકરાણી, ગીગો મહિયો વગેરેના આમાં મુકાયેલા કેટલાક કિસ્સાઓમાં આધારભૂત અને ચોટદાર કેટલીક માહિતી આપનાર જે વ્યક્તિનો નામોલ્લેખ જાણીબૂજીને આગળ કર્યો નહોતો (કેમ કે તે વ્યક્તિને પ્રકટ થવાની અનિચ્છા હતી.) તેનું નામ અત્યારે આપી શકાય છે, કારણ કે એ હવે આ પૃથ્વી પર નથીઃ એનું નામ શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈ.

થોડાએક મહિના પર અમદાવાદ હતો. એલિસબ્રિજ પર પગપાળો ચાલ્યો જતો હતો. એકાએક એક ભાઈએ મારી સાથે થઈ જઈને વાત શરૂ કરીઃ “મારે તમને ઘણા વખતથી કંઈક કહેવું છે. ‘સોરઠી બહારવટિયા’ ભાગ ત્રીજામાં રામા વાળાની વાત આવે છે તેમાં અમારું ગોંડનું... ગામ ભાંગ્યાનો ઉલ્લેખ છે. તે વખતે હું હાજર હતો. હું એ જ પટેલનો દીકરો. રાતે આવ્યા... મને રોક્યો... મારા હાથમાં દીવો લેવરાવી મને આખું ઘર બતાવવા લીધો સાથે. મને કહે કે, ‘બીશ મા; તને કોઈ નહિ મારે.’ મને એક જણ છરી મારવા આવેલો, તેને આગેવાને મનાઈ કરી દીધી, મને ગામમાં બીજે ઘેર લૂંટવા ગયા ત્યાંય સાથે લીધેલો; અને એક ઘરમાંથી ગલાલ હાથ આવ્યો તે લઈને મારે માથે-મોંયે લગાડતો.

બહારવટિયો બોલતો કે ‘છોકરા, તને તારાં માવતર તો કોણ જાણે કયે દી ગલાલે રમતો (લગ્નમાં) કરશે, આજ તો હું રમાડી લઉં !”

આ વાત કરનારનું નામ ભાઈ ઘુસાલાલ.

મોવર સંધવાણી અને વાલા મોવર સાથે પોતાના પિતાને કેવી રીતે ભેટો થયેલો તેની ફક્કડ ઘટના શ્રી ધનસુખલાલ મહેતાએ પોતાની આત્મકથા ‘આથમતે અજવાળે’માં આપી છે.

પિતા વઢવાણમાં એજન્સીના ડેપ્યુટી એજ્યેકેશનલ ઇન્સ્પેક્ટર હતા. બાળકોને પોતે આ પ્રમાણે વાત કરતા : “તે વખતે મોરનો ત્રાસ કાઠિયાવડમાં ઘણો હતો. એક વખત રાતના, બળદના સગરામમાં હું અને તમારી બા એક ગામથી બીજે ગામ જતાં હતાં. સ્ટેટ તરફથી અમારા રક્ષણ માટે એક સવાર મળતો તે સગરામ પાછળ રહેતો. અચાનક, બે ગામની વચ્ચે, ખેતરમાં તાપણાં જણાયાં, અને અમારા સગરામને એક પરિચિત આદમી લાગુ થઈ ગયો. સવારે તેમ જ સગરામવાળાએ મને ધીમે રહીને કહ્યુંઃ ‘સાહેબ, આવી બન્યુંઃ મોરની છાવણી લાગે છે.’ વસ્તુસ્થિતિ જોઈને મેં સગરામ ઊભો રખાવ્યો; કુંજાનું પાણી ઢોળી નાખીને કુંજો લઈને હું તે તાપણા ભણી જવા માંડ્યો. લાગુ પાડેલો આદમી પણ અજબ થઈ ગયો. હું તો સીધો એ તાપણા પાસે જઈને ઊભો રહ્યો. બહારવટિયાઓ વાળુ કરતા હતા. મેં તેમાંના એકને કહ્યું, ‘પાણી થઈ રહ્યું છે, અને મારી બૈરીને તરસ લાગી છે. આટલું ભરી આપશો ?’

ક્ષણભર તેમણે એકેકની સામું જોયું, અને પછી પાણી ભરી આપ્યું. પોતે જમતા હતા એટલે એમના ધર્મ પ્રમાણે એમાંના એકે કહ્યું, “ખાવા બેસશો ? પણ ખાવામાં તો માત્ર રોટલા, મીઠું અને લસણિયો મસાલો છે.’ મેં હા પાડી અને પહેલે જ કોળિયે મીઠાની ચપડી મોંમાં નાખી અને હું હસી પડ્યો. તેમનો સરદાર બોલી ઊઠ્યો, ‘તમે મને ઓળખો છો ?’ મેં જવાબ આપ્યો, ‘મોર અને વાલિયાને કોણ નથી ઓળખતું ? પણ હવે રજા આપો તો પાછો જાઉં, કારણ કે બહુ મોડું થઈ ગયું છે.’

મોર મને ભેટ્યો અને બોલ્યો, ‘કૃષ્ણલાલભાઈ, ભારે કરી હોં !તમે પણ પાકા નીકળ્યા. પણ અમારું મીઠું ખાધું એટલે આજથી આપણે દોસ્ત. હવે મુસાફરીમાં આવા સવાર-બવાર રાખતા નહિ. અમને બધી ખબર પડે છે. રાતના તમે નીકળશો એટલે મારા બે માણસ સગરામ સાથે થઈ જશે. છતાં જરૂર પડે તો આટલો બોલ કોઈને કહેશો તો કાઠિયાવાડમાં કોઈ બીજા બહારવટિયાની તાકાત નથી કે મોરના દોસ્તને લૂંટે.’

જયસુખલાલના જન્મ સમયે વાલિયો જાતે આવીને રૂમાલ અને સવા રૂપિયો આપી ગયો હતો.

શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ મળે છે ત્યારે મોવર સાથે એમના પિતાને પડેલો પ્રસંગ સાંભળવા આવવા કહે છે.

જૂના સૌરાષ્ટ્રને ઉછંગે આળોટી ગયેલાં આ ગુજરાતી અમલદારકુટુંબોનાં દિલોમાં આજે પણ પડઘા ઊઠે છે - એ કાઠિયાવાડી અસલવટનાં.

૧૯૪૪ ઝવેરચંદ મેઘાણી

(પાંચમી આવૃત્તિ)

લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલં. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.

‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’

અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.

તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ-પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.

૧૯૮૧ જયંત મેઘાણી

મહિયાનાં બહારવટાં

(સંવત ૧૯૦૯-૧૯૩૯ : ઈ.સ. ૧૮૫૩-૧૮૮૩)

ઐતિહાસિક માહિતી

કીનકેઈડ કે બીમન મહિયાઓ વિશે કશું જ લખતા નથી. કૅપ્ટન બેલ પોતાના ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ (પાનું ર૩૮)માં આટલું એકપક્ષી લખાણ કરે છે :

“મહિયા નામની શાખાએ જૂનાગઢ પ્રદેશમાં હેરાનગતિ કરવા માંડી. જૂનાગઢ રાજ્યનાં ૧ર ગામ ખાતા આ લોકોએ ઈ.સ. ૧૮૭રમાં જૂનાગઢ પર ચુડાસમા રા’ના વંશને ફરી વાર આણવા શહેર પર હલ્લો કરેલો. આ કારણે તેઓનાં હથિયાર આંચકી લેવાયાં, એટલે તેઓ બહારવટે નીકળેલા, અને ઘણી મુસીબતે તેઓને ફોસલાવી પાછા વાળેલા. તે પછી તેઓની જાગીરોના સીમાડા દોરાયા, તેઓના હકો નક્કી થયા, અને હવે તેઓ રાજ્યની જે લશ્કરી ચાકરી નહોતા ઉઠાવતા તેના બદલામાં તેઓની ઉપર એક હળવો કર નખાયો. તેઓની અપીલ સરકારે કાઢી નાખી પરિણામે તેઓ ૧૮૮રના ડિસેમ્બરમાં ગામડાં છોડી એક તટસ્થ પ્રદેશના એક ડુંગરા પર ચડી ગયા. વાટાઘાટના બધા પ્રયત્નોની તેઓએ અભિમાનભરી અવગણના કરી.

“આ દ્વીપકલ્પની બીજી અસંતુષ્ટ અને ગુનો કરનાર કોમો પણ આ દાખલાને કદાચ અનુસરશે એવા ભયથી મહિયાઓને જો તેઓ શાંતિથી વીખરાય તો હથિયાર ઝૂંટવી કબજે કરવાનો હુકમ અપાયો. પરિણામે ધિંગાણું થયું તેમાં મહિયા ને પોલીસ બન્ને પક્ષમાંથી ઘણાના જાન ગયા. મહિયાઓની ફરિયાદો તપાસવા મિ. એસ. હેમીક (આઈ.સી.એસ.)ને પ્રમુખપદે એક કમિશન નિમાયું. મુખ્ય ફરિયાદ જૂનાગઢ રાજ્ય અને એની પોલીસ સામેની હતી. છ વર્ષ સુધી તકરાર લંબાઈ. સંતોષકારક ફેંસલો થયો અને રોકડ જમાબંદીને બદલે જમીનની બદલી ધોરણે સુલેહ થઈ શકી.”

કૅપ્ટન બેલનું અર્ધસત્ય ખુલ્લું કરનારી પ્રચુર કહીકતો ‘ધ બ્રુટલ મૅસૅકર્સ ઑફ ધ મહીઆઝ ઑફ જૂનાગઢ’ નામના એક કાઠિયાવાડી ભાઈએ લખેલ પુસ્તકમાં ભરી હોવાનું ચોક્કસપણે જાણ્યું છે, પણ એ ચોપડી દુષ્પ્રાપ્ય હોઈ એનો ઉપયોગ અત્રે થઈ શક્યો નથી. કૅપ્ટન બેલ એ કમિશનના ફેંસલામાંથી પણ કશું અવતરણ કરવાની હિંમત બતાવી શક્યા નથી. પોલિટિકલ એજન્ટના ઉચ્ચપદ પર વિરાજમાન રહીને એણે માત્ર રાજસત્તાઓના પોપટ બનવું જ પસંદ કર્યું છે. એ રાજપક્ષીએ પ્રજાપક્ષને તો લક્ષમાં લીધો જ નથી.

કનડાને રિસામણે

ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગયેલ આ કનડો ડુંગરોઃ એની દક્ષિણે દાદરચો અને દાદરેચી નામના બે ડુંગરની જુગલ-જોડી ઊભી છેઃ એને અગ્નિખૂણે રાયડો ને રાયડી નામના ડુંગરા-બેલડીએ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઊજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દી છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે ત્યારે દરિયાના પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહીં કનડે ઊભેલાંનેય કોઈ કોઈ વાર નજરે દેખાય છે.

એવો આ કનડો ડુંગરો. સોરઠની શૂરવીર પદ્મણી હોથલ એક દિવસ એકલમલ બનીને બાપનું વેર વાળવા બાંભણિયા બાદશાહ ઉપર આંહીંથી ચડી હતી. બાપની મરણ-સજાઈ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહીં એવા વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહીં કનડે આવી પુરુષના વેશ ઉતાર્યા હતા. વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નાહવા પડેલી તે તળાવડીની મૂળ જગ્યા પણ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,

બિછાઈ બેઠી વાર, પાણી માથે પદમણી.

એ જ આ શંખાસર તળાવડીની પુરાયેલી જગ્યા : અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ વનરાઈને આંગણે

રણમેં કીધો માંડવો, બિછાઈ દાડમ ધ્રાખ,

ઓઢો હોથલ પરણીજે, સૂરજ, પૂરીજેં સાખ.

દાડમ અને દ્રાક્ષના એ વેલ-વળુંભ્યા માંડવામાં ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા, સોરઠની શૂરી સુંદરી ને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી એ જ શું આ કનડો ! ને એ જ શું આ સૂરજ ! ઓઢા-હોથલનાં ભોંયરાં આજ કોઈ વખંભર વનસ્પતિમાં ગાયેબ થયાં બોલાય છે. માલધારીઓ માલ ચારતાં ચારતાં એવી કોઈ વનરાઈ-ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે, ત્યારે એ કોતરનાં ઊંડાણમાંથી પારેવાંના ઘુઘવાટ સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કોઈક ઊંડું નવાણ હોવું જોઈએઃ કોઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશેઃ આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે. કઠિયારાંના જોડલાં કરગઠિયાં વીણતાં વીણતાં માંહોમાંહે વાતો કરે છે કે “હોથલ તો હજી કનડે જીવતી છે, ઈ મરે નહિ ભાઈ ! ઈ તો દેવભોમની પદ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ પણ છતરાયું કર્યું, તેથી

ચિઠિયું લખિયું ચાર, હોથલજે હથડે,

ઓઢા, વાચ નિહાર, અસાંજો નેડો એતરો.

-એમ છેલ્લા રામરામની ચિઠ્ઠી ઓઢા માથે લખીને હોથલ પદમણી પાછી આંહીં કનડે આવેલી. પણ પછી તો

ભૂંડું લાગે ભોયરું, ખાવા ધાતી વાટ,

ઓઢા વણનું એકલું, કનડે કેમ રેવાય !

આંહીં કનડામં એનો જીવ જંપતો નહોતો. તલખતી તલખતી, પાપી બહાર મીન તલખે તેમ તલખતી હોથલ આંહીં જ વસી છે. એકલી ને અટૂલી આંહીં જ દિવસ વિતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. ઝૂરતી હશે કોક ભોંયરાની અંદર.૧

એવી એવી વાતો કરીને આથમતે પહોરે, અંધારાં ઊતરવાની વેળાએ, ગોવાળો ને કબાડીઓ કનડેથી નીચા ઊતરે છે; ને, જાણે પોતાના મરેલા બેટા કે બાંધવોની ખાંભી ઉપર સિંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ, ઉદાસ, અંધકારરૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા-બહેન સમી સંધ્યા પણ કનડે ઊતરી પડે છે.

૧. જુઓ હોથલની સાંગોપાંગ દોહાવાળી સંપૂર્ણ કથા : ‘સૌરાષ્ટ્રની રસધાર.’

એવી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરના પેટાળે પડેલી લાંબી કેડીએથી બેય ઘોડા ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલાં હોય અને કેમ જાણે જરા જેટલા બોલાશથી પણ એની ઊંઘ ઊડી જશે એવી ચુપકીદી રાખીને એક અસવારે પલાણ છાંડ્યું અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઈશારો કર્યો. પગરખાં છેટે ઉતારીને બેય જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચ્ચોવચ આવી ઊભા રહ્યા.

સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેરનાં ઝાડવાંનાં અધસૂકેલાં ઠૂંઠાં એ ચોકને કાંઠે કાંઠે છૂંટાંછવાયાં ઊભેલાં છે. વચ્ચોવચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. એ ઝાડના થડ ઉપર સિંદૂરનાં બે ત્રિશૂળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળિયા છે. તેના ઉપર પણ સિંદૂરનું અક્કેક ત્રિશૂળ આલેખ્યું છે. એ બે પાવળિયાની મોખરે એક, બે, ત્રણ, ચાર ને પાંચલાંબી હાર્યોમાં એંશીક જેટલી ખાંભીઓ ખાડેલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કૂંડાળાં કંડારેલાં છે. (બાઈ માણસનાં બે થાનેલાંની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીઓમાં કશું જ કોતરકામ નથી, જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સિંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થાતાં આખો એક દાયરો ત્યાં બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે.

“ભાઈ ! હું ખાંભી જુવારી લઉં. તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો.”

એટલું બોલીને બેમાંથી એક મોટી ઉંમરના ને મોટી મૂછોવાળા અસવારે

એક ફૂટેલા નાળિયેરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દિવેલ પૂરીને વાટ્ય પલાળી અને ખાંભીઓની ડાબી બાજએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી, પાઘડીનો છેડો અંતરવાસ (ગળાની આસપાસ) નાખી પાયલાગણ કર્યું. બીજી કાચલીમાં સિંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરું કરીને જ્યારે એ ઊઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડાં હતાં. પાઘડીને છેડે આંસુ લૂછી નાખીને એ પોતાના ભેરુને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી. પૂછ્યું, “ઓલી ધારનું નામ શું, જાણો છો ?”

“ના.”

“એનું નામ તોપધાર. ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી.”

“તમારા સામી ? કોણેે ?”

“જૂનાગઢના રાજે.”

“ક્યારે ?”

“આજથી છેતાલીસ વરસ ઉપર : સં. ૧૯૩૯ની પોષ સુદ પાંચમે. તે દિવસ સૂરજ હજુ ઊગ્યો નહોતો; માણસો હજુ જાગ્યાં નહોતાં; પંખીડાં બોલતાં નહોતાં; અને અમારા મહિયાઓની કતલ ચાલી હતી. આ કનડો અમારાં રાતાંચોળ લોહીની નીકોમાં નાયો’તો. અમારા નવસો મહિયા આંહીં કનડે ચડીને એક મહિના સુધી રહેલાં, તેમાંથી એંશીની કતલ થઈ ગઈ છે.”

“શા માટે નવસો ચડેલા ? બહાવટે ?”

“ના ભાઈ. બહારવટે નહિ, પણ રિસામણેઃ વગર હથિયારેઃ રાજ આપણો ધણી છે ને આપણને મનામણાં કરશે એવી આશાએઃ પણ મનામણાંને સાટે તે કુવાડા ચાલ્યા. અમારા એંશી જણ ચુપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા.”

“વાહ વાહ ! શાબાશ મહિયા ! ઊંચામાં ઊંચી રાજપૂતી એનું નામ.

ત્યારે તો હવે મને એ આખી વાત કહો, ભાઈ !”

એક ઢોરા ઉપર બેય જણાએ બેઠક લીધી અને પછી મહિયા કોમના એ મોટી આંખોવાળા, આધેડ ઉંમરના માણસે વાત આદરીઃ

અમે મૂળ તો મારવાડના મેણા (મીણા) રજપૂત. છીએ અમે જે આણી મેર ઊતર્યા તે મહિયા કહેવાયા. આજથી ત્રણસો-સાડા ત્રણસો વરસ ઉપર અમારા વડાવા ભીમા મહિયાએ મારવાડ ઉપરથી ઊતરતાં ઊતરતાં સોહમણી સોરઠ ભોમમાં સોણલાં દીઠાં. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલરા દેશ છે !

નીલાં તટ મચ્છુ તણાં, નીલી વાંકાનેર,

એકરંગીલા આદમી, પાણી વળેજો ફેર.

(મચ્છુ નદીના લીલા તટ : લીલૂડી વાંકાનેરની ધરતીઃ અને એકરંગીલા એ પ્રદેશના માનવીઃ એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીના છે.)

મચ્છુ કાંઠો અને મોરબી, વચમાં વાંકાનેર,

નર પટાધર નીપજે, પાણી હંદો ફેર.

એવા એકરંગીલા માનવીને પેદા કરનાર પાણીવાળાની દિશાએ અમારા વડવા ભીમા મહિયાએ ઉચાળા ઉતાર્યા. મચ્છુ અને પતાળિયોએ બે નદીઓ જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું.

એક દિવસ ભીમા મહિયાની દોઢીએ આવીને એક બાઈ ઊભી રહી. હાથમાં બાળ તેડ્યું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારું કોઈ નથી. ભીમે મહિયે પૂછ્યું, બે’ન ! કોણ છો તું ? શીદ આવવું થયું ? તને આંહીં રામરક્ષા છે. તારા દુઃખની વાત દિલ મોકળું મેલીને કહે, બા !”

“ભાઈ ! મારા ધરમના વીર ! હું પડખેના જાડેજા રાજાની રાણી છું.

પાટ-ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને બેય શાક્યુંને દેવે દીકરા દીધા, પણ મારું ફૂલ બે ઘડી વહેલું અવતર્યું. તેથી બારો બાળક ટિલાત ઠર્યો ખરો કે ની ? એટલે અપર-મા એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંયે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારી ઓથ લેવા આવી છું.”

“વાહ વાહ ! મારાં વડાં ભાગ્ય, મારી બોન ! તું ભલે આવી. તારો જાડેજા રાજા કદીક બળિયો હશે, તો અમેય કે દી પારોઠનાં પગલાં દીધાં નથી. અમેય રજપૂત છીએ. તું તારે આંહીં સગી માનું પેટ સમજીને રે’જે.”

આંહીં રાણીને આશરો અપાયાની વાત ફૂટી ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઊતર્યો.

અમારા ગામને ફરતી ફોજ વીંટીને પડ્યો કેમ કે ગઢ તો જિતાય તેવું નહોતું.

રાતમં ચાર-આઠ મહિયા જુવાનોએ ભીમાની રજા લીધી, પૂછ્યું કે “ફોગટની શીદ લડાઈ માંડવી ? મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી આણીએ તો કેમ ?”

“તો તો રંગ રહી જાય, બેટાઓ !”

ચોકીઓ ભેદીને ચાર મહિયાઓ રાજાના ડેરામાં ઊતર્યા. પોઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તરવારો પકડી, મચ્છુનાં ઊંડાં પાણી વટાવીને ઢોલિયો દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદમાં જ છે.

પ્રભાતે ભીમા મહિયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યાં, મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એ વસ્તી ગયો કે કાળના હાથમાં પડ્યો છું.

“જાડેજારાજ ! આ દાતણ કરીને મોં પખાળો. કસુંબો ખોટી થાય છે.”

એટલું કહીને ભીમા મહિયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી

વેળા ફોડ પડાવ્યો કે “રાજ ! તમારાં ઠકરાણાં તો મારી ધરમની બે’ન છે. ક્યાંયે બચવાની બારી ન રહી ત્યારે મારા ઉચાળામાં એ રિસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઈ જાવા તૈયાર છીએ. બાકી અમારાં બે’નને પાછાં તમારા રાણીવાસમાં તો નહિ જ મોકલીએ. અમારો ભાણેજ આંહીં જ રે’શે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો ! તમે એને શું દ્યો છો, રાજ ?”

રાજાએ પણ અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બે’નને દીધેલું વાંકાનેર છોડીને મહિયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહિયાને મોસાળ કરી માનતો થયો. ભાઈ ! આ કનડાની કતલ થઈ ને, તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાર ચાલતી’તી ત્યારે વાંકાનેર રાજે અમને કહેવરાવેલું કે ‘શીદ તકરારમાં ઊતરો છો ? જૂનાગઢ જાકારો ભણે તો આંહીં આવતા રહો. ત્રણ ગામ આપું. મારાં તો તમે મોસાળ છો.’

પછી તો અમે રાજકોટનાકુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણા મહિયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાનો સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.

“વખત જાતાં તો અમારાં મહિયાનાં લોહી આયરના લોહી ભેળાં ભળ્યાં.”

“એ શી રીતે ?” મહેમાને પૂછ્યું.

“તે દી અમારો વડવો ભાણ મહિયો ભરજોબન અવસ્થાએઃ ઘોડીએ ચડીને ગામતરે નીકળેલાઃ ગુંદા ગામને પાદર અષાઢ મહિનાના મોરલાને ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. ભાણ મહિયો તો પલાણ પરથી ડગ્યા નહિ, પણ એની પાઘ એના માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વીંખાતાં જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વીખરાયેલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોઅ ભાણ મહિયાનું મોઢું છાઈ દીધું.

“કૂવાને કાંઠે, ટીબકિવાળી ચૂંદડીએ અને ભરત ભરેલે કાપડે બે પનિયારીઓ હેલ્ય ભરીને હાલું હાલું થાતી હતી, તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહિયાનો ચોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ, ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ, તોયે બેમાંથી એક પનિયારી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભુલાણો. જાણે બાઈ કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનિયારીએ એને ઢંઢોળીઃ ‘કાં બા ! હવે તો બેડાને ભારે માથાની ટાલ્ય બળે છે, હો ! અને તમારે જો તમારી હેલ્ય પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય તો પછી મને ઘરભેળી થાવા દ્યો.’

“તે વખતે તો પનિયારી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ. પણ ઘેર ગયે એને જંપ ન વળ્યો. ભોજાઈનું મે’ણુંં માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસવાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાંપાછાં થયાં એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાદરને એ જ કૂવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે પડી. ગામમાં જઈને ભાણ મહિયાની ડેલીએ ઊભી રહી. માથે હેલ્ય ને મોઢે મલીરનો ઘૂમટો; પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમીઃ ભાણ મહિયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, ‘પૂછો, આ બાઈ કોણ છે ? અને શા કામે આવી છે ?’

“માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે ‘ભાણ મહિયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરીઃ મારું નામ રાણદેઃ કુળની લાજમરજાદ મેલીને આવી છું. માટે આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર, ને કાં તો આ હેલ્યને હાથ દે !’

“ભાણ મહિયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોનાં વેર માથે લઈ જીવવું વસમું હતું. પણ તેથી વસમું તો હતું મૂછ નીચી કરવાનું કામ. મહિયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે ? ઊઠીને એણે આયર કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢિયાળી અને શૂરવીરનું ઓઢણું ઓઢવા સગાંવહાલાંના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. શાં એનાં સોજાં શીળ ! ઓરડાય હસી ઊઠ્યા.

“બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહિયા માથે મોહીને ગઈ. આયરનું ડિલ તપી હાલ્યું અને મહિયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે ‘કુવાડવા ઉપર મીઠાનાં હળ જોડાવું તો હું આયર સાચો.”

‘આપા જીવા !’ ડાહ્યા ચારણો હતા તેમણે શિખામણ દીધી, ‘એમ કાંઈ મહિયો ગાંજ્યો નહિ જાય. અને પછી દેખાશો ભૂંડા. માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો ?’

‘પણ મહિયો શું એમ મારી દીકરીને રાખે ?’

‘આપા ! દીકરી ગઈ છે તો મુછાળાને ને ? કોઈ નમૂછિયા ઉપર તો નથી મોહી ને ?’

‘ના.’

‘ત્યારે મહિયાને સગો બનાવી લે ને ! અરે ભૂંડા ! તારે તો ભડ વસીલો મળ્યો.’

“એ રીતે રાણદે આઈનો વસ્તાર મહિયા અને આયરનાં મોંઘાં લોહીમેળથી શોભી ઊઠ્યો. રૂપ ને શૂરાતન બેયનાં સરખાં પાણી મહિયાના વંશને ચડવા લાગ્યાં. એ રાણદે આઈનો દેહ અમારા શેરગઢ ગામના ટિલાત અમારાભાઈના ગઢમાં જ પડ્યો. ભાઈ ! હજી જાણે ગઈ કાલની જ વાત.”

“પણ તમે જૂનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા ?”

“નવાબના તેડાવ્યા આવ્યા’તા, ભાઈ ! નવાબને એક કોર કાઠીની ભીંસ. બીજી કોર ચોરવાડ-વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે. ત્રીજી કોર બીલખાના ખાંટ ખાંડાં ખખડાવે. એ સહુની આડ દેવા નવાબે મહિયા નોતર્યા. કાઠી અને રાયજાદાનો તા ન ઝિલાવાથી મહિયા ત્રણ વાર તો આવી આવીને પાછા કુવાડવે ગયા. પણ આખરે મહિયાનાં નાકાં બંધાણાં. કાઠી ને રાયજાદાનાં જોર ભાંગ્યાં. મહિયાને ચોવીસી મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવાં અમારાં મોટાં મથક બંધાણાં. અમારું ટિલાત ખોરડું શેરગઢમાં વસાવ લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસનાં કાઠીસાઈ માળડા, ચંદરવા વગેરે મોજૂદ છે. અમારે ઘેર હડ્ય રહેતી. અમારા બે હજાર મહિયાના એક જ શ્વાસઃ આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા, કરારો અને કોરટોએ અમ ફરતા આંટા લઈ લીધા ને આંહીં કનડે ડુંગરે અમારાં ઢીમ ઢળી ગયાં.”

હાં હાં ! ઝટ એ વાત ઉપર આવો. અંધારાં ઘેરાય છે ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારું હૈયું સ્થિર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહો.”

“સાંભળો ભાઈ ! સંવત ૧૯૩૯ની સાલ સુધી મહિયો કરવેરા વિનાનો હતો. લીલાં માથાં ઉતારી આપનાર મહિયાને માથે લાગા નહોતા. પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો. અને મહિયા ઉપર રાજની ચિઠ્ઠી ઊતરી કે ‘કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે.’

“આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારા આગેવાન અમરાભાઈએ લખી મોકલ્યું કે ‘મહિયાને કર ન હોય, અમથી ખમાય નહિ.”

“તે વખતે મહોબતખાનજી ગાદીએ. કુંવર બહાદુરખાનજી શાહપર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદુરખાન ‘ચીચા બાપુ’ કહીને બોલાવે ને અમારા મહિયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવાં હેત ને એવી પ્રીત. એ બહાદુરખાનજીએ અમરા મહિયાને કહેણ મોકલ્યું કે ‘ચીચા બાપુ ! તમે શાહપર આવો. આપણે વષ્ટિ કરીએ.’

“અમરો મહિયો ઘોડીએ ચડી શાહપર ગયા. બહાદુરખાનજીએ ઘણા ઘણા સમજાવ્યા, પણ ભાઈ ! સલાહ અવળી પડી ગઈ. પડખિયાએ અમરાભાઈને સમજાવી દીધા કે ‘રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ. નીકર ઠામ રે’શો !”

“અમરો મહિયો દીકરોન લઈ ચોરીચુપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદુરખાનને ખબર પડી. એને પડખિયાએ ભંભેર્યો એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મહોબતખાનનો દેહ પડ્યો, બહાદુરખાન તખ્ત પર આવ્યા. પછી એના હુકમ છૂટ્યા કે ‘હાં, મહિયા કર ન કબૂલે તો એનાં ખળાં જપત કરો.”

“અમારાં ખળાં પર જપ્તી બેઠી. પણ માથાકઢા મહિયા તો ચોરીછૂપીથી ખળાં ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે ‘એનાં ઘાસચારોળાં જપત કરો.’”

“પછી તો અવધિ આવી રહી. ઢોરઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો.”

“માગશર મહિનાની મધરાતે અમે નીંદર કરતા હતા ત્યાં અમારા ચોરા પાસે એક સાંઢિયો ઝૂક્યો અને અસવારે ડેલીએ આવી અવાજ દીધો કે ‘મહિયા ભાઈઓ, જાગો !’ હવે ઊંઘવાનું ટાણું નથી રહ્યું !”

“બેબાકળા જાગીને અમે પૂછ્યું, ‘કેમ ભાઈ ! ક્યાંનો સાંઢિયો ?’

‘સાંઢિયો છે શેરગઢનો. અમરાભાઈએ કહેવરાવ્યું છે કે ઘેરઘેરથી અક્કેક મહિયો પ્રાગડના દોરા ફૂટ્યે કનડા ડુંગરને માથે આવી પોગે. હું જાઉં છું. મારે આજ રાતોરાત જ આખી ચોવીસી ફરવી છે.’

‘પણ, ભાઈ, બા’રવટે કે રિસામણે ?’

‘રિસામણે. હથિયાર હોય તે પણ ઘેર મેલીને નીકળજો.’

“એટલું કહીને સાંઢણી-સવાર ઊપડતે પગલે ચાલી નીકળ્યો.”

“અને પ્રાગડના દોરા ફૂટતાંની વાર તો કનડાને માર્ગે ઘોડા, સાંઢિયા, ગાડાં અને પાળાઓની કતાર બંધાઈ ગઈ. ચોવીસ ગામમાંથી નવસો મહિયા કનડે રિસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારાઃ અમે મહિયા તો અમારા સરદારના શબ્દ પર તોપે બંધાઈ જનારાઃ એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું.”

“જ્યાં મોટો પુરુષ ન હોય તેનું શું ?”

“તે ઘરથી નાનો છોકરો આવે. તરસીંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરુષ નહોતો તે દસ વરસનો દીકરો મેલ્યો’તો.”

“એના ભેગી બે બે’નો આવી હતી તે વાત સાચી ?”

“એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. નવસો મહિયા કનડે બેઠા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલકઃ મધુવંતીને કાંઠે મેંદરડાના હાંડા જેવાં ગામડાંઃ વસ્તીને અમારી ભે તો બહુ લાગી કે મહિયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ કહી દીધું કે ‘મહિયાના પેટનો હોય તે આંહીં ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે.’

“એટલો બોલ બસ હતો. અમારામાંયે ચોરીલૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય. પણ કનડે તો અમે તપ તપવા મળ્યા’તા. ધણીની રામદુવાઈલોપવામાં મહિયો મહાપાપ ગણતો’તો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ્ય વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જૂનાગઢથી ઊતરશે અને અમને મનામણાં મેલશે. વષ્ટિઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાવ્યું કે ‘વીંખાઈ જાઓ. કનડો છોડી દ્યો. પછી તમારો વિચાર કરશું.’

“અમે જવાબ વાળ્યો કે ‘મહિયા ધર્માદો નથી ખાતા. માથાં દીધા બદલની જમીન ખાય છે. અમ માથે નવા લાગા ન હોય. બાકી તો ધણી છો. બધુંય આંચકી લ્યો ને ! અમારે લૂણહરામી થઈને રાજ સામી સમશેરું નથી ખેંચવી’.”

“એવે સમે એક દિવસ મોણિયા ગામથી શામળોભાઈ નામે ચારણ ઊતર્યા. મોણિયું એટલે તો આઈ નાગબાઈનું બેસણુંઃ અને નાગબાઈ તો મહિયાની ઈષ્ટદેવીઃ નાગબાઈ ઉપર અમારી હાડોહાડની આસ્થાઃ એ ચારણીનું છોરુ તે આ શામળોભાઈ. શામળાભાઈએ રાજની ને અમારી વચ્ચે વષ્ટિયું લાવવા-લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળોભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા. અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સૂસવતી હતી ત્યારે શામળાભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે ‘વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે, માટે હથિયાર પડિયાર હોય તેટલાં આઘાંપાછાં કરી દેજો.’

‘હથિયાર !’ મોટા ચોટલાવાળા મહિયા જુવાનોની આંખો તાપણાને અજવાળે ચમકી ઊઠી. ‘હથિયાર તો અમારા હાથમાંથી સરકારે સંવત ૧૯ર૯થી આંચકી લીધાં છે, શામળાભાઈ !’

‘આકળા મ થાવ, જુવાનો !’ શાણો સરદાર અમરો મહિયો બોલ્યો. ‘અને શામળાભાઈ ! હથિયાર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજે તો અમારે બેઠું બા’રવટું ખેડવું છે. આજ ધણીની સાથે કંઈ ઘાય હોય? અને તું તો અમારે ગૌસ્વરૂપઃ તું ચારણ આડો ઊભો હો ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે.’

‘અને હથિયાર લેવાં હોત તો આંહીં કનડે શીદ બેસત ? ગર છેટી છે ?’ એક જુવાન નીકળ્યો. ‘શું કરીએ, ભાઈ ! આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે.’

‘મહિયા જુવાનો !’ચારણે ખાતરી દીધી,‘હું તમને ઠાલો રૂડું મનવવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારાં રિસામણાં રાજને ભારે પડે તેવાં છે. તમારે એક જ ડગલામાં ગર પડી છે, એટલે જ આજ રાજનાં મનામણાં આવે છે. આજની રાત જંપીને ઊંઘજો.’

“મહિના મહિનાના ઉજાગરા હતા. ભૂખ, ટાઢ ને તડકા ઘણાં ઘણાં વેઠ્યાં હતાં. ઘરના વિજોગ, ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહિયા થાક્યા હતા. આજ નવસોયે જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઊતરીને ઘરને છાંયડે જાવું છે એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદરઃ પણ ત્યાં તો સૂરજની કોર ફૂટતાં અમને સૂતેલાંને કોણે જગાડ્યા ? મનામણાંને મીઠે બોલે નહિ, પણ બંદૂકને સણસણાટે ! આટલી સેના ક્યાંથી ઊમટી ? કનડો ઘેરી લીધો ! રાતમાં ને રાતમાં આ હજારું હથિયારવાળા ઊતર્યા ? સંધવાડના સાંતી ને કોસ છોડાવી છોડાવીને શું હજારુંને મોઢે સંધી ઉતાર્યા ? ઝબકેલાં મહિયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઝ્‌યો તે સામી છાતી પાથરીને ઊભા રહ્યા. ને બીજા દૃશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઊતરી ગયા. એંશી ને ચાર, ચોરાશી જવાંમર્દો, એક બોલ પણ બોલ્યા વિના ઊભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા ઝાલીને એક હારમાં બેસાડ્યા. પછી માથાં કાપ્યાં - તરવારે નહિ હો, કુવાડે. એની આ ખાંભિયું, ભાઈ ! એ ખાંભિયું અમારે પૂજ્યાનાં ઠેકાણાં. ચોરાશી જણાએ જીવ દઈ જાણ્યાં.”

“અને ઓલી બે બાઈઓની ખાંભીઓ વિશે શું ?”

“હા, લોકો બોછે છે કે તરસીંગડાવાળા બાળ મહિયાને સાચવવા બે બે’નો આવેલી. મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી. સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલતી’તી તે ટાણે ‘અમારા ભાઈને મારશો મા !ભલા થઈને મારશો મા ! એને સાટે અમને મારી નાખો !’ એવી કાળી વરાંસ્યો નાખતી એ બે’નોએ પોતાના ભાઈની કતલ કરનારની આડા દેહ દીધેલા એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે ‘અમે જ્યારે કાપતા હતા ત્યારે એક નાની કુંવારકા એક રૂડારૂપાળા બાળ મહિયાની આડાં અંગ દઈને ઘા નાખતી હતી કે ‘મારા ભાઈને મ મારો ! મારા વીરને મ મારો ! એને સાટે મને મારો !’ એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સહુનાં માથાં લઈ જતા હતા ત્યારે પણ એક ગાડે એક આંગડિયાળી કુંવારકાનું શબ સૂતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જૂનાગઢ પહોંચતાં પહેલાં એ શબ અલોપ થઈ ગયું... વોંકળો વળોટ્યા પછી અમે એને દેખી જ નહિ.’ આમ ગિસ્તવાળા વાતો કરતા હતા.”

“કોણ હશે એ કુંવારકા ?”

“બીજી કોણ ? આઈ નાગબાઈ ! પાંચ મહિયા મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે વારે મરે છે, બાપ ! મરી ન જાણ્યો એક શામળોભાઈ ચારણ.”

“ખૂટામણા હશે ?”

“ના, ના, ના, ના ! હોય નહિ, કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો. એ સમજ્યો નહિ. દગાની રમત એના કળ્યામાં ન આવી; એટલે એણે જોયું ને અમે કપાણા.”

“તો એણે મરવું’તું.”

“હા, એણે મરવું’તું. પણ એને મરતાં આવડ્યું નહિ, આખી ચારણ કોમને એને ફટકાર દીધો.”

“તમે મહિયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો ?”

“ઊજળા દિલથી. અમે જૂનાં વેર જગાડવા આ ખાંભીઓ નથી જુવારતાં. અમે તો જુવારી જુવારીને સંભારીએ છીએ કે ખાનદાનીથી મોતને શી રીતે ભેટાય છે ? અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવાં ? કડવાશ કેવી ? માનવી બિચારો કોણ માત્ર ? જે માનવી મત્ય ભૂલી જાય, તેના ધોખા શા હોય ? ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવવા સાટુ ન્હોય.”

“પછી રાજને માથે શું થયું ?”

“અમારી સો બાઈઓ રાજકોટ ગઈ. જઈને સરકારને જાણ દીધી.

સરકારનું કમિશન બેઠું. કંઈક રમતો રમાણી. નવાબ ખા. બ. સાલેહહિંદી અને બાપાલાલભાઈનો કારભાર તૂટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામી કમી થઈ ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકૂમત હેઠળ લીધા. અમારે રાજને રૂપિયા પાંચ હજાર સાતસો એંશી ખરચ ભાગે આપતા ઠર્યા. ત્રણ વરસ પછી અમે રાજને કુલ સાઠ સાંતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જૂનાગઢ રાજ્યની હકૂમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ, ભાઈ !

“હાલો હવે ચંદ્રમા ચડ્યો છે. શૂરાપૂરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઊતરી જઈએ.”

ગીગો મહિયો

ઘરતરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણથળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસવારો આઘેરા નીકળી ગયા. કતલની ધણેણાટી, હત્યાની કરુણા અને શૂરાનાં મૂંગાં સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું. અદાવતનાં ઝેર નિતારી નાખે એવી -

અગર ચંદણ રાત

ચાંદા પૂનમ રાત

ચાંદલિયો ક્યારે ઊગશે ?

તારોડિયો ક્યારે ઊગશે ?

એ ગીત માંહેલી ચંદન-છાંટી રાત હતી. મહિયા અસવારે બીડી ઝેગવી એટલે મહેમાન સમજ્યો કે મહિયો નવા તોરમાં દાખલ થઈ ગયો છે. એટલે મહેમાને વાત ઉચ્ચારી કે “તમારો ગીગો મહિયો બહારવટે ચડ્યો હતો તેની શી હકીકત છે, કહેશો ?”

“ગીગો મકો૧ ને ? કણેરી ગામનો ગીતો ને ? હા, હા. ગીગો તો મકરાણીઓનો મોટો કાળઃ મકરાણી મલક આખાને ધમરોળે, પણ ગીગાની કણેરીને સીમાડેય ન છબે, ભાઈ ! ગીગો તો ગરનો સાવજ કહેવાણોઃ સાંભળો એની ખ્યાતિયુંઃ

૧ મહિયાની એક શાખ.

બાબીથી બીનો નહિ, ખત્રીવટ ખાગે,

ભૂપ મોટા ભાગે, ગરની સાવજ ગીગડો.

(ગિરનો સિંહ એ ગીગો જૂનાગઢના બાબી રાજાથી ન બીનો અને એણે તરવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા.)

“અને, ભાઈ !

પટેલિયા પ્રગણા તણા, જૂને રાવું જાય

ડણકે ડુંગરમાંય, ગાળે સાવજ ગીગડો.

(પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવા જૂનાગઢ જાય છે અને ગિરનો સિંહ ગીગો તો ડુંગરમાં ગર્જના કર્યા જ કરે છે.)

ઊનેથી જૂના લગે, નારીન ભરે નીર,

નત્યની રીડોરીડ, ગરનો સાવજ ગીગડો.

(ઊના ગામથી માંડીને જૂનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી. રોજ રોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ ગીગાની બોલી ગઈ.)

“ને વળી, ભાઈ ! કેવો નામી મરદ ગીગો !

કેસર જ્યું લેવા કચ્છ, લાંબી સાધછ લા,

માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા !

(હે ગીગા ! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે નો કોટે

તારા થાપા મારે છે.)

“અરે, શી એની શિરજોરી !

ટીંબી જેવડું ગામડું, સૂંથી ફાટ્યો મિયાં,

સિંહ વછૂટ્યા સામટો, ગરુ મળી ગયો ગીગડો !

“એ ગીગો ને ? કૈંક ગોરખધંધા કર્યા હતા એણે પણ એ તો વહેલાંની, કનડાની કતલ પહેલાંની, વાત. સંવત ૧૯૦૯માં ગીગો બા’રવટે નીકળ્યો ! એનું બા’રવટું કોઈ રાજ ઉપર નહોતું. કટંબ-કળો હાલતો હતો, એમાંથી ગીગાનું ગાંડપણ સળગી ઊઠ્યું. એ મૂળ વાતમાં તો કંઈ માલ જ નહોતો. પણ અસલ વારાની ગાંડપ જ ગણાય.

“ગીગો મૂળ કણેરી ગામનો રહેવાસીઃ મકા શાખનો મહિયોઃ બાપનું નામ મૂળો મકોઃ ગરાસને કારણે કાકાઓની સામે અણબનાવ મંડાણો હતો. ચાર પિત્રાઈઓ એની સામી પાર્ટીમાં હતાઃ એક નામેરી, બીજો કરણો, ત્રીજો રતો અને ચોથો અમરોઃ એમ ચાર કાકાઃ સહુનો ઉકરડો એક ઠેકાણે સૈયારો પડે. પણ એમાંથી ખાતર ભરી જાય ફક્ત કાકાના ખેડુઓ. ગીગલે લીધો વાંધો. કહે કે ભાગે પડતું ભરવા દઉં. ત્યારે ચાર કાકા આડા ફરીને ઊભા રહ્યા અને અણછાજતું વેણ બોલી ગયા કે ‘જા જા હવે, ભૂંડણના ! તારાથી શું થાતું’તું ?’

“‘ભૂંડણનો’ કહ્યો ત્યાં ગીગાની ખોપરીમાં ખટાકો બોલી ગયો. જુવાનજોધ આદમી. કોઈનો ટુંકારો ખાધેલ નહીં. ઘણા દિવસની ઝીણીમોટી કનડગત હાલી આવે. એમાં આજ અઘટિત વેણ સાંભળ્યું. તે ટાણે ગીગો ઘૂંટડો ઉતાીર તો ગયો, પણ એટલું કહી દીધું કે ‘કાકા, ભૂંડણનો છું કે સિંહણનો, તે તો તમે હવે જોજો !’

“ધાનનો કોળિયો એને ઝેર થઈ ગયો. ઘરમાં, ગામમાં ક્યાંયે જીવને ગોઠ્યું નહીં. પોતાના ચાર ભાઈઓને લઈને ગીગો કુટુંબ માથે જ રિસામણે નીકળી ગયો.”

“કણેરીથી ઉગમણે પડખે થોડેક છેટે પ્રાંસળી નામે ગામડું છે. પિત્રાઈના સંતાપથી ગળે આવી રહેલ ગીગો પ્રાંસળીમાં એક દિવસ બપોરે મહેમાન થયો છે. ભાઈબંધોની પાસે કાકાઓની કનડગત ગાય છે. વાત કરતાં કરતાં એના મોંમાંથી વચન નીકળી ગયું કે ‘હવે તો ગળોગળ આવી ગયો છું, ભાઈ !”

“સંબંધીઓ એને ઠારે છે, ‘ગીગા ! હોય, કુટુંબ હોય ત્યાં એમ જ ચાલે.’ ભેળાં પડેલાં ભાણાં કોઈક દિવસ ખખડેય ખરાં. પણ એ વાત ઉપર વેરનાં બી ન વવાય. આપણાં બળજોર એમ ધૂડ જેવી વાતમાં ખોઈ બેસાય છે, મારા બાપ ?”

“રોટલા ખાઈને હોકો પીતાં પીતાં જુવાન ગીગલો ઝોલે ગયો. એટલે એના સોળે ભેરુબંધો છાનામાના ત્યાંથી સરીને નીકળી ગયા. થોડી વારે ગીગો જાગ્યો. બે ઘડીની નીંદરમાં એના અંતરની આગ કંઈક ઓછી થઈ ગઈ હતી. પણ જાગીને જોયું તો સોળમાંથી એકેય સંગાથી ન મળે. ગીગાને વહેમ આવી ગયો, ‘નક્કી મને કાળી ટીલી દેવા ગયા !’ એમ બોલતો એ ઊઠ્યો. કણેરીને માર્ગે એણે દોટ દીધી. કણેરીનું પાદર થોડુંક છેટું રહ્યું ત્યાં ફડાફડી અને રીડિયા-ચસકા સંભળાણા. એ સાંભળતાં જ ગીગાના પગ ભાંગી ગયા. મનમાં ભે પેસી ગઈ. પાદરે પહોંચીને જોયું તો ચાર કાકામાંથી રતા અને અમરાની બે લાશો પડી હતી. લોહીની ખાંદણ મચી ગઈ હતી. અને ખૂન કરીને ભાઈઓ ઊભા હતા. ભાઈઓએ સાદ કર્યો કે ‘હાલ્ય ગીગા ! આનાં લોહી પીએ.’

“‘અરે, બસ કરો, બાપ ! તમે ઢીમ ઢાળી દીધાં. આવડી ઉતાવળ? મારો મનખ્યો બગાડી મૂક્યો !’

“કાકાની લાશ ઉપર ગીગે પોતાની પછેડી ઓઢાડી દીધી. અને પોતે પડખે બેસીને પોક મેલી રોયો. સાચે આંસુડે રોયો. પછી તો માથે બે ખૂન ચડ્યાં. ધોડવું’તું ને ઢાળ આવ્યો ! ખૂનને સાટે ફાંસીએ ચડવાનો કાયદો એ વખતના માણસોને ભાવે શેનો ? એટલે એણે પોતાના માણસોને કહ્યુંઃ ‘ભાઈ, આમેય હવે મોત તો માથે ગાજી જ રહ્યું છે, તો પછી ડાહ્યાડમરા થઈને કૂતરાને મોતે શીદ મરવું ? મલકમાં નામાંકામાં રહી જાય એ રીતે થોડીક મરદાઈ પણ ભજવી લેશું ને ?’

“આવે કુટુંબી કારણે ગીગો બહાર નીકળ્યો. અને ગીગાની વાંસે જૂનાગઢની ગિસ્તો છૂટી. ગીરના ડુંગરમાં ગીગો ડણકો દેવા લાગ્યો અને ગામડાં ભાંગવાનો આદર કર્યો. એમાં એક દિવસ એને એક આદમીએ આવીને બે વાતના વાવડ દીધા કે ‘ગીગા મકા ! તમારા બાપ મૂળુ મકાનો દેહ છૂટી ગયો.’

‘શી રીતે, ભાઈ ?’

‘મૂળુ મકો ભાગતા ફરતા’તા, એમાં ઝલાણા, એને જૂનાગઢ લઈ જાતા’તા. એમાં દાત્રાણા ગામની પાસે નાગડી ગામને ચોરે મૂળુ મકે શરમના માર્યા પેટ તરવાર નાખીને પ્રાણ કાઢ્યા; ને બીજું તો તમે આંહીં લહેર કરો છો પણ તમારી કણેરીને માથે તો મકરાણીની એકના સાટાની ત્રણ ગિસ્તો પડી છે.’

‘રંગ જૂનાગઢને. મારી કણેરીની કીર્તિ વધી. ગીગાને માટે ત્રણ-ત્રણ ગિસ્તો ! ગીગો ઠેઠ ગરમાં, ને ગિસ્તોના પહેરા ચાળીસ ગાઉ છેટે કણેરીમાં! રંગ ! કોણ કોણ છે એના આગેવાન ?’

‘એક તો શંકર, બીજો બાદશા જમાદાર ને ત્રીજો અભરામ પાડાળો. ત્રણેય મકરાણીઓ.’

‘ભાઈ ! ભાઈ ! ત્રણેય જણા મરદના દીકરા ! એને વાવડ દ્યો કે ગીગો આંહીં બેઠો બેઠો તમારી વાટ જોવે છે. કદાચ એને ખબર નહિ હોય.’

‘બરાબર ખબર છે. પણ કણેરીમાં એને કાંઈ દખપીડા નથી.’

‘તે આપણે જ સામે ચાલીને જઈએ. એને શીદ ફેરવણી કરાવવી?’

ગરમાંથી ગીગો ચડ્યો. કણેરીને સીમાડે આવીને સહુ ઊતરી પડ્યા. શુકન જોયા વિના ગીગો કદી કોઈ ગામના સીમાડામાં પગ મેલતો નહિ. શુકન જોાવની રીત પણ નોખી જ ભાતની. સીમાડે સહુ બેસે ને પોતે સૂએ. સૂતાં સૂતાં આંખમાં નીંદર ભરાય એટલે પોતે ઊભા થાય. કાં તો પાછો ફરી જાય, ને કાં તો શ્રીફળ લઈને સીમાડામાં દાખલ થાય. કણેરી માથે ચડવામાં શુકન જોયાં તો સારાં નીવડ્યાં. નાળિયેર લઈને ગીગો આગળ થયો. વાંસે એનું દળ હાલ્યું. ગામને પાદર જઈને ઝાંપાના પથ્થર ઉપર નાળિયેર વધેર્યું. સહુએ માતાજીની શેષ ચાખી ને પછી ગામમાં પગલાં દીધાં. બરાબર ચોકમાં જ ગિસ્તો પડી છે. પણ મોતની ભે તો ગીગાને રહી નહોતી. ‘જે નાગબાઈ’ લલકારીને ગીગો પડ્યો. એમાં બે કોરથી સાઠ સાઠ દેશી બંદૂકો છૂટી, પણ ગીગાના જણમાંથી એક જણને જખમ થયો. બીજા બધા કોરેકાટ રહી ગયા.

‘હાં ભેરુબંધો ! આઈ નાગબાઈ આજ ભેરે છે.’ એમ બોલીને ગીગો ઠેક્યો. ધૂધકારીને જેમ દોટ દીધી તેમ મકરાણી શકર, બાદશા જમાદાર ને અભરામ પાડો ત્રણેય ભાગ્યા. ગીગાએ પે’લા બેને તો હડફેટમાં લઈ પછાડી બંદૂકે દીધા. પણ અભરામ પાડો ઝાડ ઉપર ચડી ગયો. એને ગોતતા ગોતતા બહારવટિયા પાદર આવ્યા, ને જેમ ઊંચે નજર કરે તેમ ત્યાં ઝાડની ડાળ્યે અભરામને દીઠો. જેમ ગીગે બંદૂક નોંધી તેમતો અભરામે ડિલ પડતું મેલ્યું. આવી પડ્યો ગીગાના પગમાં. પગ ઝાલી લીધા, બોલ્યોઃ ‘એ ગીગા ! તેરા ગુલામ !’

‘હે... ઠ મકરાણી ! ખાઈ બગાડ્યું ? જા ભાગી. હું ગીગો. હું શરણાગતને ન મારું. જા ઝટ જૂનાગઢ, ને વાવડ દે કે ગીગો આજ કણેરીમાં જ રે’વાનો છે.’

અભરામને જીવતો જવા દીધો. પોતે કણેરીમાં આખો દિવસ રોકાણો. બાપનું સ્નાન કર્યું, અને ‘હવે મકરાણી ફરી વાર આવે તો મને છીંદરડીની ઝાડીમાં વાવડ દેજો !’ એટલું કહી ગીગો ચડી નીકળ્યો.”

“કણેરીને પાદર જેને પૂરો કર્યો એ જ બાદશાહ જમાદારનો જુવાન દીકરો બીજી ગિસ્ત લઈને મહિયાવાડ ખૂંદવા માંડ્યો અને શેરગઢ ગામને ચોરે બેસી બડાઈ હાંકવા લાગ્યો કે ‘અબે ગીગા ગીગા ક્યા કરતે હો ? ઓ તો બચાડી ગગલી. નામ જ ગીગલી ! ઓ બચાડી ક્યા કરે ? એક વાર મેરેકુ મોક મિલ્‌ જાય, તો મેં ગીગલીકુ બતા દૂં.’

જમાદાર જ્યારે બોલવામાં હદ છાંડવા લાગ્યા ત્યારે એક ગામેતી ગરાસિયાથી ન સહેવાણું. એણે કહ્યું કે તો પછી જમાદાર, આ પડ્યો ગીગલો છીંદરીની ઝાડીમાં. ક્યાં છેટું છે ? કરો ને પારખું !’

‘જમાદાર હતા ચઢાઉ ધનેડું. ચડ્યા. જાણભેદુ હતા તેઓ એને જગ્યા ચીંધાડવા ચાલ્યા. છીંદરીની ઘાટી ઝાડીમાં એક ભેખડની ઓથે ગીગો એની ટોળી સાથે બેઠેલો. ગિસ્તને ભાળતાં જ બહારવટિયા ભેખડની પછવાડે બીજે ઠેકાણે ઓથ લઈ ગયા અને દુશ્મનને ભૂલથાપ દેવા માટે પોતાની પાઘડીઓ ભેખડની ટોચે મૂકી. આંહીં મકરાણી જમાદાર મોતીમાર હતો. એક વડલાની ઓથ લઈને થડની વચ્ચે થોડોક ભાગ હતો ત્યાંથી ગોળીઓ છોડવા લાગ્યો. પટોપટ ગોળીઓ પાઘડીઓને લાગતી ગઈ. ગીગાની આંખ બીજ જગ્યાએથી ઘણીય ગોતે છે કે ગોળીઓ આવે છે ક્યાંથી ? કોઈ બંદૂકદાર તો દેખાતો નથી. એમાં ગીગાએ વડલાની બે જાડી વડવાઈઓ એકબીજી સાથે અડોઅડ હતી તેની ચિરાડમાં કાંઈક હલચલ દીઠી. બરાબર ચિરાડમાં નોંધીને બંદૂક ચલાવી. પહેલે જ ભડાકે જમાદાર ઢળી પડ્યા.

જમાદારની મૈયતને ઉપાડી શેરગઢ લાવ્યા. હજી તો સવારે જે જમાદારે શેખી કરી હતી. તેની જ મૈયત દેખીને મહિયા પેટ ભરીભરીને હસ્યા.”

ફાગણ સુદ પૂનમની હોળી તો સહુ પ્રગટે, પણ ગીગા બંકડાની હોળી નોખી જ ભાત્યની. જૂનાગઢથી વેરાવળ જાવાની ધોરી સડક હતી. એ સડકને કાંઠે, પાણીધરા ગામને સીમાડે, આજે જે ગીગાધાર કહેવાય છે તે ધાર ઉપર ગીગો ચોડેધાડે રહેતો હતો. એમાં કોઈએ યાદ આપ્યું કે ‘આજ ફાગણ સુદ પૂનમ છે, ગીગા ! આજ ક્યાંઈક હોળી માતાનાં દર્શન કરવા અને દુહા સાંભળવા જોઈએ.’

વિચાર કરીને ગીગો બોલ્યો કે ‘આપણે આંહીં આપણી નોખી હોળી પરગટીએ અને દુહા રાસડા ગાવા માટે સહુને આંહીં જ બોલાવીએ તો કેમ?’

‘તો વધુ સારું.’

‘ઠીક ત્યારે, અટાણથી સડકને કાંઠે ઓડા ઝાલીને બેસી જઈએ અને હોળી માતાનો પૂજાપો સરસામાન ભેળો કરીએ.’

રૂ-કપાસના ધોકડાં લઈને ગાડાંની હેડ્યો જૂનાગઢની વેરાવળ જાય છે. ધોરીને ગળે ટોકરીઓ વગડે છે. મોટી બજાર જેવી રાહદારી સડક ઉપર બહારવટિયાની તલભાર પણ બીક નથી. ગાડાખેડુ કાગાનીંદર કરતાં કરતાં હાંક્યો જાય છે. એમાં ગીગાધાર ઢૂકડા આવતાં ત્રાડ પડી કે ‘ગાડાં થોભાવો!’

‘કાં ભા ? નવાબ સરકારનાં ધોકડાં છે.’

‘હા, એટલે જ અમે તાણ્ય કરીએ ને, ભાઈ ! ઉતારી નાખો ધોકડાં.’

ગાડાખેડુઓ કળી ગયા કે આ તો ગીગાનો થાપો પડ્યો છે. ધોકડાં ઉલાળી નાખ્યાં.

‘તમારું ભાડું કેટલું ઠર્યું’તું, ભાઈ ?’

‘આ લ્યો, ભાડું ચૂકતે લેતા જાવ. તમારાં છોકરાંને આજ વરસ દિવસને પરવે ખજૂરટોપરાં વિના ન રખાય. અને કોઈ પૂછે તો કહેજો કે ગીગે હુતાશણી પ્રગટવા સાટુ ધોકડાં રોકી લીધાં છે.’

પોતપોતાનું પૂરેપૂરું ભાડું લઈને ગાડાવાળાએ ગાડાં હાંક્યાં ત્યાં તો ગીગાને કાંઈક સાંભળ્યું. બૂમ પાડી, ‘એલા ભાઈ, આજ આંહીં હોળી પરગટશું, રમશું ને ગાશું. રોકાઈ જાવ ને ?’

‘બાપા, અમને માફ કરો, અમારે માથે માછલાં ધોવાશે !’

‘હેઠ બીકણ ! ઠીક, મંડો ભાગવા. રસ્તે જે મળે એને કહેતા જાજો કે પાણીધરાને સીમાડે ધાર માથે ગીગાએ આજ રાતે સહુને દુહા ગાવા ને ખજૂર ખાવા તેડાવ્યા છે. ગિસ્તું મને ગોતતી હોય તો એને પણ કહેજો, હો કે.’

‘પણ ગીગા મકા !’ ભેરુ બોલ્યા, ‘ખજૂરટોપરાંનો બંદોબસ્ત કરવો પડશે ને ?’

‘ભાઈ, આંહીં બેઠે જ એ બધું થઈ રહેશે, આંહીંથી જ ખજૂરનાં

વાડિયાં, તેલના કૂડલા, ટોપરાંના કોથળા વગેરે હોળીની સંધીએ સામગ્રી નીકળશે. જોઈએ તેટલી ઉતરાવી લેજો. પણ ગાડાખેડુને ભાડાંની કોરિયું ચૂકવવાનું ભૂલશો નહીં. આજ મોટા તહેવારને દિવસ એનાં છોકરાંને હોળીના હારડા વગર ટળવળાવાય નહીં, હો કે !’

સાંજ પડી ત્યાં સડકને કાંઠે રૂનાં ધોકડાં, તેલના કૂડલા, ખજૂરનાં વાડિયાં, ટોપરાના વાટકાના કોથળા, શીંગોની ગૂણો વગેરેના ગંજ ખડકાણા અને રૂનાં ધોડકાંમાં તેલના કૂડલા મૂકીને ગીગાએ હોળી ગોઠવી. આજુબાજુનાં ગામડાંમાં ખબર પડી હતી એટલે રાત પડ્યો લોકોનો પણ ઠીક ઠીક જમાવ થઈ ગયો. પૂનમના ચાંદે ગિરનારની ટુંકો વચ્ચેથી જેમ ઝળહળતી કોર કાઢી, તેમ આંહીં ગીગાધારે પણ હોળીની ઝાળ નીકળી. આસપાસનાં ગામડાંમાં છાણાંની હોળીઓના ભડકા દેખાતા હતા તેની વચ્ચે ગીગાની હોળીની ઝાળો તો આભે જાતી અડી. બહારવટિયે પ્રદક્ષિણા દઈને પાણીની ધારાવડી દીધી. હોળીમાં નાળિયેર હોમ્યાં. કૂદી કૂદીને ઝાળો વચ્ચેથી નાળિયેરો કાઢી લેવાની હોડ રમાણી. અને પછી જેમ ઝાળ નમવા માંડી, ચાંદો આકાશે ચઢીને રૂપાના રસની રેલમછેલ કરવા માંડ્યો, તે વખતે આંહીં ગીગાધારે સોરઠના સરખેસરખા દુહાગીરો સામસામી પંગતો કરી કરીને દુહાની રમઝટ બોલાવવા લાગ્યા. દાંડિયારાસ રમાણા. આખી રાત આભમાં ને ધરતીમાં, બેય ઠેકાણે, આનંદના ઓઘ ઊમટ્યા. પ્રભાતે પોતાનો નેજો ઉપાડીને ગીગો ગીગાધાર માથેથી ઊતરી ગયો, ગરની વાટ ઝાલી લીધી.

ખીલાવડ ગામના ગામેતી, જોખિયા શાખના મુસલમાન નામે સભાગો જમાદાર, ગિસ્ત લઈને ઊતર્યા છે. ગાળે ગાળે ગીગાને ગોતે છે. એમાં વાવડ મળ્યા કે ગીગો તો દાદરેચા ડુંગર ઢૂંકડો રાણાધારના નેસ પાસે પડ્યો છે. બાતમીદારે કહ્યું કે ‘જમાદાર સાહેબ, ઈ સાવજની બોડમાં જવા જેવું નથી. એને આપણે પહેલો બહાર નીકળવા દઈએ.’

પણ જમાદારને પોતાની ભુજાનું અભિમાન હતું. એણે કહ્યું કે ‘સાવજને

પડમાં આવવા દઈને મારવામાં શી બહાદુરી બળી છે ! બોડમાં જઈને બંદૂકે દઉં તો જ સાચો સિપાઈબચ્ચો !’

“જમાદાર, રેવા દ્યો.” પણ જમાદારને તો ખેંચ પકડમાં વધુ જોર આવ્યું. જાડા જણને બંદૂકો સહિત ઉપાડ્યા. ત્યાં ગીગાનો નેજો દેખાણો. નેજા વિના તો ગીગો ક્યાંય રહેતો નહિ. વાર આવતી દેખાણી. ઘડીક થયું ત્યાં વારે બહારવટિયાને વીંટી લીધા. એટલે હોકો હેઠે મેલીને ગીગે તરવાર લીધી, પકડીને જેમ સામે પગલે દોટ દીધી તેમ ગિસ્તના મકરાણીઓએ બંદૂક સોતા પડ દઈ દીધું. જમાદાર ઘોડેસવાર હતો તે એકલો ઊભો થઈ રહ્યો. દોડીને ગીગે ઘોડાની વાઘ ઝાલી લીધી એટલે ચતુર જમાદારને ઓસાણ ચડી ગયું. એણે ગીગાને રંગ દીધા, ‘શાબાશ ગીગા ! શાબાશ તારી જણનારીને, સો સો શાબાશિયું છે તુંને, શૂરા ! હવે બસ કરી જા, દોસ્ત !’

શાબાશી સાંભળીને ફુલાઈ ગયેલા ગીગાએ ઘોડાની વાઘ છોડી દીધી અને કહ્યું કે ‘જમાદાર, જાઓ પધારો ! વળી જે દી પાણી ચડે તે દી આવજો. ગીગાનું ઠેકાણું ગરમાં અછતું નથી હોતું. એનો તો મલક છતરાયો નેજો ફરકે છે.’

દાદરેચા ડુંગર પાસે ગીગાનું આ રહેઠાણ હજુ પણ ગીગા પથારી અને ગીગા વીરડો એવે નામે ઓળખાય છે.

ગોધમાં ડુંગરની તળેટીમાં નાગડી નામનું ગામ છે. એ ગામના એક ખેડુના ઘરમાં ખરે બપોરે ખેતરે ભાત દેવા સારુ પટેલની દીકરા-વહુ તૈયાર થતી હતી. પણ બાપને ઘેરથી તાજી જ આણું વળીને આવતી હતી અને માવતરે કરિયાવર પણ કોડે કોડે અઢળક આપ્યો હતો એટલે આ જુવાન વહુને પહેરવા-ઓડવાના લહાવા લેવા બહુ ગમતા હતા. વળી, પોતાના પિયુજીને જ ભાત જમાડવા જવા કરતાં બીજો કયો વધુ રૂડો અવસર પહેરવા-ઓડવાનો હોય ? ખેડુની દીકરા-વહુએ ભરત ભરેલાં કાપડું ને થેપાડું તો પહેર્યાં, તેના ઉપર રાતા ગલરેટાનો સાડલો ઓઢ્યો, પણ તે ઉપરાંત એણે તો હાથ, પગ, ડોક અને નાક-કાનમાં જેટલાં હતાં તેટલાં ઘરાણાં પણ ચડાવ્યાં. એક તો જુવાન કણબણ અને એમાં આ શણગાર ! રૂપની જ્યોતો છૂટી ગઈ. પણ જેમ ભાતની તાંસળી ને છાશની દોણી મોતિયાળી ઈંઢોણી ઉપર લઈ માથે ચઢાવ્યાં તેમ સાસુની નજરે પડી. સાસુની આંખ ફાટી થઈ. પૂછ્યુંઃ

“અરે વહુ, આ પીળી ધમરખ થઈને ક્યાં હાલી ?”

“બીજે ક્યાં વળી ! ખેતરે ભાત દેવા.”

“અરે, પણ અડબોત મારીને આ તારાં લાડ ઉતારી લેશે, મોટી સાહેબજાદી !”

“કોણ ઉતારતો’તો વળી ?”

“ઓલ્યો તારો બાપ !”

“પણ કોણ ?”

“ઓલ્યો બહારવટિયો ગીગલો મૈયો આંહીં ગોધમાની ગાળીમાં વાટ જોઈને જ બેઠો હશે.”

“લ્યો રાખો રાખો, બઈજી ! તમે તો દેખી જ નથી શકતાં. તમારી આંખ્યુંમાં મૂઠી મરચાં ભરો, મરચાં ! હું તો આ હાલી.”

આખાબોલી અને અબૂધ કણબણ કાંબી-કડલાં રણકાવતી અને ફરડ ફરડ લૂગડાં ગજાવતી ચાલી નીકળી. વાંસે વૃદ્ધ સાસુએ એકલાં આખું ગામ સાંભળે તેમ બડબડ બોલ્યા જ કર્યું, અને આંહીં જ્યાં વહુ ગામ મેલીને છેટેરી નીકળી, તેમ ગોધમે ડુંગરેથી તીણી આંખો ફેરવતા ચાડિકાએ બહારવટિયાને કહ્યું કે “આપા ગીગા ! કોક ભતવારી જાય. જાડા જણનું ભાત લાગે છે.”

“હાં, દોડો. ભાત લઈ લ્યો, અને ઘરેણું હોય તો એ પણ હાથખરચી સાટુ ઠીક પડશે.”

બિલ્લીપગા બહારવટિયા દોડીને બાઈ આડા ફરી વળ્યા. એને પડકારી, “ઊભી રે,’ બાઈ !”

બંદૂકવાળા બોકાનીદારોને ભાળી ભે ખાઈ કણબણ થંભી ગઈ. “બાઈ, ઈ ઘરાણાં ને ઈ ભાત આંહીં હેઠે મેલીને હાલી જા, બાપ.” બહારવટિયાએ એક સૂંડી ભરાય તેટલાં સોનાંરૂપાં ભાળીને ભાન ગુમાવ્યું.

“તમે કોણ છો ?” કરડી આંખવાળા અને બીજાથી સવાયા પ્રભાવશાળી દેખાતા જણને બાઈએ બેસી ગયેલા અવાજે પૂછ્યું.

“હું ગીગો મૈયો. બાઈ ! તું વાર લગાડ એટલું નકામું છે. ઠાલી ચીથરાં શીદ ફાડછ ?”

“તમે પોતે જ ગીગા બાપુ ?”

“હા, હું બાપુ-ફાપુ નહિ, પણ ગીગો ખરો - અરે ગીગલો કહે તોય શું ? અમારે તો કામનું કામ છે ને ? અમારે મકરાણીનાં માથાં જોવે ને શાહુકારોનાં સોનાંરૂપાં જોવે. કાઢી દે ઝટ.”

“વોય માડી ! તયેં તો મારી કાળજીભી સાસુનું કહેવું સાચું પડ્યું!” એટલું કહીને કણબણ ચારેકોર જોવા લાગી.

“શું કહ્યું’તું તારી સાસુએ ? ઈયે અમારે સાંભળવું પડશે ? ઠીક બાઈ, કહી નાખજે ઝટ. અમે ભૂખ્યા છીએ.’

“મારી સાસુએ કહ્યું’તું કે આ ઘરાણાં ઠાંસીને જાછ તે તારો બાપ ગીગો બા’રવટિયો ગોધમેથી ઊતરીને લૂંટી લેશે ! મેં કહ્યું કે ભલે મારો બાપ ગીગો લૂંટી લ્યે.”

“મને તારો બાપ કહ્યો’તો તારી સાસુએ ? સાચોસાચ ?”

“હા, સાચોસાચ.”

“તયીં તો હું તારો બાપ ઠર્યો. ભાઈ જુવાનો ! હું બાપ થઈને આ દીકરીને લૂંટું ?”

“અરેરે, લૂંટાય કાંઈ ?”

“ઊલટાનું કાપડું દેવું જોવે ને ?”

“હા જ તો.”

“એલા ભાઈ, આપો એને મૂઠી ભરી કોરિયું. પણ એલી દીકરી, તું દીકરી ઠરી એટલે બાપ ભૂખ્યો હોય એને ખવરાવ તો ખરી ને ?”

“હા જ તો, બાપુ.”

“ત્યારે મેલી દે ભાતના રોટલા, અમે ગોધમે જઈને પેટ ઠારશું. છાશની દોણીય દઈ દેજે. તારી તાંસળી પાછી લઈ જા. દીકરીના ઘરનું ઠામડુંય મારે ન ખપે.”

“બાપુ, વધુ છાશરોટલા લઈ આવું ?’ હરખે ઊભરાતી કણબણે પૂછ્યું.

“ના. હવે તું આવતી નહિ, નકર કોક ખાટસવાદિયા તને લૂંટશે ને નામ ગીગાનું લેશે. ભાગવા માંડ ઝટ.”

ગીરના ગાળા વટાવતી એ ચારણીઆણીઓ ચાલી આવે છે. લોકો વાતો કહે છે કે બેય કાળીલા ગામની હતી. એક વહુ ને બીજી સાસુઃ એક જુવાન ને બીજી આધેડ ઉંમરનીઃ બેયને માથે કાળી ઝેબાણ કામળીઓ ઝૂલે છે. ઘેરા રંગનાં લૂગડાંમાં ગૌરવર્ણા મોઢાં અંધારતી સાંજના આથમણા રંગો જેવાં ખીલી ઊઠે છે. બરોબર બપોર માથે આવ્યો, વગડો વરાળો નાખવા માંડ્યો, અને સીમમાં પાંખી પાંખી વાડીઓના કોસ છૂટવા લાગ્યા, ત્યારે ચારણ્યો આદસંગ પાસે પાટી ગામને પાદરે આવી.

“ફુઈ ! તરસ લાગી છે.” જુવાનડીએ અધીરાઈ બતાવી.

“ભલેં બાપ ! હાલો આ ઝાંપા ઢૂકા ફળીમાં પી આવીએ.”

ગામ ઉજ્જડ છે. ઊભી બજારે એક પણ માણસ દેખાતું નથી. બોલાસ પણ ન મળે. પાદર પાસે મોટી ડેલી હતી. તેમાં દાખલ થઈને ચારણ્યો ઓસરીએ પહોંચી. લાંબી લાંબી એક જ ઓસરીએ ત્રણ-ચાર ઓરડા હતા, અને તેમાંથી છેલ્લા ઓરડામાં કાંઈક તૂટવાના ધડાકા થાતા લાગ્યા. સામે ઓરડે જઈને ઓસરી પાસે ઊભાં રહી મોટેરી ચારણ્યે અવાજ દીધો કે “કોક અમને વાટમાર્ગુને ટાઢાં પાણી પાજો, બાપ !”

ઓરડામાંથી એક આધેડ બાઈ બહાર નીકળી અને ઓસરીમાં પાણિયારું હતું ત્યાંથી કળશિયો ભરીને બન્ને મુસાફરોને પાણી પાયું.

“હાશ ! ખમ્મા તુંને દીકરી ! મારાં પેટ ઠર્યાં. તારાંય એવાં ઠરજો! અમૃત જેવું પાણી, હો !” એમ કહીને મોટેરી ચારણ્યે આશીર્વાદ આપ્યા અને છેલ્લે ઓરડે ધડાકા જોશભેર સંભળાવા લાગ્યા. ચારણ્યે બાઈને ચૂપ જોઈને પૂછ્યુંઃ “આ શું થાય છે ? આ ધડાકા ને આ ગોકીરા શેના છે, બાપ ?”

“કાંઈ નહિ, આઈ ! તમ તમારે હવે સિધાવો,” બોલતાં બોલતાં બાઈની આંખોમાં જળ ઊભરાણાં.

“અરે બાપ, તું કોચવાછ શીદ ? શી વાત છે ? કહે ઝટ. હું આંહીંથી તે વિના જોઈશ નહિ.”

ધડાકા ને હાકોટા વધે છે. “આઈ ! અમારાં ફૂટી ગયાં. અમને લૂંટે છે. તમે ઝટ મારગે ચડો.”

“અરે કોણ લૂંટે છે ?” જુવાન ચારણી આંખ રાતી કરતી પૂછે છે.

“ગીગલો મૈયો. પણ આઈ ! તમે તમારે મારગે પડો.”

મોટી ચારણ્યે જુવાન ચારણ્યની સામે જોયું. પલકારમાં બેયની આંખોએ જાણે સંતલસ કરી લીધી. મોટેરી ચારણ્ય ઓસરીએ ચડી. પાછળ જુવાનડીએ પગલાં માંડ્યાં. અંદર જઈને જોયું. બેઠી બેઠી બાઈઓ રુએ છે. બે પટારાઃ તાજા આણાના ઘરમાં આવ્યા હોય તેવા ચળકતાઃ પિત્તળને પતરે નકસી કરીને શણગારેલાઃ એવા બે પટારા ઓરડામાં પડ્યા છે. ચારણ્યો ઓરડે આવી એટલે જાણે ઘરમાં દીવા થયા. ઘેરે અવાજે ચારણ્યે પૂછ્યું, “તમારું જરજોખમ ક્યા ઓરડામાં છે, બાઈયું ?”

“આ ઓરડામાં, આઈ ! અમે હજી આણું વાળીને બાપને ઘેરથી હાલી આવીએ છીએ, ને હમણાં અમારાં અભરેભર્યા પટારા તૂટશે, આઈ !” જુવાન વહુઓ ફાળે જાતી જાતી છાનું છાનું કહેવા લાગી.

“તમારા મરદો - તમારાં ઓઢણાંના ધણી - ક્યાં ?”

“ભાગી ગયા - બા’રવટિયાની ભેથી.”

“ભાગી ગયા ? તમને મેલીને ? જાતે કેવાં ?”

“આયર.”

“હાય હાય જોગમાયા ! આયરોનું પાણી ગયું ?”

“આઈ ! તમે ઝટ નીકળી જાઓ.”

બેય ચારણ્યે એકબીજાની સામે જોયું; ફરી વાત કરી અક્કેક પટારા ઉપર અક્કેક ચડી બેઠી, કામળીઓ માથા પરથી ઉતારીને કેડ્યે વીંટી લીધી. મોવાળા મોકળા મેલ્યા. મોં ઉપર લટો રમવા માંડી ને આંખની અંદર લાલપ ઘૂંટાવા લાગી. મોટેરીએ આયરાણીઓને કહ્યું, “બાઈયું ! બે મોટા ઉપરવટણા લાવજો તો !”

પાણા આવ્યા. દસ-દસ શેરિયા પથ્થર. હાથમાં લઈને બેય જણીઓ બેઠી. ત્યાં તો બોકાસો ઢૂકડો આવ્યો. બુકાનીદાર લૂંટારા, ભેરવ જેવા ભયંકર, હાથમાં લાકડી, તરવારો ને ખભે બંદૂકો લઈ ઓરડે આવ્યા. નજર કરતાં જ ઓઝપાયા. થંભીને ઊભા થઈ રહ્યા. એકબીજા સામે નજરો નોંધી. વેશ ઉપરથી વરતી ગયા. અણસાર પણ ઓળખાઈ. અંદરોઅંદર વાતો કરીઃ ‘ચારણ્યું લાગે છે.’

“વાંધો નહીં, કહી જોઈએ. નીકર પછી એની પત્ય નહીં રાખીએ.” એક આદમીએ ચારણ્યોને વીનવી જોઈઃ “આઈયું ! અમે તમને પગે લાગીએ છીએ. હેઠાં ઊતરો.”

“બાપ !” ચારણી ઊંડે ગળે બોલી, “હેઠાં તો હવે આ ભવ ઊતરી

રીયાં.”

“તો અમારે બાવડે ઝાલીને ઉતારવાં જોશે.”

“તો તો બાપ ! લોહીએ તુંને ઘોળી જ દઈએ ને ?” એ વેણ જુવાનડીનાં હતાં. સાંભળતાં લૂંટારાનાં કઠોર હૈયાં પણ કાંપી ઊઠ્યાં.

“બોલાવો આપા ગીગાને,” એક જણે બીજાને કહ્યું.

ગીગો ગામમાં બીજે ઠેકાણે લૂંટતો હતો. ત્યાંથી આ ખબર સાંભળીને ઊપડતે પગલે આવી પહોંચ્યો. એણે ચંડીરૂપ ધરીને બેઠેલી બે ચારણ્યો દીઠી. એણે પાઘડીનો છેડો અંતરવાસ નાખીને હાથ જોડી વિનવણી કરી કે “આઈયું! દયા કરીને હેઠિયું ઊતરો, અમારે બહુ વપત્ય પડી છે. અમે બોડી બામણીને ખેતરે નથી આવ્યા. આ જ ખોરડાનો ધણી કુંભો વાઘ મને ન કહેવાનાં વેણ કહેવરાવતો હતો. અને આજ હું ઈ આયરુંનાં પાણી માપવા આવ્યો છું. તમારે ને એને શા લેવા દેવા ? ગીગો તમારે ચરણે તમે કહો ઈ ધરે. હેઠાં ઊતરો.”

“વિસામા ! બાપ, વિસામા !” ચારણીએ ઠપકામાં હેત ભેળવીને જવાબ દીધો. “વિસામા ! તું ગીગો આજ ઊઠીને અમને મોરાપાં ખાનારિયું માનછ ? અરે વિસામા ! આવડાં બધાં વેણ ?”

“આઈ ! કોઈ રીતે ઊતરો ?”

“પણ એવડું કારણ ?”

“વિસામા ! અમે વાટેથી આવીને આ ઘરનાં પાણી પીધાં.”

“પાણી પીધાં ? બસ, એટલા સાટુ ?”

“બસ બાપ ! પાણી પીધાં એટલા સાટુ.”

ગીગો ઊભો થઈ રહ્યો. એકેએક જણ અબોલ ઊભું છે. સહુના શ્વાસ સંભળાય છે. આગ ભાળીને વનમાં ભયંકર વનચરો પણ પૂંછડીઓ સંકોડી જાય તેવું આ લૂંટારાઓનું બની ગયું. થોડીક વાર થઈ. ચારણ્યે છેલ્લી વાર કહ્યુંઃ “ગીગા ! બાપ ! ઠાલો ખોટી મ થા. અમે પાણી પીધાં છે. અને હવે લૂંટ્યું એટલું લઈને ભાગવા માંડજે, ગીગા !”

ગામ ભાંગ્યા વગર ગીગો ચાલી નીકળ્યો. કેટલાય દિવસ સુધી એના મનમાં ભણકારા બોલતા રહ્યા, કે “વિસામા અમે એનાં પાણી પીધાં છે !’

રમજાન માસ પૂરો થઈને ઈદનું સવાર પડતું આવે છે. પ્રભાસપાટણથી ઈશાન ખૂણા તરફ એક માફાળું વેલડું ચાલ્યું જાય છે. અને વેલડા વાંસે એક પગવાળો વોળાવિયો ચાલ્યો આવે છેઃ પગના અંગૂઠાયે ન દેખાઈ જાય એવડો લાંબે અંગરખો પહેરેલો અને તે ઉપર કમરથી છાતી સુધી અરધાક તાકાની ભેટ બાંધેલીઃ એ ભેટમાં કટાર અને જમૈયા ધરબેલાંઃ ખભે ઢાલ, કેડે તરવાર અને હાથમાં જામગરીવાળી અમદાવાદી બંદૂક હતીઃ સિત્તર વરસ વટાવી ગયેલ બુઢ્ઢો વોળાવિયો પૂરી પરજથી વેલડાને પડખે વહ્યો આવે છે.

એની પછવાડે પછવાડે એક વૃદ્ધ બાઈ પોતાના બે વરસના દીકરાને તેડીને ચાલ્યાં આવે છે. બાળકના શરીર ઉપર શીતળાનાં તાજાં ચાઠાં છે. દાદીમા અને દીકરો, બેયનાં શરીર ગૌરવરણાં છે. કરચલિયાળી મુખમુદ્રામાંથી જૂના કાળની નાગરી ન્યાતની નમણાઈ અને જવાંમર્દી નીતરે છે.

“માજી ! હવે કેટલા દિવસ બાકી રહ્યા ?” બુઢ્ઢા વોળાવિયાએ ડોશીમાને રસ્તે ચાલતાં પૂછ્યું.

“આજ છેલ્લો જ દી છે, મિયાં ! આજ માતાજીની પાસે શિવપ્રસાદને છેલ્લી વાર પગે લગાડી આવીએ એટલે મારી બાધા છૂટી જાશે. તમને બરાબર રોજા મહિનામાં જ રોજ રોજ પંથ કરાવવો પડ્યો છે ના, તે મારો જીવ બળે છે, મિયાં !”

“અરે, શું બોલ છો, દાદીમા ? એમા ંક્યો મોટો પંથ પડી ગયો ? અને મારું ક્યાં એક પણ રોજું પડ્યું છે ? આપણે તો રોજ ભળકડે નીકળીએ છીએ ને દી ઊગ્યે તે પાછાં પાટણ ભેળાં થઈ જઈએ છીએ. એટલે મારે તો સરગી કરવામાં અને રોજું ખોલવામાં કાંઈયે નડતર થાતી નથી. બાકી ધરમ પાળવામાં તકલીફ તો પહેલી જ હોય ને ? તમે જુઓ ને, આટલી અવસ્થાએઃ સુંવાળાં માણસઃ ઓઝલપડદો પાળનારાંઃ તોય બેટાની સાટુ બાધા રાખી રોજ પગપાળાં બે-ત્રણ ગાઉની ગીર વીંધી શીતળાજીને જુવારવા આવો છો ! આસ્થા કાંઈ રસ્તામાં પડી છે, દાદીમા ?”

“આસ્થા તો શું, ભાઈ ? એ તો ઓલાદના એવા મોહ કુદરતે કરી મેલ્યા છે ને, મિયાં !”

આવી વાતો થાય છે. હિરણ નદી ગાજતી ગાજતી નજીક ને નજીક આવતી જાય છે. શીતળા માતાની દેરીની ધજા દેખાવા લાગી છે. અંદર દીપડા પડ્યા હોય એવી વંકી જગ્યા વીંટળાઈ વળી છે. માં એક ઘોડેસવાર આડો ફરીને ઊભો રહ્યો. હાથમાં બંદૂક હતી તે વોળાવિયા તરફ તાકીને બુઢ્ઢાં બાઈને કહ્યું, “પગનાં કડલાં કાઢી નાખો.”

બુઢ્ઢો વોળાવિયો મિયાં ધસીને વચ્ચે આવ્યો. બંદૂક ખભે ચડાવી. ઝીણી આંખે તાકીને પૂછ્યું કે “કોણ, જહાંગીરો કે ?”

“હા, ફરજલ્લા મિયાં ! હું જહાંગીરો. તમે કોરે ખસી જાવ. તમે સૈયદ છો.”

“હું ખસી જાઉં ? હું સૈયદબચ્ચો ખસી જાઉં, ને તું મારા ધણી દેસાઈની માનાં કડલાં ઉપર હાથ નાખે ?”

“મિયાં ! તમે સૈયદ છો. માગો, તો જવા દઉં.” બહારવટિયો બોલ્યો.

“ના ના બચ્ચા ! માગવા નથી નીકળ્યો. ઢાલ-તરવાર બાંધીને આવ્યો છું. હું ઉદેશંકર દેસાઈનો ચાકર. વાસ્તે જહાંગીરા, માટી થા !” બુઢ્ઢાએ બંદૂક છાતીએ ચડાવી.

બેટા સોતાં માજીએ આડા ફરીને પોતાના નેકીદાર નોકરને કહ્યું, “મિયાં ! તમે રેવા દ્યો. આજ ઈદ જેવા મોટા દિવસે મારાં બે કોડીનાં કડલાં સાટુ સૈયદના દીકરા મરે તો મારે દુનિયામાં જીવવું ભારી થઈ પડે.”

“અરે, આ શું બોલો છો, માજી ?” મિયાંના મોં ઉપર બોંતેર વરસની નિમકહલાલી તરવરી આવી. “બે દોકડાનો જહાંગીરો માજીનાં કડલાં કાઢી જાય તો મેં ત્રીસ વરસનું ખાધેલું નિમક આજ ઈદને દા’ડે ધૂળે મળી જાયને !”

માજીની આંખોમાં જળજળિયાં આવી ગયાં. લૂંટારાની સામે જોઈને માજીએ પોતાના બોખલા મોંમાંથી મોતીના દાણા જેવાં વેણ પડતાં મૂક્યાં, “જહાંગીરા ! તુંયે મુસલમાનનો દીકરો છો. આજનો દિવસ મિયાંનું વચન રાખ. નીકર મારાં ધોળાં લાજશે.”

જહાંગીરો પીગળતો લાગ્યો. એટલે ચતુર નાગરાણીએ આગળ ચલાવ્યું, “જા, દીકરા, ચાલતો થા ! કડલાં હું તને કાલે દઈ મેલીશ. તું મારા પાટણનો રહીશ. તારા માથે વસમા દી આવ્યા છે એ અમે જાણીએ છીએ. બેમાંથી કોઈને હું નહિ મરવા દઉં. જો, હું દેસાઈ કુળમાં પાકી છું. બોલ્યું નહિ ફરું.”

જહાંગીરાને પૂરી ઓળખાણ પડી ગઈ. બહારવટિયો બહુ ભોંઠો પડ્યો. મૂંગો મૂંગો ઘોડી વાળીને ચાલ્યો ગયો. આ જહાંગીરો મૂળ તો પાટણનો ખેડૂતઃ પછી ભયાતોમાં જ જમીનનો વાંધો પડ્યો તેમાં બહારવટે નીકળેલો અને પછી તો કેટલાક ડાહ્યા માણસોએ વચ્ચે પડી રાજ સાથે એનું સમાધાન કરાવેલું. પોતે પાછો પાટણમાં ખેડ કરવા માંડેલો.

એ જહાંગીરાએ એક વાર ખાનદાની ખોઈ બેસી ગીગલાને લાખ રૂપિયાની ખોટ ખવરાવી હતી. ગીગાનો દી વાંકો બેઠેલ એટલે વણસમજ્યો એય મૂરખા જહાંગીરાનો દોર્યો દોરાણો. નાઘેર પંથકમાં ગોરખનાથજીની ગોરખમઢીની જગ્યાનો બાર ગામનો ગરાસઃ એ ગરાસે મહંતના બે ચેલકાઓ વચ્ચે ઝઘડો સળગાવ્યો. એક ચેલકાએ બીજાને ઉકેલી નાખવાનો તાલ રચ્યો. જહાંગીરાને કામ સોંપાણું. જહાંગીરાએ ગીગલાના બહારવટાની ઓથે એ કાળું કામ કરી નાખવાનું માથે લીધું. મહંતના અજોઠા ગામને ભાંગવા જહાંગીરો ગીગલાને તેડી લાવ્યો. વાળુ ટાણે અજોઠામં મહિયાઓની હાકલ પડી. પણ સારે ભાગ્યે બજારમાં જ ગીગાને એક બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે ગીગાને કહ્યું કે ‘ફટ છે તને, ગીગા ! ધરમનો થાંભલો ગીગો ઊઠીને ભેખ મારા આવ્યો છો?’

ગીગો ચમક્યો. ગરદન ફેરવીને જહાંગીરાને પૂછ્યું, “કાં ભેરુ ! આ શી રમત છે ?”

ગીગલાની કરડી આંખ જહાંગીરાના કલેજામાં પેસી ગઈ. સાચી વાત આપોઆપ બહાર આવી ગઈ.

“ગોર !” ગીગો બ્રાહ્મણ તરફ વળ્યો, “તમે મારું સત-માતમ રખાવ્યું. તમને રંગ છે. ને જહાંગીરા ! તને ફટકાર છે.”

એટલું કહીને ગીગો બહાર નીકળ્યો. એણે સીમાડે જઈને કાંઈક વિચાર કરી લીધો. પોતાના ભાઈ પુનિયાને કહ્યું કે ‘નાઘેરમાં આવ્યા છીએ તો ઠાલે હાથે નથી જવું. હાલો બીજ માથે પડીએ.’

નાઘેરમાં સરસ્વતી નદીને કાંઠે બીજ નામનું ગામડું છે. જેવું એનું નામ એવી જ એની રૂડપ. લોકો પહેલા પહોરની મીઠી નીંદરમાં પડેલા. તે વખતે લૂંટારા છાનામાના ગામમાં પેસી ગયા. સડેડાટ સરકારી ઉતારા પર પહોંચ્યા. ભેળો જાણભેદુ હતો તેને પૂછ્યું કે “ઓસરીએ ઈ ઊંચા ઢોલિયા ઉપર કોણ સૂતું છે ?”

“પાટણવાળા દેસાઈ ઉદેશંકર.”

“ઉદેશંમર કાકો ? તયીં તો સાવધાન રે’વા જેવું. જો જાગી ગયો તો ઈ નાગરબચ્ચો આપણા પાંચને ઠામ રાખશે.”

હળવે પેંતરે ઢોલીએ પહોંચી જઈને ગીગલો એ સૂતેલા પડછંદ આદમીની

છાતી ઉપર ઉઘાડો જમૈયો લઈ ચડી બેઠો. ઊંઘણો આદમી જાગ્યો. અંધારે તારાના

તેજમાં છાતી ઉપરનો માણસ ઓળખાયો નહિ. પૂછ્યું, “કોણ તું ?”

“ઉદેશંકર કાકા ! ન ઓળખ્યો મને ?”

“ગીગલો કે ? હે કમતિયા ! મારે ને તારે શું વેર કે આમ ચોરટાની જેમ છાતીએ ચડી બેઠો ? હે બાયલા ! પડકારીને ન આવી શક્યો ? મરદનાં પારખાં તો થાત !”

“કાકા, મારે ક્યાં તમારી હારે વેર છે ? તમે તો સોમનાથજીના ગણ છો. પણ તમે એકવચની અને ધરમવાળા કહેવાઓ છો એટલે તમને મારા અંતરની બે વાતું કહેવા આવ્યો છું.”

“તો કહે.”

“ના, આંહીં નહિ. ગામ બહાર હાલો.”

“ભલે, હાલો.”

અંધારે અંધારે ઉદયશંકર દેસાઈએ પોતાની ડોકમાંથી હેમનો સાતસરો હાર સેરવીને ઢોલિયા નીચે પાડી નાખ્યો. પોતે ઊભા થયા. લૂગડાં પહેરવા લાગ્યા.

એટલો બોલાસ થતાં તો આઘેરે ખાટલેથી એક આદમીએ જાગીને પડકાર દીધો કે “કોણ છે એ ઉતારામાં ?”

“આદમ મકરાણી !” ઉદયશંકર દેસાઈએ ઉત્તર, દીધો, “કોઈ નથી. સૂઈ જાવ તમે તમારે.”

દેસાઈનો વફાદાર અને શૂરો વિલાયતી આદમ જમાદાર સમજી ગયો. બંદૂક લઈને દોડ્યો. કોઠા માથે ચડી ગયો. ઉપરાઉપરી બંદૂક નીરવા લાગ્યો. મહિયા જોઈ રહ્યા. ને વખાણ કરવા લાગ્યા કે ‘વાહ લોંઠકાઈ ! ખરો માટી!’ પણ એક મહિયા જુવાને પાછળથી ચડી, પગ ઝાલી આદમને ઝીંક્યો. ઝીંકીને દાબી દીધો. દબાયેલો આદમ મહિયાઓને મોં ફાટતી ગાળો કાઢવા માંડ્યો.

ગાળો સાંભળીને પૂને મહિયે કહ્યું, “એ જમાદાર! મરદ થા. ગાળ્યું મ કાઢ.”

પણ આદમની જીભ ન અટકી, ત્યારે ગીગાએ કહ્યું, “પૂના ! એ પોતે તો બહાદરિયો છે, પણ જીભ જ અવળચંડી છે. માટે એ રાંડ જીભને જરા જામગરી ચાંપજે.”

આદમની જીભને ટેરવે પૂને જામગરીનો ડામ દીધો. આદમ ચૂપ થયો. એટલામાં પૂનાને કાંઈક વહેમ આવતાં તેણે દેસાઈના પલંગ હેઠળ બરછી ફેરવી. ફેરવતાંની વાર જ અંધારે ચીસ પડી કે ‘એ બાપા ! મને મારો મા. આ લ્યો, આ દેસાઈનો અછોડો.’

પલંગ નીચે છુપાનાર એક માળી હતો. એને પૂનાએ બહાર ખેંચ્યો. એના હાથમાંથી ઉદયશંકર દેસાઈનો સેરવી નાખેલો હેમનો હાર ઝૂંટવી પૂને મહિયે થપ્પડ મારી કહ્યું કે ‘હે નિમકહરામ ! તારા ધણીના હાર સાટુ બરછી પણ ન ખમી શક્યો ?’

આખો દાયરો દેસાઈને લઈને ગીર તરફ ગયો. સારી પેઠે આઘા આવ્યા પછી ગીગાએ દેસાઈને કહ્યું કે “કાા ! મારા પેટની આટલી જ વાત કહેવી હતી કે મારું અકાળે મોત થાશે. પણ મારે દીકરા નથી એટલે મારી ઉત્તરક્રિયાનો બંદોબસ્ત કરું. તમે ધરમવાળા છો તે પાણી મેલો કે મારી વાંસે બ્રાહ્મણ જમાડશો. આટલું કરો તો મારા પેટમાં ટાઢક થાય.”

દાંત કાઢીને દેસાઈએ કહ્યું, “ગીગા, આટલા સારુ આવડી ખટપટ કરી ? હાલતે રસ્તે કહેવરાવ્યું હોત તોય હું ન કરી નાખત !”

“બસ, કાકા, હવે પધારો. કોઈ તમારું નામ ન લ્યે.”

“રામ રામ, ગીગા !”

દેસાઈ ચાલ્યા ગયા. સવાર પડ્યું ત્યારે ગીગાએ પૂનાને ખભે લટકતી રૂપિયા જડેલ, પટાવાળી એક નવી તરવાર દીઠી. પૂછ્યું, “પૂના, આ તરવાર ક્યાંથી ?”

“દેસાઈની. ઉતારામાંથી કમાણા.”

“ઠીક ! ઈ હાર ને ઈ તરવાર મારી પાસે લાવો.”

બહારવટું ખેડતાં પાંચ વરસ પૂરાં થવા આવ્યાં, અને ગીગાના મોતની સજાઈ પથરાવા માંડી. માણસનાં પાપ માણસને માયલી કોરથી ખાઈ રહ્યાં હોય છે એની ખબર એને નથી હોતી. ગીગાને પણ મરવું તો હતું જ, એટલે માઝા મેલીને ગામડાં ભાંગતો હતો. એમાં એને એક સંધી મળ્યો. સંધી ગીરમાં ઘાસચારાનું એક સારું ઠેકાણું જોઈને પોતાનો માલ ચારવા જાય. પણ એક ચારણનું મવાડુંયે ત્યાં આવીને હંમેશાં પડે. આમ ઘાસચારામાં ભાગ પડે એ સંધીને ગમે નહિ. ચારણોનું કાસળ કાઢવા માટે સંધી ગીગા ભેળો ભળ્યો અને થોડાંક ગામતરાં પછી એણે ગીગાને કહ્યું કે “ગીગા, હવે એક મારું ગામતરું તો કરવું જોવે ને, ભાઈ ?”

ગીગો કહે, “ભલે, હાલો.”

ગીગાને ગંધ પણ નહિ કે સંધી કોના ઉપર તેડી જાય છે.

આખી ટોળી ગીરના એક નેસડા ઉપર આવી પહોંચી. ગીગાએ માન્યું કે નેસ આયરનો, કાં રબારીનો હશે. કાળી રાતે લૂંટ માંડી અને કાળો કળેળાટ બોલ્યો. પોતે લૂંટે છે ત્યાં કાને અવાજ પડ્યો કે “આપા ગીગા ! અમારે માથે ? ગાયુંને માથે ? તુંને આંહીં કોણ તારો કાળ તેડી લાવ્યો ?’

ગીગાએ મીટ માંડી. લોબડિયાળી ચારણ્યો દીઠી. પૂછ્યું, “તમે કોણ છો ?”

“અમે તારાં કળીયાં, બાપ ! અમે ચારણ્યું.”

ગીગાને ભાન આવ્યું. હાકલ પાડી કે “આપણને છેતરનાર ઓલ્યા સંધીને ઝાલજો, ભાઈ.”

પણ સંધી તો ગીગાને પાપમાં ધકેલીને ભાગી નીકળ્યો હતો.

તુંને તારો કાળ તેડી લાવ્યો ! એ વચન ગીગાના માથામાં ગાજતું હતું. કાળી રાતને અંધારે પણ પોતાનું કાળું પાપ જાણે એને નજરોનજર તરવરતું દેખાણું. લૂંટનો ઢગલો ગીગાએ પાછો મુકાવ્યો. હાથ જોડીને બોલ્યો, “આઈયું ! તમે મને શારાપ્યો. હવે મને માફી આપો.”

“બાપ ! વિસામા !” ચારણ્યો બોલી, “અમે મૂઠ્ય થોડી નાખી છે તે વાળી લઈએ ! અમારી તો આંતરડી બોલી છે. એમ બીજું કાંઈ નથી જાણતાં.”

“ઠીક આઈયું ! તો પછી આ મારાં હથિયાર તમારે પગે ધરું છું. હવે તો તમે તમારે હાથે બંધાવો તો જ બાંધવાં છે.”

“ના, ના, ના. અમે કોઈનાં હથિયાર ન છોડાવીએ, મારા વીર ! મહા પાપમાં પડીએ. લઈ જા તારાં પાછાં.”

એમ કહીને ચારણ્યોએ પોતાને હાથે ગીગાને હથિયાર પાછાં બંધાવ્યાં અને કહ્યું, “ગીગા, આટલું એક નીમ રાખજે. એક મહિના સુધી ગામતરે ચડીશ મા. મહિના પછી તેર ચારણ્ય કુંવારકાને જમાડજે. જોગમાયા તારાં રખવાળાં કરશે.”

ગીગો ચાલી નીકળ્યો. એનું હૈયું ડંખવા લાગ્યું હતું. બહારવટાનાં પાપ એની આંખ સામે ઓળારૂપે ઊભાં થયાં હતાં. મનના સંતાપ શમાવવા માટે ગીર છોડીને પોતે કોઈ ગામમાં પોતાના એક ફરીક જાતના ગામેતી ભાઈબંધ મોરલીશાને ઘેર આવ્યો ને ત્યાં છુપાઈને રહેવા લાગ્યો.

થોડે દિવસે મોરલીશાનાં લગ્ન થતાં હતાં. જાન માંગરોળ ગામે જવાની હતી. મોરલીશાએ ગીગાને કહ્યું, “ગીગા મહિયા, તમારે જાનમાં આવવું જોશે.”

“ભાઈ ! મને લઈ જવો રે’વા દે. ચારણ્યુંએ મને એક મહિના સુધી ગામતરે ન ચડવાનું નીમ દીધું છે.”

“અરે યાર ! એ તો ગામ ભાંગવા જવાનું નીમ અને આ તો જાનમાં આવવાનું છે. એમનાં નીમ આડે ન આવે.”

“પણ ભાઈ ! વખત છે ને હું ઓળખાઈ જઈશ તો બીજું તો કાંઈ નહિ, પણ તારો વિવાહ વણસી જશે.”

“કોઈ નહિ ઓળખે, હાલો. બાકી ગીગો જાનમાં ન હોય તો મારે પરણવા જવું હરામ છે.”

ગીગો મિત્રની જાનમાં ચાલ્યો. બહારવટિયો વતું કરાવે નહિ, અને લૂગડાં પણ લીલી અતલસનાં પહેરે, એટલે લાગે ફકીર જેવો. કોઈ ઓળખે તેમ નહોતું. પણ જાન તરફથી માંગરોળમાં એક દાયરો કરવામાં આવ્યો. ગામના કસુંબો લેનાર તમામ માણસોને દાયરે કસુંબો પીવા આવવાનું નોતરું દેવાણું. એમાં શેરગઢ ગામનો દયારામ નામ એક બ્રાહ્મણ પણ બંધાણી હોવાથી જઈ ચડ્યો. મહિયાના મુલકમાં રહેનાર એ બ્રાહ્મણે ગીગા મહિયાનું મોં ઓળખ્યું. બોલી ઊઠ્યો, “ઓહો, ગીગા મકા ! તમે આંહીં !”

“ચૂપ !” ગીગાએ નાક ઉપર આંગળી મૂકી.

પણ દાયરામાં એ વાત અછતી ન રહી. રાજદરબારમાં ખબર પહોંચી ગયા અને રાજખાતામાં મસલત ચાલીઃ ‘શી રીતે ઝાલવો એને ? જીવતો તો ઝલાશે નહિ. ઉઘાડે ધિંગાણે તો આપણા કૈંક જણ ઊડી જશે. માટે પહેલા ંતો એને બેભાન બનાવો.’

આંહીં દાયરો ચાલે છે, ત્યાં તો મોરલીશા જમીનદારના માનમાં રાજ તરફથી દારૂ, માજમ, મફર વગેરે કેફી પદાર્થોની બનાવેલી મીઠાઈઓના ખૂમચા આવવા લાગ્યા. આગ્રહ કરી કરીને સહુને ખવરાવવા લાગ્યા. ગીગો દારૂ નહોતો પીતો પણ તે દિવસના ગુલતાનમાં એણે હદ બહારનો કેફ કર્યો. બહારવટિયો અને એના માણસો કેફમાં બૂડાંબૂડાં થઈ ગયા. હવે એ લોકો હથિયાર ચલાવી શકે તેમ નથી એવી બાતમી પહોંચતા તો દરબારી ગિસ્ત ભરીબંદૂકે છૂટી.

‘ગીગા મહિયા ! દગો ! ગિસ્ત આવી !’ એવી બૂમ પડી. ઘેનમાં ચકચૂર બહારવટિયા ચમક્યા, લથડિયાં લેતા ઊઠ્યા. ઊગમણે દરવાજે ભાગ્યા. બીકને લીધે કેફ થોડો કમી થયો, પણ ગિસ્ત એનાં પગલાં દબાવતી દોડી. બરાબર મખદૂમ જહાનિયા પીરની દરગાહ પાસે બેહોશ થઈ ને ગીગો ઊભો રહ્યો. બીજા બધા આંબલી પર ચડી ગયા અને પોતે ગિસ્ત આવી પહોંચે તે પહેલાં પોતાને જ હાથે પેટ તરવાર ખાઈ ઢળી પડ્યો. ગિસ્તના માણસો આવી પહોંચ્યા ત્યારે ગીગો છેલ્લા શ્વાસ લેતો હતો. ઓચિંતું એને કાંઈક યાદ આવ્યું. એણે પડકારીને કહ્યું કે “ભાઈઓ, તમે સિપાહીના દીકરા છો; હું કરજમાં ન મરું એટલા સારુ વીનવું છું કે આ હાર અને આ તરવાર પાટણવાળા દેસાઈ ઉદેશંકરકાકાને પાછાં પોગાડજો ! કહેજો કે તે દી રાતે બીજ ગામેથી ગીગલો ચોરી ગયેલો.”

૧ સૈયદ મખદૂમ જહાનિયા, સૈયદ સિકંદર જહાનિયા વગેરે માંગરોળમાં પહેલા મુસલમાન સંતો અને શાહઆલમ સાહેબના શિષ્યો હતા. તેમને મળેલું ગામ મક્તમપોર પહેલાં દેવલપુર કહેવાતું. રા’મંડળિક પર મહમૂદ બેગડાને ચડાવી લાવનાર એ લોકો જ હતા એમ કહેવાય છે.

પોતાના ગળામાંથી નવસરો હેમનો હાર અને કમ્મરમાંથી રૂપિયાજડિત પટાવાળી તરવાર ઉતારીને ગીગાએ ધરતી પર ઢગલો કર્યો.૧ તે પછી તરત એના શ્વાસ છૂટી ગયા. બીજાઓને પણ ગિસ્તે આંબલી પરથી બંદૂક મારી મારીને પછાડ્યા.

૧ આ હાર ને તરવાર દેસાઈ ઉદયશંકરને કોઈએ નહોતાં પહોંચાડ્યાં એટલે દેસાઈએ અરજ હેવાલ કરતાં અજાબ મુકામે પોલિટિકલ એજન્ટ કૅપ્ટન લૅન્ગ મારફત તરવાર પાછી મળી. પણ હાર તો સિપાઈઓએ લૂંટમાં વહેંચી ખાધેલો, તેથી તેની કિંમતનાં રોકડ નાણાં મળ્યાં. એ નાણાં આ એકવચની નાગરે ગીગા મહિયાની પાછળ ધર્માદામાં ખરચી નાખ્યાં હતાં. આ દેસાઈ કુટુંબની જવાંમર્દી આ વૃત્તાંતોમાં ઠેર ઠેર ઝલકે છે. આગળ આલેખેલાં નાગરાણી તે આ ઉદયશંકરનાં જ માતૃશ્રી; અને કાદુની કથામાં હરભાઈ નામનું પાત્ર તે આ ઉદયશંકરના જ પુત્ર.

આ દેકારાની અંદર ગિસ્તની પછવાડે જ મોરલીશા ચાલ્યો આવતો હતો. આવીને એ ગીગાની લાશ પર ઊભો રહ્યો. આંખો બીડીને થોડી વાર એણે ધ્યાન ધર્યું, ને પછી એણે ગીગાની જ તરવાર એ લાશ પરથી ઉપાડી.

“હાં ! હાં ! હાં ! બાપુ !” કહીને માણસોએ એના હાથ ઝાલ્યા.

“તમે ખસી જાઓ, ભાઈ ! જીદ મરો મા. આજ મારે બાંધ્યે મીંઢોળે જ ગીગાની ભેળા થઈ જવું જોએ.”

હાથ છોડાવી મોરલીશાએ પેટ તરવાર નાખી. ગીગાની લાશ ઉપર જ પોતે પ્રાણ છોડ્યા. સંવત ૧૯૧૩ની આ વાત.”

“આવાં આવાં ઘેલૂડાં એ જુગનાં માનવી હતાં, ભાઈ ! મોતની ભારી મીઠું કરી જાણતા. મેં તો તમને બેય જાતનાં મોત વર્ણવી દેખાડ્યાં. બેમાંથી ક્યું ચડે એ તો તમે સમજો. આ અમારો ઇતિહાસ.”

“આટલો બધો ઇતિહાસ તમને કડકડાટ મોઢે ?” મહેમાન જાણે સ્વપ્નમાંથી જાગ્યો.

“અમે તો, ભાઈ, અભણ માણસ. અમારા ઘરની વાતો અમે ક્યાં જઈ આલેખીએ ? ક્યાં જઈ વાંચીએ ? એટલે કાળજાની કોર ઉપર કોતરીને રાખીએ છીએ, છોકરાંઓને અને બાયુંને શીખવીએ છીએ. ને તમ જેવા કોઈ ખાનદાન આવે તો એને અંતર ખોલીને સંભળાવીએ છીએ. બાકી તો, આજ આ વાતોને માનવાયે કોણ બેઠું છે ? અને સહુને કાંઈ પેટ થોડું દેવાય છે ? આજે તો ચોય ફરતો દા’ બળે છે.”

ઓચિંતાની ઘોડીઓએ હાવળ દીધી. ભૂતકાળના ઇતિહાસમાં ભમતો મહિયો જુવાન ઝબકીને પાછો ભાનમાં આવ્યો. ગામનો કોઠો કળાણો.

કોઠા ઉપર બેઠું બેઠું અધરાતે એક ઘુવડ બોલતું હતુંઃ મુએલાને સંભારી સંભારીને મા જાણે મરશિયા ગાતી હતી !

કાદુ મકરાણી

(સંવત ૧૯૩૯-૧૯૪૧ : ઈ.સ. ૧૮૮૩-૧૮૮પ)

ઇતિહાસમાં ઉલ્લેખ

કીનકેઈડ કૃત ‘અઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં એક શબ્દ પણ નથી. મરહૂમ જસ્ટિમ બીમન (બૉમ્બે હાઈકોર્ટ) પોતાના ‘રીક્લેકશન્સ ઑફ ઓલ્ડ ડેઝ ઈન કાઠિયાવાડ’ નામના લેખમાં (‘સાંજ વર્તમાન’, ન્યુ ઈયર નંબર : ૧૯૧૦) લખે છે કે : “દ્ભટ્ઠઙ્ઘૈિ મ્ટ્ઠાજર ર્ંર્, ષ્ઠિેીઙ્મ ટ્ઠહઙ્ઘ રઅર્ષ્ઠિૈૈંષ્ઠટ્ઠઙ્મ ટ્ઠજ ઇટ્ઠૈઙ્ઘી, હ્વેં ર્હં ર્જ ર્ષ્ઠુટ્ઠઙ્ઘિઙ્મઅ, ંરી ીંિર્િિ ર્કિ ર્દ્બિી ંરટ્ઠહર્ હી અીટ્ઠિર્ ક ંરી ય્ૈિ ત્નેહખ્તઙ્મી ટ્ઠહઙ્ઘ ંરી ઙ્મટ્ઠૈહજ ંરટ્ઠં કિૈહખ્તીઙ્ઘ ૈં.”

તે ઉપરાંતનું એમનું લખાણ આ વૃત્તાંતમાં છૂટક છૂટક ફૂટનોટો તરીકે મુકાયેલ છે.

કૅપ્ટન બેલ કૃત ‘હિસ્ટરી ઓફ કાઠિયાવાડ’માં ર૪૧-ર૪રમા પાનાં પર ટૂંકો ઉલ્લેખ છે. તેની મતલબ એટલી જ છે કે :

૧. ઇણાજ ગામનો ભોગવટો કરનાર મકરાણીઓએ રાજ્યથી સ્વતંત્ર થવાનો દાવો કર્યો. તેઓએ અમુક ઇણાજવાસીએ કરેલા ગંભીર ગુનાની તપાસ માટે ત્યાં જનાર જૂનાગઢ પોલીસને પ્રવેશ કરવા ન દીધો.

ર. રાજ્યે પોતાના હકના રક્ષણ માટે એજન્સીની મદદ માગી. મકરાણીઓને ચેતવણીનો સંદેશો મોકલ્યો. તેઓએ કાસદનું અપમાન કર્યું.

૩. ઈ.સ. ૧૯૯૪ના ઑગસ્ટ માસની ચોથી તારીખે સાઠ સવાર અને દોઢસો પાયદળની ફોજ ઇણાજ પર મોકલવામાં આવી. કર્નલ સ્કૉટ સાથે ગયો. પચીસ મકરાણી અગ્રેસરોને હથિયાર છોડવા ને જૂનાગઢની હકૂમત સ્વીકારવા કહાવ્યું. મકરાણીઓ હા કહીને પાછા ફરી ગયા. ફોજ પર ગોળીબાર કર્યો. છેવટે ફોજે ગામને ઉડાવ્યું. મકરાણીઓને પક્ષે છ મરાયા. ત્રણ ઘવાયા. ફોજ પૈકી સાત મરાયા ને પંદર ઘવાયા.

૪. છ-સાત મકરાણીઓ ભાગી છૂટ્યા, બહારવટે નીકળ્યા. તેઓએ ૮૧ ગામડાં ભાંગ્યાં, ર૧ ખૂનો કર્યાં, ને ૯૮ નાક કાપ્યાં.

પ. ૧૮૮૭માં તેઓ મકરાણ તરફ ભાગી જતાં પકડાયા. તેઓને ફાંસીની સજા મળી.

ઇણાજનો નાશ

“કાલે અહીંયાં તોપો મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ !”

જૂનાગઢનું રાજ હતુંઃ વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતોઃ વેરાવળથી પાંચ ગાઉ ઉપર ઇણાજ નામનું ગામડું હતું. એ ગામની અંદર સંવત ૧૯૩૯ના ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારે આ શબ્દો પડ્યા. બોલનારનું નામ જમાદાર અમલીમહમદઃ જાતે રિન્દ-બલોચ મકરાણી હતો. ઇણોજનો એ ગામેતી હતો. આધેડ અવસ્થા હતી. પોતાની વસ્તીને ભેળી કરીને આજે ભર્યે ભાદરવે એણે આજ્ઞા દીધી કે “ભાઈ સામત સોલંકી, પૂંજા આયર, ફૂલી ડોશી, તમે સહુ આજ ને આજ તમારાં ઢોરઢાંખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ. કાલે આંહીં તોપો ચાલશે.”

“ભલે ને તોપું ચાલતી, બાપુ ! અમે તમને મેલીને કેમ જાયેં ?” અલીમહમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિંમત બતાવી. વસ્તીનાં લોકો કેટલાયે દિવસથી આખો મામલો સમજ્યે જતાં હતાં અને આજે તેઓને અલીમહમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો. એ અરસામાં આવી વસ્તી-ગણતરીઃ સને ૧૮૮૧નું વર્ષઃ ગામનાં

“નાભાઈ, ભીંત હેઠળ ભીંસાઈને તમારે મરવાની જરૂર નથી. મારા તો મુકદ્દરમાં હશે તે થાશે. તમે સહુ નીકળી જાઓ. આજ ને આજ ક્યાંઈક પડખેનાં ગામોમાં પહોંચી જાઓ.”

“બાપુ ! અમે નીકળીએ તો ઇણાજ લાજે.”

“ઇણાજ નહિ લાજે. હું ઠીક કહું છું. મારે કાંઈ ધીંગાણે ઊતરવું નથી. સરકાર સામે લડાઈ નથી માંડવી. હું તો મરવા માગું છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો આંહીં બેઠો છું. તમે ફિકર કરો મા. જાઓ જલદી. ગામલોકોને સમજાવીને ઝટ બહાર નિકાલો.”

વાતો કહેતાં કહેતાં અલીમહમદના હાથમાં તસબી ફરી રહી હતી. અવાજમાં ઉશ્કેરાટ નહોતો. આંખોમાં રોષની નહિ, પણ વેદનાની લાલપ ભરી હતી.

ગામની અંદર વાત પ્રસરી ગઈ. ગામેતીની શિખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો-ભેંસો ખીલેથી છોડી, આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સહુ અલીમહમદને રામ રામ કરી, રોતાં રોતાં બહાર નીકળ્યાં. અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં, આ પાદર, આ વડલા ને આ પંખીડાં, કોઈ નહિ હોય, આપણું ઇણાજ પડીને પાદર થશે, એ વિચાર કરતાં કરતાં, ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં, લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં. પડ્યાં રહેનારમાં એક સામત સોલંકી, બીજો પૂંજા વાલા આયર, ત્રીજી ફૂલી ડોશી લુવાણી, ચોથો બોદો ઢેઢ, પાંચમો કિસો મેતર વગેરે જણ હતાં. એને પણ ગામેતીએ પૂછ્યું, “તમે શા માટે પડ્ય ંછો ?”

“બાપુ !” પોતાની ડગમગતી ડોકને સ્થિર રાખવા મહેનત કરતી ફૂલી ડોશી બોલી, “અમારે ભાગીને શું કરવું છે ? મડાંને વીજળીનો ભો કેવો? ટાંટિયા ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઊડીએ તો સદ્‌ગતિએ જવાય ને ! અમે તો આંહીં જ પડ્યાં છીએ, ભલે આવતી તોપું.”

“બેટા અબ્દરહેમાન !” અલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું, “આપણા ભાઈ-ભત્રીજાને આજ ને આજ ભેળા કરો. તરસૂલીએથી ભાણેજોને - એમનાબૂના ત્રણેય દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ ને - તેડાવી લ્યો.”

“પણ અબાજાન ! એની સાથે તો અદાવત છે ને ?”

“હવે અદાવત ખતમ થાય છે. ખુદાને ઘેર જાતાં જાતાં દોસ્તી કરી લેવા માગું છું. જલદી સાંઢિયો રવાના કરો.”

“બીજા કોને ?”

“જમાદાર સાહેબદાદને સનવાવ ખબર ભેજો.”

“સનાવાવ તો અઢાર ગાઉ થાય. કોણ મજલ કરી શકશે ?”

“આપણા કરસનજી ગામોટ કરી શકશે. એને દોટાવો. અને અમરાપર ભાઈ કાદરબક્ષ તથા અબાબકરને કહેવરાવો. છેલ્લી વારનો કુટુંબમેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હશું.”

નોખનોખી દિશાઓમાં ખેપિયા છૂટી ગયા છે. મોહબતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે, અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ ઇણાજ ઉપર ચડતી હોવાના સમાચાર મળે છે. જમાદાર અમલીમહમદની બધી આશા આથમી ગઈ. એ પોતાના ઓઝલને ઓરડે ચાલ્યો. પોતાની બીબી અમનને પૂછ્યું, “બોલો, તમારી શી મરજી છે ? બાલબચ્ચાંને લઈ ચાલ્યાં જાઓ તો હું ખરચી આપું. આપણા વતન મકરાણ ભેગાં થઈ જાઓ.”

“અને તમે ?”

“હું અહીં ઘરઆંગણે મરીશ. કાલે આંહીં કતલ ચાલશે.”

“ખાવંદ ! ચાલીસ વરસથી તમાીર સોડ્ય વેઠનારને આજે તમે એકલી જાન બચાવવાનું કહીને ક્યા વેરનો બદલો લઈ રહ્યા છો ? મને શું મરતાં નથી આવડતું ? હું બલોચની બેટી છું, બલોચની ઓરત છું, બલોચની જનેતા છું.”

“પણ બીબી ! તમારે આંહીં બહુ બૂરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો ઓરડો ફૂંકાવી દઈશ મારાં બાલબચ્ચાંને રાજાના હાથમાં જવા નહિ દઉં. હું રિન્દ-બલોચ છું.”

“આપને ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારું છેલ્લું ઠેકાણું તો ઓરડો જ છે.”

ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથિયાર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.

સવાર પડતાં જ તેડાવ્યા હતા તે પિતરાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતાઃ અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર; તરસૂલીએથી પોતાની બહેન એમણાબૂ અને બનેવી લશ્કરાનના ત્રણ દીકરા ફકીરમામદ, દીનમામદ અને અલાદાદ; સનવાવથી જમાદાર સાહેબદાદ તથા તેનો ચૌદ વરસનો દીકરો ગુલમહમદ, પોતાના પાંચ દીકરા વજીરમામદ, અબ્દરહેમાન; મહમ્મદ, અબ્દલા અને ઈસ્માઈલ; પોતાનો સગો ભાઈ વલીમહમદ તથા તેનો દીકરો ઉમર અને હુસેનભાઈ નામનો એક બુઢ્ઢો સાથી. એ આખા દાયરાને અલીમહમદે પ્રથમથી માંડીને વાત કરીઃ

“મારા ભાઈ-બેટાઓ, મકરાણીઓની ઈજ્જત આજ ઊતરી ગઈ છે. ઘણા ઘણા ઊતરતા ખવાસના બલોચોએ આંહીં કાઠિયાવાડમાં આવી પેટને ખાતર ખૂટલાઈનો સિક્કો બેસારેલ છે. પણ આપણે તો રિન્દ-બલોચ. આપણે મૂળથી જ ગરાસદાર. આપણે આજ ‘મકરાણી’ નામનો બટ્ટો ધોવાની વેળા આવી છે.”

“એવડું બધું શું થયું છે ?”

“આપણા માંહેલાની જ ખટપટથી નવાબ સરકારના અમલદારો આપણા પર કોપાણા છે. મને કાલે હરિદાસ દીવાને વેરાવળ મુકામે તેડાવેલો. પૂછ્યું કે હથિયાર કેમ રાખો છો ? સરકારી અમલદારોને ગામમાં કેમ આવવા દેતા નથી ?

“મેં કહ્યું કે ‘સાહેબ, એવું કાંઈ જ નથી.’”

ડાહ્યા, ધીરા અને ગરવા મોંવાળા કાદરબક્ષે અદબથી કહ્યું, “બડાભાઈ! એ વાત તો સાચી છે. તે દિવસે આપણા બનેવી લશ્કરાન સાથે કજિયો થયો. તેની તપાસ કરવા આસિસ્ટંટ પોલીસ ઉપરી હોરમસજી કોઠાવાળા આવ્યા. તેને આપણે ઇણાજમાં ક્યાં આવવા દીધા હતા ? ગામને ઝાંપે આપણે ભરીબંદૂકે વિલાયતીઓનો પહેરો બેસાર્યો હતો.”

અલીમહમદે ખામોશીએ કહ્યું, “તમારી એ વાત સાચી છે, ભાઈ કાદરબક્ષ ! આપણી એ કસૂર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર ! પણ હવે તો મને દીવાને હુકમ દીધો છે કે ‘કાલ સવાર સુધીમાં હથિયાર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.’ હું જવાબ દઈને આવતો રહ્યો છું કે ‘મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.’૧ મને ચેતવણી આપેલી છે કે ‘કાલ સવાર સુધીમાં હા-નાનો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તો ઇણાજને ફૂંકી દેવા ફોજ મોકલશું.’ હવે બલો ભાઈ, હથિયાર અને ઇણાજ છોડવાની હા કહેતા હો તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.”

૧ કહેવાય છે કે અલીમહમદ વેરાવળ અને પ્રભાસપાટણમાં પોતાનાં સગાંસાંઈ અને દોસ્ત આશનાને છેલ્લી વાર ભેટી લઈને જ ઇણાજ આવેલ હતા ને ત્યાં રાતે દાલ-પુલાવ રાંધી, દીકરા-દીકરીઓનાં લગ્ન કર્યાં હતાં. અને જાફરાન (કેસર) છાંટી લીધું હતું.

“તમારી ખુદની શી મતલબ છે, બડા ભાઈ ?”

“હું તો હથિયાર નહિ છોડી શકું. હથિયાર તો મને મારા જાનથી જ્યાદે પ્યારાં છે. એટલે હું આંહીં ઘરઆંગણે બેઠો બેઠો મારી ઈજ્જત માટે મરીશ.”

“અમે પણ સાથે મરશું,” સહુએ જવાબ દીધો.

“તમને કાંઈ કહેતો નથી, ભાઈ ! મારે આંહીં લડાઈ કરવી નથી. મારે જૂનાગઢ જીતવું નથી. મારે તો ઇજ્જત માટે મરવું છે. તમારાં બાળબચ્ચાં વાસ્તે તમે ખુશીથી જીવો.”

“મોટાભાઈ !” કાદરબક્ષની આંખોમાં પાણી આવી ગયાં, “આજ સુધી હું તમને સહુને વારતો આવ્યો છું. તમારી બધાની ગરમીને ઠંડી પાડવા મહેનત કરતો આવ્યો છું. તમે બધા મને પોચો ને કમજોર કહેતા. ખેર ! મારા એ દિવસો ગયા. હવે તો બાલબચ્ચાંની પરવા નથી. હવે તો હું દુઃખમાં તમારી સાથે શરીક થાઉં છું.”

“તો ભલે. હું આજ રોજું રહ્યો છું તેમ તમે પણ રહો. કુરાનના દોર કરો. હમણે ફોજ આવી સમજ્જો. ભેળા માણેકવાડાથી એજન્સીના પોલિટિકલ એજન્ટ ઇસ્કાટ સાહેબ પણ પાંચસો-સાતસોની પલટન તેમ જ તોપ લઈને આવવાના છે, માટે દિલને તૈયાર કરો.”

નાનકડા ઇણાજ ગામની અંદર તે દિવસ આવો મામલો મચેલો હતો. ગામ જાણે કબ્રસ્તાન હતું ને માણસો જાણે પ્રેતો હતા. વેરાવળમાં વાટ જોઈ જોઈને જ્યારે ઈણાજનો કોઈ આદમી કળાયો નહિ, ત્યારે ઠરાવેલે સમયે નવાબી સૈન્ય કૂચ કરી ચૂક્યું હતું. આંહીં કુરાનના દોર પઢાતા હતા, ને રસ્તા પર ફોજનાં પગલાં પડતાં હતાં. દારૂગોળો ઓરો ને ઓરો આવતો હતો.

ફોજ આવી. વેરાવળ અને ઇણાજ વચ્ચેના ‘ઊંડા કૂવા’ પાસે રોકાણી. ત્યાંથી જૂનાગઢવાળા જમાદાર નજરમહમદ તથા દિલમુરાદને અને સાથે માણેકવાડાના પ્રાંતસાહેબના એક જમાદારને, ત્રણ જણને, છેલ્લી વાર સમજૂતી કરવા ઇણાજ મોકલ્યા. ત્રણેય આવીને જમાદાર અલીમહમદ સન્મુખ ઊભા રહ્યા. ત્રણેયે બધી વાત કહી. સમજાવ્યું કે “નહિ માનો તો થોડી જ વારમાં ઇણાજ ગામ પર ચુડેલો રાસડા લેશે.” એ બધી વાત સાંભળી જમાદાર અલીમહમદ બોલ્યાઃ

“ભાઈઓ, હું માફી માગું છું. મેં જૂનાગઢનું નિમક ખાધું છે. ઇણાજ પર અમારા વડવાને નવાબ સાહેબે ચાકરી બદલ દીધું છે. મારે ઇણાજ છોડવું એ મોટી વાત નથી. પણ મારા ઉપર આવું શીદ કર્યું ? મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવવો હતો. પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઊભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા માલેકની તોપને વધાવી લેવી જોઈએ. મારે તો મરવું જ માંડ્યું છે. માટે આપ પધારો અને લશ્કરને ખુશીથી આંહીં લઈ આવો. હવે વાર લગાડશો નહિ. સલામ આલેકુમ !”

છેલ્લું કહેણ સાંભળીને ફોજ ફરી વાર આગળ ચાલવા લાગી. માણેકવાડનો પોલિટિકલ એજન્ટ સ્કૉટ અને જૂનાગઢના પોલીસ-ઉપરી નાગર અંબારામ સુંદરજી છાયા ધોળી માટીના ઓરિયામાં બેઠા. ફોજને આજ્ઞા દીધી કે “ઇણાજ ફરતા વીંટી વળો, પણ વગર જરૂરે કોઈ માણસને મારશો નહિ.”

ફોજે આવીને ઇણાજ ઘેર્યું. અલીમહમદ રોજો રહી, ઉપરાઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર ભેટ બાંધી, તમંચો, બંદૂક, ઢાલ ને તરવાર બાજુમાં મૂકી લોબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો કુરાનના દોર કરે છે. પાસે નિમકહલાલ બુઢ્ઢો હુસેનભાઈ અરધી મીંચેલી આંખે કુરાને શરીફ સાંભળે છે, અને એ જ ઓસરીના ઓરડામાં પુરાઈને બીબી અમન પોતાનાં બાલબચ્ચાં સહિત નમાજ પઢે છે. મરવું મીઠું લાગે એવી ચુપકીદી મહેકી રહી છે.

અને એથી ઊલટી ચાલ ચાલતા એના તેર જુવાન સગાઓએ પાદરમાં ઓડા લઈને સામે ઊભેલી ફોજ ઉપર ગોળીઓ ચલાવવાનો આદર કર્યો.

થોડી વાર ફોજે ખામોશી પકડી. અઢીસોની સામે તેર નવજુવાન મકરાણીઓ એવા રૂડા લાગતા હતા કે ફોજ આખી જોઈ રહી. ત્યાર પછી તો તોપ ચાલી. પણ સામા તેર જણાએ પોતાની અચૂક બરકંદાજીથી એ બે પોતોના બળદોનો સોથાર વાળી નાખ્યો. ગોળીઓની ઝડી વરસી રહી છે, ત્યાં તોપ ભરવા તો શું પણ તોપની પાસે જવાયે ફોજનો કોઈ આદમી તૈયાર નહોતો. ફક્ત એક આદમી તોપખાના પાસે ઊભો હતો. એનું નામ નાયબ હાશમભાઈઃ રાજના વંશપરંપરાના તોપચી.

“જુવાનો !” તેર મકરાણી જુવાનોની અંદરનો આગેવાન વજીરમહમદ બોલ્યો, “જોજો હો, હાશમભાઈને જોખમતા નહિ. એ ભલે ઊભો. હજી એની કાચી જુવાની છે. એને નથી મારવો.”

બહાદુર હાશમ ઊભો હતો, પણ દુશ્મનો એને જાણીબૂજીને બચાવી રહ્યા છે તેની એને ખબર નહોતી.

તોપો ભરાતી નથી કે નથી પેદલ ફોજ આગળ પગલું ભરી શકતી. ઇણાજના બરકંદાજો જાણે મંત્રી મંત્રીને બંદૂકો છોડે છે ! અને આઘેરી આંબલીની ઘટામાંથી એ કોની બંદૂક ગોળીઓનો મે’ વરસાવી રહી છે ? કોઈને ખબર પડતી નથી. કોઈ આદમી કળાતો નથી. ફક્ત ધુમાડાના ગોટા ઊઠે છે. થોડી વાર સુધી તો ફોજવાળા મૂંઝાઈને ઊભા થઈ રહ્યા. પછી તેઓએ એ ધુમાડાનું નિશાન નોંધીને એક સામટી બંદૂકોની ધાણી વહેતી કરી.

ઊભો ઊભો ગોરો સ્કૉટ સાહેબ પગ પછાડે, અંબારામભાઈ ધૂંઆપૂંઆ થાય, આગળ વધવાની આજ્ઞાઓ આપે, પણ ફોજ થીજી ગઈ હોય તેવી થઈને ઊભી રહી. આખરે બે ગાડાં ઊભાં કરીને ઠેલતા ઠેલતા તોપની પાસે લાવ્યા. અને ગાડાંની ઓથે તોપો ભરી ભરીને દાગવી શરૂ કરી. પહેલે જ ધુબાકે ગામનાં ખોરડાં ઢગલો થઈ ઢળી પડ્યાં,

બે-ચાર મકરાણી જુવાનોને પણ ઢાળી દીધા. છતાં જુવાન બેય વજીરમહમદનો મોરચો ચાલ્યે જ જાય છે. બાઈઓ બંદૂકો ભરી ભરીને દેતી જાય છે ને દાઢિયાળા તાશીરો દીધ્યે આવે છે. કોઈ પણ ઈલાજે રાત પાડી દેવી એ મકરાણીઓની નેમ હતી. ને જો રાત પડી હોત તો મકરાણીઓને નવી મદદ આવી પહોંચતાં ભયંકર સંગ્રામ મંડાયો હોત એ ચોક્કસ વાત છે.

તોપો જ્યારે ફરી વાર વહેતી થઈ અને ગાડા આડે ગોળીઓની કારી ફાવી નહિ, ત્યારે એ તેર જણાના ડાહ્યા જણ કાદરબક્ષે નવેસર વિચાર કર્યો કે ‘હવે નહિ પહોંચાય, અને કનડે ડુંગરે જેમ મહિયા મૂઆ તેમ જો આંહીં ભીંત હેઠળ ભરાઈને મરશું તો લોકો મકરાણીઓની બદબોઈ કરશે. માટે હવે નીકળી જઈએ.’

કાદરબક્ષ પાછો વળ્યો. જમાદાર અલીમહમદની પાસે આવીને એણે આ વિચાર કહી સંભળાવ્યો. અલીમહમદે જવાબ વાળ્યોઃ

“ભાઈ કાદરબક્ષ ! હું તમને કંઈ જ નથી કહેતો. નિમકહરામ થઈને આપણી સરકાર સામે થવાનું કે વસ્તીને પીડવાનું તમને કહેતો નથી. હું પોતે તો આંહીં કરવા માગું છું. તમે તો તમારા દિલમાં ખુદા જે કહેતો હોય તે જ કરજો !”

કાદરબક્ષ બહારવટાનાં પગલાં ભરી બીજી બાજુથી ગામ છોડવા નીકળ્યો. ભેળા એના બીજા બધા પિત્રાઈઓ પણ નીકળ્યા; માત્ર અલીમહમદના બે દીકરાઓ વજીરમહમદ અને અબ્દરહેમાને કાદરબક્ષની સાથે જવા ના પાડી કહ્યું કે “બાપુને છોડીને અમે નહિ આવીએ. અમે પણ આંહીં જ મરી મટશું.”

કાદરબક્ષ નીકળી ગયો. પાદરને ઝાંપે મકરાણીઓના મોરચા તૂટી પડ્યા. ફોજ અંદર ઘૂસી. અલીમહમદની ડેલી પાસે પહોંચી. બંદૂકોની તાળી પડે છે અને તોપના ગોળા ગાજે છે; તે સાંભળતો સાંભળતો અલીમહમદ કુરાનના દોર કરવામાં તલ્લીન છે.

જ્યારે ફોજ લગોલગ આવવા લાગી ત્યારે એક અકસ્માત બન્યો. વજીરમહમદના મોરચા સામે ઊભા રહીને કોઈ હલકટ ગુલમેંદી સવારે એને ખરાબ ગાળો કાઢી. ગાળો સાંભળતાં જ રિન્દ-બલોચ વજીરમહમદનું લોહી ઊકળી આવ્યું. કોણ જાણે શા કારણથી એણે પોતાની બંદૂક ઓટલા ઉપર પછાડી ભાંગી નાખી અને ‘યા અલી, મદદ !’ કરી, તરવાર ખેંચી, ઓટા ઉપરથી એણે ઠેકડો માર્યો. દોડીને એણે ગાળ કાઢનાર સવારને તો ઠાર કર્યો, પણ ત્યાં તો એના શરીર ઉપર ગોળીઓનો મે’ વરસી ગયો. વજીરમહમદ ઢળી પડ્યો.

મોટાભાઈને પડતો દેખી ચૌદ-પંદર વરસનો નાનો ભાઈ અબ્દરહેમાન તરવાર ખેંચી દોડ્યો. અને પોતાના હાથનું કાંડું ઝાટકા વડે કપાઈને લટકી પડ્યું ત્યાં સુધી એ ઝૂઝ્‌યો. એ પણ પડ્યો. મકરાણીના મોરચા તૂટ્યા. ગામના ખોરડાં સળગ્યાં. લાખેણા જુવાનો ઊભા ઊભા ભાંગી ગયા, પણ તસુયે હટ્યા નહિ.

થોડી વાર થઈ અને એક જખ્મી મકરાણી પેટ પર કપડું વીંટી લથડિયાં લેતો ઓસરીએ આવ્યોઃ અલીમહમદને ખબર દીધાઃ “બાપ, વજીરમહમદ કામ આવી ગયા ને અબ્દરહેમાન જખ્મી થઈને બેહોશ પડ્યા છે.”

અલીમહમદે ખામોશીથી ખબર સાંભળ્યા. એણે પોતાના દિલને જરા પણ ઉશ્કેરાવા ન દીધું. ધીરે હાથે કુરાન બંધ કરી અદબથી એક તરફ મૂક્યું. જખ્મી અબ્દરહેમાનનું શરીર આવી પહોંચ્યું. તેને બીબી અમનવાળા ઓરડામાં ઢોલિયા પર પોઢાડ્યું ને પછી પોતે ઊભા થઈ હમેલ અને તરવાર બાંધી, ભેટ વાળીને જમૈયો નાખ્યો, તમંચો કમર પર બાંધ્યો, હાથમાં મોટી બંદૂક લીધી. લઈને ધીરે પગલે બીબી અમન પાસે આવ્યો. આટલું જ બોલ્યો, “ખુદા હાફેઝ ! હમારા ગુન્હા માફ કરના ! રંજ નહિ કરના ! રોજ હશરકે રોજ ખુદા મિલાએગા જબ મિલેંગે. ખુદાકી યાદ કરના.”

એટલું કહીને બાલબચ્ચાંને ગોદમાં દાબ્યાં. બચ્ચી દીધી. બીબી અમનને છેલ્લી સલામ કહી એ પાછો વળ્યો. બરાબર ફોજની સામે જ ચાલ્યો. પછવાડે બુઢ્ઢા હુસેન બંધાણી પણ તરવાર લઈને અલીમહમદના ઓછાયા રૂપ બની ચાલ્યા.

“હુશિયાર !” એટલો જ શબ્દ એણે ફોજની સામે જઈને કહ્યો. બંદૂક ઉપાડી છાતીએ ચડાવીને છોડી. ગોળી ફોજમાં જઈને ચોંટી. બડામિયાં નામે માણસને પાડ્યો. બસ, અલી મહમદે બંદૂક ફેંકી દીધી.

પછી તમંચો ખેંચ્યો. છોડ્યો. મકરાણી મોલીસ હવાલદાર દોસ્તમહમદને પાડ્યો. બસ, તમંચો પણ ફેંકી દીધો.

છેલ્લી એણે તરવાર ખેંચી. ફોજને પડકારી, સામે દોટ દીધી. સામેથી ચાલીસ-પચાસ બંદૂકોની ગોળીઓ છૂટી. સાવજ પડ્યો. પણ પડતી વેળા એનો હાથ જમૈયા પર હતો અને એના હોઠમાં કંઈક શબ્દો ફફડતા હતા.

એને વેરાવળના કબ્રસ્તાનમાં દફનાવેલ છે.

સાંજ પડવા માંડી હતી ત્યાં જ બધું પૂરું થઈ ગયું. મરેલાંઓની લાશો ગોતાવા લાગી. લાશો ગોતતાં ગોતતાં કોઈનું ધ્યાન આંબલીના ઝાડ માથે ગયું. ત્યાં ઊંચી ઊંચી ડાળ્યે એક લોથ લટકતી હતી. લોથ નીચે ઉતરાવી. ઓળખાયોઃ આ તો ઇણાજનો મકરાણી જુવાન દીનારઃ ઓલ્યો આંબલીની ઘટામાંથી સવારથી સાંજ સુધી ગોળીઓના મે વરસાવનારોઃ આંબલીની ડાળ સાથે ફેંટાથી પોતાનું શરીર બાંધીને એ લડેલો લાગ્યો. એના પેટ, પેડુ અને છાતીમાં એવા જખ્મો હતા. અને દરેક જખ્મના ખાડામાં લૂગડાંના કકડાના ગાભા ખોસેલા નીકળ્યા. એ ચીથરાં એના પોતાના જ કપડામંથી ફાડેલાં હતાં. શું એ શૂરો જુવાન ગોળીઓ ખાતો ખાતો જખ્મોમાં ગાભા ભરી ભરી તે ઉપર ભેટ કસકસાવીને આંબલીને ઝાડેથી દી આથમ્ય સુધી લડતો હતો ! શું છેલ્લી ગોળી અને છેલ્લો દમ ખૂટ્યાં ત્યાં સુધી આ જુવાન ઝૂઝ્‌યો હતો ! દેસાઈ હરભાઈ કહેતા કે “મેં જ્યારે એની કમર છડાવી ત્યારે તૂર્ત જ એના આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં ને અમલદારો ‘આફરીન ! આફરીન !’ કરતા ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા.”

આ દીનાર એકલો આંહીં આંબલી ઉપર ક્યાંથી ? વહેલો ઊઠીને એ તો સીમમાં આંટો દેવા ગયેલો. પણ પાછો વળે તે પહેલાં તો ફોજ આવી પહોંચેલી. દીનાર ગામમાં ન જઈ શક્યો એટલે આંબલી પર ચડીને એકલે હાથે લડ્યો.

ઘાયલ થઈને ઘરમાં પડેલા જુવાન અબ્દરહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી ? એનું કાંડું લબડી પડ્યું હતું. દાક્તર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું, “મલમપટ્ટા બાંધના યાદ હૈ, તો બાંધો, ખટખટ મત કરો ! શીશી નહિ મંગતા !” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપિયાથી ખેંચીને બાંધ્યા ત્યારે આ ચૌદ વરસના બાળકે સિસકારોય નહોતો કર્યો.૧

૧ ઇણાજની લડાઈમાં અવલથી આખર સુધી હાજર રહેનાર દેસાઈી હરભાઈ પોતાનાં છોકરાં ગૂમડાં ફોડાવતાં પણ રુએ ત્યારે આ કથા કહી તેઓને છાનાં રાખતાં.

આજે એ અબ્દરહેમાન અંગ્રેજી ભાષા જાણે છે. ગામડામાં બેસી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનાં ગૂઢ તત્ત્વોનો અભ્યાસ કરે છે. જુઓ તો જણાય જ નહીં કે આ એ જ અબ્દરહેમાન. તેની સાથેનો બીજો વીર બાલક ગુલમહમદ સનવાવવાળો. એણે આ ધીંગાણામાં શો ભાગ ભજવ્યો તે તો ખબર પડતી નથી, પણ એ બન્નેએ જેલમાં બેસી જન્મકેદ રહ્યો રહ્યો અનેક કેદીઓને સુધાર્યા, માર્ગે ચડાવ્યા, ને આખરે જે દિવસ તેઓની પણ બેડીઓ તૂટી, તે દિવસ આખી કાઠિયાવાડ રાજી થયેલ.

રાત પડી, પણ ગામનો કબજો સાચવવા કોઈ કબૂલ થતું નથી. આખરે જગતસિંહ કરીને એક શીખ સિપાઈ અને એની હિંમ્મતે બે બીજા મળીને રાત રહ્યા. ઇણાજ ગામ પર લશ્કરી પહેરો બેઠો. કાદુ, અલાદાદ, દીનમહમદ, ફકીરમહમદ અને કાજી વિલાયતી, એમ પાંચ જણા રાતના અંધારામાં પાછા આવ્યા અને ઓરડામાં પૂરેલાં બીબી અમનને બાળબચ્ચાં સાથે બહાર કાઢી ચાલ્યા ગયા.

સંવત ૧૯૩૯ના ભાદરવા સુદ ચોથના રોજ આ ધિંગાણું ખતમ થયું અને કાદુનું બહારવટું શરૂ થયું.

કાદરબક્ષ બહારવટે

ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે, મર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમ જ બિનજખ્મી, તમામ કેદમાં પુરાયા, પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલામહમદ તો હાથમાંથી છટકી ગયા છે. ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેયનો ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે.

દીવાન હરિદાસ પ્રભાસપાટણ આવ્યા. પાંચ મકરાણીઓને ઝાલવા વિષે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યો કે “એનાં ઓરત-બચ્ચાંને પકડી લઈએ, એટલે એને રોટલા મળતા અટકશે ને આપોઆપ શરણે આવશે.”

આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. હોંશીલા દીવાને હુકમ છોડ્યો કે “રસાલાના બે સવાર અમરાપર મોકલો. તે એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે.”

સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમ જ કાંટિયા વર્ણના માણસોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દીવાનને પડખે પ્રભાસપાટણવાળા ખાનબહાદુર સૌયદ અલવી અલ એદ્રુસ, જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો, બેઠેલા. એણે ઉઘાડા ઊઠીને કહ્યું, “રાવસાહેબ, આ આપ વિપરીત વાત કરો છો હો ! આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે, પણ ચુપ બેઠા છે. અને ઈન્શાલ્લાહ, થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે. માટે, રાવસાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.”

“ના ના, ખાનબહાદુર !” દીવાને ટાઢોબોળ જવાબ દીધો, “એમ કર્યા વગર છુટકારો નથી.”

આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઊભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાનબહાદુર અલવીએ દર્દભર્યે અવાજે દીવાનને કહ્યું કે “રાવસાહેબ, તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી રાખજો અને ગિસ્તોની ભરતી પણ કરવા માંડજો ! કેમ કે હવે આપ સૂતા સાપ જગાડો છો.”

દીવાન હરિદાસ સહેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સૂમસામ બેઠી રહી.

અમરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાના તકદીર પર વિચાર ચલાવે છે. ગઈકાલનો શાહુકાર આજે ચોર બન્યો હતો. કાદરબક્ષ તો અમરાપરનો ખેડુ હતો, પસાયતો હતો. એ બહાદુરે સાવજનાં બે જીવતાં બચ્ચાં ઝાલીને નવાબને ભેટ કરેલાં, તેના બદલામાં નવાબે એને અમરાપરમાં બે સાંતી (ચાલીસ એકર) જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો. એ અભણ જમાનામાં પોતે ભણેલોઃ મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણેઃ એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી. એની અદબમરજાદ એક અમીરજાદાને શોભે તેવીઃ નીતિ અને નિમકહલાલીને રંગે પૂરેપૂરો રંગાયેલોઃ અને ઇણાજવાળા સગાઓને હમેશાં ખામોશના બોલ કહેનારોઃ એવો સુલેહસંપીને ચાલનારો કાદરબક્ષ, વાઘેર દાયરામાં જોધા માણેકની માફક, આ ઈણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને કમજોર કહીતે ટોણાં દેતા. એ જ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આજ ભાઈઓના દુઃખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધું હતું.

એકલો બેસીને શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું? નિમકહરામ થઈને જૂનાગઢ સામે લડી મરવું કે મકરાણમાં ઊતરી જવું ? મરીને શું કમાવું છે ? નામોશો ! અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે ?

બરાબર તે વખતે અબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પીરસીને એણે કાદુને કહ્યું, “કાકાબાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો.”

“કેમ, બચ્ચા ?” કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું.

“નવાબ સાહેબની ફોજ આવી છે, અને અમને બધાંને લઈ જાય છે.”

“તમને બધાંને એટલે કોને ?” કાદુ ટાંપી રહ્યો.

“મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને.”

“ઓરતોને ? બચ્ચાંને ? ગુનો તો અમે કર્યો છે, તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે ?”

કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે !

છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરાની બે સાંતી જમીન ખેડનાર ખેડુ એ સળગતા બપોરની માફક ભીરતમાં સળગી ઊઠી ખૂની બનતો હતો.

“બેટી ! ભાત પાછું લઈ જા !” એમ કહીને કાદુએ એઠો હાથ ધોઈ નાખ્યો, ખાધું નહીં.

પ્રભાસપાટણની આ બાજુ ભાલપરું ગામ છે. એ ભાલપરાની નદીના ભેકડામાં બંદૂક ભરીને બેસી ગયો. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળિયા બળદની જોડ પણ ઓળખી. પાછળ બે રસાલા-સવારો પણ ચોકી કરતા જાય છે. ખાતરી થઈ ચૂકીઃ એ તો એ જ.

નાળ્ય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો.૧ એક ગોળી ને એક સવાર ઊપડ્યો. બીજી ગોળી ને બીજો પટકાયો.

૧ બીજા પક્ષનું કહેવું એમ છે કે કાદુએ આડા ફરી, સામા જઈ સમજાવી પડકારી, સામી છાતીએ ધિંગાણું કરેલું.

અસવારને પડતા દેખીને કાદુએ હડી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુએ ત્યાં જુવાન ઓળાખયોઃ એ હતો બડામિયાં સૈયદઃ હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો, એના હાથ વાંદ્યા અને આજીજી કરી કહ્યું, “બડામિયાં, તું સૈયદ. મેં તાોર જાન લીધો. પણ હું શું કરું ? મારાં બાલબચ્ચાંને આમ બેગુના કેદી બનતાં મારાથી ન જોઈ શકાણાં. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ ?”

છેલ્લા દમ ખેંચતો બડામિયાં બોલ્યો, “ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે ? એ તો મુકદ્દર !” એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યા.

પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ ઓળખ્યો. પોતાના નાતાવાળો જુવાન કબીરખાં ! પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનોયે નીકળી ગયો હતો.

રૂપાળી નીલુડી નાઘેરઃ એથીયે રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠોઃ મહારાજ મેર બેસવાની રૂપાળી વેળાઃ સરસ્વતીનાં નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છેઃ એવે ટાણે,પ દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ, એક સૈયદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઊભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શરમને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે.

બાલબચ્ચાંને તેડી બહારવટિયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાંને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યાં. તે પછી, કહેવાય છે કે કોડીનાર પાસે મૂળદ્વારકાથી મછવામાં બેસારી બચ્ચાંને મકરાણ ભેગાં કરી દીધાં એના દિલનું ઊંડામાં ઊંડું ખુન્નસ ઊછળી આવ્યું હતું. ભેળા પાંચ ભાઈ-ભત્રીજાનો સાથ હતો. વેર લેવા જતાં એણે વિવેકને વિસારી દીધો.

“એક દિવસમાં એક ગામ ભાંગે તો સમજ્જો કે સાધુએ ભાંગ્યું ! અને ત્રણ ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યાં સમજ્જો !”

એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંજાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે; અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ છે; સનવાવવાળા જમાદાર સાહેબદાદનો બારચૌદ વરસનો દીકરો ગુલમામદ છે, બે સીદી છે ને બાકી ખાટસવાદિયા ભળ્યા છે. સાદાં લૂગડાં પહેરે છે, બીજા બહારવટિયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખંભે બંદૂક લઈને પગપાળો જ ચાલે છે. ઊંટ, ઘોડું કાંઈ રાખતા નથી. રોજ પાંચ વખત કાદુ નમાઝ પઢે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ ત્રણ-ત્રણ ગામડાં ઉપર પડતો ત્રીસ-ત્રીસ ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકાદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જૂનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે. બહારવટિયાનાં માથાનાં ઈનામ જાહેર થયાં છેઃ કાદુ અને અબાબકરના એક્કેક હજાર રૂપિયાઃ દીનમામદ અને અલાદાદના પાંચસો-પાંચસોઃ બે સીદીઓના પણ પાંચસો-પાંચસો, એમ પણ કહેવાય છે કે કાદુના માથા માટે વીસ સાંતી જમીનનું ઈનામ નીકળેલું.

રાતના દસ બજ્યાની વેળા થઈ હશે. ગામડિયા લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારિયું ગામઃ ઝાઝા ચોકિયાત ન મળે કે ન મળે પૂરા હથિયાર. એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં. એટલે પહોંચ્યો વાણિયાના ઘર ઉપર. મૂછાળા તો ક્યારનાયે પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી, ને દીવાને ઝાંખે અજવાળે એનાં અંગ ઉપર પીળું ધમરખ સોનું ચળકતું હતું.

કાદરબક્ષ ઓસરીમો ઊભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડી ને કાદુની નજર ખેંચાણી. તુર્ત એણે ભયંકર અવાજ દીધો “હો વલાતી ! ખબરદાર !”

એક સંગાથીએ એ એકલવાયી વણિક-કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટિયે એને ‘હો વલાતી !’ એટલે કે ‘ઓ મકરાણી !’ કહી બોલાવ્યો કેમ કે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ.

કાદુ ઘરના બારણા પર ધસ્યો ને એણે સોબતીને હુકમ કર્યો કે “બહાર આવ !”

ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટિયાની સામે ઊભો રહ્યો.

“બેટા, ડરીશ ના ! તારું ઘર નહિ લૂંટીએ. તું તારે ચાલી જા !”

એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુનેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઊતરતી હતી. “ચાલો ગામ બહાર !” કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો, પોતે ફરી વાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઊભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા. ગામ બહાર જઈને એણે એ અપરાધી ખાટસવાદિયા સામે કરડી આંખો કાઢી કહ્યું, “બહારવટાની અંદર કાદરબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન, એન મોટેરી એટલીને મા ગણી ચાલે છે. કાદરબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આંહીં પડી ન રખાય, અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા ! લે તારી ખરચીના પૈસા !”

પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો.

દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢવા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પુરબિયા જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નાહવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટિયાને પડકાર્યા કે “કોન તુમ ?”

કાદુએ જવાબ આપ્યો, “હમ ગિસ્તવાલા. જલદી બંદોબસ્ત કરો.”

એમ ખોટું બોલી, શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી વાલમસિંહને પણ ઠાર કર્યો. ત્રણ વાણિયા ને એક ખોજો, ચારેયને લૂંટી ચાલ્યો ગયો.

ઉબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગિસ્તની સાથે બહુ હળતોભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું.

હસનાપુર ભાંગ્યું. ત્યાંના સંધી તૈયબને પકડીને હાજર કર્યોઃ કહ્યું, “તૈયબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વહાલા હતા. લે, આ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ.”

એમ કહીને તૈયબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી, સીમાડાની લીટીઓ દોરી.

સવની, ઈસવરિયું ને મોરાજ, ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી.

પસનાવડા ભાંગ્યુ. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો કે “કાદુ બીજે બોડકિયુંમાં ફરે છે, પણ આંહીં શીંગાળિયુંમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરું પડે.”

આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી.

“ઓહો ! પટેલ સામે ચાલીને તેડાં મોકલે છે, ત્યારે તો ચાલો, ભાઈ!”

એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે “ભાગેગા તો હમ ગોલીસે ઠાર કરેગા. રહેગા તો મોજસે રખેગા.” પટેલ શાણો, એટલે સમય વર્તી ગયો. ન ભાગ્યો. એને બહારવટિયો છૂટથી રાખતો અને બરાબર રોટલા ખાવા દેતો.

લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડિયા રાજપૂતને ખોરડે પેઠો. મરદ લોકો પોબારા ગણી ગયેલ. બહારવટિયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઊંઘમાંથી બેબાકળી ઊઠી. એના અંગ ઉપર લૂગડાંનું ભાન ન રહ્યું. ભાળતાં જ કાદુ પીઠ કરીને ઊભો રહ્યો. ઊભીને પાછળ થરથર ધ્રૂજતી અરધ નગ્ન ઓરતને કહ્યું, “બોન, તારાં લૂગડાંનું સાચવી લે. હું તારી અદબ કરીને ઊભો છું. બ્હીશ મા, બેટી !”

પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી. એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો; કહેતો ગયો કે “બેટી, તારા ખોરડાનું કમાડ વાસી દે.” સાથીઓને કહ્યું કે “આ ઘર નથી લૂંટવું, ચાલો.”

એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરનાં માણસો ઊંઘતાં હતાં. બારીબારણાં ખેડવી શકાય તેવાં સહેલાં નહોતાં. કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડાં ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંરદમાં સ્ત્રી-પુરુષને એક સેજની અંદર સૂતેલાં દેખ્યાં. જોતાં જ પાછો ફરી ગયો.

બિયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા.

લુંબા ભાંગ્યું ને આંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં.

સણોસરી ને નગડિયાની લૂંટ કરી લોકોને દાંડિયારાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યાં.

ગીરાસિયાઓનો પોતે આશરો પામતો હોગાથી ગીરાસિયાના ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બિનવાકેફ કાદુ જેઠસૂર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તરવારધારી કાઠી જુવાનને ઊભેલો જોયો. અવાજ દીધો કે

“અય જુવાન ! હથિયાર છોડી દે.”

પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણ વાર કહ્યું કે “જુવાન, હથિયાર છોડી દે.” પણ જુવાન જડ પથ્થર જેવો ભાન ભૂલી ઊભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂંટ. એ ટાણે વસ્તીમાંથી કોઈએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી ?”

“અરર ! આ દરબારનું ગામ ? ભૂલ થઈ,” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.

ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બોલ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન-બહાદુર અલવીના ભાઈની ગિસ્ત પર તાશીરો કરી તેને ભગાડી. ગામલોકોનાં નાકકાન કાપ્યાં.

ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યાડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી ! પોતાની ફતેહમાં મદછક બની, અને કિન્નો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં નાક-કાન કાપવાં શરૂ કર્યાં;૧ એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણાઃ

કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,

એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યાં.

પોતે પોતાના હાથે તો એટલો હેવાન બની શક્યો નહીં, પણ એના ખૂની અને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.

૧ કાદુએ કરેલી નાકકાનની આ કાપાકાપીને અંગે જ જૂનાગઢના સ્વ. દાક્તર ત્રિભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી.

બાનને બહારવટિયો કેવી રૂડી રીતે રાખતો ! એક દિવસ કાદુ નદીકાંઠે નમાજ પઢે છે. ટૂંકા અને મોરૂકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પઢતો પઢતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બોલે છે કે “હે ખુદા ! અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોજખમાં જ જવાના. પણ શું કરીએ ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે....”

ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાસણ ગામનો દફતરી લુવાણો પુરુષોત્તમ, કે જેને બાન પકડેલો તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરુષોત્તમ સાથે જ હોત. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું. આજ એને ઢળેલો દેખીને કાદુની આંખમાંથી દડ દડ પાણી છૂટી ગયાં ! પૂછ્યું, “આ કોણ શયતાને કર્યું ?”

અલાદાદને ચહેરે મશ વળી થઈ. “બલાદાદ, તેં આ કર્યું ? બાનને માર્યો ?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો, માથું ફોડ્યું અને કહ્યું કે “ચાલ્યો જા ! તું ને તારા બે સીદીઓ પણ.”

સાત દિવસ સુધી ત્રણેય સોબતીઓને જુદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.૧

કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવતો.

૧ એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છેઃ

પુરુષોત્તમ દફતરી નહીં, પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મોરૂકાથી સાસણ જતા હતા તેવામાં માર્ગે એને બહારવટિયાએ રોક્યા; પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબૂરના સીદી બાવન બોથાએ, કે જે બહારવટિયાઓ માટે ભાતું લઈને આવેલ, અલાદાદે કહ્યું કે “તમે તો એને જાવા દીધો. પણ એ તો અમારો વહીવટદાર છે. એ અમને લીલી તાપણીમાં બાળશે.” આ પરથી અલાદાદે પાછળથી બંદૂક કારી હેમાભાઈને ઠાર કર્યા. આ જાણ થતાં કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીને ખાઈ ગઈ.

વૈશાખ મહિનો હતો. વેરાવળના હવામહેલોમાં દરિયાની લહરીઓ હિલોળાઈ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મહેલો ઉપર અંગ્રેજોના વાવટા ફડાકા મારી રહ્યા હતા. સાહેબ-મેડમોની આંખોમાં સુખનાં ઘેન ઘેરાતાં હતાં. બારીએ બારીએ સુગંધી વાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફૂલોના હારગજરા, મીઠાં શરબત અને મીઠા શરાબ એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતાં હતાં. અંગ્રેજોની સરભરા માટે જૂનાગઢનું રજવાડું વખણાય છે.

એક દિવસ સાંજ નમતી હતી. બે ઘોડાગાડીઓ ગોધૂલિનાં અંધારાંઅજવાળાં વીંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાવી આવતી હતી. ગાડીઓને બન્ને પડખે રાતા દીવા અંગ્રેજોની રાતી આંખો જેવા ઝગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરો ને એક મડમ બેઠાં હોય તેવું દેખાતું હતું. એ ગાડી ગઈ એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતાં જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશા ભાઠોડમાંથી એક આદમી ઊઠ્યો. “ખડા રખો !” એક કારમી ત્રાડ દીધી તરાપ મારીને એ પડછંદ આદમી, કબરમાંથી ઊઠેલા પ્રેત જેવો, ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી; ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે “લેતો જા, શયતાન ઈસ્કાટ સાબ ! ઇણાજ પર તોપ ચલાનેવાલા ! હમ જમાદાર કાદરબક્ષ.”

દરમિયાન ગાડીના ભડકેલા ઘોડાઓથી લગામો પર પાંચ બુકાનીદારો ચોંટી પડ્યા હતા.

“હમ ઇસ્કાટ નહિ, હમ -” ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઊઠ્યો.

“તુમ કોન ?” બહારવટિયાએ પૂછ્યું.

“જેક્સન સાબ - ધારી પલ્ટનવાલા.”૧

“ઇસ્કાટ સાબ કિધર ગયા ?”

“પહેલી ગાડીમેં નિકલ ગયા.”

૧ આખી ઘટનાનો એક સબળ પુરાવો છે. સને ૧૯;૦ના ‘સાંજ વર્તમાન’ પત્રના પતેતી અંકમાં સ્વ. જસ્ટિસ એફ.સી.ઓ. બીમન (મુંબઈ હાઈકોર્ટ)નો ‘રીક્લેકશન્સ ઑફ ઓલ્ડ ડેઝ ઈન કાઠિયાવાડ’. નામનો લેખ છે. તેમાં એ ન્યાયમૂર્તિ પૂર્વે પોતે કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટ હતા તે વખતના અનુભવો નોંધતાં લખે છે કે -ૈં જર્રેઙ્મઙ્ઘ ઙ્મૈાી ર્ં ીંઙ્મઙ્મ ર્એ ૈહ ઙ્ઘીંટ્ઠૈઙ્મ ર્રુ દ્ભટ્ઠઙ્ઘૈિ મ્ટ્ઠાજર ટ્ઠહઙ્ઘ રૈજ દ્બીહ રીઙ્મઙ્ઘ ે સ્ટ્ઠર્દ્ઘિ ત્નટ્ઠષ્ઠાર્જહ ટ્ઠહઙ્ઘ ર્ઝ્રઙ્મ. ઈઙ્મર્ઙ્મૈંર્ ક મ્ટ્ઠર્િઙ્ઘટ્ઠ હ્વીુંીીહ ઁટ્ઠંંટ્ઠહ ર્જીદ્બહટ્ઠંર ટ્ઠહઙ્ઘ ફીટ્ઠિુટ્ઠઙ્મર્ હી જેદ્બદ્બીિ ીદૃીહૈહખ્ત, ૈહ ંરી હ્વીઙ્મૈીક ંરટ્ઠં ંરીઅ ુીિી દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠઙ્ઘ ર્ઁઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મજ ટ્ઠહઙ્ઘ કૈહઙ્ઘૈહખ્ત ંરીૈિ દ્બૈજંટ્ઠાીર્ ુેઙ્મઙ્ઘર્ હઙ્મઅ ઙ્મીં ંરીદ્બ ર્ખ્તર્ હ, સ્ટ્ઠર્દ્ઘિ ત્નટ્ઠષ્ઠાર્જહ, ર્ઙ્મૈહૈહી ૈહ ર્કદ્બિ ટ્ઠહઙ્ઘ ૈહ રીટ્ઠિં, ર્િદ્બૈજૈહખ્ત ર્ં ાીી ટ્ઠ િંઅજં ટ્ઠં ટ્ઠ ર્ઙ્મહીઙ્મઅ ઙ્મટ્ઠષ્ઠી ટ્ઠર્ૈહીંઙ્ઘ ૈહ ંરી ય્ૈિ ર્કિીજં હીટં ઙ્ઘટ્ઠઅ હ્વીટ્ઠિૈહખ્ત ર્ઝ્રર્ઙ્મહીઙ્મ મ્ટ્ઠિર્ંહ’જ ેઙ્મૈંદ્બટ્ઠેંદ્બ. દ્ભટ્ઠઙ્ઘૈિ મ્ટ્ઠાજર જૈંેઙ્મટ્ઠીંઙ્ઘ ર્કિ ટ્ઠ ર્ષ્ઠદ્બઙ્મીીં ટ્ઠદ્બહીજંઅ. મ્ેં ંરૈજ ુટ્ઠજર્ ક ર્ષ્ઠેજિીર્ ેંર્ ક ંરી ૂેીજર્ૈંહ, ટ્ઠહઙ્ઘ ૈં ર્ઙ્મરીઙ્ઘ ટ્ઠજ ંર્રેખ્તર ત્નટ્ઠર્ષ્ઠાહજ ુટ્ઠજ ર્ખ્તૈહખ્ત ઙ્ઘીઙ્મૈહ્વીટ્ઠિીંઙ્મઅ ર્ં રૈજ ઙ્ઘીટ્ઠંર ુરીહ રી જંટ્ઠિીંઙ્ઘ ટ્ઠર્ઙ્મહી ટ્ઠહઙ્ઘ ેહટ્ઠદ્બિીઙ્ઘ ર્ં ાીી રૈજ ર્િદ્બૈજી ટ્ઠહઙ્ઘ ૈહર્કદ્બિ, ંરી હ્વર્ઙ્મર્ઙ્ઘંરૈજિંઅ દ્ભટ્ઠઙ્ઘૈિ ંરટ્ઠં ંરીિી ુટ્ઠજ ર્હ ટ્ઠર્ઙ્ઘિહ ટ્ઠહઙ્ઘ ઙ્મૈંંઙ્મી ર્રીર્ ક દ્બીષ્ઠિઅ ર્કિ રૈદ્બ. ત્નટ્ઠષ્ઠાર્જહ ાીં રૈજ િંઅજં; ટ્ઠહઙ્ઘ, જંટ્ઠિહખ્તી ર્ં જટ્ઠઅ,ર્ િ ીરિટ્ઠજ ૈં ુટ્ઠજ ર્દ્બિી જંટ્ઠિહખ્તી ર્કિ ંરીજીર્ ેંઙ્મટ્ઠુજ ુર્ર ુીિી હ્વટ્ઠિદૃી દ્બીહ ંરીદ્બજીઙ્મદૃીજ ટ્ઠહઙ્ઘ ાહીુ ટ્ઠહઙ્ઘ િીજીષ્ઠીંઙ્ઘ હ્વટ્ઠિદૃીિઅ ૈહર્ ંરીજિ, ુટ્ઠજ ુીઙ્મઙ્મ ીહિંીટ્ઠીંઙ્ઘર્ ક ંરીદ્બ ટ્ઠહઙ્ઘ ટ્ઠઙ્મર્ઙ્મુીઙ્ઘ. ૈંં ુટ્ઠજર્ હ ંરૈજર્ ષ્ઠષ્ઠટ્ઠર્જૈહ ંરટ્ઠં દ્ભટ્ઠઙ્ઘૈિ ીટઙ્મટ્ઠૈહીઙ્ઘ ર્ં સ્ટ્ઠર્દ્ઘિ ત્નટ્ઠષ્ઠાર્જહ ંરટ્ઠં રૈજ ીહીદ્બૈીજ હ્વટ્ઠજીઙ્મઅ ટ્ઠજીજિીઙ્ઘ રૈદ્બ ુૈંર ુૈઙ્મકેઙ્મ ટ્ઠહઙ્ઘ ેહહીષ્ઠીજજટ્ઠિઅ ષ્ઠિેીઙ્મંઅ. ્‌િેી, રી જટ્ઠૈઙ્ઘ, ૈં રટ્ઠઙ્ઘ ર્ં ષ્ઠેંર્ કક ીટ્ઠજિ ટ્ઠહઙ્ઘ ર્હજીજ ર્ં દ્બટ્ઠાી દ્બઅજીઙ્મક કીટ્ઠિીઙ્ઘ, હ્વેં, હ્વીઙ્મૈીદૃી દ્બી, જીટ્ઠરૈહ્વ, દ્બઅ રીટ્ઠિં હ્વઙ્મીીઙ્ઘજ ુરીહ ૈં ટ્ઠદ્બ ર્કષ્ઠિીઙ્ઘ ર્ં ર્ઙ્ઘ ૈં, ટ્ઠહઙ્ઘ ૈં ુીી. ઉીઙ્મઙ્મ, ુી દ્બટ્ઠઅ હ્વીઙ્મૈીદૃી ટ્ઠજ દ્બેષ્ઠરર્ િ ટ્ઠજ ઙ્મૈંંઙ્મીર્ ક ંરટ્ઠં ટ્ઠજ ુી ઙ્મૈાી, હ્વેં દ્ભટ્ઠઙ્ઘૈિ ુટ્ઠઙ્ઘ ેહર્ઙ્ઘેહ્વીંઙ્ઘઙ્મઅ ટ્ઠહજુીટ્ઠિહ્વઙ્મી ર્કિ ર્દ્બિી ંરટ્ઠહર્ હી ેખ્તઙ્મઅ ટ્ઠંર્િષ્ઠૈંઅ ુરૈષ્ઠર ર્સ્રુટ્ઠર્ ુેઙ્મઙ્ઘ હીદૃીિ રટ્ઠદૃી જર્ંર્ીઙ્ઘ ર્ં.

“હાય ! યા અલ્લા ! હમ ગાડી ભૂલ ગયા. યે ઓરત કોન ?” હેબતાઈને થંભેલી મડમ તરફ આંગળી કરી પૂછ્યું.

“ઇસ્કાટ સા’બકી જોરુ.”

“ઓરત ! ઓરતકો હમ નહિ મારેગા. જાઓ.”

એટલું કહીને બહારવટિયો નીચે ઊતર્યો. બહાદુર અંગ્રેજ જૅક્સને એને સાદ પાડ્યો, “જમાદાર કાદરબક્ષ ! થોડીક વાત કહેવી છે, સાંભળશો?”

“બોલો સા’બ.”

“શા માટે આ ખૂનામરકી ? કોઈ રીતે સમજો !”

“જૅક્સન સા’બ, કાદરબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસચાસનું પાર પડે તો હું અત્યારે બંદૂક છોડી દઉં. નહિ તો હું ઇસ્કાટને ગોતી કાઢીને જાનથી મારીશ અને નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ.”

“બહાદુર આદમી ! તારી ખાનદાની પર હું આફરીન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ટિ ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું ? ઠેકાણું આપ.”

“તું - તું ગોરો મને જવાબ દેવા આવશે ?” કાદુએ કરડાઈભર્યો તિરસ્કાર બતાવ્યો.

“હા, હું અંગ્રેજ બચ્ચો છું, માટે જ આવીશ....”

બહારવટિયો જૅક્સનના સાવજ સરખા ચહેરા સામે જોઈ રહ્યો ફરી પૂછ્યું : “એકલો ?”

“એકલો.”

“બિનહથિયારે ?”

“બિનહથિયારે.”

“આંહીંથી દોઢ ગાઉ ઉપરઃ હિરણ્ય નદીમાંઃ ચાંદ ખતાલની જગ્યા પાસે.”

એટલું કહીને બહારવટિયો અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો. ગેબમાંથી પણ એનાં પગલાં બોલતાં હોય તેમ સ્કૉટની ભયભીત મડમ ચમકતી હતી. થોડી વારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જૅક્સન જાણે કે બહારવટિયાના મેળાપથી બેવડો હિમ્મતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઈ સ્કૉટને વાત સંભળાવી. પાંચ જ પગલે સ્કૉટ બચી ગયો.

બીજા દિવસની રાતઃ અંધારું ઘોરઃ અને ગીરની ખપ્પર જોગણી-શી હિરણ્ય નદીનો ભેંકાર કિનારોઃ બરાબર ઠરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જૅક્સન બિનહથિયારે, પોતાના રોજના ભેરુ એક તમંચાને પણ તજીને, એકલો આવ્યો. આવીને ઊભો રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો, હીરા જેવી ચમકતી ચમકતી ઓરી ને આઘી કાદુને ગોતતી હતી - થોડી વાર આમ, તો થોડી વાર તેમ. કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ તિખારા ઝગતા હતા. હવામાં ખૂણે ખૂણેથી ઝીણી સિસોટી વાગતી હતી, પણ કોઈ માનવી નહોતું. થોડી વારે ખંભે ગોબો નાખીને એક આદમી આવ્યો. જૅક્સને પડકાર્યો, “કૌન હૈ ?”

“રબારી છું, બાપા !” સામેથી જવાબ મળ્યો.

“આંહીં કોઈ સિપાઈ દેખ્યો ?”

“હા. હું એને ખબર દઉં છું. તમે આંહીં બેસો.”

રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદરબક્ષ હાજર થયો. અવાજ દીધો કે “સલામ, જૅક્સન સા’બ !”

“સલામ તમને, કાદરબક્ષ ! હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળમાં મળી છે. નવાબને ઘણું સમજાવ્યા, મુંબઈ સરકારની મારફત સમજાવ્યા, પણ નવાબ કહે છે કે મારી રિયાસતમાં પાંચ કોમો પડી છેઃ મકરાણી, મહિયા, લાઠી, આહીર અને હાટી. હું પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ અને પાંચેય કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો.”

“જૅક્સન સા’બ ! આવો જવાબ આપવા આવવાની તમે હિંમત કરી?”

“કેમ નહિ ! મેં તને કોલ આપ્યો હતો.”

“એકલા આવવાની હિંમત કરી ?”

“એમાં શું ? તું સાચો મર્દ છે તે ઓળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો.”

“હજાર આફરીન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું?”

“તારી ખુશી હોય તે કરજે. મારું દિલ તો એટલું દુભાયું છે કે મારા ધારી પરગણામાં તો તારી પાછળ ફરવા આવનારી નવાબી ગિસ્તને કોઈ શેર આપો પણ વેચાતો નહીં આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદરબક્ષ !”

“સલામ, જૅક્સન સા’બ !”

રામજાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહેરોમાં, તરવારબંદૂકો ખીલીએ ટિંગાડીને બેઠા બેઠા કાવો પીતા હતા. ઓચિંતી એક જણાએ ચીસ પાડી કે “ઓ અબ્દુર કાદર !” સાંભળતાં જ જેવા સહુ પોતપોતાનાં હથિયાર સંભાળવા ઊભા થવા જાય છે ત્યાં ભરી બંદૂકની નાળ્ય નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ દીધી, “બસ જમાદારો ! મત ઉઠાના !”

પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા. કાદુના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા અને કાદુ એકલો જ એક બંદૂકભર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઊભો રહ્યો. કોણ જાણે શાથી પણ ગિસ્તના આરબોનાં હૈયામાંથી અલ્લા ઊઠી ગયો. ધીરે ધીરે તેઓએ કાદુને આજીજી કરવા માંડી, “કાદરબક્ષ ! આજ તું અમારાં હથિયાર લઈ જઈશ તો અમારી ઈજ્જત નથી. ભલો થઈ અમને બંદૂકો પાછી દે. અમે સિપાહી છીએ. જગત જાણશે તો અમને કોઈ સંઘરશે નહિ.”

તમામની બંદૂકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી અને જતાં જતાં કહ્યું, “ફિટકાર છે તમને, સિપાહીઓ ! પચીસ જણા કાદુની સામે કાલાવાલ કરો છો એમાં તમારી સિપાહીગીરી ક્યાં રહી ? પણ તમને સિપાહીગીરીની ઈજ્જત કરતાં જાન અને ઓરત વધુ વહાલાં છે. જાઓ, લઈ જાઓ હથિયારો !”

સોનારિયા ગામમાં ગિસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી.

બાદલપર લૂંટ્યું.

મેઘપર લૂંટ્યું.

વાંસાવડ લૂંટ્યું.

સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા.

ભરોલામાં દિવસ આથમતે પડ્યા. ત્યાં રબારીઓનું થાણું હતું. પહેરાવાળાઓને પકડી, હથિયારો આંચકી લઈ, ઘરમાં પૂર્યા. ગામ લૂંટ્યું. પછી તરવારો પાછી આપી ચાલી નીકળ્યા. ભીમદેવળ, ઝીલાલ ને તરસૂયા લૂંટ્યાં.

ઝૂંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી. ત્યાં પડીને કાગડા સાખના હાટી રામા પટેલને પકડ્યો. હાટીઓને ખબર પડતાં જ તેઓ ઢાલ-તરવાર લઈને નીકળ્યા. કાદુએ એમને આવતા દેખીને ચેતવ્યા કે “જુવાનો ! શીદ મરો છો ? તમે ભલા થઈને ચાલ્યા જાઓ. અમે તમારી બાથમાં નહિ સામીએ.”

હાટી જુવાનો હેબતાઈ ઊભા રહ્યા. પણ પાછળ હટતા નથી, તેમ આગળ ડગલું દેતા નથી. કાદુએ થોડી વાટ જોઈ આખરે જ્યારે હાટીઓએ ચોખવટ ન જ કરી ત્યારે પછી કાદુએ એમને ગોળીએ દીધા. હાટીઓએ એ ઘા સામી છાતીએ ઝીલ્યા.

માંડણપુરાના મકરાણીની એક દીકરી હતી. ફાતમા એનું નામ હતું. જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા. પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું. એણે કાદુને આખી સોરઠ હલમલાવતો જોયો. કાદુની વીરતા ઉપર જીવતર ઓવારી નાખવાનું નીમ લઈને એ બેઠી હતી. બહારવટિયો એના બાપને ઘેર કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો. ફાતમાએ એને કમાડની તિરાડમાંથી વારે વારે નીરખ્યો હતો. આખરે એક વાર તો એણે હામ ભીડી કાદુની મોઢામોઢ થવાનો મોકો દીધો. બાપ બહાર ગયો હતો. મા આઘીપાછી થઈ હતી. કાદુના સાથીદાર પણ ઓરડામાં ઊંઘતા હતા.

તે વખતે ફાતમા પોતાની ભાતીગળ ઇજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવરણી પાનીઓ માંડતી, ઘેરદાર કુડતાનાં હૂલણ-ઝૂલણને સંકોડતી, પીળી ઓઢણીના પાલવ લપેટીને હૈયું છુપાવતી આવી ઊભી રહી. બહારવટિયાના સરવા કાને એનો હળવો, હવાની લહેરખી જેવો સંચળ પણ સાંભળ્યો. કાંધરોટો દઈને એણે એ આવનાર તરફ નજર કરી. ઓરત દેખીને પાછો નેણ નીચાં નમાવી ગયો. તરવારની મૂઠ ઉપરની કોંટી થોડી વાર બાંધવા ને થોડી વાર છોડવા લાગ્યો.

જ્યારે કાદુએ બીજી વાર પણ સામેય ન જોયું ત્યારે ફાતમાથી છેવટે ન રહેવાયું. એણે જોર કરીને કમાડ ઝાલ્યું. પછી બોલીઃ “જમાદાર ! એક વાર ઊંચે જોશો ?”

“શું છે ?” કાદુએ ત્રાંસી આંખે નજર ઠેરવી.

“મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહિ જાઓ ?”

“ક્યાં તેડી જાઉં ? દોજખમાં ? હું તો મોતને માર્ગે છું. તું બેવકૂફ ઓરત, આંહીં કાં આવી ?”

“દોજખમાંય તમારી સાથે આવીશ, કાદરબક્ષ ! હું જાણું છું કે તમે તમારો જાન હાથમાં લઈ ફરો છો. હું પણ મારો જાન તમારા હાથમાં આપીશ.”

“બાઈ, તું આંહીંથી ચાલી જા. મારાં બાલબચ્ચાં મકરાણમાં જીવતાં છે ને હું આજ બહારવટે છું. મારું એ કામ નથી. મારાથી નેકીનો રાહ ન ચુકાય. અમે તારા બાપનો આશરો લઈએ છીએ, એટલે તું તો મારી બેન થા.”

ફાતમાએ પોતાના પાલવમાં એક તરવાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કદરબક્ષ ! આ તરવાર મારા તરફથી સોગાદ સમજીને લેશો ? હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં આ તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.”

“ના, ના; અમારે તરવારો ઘણી છે, બાઈ ! તું અહીંથી ચાલી જા!”

એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.૧

૧ આવો જ પ્રસંગ બીજા નામઠામ સાથે મળેલ છેઃ

જિલાણા ગામની સીદી નામે મકરાણીને ઘેર કાદુ આશરો લેતો. એ સીદી મકરાણીને જુમ્મન નામની દીકરી હતી. એ જુમ્મન સરસ્વતી નદીને કાંઠે પાંડવની દેરી અને ભીમના દેવળ પાસે કાદુને મળેલી અને એણે બહારવટિયાના પ્યારની માગણી કરેલી બહારવટિયાએ એને બહેન કહી. એના પિતા પાસે પાસે જઈ, આ વાતમાં પિતા કોઈ ખૂટામણની વૃત્તિથી શામિલ હશે તેવો શક લાવીને, કહ્યું કે “તારે મારે આજથી છેલ્લા સલામ આલેકુમ છે.” એટલું કહીને બહારવટિયો ચાલ્યો ગયેલો. હકીકત આમ નથી, પણ આગળ કહી તેમજ છે એવી ખાતરી પ્રત્યક્ષ પુરાવો આપનાર એક વ્યક્તિ તરફથી મળી છે.

ગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું મોત થયું. સરસ્વતી નદીને કાંઠે કરમડીના ઢૂવા પાસે બહારવટિયા બેઠા બેઠા લૂંટનું રૂપું દાટતા હતા. તેવામાં ગિસ્ત આવી પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદૂક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબકર ભાગ્યો. એની પાછળ ગિસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટિયાને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.”

સાંજનાં અંધારાં ઘેરાતાં હતાં. તેમાં અવાજ પરથી બહારવટિયે પોતાના જાતભાઈને ઓળખ્યો. “કોણ, વલીમામદ વીસાવદરવાળો ? જેની ડોશી અમારી સામે બંદૂક લઈને ઊઠતી’તી એ જ તું ભાઈ ?”

“એ જ હું. એ જ ડોશીનું દૂધ ધોવેલો હુું. હવે હુશિયાર થા, કાદરબક્ષ !”

અબાબકર પાછો ફર્યો. હથિયાર તો નહોતું. પછી પથ્થર ઉપાડ્યો. ત્યાં તો જુવાન વલીમામદે પણ પોતાના ગુરુના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ બંદૂક છાતીએ ચડાવી. આંહીંથી ગોળી છૂટી ને ત્યાંથી પથ્થર છૂટ્યો. ગોળી અબાબકરના સાથળમાં વાગી ને બંદૂક પથ્થરના ઘાયે તૂટી. પછી વલીમામદ તરવાર લઈને ઠેક્યો. અબાબકર પડ્યો. તરવારના પણ બે કટકા થઈ ગયા. પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઊભો થઈ રહ્યો. મરતો દુશ્મન બોલ્યોઃ “રંગ છે, વલીમામદ !”

“રંગ છે, તને પણ, ભાઈ ! તું કુરાને શરીફ છો. તને પાણી દઉં?”

“ના, ના, હવે પાણી ન જોઈએ.”

કાદુ તો નાસી ગયો હતો. ગિસ્ત અબાબકરના શબને ઉપાડી જૂનાગઢ લઈ ગઈ. નવાબે પૂછ્યું, “વલીમામદ, ઇસ્કુ કિને મારા ?”

“મૈંને નહિ, આપકા નિમકને.”

“ઇસ્કુ ક્યા કરના ?”

“નામવર, દફન કરના.”

કાદરબક્ષે જ્યારે આ વાત સાંભળી ત્યારે એ બોલ્યો હતો કે “મારું મોત પણ મારા આવા જાતભાઈને હાથે જ થાજો કે જેથી મને મૂઆ પછી મુસલમાનની રીતે અવલમંજલ પહોંચાડે !”

ભેંસાણ ગામને ઝાંપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી છે. સવારને પહોર લોકો નીકળે છે અને ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ બીને ચાલ્ય જાય છે. ગામના મુછાળા મરદ ફોજદાર માણેકલાલને જાણ થઈ કે કોઈક જાસાચિઠ્ઠી બાંધી ગયું છે. પાદર જઈ ફોજદારે જાસાચિઠ્ઠી છોડી. વાંચી. અંદર લખ્યું હતું કે “માણેકલાલ ફોજદાર ! કચેરીમાં બેસી કાદુ સામે ભારે મૂછો આમળો છો, માટે ભેંસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છુંઃ મરદ હો તો બંદૂકો ભરીને બેસજો !”

ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાડ હોય તેવા પીળા પડતા જાય છે. પડખે ઊભેલા નાના અમલદાર સામસામા મિચકારા કરીને મૂછમાં હસી રહ્યા છે.

“ફિકર નહિ. ભલે આવોત કાદુ - આવશે તો ભરી પીશું,” એવાએવા બોલબોલવા છતાં માણેકલાલના પેટમાં શું હતું તે અછતું ન રહ્યું. પણ રુઆબમાં ને રુઆબમાં સાહેબ બેસી રહ્યા. બે-ચાર દિવસ નીકળી ગયા. એમાં એક રાતે ગામમાં હુલકું પડ્યું કે “મકરાણી આવી પહોંચ્યા છે !” ભડાભડ બજારો દેવાઈ ગઈ, વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના ઝૂડા લઈને ઘર ભેગા થઈ ગયા અને ગામની કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીઓ મોરચા પકડવા માંડ્યા. એક ઉતાવળિયા જણે તો બંદૂકનો અવાજ પણ કરી નાખ્યો એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો.

ફોજદાર સાહેબ માણેકલાલભાઈ દીવાલ ઠેકીને ભાગ્યા. વાંસે એક ભરવાડનું ઘર હતું તેમાં ભરાયા, અને ભરવાડણને કરગર્યા કે “તારે પગે લાગું. મને તારં લૂગડાં દે !”

ભરવાડણે પોતાનું પેરણું અને ધાબળી દીધાં. માણેકલાલભાઈ એ પહેરીને ઘંટીએ બેઠા. આખી રાત ઘૂમટો તાણીને દળ્યા કર્યું. આંહીં ગામમાં તો એની બડાઈ ઉતારવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું, એટલે થોડી વારે તો જળ જંપી ગયાં, પણ માણેકલાલભાઈ ભળકડા સુધી ઘંટીએથી ઊઠ્યા નહિં. ભરવાડણને આઠ દિવસનો પોરો મળી ગયો.

કેશોદ અને વેરાવળ૧ વચ્ચેના માર્ગે સવારના ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે. અંદર એક હથિયારબંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુંવાળા એક બાળક સહિત બેઠો છે. અંગ્રેજ તે જૂનાગઢ રાજના નવા નિમાયેલા પોલીસ-ઉપરી મેજર હંફ્રી છે. કાદુની ટોળીને જેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો છે. પોતાની ચકોર નજરને ચારેય દિશામાં ફેરતો હંફ્રી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે.

૧ આ ઘટના જસ્ટિસ બીમનની આ નોંધને આધારે લખી છેઃ

ૈં ર્ષ્ઠેઙ્મઙ્ઘ ીંઙ્મઙ્મ ર્એ ર્ંર્, ર્રુ દૃીિઅ હીટ્ઠઙ્મિઅ ર્ઝ્રર્ઙ્મહીઙ્મ ૐેદ્બકિીઅ, ુર્ર ુટ્ઠજ ીહખ્તટ્ઠખ્તીઙ્ઘ ૈહ ીટીંદ્બિૈહટ્ઠર્ૈંહ ંરી ઙ્મટ્ઠજંર્ ક ંરી િીટ્ઠઙ્મર્ ેંઙ્મટ્ઠુજ, ુટ્ઠજ ટ્ઠદ્બહ્વેજરીઙ્ઘ ટ્ઠહઙ્ઘ જઙ્મટ્ઠૈહ ૈહ ટ્ઠ ઙ્ઘૈર્ ક ંરી ર્િટ્ઠઙ્ઘ હ્વીુંીીહ દ્ભીજર્રઙ્ઘ ટ્ઠહઙ્ઘ ફીટ્ઠિુટ્ઠઙ્મ. મ્ેં ર્કિેંહટ્ઠીંઙ્મઅ રી રટ્ઠઙ્ઘ દ્બીં રૈજ ટ્ઠજજૈંટ્ઠહં ુર્ર રટ્ઠઙ્ઘ હીુજર્ કર્ ેંઙ્મટ્ઠુજ ૈહ ટ્ઠર્હંરીિ ઙ્ઘૈિીષ્ઠર્ૈંહ, ર્જ ૐેદ્બકિીઅ ઙ્મીકં રૈજ ર્ંહખ્તટ્ઠ ૈહ ુરૈષ્ઠર ુીિી રૈજ ુૈકી ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘ ટ્ઠહઙ્ઘ જિંેષ્ઠાર્ કક ર્ં ંરી મ્ેઙ્ઘિટ્ઠજ. ઉરીહ ંરી ર્ંહખ્તટ્ઠ ુટ્ઠજ જીીહ ટ્ઠર્િટ્ઠષ્ઠરૈહખ્ત ટ્ઠહઙ્ઘ ંરીર્ ેંઙ્મટ્ઠુજ િીટ્ઠઙ્મૈડીઙ્ઘ ંરટ્ઠં ૐેદ્બકિીઅ રૈદ્બજીઙ્મક ુટ્ઠજ ર્હં ૈહ ૈં, ંરીઅ ઙ્ઘીઙ્મૈહ્વીટ્ઠિીંઙ્ઘ ુરીંરીિ ંરીૈિ ુર્િહખ્તજ ુીિી ર્હં ખ્તિીટ્ઠં ીર્હેખ્તર ર્ં દ્ઘેજૈંકઅ દ્બેઙ્ઘિીિૈહખ્તર્ િ ટ્ઠં ટ્ઠહઅ ટ્ઠિીં ષ્ઠટ્ઠિિઐહખ્તર્ કક રૈજ ુૈકી ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘઃ મ્ેં ંરી ર્ષ્ઠેહજીઙ્મજર્ ક ંરી ીઙ્મઙ્ઘીજિ િીદૃટ્ઠૈઙ્મીઙ્ઘ. ‘ન્ીં ેજ ર્હં ર્ેંષ્ઠરર્ ુદ્બીહ ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘિીહ,’ ંરીઅ જટ્ઠૈઙ્ઘ, ર્‘િર્ ેિર્ ુહર્ ુદ્બીહ ુૈઙ્મઙ્મ ેંહિ ટ્ઠખ્તટ્ઠૈહજં ેજ.’ ર્જી સ્જિ. ૐેદ્બકિીઅ ટ્ઠહઙ્ઘ ંરી ષ્ઠરૈઙ્મઙ્ઘ ુીહં હ્વઅ ેહજષ્ઠટ્ઠંરીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ેહુૈંૈંહખ્તર્ ક ંરીૈિ ઙ્ઘટ્ઠહખ્તીિ.

થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એક ઘોડેસવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસવારના હાથની નિશાની દેખીને હંફ્રીએ ગાડી ઊભી રખાવી.

પરસેવે રેબઝેબ, મોંએ ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો હાંફતો એ ઘોડો આવીને ઊભો રહ્યો કે તુરત તેની પીઠ પરથી ઊતરીને એક પોલીસ અમલદારે સલામ કરી. ઉતાવળે સાદે કહ્યું, “સાહેબ, આપ

ઊતરી પડો. આ લ્યો આ ઘોડો, જલદી પાછા ફરી જાઓ !”

“કેમ ?”

“બહારવટિયાએ નજીકમાં જ આડા બાંધ્યા છે. પલેપલ આપના જાનની વાટ જોવાય છે. જલદી કરો !”

શૂરો હંફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છેઃ “વિચાર કરવાનો વખત નથી, સાહેબ બહાદુર ! જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઈફલો ગોઠવી છે એ આજ આપને નહિ છોડે.”

“મારાં બાલબચ્ચાંનું શું થાય ?” સાહેબનાં ભવાં ચડે છે.

“એને ઊની આંચ નહિ આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત-બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છૂટો.”

ભયભીત મડમ બોલી ઊઠી, “વહાલા ! ખુદાને ખાતર, અમારે ખાતર, ભાગી છૂટો.”

હંફ્રી ટાંગામાંથી ઊતરી ઘોડે ચડ્યો. ચાલી નીકળ્યો. છેક જાતો બરડામાં ઊતરી ગયો.

ને આંહીં ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢૂકડો આવે છે તેમ તેમ બહારવટિયાનાં ડોકાં ઓડાની પાછળથી ઊંચાં થતાં જાય છે. આખર લગોલગ થતાં જ બહારવટિયા આખેઆખા ઊભા થઈ ગયા. બંદૂકો ઊંચી ઉઠાવી. જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું, “ખામોશ ! હંફ્રી ગાડીમાં નથી. અંદર ઓરત ને બચ્ચું જ છે.”

“ભાઈ કાદરબક્ષ !” ખૂની અલાદાદ બોલી ઊઠ્યો, “એની મડમ ને બચ્ચાને ઠાર કરી નાખીએ. હંફ્રીનું કલેજું ચિરાઈ જશે અને એ આપણો કાળ જલદી વિલાયત ભેગો થશે.”

“નહિ, નહિ, અલાદાદ ! શત્રુની ઓરત તો બહારવટિયાની માબહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ-બલોચ મા-બહેનો આપણા નામ પર થૂંકશે. ઓરત અને બચ્ચાં તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.”

બીજા બધા બોલ્યા, “કાદરબક્ષ ! ભૂલી ગયા ? રાજ્યે કેમ આપણાં બાલબચ્ચાંને પકડ્યાં હતાં ?”

“એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહિ કરું.”

“ભાઈ કાદરબક્ષ ! ભૂલો છો. પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહિ તો જીવતાં ઉઠાવી જઈએ.”

“એ પણ નહિ બને. કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ-બલોચ ઓરતો આપણા નામ પર જૂતાં મારશે. બસ ! ખામોશ!”

એટલું કહીને કાદુ બીજી દિશામાં ઊતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બબડતા ચાલ્યા. તેઓની ખૂની નજર વારેવારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી, જ્યાં એક ટાંગો નિર્દોષ મા-દીકરાને લઈ ચાલ્યો જતો હતો.

બહારવટિયાને ઝાલવાનું ઈનામ જાહેર થયેલું તેનાથી લોભાઈને જોગી બહારવટિયા જોગીદાસનો પૌત્ર જેઠસૂર ખુમાણ આંબરડીથી નીકળ્યો. જૂનાગઢ જઈને બીડું ઝીલ્યું. ભેળી એક ગિસ્ત લીધી.

“કાદુ બચારો કોણ છે ! હમણાં ગરમાંથી સાંસલો ઝાલે એમ ઝાલી લઉં !” આવા બોલ બોલીને જેઠસૂર નીકળી પડ્યો. ભમતાં ભમતાં ગીરમાં એક નદીને કાંઠે પડાવ નાખ્યો. પ્રભાતને પહોર બગલમાં તરવાર લઈ કળશિયે જવા નીકળ્યો. થોડો આઘેરો નીકળી ગયો. પાછો આવીને નદીમાં હાથ ધોવે છે, ત્યાં એક ફકીર પણ પાણીમાં મોં ધોઈને કાંઠે બેઠો છે. ફકીરે પૂછ્યું કે “દરબાર, ક્યાં રે’વું ?”

“રે’વું જોગીદાસની આંબરડી.”

“આવો આવો કસુંબો પીવા.”

“આગ્રહ કરીને ફકીરે જેઠસૂરને બેસાડ્યો. પોતે ખરલમાં કસુંબો ઘોળવા લાગ્યો. ઘોળતાં ઘોળતાં પૂછ્યું કે “શું નીકળ્યા છો ?”

“આ કાદૂડો ફાટ્યો છે, તે એને ઝાલવા. મલકમાં કોઈ માટી નથી રહ્યો ખરો ને, તે કાદુ સહુને ડરાવે છે.”

હસીને ફકીરે પૂછ્યું, “કાદુ મળે તો શું કરો ? છાતી થર રહે કે ?”

“કેમ ન રહે ? હું ખુમાણ છું. પકડી લઉં, ને કાં ઠાર મારું.”

“ત્યારે જોઈ લો, જેઠસૂર ખુમાણ !” એટલું કહીને કાદુએ કફની ઉતારી. અંદર મકરાણીના વેશે, પૂરાં હથિયાર સોતો જુવાન જોયો. દાઢી ઊતરી. કરડું મોં દેખ્યું. જેઠસૂરના મુખ ઉપરથી વિભૂતિ ઊંડી ગઈ.

“જેઠસૂર ખુમાણ ! લે, ઝાલી લે મને. હું જ જમાદાર કાદરબક્ષ.”

જેઠસૂર શું બોલી શકે ? ફાટી આંખે જોઈ રહ્યો. સામે ઘડી-બે ઘડીમાં જ મોત હતું. કાદુએ તમંચો તોળીને કહ્યુંઃ “જેઠસૂર ખુમાણ ! મારું તો આટલી વાર લાગે. પણ તને જોગીદાસના પોતરાને હું કાદુ તો ન મારું; માટે ઝટ આંબારડી ભેળો થઈ જાજે. અને એક વાત વીસરીશ મા કે તારો દાદો જોગીદાસ જે દી ભાવનગર સામે બહારવટે હતા તે દી કાદુનો બાપ આવીને બીડું ઝડપી એને ઝાલવા ચડ્યો હોત તો તને કેવું લાગત ? સહુ પોતપોતાના ગરાસ સાટુ મરવા નીકળે છે એ ન ભૂલતો, કાઠી ! જા, ઝટ ગીરમાંથી નીકળી જા !”

જેઠસૂર ખુમાણ તે દિવસથી ખો ભૂલી ગયો.૧

૧ આ પ્રસંગ ઘણુંખરું ગીરમાં, તેમ જ કાઠિયાવાડમાં ઠેર ઠેર, કહેવાય છે. તેમ છતાં કાદુના બહારવટામાં શામિલ હતા તે માણસે આ વાતનો ઇન્કાર કર્યો છે. એ કહે છે કે જેઠસૂર તો કાદુનો દોસ્ત હતો. જેઠસૂર પોતે મોટો પાપાત્મા હતો. એટલે કાદુનો સાથી હોવાનો સંભવ છે. લોકો (‘ટ્ઠર્ષ્ઠિઅરટ્ઠઙ્મ’, કલ્પિત) વાતો કેવી રીતે રચે છે ને કઈ બાજુ ઢળે છે તેનો આ નમૂમો છે. આ વાતને પણ જાણકારો તરફથી ટેકો નથી મળતો. લોકો પોતાની કલ્પનાથી કેવા પ્રસંગોનું સર્જન કરે છે તે બતાવવા આ વાત અત્રે આપેલી છે.

સવારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે ચડતા દિવસને વખતે ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે “શેઠ, એક ચપટી સૂકો આપો ને ! ચલમ ભરવી છે.”

“સૂકો નહિ મળે. પૈસા બેસે છે,” વેપારીએ ચોપડામાંથી ઊંચું માથું કરીને કહ્યું.

“શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. ચપટી સૂકાની ખેરાત નહીં કરો ?” ફકીર રગરગવા માંડ્યો.

“નહિ મળે,” શેઠે વેણ ટૂંકાવ્યાં.

“અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોત તો કેમ આપો ?”

પડખે લોઢાની દસશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો, “કાદુ આવે અને અડપ ચડે તો એનું માથુંય આ દસશેરીથી ભાંગી નાખીએ, સમજ્યો? રસ્તે પડી જા અટાણમાં.”

ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું, “ભાઈ, એક જોડ્ય પગરખાંનું શું લઈશ?”

“દોઢ રૂપિયો.” મોચી બેપરવાથી બોલીને પાછો સીવલા લાગ્યો.

“હું અભ્યાગત છું. પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે સવા રૂપિયે આપ ને, ભાઈ !”

“બહુ બોલીશ તો પોણા બે બેસશે.” મોચી ઊલટો ભાવ ચડાવવા

માંડ્યો.

“અરે ભાઈ, વધછ ?”

“તો બે પડશે.”

“એમ છે ? કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો ?”

હાથમાં વીંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું, “કાદુ આવે ને, તો

કાદુનેય આ વીંગડા ભેળો ટીપી નાખીએ. સમજ્યો ને ? જા, રસ્તે પડ.”

ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે “ઓહોહો ખુદા ! આ ગામમાં મને ચપટી સૂકોન મળે, તો રોટલા તો મળે જ શેનો !”

“કેમ, સાંઈ ?” એક કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું, “કેમ, બાપા ? ગામ જેવું ગામ છે ને કોઈને રોટલાની ના હોય ? હાલો મારે ઘેરે.”

કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પીરસ્યો. ફકીરે ખાઈ લીધું. પછી

એણે બાઈ સામે જોઈને મોં મલકાવી કહ્યું કે “બેન ! વાત પેટમાં રે’શે ?”

“હા બાપા, શા સારુ નહિ ?”

“તું બ્હીશ તો નહિ ને ?”

“ના...ના...,” બાઈ જરાક ખચકાણી.

“હું કાદુ છું.”

“તમે કાદુ !!!” બાઈની છાતી બેસી ગઈ.

“પણ તું બ્હી મા ! તું મારી બેન છો. સાંભળ. આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ. ગામ લૂંટશું, પણ તારું ઘર નહિ લૂંટીએ. હું એકલો નહિ નીકળું. હું ચોકમાં બેસીશ, એટલે મારા જણ તારું ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરું છું.”

થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો, “જો બેન, તું તારાઘરને ટોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારું ઘર ઓળખશે. દીવા બરાબર મેલજે, ભૂલતી નહિ. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે.”

“એને ખાવાનું કેમ થાશે, બાપુ ?” બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું.

“હવે જે થાય તે ખરી.”

“ના, એમ નહિ. તમે ઓતરાદી દૃશ્યને મોટે મારગે ખીજડીવાળી વાવને ઓલે થડ ઊભા રે’જો. હું હમણાં ભાત લઈને આવું છું.”

કાદુ ગયો. બાઈએ દસ જણની રસોઈ કરી. ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે દિવસ પણ ચાલી. કોઈને વહેમ પડ્યો નહિ. નક્કી કરેલી જગ્યાએ બહારવટિયાને ભાત પહોંચાડ્યું.

રાત પડી અને બહારવટિયો ગામ પર ચડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરીબંદૂકે બેઠો, અને સાથીઓને કહ્યું કે “ગામના વેપારીઓને લાવો. ભેળા એના ચોપડા પણ ઉપડાવતા આવો. અને એક મીઠા તેલનો ડબો, એક બકડિયું ને એક સાવરણી આણજો.”

વેપારીઓને હારબંધ બેસાર્યા. મંગાળો કરી, તે પર બકડિયું મૂકી અંદર તેલ રેડ્યું અને પછી કહ્યું કે “આ વેપારીઓના ચોપડાનું બળતું કરો, એટલે રાંક ગરીબને સંતાપ મટે.”

ચૂલામાં ચોપડા સળગાવીને બકડિયામાં તેલ કકડાવ્યું. એક પછી એક વેપારીને પૂછ્યું કે “કહો, લાવો, ઘરાણાં ને નાણાં હાજર કરો.”

“ભાઈસા’બ, અમારી પાસે નથી.”

આવો જવાબ મળતાં કાદુ કહેતો કે “શેઠને જરા છાંટણાં નાખો.”

કડકડતા તેલમાં સાવરણી બોળીને બહારવટિયાના માણસો વેપારીના શરીરી પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા.

વેપારી માની જતો કે “બાપા, ચાલો બતાવું.” પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધનદોલત દાટ્યાં હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો. પણ ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો ને તેમાંથી બહારવટિયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા ત્યારે બહારવટિયો નિર્દય બનીને કહેતો કે “એ તો મારા તકદીરના નીકળી પડ્યા. હવે તો તેં કહેલા એ કાઢી દે !”

એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બહેનને બોલાવતો ને કહેતો કે “બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે.”

“તારું કોઈ નામ લ્યે તો મને કહેજે. હું પાછો આઠ દિવસે આંહીં નીકળું છું.

એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે.

“ભાઈ અલાદાદ ! હવે આપણા દિવસ પૂરા થયા. આપણાં પાપનો ઘડો ભરાઈ રહ્યો. હવે નહિ ટકાય.”

“કાં ?”

“દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબઈનાં છાપાંમાં પણ ગોકીરો ઊઠ્યો છે. જૂનાગઢના ગોરા પોલીસ-ઉપરી હંફ્રી સા’બે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે. ગામે ગામ ચચ્ચાર બંદૂકદારોનાં થાણાં બેસી ગયાં છે. અને રાવસાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવાના શક ઉપરથી વસ્તીનાં નિર્દોષોને એટલા એટલા ફટકાની સજા કરી પીટે છે કે મારાથી હવે આ પાપની ગઠડી સહેવાતી નથી.”

“ત્યારે શું કરશું, ભાઈ કાદરબક્ષ ?”

“મકરાણ તરફ ઊપડી જઈએ.”

“ભલે.”

બહારવટિયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહિ. પછી તો વહેમ આવ્યો કે બહારવટિયા નાસી છૂટ્યા. ચારેય તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બહેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદરેસો માંડી પેટગુજારો કરવા માંડી. દીનમહમદ પણ તેની સાથે જ હતો. કાદુ પોતે અલાદાદની સાથે અમદાવાદ થઈને રેલવે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ છવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવિના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઊંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે ઝલાઈ ગયોઃ

“ભાઈ ઊંટવાળા ! સોન મિયાણીનું શું ભાડું લઈશ ?”

“દસ રૂપિયા.”

“દસ નહિ પણ વીસ આપીશ, પણ જલદી ચાલ. મારે હિંગળાજ પરસવા વહેલું પોગવું છે.”

ઊંટવાળો ચલમના ધુમાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કચાશ નહોતી, પણ આવું જાજરમાન શરીર ને આવું કરડું મોં બાવાને ન હોય.

કરાંચીના એ દુત્તા ઊંટવાળાએ પોતાનું અંતર કળવા દીધા સિવાય કહ્યું, “હાલો, આમ આગળ; હું મારા ભાઈને મોઢે થઈ દઉં, પછી ઊંટ હાંકી મૂકીએ.”

ઊંટ દોરીને આગ ચાલ્યા. થોડેક આઘે પોલીસચોકી પર જઈને ઊંટવાળાએ પોતાની ઓળખાણવાળા નાયકને છાની વાત કહી, ત્રાંસી આંખે બાવો દેખાડ્યો. કહ્યું, “આ કાદુ જૂનાગઢવાળો. ઈનામ લેવું હોય તો એને ઝાલો ઝટ.” બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ દઈને છરી ખેંચી દોડીને ઊંટવાળાને હુલાવી ઠાર કર્યો. નાયક સામો થયો એને માર્યો ને પછી મરણિયો થઈ કરાંચીની ભરબજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યો. આખરે સામેથી મજૂરનું એક ટોળું છૂટીને ચાલ્યું આવતું હતું. તેણે પથ્થરો મારીને ગુનેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો. એને પૂછવા લાગ્યા, “તારા સાથીઓ ક્યાં છે ?”

જવાબ મળ્યો, “મરણિયા ભાગ્યા તે ભેળા રહેતા હશે, ભાઈ ?”

બહુ દબાણ કર્યું પણ કાદુ ન માન્યો. કરાંચીની બજારમાં કરેલાં ત્રણ ખૂનો બદલ એના પર મુકદ્દમો ચાલ્યો. એને ફાંસીની સજા થઈ.

આ વખતે અલાદાદ ક્યાં હતો ? કાદુ ઊંટ કરીને હમણાં તેડવા આવશે એ વાટ જોઈને કરાંચીમાં એક છૂપે સ્થળે એ બેઠો હતો. મોડું થયું એટલે એ ફિકરમાં પડ્યો. બાવાવેશે બજારમાં ગયો ત્યાં આખી વાત સાંભળી.

સાંભળીને મકરાણને માર્ગે ચડ્યો. બાવાનો વેશ, નાઘેરનાં ગામડાંમાં જીવતર ગાળેલું, અને મીઠી હલકઃ એટલે માર્ગી બાવાઓના ભજનિયાં ભારી સરસ આવડે. એની ઓડે ઓડે હિંગળાજના સંઘ ભેળો ભળીને ઠેઠ હિંગળાજને થાનક પહોંચી ગયો. જો એમ ને એમ ચાલ્યો જાત તો કદાપિ હાથ આવત નહિ. પણ મનમાં કાદુની માયા ઘણી, એટલે ખબર જાણવા ત્યાં જ પડ્યો રહ્યો. તેમાં જાણભેદુના મનમાં શક ઊઠ્યો. પોલીસે આવીને એને પકડ્યો ને કરાંચી લઈ ચાલ્યા. આખે માર્ગે અલાદાદ ગુજરાતીમાં જ વાત કરે અને ભજનિયાં બોલે, એટલે પોલીસને શક પણ ટળી ગયો. તેઓ બેદરકાર બની ગયા.

એક દિવસ સાંજે એક ગામને પાદર પોલીસો ને એના અમલદાર ઊંટ ઝોકારી ગામની મસીદમાં નમાજ પઢવા ગયા. અલાદાદને બેડી પહેરાવી ઊંટ સાથે એકલો બાંધી ગયા.

અલાદાદ એકલો પડ્યો. એને સમજ પડી ગઈ હતી કે ફાંસી તૈયાર હશે. એ ભાગ્યો. પોલીસોએ પાછા આવી ઊંટ દોડાવ્યાં, પણ તે વખતે અલાદાદ રણમાં ઝાંખરાં વાંસે છુપાઈ રહ્યો. અંધારું થતાં એ દોડવા માંડ્યો. સીધો ગયો હોત તો પચીસ ગાઉ નીકળી જાત, પણ તકદીર ઊંધાં હતાં એટલે સવારે ચકરાવો ફરી, જ્યાંથી નાઠો હતો તે જ ગામની સામે આવી ઊભો રહ્યો. ત્યાંથી પાછો ચાલી નીકળ્યો. દરમ્યાન જ્યાં જ્યાં પાણીની કૂઈઓ હતી ત્યાં ત્યાં પોલીસે ચોકીઓ મૂકી દીધી હતી એટલે સિંધના ભયંકર રણમાં દોડતો અલાદાદ ત્રાહિ ! ત્રાહિ ! પોકારી રહ્યો હતો. તોપણ ચાલ્યો. આખરે મકરાણનો સીમાડો સાવ પાસે આવી ગયો. પણ તરસ ન ખમાયાથી અલાદાદ એક કૂઈ ઉપર પાણી પીવા ગયો. ત્યાં પહેરો નહોતો. પાપી પીધું બે જ ગાઉ ઉપર મકરાણનો સીમાડો છે, પણ એનાથી ચાલી ન શકાયું. બેહોશ થઈને ઢળી પડ્યો. થોડી વારે એની આંખો ઊઘડી. જોયું તો ઊંટવાળા પોલીસ-સવારો એના શરીરને જકડતા હતા. કપાળ સામે આંગળી ચીંધીને અલાદાદ ચુપચાપ બંધાઈ ગયો.

જૂનાગઢ રાજને જાણ થઈ. એણે પોતાના ગુનેગારો પાછા માગ્યા. સરકારે કહાવ્યું કે આંહીં તો કેદીઓ એકબીજાને ઓળખાવવાનું કોઈ રીતે માનતા નથી. માટે એવો કોઈ આદમી મોકલો કે જેને આ કેદીઓ પોતે જ ઓળખી લ્યે. અને કદાચ ઓળખવા ના પાડે તો એ માણસ કેદીઓને ખાતરીબંધ ઓળખાવે.

હંફ્રી સાહેબે પેલા જુવાન નાગર વીર હરભાઈ દેસાઈને કેદીઓ ઓળખવા તેમ જ આસિસ્ટન્ટ પોલીસ ઉપરી અંબારામ છાયાને જો કેદીઓ સોંપાય તો લઈ આવવા એક પોલીસની ટુકડી સાથે કરાંચી મોકલ્યા. કાદુ જેને સામેથી ઓળખાવે એવા સરકારી આદમી તો પ્રભાસપાટણના દેસાઈપુત્ર હરભાઈ એક જ હતા.

આટલેથી તો એ બાકીનો ઇતિહાસ આ હરભાઈના મુખમાંથી જ દાયરે દાયરે જે શબ્દોમાં વર્ણવાયેલો, એ શબ્દોમાં જ આપણે સાંભળીએ. અનેક બેઠકોમાં હરભાઈએ કહેલી આ શબ્દેશબ્દ સાચી કથાઓ છેઃ

બીજે જ દિવસે મને અને અંબારામભાઈને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા. સાથે આવ્યા હતા કરાંચીના ગોરા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એક સિંધી મુસલમાન પોલીસ અમલદાર. મને કહેવામાંઆવ્યું કે ‘અંદરના ચોકમાં ખૂનીઓની કોટડીઓ છે ત્યાં એક આંટા મારો !’ મેં બે-ચાર આંટા માર્યા હશે ત્યાં તો કોટડીમાંથી અવાજ આવ્યોઃ

“હરભાઈ !”

હું એ અવાજ તરફ વળ્યો. કોટડીમાં જોયું તો કાદરબક્ષ બેઠેલો. મેં અગાઉ તો એને લીલો, પીળો, તરવાર, બંદૂક ને પૂરા સાજવાળો જોયેલો. પણ આજે જોયો કેદીના વેશમાં. પાંજરે સાવજ પડ્યો હોય તેવો લાગ્યો. મને જોઈને એ ઊભો થયો. મેં કહ્યું, “કાદરબક્ષ, સલામ આલેકુમ !”

એણે કહ્યું, “વાલેકુમ સલામ.”

મારાથી બીજું કાંઈ બોલી શકાયું નહિ. દિલ ભરાઈ આવ્યું. તકદીરે આને ક્યાં જાતો પટક્યો હતો ! વહેલાંનો એક દિવસ મને યાદ આવી ગયો. હું એને ગામ અમરાપર ગયેલો. અમે ચોરે બેઠા હતા. વાતો ચાલતી હતી. ચા મુકાયો હતો ને કાદરબક્ષ મીઠી જબાનમાંથી મોતી પડતાં મૂકતો હોય તેવી વાતો કરતો હતો. તેટલામાં એક બુઢ્ઢો ખખડી ગયેલ કારડિયો કાદુને હલકી ગાળો દેતો દેતો ચાલ્યો આવે છે. કાદુએ ઝટ સામી દોટ મૂકી કારડિયાને ચુપ થવા વિનવણી કરવા માંડી, તેમ તેમ તો કારડિયો છાપરે ચડ્યો. આ ગાળોની ત્રમઝટ ને વિનવણી જ્યારે પા કલાક ચાલ્યાં ત્યારે પછી મારી સાથેના પાટણના પટાવાળા અબ્બાસે દોડીને કારડિયાને દમદાટી દીધી કે ‘એલા આંધળો છો ! આ જમાદાર થપ્પડ મારશે તો મોંમાં દાંત તો નથી પણ માથું જ ફાટી જશે. જેમ જેમ એ નમે છે, તેમ તેમ તું ફાટતો જાછ શેનો ?’ બેવકૂફ કારડિયો કહે કે ‘તઈં એના બળદને કેમ રેઢા મેલે છે ? અમારાં ખેતર શીદ ચારી દ્યે છે? કાદરબક્ષે કહ્યું, ‘પટેલ, કોરે કાગળે આંકડો માંડ. હું તારી નુકસાની ભરી દઉં. પણ આવાં રૂડાં માણસ ગામમાં મહેમાન આવ્યાં હોય ત્યારે આમ ફજેતા ન શોભે.’ માંડ માંડ પટેલ ટાઢો પડ્યો. પછી ચા પિવાતી વખતે પટાવાળા અબ્બાસે પૂછ્યું, ‘કાદરબક્ષ ! તમને તો આખી દુનિયા શું ને શું સમજે છે ! કહે છે કે અમરાપરની હદમાં તો સાવજ પણ ઊતરી શકતો નથી, અને છતાં આ ગંડુની ગાળો સાંખી લીધી ?’ કાદુએ હસીને જવાબ દીધેલો કે ‘ભાઈ ! એમાં જ મર્દાઈ છે. કૂતરા તો માણસને કરડે, પણ માણસો કૂતરાને કરડ્યાં સાંભળ્યાં છે ? એને તો થપ્પડ મારું ત્યાં એ મરી જાય. પણ એવાં નમાલાં કામ માટે શીદ મારો જીવ જોખમમાં નાખું ! વખત આવશે તો કોઈક દિવસ જોવાશે કે કાદુમાં શું ભર્યું છે !’

આવી તો મારી સગી આંખે જોયેલી એની ખામોશી ! તે દિવસ ખબર નહોતી કે આનો આ કાદુ આખી સોરઠને હલાવશે !

એ સમય સાંભરી આવતાં મારું હૈયું ભરાઈ ગયું. કાદુ સમજી ગયો. એ બોલ્યો, “હરભાઈ ! એમાં ગમ ખાવો શું કામ આવે ? એ તો અલ્લાહનો અમલ (હુકમ)! મુકદ્દર તે એનું નામ !”

પછી એણે દેશના બધાના ખબરઅંતર પૂછ્યા. પ્રભાસવાળા અમારા બન્નેના ઉસ્તાદ મૌલાના મહમદ બિન ઇસ્માઇલ ગજનવી તગાવી સાહેબ મોટા પરહેજગાર આલિમ હતા તેને સલામ કહેવરાવી.

એટલામાં તો અંબારામાઈ અને સિંધના બેય અમલાદરો આવી પહોંચ્યા. ગોરા સાહેબે મને કહ્યું કે “તમે તો હરામખોરની સાથે બહુ બહુ વાતો કરવા લાગ્યા !” મેં જવાબ દીધો કે “સાહેબ, અત્યારે તો એ ગુનેગાર છે અને એને એની સજા મળી ગઈ છે; પણ માત્ર બે-અઢી વરસ ઉપર તો એ નવાબનો નિમકહલાલ નોકર હતો ને ગાયકવાડની સરહદ પર નવાબનો મુલક સાચવતો. માટે આજ અમે દિલ દિલની થોડી વાતો કરીએ છીએ.”

પછી અંબારામભાઈએ કહ્યું, “શાબાશ કાદરબક્ષ ! શાબાશ જુવાન! દુનિયામં સિપાહીગીરી દેખાડી. નામ રાખી દીધું.”

કાદુએ જવાબ આપ્યો, “અંબારામભાઈ ! અમે તો આપના અહેસાનમંદ છીએ કે ઇણાજ પર ચડીને આવ્યા છતાં તમે અમારો મલાજો કાયમ રાખ્યો. બાકી આપ તો ચિઠ્ઠીના ચાકર. આપને ક્યાં અમારી જોડે વેર હતું ! પણ, મારું દિલ અત્યારે ચિરાય છે, કેમ કે જે ધણીનું નિમક આ રૂંવે રૂંવે ભર્યું છે તેની સામે અમારે હથિયાર ઉપાડવાં પડ્યાં. એની રૈયતને બેહાલ કરી અમે એનાં ઢગલાબંધ માણસો માર્યાં. અને જે દેશમાં અમે જન્મી મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધો. એમાં અમારો વાંક હશે. પણ, સાહેબ! અમને એક પણ તક મળી નહિ. અમને મરાવવા હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મનની સામે લડાવી મરાવવા’તા. અમારું મોત તો સુધરત ! હવે તો ખેર ! હરભાઈ, અંબારામભાઈ, તમે બેય અમારા વતી સહુની પાસે છેલ્લી માફામાફી કરજો, હો !”

એ એટલું બલી ગયો, પણ એના અવાજમાં ફરક નહોતો પડ્યો. અસલ દીઠી હતી તે જ ખામોશી આજે એનું મોત સુધારવા માટે જાણે એના અંતરમાં ખીલી ઊઠી હતી. એના બોલ સાંભળીને અંબારાભાઈની વૃદ્ધ આંખો પલળી ગઈ. એણે તો ફરી ફરી કહ્યા જ કર્યું કે ‘રંગ કાદરબક્ષ ! રંગ છે તારી હિમ્મતને અને રંગ તારી સમજને !’

અંગ્રેજ સુપરિન્ટેન્ડેન્ટ અને સિંધી અમલદાર તો આ દેખાવ જોઈ જ રહ્યા. સોરઠની મર્દાઈની ને માણસાઈની તેઓને ગમ નહોતી. જે લોકો હથિયારો બાંધી કાદુની સામે લડે તે જ લોકો આજ જૂના દિલજાન દોસ્તોની માફક આ ખૂનીની સાથે વાતો કરે એ બીના અજાણ્યા લોકોને ભયંકર લાગી. તેઓની ભ્રૂકુટીઓ ચડી ગઈ હતી. છેવટે સિંધી ફોજદારથી ન રહેવાયું. એણે ટોણો માર્યો કે ‘ઇસ બદમાશકો હમને ઇધર ચપટીમેં પકડ લિયા. આપ લોગ કુચ્છ નહીં કર સકે !’

આ વેણ મારાથી ન સહેવાયું. મારી અડતાલીસ તસુના ઘેરાવાવાળી જુવાન છાતી જાણે ઘવાણી. મારી છ ફૂટ ઊંચી કાયાનાં રૂંવાડાં સળગવા લાગ્યાં. હું ઝપાટામાં ઊભો થઈ ગયો. સિંધી ફોજદાર મારો સીનો દેખી ખચકાણો. પણ ત્યાં તો વચ્ચેથી કાદુ બોલી ઊઠ્યો કે ‘ફોજદાર સાહેબ, ફખર (શેખી) મત ખાઓ ! આપને કરાંચીકે બાઝારમેં જો શખ્સકો પકડા વો કાદુ નહીં થા જિસકે સામને ઇન સાહેબોકો લડના હોતા થા. આપને તો એક બિચારા સાધુ વેરાગીકો પકડા થા. અગર મેરી કમર પર તરવાર ઔર કંધે પર બંદૂક હોતી તો આપ ન તો મુઝે ઝિન્દા હાથ તક લગા સક્તે, ન કરાંચીકે બાઝારમેં બાજરી કે ખેત સિવાય દૂસરા નઝારા હોતા !’ (ફોજદાર સાહેબ, બડાઈ ન મારો ! આપે કરાંચીની બજારમાં જે કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. આપે તો એક બિચારા વેરાગી સાધુને પકડ્યો છે. બાકી જો મારી કમર પર તરવાર ને ખભા પર બંદૂક હોત, તો ન તો આપ મને જીવતો હાથ પણ અડકાડી શકત કે ન તો કરાંચીની બજારમાં બાજરાનું ખેતર લણવા સિવાયનો બીજો તાશેરો બન્યો હોત.)

પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે, “આ બિચારા શું જાણે ! મારા હાથમાંનો એક ચાકુ પણ એટલો ભારી થઈ પડ્યો તો પછી બીજાં હથિયાર હોત તો મને સિપાહીનું મોત તો જરૂર મળત. ખેર, આટલું પણ ગનીમત છે.”

વખત ભરાઈ ગયો હતો. અમે પરસ્પર ‘ખુદા હાફિઝ’ કહી જુદા પડ્યા. કાદરબક્ષે એટલું જ કહ્યું કે “હરભાઈ, બને તો જતાં પહેલાં એક વાર મળજો.”

ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટડી પર ગયા. કાદુથી ઊલટી પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો. પણ પછી ઠંડે કલેજે વાતો કરી. એને જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. કાદરબક્ષને એક વાર છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલખતું હતું.

ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસીબતે ફરીથી મુલાકાત કરવાની અરધા કલાક માટે રજા મળી. જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા. અસરની (સાંજના ચારથી પાંચ બજ્યા સુધીની) નમાજ થઈ રહી એટલો વખત હતો. કાદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી. એક પછી એક નામ યાદ કરી કરીને માફામાફી અને સલામ કહેવરાવ્યા. પાા કલાક તો એમાં જ વીતી ગયો. મેં પૂછ્યું, “ભાઈ ! હવે બીજું કાંઈ કહેવું છે ?”

એણે કહ્યું, “હા, તમે હિન્દુ છો પણ મુસલમાની ઇલમમાં પૂરા છો. એટલે મારે તમારે મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે. હું પોતે તો છેલ્લાં બે વરસના રઝળપાટમાં મારું ઇલમ ભૂલી ગયો છું, હરભાઈ! અને આંહીં સહુને વીનવું છું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈ એ સંભળાવતું નથી. તમે જો પઢો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ.”

મેં તો મુસલમાની વિદ્યા બરાબર હાથ કરી હતી. કુરાને શરીફના મુખ્ય મુખ્ય સૂરા (અધ્યાય) મને કંઠસ્થ હતા. હું યાસીન શરીફ સંભળાવવા લાવ્યો. મુસલમાન અમલદારો પણ તુર્ત પોતાની ખુરશી પરથી ઊભા થઈ અદબ કરી ગયા અને એ પ્રિય કલામ (જેમાં આત્માને મરતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે) કાદુએ એકધ્યાન દઈને સાંભળી. પાઠ પૂરો થયો, પણ ચુપકીદી છવાઈ ગઈ. કોઈથી કાંઈ ન બોલી શકાય એવી મોતની મીઠી છાંયડી સમી અસર પથરાઈ ગઈ. આખરે મેં કાદુને કહ્યું, “ભાઈ, અલ્લાહુ મુહાફિઝ !” (ઈશ્વર બચાવવાવાળો છે.)

સામે જવાબ મળ્યો, “ખુદા હાફિઝ !”

છેલ્લે છેલ્લે મારું પગલું ઊપડે તે પહેલાં મારા ભરાઈ આવેલા હૈયામાંથી શેખ સાદીની બેત નીકળી પડીઃ

ચુ રદ્દ ન ગર્દદ ખર્દન્ગે કંઝા,

સપહરનીસ્ત મર બન્દા રાજુઝ રઝા !

(જ્યારે કઝાનાં તીર કદી ખાલી જતાં નથી, ત્યારે માણસ માટે રઝા સિવાય બીજી એકેય ઢાલ નથી.)

એટલું બોલી, માથું નીચું ઢાળી, કાદરબક્ષના ચહેરા સામે જોવાની હિંમ્મત વિનાનો હું ચાલી નીકળ્યો હતો. તેને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનાર હતી.૧

૧ આખી કથા હરભાઈ દેસાઈ નવાબશ્રી રસૂલખાનજીની કચેરીમાં તેઓશ્રીના પૂછવાથી ઘણી વાર કહી સંભળાવતા.

કાદુને ફાંસી દેવાની સવારે જ અદાદાદને લઈ અમારી જૂનાગઢની પોલીસ ઊપડવાની હતી. કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો. એણે કદી અલાદાદને મળવા માટે માગણી ન કરી કે ન મુખમુદ્રા બદલી. એ જાણે મોતને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો; ત્યારે પહેલેથી જ ક્રોધી, ખૂની અને ઉતાવળિયા સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે ‘મને એક વાર કાદુની મુલાકાત કરી લેવા દ્યો.’ છેવટ સુધી એણે એ માગણી ચાલુ જ રાખી, પણ એ વ્યર્થ હતું.

‘હું દરિયામાં પડીશ ! જીભ કરડી મરીશ !’ એવી એ ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ જાપ્તાથી એને પગે ભારી ભારી બેડીઓ પહેરાવી, છેક ઊંચે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો. આગબોટ ચાલી. અંબારામભાઈ અલાદાદને જોવા ગયા. એનાથી આ ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શકાયો; બીજી બાજુ, એવા ભયંકર ખૂનીનો જાપ્તો નરમ પણ કેમ રખાય એ મૂંઝવણ હતી. અંબારામભાઈ મારી પાસે આવ્યા. કંઈક તોડ કાઢવા માટે કહ્યું. હું અલાદાદની પાસે ગયો. ધીમે ધીમે ફોસલાવી વાતો કરવા લાગ્યોઃ ‘ભાઈ અલાદાદ ! આપણે તો ગીરમાં ભેળો દીપડાનો શિકાર કરેલો, પ્રાચીના મેળામાં નિશાન પાડવાની હરીફાઈ કરેલી, બ્રહ્મકુંડના હવનમાં પટ્ટણીઓ સાથે કુસ્તી ખેલેલાઃ એ જૂની વાતો યાદ આવે છે તને ?”

સાંભળી સાંભળી અલાદાદ નરમ પડ્યો. એણે મને પૂછ્યું, “હરભાઈ! કાલે તમને કાદરબક્ષે શી શી વાતો કરી હતી ? મને કહો, મને એનાં સખૂનો સંભળાવો.”

મેં કહ્યું, “ભાઈ ! એણે તો બહુ સમજની વાતો કરી હતી. એની વાત ઉપરથી તો અંબારામભાઈ આજ તારા પર નરમ થયા છે. તારા જેવો ખાનદાન સિપાહી માણસ આમ ગાળો કાઢે ને ઉત્પાત કરે તો કાંટિયા વરણનાં તમામ લોકો એમ જ માને કે અલાદાદ મોતથી બીને વલખાં મારે છે. માટે તારે ગંભીર બનવું જોઈએ. થવાનું હશે તે તો થાશે પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ ડુબાડવાની વાતો કરે છે એથી અમને સિપાહીગીરીના ખ્યાલવાળાને તો બહુ ખોટું લાગે છે.”

અલાદાદ આવું સાંભળીને પીગળ્યો. એ કહે કે “હરભાઈ ! મારાથી રહેવાતું નથી. મને આમ જકડી લીધો છે તેથી શ્વાસ પણ લેવાતો નથી. બાકી મારે તો ઘણી ઘણી વાતો કરવાની છે હો !”

મેં કહ્યું, “અલાદાદ ! તેં ડરીને આપઘાત કરવાની નમાલી વાતો કાઢી તેનું જ આ પરિણામ છે. હવે જો તું અલ્લાહના કસમ ખા કે મને દગો નહિ આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું.”

“હરભાઈ ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે. તે દી એને આમ બાંધ્યો હતો. તે વખત પીડા ન સહાતાં એણે પણ મને એમ જ કહેલું કે તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે. વાહ મુકદ્દર ! આજ એ કદુવા ફળી. ખેર ! હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢો ને, તો મારાથી હરાયફરાય ! વધુ કાંઈ હું નથી માગતો.”

છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અંબારામભાઈએ અલાદાદના શરીર પરથી પગની બેડી સિવાયનાં બંધનો ખસેડી લીધાં અને ફક્ત એક ડાબા હાથમાં હાથકડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં જડી. ઉપર બેવડો પહેરો ગોઠવ્યો. હું અને અલાદાદ સાથી બનીને બેઠા. ધીરે ધીરે એણે દિલનો તાપ ઉતારી નાખી, મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું, પાણી પીધું ને પેટમાં ઠારક વળતાંએ વાતોએ ચડ્યો. એણે શરૂ કર્યુંઃ

“હરભાઈ ! આજકાલમાં જ કાદરબક્ષને ફાંસીએ ચડાવશે. મારે તો આ દુનિયામાં એનાથી વધુ વહાલું કોઈ નહોતું. મારાં પાપ એને ખાઈ ગયાં. શું એની માયા ! મને એક વાર ગીરમાં વાંસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલીઃ મારાથી ચલાય નહિઃ પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો. હું બેસી ગયો. મેં કહ્યું, મામુ, ખુદા હાફિઝ ! મામુ કહે કે આમીન ! પણ તને મૂકીને નહિ ભાગું. એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી લઈને કારદબક્ષે દોટ મૂકી, આડેઅવળે થઈ વાંસાઢોળ માથે ચડી ગયા, અને ત્રણચાર મહિને મારો જખમ મટ્યો ત્યાં સુધી એમ ને એમ મને તેડીને ફેરવ્યો. હરભાઈ ! આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા ત્યારે એ મારો પ્યારો મામુ બહુ દિલગીર થશે !’

બિચારો અલાદાદ ! એને શી ખબર ! પણ હું જાણતો હતો કે કાદરબક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો હશે. પણ હું શી રીતે ઉચ્ચાર કરું! હું બેઠો રહ્યો. એનું પણ હૈયુ ભરાઈ આવેલું. અમે બન્ને થોડી વાર ચુપ રહ્યા. વળી પાછું અલાદાદે ચલાવ્યુંઃ

“હરભાઈ ! તમે તો સમજતા હશો કે બા’રવટિયા મરદાઈનો આંટો છે, પણ જીવ તો તમામને બહુ વહાલો છે હો ! જ્યાં જરીક બેઠા હોઈએ, ને એક પાંદડું ખડખડે ત્યાં દસ ગાઉ દોડ્યા જઈએ. અમારે તો ટાઢ, તડકો, વરસાદ બધું સરખું હતું. તમે માનશો, ભાઈ ! એક દિવસ વરસાદમાં હું ટોળીથી છૂટો પડી ગયો તે ઝીલાળાના ભોંયરામાં સૂઈ રહ્યો. ઠેઠ બીજે દિવસે બપોરે હું ઊઠ્યો. તો બાજુમાં એક સાવજ ઘોરે અને આમ હું પડેલો ! છતાં સાવજેય મને સૂંઘેલ નહિ. આમ મરણિયાથી તો મરણ પણ આઘું ભાગે છે!”

ફરી વાર બહારવટિયો ચુપ થયો. અમે બેય થોડી વાર બેઠા રહ્યા. કોઈ કાંઈ બોલે નહીં. આગબોટ ચાલી જાય, સંત્રીઓ આંટા મારે, સાંજનું ટાણું, આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાનાં પાણીમાં નીતરતી હતી; તેમ ખૂની અલાદાદના અંતરમાંથી પણ આતશ ટપકીને જતી હતી. એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઊપડતી હતી. એેણે ચલાવ્યુંઃ

“હરભાઈ ! એક દી બહારવટામાં હમ્ફ્રી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. જે ગામ જાઓ તે તે ગામે ચચ્ચાર રાઈફલો તૈયાર. એના માથે કેમ પડાય ? અમે ભૂખ્યા હતા. ખાવાનું મળતું નહોતું. તમે માનશો ? ચાલીસ રૂપિયે એક શેર લોટ લીધો ને પાણીકોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકમશીની ધાર તમે તો જોઈ છે ને, ત્યાં અમે રાંધવા બેઠા. જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાઈક ખડખડાટ થયો. ચાડિયો કહે કે ગિસ્તના પગી જેવું કંઈક દેખાણું. અમે ભાગ્યા, સાંઢડીધાર ગામ તો જમણું રહી ગયું ને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા. ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સહુને ખાતરી થઈ કે કાંઈ જ ન હતું ! પછી તકદીરને આફરીન કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહ્યા. અને છતાં તમારા ભાઈબંધો, પોલીસ અમલદારો, રૈયતને કહે છે કે તમે રોટલા ખવરાવી બા’રવટિયા નભાવો છો !”

મધરાત થઈ ગઈ. વાતો સાંભળતા મને ઝોકાં આવવા લાગ્યાં હતાં. એટલે અલાદાદે મને કહ્યું, “હરભાઈ ! મેં તો બા’રવટું કર્યું છે એટલે મને હાથકડી ભલે પડી પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે. તે તમે તમારે સૂઈ જાઓ !”

મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહિ એટલે એકબે કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો. વચ્ચે દ્વારકા, પોરબંદર, માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઊભી રહી ત્યારે ઘણા માણસો અલાદાદને જોવા આવેલા. તેઓએ માનેલું કે કાદુ પણ ભેગો હશે.

વેરાવળ બંદરે કર્નલ હમ્ફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા. બહુ જ સમદાર અને ખાનદાન આદમી; નૈતિક બળથી કામ થાય તો બીજું બળ ન અજમાવવું એ એનું સૂત્ર હતું. એણે અલાદાદને મારી સાથે જ એક મછવામાં ચાર જણ ભેળા રાખીને તારવાની આજ્ઞા કરી. કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો. ‘હરભાઈ ! અલ્લાબેલી !’ કહીને બહારવટિયો છૂટો પડ્યો.૧

૧ આવી અનેક હકીકતો કહેનાર, સાચા સોરઠી રંગમાં રંગાયેલ દેસાઈ હરપ્રસાદ ઉદયશંકર બહુ જ જબરદસ્ત બાંધાના, વજ્રકાય અને રુઆબદાર દેખાવના હતા. તેમનો પડછંદ બાંધો અને દાઢીમૂછ જોનારને ભુલાવો ખવરાવે કે આ કોઈક શીખ હશે. નાગરોમાં પ્રભાસવાળા દેસાઈઓ અસલથી જ લશ્કરી ધંધો કરતા આવ્યા છે, તેમ આ પુરુષ પણ વફાદાર, પ્રામાણિક અને નીડર નર તરીકે પ્રખ્યાત હતા. તેમની દયાળુતા તો એક દુર્ગુણ જેવી હતી. પહેલાં પચીસ વર્ષ જૂનાગઢ રાજની પોલીસમાં બહુ જ જોખમી કામો કરી ક્રમે ક્રમે ઊંચે ચડેલ. પછી સં. ૧૯પ૮-પ૯માં ગીરના જંગલ-અધિકારી નિમાયા. ત્યાં તેમણે અઢી વર્ષમાં પચીસ નવાં ગામો બાંધેલાં. નવાબ રસૂલખાનજીના અવસાન પછી ઍડમિનિસ્ટ્રેશનમાં પણ પાછા તેને ગીરમાં નીમ્યા હતા. પાંત્રીસ વર્ષની સરસ નોકરીથી જ્યારે ફારગત થયા ત્યારે રાજ્યે ખાસ ઠરાવ બહાર પાડી એમની લાંબી ને નેક નોકરીની પ્રશંસા કરેલી. પૂરી સિપાહીગીરી, મુસલમાની વિદ્યામાં પારંગતપણું, રાજ પ્રત્યે વફાદારી અને કાંટિયા વર્ણ પર પ્રેમભરપૂર કાબૂઃ એ એમની ખાસિયતો હતી. એમનો દેહ ૧૯ર૩માં અમદાવાદમાં પડ્યો.

મુંબઈને કિનારેથી બે જણાં વહાણમાં ચડતાં હતાંઃ એક ઓરત ને બીજો જુવાન. ઓરતના માથા પર માટલું હતું. થોડી વારમાં જ વહાણ પર ચડી જાત.

“આ માટલામાં શું છે, બાઈ ?” પોલીસે શકભરી રીતે પૂછ્યું.

“ગોળ છે.”

“ગોળ ? ગોળ ક્યાં લઈ જાઓ છો ?” એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાવી. વહેમ વધ્યો. માટલું ઉતરાવ્યું. ગોળના થરની નીચે તપાસતાં માટલું ઘરાણાંથી ભરેલું નીકળ્યું.

તપાસ થઈઃ બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દીનમહમદઃ કાદુનો સંગાથી બહારવટિયો. મકરાણમાં ભાગી જવા નીકળેલાં. એ મુંબઈમાં પકડાણાં.

આવી રીતે તમામને પકડ્યા. એને ઓળખવા માટે શકદાર લોકોને તેડાવ્યા. કેટલાક ભરવાડ, રબારી, આહીર, ચારણ, કણબી વગેરે રૈયતના લોકો ઉપર રાજના અમલદારો કાદુના કરતાં બેવડો કેર વર્તાવી રહ્યા હતા. લોકોને પૂછતા હતા કે “આ હરામખોરોને રોટલા તમે દેતા હતા કે ?”

તે વખતે દીનમામદ બોલતો હતો કે “એના ઉપર શા માટે સિતમ ગુજારો છો ? રોટલા અમને એણે નથી દીધા, પણ અમારી આ તરવારોબંદૂકોએ દીધા છે. અને એ રબારી-ચારણોનાં બટકાં ઉપર અમે અક્કેક દિવસમાં ચાલીસ ગાઉ નહોતા ખેંચતા, સાહેબ ! અમે તો માલ માલ ખાતા. માટે એ બાપડા નિર્દોષોને શીદ મારો છો ?”

અલાદાદ, દીનમામદ, ગુલમામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને હિંદી પીનલ કોડની કલમ ૧ર૧-અ ને મળતી સૌરાષ્ટ્ર ધારાની કલમ મુજબ ખૂન, હથિયારબંધ ડાકાઈટી વગેરે તહોમત મૂકી ફાંસીની સજા ફરમાવી.

હજુ ફાંસીએ નહોતા લટકાવ્યા. દરમિયાન, નવાબ બહાદુરખાનજી જૂનાગઢની જેલ જોવા આવ્યા. ત્યાં એમણે તમામ ખૂનીઓની વચ્ચે ગુલમામદને દીઠો. ચૌદ વરસનો નાજુક બેટોઃ નમણી મુખમુદ્રાઃ ગુલાબના ગોટા જેવું લાલી નીતરતું બદનઃ નવાબ નીરખી રહ્યા. “આને ફાંસીની સજા ! ના, ના, એને જન્મકેદ રાખો. એનો જાન લેશો મા.”

ગુલમામદ જીવતો રહ્યો. કાદુની સાથે ગામડાં ભાંગવામાં ભેળો રહેનાર અને બહારવટિયાના સિતમોનો સાક્ષી બાલક ગુલમામદ જાગી ગયો. ખુદાના રાહ પર ઊતરી ગયો. જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પઢે, નમાજ પઢાવે અને અનેક ફાંસીએ ચડનારા ગુનેગારની આખરી ઘડી ઊજળી બનાવે. મરતાંને હિંમત આપે ને જીવતાંને નેકી શીખવે. એમ કરતાં કરતાં તો ખુદ નવાબ પણ પોતાની નમાજ વખતે ગુલમામદને પઢવા તેડાવવા લાગ્યા. આખરે ગુલમામદ માફી પામ્યો. છૂટો થયો. નવાબે એને પોતાની જ પાસે રાખ્યો. નોકરી આપી, પરણાવ્યો. આજ એ નેક પાક આદમી ગુલમામદ જંગલ ખાતાનો આસિસ્ટંટ ઉપરી છે, ખુદાની બંદગી કરે છે, અને પોતાને ઇન્સાનિયતને માર્ગે ચડાવનાર નવાબની દુવા ગુજારે છે.

કાદુનાં પ્રશસ્તિ-કાવ્યો પૈકી રાસડો

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા,

દારૂગોળાની વાગે ઠારમઠોર રે મકરાણી કાદુ !

જૂની વસતી જમાદાર માર્ય મા,

એવડાં તે દુઃખ ન દઈએ લોકને.

બબ્બે બંધૂકું કાદુડો બાંધતો,

ત્રીજી બાંધ્યાની રે ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

બબ્બે ઘોડાં કાદુડો રાખતો;

ત્રીજા ઘોડાની રે ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

બબ્બે હાથીડા કાદુડો રાખતો;

મકના હાથીની રૈ ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

બબ્બે રાણીઉં કાદુડો રાખતો;

કાઠિયાણીની રૈ ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા;

ડુંગરેથી તારો લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ ! - જૂની.

રાવણહથ્થાવાળા તથા સ્ત્રીઓ ગાય છે. તે સિવાય એના દુહા

પાલીતાણાવાળા ચારણ માણસૂરે કહેલ છે. તેમાંના બે આ રહ્યાઃ

કાદરનું બાદર કને, જાણ જૂનેગઢ જાય,

દી રોંઢે દેવાય, કમાડ હાટે, કાદરા !

કાં માર્યાં કે મારશે, જોદ્ધા ઘરના જે,

બીબડિયું બંગલે, કૂટે છાતી, કાદરા

એક ઘણા જ વિશ્વાસપાત્ર અને તટસ્થ જાણકાર તરફથી મળેલું આ ટિપ્પણ ઇણાજની આખી ઘટના ઉપર સરસ અજવાળું પાડે છેઃ

“આશરે સને ૧૮૪૦-પ૦ના સમયમાં માંગરોળના શેખની ખાસી બેરખના વિલાયતી આરબોએ બંડ કરી માંગરોળ લૂટ્યું અને તેનાં નાણાં લઈ નાઠા. વાંસે ચડવાની કોઈની છાતી નહોતી ચાલતી. એટલે જૂનાગઢ નવાબ સાહેબની દેવડીએ રહેનારા બે વિલાયતી મકરાણીઓએ બીડું ઝડપ્યું, આરબોનો પીછો લીધો. ગીરના નીકળ્યા વાળાકમાં, વાળાકથી ગોહિલવાડ ને ત્યાંના ભાલમાં, અને ત્યાંથી પેટલાદમાં આવ્યા. પેટલાદની બજારમાં ધિંગાણું થયું. આરબોએ મકરાણીઓને લૂંટનો અડધો ભાગ આપવાનું કહ્યું પણ તેઓ ન ખૂટ્યા. એવી તો ખૂનખાર લડાઈ થઈ કે મકરાણી ચાઊસો પોતાના પેટના દીકરાઓની લોથોની આડશ લઈને લડ્યા. આરબોને પકડી, લૂંટના માલ સહિત જૂનાગઢ લાવી નવાબ સન્મુખ હાજર કર્યા. એ વીરત્વ બદલ મકરાણી ચાઊસોને નવાબે ઇણાજ ગામ એનાયત કર્યું.

આમ સુખ સાંપડવાથી આ જમાદારોએ મકરાણમાંથી પોતાનાં સગાં-સાંઈઓને તેડાવીને રાખ્યાં. નવા આવનારમાંથી જમાદાર અલીમહમદ ને વલીમહમદ નામે બે ભાઈઓ બહુ જોરદાર નીકળ્યા. મકરાણમાં એ રાજ કરનારી કોમ - એટલે કે ત્યાંના કાંટિયા વરણ - રિન્દ-બલોચ કહેવાય છે. ખાનદાન, સ્વમાની, સોડસોડાં મરદ અને એકવચની કોમ રિન્દ-બલોચ. એ એના સદ્‌ગુણો. પણ અજડ અવિચારી, ક્રૂર અને કેટલેક અંશે ‘અન્‌સ્કૂપ્યુલસ’ ખરા, એ એમના અવગુણ. ધીમે ધીમેઆ નવા આવનારા સગાઓબહુ બળિયા નીવડ્યા. એવે અસલવાળા પક્ષનો મઝિયાન નામનો મકરાણી બહારવટે નીકળ્યો. તેને તેઓ વશ ન કરી શક્યા, પણ જમાદાર અલીમહમદે કબ્જે કર્યો. તેથી સામાવાળાના ભાગમાંથી નવાબે પચાસ તાંસી જમીન અલીમહમદને અપાવી અને બાકીની ધીરે ધીરે ગરીબીને કારણે તેઓએ આ બળિયા પક્ષને માંડી દીધી. બન્ને પક્ષ વચ્ચે અણબનાવ વધ્યો હતો અને એક વખત તો સામા પક્ષવાળા જમાદાર અબ્દલાએ જૂનાગઢ જઈને ફરિયાદ પણ કરેલી કે અમને ગામમાંથી સતામણી કરીને કાઢીમૂકે છે. એમ નવા આવનારાઓ ગામમાં લગભગ ધરાર ધણી થઈ બેઠા હતા.

જમાદાર અલીમહમદ અને વલીમહમદ વિદ્વાન, વિચારશીલ અને દીર્ઘદૃષ્ટા પુરુષો હતા ખરા, પરંતુ પાંચેય આંગળીઓ સરખી ન હોય એટલે જુવાનિયા વર્ગમાં કોઈ ઉદ્દંડ માણસો પણ હશે અને તેમના તરફથી આળવીતરા વર્તનની સાધારણ ફરિયાદ કોઈ કોઈ વાર બહાર પડતી. બીજી બાજુ, રાજના અમલદારોને પણ ઇણાજ ગામ આંખના કણાની માફક ખટકતું હતું.

એ અરસામાં આવી વસ્તી-ગણતરીઃ સને ૧૮૮૧નું વર્ષઃ ગામનાં માથાં ગણાય, બાઈ-બે’ન, વહુ-દીકરી, બધાનાં માથાં ગણાય ! નક્કી એમાં ફિરંગી સરકારની કાંઈક’ છૂપી કરામત હોવી જોઈએ ! આવી આવી શંકાને વશ થઈ ત્રણ કાળમાંય તેમ ન થવા દેવાનો તેઓએ (ઇણાજવાળાઓએ) પાકો નિશ્ચય કર્યો. મામલો તો આ વખતે જ વીફર્યો હતો. પણ ડાહ્યા માણસોએ વચેથી તોડ કાઢ્યો કે પ્રભાસપાટણના, બાદશાહ અકબરના કરતાં પણ જૂનેરા કાળના જમીનદાર નાગર દેસાઈ કુટુંબના એક ખાનદાન હરપ્રસાદ ઉદયશંકર, જે હરભાઈ નામથી આખી ગીરમાં ને નાઘેરમાં અત્યંત લોકપ્રિય અને શૂરવીર તરીકે પ્રસિદ્ધ છે, તેને ઇણાજની વસ્તી ગણવા માટે મોકલવા. દેસાઈ કુળ પર વિશ્વાસ અને સન્માનની દૃષ્ટિ રાખનાર મકરાણીઓએ આ વાતને વધાવી લીધી. વીસ-એકવીસ વર્ષના હરભાઈએ ઇણાજમાં આવીને ગણતરી કરી.

વળી થોડે દહાડે ઇણાજવાળાઓને માંહોમાંહે મારામારી થઈ. એની રાવ ગઈ, પણ તપાસ કરવા જનાર પોલીસને તેઓએ ગામમાં પેસવા દીધા નહિ. પ્રભાસપાટણના માજિસ્ટ્રેટને પણ ભગાડી મૂક્યા અને મનસ્વી વર્તન ચલાવ્યે રાખ્યું. બીજી તરફથી આવી ખમીરવાળી જાતિઓની વિરોધી નોકરશાહી ‘કાગળો કરવા માંડી.’ આમ વાત મમતે ચડી. તેવામાં લાલ ડગલાનો એક બ્રિટિશ સવાર ઇણાજ ગામે મોકલવામાં આવ્યો. તેનેય ગામેતીઓએ, કોણ જાણે શી કુમતિ સૂઝી તે, બંદૂકો બતાવી નસાડી મૂક્યો.

આ વખતે જૂનાગઢને દીવનપદે નડિયાદવાળા સુપ્રસિદ્ધ દેસાઈ ખાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે, સ્વભાવે જેવા ઉદાર ઉચ્ચ આશયોવાળા અને દયાળુ, તેવા જ આગ્રહી એને ઇણાજ ગામ પર ક્રોધ આવ્યો. કોઈ અભાગણી પળે એણે હુકમ છોડ્યો કે “ઇણાજવાળાઓનાં હથિયાર છોડાવી લ્યો.” (મરહૂમ નવાબ રસૂલખાનજીને આવા જ એક કિસ્સામાં જ્યારે

કોઈએ આવી ભલામણ કરેલી ત્યારે નવાબે જવાબ આપેલો કે “વોહ હજામ કહાંસે પેદા હુએ, જો સાવઝડુંકે નખ ઊતારે ?” ઇણાજને દુર્ભાગ્યે આવો વિચાર કોઈને થયો નહિ) નોટિસો પણ નીકળી. તેનો વાજબી જવાબ મળ્યો નહિ. ગામ મૂળ માલિકોને સોંપી બહાર જવા હુકમ થયો. તેનો પણ વાજબી જવાબ મળ્યો નહીં. સિપાહી, અમલદાર જે કોઈ ગયા તેને ઇણાજવાળાઓએ તગડી મૂક્યા. આ બધી વાતોને અત્યંત વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવી. જે લોકોની પાછળ “શિરામણી કરતા જાવ !” એવો આગ્રહ કરવા ઇણાજના ગામેતીઓ પોતાના પાદરમાં દોડેલા તે લોકોએ પણ એવી જુબાની આપેલી કે તેઓ તો અમને મારી નાખવા દોડ્યા હતા.

આ સંજોગો હતા એટલે લશ્કરી બળથી ગામ ખાલી કરાવવા જૂનાગઢ રાજ્યે એજન્સીની રજા માગી. રજા આપવામાં આવી. પરંતુ કનડા ડુંગર પર મહિયાની કતલ જેવો કિસ્સો ન બને તેટલા માટે માણેકવાડાના પોલિટિકલ એજન્ટ મેજર સ્કૉટને જૂનાગઢના લશ્કર પર ધ્યાન રાખવા માટે અને હદ બહાર ન જવા દેવા માટે રહેવાનો હુકમ થયો.

રામ વાળો

( વિ.સં. ૧૯૭૦-૧૯૭૧ : ઈ. સ. ૧૯૧૪-૧૯૧પ)

મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારીઅમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમો થઈ પડ્યા હતા. એના ગરાસ-ચાસ તો ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજખાઉ વેપારીઓની ભીંસમાં ભાંગી ગયા હતા. પુરુષ કાઠી અધર્મો આચરતો છતાં એના ઘરની અંદરની જોગમાયાઓએ જૂનાં શીલ છોડ્યાં નહોતાં. ઓરડે બેસીને આઈઓ ઊને આંસુએ ધણીઓનાં પાપ ધોતી અને એકાદ-બે ભેંસોનાં ઘી ઉતારી પુરુષોનાં પેટ પૂરતી હતી.

કાઠી કોમને ચોફરતા ત્રણ સર્પોએ ભરડો લીધો હતોઃ ગાયકવાડી ગામડાંના પટેલોએ, વ્યાજભૂખ્યા વેપારીઓએ, અને એના નિજના અધર્મોએ. એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં સૂરજનો સુત ભસ્મ થતો હતો.

પચીસ જ વરસ ઉપરની તાજી વાત છે. ધારગણી ગામની ગુજરાતી નિશાળમાં વાણિયા-લોહાણાના છોકરા જ્યારે લેખાં ને મોંપાટ ગોખતા અને એકબીજાની પાટીમાંથી દાખલા ચોરી લેતા, ત્યારે ઓરડાને ખૂણે છ-આઠ રખડુ કાઠી નિશાળિયા વચ્ચે વાદાવાદ લાગી પડ્યો હતો કે કોણ મોટેરું ? ધાનાળી કુળ મોટું કે ગાંગાણી કુળ મોટું ? ગાંગાણી કાઠીના છોકરા કહે કે “એ રામભાઈ ! તારાધાનાણી તો અમારા ચાકર હતા. ધાનાણીએ ક્યાંય એકલા ગામતરાં કે ધીંગાણાં કર્યાં સાંભળ્યાં છે ?”

ઘઉંવરણો, શીળીઆટા મોઢાવાળો, ઊંચી કાઠીનો અને માથા પર આંટી પાડીને બાંધેલી છતાં લીરે લબડતી પાઘડી વાળો રામ નામનો એક છોકરો સળગી ઊઠીને જવાબ દેતો કે “ઇ કાંઈ હું ન જાણું. ઇ ચોપડા મારે ઉખેળવા નથી. આજ પારખું કરવું હોય તો હાલો શેલના વેકરામાં. હું એકલો ધાનાણી અને સામા તમે ત્રણ સામટા ગાંગાણીઃ આવો, ધીંગાણું કરીએ. જે જીતે ઈ મોટો. હાલો, માટીમારના દીકરા હો તો !”

ધીંગાણાના તરસ્યા છોકરાઓને સાંજ તો માંડ માંડ પડી. નિશાળનો ઘંટ વગડ્યો, કાઠીના છોકરા ડાંગો લઈ લઈ પાદરમાં ચાલી જતી ઊંડી અને અખંડ વહેનારી શેલ નદીના પટમાં ઊતર્યા. લીરાવાળી પાઘડિયાળો ને શીળીઆટા મોઢાવાળો ધાનાણી છોકરો મંડ્યો હાકલ કરવા કે “એલા ભાઈ, હવે બાધવું હોય તો ઝટ કરો ને. નીકર આ દી આથમી જશે અને આપણે કોક મરશું તો અવગતે જાશું, માટે સટ કરો. હમણાં મા’રાજ મેર બેસી જાશે.”

સામે ત્રણ જણા ઊભા તો થયા હતા, પણ એ લીરાળી પાઘડીવાળા છોકરાના ગામના એક કુંભારનો છોકરો અને બીજો એક કાઠી છોકરો - બેય વચ્ચે પડીને આ એકલમલ છોકરાને વીનવીને ઠારે છે કે “એ રામભાઈ, નાહક કોકનાં હાથ-માથાં ભાંગશે. ભલો થઈને રે’વા દે.”

“શવજી, હાથિયા, તમે કોરે ખસી જાવ ! ઈ ત્રણ ને હું એકલો. આ ઘડી પારખું કરી લઈએ. આમાં ક્યાં વેરનો કજિયો છે !”

પણ છેવટે રામને ઠારીને સહુ નોખા પડ્યા. રામ અને શવજી બેય પાટીદફતર ઉપાડીને અંધારે એક ગાઉ ઉપર પોતાના વતન વાવડી ગામે ચાલ્યા ગયા. પોતાની શક્તિનું પારખું ન થવાથી રામ પથારીમાં ધૂંધવાતો ધૂંધવાતો સૂઈ ગયો.

બાર-ચૌદ વરસનો રામ રોજ વાવડી ગામથી ચાલીને ધારગણી ગામે ભણવા જતો. પણ ભણતરને ને કાઠીના દીકરાને તો બારમો ચંદ્રમા હતો. સાચનો કટકો અને જન્મથી જ કોઈ અકળ આગનો ભરેલો રામ હસતો કોઈક જ વારે. ટોળટીખળમાં ભળતો નહિ. વાત વાતમાં અન્યાય થતો હોય તો ત્યાં આડો પડતો. પારકા કજિયા ઉછીના લેતો. ઝાઝું બોલ્યા વિના છાનોમાનો સળગ્યા કરતો. ત્રણેક ચોપડી માંડ ભણ્યો હશે, ત્યાં એક દિવ્સ બીજા નિશાળિયા ઉપર અન્યાય થયો ભાળીને ન સહેવાયાથી રામ માસ્તરને સ્લેટ મારી ઘેર ચાલ્યો આવ્યો.

એકના એક દીકરાને આવો રઝળુ, ઓટી વાળેલ નીવડ્યો જોઈ બાપ લમણાં કૂટતો. બાપનું નામ કાળો વાળો. લલાટે હાથ દઈને બાપ બોલતો કે “રામ દીકરા ! આ ગરાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો. આપણી વીઘેવીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલ્યા ભવનો વેરી જાગ્યો, તે એકેય વાત સરેડે ચડવા દેતો જ નથી. એમાં તને કોણ રોટલો ખાવા દેશે ?”

રામ બાપના બળાપા સાંભળતો, પણ બોલતો નહિ. એકલો પડે ત્યોર કોઈ ચોપડીમાં વાંચેલી થોડીક કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરોઃ

જનની, જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂર,

નહિ તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર.

એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો તે તુર્ત એની મા રાઠોડબાઈ એની નજર સામે તરવરી રહેતાં. પોતે જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક ગઝલની ત્રણ ટૂકઃ

બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,

હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે.

કંઈ ના નામના કીધી, પ્રદેશે કીર્તિ ના લીધી,

નહિ ક્યાંયે તું વખણાણો, જીવ્યું ધિક્કાર તેનું છે.

બને તે સહાય આપીને, પરાયાં કષ્ટ કાપીને,

કરી ના અન્યની સેવા, જીવ્યું ધિક્કાર તેનું છે.

આ એની એક વહાલી કવિતા હતી. હાલતાં ને ચાલતં એ રટ કરતો અને અબોલ રહ્યો રહ્યો અંદરથી ઊકળ્યા કરતો.

“કાઠિયાણી ! આપણે માથે માછલાં ધોવાય છે.”

“કાળો વાળો પોતાનાં દુઃખ ઘરની હાડી ઘરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંઘરતી હતી.

“કાઠિયાણી ! રૂપિયા ચૌદસો રોકડા ફાંટમાં બાંધીને કરેણ વાળા પાસેથી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવી’તી. પાડાના કાંધ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી ? ત્યાં જઈ અમે ધીંગાણે આવ્યા, કોરટમાં લેવાણા, ફાંટમાં હતા તે ચૌદસોય રૂપિયા વકીલ-અમલદારુમાં ચવાઈ ગયા. ફેંસલો ઘણોય મારા લાભમાં ઊતર્યો, પણ જમીન છોડાવું કેમ કરીને ? વળી, બીજી જમીન હતી તે ગરમલીવાળાને માંડીને બાવીસસો રૂપિયા ઉપાડી કરેણ વાળા પાસેથી છોડાવી. પણ મને શી ખબર કે પરહદ વાળા પાસેથી જમીન પાછી લઈ લેવાનો કાયદો ગાયકવાડ સરકારે ઓચિંતો વાંસેથી ઘડ્યો હશે !”

“તમને પટેલે નો’તું કહ્યું ?”

“મને પોગાડવા સારુ ધારીથી પટેલ માથે નોટિસ તો આવેલી, પણ એણે એ કાગળિયા દબાવી રાખ્યા. દસ વરસ સુધી બોલ્યાચાલ્યા વિના દંડ ચડાવ્યે રાખ્યો. આજ એ દંડની રકમ એક હજાર રૂપિયા ઉપર પોગી ત્યારે હવે એ કાળમુખો મોંમાંથી ફાટ્યો. હું દંડ શી રીતે ભરું ? ગરમલી વાળાની બાવીસસો રૂપિયા ચૂકવ્યા વગર જમીન શી રીતે પાછી લઉં ? ને ન પાછી લઉં ત્યાં સુધી સરકારી દંડ તો ચડ્યે જ જાય છે !”

“તે હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે ?” કાઠિયાણી રાતીચોળ બની રહી હતી.

“ધ્યાન શું પડવું’તું ? એણે તો મને કહી દીધું છે કે એક વીઘોય જો ખાવા દઉં તો હું ડોસો કુંભાર નહિ.”

“કારણ ? આપણે એનું શું બગાડ્યું છે ?”

“કાઠિયાણી, તમે ઇ દુરજનને નથી ઓળખતાં. ગાયકવાડનો ગામ પટેલ એટલે જ કાળો નાગ. શું કરું...” કાળા વાળાની આંખો ફાટી રહી. આટલી વાત થાય છે ત્યાં સરકારી પસાયતો આવીને ઊભો રહ્યો. અવાજ દીધો, “આપા કાળા વાળા ! હાલો ઉતારે. પટેલ બોલાવે છે.”

“કાંઈ કાગળિયા છે ધારીથી ?” ધ્રૂજતે પગે કાળા વાળાએ પૂછ્યું.

“હા, આપા, તમારો તમામ ગરાસ સરકારે પોતાની જપ્તીમાં લઈ

લીધો છે. હવે તમે જ્યારે રૂ. બાવીસસો અને દંડના રૂ. એક હજાર ચૂકવશો ત્યારે ગરાસ છૂટશે.” “બધો ગરાસ જપ્તીમાં ?” “હા, બધો.” કાળો વાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો, હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે. “સાચી વાત, રામ !” મા રાઠોડબાઈએ ટોણો માર્યો, “જીવ્યું ધિક્કાર તેનું છે. સાંભળીને તારા બાપની વાત, બાપ રામ !” “સાંભળી, મા.” “ને આ બધું તું બેઠ્યે કે ?” રામ ગાવા લાગ્યો : “જીવ્યું ધિક્કાર તેનું છે !”

કાળા વાળાનો દેહ છૂટી ગયાને વરસ વળોટ થઈ ગયું છે. રાઠોડબાઈ હવે એકલાં પડી ગયાં. પેટગુજારાની મૂંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયો. રામ રઝળુ થયો. અને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુયે શાં શાં કાગળિયાં નહિ કરતો હોય એ કોને ખબર ! રામના ઉધામાં માને સમજાતા નથી. કોઈ કોઈ વાર રાત પડી જાય, રામ ઘેર આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈને આઈ પાદરમાં રામને ગોતે, સીમમાં જઈ “એ બાપ રામ ! માડી રામ ! ઘેર હાલ્ય !” એવા સાદ પાડે. રામ ક્યાંક ઊંડા મનસૂબા ઘડતો ઘડતો પડ્યો હોય, ત્યાંથી ઊઠીને મા ભેળો ઘેર જાય. વાળુ કરાવતાં આઈ પૂછે કે “બેટા ! તું મને કહે તો ખરો ! તારા મનમાં શું છે ? તેં આ શું ધાર્યું છે ? આ મારાં લૂગડાંલત્તાં સામું તો જો ! હું કાઠીની દીકરી ઊઠીને કેવી રીતે મજૂરીએ જાઉં ?”

આઈની મોટી મોટી બે આંખોમાં છલકાતાં આંસુડાં રામ જોઈ રહેતો અને પછી જાણે કાંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો કે

...જીવ્યું ધિક્કાર તેનું છે !

આઈને થાકીને વાઘણિયા ગામે પોતાના ભાઈ રામસ્વામીને સંદેશો પહોંચાડ્યો કે ‘સ્વામીને કહેજો, એક આંટો આવીને બહેનની સંભાળ લઈ જાય.’

થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામસ્વામી નામે ઓળખાતા. અવસ્થા વરસ પચાસેકની હશે. બહેન-ભાઈ બેય એક જ ખમીરનાં હતાં. આઈ પણ જીવતરમાં આકરાં વ્રત-નીમ કરનારાંઃ એક નીમ તો રોજ સૂરજનાં દર્શન કર્યા પછી જ આહાર-પાણી લેવાનું. એમાં એક વાર ચોમાસાની હેલી બેઠી. ઘનઘોર વાદળમાં સૂરજ દેખાય નહિ, ને દેખ્યા વગર રાઠોડબાઈને અન્ન નામ ખપે નહિ. એક દિવસ, બે દિવસ, એમ એકવીસ દિવસ સૂરજ દેખાણો નહોતો ને આઈએ એકવીસ અપવાસ ખેંચ્યા હતા. એવી બહેનના સંસારત્યાગી ભાઈ રામ સ્વામી પણ જ્ઞાનની લહેરમાં ઊતરી ગયા હતા. સંસારની ગાંઠો એને રહી નહોતી. પણ એણે બહેનનાં કલ્પાંત સાંભળ્યાં ને ભાણેજનાં ઉધામાં દીઠાં. આઈએ ભાઈને છાનામાનાં કહ્યું કે “આ છોકરાો ક્યાંઈક કટકા થઈને ઊડી જશે. એનું દલ દનિયામાં જંપતું નથી.”

રામ સ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામો ભાણેજ બેય ખેતરમાં જઈ હાથોહાથ ખેડનું કામ સંભાળે અને રાતે મારા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાવે. રામ છેટો બેસીને સાંભળ્યા કરે. મારા એને એકધ્યાન થઈને બેઠેલો દેખી સમજે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા ભૂલતા હતાઃ રામ તો એ ધર્મના ચોપડામાંથી પણ ઊલટો જ ઉપદેશ તારવતો હતોઃ રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના, વેરાગના, મરવા-મારવાના જ સૂર સાંભળી રહ્યા હતાં.

ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ. જાતનો કુંમાર, પણ ઘેર જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેર દોમદોમ સાયબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાને બહેકાવી નાખ્યો હતો. સરકારમાં એની હજાર જાતની ખટપટો ચાલતી જ હોય. અમલદારોને ડોસો કુલકુલાં કરાવતો, એટલે ડોસાનો બોલ ધર્મરાજાના બોલ જેવો લેખાતો અને કેટકેટલાના નિસાસા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા ! ડોસો ગરીબ દાડિયાને દાડી ન ચૂકવે ને પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજાચિઠ્ઠી લેવા આવનારાં પાસેથી પાવલું-પાવલું લાંચ પડાવે. અરે, ડોસાએ તો કુટુંબીઓનેય ક્યાં છોડ્યાં હતાં ? સગાની જમીનોની ફારમ ડોસો પોતે જ છાનોમાનો ભર્યે જતો અને એમ પાંચ-સાત વરસની ફારમ ચડાવીને પછી સગાં જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાંને બાવા બનાવતો. કેવો હૈયાવિહોણો ! પોતાના સગા દીકરા શવજીએ અફીણ ખાધું. પોતાને ને દીકરાને મનમેળ નહોતો તેટલા સાટુ એણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું. દીકરા શવજીનું એણે એ રીતે કમોત કરાવ્યું હતું. એ શવજી રામનો ભેરુબંધ હતો.

એક દિવસ સવારને ટાણે ડોસા પટેલના આવા ધમરોળ ચાલી રહ્યા છે. કેટલાં કેટલાં દાદ લેવા આવનારાં ગરીબોને ડોસો ગાળો આપે છે, ન કહેવાનાં વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો. ફાટતે મોંએ એણે એ બાઈને ધમકાવી કે “રાંડ ! ડાકણ ! ગામ આખાનાં છોકરાંના મંતરજંતર કવા જા અને મારું છોકરું ભરાઈ ગયું ત્યારે કેમ ન આવી ?”

ધોળાં લૂગડાં પહેરીને ગરીબડે મોઢે એક જોગણ જેવી લાગતી બાઈ ઊભી હતી. એણે જવાબ દીધો, “ડોસાભાઈ ! મને ભેખને આવાં વેણ ? વિચાર કરો, બાપ ! હું નથુરામજી જેવા સાધુપુરુષનું છોરું. હું રાધાબાઈ. મારે માથે આ વીજળી કાં પડે ?”

“ત્યારે કેમ નહોતી મરી ?”

“બાપુ, મારું મન નહોતું વધ્યું, મને ભવિષ્ય માઠું કળાતું’તું આવરદાની દોરી સાંધવાની મારી સત્તા થોડી હતી, ભાઈ ?”

“તું - ડાકણ ! તું જ મારા બાળકને ભરખી ગઈ.”

એટલું બોલી ડોસો ઊઠ્યો. થાંભલીઓની વચ્ચે રાધાબાઈ સાધ્વીને એણે પરોણે મારી.

મીણ જેવા દેહવાળી રાધાબાઈ માર ન સહેવાયાથી ઢગલો થઈને નીચે ઢળી પડી. ડોસાની સામે દૃષ્ટિ ઠેરવીને એણે કહ્યુંઃ “ડોસા પટેલ, એ બે થાંભલી વચાળે જ તારું કમોત થાશે. તે દિવસ સંભારજે.”

એમ કહીને એણે ચારેય કોર નજર ફેરવી. આઘે ઊભેલા એક જુવાન ઉપર એની મીટ ઠરી. એ જુવાન રામ હતો. રામના મનમાં રટણ ચાલવા લાગ્યું કે ‘જીવ્યું ધિક્કાર તેનું છે.’ રામ જાણે કે પોતાની નોંધપોથીમાં હિસાબ લખ્યે જતો હતો.

ડોસો રામ તરફ વળ્યો, “કેમ આવવું થયું છે, આપા રામ ?”

“ડોસા કાકા ! મારું આખુંય ખળું જપ્તીમાં શીદ જમા કરો છો ? મારે ખાવું શું ?”

“તમારા બાપના એ પરતાપ છે, આપા રામ !” પટેલ બોલ્યો.

“ડોસાકાકા, મારા બાપને હવે શીદ સંભારો છો ? મને જ જવાબ આપો ને કે મારું આખું ખળું શીદ જપ્તી ખાતે જમા કરો છો ? મારે ખાવું શું? મારે ખાવું શું ?”

“ખાઓ ચોરીલૂંટીને ! બાપદાદાનો ધંધો છે. તમારે શી લાજશરમ?”

“ચોરી ? લૂંટ ? પરસેવો પાડીને નહિ ખાવા દ્યો તો પછી ચોરીલૂંટે જ મન ચડશે ને, ડોસા પટેલ !”

“હા, ઝટ કરો, એટલે સરકારની તુરંગના સોનાંસાંકળાં તૈયાર છે તમારા સારુ, આપા રામ ! જાઓ, કરો કંકુના.”

ડોસાની ઓસરીએથી ઊતરીને રામ પાછો વળ્યો અને ઘેર પહોંચ્યો તેટલી વારમાં એને કંઈક વિચારો આવી ગયાઃ આ મારો બાપુકો મૂળ ગરાસઃ એના ઉપર જપ્તી બેઠીઃ હું લોહીપાણી એક કરીને પામ્યોઃ તોય ખળામાંથી ખાવા પૂરતું ન રહેવા દીધુંઃ હું ગરાસિયો, બીજી મજૂરી કરવા ક્યાં જાઉં ? મારી રંડવાળ માને શું ખવરાવું ? આ બધું કરનાર કોણ ? વાવડીનો પટેલઃ વાવડીનો રણીધણીઃ વાવડીનો ગાયકવાડઃ ગામેગામના પટેલો ગાયકવાડીનાં જે જૂજવાં રૂપ. આવાં અસત અને કૂડ ઉપર ચાલતા અમલમાં પિલાવા કરતાં તરવાર ધબેડીને ચોડેધાડે ખાવાનો જૂનો સમો શું ખોટો ?

સાચાખોટ કંઈક વિચારો રામને હૈયે રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલીને રામ પાછો રઝળવા માંડ્યો. એક ડોસાને પાપે એને અનોખી ગાયકવાડી ખટકી. એનું માથું ફરી ગયું. એમાં એણે દાઝે ભરાઈને ગામના એક સરધારા કુંભારને માર્યો. મુકદ્દમો ચાલ્યો ને રામને ત્રણ મહિનાની ટીપ પડી. ધારીની તુરંગમાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટનના સિપાહીઓમાંથી એક પહેરેગીર સાથે એને હેત બંધાણું. એ પહેરેગીર રામની છૂપી ખાતરબરદાસ કરતો હતો. રાતે કે દિવસે જ્યારે બેય ભેગા થાય ત્યારે બેય છૂપી વાતો કરતા હતા. રામે તો ત્યાંથી જ પોતાની વેતરણ આદરી લીધી હતી. આ પહેરેગીર કોણ હતો ? ગોંડળ તાબે અમરાપર ગામનો કાઠી. નામ ગોલણ વાળો. ગોંડળની હદમાં એક ખૂન કરીને ગોલણ આંહીં નોકરીમાં

પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે “મારે બા’રા નીકળી જાવાનું મન છે, જરૂર પડે તો તેડાવજો !”

ત્રણ મહિને છૂટીને રામ બેવડો દાઝભર્યો બહાર આવ્યો.

“રામને કે’જો, હું થોડા દીની મે’માન છું. એક વાર આવીને મને મળી જાય.”

આઈ રાઠોડબાઈનો આ સંદેશો રામને જૂનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું દઈને જૂનાગઢમાં ઉપરકોટની નોકરી લીધેલી. ત્યાં એનો તેડાવ્યો રામ સંતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાંભળીને અંતરના ઊંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુઃખ પામતો રામ, ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસીને દીકરો દિવસરાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઈનું જાજરમાન શરીર હવે ફરી વાર ઊભું થાય તેમ નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જુગની કાઠિયાણીનો સાચો ચિતાર આપતાં રાઠોડબાઈ સંસારનાં અનેક વિષ વલોવી વલોવી પી જઈ, પચાવી, અબોલ જીભે, ગામતરે જાતાં હોય તેમ ચાલ્યાં ગયાં. માતાના પિંજરને ભસ્મ કરી રામ વાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની બે બહેનો બાબરિયાવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી. અને સંસારનું છેલ્લું એક કરજ ચુકાવવાનું - આઈનું કારજ કરવાનુંબાકી કહ્યું. તેની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો.

“ભાઈ ગોલણ !” રામ ચાર-પાંચ દિવસે તપાસ કરીને બોલ્યો, “તારી જરૂર પડશે. ઘરમાં વાલની વાળીયે ડોસા પટેલને પ્રતાપે રહી નથી. પણ આપણે કોઈ બચારાં બાપડાંને નથી કનડવાં. મારવો તો મીર મારવો છે.”

“છે કોઈ ?”

“હા, આખી ગીરની વસ્તીને ઠોછી ખાનારો તાંતણિયાવાળો મકનજી ઠક્કરઃ ઘીના ડબા ભરીને અમરેલી વેચવા જાય છે. આજ સાંજે આંબીએ.”

તે દિવસે સાંજે ચલાળાની સીમમાં ધોળાકૂવા પાસે બેય જણાએ મકનજી ઠક્કરનું ગાડું રોક્યું. ગીરનાં અજ્ઞાન ભોળાં માલધારીઓનું ચૂસેલું લોહી મકનજીના અંગ ઉપર છલકી રહ્યું હતું. મકનજીની પાંચ મણની કાયામાંથી પરસેવાના રેગાડા ચાલ્યા. રામ વાળો ઝાઝી પંચાતમાં ન પડ્યો. તરવાર ખેંચીને એટલું જ કહ્યું કે “જીવતા જાવું હોય તો દોઢસો રૂપિયા રોકડા અને એક ઘીનો ડબ્બો કાઢી દે. મારી આઈનું કારજ કરવું છે.”

મકનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો હૈયે હામ હતી કે જીવતા હશું તો દોઢસો રૂપિયા આઠ દીમાં જ ગીરમાંથી દોહી લેવાશે. ગીર દૂઝે છે ત્યાં સુધી લુવાણા ખોજાને વાંધો નથી.

ગાડું હાંકીને મકરજી અમરેલીને માર્ગે પડ્યો ને રામ ગોલણે વાવડીનો કેડો લીધો. બેય પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા.

“બેન માકબાઈ ! આંહીં આવ.”

“કેમ, રામભાઈ ?”

“લાખુબાઈ બેન ક્યાં ? એને બોલાવીને બેય જણિયું આંહીં આવો મારે કામ છે.”

બેય બહેનો ઓરડામાં આવી. મા જેવી માના વિજોગનાં આંસુ હજુ બેય બહેનોની આંખમાંથી સુકાણાં નહોતાં. ભાઈના મનસૂબાના ભણકારો પણ બેયને હૈયે બોલી ગયા હતા. ભાઈ શું કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. ત્યાં તો આજ બેય બહેનોએ ઓરડામાં શું જોયું ?

ઘરની તમામ ઘરવખરીના બે સરખા ઢગલા ખડકીને વચ્ચે ભાઈ ઉઘાડે માથે બેઠો છે. ઘરની ભીંતો ઉપરથી ચાકળા-ચંદરવા, ઘરનાં ગોદડાંગાભા, ખૂણે ખૂણે પડેલી નાની મોટી જણસો, જે કાંઈ હતું તે તમામ ઉસરડીને ભાઈએ ઢગલા કરેલા છેઃ બેય ઢગલાને સરખા વહેંચવાનું ધ્યાન એટલે સુધી પહોંચાડ્યું છે કે એકમાં તાવીથો, તો બીજામાં કડછી મૂક્યાં છે. ભીંતમાંથી ખીંટીઓ પણ ઉતારીને ઢગલામાં ભાગે પડતી વહેંચી નાખી છે. એની વચ્ચે વિખરાયાં ઓડિયાંવાળો કરડો, કુમળો, કેરીની ફાડ જેવી મોટી રૂપાળી, પણ રાતીચોળ આંખોવાળો, સાત ખોટનો એક જ ભાઈ બેઠો છે. એકબીજી સાથે સંકોડાઈને ઊભેલી બેય બહેનોને ભાઈએ કહ્યું, “બેય જણિયું અક્કેક ઢગલો ઉપાડીને ભરી લ્યો ગાંસડિયું.”

બહેનોથી બોલી ન શકાયું. થંભીને બેય જણીઓ ઊભી થઈ રહી.

“ઝટ ઉપાડી લ્યો,” રામે ફરી વાર કહ્યું. જાણે કે ગળાની અંદર સંસારની તમામ મીઠપને ભરડી નાખવા રામ મહેનત કરી રહ્યો છે.

નાનેરી બહેન લાખુભાઈનો સાદ તો નીકળી જ ન શક્યો. મોટેરી માકબાઈએ નીતરતે આંસુડે આટલું જ કહ્યું કે “ભાઈ ! બાપા ! આમ શીદ કરી રહ્યો છો ? અમારી દૃશ્ય જ સંચોડી દેવાઈ જાય છે, રામભાઈ !”

“તમારે અટાણે રોવાનું નથી. આ લઈ લ્યો છો કે ગામમાંથી બામણોને બોલાવું ?” ટાઢોબોળ રહીને રામ બોલ્યો.

મલીરના પાલવ આડે આંસુડાંની ધારો છુપાવતી બહેનોએ ભાઈની બીકે છાનું છાનું રોતાં રોતાં બેય ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘરને આંગણે ત્રણ ભાંડરડાં બાળપણની રમતો રમ્યાં હતાં, તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આંટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે શેલ નદી વચ્ચે આવેલા બુઢ્ઢાનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધ. પછી એણે ગાડું જોડ્યું. બેય બહેનોને ગાડે બેસારી બાબરિયાવાડમાં એને સાસરે મૂકી આવ્યોઃ મકાબાઈને કાતરે પહોંચાડી અને લાખુબાઈને સોખડે. બહેનોના સાસરિયાવાળા વરૂ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લી ગાંઠો છૂટી ગઈ. ઘરમાં આવીને એકલો ઘોર આનંદથી બોલી ઊઠ્યો કે “આમાં કાંઈ મારું નથી. આ તો સમશાન છે.”

“આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે ?”

ધારગણી ગામના કાઠી દેશ વાળાના કારજમાં લૌકિકે આવનાર કાઠીનો દાયરો મોટા ફળિયામાં લીમડાને છાંયે બેઠો છે. કસુંબા લેવાય છે. ભરદાયરાની વચ્ચોવચ્ચ બેઠેલા એક અડીખમ બુઢ્ઢા બાબરિયાએ એક પડખે વીરાસન વાળીને વાંકોટડા થઈ અંબાઈ રંગને લૂગડે બેઠેલા બે જુવાનો સામે જોયું અને આંખ નેજવું કરી (આંખો ઉપર હાથની છાજલી કરી), જાણ્યા છતાં અજાણ્યા થઈને અસલી ભાષામાં પૂછ્યું, “આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે ?” (“આ કાતરા રાખનારા બહાદુરો કોણ છે ?”)

“આપા સાવજ ધાંખડા ! ઈ બેંમા આ નાનેરા વાવડીવાળા રામભાઈ છે, ને મોટેરા અમરાપરના ગોલણ વાળા છે.” કોઈકે ઓળખાણ કરાવી.

“ઠીક ! ભણ્યું કાતરિયું રૂડિયું લાગે છે, હો ભાઈ ! જુવાનો શૂરવીર કળાતા છે, હો ભાઈ !”

દીપડિયા ગામના બાબરિયા સાવજ ધાંખડાનાં આ મર્મવેણ સાંભળીને રામ ને ગોલણ એકબીજા સામે ખસિયાણે મોઢે જોઈ રહ્યા છે. પોતાની ઝીણી ઝીણી ઊગેલી દાઢીને કાતરી કહેવાતી સાંભળીને બેય મનમાં સમસમે છે. રામની આંખમાં લાલપ તરવરવા લાગી. એણે એ બાબરિયા સામે નજર નોંધીને પૂછ્યુંઃ “આપા, વાવડી તો હર વખત આવો છો, છતાં મને ન ઓળખી શક્યા ?”

“ગઢપણ છે ને, ભા ! એટલે ભૂલી ગયો.”

“કાંઈ વાંધો નહિ, આપા ! કોક દી અમારે વળી કાતરિયુંમાંથી કાતરા થાશે. નકર કાતરિયું તો ખરિયું જ ના ?”

દાયરો ઊઠ્યો. રામ અને ગોલણ વાવડી તરફ વળ્યા. રસ્તે રામ ફક્ત એટલું જ બોલ્યો કે “ગોલણભાઈ ! હવે તો કાતરીના કાતરા કરીને સાવજ ધાંખડાને ફેર મળીએ ત્યારે જ આ મેણાની કળતર ઊતરશે.”

“કાતરા થવાની વેળા હાલી આવે છે, રામભાઈ !” ગોલણે ધીરજ દીધી.

આ ‘કાતરા-કાતરી’નો મર્મ એ હતો કે અસલના કાળમાં દાઢીના કાતરા તો એ જ જુવાન રખાવી શકતો કે જે અણવાણે પગે ન ચાલે, પગપાળો ગામતરું ન કરે, સાથે આટો ને આવરદા એટલે અફીણ વગેરે અને એકાદ માણસ રાખે, ઘેર રોટલા આપે, દુશ્મનને કદી પીઠ ન બતાવે, પોતાનું નામ અમર કરવા જેવી વીરતા બતાવે. આ લક્ષણો વિનાની દાઢી તે કાતરી કહેવાય.

આ રીતે રામને આપા સાવજનો ટોણો ખટકવા લાગ્યો. મૂંગો મૂંગો એ ઘર ભેળો થયો.

પછી ગોલણને, કારજે આવેલા કૂબડાવાળા ગોદડ ને નાગ નામના બે ભાઈઓને, તથા ટીંબલાવાળા વીસમણને ભેળા કરી રામ ઘરની અંદર છેલ્લી વારની મસલત કરવા બેઠો. રામે વાત ઉચ્ચારી, “કહો, ભાઈ નાગ, ગોદડ! હું તો ગોળગળ આવી ગયો છું. તમને પણ કૂબડામાં ભૂરો પટેલ સખે બેસવા દ્યે એમ નથી; તો હવે શો સ્વાદ લેવો બાકી રહ્યો છે ?”

“જેવો તમારો ને ગોલણભાઈનો વિચાર.”

ગોલણે કહ્યું, “મેં તો ક્યારની રાખ નાખી છે. રામભાઈએ પણ હવે ભૂંસી લીધી. તમારું મન કહો.”

“અમે તૈયાર છીએ. ને વીસામણ, તું ?”

“હુંય ભેળો.”

“ત્યારે ઉપાડો માળા.”

દરેકે સંગાથે બહારવટે નીકળી વફાદાર રહેવાના સોગંદ ખાઈ સૂરજની માળા ઉપાડી. અમુક દિવસે અમુક ઠેકાણે મળવાનો સંતલસ કરી સહુ નોખા પડ્યા. સહુ પોતપોતાની તૈયારી કરવા ઘેર ગયા.

ઠરાવેલે દિવસે રામ વાવડીથી નીકળ્યો. પ્રથમ ગયો ટીંબલે. વીમાસણને કહ્યું, “કાં ભેરુ, હાલ ઊઠો.”

“હેં... હેં રામભાઈ !”

વીસામણ ગેં ગેં ફેં ફેં થઈ ગયો. ‘આવા કોડણને ભેળો લઈ શું કરવું છે ?’ એમ વિચારી રામ ચાલી નીકળ્યો. કૂબડે ગયો. જઈને હાકલ કરી, “નાગ, ગોદડ, ઊઠો. જે બોલો સૂરજદેવળની. પ્રથમ હિંગળાજ પરસી આવીએ.”

“પ ખરચી જોશે ને !”

“તો કૂબડા ભાંગીએ.”

“આજ ફાગણ સુદ પૂનમ છે. હોળીનાં શુકન લઈ લેશું ?”

“ક્યાં જાશું ? આંહીં તો ઓળખાઈ જાશું.”

“રાવણી જાયેં. ત્યાંની હોળી વખાણમાં છે. ઠઠ જાશે. એમાં કોઈ ઓળખશે નહિ. બોકાનિયું ભીડી લેશું.”

એજન્સીની હકૂમતના રાવણી ગામને પાદર પૂનમની સાંજે જબ્બર હોળી પ્રગટાઈ છે. કૂંડાળું વળીને માણસની મેદની ઊભી છે. ગામલોકો પોતાનાં નાનાં છોકરાંને તેડી હોળી માતાની ફરતા આંટા મારે છે. પાણીની ધારાવાડી દઈને કંઈક માણસો અંદર નાળિયેર હોમે છે. એમ થોડી વાર થઈ. ભડકા છૂટી ગયા. છાણાંનો આડ લાલચટક પકડી ગયો, અને ઘૂઘરી લેવાનો વખત થયો. ‘ભાઈ, ઘૂઘરી !’ એવા હાકલા કરતા લોકો એકબીજાને ધકેલી આગનો ઢગલો ફોળવા ઘસે છે. ત્યાં તો ત્રણ બુકાનીદાર જુવાનો લોકોની ભીડ સોંસરવા ધક્કા મારીને મોખરે નીકળી આવ્યા અને અગ્નિની આકારી ઝાળોને ગણકાર્યા વિના લાકડીએથી ઢગલો ફોળી અંદર ઊંડી ભારેલો ભાલિયો હાથ કર્યો. ભાલિયામાંથી પહેલવહેલી ઘૂઘરી એ ત્રણેને ચાખી. પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા, પણ કોઈ ઓળખી શક્યું નહિ. ‘ઇ જણ ક્યાંના ? માળા ભારી લોંઠકા !’ એમ થોડીક વાત થઈને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા. લોકો દુહાની હલક ઉપર જામી પડ્યા.

હુતાશણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહાણાને માર મારી એક હજાર રૂપિયા લૂંટી ગયાની વાત ગામોગામ ફૂટી છે અને વાવડીનો ડોસો પટેલ વહેમાઈ ગયો છે કે આ રામ-ગોલણ ક્યાં જઈ આવીને ઘરમાં બેસી ગયા હશે ? બિલાડી ઉંદરને ગોતે તેમ ડોસો રામગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણીની લૂંટ પછી આઠમે દિવસે રામ, ગોલણ, ગોદડ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા. થાન પાસે સૂરજદેવળના થાનક પર પહોંચ્યા. સૂરજદેવળના થાનકે અક્કેક ચોરાસી જમાડી. આઠ દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીએ બેસી કરાંચી ઊતર્યા. ત્યાંની પોલીસે શક ઉપરથી ચારેને અટકાયતમાં લીધા. ધારી ગામના ફોજદારનું ખૂન કરનારા કરણ હાજા અને લખમણ નામે તહોમતદારો હોવાનો પોલીસને વહેમ પડ્યો. એની પાસેના રૂ. સાતસો અટકાયતમાં રાખ્યા. આ ચોરોએ કહ્યું કે “ભાઈ, અમે કરણ હાજા ને લખમણ નથી. અમે તો વાડીનો રામ, અમરાપરનો ગોલણ, વગેરે કાઠીઓ છીએ ને હિંગળાજ પરસવા જઈએ છીએ.”

પોલીસ કહે, “તો તમારો જામીન લાવો.”

‘અહીં પરદેશમાં અમારો કોણ જામીન થાય !’ એમ વિચાર કરતાં રામને પોતાનો ઓળખીતો કાઠી દાનો કાળિયો સાંભર્યો. એને ગોતી પોતાનો જામીન કર્યો. ઉપરાંત, રામે પોલીસને પોતાના વિશેની ખાતરી માટે વાવડી ગામના શેઠિયા પર કાગળ લખવા સરનામું આપ્યું. એમ કરી તેઓ છૂટ્યા. ચારેયને દાના કાળિયાએ જમાડ્યા-જુઠાડ્યા. ચારેય ભગવાં લૂગડાં રંગીને હિંગળાજની જાત્રાએ ચાલી નીકળ્યા. જઈને જાત્રા જુવારી લીધી.

ગોલણે કહ્યું, “રામભાઈ, પોલીસે વાવડીમાં પુછાણ કરાવ્યું હશે અને આપણે જાણીએ છીએ કે જવાબમાં આપણાં કેવાં ગીત ગવાણાં હશે. માટે હવે આપણે આંહીંથી જ ભાગી નીકળીએ.”

“પણ ભાઈ,” રામે સંભાર્યું, “ઓલ્યો કાળિયો આપણો જામીન થયો છે. એ બિચારો નવાણિયો વચ્ચે કુટાઈ જાય ને ! આપણાથી એને દગો કેમ દેવાય ?”

ચારેય પાછા કરાંચી આવ્યા. કાળિયા કાઠીને મળ્યા. પોતાનું પેટ દઈ દીધું. કાળિયો કહે કે, “ભાઈ, ભાગવું હોય તો ભાગી નીકળો. મારું તો વળી જે થાય તે ખરું.”

“ના, ના, ના, ભાઈ !” રામ મક્કમ બન્યો, “ચાલો,આપણે પોલીસમાં જઈ તને જામીનખતમાંથી મોકળો કરી દઈએ.”

પાછા પોલીસમાં રજૂ થયા. કાઠિયાવાડથી કશા ખબર ન આવવાથી તેમ જ બીજા કોઈ ગુનાની જાણ નહિ હોવાથી પોલીસે આ ચારેય જાત્રાળુઓને રજા દીધી. રૂપિયા થોડી વાર પછી લઈ જવાનું કહ્યું. ઘેર આવીને રામ કહે, “ભાઈ, રૂપિયા ઘોળ્યા ગયા. હવે આપણે ઝટ આ દાના કાળિયાની ઉપરથી આપણો ઓછાયો આઘો કરીએ.”

ઊપડ્યા. કરાંચીથી પાંચમે સ્ટેશને જઈને ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે. જોખમ ઊતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશને પોલીસ આવી પહોંચી. ચારેયને અટકાયતમાં લીધા કારણ કે વાવડીથી ડોસા પટેલનો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું હતું કે “એ ચારેય જણા રાવણી ભાંગ્યાના તહોમતદાર છે. માટે ઝાલજો.” બીજો તાર એજન્સી પોલીસનો હતોઃ “અમારી ટુકડી કબજે લેવા આવે છે. તહોમતદારોને સોંપી દેજો.”

ચારેયને કરાંચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપરત થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામ વાળાએ પોલીસો સાથે એટલી બધી સારાસારી રાખી કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસને પરોઢિયેે સહુને ઊતરવાનું સ્ટેશન કુંકાવાવ ઢૂકડું આવ્યું. ગાડી ધીરી પડી. રામે પોલીસને ઝોલે ગયેલા દીઠા, એટલે પોલીસની બંદૂક લઈને રામ ગાડી બહાર ઠેક્યો, પાછળ ગોલણ ઠેક્યો. નાગ પણ ઊતર્યો એક ગોદડ રહી ગયો. ખસિયાણી પડેલી પોલીસ ટુકડી ગોદડને લઈ બગસરે ચાલી ગઈ. કાઠિયાવાડમાં દસેય દિશાએ તાર છૂટ્યા.

સંવત ૧૯૭૦ના વૈશાખ મહિનાની અજવાળી દશમ હતી. મંગળવાર હતો. ઊજળો, અંગે લઠ્ઠ અને ઊંચા કાઠાનો ડોસો પટેલ તે દિવસ બપોરે વાવડીના થડમાં કણેર ગામે ડેલીનો આગળિયો ઘડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલા. તેમણે સહજ પૂછ્યું કે “ડોસાભાઈ, અટાણે બળબળતે બપોરે શીદ ઊપડ્યા ?”

“અરે ભાઈ, ઓલ્યા કેસરિયા ઊતર્યા છે ને, તે એની સાટુ માણેકથંભ ઘડાવવા જાઉં છું.” ડોસાને બાવળનો કટકો ઊંચો કરી બતાવ્યો. ડોસા પટેલની જીભમાંથી ધગધગતો મર્મબોલ વરસ્યો અને બજારે બેઠેલા લોકો મર્મ પામી ગયા. કરાંચીથી રામ-ગોલણની ટોળી પકડાઈને ગાડીમાંથી ભાગી છૂટી હતી અને વાવડી ઉપર ક્યાંઈક તૂટી પડશે એવા ભણકારા ડોસાને બોલતા હતા. તેથી ડેલીના મજબૂત બંદોબસ્ત માટે એ આગળિયો કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસ બહુ વહરું લાગ્યું. ડોસો નહોતો જાણતો કે મશ્કરીને સાચી પાડનાર કાળ પોતાનાથી ઝાઝો છેટો નહોતો.

આગળિયો ઘડાવીને ડોસો પટેલ આવી ગયો. સાંજ પડી. સીમાડેથી ગૌધણ ગામ ભણી વળ્યાં. હજુ ગોધૂલીને વાર હતી તે વખતે શેલ નદીની ભેખડમાંથી ત્રણ જુવાનો તરવારભર નીકળી પડ્યા. સડેડાટ વાવડી ગામમાં દાખલ થયા. જેમ બજારને નાકે જાય તેમ તો પોતાના દુશ્મન ડોસાના દીકરા માધાને ઊભેલો દીઠો. જુવાન માધો ખોજાની દુકાનેથી નાસ્તો તોળાવતો હતો. એણે ખુલ્લી તરવારે રામને ભાળ્યો. ભાળતાં જ ‘ઓ બાપ !’ કહેતો એ હડી દઈને ભાગ્યો. “ઊભો રે’જે ટપલા !” એવી ત્રાડ પાડીને રામે ઉઘાડી તરવારે વાંસે દોટ દીધી.

બરાબર ડેલીમાં રામ આંબી ગયો. માધાને ઠાર મારવાનો તો ઇરાદો નહોતો, પણ ઝનૂને ચડેલા બહારવટિયાએ માધાના અંગ પર તરવારના ટોચા કર્યા. રીડારીડ થઈ અને ડોસો પટેલ બેબાકળો બહાર નીકળ્યો. એણે પોતાનો કાળ દીઠો. ચીસ નાખીને એ ભાગ્યો.

રામ એના ફળિયામાં પહોંચ્યો. એક જ પલક - અને ડોસો નાઠાબારીએથી નીકળી જાત. પણ પાછળથી એના ચોરણાનો નેફો ઝાલીને રામે પછાડ્યો. ઝાટકા ઝીંક્યા. પ્રાણ કાઢી નાખ્યા. બરાબર એ જ ઠેકાણેઃ બરાબર એ જ બે થાંભલીઓની વચ્ચે - જ્યાં ખંભાળિયાની જગ્યાવાળા સંત નથુરામની દીકરી સાધ્વી રાધાબાઈએ ડોસાના પરોણાની પ્રાછટો ખાઈને ડોસાનું કમોત વાંછેલું.

મારીને જુવાન બહારવટિયો કાળભૈરવ-શો ઊભો રહ્યો. દુશ્મનની અલમસ્ત કાયાએ લોહીનાં પાટોડાં ભરી દીધાં હતાં. તેમાંથી. એણે લોહીનું તિલક કર્યું. ‘જે સૂરજની !’ બોલતો નીકળી પડ્યો. પાછળ ગોલણ ને નાગ ચાલ્યા. નીકળે એ પહેલાં તો એ બનાવ આખા ગામમાં ફૂટી ગયો હતો. નીકળતાં રસ્તે ફુઈનું ખોરડું આવ્યું. તાજા દોહેલા દૂધનું બોઘરું ઝાલીને ફુઈ ઊભાં થઈ રહ્યાં હતાં. ત્યાં સાદ સંભળાણો, “ફુઈ, નારણ !”

“નારણ, બાપ ! મારા વિસામા ! બહુ ખોટું કર્યું. ગજબ કર્યો, રામ!”

રામ કાંઈ ન બોલ્યો. ચાલવા માંડ્યો. ત્યાં ફુઈએ કહ્યું, “થઈ તે તો થઈ, બાપ ! પણ હવે છેલ્લી વારનું મારા હાથનું દૂધ પીતો જાઈશ ?”

“લાવો, ફુઈ !”

આખું બોઘરું ઉપાડી લીધું. ઘટક ! ઘટક ! આખું બોઘરું રામ ને ગોલણ બેય ગટગટાવી ગયા. ફરી વાર ‘ફુઈ, નારણ’ કહ્યું. ફુઈએ દુખણાં લીધં અને પચીસ વરસનો રામ પોતાના મનોરથે માર્ગે ચાલી નીકળ્યો. તે વેળાએ વાવડીના સીમાડા ઉપર વૈશાખ સુદ દશમનો મંગળવાર ચારેય છેડે આથમતો હતો, વાવડીમાં ગૌધણ પેસતું હતું, અને ભાઈવિહોણી બહેનના જેવો રાગ કાઢીને ઘેટાંનાં બાળ ભરવાડોની ઝોકમાં રોતાં હતાં.

“હવે, ગોલણ ?”

“હવે કૂબડે. ડોસાને ગૂડ્યો તેમ ભૂરાને ગૂડવા.”

“બરાબર. હાલો.”

ઊપડ્યા. કૂબડે આવ્યા. રાતે ભૂરા પટેલને ગોત્યો, પણ ભૂરો પટેલ ઘેર નહોતો. ભૂરો પટેલ માતબર ખડુ હતો. પાકો મુસદ્દી હતો, અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નર બંદૂક પણ બાંધી જાણતો. એ વસ્તીને પીડનાર નહોતો. લાગે છે કે ફક્ત નાગ-ગોદડની સાથે એને લેણદેણની તકરારો ચાલતી હશે. તેથી જ આજ નાગ-ગોદડરામને એને માથ લઈ આવેલા. પાછા ચાલ્યા. બહારવટિયા બાવા વાળાનું રહેઠાણ જમીનો ધડો નામે ઓળખાય છે ત્યાં આવ્યા. ત્યાંથી ગીર-જેતલસર બાવા વાળા બહારવટિયાને નેખમે, ત્યાંથી ચાલીને કનડે ડુંગરેઃ કનડા ઉપર અઠવાડિયું રહ્યા.

ગીરમાં આવ્યા. ટોળી બાંધીઃ રામ, ગોલણ, ગોદડ, નાગ, હરસૂર, તગમડિયો, વાલેરો મકવાણો, રામ ભીંસરિયો ને મવાલીખાં પઠાણઃ એમ નવ જણનું જૂથ બંધાણું. બીલખા ગામે જઈ, ત્યાંના એક કાઠી દરબારનો આશરો લઈ, હિંગળાજની જાત્રાનો ભગવો ભેખ ઉતાર્યો. ચોરાસી જમાડી અને કેસરિયાં પહેર્યા. રામ તે દિવસ કાંડે મીંઢળ બાંધી વરરાજા બન્યો અને નવ જણાની જાન જોડો મોતને માંડવે તોરણ છબવા ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વરસ પચીસ જેટલી જ હતી.

અષાઢ સુદ અગિયારશ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવિંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગૌધણ ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણિયારી પર બેડું ભરીને વહેતી થઈ હતી. પાણીશેરડે કોઈ રડ્યુંખડ્યું ઢોર અવેડા ઉપર ઊભું હતું. એ વખતે આઠ જણની ફોજ ભેળો રામ ગોવિંદપરાને પાદર આવી ઊભો રહ્યો. ગામમાં પેસતાં પહેલાં રામે કહ્યું, “એલા ભાઈ, ઊભા રહો હારબંધ, હું ગણતરી કરી લઉં.” એમ કહી રામ માણસો ગણવા લાગ્યોઃ એક, બે, ત્રણ.... નવ ને દસની સંખ્યા થતાં રામ ચમક્યો, “એલા, આપણે તો નવ છીએ ને ?”

“રામભાઈ, ફેર ગણો તો ?”

“એક, બે, ત્રણ, ચાર.... નવ ને દસ.”

“આમ કેમ ?”

“ઠીક ઠીક ! કાંઈ નહિ. કાંઈ નહિ. હાલો છાનામાના. દસમો સૂરજ. સૂરજ આપણી ભેરે છે.”

એમ સમજી-સમજાવીને રામે શ્રીફળ કાઢ્યું. પાદરના હનુમાનની દેરીને ઓટે શ્રીફળ વધેર્યું. ધોળો ફૂલ જેવો ગોટો નીકળ્યો. “હાંઉં ! બસ. શુકન પાક્યાં. હાલો હવે.”

ગામમાં જઈ રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ઝાલીને ગામની બજારમાં ટહેલવા લાગ્યો અને આઠેય જણાને કહ્યું કે “તમે લૂંટ કરો. પણ આટલી ગાંઠ વાળજો ! લૂંટ કરવામાં કોઈ બાઈ બેન દીકરીને અંગે અડશો મા. એના ડિલને માથે હજારુંનો દાગીનો પડ્યો હોય તોય જીવ બગાડશો મા. નીકર રામ ગોળીએ દેશે. બાકી, વિના કારણ કોઈનો જીવ લેશો મા. મારકૂટ કરવામાં મરજાદા ન છાંડજો. નીકર ગાયકવાડીને ડોલાવી શકાશે નહિ અને સૂરજ આપણી ભેળો હાલશે નહિ.”

એ બધાં નીમો પળાવવા માટે રામ ચોકી ભરતો ઊભો. ભેરુ લૂંટે ચડ્યા. બે પટેલોને મારી ઘાયલ કર્યા. ચાર હજાર રૂપિયા લઈ ચાલ્યા ગયાનું બોલાય છે. ગામમાંથી નીકળતી વખત સૂરજની જે બોલાવી. તે દિવસ તા. ૩-૭-૧૯૧૪ હતી.

એ જ રીતે ખોડપરું ભાંગ્યું. પછી તો ગામને પાદર પોતાના જણની સંખ્યા ગણી શુકન જોવાની રીત થઈ પડી. દસ ગણાય તો જ હનુમાનને શ્રીફળ વધેરી ગામમાં પેસે, નહિ તો સૂરજની ના સમજી ચાલ્યા જાય.

જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદલ પલટન રહે છે ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઊગ્યે ચિઠ્ઠી વંચાણી. અંદર આવી મતલબનું લખ્યું હતું. કે “અમુક અમુક ગામો મેં રામ વાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણિયાને નાહક કૂટશો નહિ. ગરાસિયા ઉપર ‘એક આની’ વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો. નહિ તો રાજબદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચૂંથી નાખીશ. લિ. રામ વાળો.”

ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટિયો તો રોજેરોજ ગામડાં ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમ જ પલટનનાં માતબર મથકો પણ બહારવટિયાથી બી ગયાં. ગામના ગઢના દરવાજા વહેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણાઃ

ધારી અમરેલી ધ્રૂજે, ખાંભા થરથર થાય,

દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા !

(હે રામ વાળા ! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બિડાઈ જાય છે.)

ખોડાવડ ગામમાં છગન મા’રાજ નામે એક વટલેલ બ્રાહ્મણ હતો. બહેકી ગયો હતો. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથિયાર બાંધીને હરતોફરતો, અને બોલતો કે “રામ વાળો મારા શા હિસાબમાં ? આવે તો ફૂંકી દઉં.”

એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચિંતો રામ વાળો આવ્યો. એકલો આવીને ખાટલા પાસે ઊભો રહ્યો. હાકલ કરી કે “ઊઠ, એ વટલેલ ! માટી થા !”

છગન ઊઠ્યો, બાઘોલા જેવા બની જોવા લાગ્યો. રામે ફરી ત્રાડ દીધી, “લે બંદૂક, હું રામ વાળો !”

છગનની જીભ ખિલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. ઝોંટ મારીને રામે તેની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ છગનની રખાત કોળણો ઊભી થઈ રહી હતીઃ તેને રામે કહ્યું, “પગમાંથી કડલાં કાઢી નાખો ઝટ.”

કડલાં કઢાવ્યાં. પછી રામે છગનને પૂછ્યું, “બોલ, તુંથી શું બનવાનું છે ?”

“કાંઈ જ નહિ. હું ભૂલ્યો છું.”

“આ લે તારી બંદૂક ને આ તારી કોળણોનાં કડલાં. તું ઊતરી ગયેલ

તોય ઓતમ ખોળિયે અવતરેલ છો એમ સમજીને જાવા દઉં છું.”

છગનના થરથરતા હાથમાં બંદૂક આપીને બહારવટિયો ચાલ્યો ગયો.

જળજીવડી ગામે આવ્યા. પોલીસપટેલને ખોરડે ગયા. ત્યાંનો પોલીસપટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓ બેઠી હતી. ઘર લૂંટવું હોય તો તૈયાર હતું. પણ રામ ન રોકાણો. ઓચિંતી ઓસરીની ખીંટીએ એની નજર પડી. એણે કહ્યું, “ભાઈ નાગ, પટલની ઓલી બંદૂક ઉપાડી લે.”

ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો.

ચકોહરને ડુંગરે, અષાઢ મહિનાને ટાઢે બપોરે, આવો સંતલસ થાય છેઃ

“સો વાતેય મારે તમને ઇંગોરાળાનું ગામતરું કરાવવું, રામભાઈ !”

“ઇંગોરાળે તો મારાથી કેમ જવાય, આપા હમીર વાળા ? તમારા જ ભાંડુ આલા વાળાને ત્યાંના જૂઠા ઠક્કરે ચાકરીમાં રાખી ચોકી કરવા બેસાર્યો છે. આપણે ઊઠીને એની - કાઠીની - ચોકી ચૂંથશું ?”

“રામભાઈ ! આલા વાળો ત્યાં નથી. અને હું તમને સહુને ધરવી દઉં. એવું ગામ છે ઇંગોરાળા.”

“સોનું-રૂપું નથી જોતું, આપા હમીર,” રામ ચળ્યો નહિ.

“ખેર, ભાઈ, સોના-રૂપા સાટુ નહિ, પણ જુલમના કરવાવાળા એ જૂઠા ઠક્કર અને મૂળજી ઠક્કરનો અકેકાર રામ ઊઠીને તું નહિ અટકાવ્ય તો બીજું કોણ અટકાવશે ? તપાસ્ય તપાસ્ય, ભાઈ ! ઇંગોરાળાના એ ઠક્કરોના ચોપડામાં એક વાર આવેલો એકેય કાઠી કે કણબી આ જન્મે કે’દી બા’રો નીકળી શક્યો છે ?”

રામનો ચહેરો બદલ્યો. ચકોહરને ડુંગરે બેઠે બેઠે રામની આંખ આગળ વ્યાજખાઉ વેપારી તરવર્યો. હમીર વાળાએ લાગ જોઈ આગળ ચલાવ્યુંઃ “અને, ભાઈ, અમારી નાની ધારીના હવાલ તો નિહાળ્ય ! જૂઠો અમારો કાળ નીવડ્યો. નાની ધારીને ફોલી ખાધું. એના કૂડ, એના દગા, એની મેલી કળવકળ...”

“બસ, આપા હમીર !” રામ વચ્ચે બોલ્યો, “હાલો, ઇંગોરાળું ભાંગવું છે; માયા સાટુ નહિ, વ્યાજખાઉનાં રગત પીવા સાટુ. હાલો, ભાઈઓ.”

ચકોહરને ડુંગરેથી આખી ટોળી ઊતરવા લાગી. સાંજ પડતી આવે છે. ભેંસો ઊભાં ખડ ચરે છે. તે વખતે એક જોરાવર જુવાન આડો ફર્યો. રામે પૂછ્યું, “કાં ભાઈ મેરુ, શું ધાર્યું ?”

“આ ડાંગ ફગાવીને તમારે હાથે તરવાર બાંધી લેવાનું.”

“પછી બરડો મલક સાંભરશે નહિ કે ? રબારી છો એટલે ગાયુંની માયા લાગશે નહિ કે ? આ તો બા’રવટું છે, હો ભાઈ !”

“પારખું કરી જોવો. નીકર બંધૂકે દેજો ને !” મેરુ રબારીએ જવાબ દીધો.

“ઠીક, હાલો ત્યારે ભેળા.”

જે મેરુ રબારીએ આખરે બહારવટિયાની બાતમી દઈ દીધી હતી તે આ ચકોહરને ડુંગરે ભળ્યો. નવ હતા તેના દસ થયા. નાની ધારી ગામનો હમીર વાળો ટોળીને લઈ ઇંગોરાળા ઉપર ચાલ્યો.

સાંજની રૂંઝ્‌યો રડી ગઈ છે. આઘાં આઘાં ગામડાં વચ્ચે ઉજ્જડ, નેરાં-ખાતરાથી ભરેલી, ‘ખાઉ ! ખાઉ !’ કરતી એકાન્તમાં એક ભરજુવાન અને દેખાવડી કુંભારણ ગધેડું હાંકીને હાલી જાય છે. ઓચિંતું એને અસૂર થઈ ગયું છે. કાઠીના મુલકમાં જુવાન બાઈમાણસ કળેવાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારો કરતાં પણ વગડો વહરે અવાજે ચાંદુડિયાં પાડી રહ્યો છે. એમાં એ કુંભારણે હાદાવાવ ગામને સીમાડે આઠ-દસ લાંબા કાળા પડછાયા દીઠા. થડકી.

થોડીક વારે વાતોના સૂર સંભળાણા. બાઈ ગધેડાથી અળગી હાલી રહી હતી, તેને બદલે હવે એને માથે હાથ મેલી હાલવા લાગી. ઘડી થઈ ત્યાં પગલાં બોલ્યાં. આથમતી સાંજનાં અંધારાં-અજવાળાં વચ્ચે અગિયાર અંબાઈ રંગના, બોકાનીદાર, બંધૂકિયા, દાઢિયાળા આદમી દીઠા. ગધેડી ભડકી. બાઈ પણ ગભરાઈને અંગ સંકોડી કેડાને બીજે કાંઠે ઊતરવા લાગી. તે વખતે રામ વાળાએ ટૌકો કર્યો. “બી મા, બી મા. ભાગ્ય મા, બોન ! ઇ તો હું રામભાઈ છું. ઊભી રે’, બાપા ! હું બેઠે તુંને કોઈની ભૅ નોય.”

કુંભારણ અટકી ગઈ. આઘેરું એનું ગધેડુંય કાન માંડીને ઊભું રહ્યું. રામે પૂછ્યુંઃ “ક્યાંની છો, બેન ?”

“ગઢિયાની.”

“જાતે કેવી છો ?”

“કુંભાર.”

“ડોસા પટેલની નાતની ? ફકર નહિ. તમે બેન્યું તો મારે પૂજવા ઠેકાણું છો. આ લે, બેટા, આ રામનું કાપડું.”

ખીસામાં હાથ નાખી મૂઠી ભરી. કુંભારણ બહેનને બહારવટિયાએ કાપડું દીધું. “હાલી જા તું તારે. કોઈ તારું નામ ન લ્યે. કોઈ કનડે તો કહેજે કે રામભાઈની બેન છું.”

જુવાનડી અને ગધેડું ગઢિયે ચાલ્યાં ગયાં ને રામની ટોળી બરાબર રાતના દસ ને અગિયાર વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠી ઊતરી. અષાઢ સુદ અગિયારસની એ રાત હતી. વાદળાંની ઘટામાં ચાંદો દટાઈ ગયો હતો.

દેદમલ નદીને ઊભે કાંઠે ઇંગોરાળા ગામ પાઘડીપને પથરાઈ ગયું છે. નદીને કાંઠે જ ગામના ઝાંપા બહાર સરકારી ઉતારો છે. અંદર દીવો બળે છે. નિયમ મુજબ બહારવટિયામાંથી ચાર જણ ઉતારા ઉપર દોડ્યાં. ઓરડાનાં બીડેલાં કમાડ ઉપર પાટુ મારી સાદ પાડ્યો કે “ઉઘાડો.”

“કોણ છે એ બેવકૂફ ?” અંદર બેઠેલા એક અમલદારે કંટાળીને પૂછ્યું, “આ ગિસ્તવાળાને તો કાંઈ અક્કલ જ નથી. ત્રાસ કરે છે. પટેલ, કાલે તુમાર કરીને લખો પોલીસખાતા ઉપર.”

બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસખાતા ઉપર કાઢતો હતો. આજકાલમાં જ હંગામી ગિસ્ત આવવાની હતી એ ઓસાણ પર જઈ બિચારો મરાઠો તજવીજદાર (વસૂલાતી ખાતાનો અધિકારી) આવું બોલતો હતો. પણ બારણે ઊભેલા બહારવટિયા એ ગાળો પોતાને દેવાતી માની ખિજાયા. જોરથી પાટુ મારી બારણાં તોડ્યાં. અંદર ગયાં. અમલદારની પાસે બેઠેલા પટેલ પસાયતા પાછલી બારીએથી ઠેકીને દેદમલ નદીમાં ઊતરી ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો. એને ઝાટકા દઈને બહારવટિયાએ પસાયતાની એક બંદૂક ઉપાડી. બહાર નીકળી ઝાંપે હનુમાનને શ્રીફળ વધેરી ગામમાંગયા. એક આદમી મળ્યો. માથે ગોદડાંનો ભારો છે. બહારવટિયે પડકાર્યોઃ “ઊભો રે’, એલા કોણ છો?”

“ઈ તો નાનજી કોટવાળ, આ જુઓ ને ભાઈ, તમારા પાપમાં ઘેર ઘેર જઈ, બાયુંની ગાળ્યું ને છોકરાંના નિસાપા વહોરી તમારા સારુ પાગરણ વેઠે ભેળું કરું છું. તમે તો ગામડાંનો દાળ ટાળી નાખ્યો, ભાઈ !”

કંટાળેલા કોટવાળે માન્યું કે આ પોલીસ પાર્ટી છે, બહારવટિયા જાણે કે એ અમને ગાળો દે છે. એને થપાટ મારી ચુપ રાખી કહ્યુંઃ “હાલ અમારી ભેળો.”

સડેડાટ બહારવટિયા એક શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈ ઊભા રહ્યા. એક લાંબો સાદ પાડ્યો, “ઉઘાડજો !”

ડેલીના ઊંડાણમાં આઘે આઘે મોટું ફળીયું હતું. બે-ત્રણ નોખનોખી ઓસરીએ ઓરડા હતા, અને ઓસરીમાં જૂઠો ને મૂળજી નામના પચાસ વર્ષ ઉપરની અવસ્થાના બે ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવીને ઘેર આવ્યા પછી રોજની રીત પ્રમાણે જૂઠો ને મૂળજી મસલત કરતા હતા કે ક્યા ક્યા કળને કેમ ફાંસલામાં લેવુંઃ કોને ગળે વ્યાજની, દાવાની જપ્તીની વગેરે જુદી જુદી છરીઓ ફેરરવીઃ કોનાં ખોરડાં નવાં ચણાય છે અને એમાંથી ક્યું ખોરડું કેટલે વરસે આપણા હાથમાં આવી શકે તેમ છે ! આવું આવું એ લોકોનું રટણ હતું.

ડોસાનાં કાવતરાં ઉપર ઉદાસ થતો ભલો દીકરો ચત્રભુજ પણ બેઠો હતો.

ફરી વાર અવાજ આવ્યો, “ઉઘાડો !”

ચત્રભુજ ઊઠ્યો. ત્યાં તો જૂઠા ડોસા કહે કે “ના, તું નહિ. બા’રવટાંનો સમય છે. ડેલીએ કોણ હોય, કોણ નહિ. હું જાઉં છું.”

જૂઠાએ ડેલી ઉઘાડી. પાણીના પૂર શી ટોળી અંદર ઘૂસી. દોડીને ત્રણેય મરદોને દાબી દીધા. તરવારો કાઢીને કહ્યું, “બહુ લોહી પીધાં છે. લાવો, હવે કાઢી આપો.”

“ભાઈસા’બ, અમારી પાસે કાંઈ નથી.”

વાત સાચી હતી. બધું નગદનાણું કુંડલા ભેળું કરી નાખેલું. પણ બહારવટિયા કેમ માને ? મંડ્યા તરવારના ચરકા કરવાઃ પેટ ઉપર, હાથ ઉપર, મોં ઉપર, પીઠ ઉપર, તોય લોહાણા ન માન્યા.

ઘરમાંથી જૂઠાની બે જુવાન આણાત દીકરીઓ, જૂઠા અને મૂળજીની ઘરવાળીઓ તથા દીકરાની વહુવારુઓ દોડી આવી અને પુરુષોની આડે અંગ દઈ, પાલવડા પાથરી વીનવવા લાગી કે “એ ભાઈ ! એને કોઈને મારો મા. આ લ્યો આ અમારાં ઘરણાં. એને મારો મા.”

ત્યાં તો ઉઘાડી ડેલીની બહાર ઊભેલા નેજાળા આદમીની હાકલ પડી કે “જોજો ભાઈઓ ! સંભાળજો ! બાઈયું-બેન્યુંને સંભાળજો. જોજો હો, એનો છેડોય ન અડે. ખબરદાર, બાઈયુંનું કાંઈ લેતા નહિ.”

સાંભળીને બહારવટિયા આડી પડેલી એ બાઈઓને કહે કે “ખસી જાવ, બાપ ! તમારું અમારે ન ખપે. તમે અમારી બોનું-દીકરિયું. છેટી રો’. ખસી જાવ.”

એક કહી વળી પુરુષોને મારવા લાગે છે ત્યાં વળી પાછો ડેલીએથી બૂમ આવે છે, “સાચવજો, કોઈને જાનથી મારશો મા. વધુ પડતા પીડશો મા. હવે ચોંપ રાખો ! ઘણું ટાણું થયું.”

જૂઠાને, મૂળજીને અને ચત્રભુજને તરવારના ત્રીસ-ત્રીસ ચરકા થયા. આખાં શરીર ચિતરાઈ ગયાં. ચત્રભુજને તો પેટમાં એક ઊંડો ઘા પણ પડી ગયો, છતાં એ ન માન્યા. અને બાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપવા આવી તે બહારવટિયાએ ન રાખ્યા. થોડુંઘણું જે કાંઈ ઘરમાંથી મળ્યું તે લઈ બહાર નીકળીને ‘રામભાઈની જે !’ ‘સૂરજની જે !’ બોલાવી. રામે પડકાર કર્યો કે “જૂઠા મૂળજી, આટલેથી ચેતજો. ગરીબોનાં રગત ઓછાં પીજો !”

એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જૂઠા કુનડિયા નામના પટેલનું અભરેભર્યું ઘર ઊભું હતું. ગામમાં બીજાં બે ઘર હતાંઃ લવજી શેઠ તથા ભવાન પટેલનાં. જાણભેદુ ભોમિયો હમીર વાળો તેમ જ રામ પોતે પણ આ વાત જાણતા હતા. છતાં એને ઇંગોરાળામાંથી ધન નહોતું ઉપાડવું, ફક્ત દાઝ ઉતારવી હતી, એમ લાગે છે. ચોરે આવ્યા. ત્યાં રામ વાળો હાથમાં નેજો ધરી ઊભો રહ્યો. બાકીના દસ જણા કૂંડાળું વળીને તરવાર-બંદૂકો ઉછાળતા, ચોકારો લેતા લેતા ઘડીક ઠેક્યા. પછી ‘જે’ બોલાવતા નીકળી ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્ત હતો. માસ્તરના ખાટલા હેઠે છુપાઈને જૂઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જૂઠા ઠક્કરનો એકનો એક દીકરો વનરાવન પણ બચી ગયો.

કોડીનાર પરગણાનું હડમડિયા ગામ છે. ત્યાંના વેપારી કૂરજી ખોજાને ઘેર ગીરના ગરીબોનાં લોહી ખૂબાખૂબ ઠલવાય છેઃ જૂઠો ને મૂળજી એના હિસાબમાં નહિઃ એવું સાંભળીને રામે નેજો ઉપાડ્યો. હડમડિયે ઊતર્યો. રોળ્યકોળ્ય દિવસ હતો. ધણવેળા હતી. પાદર જઈને નેજો ખોડ્યો. જણ ગણીને શુન લીધાં. ખબર હતી કે પોલીસની ગિસ્ત પડી છે, એટલે સરકારી ઉતારામાં પેસી ગયા. લીંબડાને ચોય ફરતો ઊંચો આટો હતો તેની ઓથે બેસી ગયા. ઓસરીમાં મોટો ફોજદાર જીવોભાઈ બેઠો બેઠો ગિસ્તને પગાર વહેંચે છે. નાયબ ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે. પોલીસોની બંદૂકો ખીંટીઓ પર ટીંગાય છે.

એમાં બરાબર ઓચિંતો ગોળીબાર થયો. હાકલ પડી. પોલીસો ભાગ્યા. બહારવટિયાએ આવીને જોયું તો પાટીદાર જીવોભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠે દબાવી દીધી. બહારવટિયાએ પૂછ્યું, “કોણ છો ?”

“બામણ છું. પગારપત્રકમાં સહીઓ કરવા આવ્યો છું.”

હથિયારોનો કબજો લઈ બહારવટિયા ગામ માથે ચાલ્યા. સામો હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો. બહારવટિયા કહે, “એલા સમાયેં ઢોલ વગાડ.”

ઢોલ બજે છે. તેના તાલમાં ‘એલી ! એલી !’ કરતા બહારવટિયા ચાલ્યા. કૂરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુલસી વગેરે બ્રાહ્મણના ખોરડાના દેદાર લાગ્યા. પૂછ્યું, “આ કોનું ઘર ?” જવાબ મળ્યો, “કૂરજી ગોરનું.” ભોંઠો પડીને લૂંટારો પાછો વળ્યો. પછી કૂરજી ખોજાને ઘેર ગયા. ખૂબ ગીનીઓ લૂંટી.

ત્રણ-ચાર જુવાનોએ બજારમાં કાપડની દુકાનો તોડી લોહીચૂસ વેપારી અને ગામડિયા ગરીબ ઘરાકનું કટાક્ષભર્યું નાટક ભજવ્યું. પછી ધર્માદો કરીને નીકળી ગયા.

પોલીસ સૂબા બાજીરાવ ઘાડગેનો પડાવ દલખાણિયે હતો, ત્યાં એને

જાણ થઈ. હડમડિયા જેવું પાકા બંદોબસ્ત વાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કરડ્યા.

એ છેલ્લામાં છેલ્લું ગરગામડું ભાંગીને ત્યાંથી રામ વાળો પાછો વળ્યો. વળતાં બાબરિયાવાડ સોંસરવો સહુ જાતભાઈને મળતો હળતો હાલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરુએ સંભારી દીધું કે “રામભાઈ, આંહીં થડમાં જ સોખડા અને કાતરા ગામ રહી જાય છે. બોન લાખબાઈ ને માકબાઈ બાપડી ઝંખતી હશે. એને મળતા જાયેં તો ?”

“ના, ના,” રામે નિસાસો નાખીને કહ્યું, “હવે વળી બોનું કેવી ને કેવો ભાઈ ? બહારવટિયો તો જીવતું મડું. એ ગાંઠ તો મેં કાપી જ નાખી છે, માટે, ભાઈ, હવે એ વાત ન સંભારો !”

બહેનોનાં બેય ગામડાંની દિશામાંથી નજર સંકેલી લઈને સન્મુખ આંખો ફાડતો રામ વાળો વધુ ચોંપથી પગ ઉપાડવા લાગ્યો. એમ થાતાં ભાખસી અને વાવેરા ગામની સીમમાં રોંઢડિયા વખત થઈ ગયો. પોતેે કહ્યું કે “આ ધાંતરવડી નદીનાં ઊંડાં નેરાં ઠીક છે. આંહીં ઊતરીને નાસ્તા ખાઈ થોડી વાર વીસમીએ.”

એવી વંકી જગ્યા ગોતે છે ત્યાં રામની નજર ધાંતરવડીના કોતરના ગીચ કંટાળા ને બાંટવાની અંદર ગઈ. એણે કહ્યું, “ઓલ્યો અસવાર કોણ હશે, ત્યાં કોતરમાં ?”

એ કોણ છે તે નક્કી કરવા બધા નીચાણમાં સંતાઈને બેસી ગયા. નીરખીને જોયું, ઘોડી ઉપર કોઈશ એંશીક વરસનો બુઢ્ઢો આદમી છેઃ ખભામાં લાંબી નાળવાળી, રૂપાના ચાપડે જડેલી, ચારેક હાથની લંબાઈની બંદૂક છે. કેડે લાંસવાળી તરવાર છે. ભેટમાં જમૈયો છે. બીજા હાથમાં ઊંડળનાં રૂપાના ચાપડા જડેલું ભાલું છે. ને ધોળી દાઢી દેખાય છે.

“ઓળખ્યો,” રામે કહ્યું, “આ તો દીપડિયાનો આપો સાવજ.

આપણને ધારગણીમાં ‘કાતરીવાળા’ કહેનાર. યાદ છે, ગોલણ ?”

“યાદ છે. કહો તો આજ કાતરા-કારતીનું પારખું કરાવીએ, રામભાઈ!”

“સાચું, પણ આપાને ઓળખો છો કે, ભાઈઓ ? એણે બા’રવટાં ખેડ્યાં છે. આદસિંગ ગામની વંકી ભોમમાં એકલે હાથે દીપડા હારે બાથોબાથ આવીને એણે દીપો ગૂડ્યો’તો અને દીપડે આખું ડિલ ચૂંથ્યું છતાં જે નર હાલીને આદસિંગ પહોંચ્યો’તો એ મૂર્તિ આ છે. ને વળી અટાણે શિકારે ચડ્યો છે. હાથમાં ભરી બંદૂક છે.”

એટલી વાત થાય છે ત્યાં એ બુઢ્ઢા શિકારીની બંદૂક વછૂટી. ધાંતરવડીની ભેખડોમાં ધ મ મ મ પડઘો પડ્યો, ને કોતરે કોતરે મોરલા ગહેક્યા.

“ડોસે તો ઘોડીને બેસીને બંદૂક મારી. નક્કી નિશાન ખાલી ગ્યું હશે,” રામ બબડ્યો.

ત્યાં તો શિકારી ઘોડીએથી ઊતર્યો, ઘોડીને દોરી લીધી. થોડે છેટે ગયો. શિકાર પડેલો તે ઉપાડ્યો. પાવરામાં નાખ્યો. ઉપર થોડી આવળ કાપીને ભરાવી. ઘોડીને દોરી પાછો ચાલ્યો.

“હાં રામભાઈ, રોકીએ આપાને. એની બંદૂક અને ભારો એક હથિયાર આંચકી લઈએ.” ગોલણ અધીરો થયો.

“ગોલણ, અથર્યો થા મા ! એમ એ આપો બે તસુની છરીયે નહિ છોડે, ને ઊલટો આપણા બે જણને રાત રાખી દેશે.”

“તો થોડી ગમ્મત કરી લઈએ.”

ગોલણ ને બીજો એક આદમી, બે જણ આગળ વધ્યા. આડા પડ્યા. શિકારીએ દીઠાઃ પૂછ્યું, “કાં ભા, ક્યાં રો’છો ? આમ આડે વગડે કેમ ? મારગ ભૂલ્યા લાગો છો.” એમ કહી આંખો ઉપર નેજવું કરીને બુઢ્ઢો નિહાળવા લાગ્યો.

“ના આપા, મારગ નથી ભૂલ્યા. તમારી પાસે જ આવ્યા છીએ.”

“મારું શું કામ પડ્યું, ભા ? તમે કોણ છો ?”

“અમે છીએ બા’રવટિયા. આપા, ઈ બંદૂક મેલી દ્યો. અમારે જોવે છે.”

“મારી બંદૂક જોવે છે ? તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે, કાં?”

એમ કહી આપાએ ગજ કાઢી બંદૂકની નાળ્યમાં નાખ્યો. ગજનો જેટલો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપા બોલ્યા, “જુઓ, આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રે’જો, નહિ તો આ કાકી નહિ થાય.”

એટલામાં રામ વાળો આવી પહોંચ્યો, વચ્ચે પડી ગોલણને અળગો કર્યો. પછી આપા તરફ ફર્યો, “આપા રામ ! રામ ! ઓળખાણ પડે છે ?”

“ના ભા !” આપાએ રામ સામે આંખો ઉપર નેજવું કર્યું.

“આપા, ઓલ્યો કાતરિયુંવાળો રામવાળો - વાવડી.” રામે દાઢી પર હાથ નાખ્યો.

ધારગણીવાળો પ્રસંગ વહેમચૂક થઈ ગયેલ. ડોસા ભોળા ભાવે બોલ્યા, “કાતરી કેવા સારુ, ભા ! ભાયડાને તો કાતરા હોય. બાઈડિયું બાડકી હોય.”

“પણ મારા દેસા બાપુના કારજ સુધી તો મારે કાતરિયું ગણાતી ને?”

“ઓ હો હો હો !” આપાને ઓસાણ આવ્યુંઃ “સાંભર્યું, હવે સાંભર્યું ભા, રામ ! તુંનેય ખબર પડીને કે કાતરાનું ઊજવણું કેટલું આકરું છે ? તારે કેટલી ઊંડી ખેડ કરવી પડી, ભા ! શાબાશ ભડ ! હવે કાતરા સાચા. જવામરદ કાતરા !”

“બસ આપા, લ્યો રામ રામ !”

“દીપડિયે આવશો, ભા ? રબારીકેથી દેવાત ખુમાણ વગેરે દાયરો

મે’માન છે. મારે ગોરડકે આંટો હતો તે જઈ આવ્યો. હવે માર્ગેથી આ શિકાર લેતો જાઉં છું. આવો તો ભલા, ગોઠ્ય કરીએ.”

“ના ના, આપા, માફ કરો. હવે તો ગોઠ્ય જમવાનું ગમતું નથી. જીવ જંપતો નથી. દી ને રાત દલ તલખી રહ્યું છે કે ક્યારે કોક ભારે ગિસ્ત હારે ભેટંભેટા થાય ને કોક વડિયાથી પેર ભરીને ધીંગાણું ખેલી બટકાં થઈ જાઉં ! હવે તો જીવવું ઝેર સમાન લાગે છે, આપા સાવજ.”

“રંગ તુંને, ભા !”

“રામ રામ.”

“રામ !”

આપાને અને બહારવટિયાને ધાંતરવડી નદીએ નોખી નોખી દિશામાં સંઘરી લીધા.

૧ દીપડિયા ગામના બાબરિયાઓ બંદૂક રાખવામાં ગાફેલ નથી હોતા. એક ભડાકો કર્યા પછી તુર્ત જ ખાલી થયેલ બંદૂકને ફુંકરીને નવાજુની હવાથી કોઠીને ઠારી પાછી ભરી લ્યે છે.

ખીજડિયા ગામ પર પડ્યા. મોટામાં મોટા વ્યાજખાઉ વાણિયા વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે “લાવો, શેઠ, તમારા તમામ ચોપડા. એટલે ગરીબોની પીડા તો ટળે !” ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી. પછી ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ. તેથી રામ વાળાએ બહાર ઊભાં ઊભાં ત્રાડ નાખી કે “એલા શું કરો છો ? આટલી બધી વાર?”

“પટારો તૂટતો નથી,” અંદરથી જવાબ મળ્યો.

“બચારો પટારો તૂટતો નથી ?” એમ બોલતો રામ અંદર ગયો. “ખસી જાવ !” કહીને એણે જોરથી પોતાના પગની પાટુ મારી. પટારો તૂટી ગયો. પણ મારવા જતાં પોતાના પગની લાંકમાં પટારાની એક ચૂંક પેસી ગઈ. રામને તો એનું ભાન નહોતું. એણે તો ઊલટું પોતાના કઠણ બની ગયેલ જોડા વાણિયાની એક તેલભરી કોઠીમાં બોળીને પહેર્યા. ચૂંક વાગેલી તે લાંકમાં તેલ ભરાયું. એક નાનકડી ચૂંકે રામનું મોત આલેખ્યું. પણ કંઈ જ ઓસાણ વગર રામ ચોરે આવ્યો. બે જ ગાઉ ઉપર બગસરા ગામમાં એજન્સીનું પચાસ હથિયારબંધ માણસોનું થાણું છે. બીજા દરકારી તાલુકા છે. છતાં કશી બીક વગર ટોળી દાયરો કરીને બેઠી. આખા ગામમાં કહેવરાવ્યું કે “સહુ ભાઈયું કસુંબો લેવા આવો. રામભાઈ તરફનો કસુંબો છે.”

બીજું તો કોઈ નહિ, પણ એક વૃદ્ધ કાઠિયાણી આવ્યાં. આવીને આઈએ રામનાં મીઠડાં લીધાં. કહ્યું કે “ધન્ય છે, બાપ ! કાઠીની સવાઈ કરી. કાળા વાળાને ઉજાળ્યો.”

ત્યાંથી ટોળી ગુજરિયા ગામે કાળુ ખુમાણને આશરે ગઈ. ત્યાં રામનો પગ વકરી ચૂક્યો હતો. તાવ ચડવા લાગ્યો હતો. ચલાય તેવું રહ્યું નહિ. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મુદત થઈ ત્યાં બહારવટિયા ખરચીખૂટ થઈ ગયા. દસ જણના પેટના ખાડા પૂરવા શી રીતે ? પથારીએ પડ્યાં પડ્યાં રામે કહ્યું, “ભાઈ ગોલણ ! તમે સૌ જઈ ગાયકવાડનું ભલગામ ભાંગો.”

ગામ ભાંગીને ટોળી પાછી આવી ત્યારે પૂછપરછ કરતાં રામને જાણ થઈ કે ટોળી તો ભલગામ નહિ, પણ ગોંડળ તાબાનું વાવડી ભાંગી આવી છે. પથારીવશ રામે બહુ અફસોસ ગુજાર્યો. “અરે હાય હાય, ભાઈ ગોલણ ! આપણે ખોટ્ય ખાધી. ગોંડળ હારે ક્યાં મારે વેર હતું ?”

ગોલણ કહે, “અમને તો કાળુ ખુમાણે લલચાવ્યા.”

“પણ ગોલણ, તેં શું મને નહોતો ઓળખ્યો ? તેં ઊઠીને આવી ભૂલ કરી ? મારો મનખો બગાડ્યો ?”

ગોલણને દુઃખ લાગ્યું. એના મનનો ઊંડો મેલ ઊખળ્યો, “રામભાઈ, કામ અને કરીએ અને નામચા તારી ગવાય. અમને જશ જ ક્યાં જડે છે ?”

“મારી નામચા ગાવાનું હું ક્યાં કોઈને કહું છું ? લોકો આફરડા બોલે

એમાં હું શું કરું ? તમને જો એમ જ થતું હોય તો ખુશીથી તમારા નામનું બા’રવટું ચલાવો. તમે જશ લ્યો. હું તો જશ લેવા નહિ, પણ મોતને ભેટવા નીકળ્યો છું.”

ગોલણ સમજી ગયો કે હવે રામભાઈને ભાંગતી વાર છે. એણે ગોદડને પોતાની ભેળો લીધો. નાગને પૂછતાં નાગે ખાનદાન જવાબ દીધો કે “ના, ના, હવે તે હું રામભાઈને મૂકું કદી ?”

ગોલણ ને ગોદડ નોખા પડી હરદ્વાર તરફ ચાલ્યા ગયા. રામ વાળો મેરુ રબારીને ખભે ચઢીને બીલખાના એક કાઠી દરબારને આશરે ગયો. ત્યાં રહ્યો રહ્યો એના પગની વેદના પૂરા જોરમાં સળગી ઊઠી. આરામની આશા ન રહી ત્યારે રામે કહ્યું કે “ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે. મને હવે ગરનાળ ભેળો કરો; ત્યાં ચોરાસી સિદ્ધનું બેસણું છે, એટલે મારો મોક્ષ થાશે.”

“રામભાઈ !” એ દરબારે હિમ્મત કરી કહ્યું, “તું સુખેથી આંહીં રહે. હું તને મલકછતરાયો સમશાને લઈ જઈશ.”

“ના, ના, દરબાર ! મારે ખાતર તમારો ગરાસ જાય.”

ડાહ્યો બહારવટિયો ન માન્યો એટલે રાતે એને રામેસર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરિયાગાળા નામના ભયંકર સ્થળ ઉપર મૂકી આવ્યા. બોરિયાગાળાના એક ભોંયરામાં બે ભેરુ રામની સારવાર કરી રહ્યા છેઃ એક નાગવાળો ને બીજો મેરુ રબાર. બાકીના તમામ ચાલ્યા ગયા છે.

ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પથ્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામની વચ્ચે કાળી વાત ચાલતી હતીઃ

“રામભાઈ ! મારી નાખીએ.”

“કોને ?”

“મેરુને.”

“કાં ?”

“જાત્યનો ભરૂ છે. ક્યાંક ખૂટશે. આપણને કમોતે મરાવશે.”

“ના, ના, ના, ભાઈ નાગ !” પગની કાળી વેદનાના લપકારા ખમતો રામ આ અધર્મની વાત ન ખમી શક્યો. “મેરુ તો મારા પ્રાણ સમો. મેરુ વિના મને અપંગને કોણ સાચવે ? મેરુ બચારો મારો સાંઢિયો બની, મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે, દી ને રાત દોડાદોડી કરે છે, અરરર! નાગ, મેરુ જેવા અમૂલખ સાથીની હત્યા ?” નાગની સામે રામ દયામણી આંખે તાકી રહ્યો.

‘હત્યા !’ પથ્થરે પથ્થરે ઝિલાતો એ બોલ બહાર ગયો. લપાઈને બહાર ઊભેલા એક આદમીને કાને પડ્યો. એ આદમી હતો મેરુ પોતે. મેરુને શરીરે થરેરાટી ચાલી ગઈ. સ્વેદ વળી ગયાં. આંખો ફાટી ગઈ. ભોંયરા પાસે કયાંઈક પોતાનો પડછાયો પડી જાશે તોપણ નાગ હત્યા કરશે, એમ સમજી મેરુ સરી ગયો. વાતને પી ગયો.

બીજા દિવસની તડકી ચડી. મેરુએ વાત ઉચ્ચારી, “નાગભાઈ ! હવે આંહીં માલધારીઓનો અવરજવર વધતો જાય છે. આપણે નેખમ બદલીએ. ભેળા આવો તો ક્યાંઈક ગોતી આવીએ.”

બેય જણા ચાલ્યા. નવી જગ્યા ગોતીને પાછા વળ્યા. માહ મહિનાનો બપોર તપ્યો. એક નરેના કાંઠે બેય જણા બેઠા. વિસામો લેવા સૂતા. બેયનાં નાખોરાં બોલવા લાગ્યાં. ઓચિંતાં મેરુનાં નાખોરાં ચૂપ થયાં. ફાળિયું ખસેડીને મેરુ ઊઠ્યો. નાગના પડખામાંથી બંદૂક ઉપાડી. બહારવટિયાની બંદૂક એટલે તો દારૂગોળી ને કેપ ચડાવીને તૈયારઃ મેરુએ નાગના કપાળમાં નોંધી. વછોડી. નાગના માથાની તાંસળી નીકળી પડી. ઊંઘતો ઊંઘતો જ નાગ ફેંસલ થયો. બંદૂક ઉઠાવીને મેરુએ જંગલ સોંસરવી હડ દીધી. સીધો આવ્યો જૂનાગઢ શહેરમાં. પોલસનો ઉપરી પાસે જઈ બંદૂક ધરી દીધી. શ્વાસ હેઠો મેલ્યા વગર બોલ્યો, “હું મેરુ બહારવટિયો. નાગને મારી આવું છું. એકલો રામ વાળો જ રહ્યો છે. એની પાસે એક જ ભડાકાનો દારૂગોળો છે. પગ પાકવાથી અપંગ પડ્યો છે. હાલો દેખાડું.”

જૂનાગઢની ગિસ્ત બોરિયેગાળે ચડી. પછવાડેથી ભોંયરાના ઉપલા ભાગ પર ચડીને બંદૂકદારો ઊભા રહ્યા, ઉપરથી હાકલા કરવા માંડ્યા કે “રામ વાળા ! હવે બા’ર નીકળ.”

અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસળી રહ્યો છે. પગ સૂજીને થાંભલો થયો છે. પડખે એક જ ભડાકાના સાધનવાળી બંદૂક પડી છે. બંદૂક સામે કરુણ નજરે નીરખી લીધું. પોતાના અંતરમાં વાત પામી ગયો. એણે અવાજ દીધો, “મેરુ ! લીંડીચૂસ ! આખરે ખૂટ્યો કે ?’

“બા’ર નીકળ, રામ વાળા !”, ફરીને ફોજનો પડકાર આવ્યો.

“ગિસ્તવાળાઓ !” રામે જવાબ દીધો, “આજ હું લાચાર થઈ પડ્યો છું. મારે પગ નથી. સાધન નથી. નહિ તો હું રામ આવું જશનું મોત જાતું ન કરું. રામ ભોંયરે ન ગરી રહે. પણ મેં જૂનાગઢનું શું બગાડ્યું છે ? તમે શીદ મને મારવા ચડ્યા છો ?”

“અરે બહાર નીકળ, મોટા શૂરવીર !” ઉપર ઊભી ઊભી ગિસ્ત ગાજે છે.

“ભાઈ પકડનારાઓ ! ત્યાં ઉપર ઊભા ઊભા કાં જોર દેખાડો ? આવો આવો, ઊતરીને સન્મુખ આવો. રામ એકલો છે, એક જ ભડાકો કરી શકે એમ છે, અપંગ છે, તોય કહે છે કે સામા આવો. જરાક રામનું ધીંગાણું જોઈ લ્યો.”

સામસામી આવી બોલાચાલી થતી રહી, પણ રામ વાળો નીકળતો નથી, કે નથી ગિસ્ત પડમાં આવતી. આખરે ગિસ્તે કાંટાના મોટા મોટા ગળિયા આણ્યા. ઉપરથી ગળિયા નીચે ઉતારીને ભોંયરાના મોઢા આડા દઈ

દીધા. પછી આગ લગાડી. તોપે અને ધુંવાડે એ ચોમેરથી બિડાયેલા ભોંયરાને ભરી દીધું.

બહારવટિયો નિરુપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટૂંકાવા લાગ્યો. તરવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત!’ કરતો બહાર ઠેક્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગિસ્તની પચાસ સામટી બંદૂકે પૂરું કર્યું. રામ વાળો ક્યાં રોકાણો ?

રામ વાળાનાં લગન આવ્યાં,

લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો,

ક્યાં રોકાણો રામ વાળો ?

ખરે બપોરે જાનું ઉઘલિયું,

જાનૈયાનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો,

ક્યાં રોકાણો રામ વાળો ?

બીજો રાસડો આ છેઃ

ડુંગરડા દોયલા થિયા! પગ તારો વેરી થિયો !

રામ વાળા ગલઢેરા ! ડુંગરડા દોયલા થિયા.

આ બન્ને રાસડાઓની પછીની ટૂકો મળતી નથી. તે સિવાય રામ વાળાના અરધા અત્યુક્તિભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણિંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે.

ધાનાણીએ ધીબિયા, બાપ ને બેટો બે,

તુંને નડતા તે, રાખ્યા તળમાં રામડા !

(હે રામ ધાનાણી ! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને, એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેં તરવારે ધબેડી નાખ્યા.)

ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,

(એના) દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!

(હે રામ વાળા! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડાં ગાયકવાડનાં શહેરો ધ્રૂજે છે, અને એ શહોરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બીકે બંધ થઈ જાય છે.)

ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,

(ત્યાં તો) ખેપટ જાય ખુરસાણ, કાળપૂછાં બીયાં કાળાઉત !

(હે હિન્દુ ! હે કાળા વાળાના સુત ! ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોરાસાનીઓ (મુસલમાનો) વંટોળિયે ઊડતી ધૂળની માફક નાસી જાય છે.)

પત્રક જે પવાડા તણા, વડોદરે વંચાય,

(ત્યાં) મરેઠિયું મોલુંમાંય, રુદન માંડે રામડા !

(તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો

તેં મારી નાખેલા મરાઠા નોરકિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે.)

કાબા કોડીનારથી, માણેક લઈ ગયા માલ,

(એવા) હડમડિયાના હાલ, કરિયા રામા કાળાઉત !

(જેવી રીતે માણેક શાખાના વાઘેર (કાબા) બહારવટિયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે તેં હડમડિયાને બેહાલ કર્યું.)

વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,

ગાયકવાડનાં ગામ, રફલે ધબેડે રામડો.

(વાવડી ગામ એક વાટકી જેવડું નાનું, પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો. એ રાઈફલો વતી ગાયકવાડનાં ગામ ભાંગે છે.)

શક્તિ સૂતી’તી શોચમાં,આપેલ નો’તો આહાર, તૃપત કરી તરવાર, રોડ પિવાડ્યું રામડા ! (તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સૂતેલા. એને કોઈ આહાર

નહોતું આપતું. પણ, હે રામ ! તેં એને રક્ત પિવરાવીને તૃપ્ત કરી.)

ખત્રિયાવટ ખલક તણી, જાતી હેમાળે જોય,

વાવડીએ વાળા ! કોય રાખી અમર તેં રામડા !

(દુનિયાના ક્ષત્રિવટ હિમાલયમાં ગળવા જતી હતી તેને, હે વાળા રામ ! તેં વાવડીમાં અમર કરીને રોકી રાખી.)

કોપ્યો’તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ,

(એમ) અમરેલી ઉપર આજ, ધાનાણી રામો ધખ્યો.

(જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું,

તેમ, હે રામ ધાનાણી ! તું આજ અમરેલી પર કોપ્યો.)

કણબી આવ્યો’તો કાઠમાં, એ લેવા ઈનામ,

હડમડીએ હિંદવાણ, રફલે ધબ્યો રામડા !

(ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઈનામની આશાએ બહારવટિયા-અમલદાર તરીકે આવેલો. તેને, હે હિંદુ રામ ! તેં હડમડિયામાં ઠાર કર્યો.)

ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,

સંઘર્યો નહિ સરદાર, (નકર) રમત દેખાડત રામડો.

(જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.)

અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે,

(એવું) ત્રીજું ગરમાં તેં, રણ જગાવ્યું રામડા !

(યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.) (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.)

(જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.)

અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે,

(એવું) ત્રીજું ગરમાં તેં, રણ જગાવ્યું રામડા !

(યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.) (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.)

મોવર સંધવાણી

(સંવત ૧૯૩૪-૧૯૪૦ : ઇ.સ. ૧૮૭૮-૧૮૮૪)

ઐતિહાસિક વિગતો

સ્વ. જસ્ટિસ બીમનઃ

“ન્ટ્ઠજં ટ્ઠહઙ્ઘ કટ્ઠિ ંરી ખ્તિીટ્ઠીંજંર્ ક ંરીદ્બ ટ્ઠઙ્મઙ્મ, ર્સ્રુટ્ઠ જીટ્ઠઙ્ઘરુટ્ઠહૈ, ંરી ર્ઇહ્વૈહ ર્ૐર્ઙ્ઘર્ ક દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠિઃ** ર્સ્રુટ્ઠ જીટ્ઠઙ્ઘરુટ્ઠહૈ ુટ્ઠજ ર્‘ેં’ ર્કિ અીટ્ઠજિ, ટ્ઠહઙ્ઘ ટ્ઠ ંર્રેજટ્ઠહઙ્ઘ જર્િંૈીજ, િંેીર્ િ ઙ્મીખ્તીહઙ્ઘટ્ઠિઅ, રટ્ઠદૃી ખ્તટ્ઠંરીિીઙ્ઘ ટ્ઠર્હ્વેં રૈજ હટ્ઠદ્બી. ર્ૐુ, ર્કિ ીટટ્ઠદ્બઙ્મી, રીર્ ીદૃિર્ંર ર્ઝ્રર્ઙ્મહીઙ્મ ઁરૈઙ્મઙ્મૈજ દ્બટ્ઠષ્ઠિરૈહખ્ત ટ્ઠર્ઙ્મહખ્ત ંરી ર્િટ્ઠઙ્ઘ ર્ં ઇટ્ઠર્દ્ઘાં ુૈંર રૈજ જૂેટ્ઠઙ્ઘર્િહર્ ક ષ્ઠટ્ઠદૃટ્ઠઙ્મિઅ ટ્ઠહઙ્ઘર્ કકીિીઙ્ઘ ંરી ર્ઝ્રર્ઙ્મહીઙ્મ, ટ્ઠકીંિ રટ્ઠદૃૈહખ્ત ીહખ્તટ્ઠખ્તીઙ્ઘ રૈદ્બ ૈહ કિૈીહઙ્ઘઙ્મઅ ંટ્ઠાી, જીટ્ઠંર્ હ રૈજ જુૈકં ંર્િંૈંહખ્ત જીૈહઙ્ઘરૈ ષ્ઠટ્ઠદ્બીઙ્મ; ટ્ઠહઙ્ઘ ર્રુ ંરીઅ ર્િઙ્ઘી ર્જ ર્કિ જીદૃીટ્ઠિઙ્મ દ્બૈઙ્મીજ, ટ્ઠહઙ્ઘ ટ્ઠિીંઙ્ઘ ંરી હ્વીજંર્ ક કિૈીહઙ્ઘજ, ંરી ર્ઝ્રર્ઙ્મહીઙ્મ રટ્ઠદૃૈહખ્ત ર્હ ૈઙ્ઘીટ્ઠર્ ક ંરી ટ્ઠિંરીિ ૂેીજર્ૈંહટ્ઠહ્વઙ્મી ર્ષ્ઠદ્બટ્ઠહઅ રી રટ્ઠઙ્ઘ હ્વીીહ ાીીૈહખ્ત.ર્ િં, ર્રુર્ હ ટ્ઠર્હંરીિર્ ષ્ઠષ્ઠટ્ઠર્જૈહ, ર્સ્રુટ્ઠ રીઙ્મઙ્ઘ ે હીટ્ઠઙ્મિઅ ટ્ઠઙ્મઙ્મ ંરી મ્ટ્ઠહૈટ્ઠર્ ુદ્બીહર્ ક ટ્ઠ ષ્ઠીિંટ્ઠૈહ દૃૈઙ્મઙ્મટ્ઠખ્તી હીટ્ઠિ ઉટ્ઠહાટ્ઠહીિ, ૈં ંરૈહા, ૈહ ંરૈજ ુૈજીઃ ્‌રીિી ુટ્ઠજ ટ્ઠ ર્ઙ્મહખ્ત ુૈહઙ્ઘૈહખ્ત જંટ્ઠૈિ ઙ્મીટ્ઠઙ્ઘૈહખ્ત ર્ઙ્ઘુહ ર્ં ટ્ઠ ુીઙ્મઙ્મ, ટ્ઠહઙ્ઘ હ્વીર્અહઙ્ઘ ંરી ુીઙ્મઙ્મ, ટ્ઠ ષ્ઠટ્ઠદૃી. ૐૈંરીિ ીદૃીિઅ ર્દ્બહિૈહખ્ત ંરી મ્ટ્ઠહૈટ્ઠર્ ુદ્બીહર્ ુેઙ્મઙ્ઘ ર્ષ્ઠદ્બી ર્કિ ંરી ઙ્ઘટ્ઠઅ’જ ુટ્ઠીંિ જેઙ્મઅ. ર્સ્રુટ્ઠ જીષ્ઠિીીંઙ્ઘ રૈદ્બજીઙ્મક ર્િેહઙ્ઘ ંરી ર્ષ્ઠદ્બીિ ટ્ઠં ંરી ર્કર્ંર્ ક ંરી જંટ્ઠૈજિ, ટ્ઠહઙ્ઘ, ટ્ઠજ ંરી કૈજિંર્ ુદ્બટ્ઠહ ઙ્ઘીજષ્ઠીહઙ્ઘીઙ્ઘ, ેજરીિીઙ્ઘ રીિ ર્ઙ્મૈીંઙ્મઅ, હ્વેં કૈદ્બિઙ્મઅ ૈહર્ં ંરી ષ્ઠટ્ઠદૃી હ્વીર્અહઙ્ઘ. ૈંહ ંરૈજ ુટ્ઠઅ, રી ટ્ઠં ઙ્મટ્ઠજં રટ્ઠઙ્ઘ ટ્ઠઙ્મઙ્મ ંરી મ્ટ્ઠહૈટ્ઠ ઙ્મીઙ્ઘૈીજ ર્ષ્ઠિટ્ઠિઙ્મઙ્મીઙ્ઘ, રેઙ્ઘઙ્ઘૈહખ્ત ર્ંખ્તીંરીિ, ીંિિૈકૈીઙ્ઘ હ્વેં ૈહષ્ઠટ્ઠટ્ઠહ્વઙ્મીર્ ક ટ્ઠિૈજૈહખ્ત ટ્ઠહઅ ટ્ઠઙ્મટ્ઠદ્બિ. ર્સ્રુટ્ઠ ંરીહ ટ્ઠઙ્ઘઙ્ઘિીજજીઙ્ઘ ંરીદ્બ ૈહ િંેી ર્ઇહ્વૈહ ર્ૐર્ઙ્ઘ જંઅઙ્મી; ટ્ઠજજેિૈહખ્ત ંરીદ્બ ંરટ્ઠં ંરીઅ રટ્ઠઙ્ઘ ર્હંરૈહખ્ત ર્ં કીટ્ઠિ ૈહ ંરી ુટ્ઠઅર્ ક ીર્જિહટ્ઠઙ્મ ર્દૃૈઙ્મીહષ્ઠી, ૈક ંરીઅર્ ુેઙ્મઙ્ઘ ઙ્ઘૈદૃીજં ંરીદ્બજીઙ્મદૃીજર્ ક ંરીૈિર્ દ્બટ્ઠદ્બીહંજ. દ્ગીીઙ્ઘજ દ્બેજં ુરીહ ંરી ઙ્ઘીદૃૈઙ્મ ઙ્ઘિૈદૃીજ, ટ્ઠહઙ્ઘ ટ્ઠઙ્મઙ્મ ંરી ઙ્મટ્ઠઙ્ઘૈીજ ુીિી જિંૈીઙ્ઘર્ ક ીદૃીિઅંરૈહખ્તર્ ક દૃટ્ઠઙ્મેી ંરીઅ રટ્ઠઙ્ઘ ટ્ઠર્હ્વેં ંરીદ્બ. ર્સ્રુટ્ઠ ંરીહ હ્વટ્ઠઙ્ઘી ંરીદ્બ ટ્ઠ ર્ઙ્મૈીં ટ્ઠઙ્ઘૈીે ટ્ઠહઙ્ઘ ટ્ઠિૈંષ્ઠેઙ્મટ્ઠઙ્મિઅ હ્વીખ્તખ્તીઙ્ઘ ંરીદ્બ ર્ં ીંઙ્મઙ્મ ંરીૈિ રેજહ્વટ્ઠહઙ્ઘજ ંરટ્ઠં ંરીઅ રટ્ઠઙ્ઘ હ્વીીહ િંીટ્ઠીંઙ્ઘ ુૈંર ટ્ઠઙ્મઙ્મ ર્ષ્ઠહજૈઙ્ઘીટ્ઠિર્ૈંહ ટ્ઠહઙ્ઘ ાહૈખ્તરંઙ્મઅ ર્ષ્ઠેિીંજઅ.ર્ ંકક ુીહં ર્સ્રુટ્ઠ ુૈંર રૈજ ર્હ્વર્ંઅ ૈહર્ હી ઙ્ઘૈિીષ્ઠર્ૈંહ, ંરી ર્જિર્િુૈહખ્ત ટ્ઠહઙ્ઘ ઙ્ઘીજર્ૈઙ્મીઙ્ઘ ઙ્મટ્ઠઙ્ઘૈીજ ૈહ ટ્ઠર્હંરીિ ર્ં ીટઙ્મટ્ઠૈહ ંરી જટ્ઠઙ્ઘ ર્દ્બહિૈહખ્ત’જર્ ુિા ર્ં, ટ્ઠહઙ્ઘ ૈક ર્જજૈહ્વઙ્મી, ઙ્મટ્ઠષ્ઠટ્ઠીં ંરીૈિ ૈટ્ઠિીં રેજહ્વટ્ઠહઙ્ઘજ... ર્દ્ગંરૈહખ્ત ૈહ ટ્ઠઙ્મઙ્મ ર્સ્રુટ્ઠ’જ ષ્ઠટ્ઠિીીિ, ંર્રેખ્તર જીીદ્બીઙ્ઘ ર્ં દ્બી ટ્ઠજ ર્ષ્ઠદ્બૈષ્ઠ ટ્ઠહઙ્ઘ ષ્ઠરટ્ઠટ્ઠિષ્ઠીંિૈજૈંષ્ઠ ટ્ઠજ ૈંજ ષ્ઠર્ઙ્મજી. ઝ્રટ્ઠંષ્ઠરૈહખ્ત ટ્ઠ ર્ેઙ્મટ્ઠિર્ ેંઙ્મટ્ઠુ, ટ્ઠહઙ્ઘર્ હ ંરી ુર્રઙ્મી ર્સ્રુટ્ઠ ુટ્ઠજ ર્ેઙ્મટ્ઠિ ૈહ જૈીંર્ ક રૈજ ર્િહ્વહ્વીિિૈીજ, ૈજ ટ્ઠ ઙ્ઘૈકકૈષ્ઠેઙ્મં ૈક ર્હં ટ્ઠહ ૈદ્બર્જજૈહ્વઙ્મી દ્બટ્ઠંીંિ ૈહ દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠિ - ર્કિ ટ્ઠ ુરૈઙ્મી. ઈજીષ્ઠૈટ્ઠઙ્મઙ્મઅ ુરીહ રી ૈજ ર્જ િીર્જેષ્ઠિીકેઙ્મ, રટ્ઠજ કિૈીહઙ્ઘજ ીદૃીિઅુરીિી, ટ્ઠહઙ્ઘ ૈજ ટ્ઠજ ુીઙ્મઙ્મ ર્દ્બેહીંઙ્ઘ ટ્ઠજ ર્સ્રુટ્ઠ ુટ્ઠજર્ હ રૈજ કટ્ઠિ-કટ્ઠદ્બીઙ્ઘ દ્ભટ્ઠંરૈ દ્બટ્ઠિી. ૐીર્ ુેઙ્મઙ્ઘ ર્ેહષ્ઠી રીિી, ટ્ઠહઙ્ઘ હ્વીર્કિી ંરી હીુજર્ ક રૈજ ર્ષ્ઠે રટ્ઠઙ્ઘ િીટ્ઠષ્ઠરીઙ્ઘ ંરી હીટ્ઠિીજં ર્ઙ્મૈષ્ઠી, રીર્ ુેઙ્મઙ્ઘ હ્વીર્ કક ટ્ઠહઙ્ઘ ટ્ઠુટ્ઠઅર્ દૃીિ ંરી મ્ેઙ્ઘિટ્ઠ રૈઙ્મઙ્મજ,ર્ કક ૈહર્ં ંરી ય્ૈિ,ર્ િ ટ્ઠષ્ઠર્િજજ ંરી ંટ્ઠિષ્ઠાઙ્મીજજ ઇટ્ઠહહ. મ્ેં હ્વઅ ઙ્ઘીખ્તિીીજ, ંરી રેહીંજિ ટ્ઠિી ટ્ઠઙ્મર્દ્બજં ટ્ઠઙ્મુટ્ઠઅજ ટ્ઠહ્વઙ્મી ર્ં દ્બટ્ઠાી ંરી ર્ષ્ઠેહિંઅ ર્ંર્ ર્રં ર્ં ર્રઙ્મઙ્ઘ ંરી ૂેટ્ઠિિઅ. ્‌રીહ ંરીિી ૈજ ર્હંરૈહખ્ત ર્કિ ૈં, હ્વેં કઙ્મૈખ્તરં ર્ં ટ્ઠઙ્મૈીહ ઙ્મટ્ઠહઙ્ઘજ,ર્ િર્ હી ઙ્મટ્ઠજં ઙ્ઘીજીટ્ઠિીં ટ્ઠિઙ્મઙ્મઅ, ટ્ઠહઙ્ઘ ીરિટ્ઠજ ટ્ઠ ખ્તર્ઙ્મર્િૈેજ ઙ્ઘીટ્ઠંર. હ્લૈદૃી ંર્રેજટ્ઠહઙ્ઘ િેીીજ ુીિીર્ કકીિીઙ્ઘ ર્કિ ર્સ્રુટ્ઠ ઙ્ઘીટ્ઠઙ્ઘર્ િ ટ્ઠઙ્મૈદૃી હ્વીર્કિી ૈં ુીહંર્ હ ઙ્મીટ્ઠદૃી.

છજ ંરી રેહં ુટ્ઠટીઙ્ઘ ર્રંીંિ ટ્ઠહઙ્ઘ ર્રંીંિર્ હ ંરી રીીઙ્મજર્ ક ર્સ્રુટ્ઠ, ટ્ઠજ રી ખ્તિીુ હ્વઅ ઙ્ઘીખ્તિીીજ ૈંિીઙ્ઘર્ ક હ્વીૈહખ્ત ષ્ઠરટ્ઠજીઙ્ઘ ૈહ જીટ્ઠર્જહ ટ્ઠહઙ્ઘર્ ેંર્ ક જીટ્ઠર્જહ, રી ટ્ઠિટ્ઠિહખ્તીઙ્ઘ ંરર્િેખ્તર રૈજ ેહષ્ઠઙ્મી ઁીંર્ર ર્ં જેિિીહઙ્ઘીિ ર્ં ઝ્રટ્ઠંટ્ઠૈહ જીટ્ઠઙ્મર્દ્બહ, ંરીહ ીદ્બર્ઙ્મઅીઙ્ઘ, ૈક ૈં િીદ્બીદ્બહ્વીિ િૈખ્તરં,ર્ હ જીષ્ઠૈટ્ઠઙ્મર્ ેંઙ્મટ્ઠુિઅ ઙ્ઘેંઅ. ર્સ્રુટ્ઠ હીદૃીિ ુટ્ઠજ ષ્ઠટ્ઠેંિીઙ્ઘ; ૈં ર્ઙ્ઘહ’ં ંરૈહા રી ીદૃીિર્ ુેઙ્મઙ્ઘ રટ્ઠદૃી હ્વીીહ. ૐી ાહીુ ંરી ુર્રઙ્મી ર્ષ્ઠેહિંઅ ર્ંર્ ુીઙ્મઙ્મ, રી રટ્ઠઙ્ઘ ર્ંર્ દ્બટ્ઠહઅ કિૈીહઙ્ઘજ, ટ્ઠહઙ્ઘ િીટ્ઠઙ્મઙ્મઅ કીુ ીહીદ્બૈીજ. ૈંં ૈજર્ હઙ્મઅ ુરીહ ંરીૈિર્ ુદ્બીહ ેંહિ ટ્ઠખ્તટ્ઠૈહજં ંરીદ્બ,ર્ િ ુરીહ ંરીૈિ કિૈીહઙ્ઘજ હ્વીંટ્ઠિઅ ંરીદ્બ ંરટ્ઠં ંરી દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠિર્ ેંઙ્મટ્ઠુજ ટ્ઠિી કટ્ઠૈઙ્મિઅ િેહ ર્ઙ્ઘુહ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠેખ્તરં. મ્ેં ર્સ્રુટ્ઠ ટ્ઠહઙ્ઘ ઁીંર્ર ેં ંરીૈિ રીટ્ઠઙ્ઘજ ર્ંખ્તીંરીિ ટ્ઠહઙ્ઘ ઙ્ઘીષ્ઠૈઙ્ઘીઙ્ઘ ંરટ્ઠં ૈં ુટ્ઠજ ૈંદ્બી ર્ં ેં ટ્ઠ જર્ં ર્ં ંરૈજ ટ્ઠિૈઙ્ઘૈહખ્ત ટ્ઠહઙ્ઘ ૈઙ્મઙ્મટ્ઠખ્તૈહખ્ત. ફીિઅ ટ્ઠદ્બેજૈહખ્ત ર્કિ ટ્ઠ ુરૈઙ્મી, ર્જજૈહ્વઙ્મઅ ર્િકૈંટ્ઠહ્વઙ્મી, હ્વેંર્ હી દ્બટ્ઠઅ રટ્ઠદૃી ર્ંર્ દ્બેષ્ઠર ીદૃીહર્ ક ટ્ઠ ર્ખ્તર્ઙ્ઘ ંરૈહખ્ત ટ્ઠહઙ્ઘ ટ્ઠકીંિ કૈદૃીર્ િ જૈટ અીટ્ઠજિર્ ક ૈં, ર્સ્રુટ્ઠ કીઙ્મં ંરટ્ઠં રી રટ્ઠઙ્ઘ ીર્હેખ્તર ટ્ઠહઙ્ઘ ર્દ્બીિ ંરટ્ઠહ ીર્હેખ્તર. ર્જ રી િીર્જઙ્મદૃીઙ્ઘ ર્ં ંટ્ઠાી રૈજ ષ્ઠરટ્ઠહષ્ઠી. ૈં ર્કર્ખ્તિં ીટટ્ઠષ્ઠંઙ્મઅ ર્રુ ૈં ુટ્ઠજ ર્ષ્ઠહિંૈદૃીઙ્ઘ ંરટ્ઠં ઁીંર્ર જર્રેઙ્મઙ્ઘ ખ્તીં ંરી ર્ય્દૃીહિદ્બીહં િીુટ્ઠઙ્ઘિ ર્કિ ંરી ‘ષ્ઠટ્ઠેંિી’ર્ િ ુરીંરીિ ૈં ુટ્ઠજ ટ્ઠષ્ઠેંટ્ઠઙ્મઙ્મઅ ઁીંર્રર્ િ ર્જદ્બીર્ હી ીઙ્મજી ેં ે ૈહ ર્સ્રુટ્ઠ’જ હટ્ઠદ્બી ર્ં હ્વી ૈહર્કદ્બિીિ, ટ્ઠહઙ્ઘ ર્જ જીષ્ઠેિી ંરી િીુટ્ઠઙ્ઘિ, મ્ેં ર્સ્રુટ્ઠ ુટ્ઠજ ઙ્ઘેઙ્મઅ ‘ષ્ઠટ્ઠેંિીઙ્ઘ’ હ્વઅ ઝ્રટ્ઠંટ્ઠૈહ જીટ્ઠઙ્મર્દ્બહ ુર્ર રટ્ઠઙ્ઘ ંરી ર્રર્હેિર્ ક િીષ્ઠીૈદૃૈહખ્ત રૈજ ર્જુઙ્ઘિ, ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠૌહખ્ત રૈદ્બ િૈર્જહીિ. ્‌રી ૫,૦૦૦ િીીીજ, ૈહ ંરી દ્બીટ્ઠહુરૈઙ્મી, રટ્ઠઙ્ઘ હ્વીીહ ઙ્ઘીર્જૈીંઙ્ઘ ુૈંર ંરી ર્ઙ્મષ્ઠટ્ઠઙ્મ ઈેર્િીટ્ઠહ જર્રાીીીિ, ર્ં ર્સ્રુટ્ઠ’જ ષ્ઠિીઙ્ઘૈં. ૐૈજ િંૈટ્ઠઙ્મ ર્ંર ઙ્મટ્ઠષ્ઠી હ્વીર્કિી સ્. ઉરૈર્ુંિંર ૈહ દ્બઅ ટ્ઠહ્વજીહષ્ઠી. ર્સ્રુટ્ઠ િીંટ્ઠૈહીઙ્ઘ ંરી ઙ્મીટ્ઠઙ્ઘૈહખ્ત ઇટ્ઠર્દ્ઘાં મ્ટ્ઠિિૈજીંિ, સ્િ. ૐ. છ. ઉટ્ઠઙ્ઘઅટ્ઠ ટ્ઠહઙ્ઘ સ્િ. ઉટ્ઠઙ્ઘઅટ્ઠ ઙ્ઘટ્ઠૈઙ્મઅ ઙ્ઘિીુ રૈજ ંરીિીી રેહઙ્ઘિીઙ્ઘ િેીીજર્ ેંર્ ક ંરી ર્ય્દૃીહિદ્બીહં િીુટ્ઠઙ્ઘિ ઙ્ઘીર્જૈીંઙ્ઘ ર્ં ર્સ્રુટ્ઠ’જ ષ્ઠિીઙ્ઘૈં ુૈંર ંરી ઇટ્ઠર્દ્ઘાં ઈેર્િીટ્ઠહ જર્રાીીીિ. ્‌રી િંૈટ્ઠઙ્મ ઙ્મટ્ઠજીંઙ્ઘ ટ્ઠર્હ્વેં ીંહ ઙ્ઘટ્ઠઅજ ટ્ઠહઙ્ઘ િીજેઙ્મીંઙ્ઘ ૈહ ંરી િંૈેદ્બરટ્ઠહં ટ્ઠષ્ઠૂેૈંટ્ઠઙ્મર્ ક ર્સ્રુટ્ઠ. ર્ઝ્રેઙ્મઙ્ઘ ટ્ઠહઅંરૈહખ્ત રટ્ઠદૃી હ્વીીહ ર્દ્બિી જટ્ઠૈંજકટ્ઠષ્ઠર્િંઅ ? ૈં ટ્ઠદ્બ જેિી દ્બઅર્ ઙ્મઙ્ઘ કિૈીહઙ્ઘ સ્િ. ઉટ્ઠઙ્ઘઅટ્ઠ ુટ્ઠજ ર્ષ્ઠહીંહં.ર્ ંકીંહ રટ્ઠદૃી દ્બી ન્ટ્ઠેખ્તરીઙ્ઘ ર્ંખ્તીંરીિર્ દૃીિ ંરી ર્જેષ્ઠિીર્ ક ંરટ્ઠં ઇજ. ૩૦૦૦ કીી. ર્સ્રુટ્ઠ રટ્ઠઙ્ઘ ીદૃીિઅ િીટ્ઠર્જહ ર્ં હ્વી ર્ષ્ઠહીંહં, ર્કિ ંરીિી જૈંઙ્મઙ્મ િીદ્બટ્ઠૈહીઙ્ઘ ર્હ્વેં ૨૦૦૦ િેીીજર્ ેંર્ ક રૈજર્ ુહ હ્વર્ઙ્મર્ઙ્ઘ-ર્દ્બહીઅ ર્કિ રૈજર્ ુહ ેજી ટ્ઠહઙ્ઘ હ્વીહીકૈં, ુરૈઙ્મી રી ુટ્ઠજર્ હુ ટ્ઠ કિીી દ્બટ્ઠહ ર્ં ર્હ્વર્ં, ટ્ઠહઙ્ઘ દ્બૈખ્તરં ર્ખ્ત ુરીિી રીર્ ુેઙ્મઙ્ઘ ૈહર્ ીહ ઙ્ઘટ્ઠઅ, ુૈંર ટ્ઠઙ્મઙ્મ ંરી ષ્ઠિીઙ્ઘૈંર્ ક રૈજ ટ્ઠજં ટ્ઠષ્ઠરૈીદૃીદ્બીહં ટ્ઠહઙ્ઘ િીદ્બટ્ઠિાટ્ઠહ્વઙ્મી રૈજર્િંઅ ઙ્મૈાી ટ્ઠ રટ્ઠર્ઙ્મ ટ્ઠર્હ્વેં રૈદ્બ. છહઙ્ઘ ંરી ર્ય્દૃીહિદ્બીહં ટ્ઠહઙ્ઘ ંરી ર્ષ્ઠેહિંઅ દ્બૈખ્તરં હ્વી ુીઙ્મઙ્મ ીર્હેખ્તર ર્ષ્ઠહીંહં ર્ંર્, ર્કિ ંરીિી ુટ્ઠજ ટ્ઠહ ીહઙ્ઘર્ ક ંરીર્ ેંઙ્મટ્ઠુ, ટ્ઠહઙ્ઘ ટ્ઠ ર્િજીષ્ઠંર્ ક ર્દ્બિી ીટ્ઠષ્ઠી ટ્ઠહઙ્ઘ ૂેૈીંર્ દૃીિ ંરી ંટ્ઠિષ્ઠંજ રી ેજીઙ્ઘ ર્ં રટ્ઠિિઅ ંરટ્ઠહ રટ્ઠઙ્ઘ હ્વીીહ ાર્હુહ ર્કિ દ્બટ્ઠહઅ ટ્ઠ અીટ્ઠિ.”

કીનકેઈડ :

“્‌રી કૈજિંર્ ક ંરી ંરિીી સ્ૈટ્ઠહટ્ઠર્ ેંઙ્મટ્ઠુજ, ર્સ્િ જીટ્ઠહઙ્ઘરટ્ઠહૈ, રટ્ઠઙ્ઘ ર્જદ્બી િીટ્ઠઙ્મર્ િ કટ્ઠહષ્ઠૈીઙ્ઘ ખ્તિૈીદૃટ્ઠહષ્ઠી ટ્ઠખ્તટ્ઠૈહજં ંરી િેઙ્મીિર્ ક સ્ટ્ઠઙ્મૈટ્ઠ, ટ્ઠહઙ્ઘ જૂેટ્ઠિીઙ્ઘ ટ્ઠષ્ઠર્ષ્ઠેહંજ હ્વઅ ટ્ઠ ર્દ્બજં જેષ્ઠષ્ઠીજજકેઙ્મ ષ્ઠટ્ઠિીીિર્ ક ુૈષ્ઠાીઙ્ઘહીજજ. ૐી ુટ્ઠજ હ્વટ્ઠહૈજરીઙ્ઘ કર્િદ્બ ંરી જીંટ્ઠીં, ટ્ઠહઙ્ઘ ય્ૈઙ્ઘિટ્ઠઙ્મટ્ઠઙ્મ, ંરી જીંટ્ઠીં દ્ભટ્ઠહ્વિરટ્ઠિૈ, કટ્ઠહષ્ઠૈીઙ્ઘ ંરટ્ઠં રી રટ્ઠઙ્ઘ ર્ખ્તહી ર્કિ ીદૃીિ. ્‌રી છખ્તીહષ્ઠઅ ્‌રટ્ઠહઙ્ઘટ્ઠિ ઝ્રરર્રંટ્ઠઙ્મટ્ઠઙ્મ, ર્રુીદૃીિ, ઙ્મીટ્ઠહિં ંરટ્ઠં ટ્ઠઙ્મંર્રેખ્તર ર્સ્િ જીટ્ઠહઙ્ઘરટ્ઠહૈ રટ્ઠઙ્ઘ હ્વીીહ ર્કિ ટ્ઠ અીટ્ઠિ ૈહ ીટૈઙ્મી, રૈજ ુૈકી ૈહ સ્ટ્ઠઙ્મૈટ્ઠ ુટ્ઠજ ીહષ્ઠીૈહીં. ૐી ુીહં ર્ં રીિ ર્રેજી ટ્ઠહઙ્ઘ કર્િદ્બ રીિ ઙ્ઘૈજર્ષ્ઠદૃીિીઙ્ઘ ંરટ્ઠં ર્સ્િ રટ્ઠઙ્ઘ ટ્ઠૈઙ્ઘ રીિ જીદૃીટ્ઠિઙ્મ જીષ્ઠિીં દૃૈજૈંજ. ્‌રી ્‌રટ્ઠહાટ્ઠિ ૈહર્કદ્બિીઙ્ઘ ય્ૈઙ્ઘિટ્ઠઙ્મટ્ઠઙ્મ, ુર્ર ટ્ઠઙ્મર્જ જટ્ઠુ ંરી ઙ્મટ્ઠઙ્ઘઅ, હ્વેં હ્વીઙ્મૈીદૃૈહખ્ત ૈહ ંરી ીકકૈષ્ઠટ્ઠષ્ઠઅર્ ક રૈજર્ ુહ ર્ઙ્મૈષ્ઠી ટ્ઠિટ્ઠિહખ્તીદ્બીહંજ, ર્ષ્ઠટ્ઠજિીઙ્મઅ, જેખ્તખ્તીજીંઙ્ઘ ર્ં રીિ ંરટ્ઠં જરી રટ્ઠઙ્ઘ ર્કેહઙ્ઘ ટ્ઠર્હંરીિ રેજહ્વટ્ઠહઙ્ઘ હીટ્ઠિીિ ર્રદ્બી. જીરી ુટ્ઠજ કેર્િૈેજ; ટ્ઠહઙ્ઘર્ હ ર્સ્િ’જ હીટં ટ્ઠીટ્ઠટ્ઠિહષ્ઠી દ્બટ્ઠઙ્ઘી રૈદ્બ ર્િદ્બૈજી ંરટ્ઠં રીર્ ુેઙ્મઙ્ઘ ટ્ઠિૈજી ંરી ઙ્મટ્ઠેખ્તર ટ્ઠખ્તટ્ઠૈહજં ય્ૈઙ્ઘિટ્ઠઙ્મટ્ઠઙ્મ ટ્ઠજ ર્ઙ્મેઙ્ઘઙ્મઅ ટ્ઠજ રી રટ્ઠઙ્ઘ ટ્ઠિૈજીઙ્ઘ ૈં ટ્ઠખ્તટ્ઠૈહજં રીિ. ર્સ્િ ઙ્ઘૈઙ્ઘ ર્હં ર્ઙ્મહખ્ત ઙ્ઘીઙ્મટ્ઠઅ. ૐી ટ્ઠહઙ્ઘ રૈજ હ્વટ્ઠહઙ્ઘ રૈઙ્ઘ ંરીદ્બજીઙ્મદૃીજ ૈહ ટ્ઠ કૈીઙ્મઙ્ઘર્ ક ંટ્ઠઙ્મઙ્મ દ્બૈઙ્મઙ્મીં હ્વઅ ુરૈષ્ઠર ંરી દ્બટ્ઠૈહ ર્િટ્ઠઙ્ઘ ટ્ઠિહ. છજ ીટીષ્ઠીંઙ્ઘ, ંરી દ્ભટ્ઠહ્વિરટ્ઠિૈ ઙ્ઘર્િદૃી ટ્ઠજં. ૐૈજ ષ્ઠટ્ઠિિૈટ્ઠખ્તી ુટ્ઠજ જર્ીંઙ્ઘ, ંરી ેહર્કિેંહટ્ઠીંર્ ષ્ઠષ્ઠેટ્ઠહં ઙ્ઘટ્ઠિખ્તીીઙ્ઘ ૈહર્ં ંરી ષ્ઠર્િજ, ટ્ઠહઙ્ઘ ંરીિી, ૈહ જૈીંર્ ક ંરિીટ્ઠજં ટ્ઠહઙ્ઘ ીહિંીટ્ઠૈંીજ, રૈજ હૈજી ુટ્ઠજ ઙ્ઘીટીંર્િેજઙ્મઅ િીર્દ્બદૃીઙ્ઘ. ર્સ્િ’જ ુૈકી ુટ્ઠજ કેઙ્મઙ્મઅ જટ્ઠૈંજકૈીઙ્ઘ, ર્કિ ંરી ઝ્રરટ્ઠટ્ઠિહજ જટ્ઠહખ્ત રીિ દૃીહખ્તીટ્ઠહષ્ઠી ૈહ ીદૃીિઅ ીંંઅ ર્ઝ્રેિં ૈહ દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠિ.

છકીંિ જૈટ અીટ્ઠજિર્ કર્ ેંઙ્મટ્ઠુિઅ, ર્સ્િ જીટ્ઠહઙ્ઘરટ્ઠહૈ જેિિીહઙ્ઘીિીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ુટ્ઠજ િંૈીઙ્ઘર્ હ જીદૃીટ્ઠિઙ્મ ષ્ઠરટ્ઠખ્તિીજર્ ક દ્બેઙ્ઘિીિ ટ્ઠહઙ્ઘ ઙ્ઘટ્ઠર્ષ્ઠૈંઅ હ્વઅ ંરી ત્નેઙ્ઘૈષ્ઠૈટ્ઠઙ્મ છજજૈજંટ્ઠહં. મ્ેં ટ્ઠજ ંરી ુૈંહીજજીજ ૈહ ેંહિ દ્બીં ંરી હ્વટ્ઠઙ્મીકેઙ્મ ખ્તટ્ઠડીર્ ક ંરી ઙ્ઘિીટ્ઠઙ્ઘીઙ્ઘર્ ેંઙ્મટ્ઠુ, ંરીૈિ રીટ્ઠિંજ કટ્ઠૈઙ્મીઙ્ઘ ંરીદ્બ, ર્કિ ંરી િીદ્બીદ્બહ્વીિીઙ્ઘ ર્રુર્ હ ટ્ઠ િીર્દૃૈેજર્ ષ્ઠષ્ઠટ્ઠર્જૈહ રી રટ્ઠઙ્ઘ જેહ્વજીૂેીહંઙ્મઅ કઙ્મટ્ઠઅીઙ્ઘ ટ્ઠઙ્મૈદૃી ટ્ઠ ર્રજૈંઙ્મી ઙ્ઘીર્હીહં. ્‌રીઅ ર્ષ્ઠેઙ્મઙ્ઘ ર્હં િીર્ષ્ઠઙ્મઙ્મીષ્ઠં, ંરીઅ જટ્ઠૈઙ્ઘ. ્‌રીઅ ંર્રેખ્તરં ંરી િૈર્જહીિ ુટ્ઠજ ઙ્મૈાી ંરી દ્બટ્ઠહ ુર્રદ્બ ંરીઅ જટ્ઠુ ર્ષ્ઠદ્બદ્બૈં ંરીર્ કકીહષ્ઠી હ્વેં ંરીઅ ર્ષ્ઠેઙ્મઙ્ઘ ર્હં જુીટ્ઠિ ર્ં રૈદ્બ. ર્સ્િ ુટ્ઠજ ટ્ઠષ્ઠૂેૈંીંઙ્ઘ ટ્ઠહઙ્ઘ ુટ્ઠજ હ્વિૈહ્વીઙ્ઘ ર્ં ર્ખ્તર્ઙ્ઘ હ્વીરટ્ઠર્દૃૈેિ હ્વઅ ટ્ઠ ખ્તટ્ઠિહં ૈહ ત્નટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ, ુરીિી રી ીદૃીહેંટ્ઠઙ્મઙ્મઅ ઙ્ઘૈીઙ્ઘ, કેઙ્મઙ્મર્ ક અીટ્ઠજિ, ૈક ર્હંર્ ક ષ્ઠટ્ઠહષ્ઠૈંંઅ.”

(ર્‘ેંંઙ્મટ્ઠુજર્ ક દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠિ’ : ટ્ઠખ્તી ૪૭-૫૧)

સવારની કચેરી ખલાસ થઈ અને તરત જ એક પાતળિયો, ઠીંગણો, પણ ચોખ્ખા નમણા ચહેરાવાળો આદમી ઊભો થયો ને ઠાકોરને નીચા લળીને સલામ કરી.

“કેમ, મોવર જમાદાર ?” ઠાકોરે ઊભા થનારને પૂછ્યું, “કેમ આજ વે’લા ઊભા થયા ?”

“બાવા, મારો છોકરો બીમાર છે. એની સારવારમાં કદાચ સાંજની મશાલને ટાણે બે ઘડી મોડુંવે’લું થાય તો માફી માગી લઉં છું.” કતલ કરી નાખે તોય જોવી ગમે એવી પાણીદાર છરી-શી મીઠી દોંગાઈને મુખમુદ્રા ઉપર ધારણ કરતો એ બાંઠિયો મિયાણો બોલ્યો.

“ફિકર નહિ.” કહીને ઠાકોરેય મોં મલકાવ્યું.

માળિયા ઠાકોરની કચેરીનો એ માનીતો મિયાણો ઘેર ગયો. હથિયારપડિયાર પૂરેપૂરાં બાંધી લીધાં અને આખી સોરઠમાં નામીચી પોતાની રોઝડી ઘોડી પર પલાણ માંડ્યું. બે પડછંદ મિયાણીઓ બારણામાં આવીને ઊભી હતી, તેમની સામે દુત્તાઈભર્યું મોં મલકાવતો રોઝડી પર રાંગ વાળીને એ ચાલી નીકળ્યો. ઘરમાં દીકરાનો મંદવાડ હોવાની વાત ગલત હતી એ તો બોલનાર ને સાંભળનાર સહુયે સમજતા હતા.

આ રોઝડીનો અસવાર તે પોતે જ મોવર સંધવાણીઃ બાપનું નામ સધુ. માનું નામ રેમાં. જે બે જણીઓ બારણામાં વળાવવા આવી હતી તે બેઉ એની ઓરતો બીજીબાઈ અને રૂપાંબાઈ. અત્યારે એ જાય છે પોતાનો પ્યારો ધંધો ખેડવાઃ રોઝડી પણ ધણીની નાનકડી કસાયેલી કાયાને પીઠ પર ગુલતાન કરાવતી પંથ કાપી રહી છે. ભેળા આટલા ભેરુબંધો છેઃ ગોપાલ બેચર હેડાઉ નામે એક બ્રાહ્મણ, મામદ જામ, મોવર કોજા રાણો, વાલો નામોરી ઠૂંઠો, મુંમા રઘુ, ઈસો માણેક, રણમલ સરમણ, રણમલ સામત કોજો અને માણેક ભારો નામના આઠ મિયાણા.

સાતેક ગાઉ આઘે એક વીડી આવે છે. મોરબી શેહર તાબાના જેતપર ગામે જવાનો ધોરી રસ્તો ચાલ્યો જાય છે. એક પડખે સપાટ રેતાળ રણ સળગે છે ને બીજે પડખે ખોયાણ નદી મચ્છુનાં ઊંડાં કોતરાં પડ્યાં છે. તેવી જગ્યાએ સંતાઈને ટોળી બેસી ગઈ. બરાબર ટેવ્યા પ્રમાણે ને ટાણે મોરબીના માર્ગે એક ઊંટ દેખાયો. ઉપર બે અસવાર છે. અસલ થળનો ઊંટ પણ કસકસી જાય એટલો વજનદાર માલ એ તોતિંગ જાનવર પર લાદેલ છે.

ઊંટ આવી પહોંચતાં જ લૂંટારા ઊભા થયા. આડા ફર્યા. અસવારોને બંદૂકની નાળ્ય દેખાડી, ઊંટ ઝોકારાવ્યો. સામાનના કોથળા તોડાવ્યા. અંદર સોનાની પાટો અને મશરૂના તાકા ઉપર તાકા હતા. દરેક જણાએ પોતાના ઘોડાની પીઠ નમી જાય એટલો માલ લાદી લઈ ઘોડાં હાંકી મૂક્યાં. પરબારા મચ્છુ નદીના સાકરિયા વોંકળામાં ઉતારી, એક છૂપી જગ્યાએ લૂંટ દાટી, સાંજરે મશાલ ટાણે મોવર જેવો હતો તેવો બનીને માળિયા ઠાકોરની કચેરીમાં પાછો હાજર થઈ ગયો. ઠાકોરે મોં મલકાવ્યું.

બીજા દિવસની પ્હો ફાટે તેટલામાં આખી કાઠિયાવાડ સોંસરવી સુસવાટી બોલી ગઈ કે માળિયા અને મોરબીની વચ્ચે વીડીની અંદર મોરબી રાજની જેતપુર જતી ભારે બેંગી લૂંટાણી છે. મોરબી રાજના પગીઓએ પગેરું કાઢ્યું. સગડ વીડીમાંથી સાકરિયા વોંકળામાં ઊતરી પરબારા માળિયા ગામમાં નીકળ્યા.

રાજકોટની એજન્સી જાણતી હતી કે મોરબી અને માળિયાનાં બેય ભાંડું-રાજ વચ્ચે વંશપરંપરાની અદાવત રહી છે, અને બેઉ સામસામા પોતાના ભોળા ભરાડી મિયાણાઓને મદદમાં લઈ અરસપરસની હદમાં ચોરીઓ, લૂંટફાટો ને ધીંગાણાં કરાવે છે. બેય રાજની એ દુશ્મનાવટમાં બહાદુર અને અક્કલહીન મિયાણા એટલે સુધી હથિયાર બની રમ્યા હતા કે એ આખી કોમ ચોર અને ડાકુ થવામાં પોતાની વડાઈ ને પોતાની ઈજ્જત સમજતી થઈ ગઈ હતી.

માળિયા ઠાકોર પર એજન્સીનું દબાણ ઊતર્યુંઃ કાં તો ચોર સોંપી દ્યો, નહિ તો તમારી ગાદી ડૂલશે. જાડેજારાજ એ ટોપીવાળાની પાસે મિયાંની મીની બની ગયો. મોવરને એણે એકાન્તે બોલાવી પોતાની આફત કહી, મોવરે મૂછે તાવ નાખીને કહ્યું કે ‘ફકર નહિ, બાવા ! એ કામો મેં જ કર્યો છે. તમારા રાજ સાટુ થઈને હું સોંપાઈ જવા તૈયાર છું. પણ મોવરને તમે કાંડું ઝાલીને સોંપો એ તો ન બને. તમે તમારે મારા સામી આંગળી ચીંધાડી દ્યો. પછી ભલે મને એ મુછાળા ઝાલી લિયે.”

“હું પોતે જ મોવરઃ મોરબીની બેંગી પાડનારો હું પોતે જ. મરદ હો તો ઝાલજો મને,” એટલું બોલીને પોતાના આંગણામાંથી ચોરે રોઝડીને દબાવી, આખી ફોજ એનું ઘર ઘેરીને ઊભી હતી તે ઊભી જ થઈ રહી, અને બહારવટિયાની ઘોડી વીજળીના સબકારા જેવી સહુની આંખો આંજીને નીકળી ગઈ. તરવરિયો મિયાણો જંગલમાં જઈને ઊભો રહ્યો. જોતજોતામાં તો એની આખી ટોળી બંધાઈ ગઈ, ને પછી રોઝડીનો ધણી રણ ખેડવા લાગી પડ્યો. આખી હાલારને એણે ચકડોળે ચડાવી.

મોવરના મસિયાઈ પેથા જામને અલાણા નામનો દીકરો હતો. જુવાન અલાણો મોવરની ટોળીમાં ભળી ગયો હતો. આખરે પેથા જામના દબાણથી મોવરે અલાણાને સુપરત કરી દેવો એવું ઠર્યું.

અલાણાને સોંપવા મોવર માળિયે આવ્યો. પડખેના ખડ ભરવાના વાડામાં બે અમલદાર હાજર હતાઃ એક બાવામિયાં માજિસ્ટ્રેટ અને બીજો ગિરધરલાલ કામદાર. એઉએ મેથા જામની મારફત કહેવરાવ્યું કે “અમે અલાણાને કાંઈ સજા નહિ પડવા દઈએ.”

મોવરે કહ્યું, “અલાણા ! જો એ ખૂટશે તો હું બદલો લઈશ. ન લઉં તો સધુ સંધવાણીના પેટનો નહિ.”

પણ અમલદાર બદલી ગયા. અલાણા પર મુકદ્દમો ચાલ્યો. પાંચ વરસની ટીપ પડી. એ સમાચાર મોવરને પહોંચ્યા. સાંજને ટાણે બહારવટિયો ઊતર્યો. મુલતાનશા પીરની જગ્યામાં છ માણસો સાથે પડાવ નાખ્યો. છયેને કહ્યું, “તમે જાઓ થાણા પર. હું પીરની જગ્યાએ નગારાં વગાડું એ સાંભળો ત્યારે તમારે બાવામિયાં ઉપર તાશીરો કરવો.”

વાળુ ટાણે મોવરે ડંકો કર્યો. છયે જણાએ માજિસ્ટ્રેટના મકાન પાસે ઊભા રહીને હાકલ દીધી કે “બાવામિયાં, ખૂટલ, બહાર નીકળ જો ખરો જમાદાર હો તો.”

પણ બાવામિયાં ન નીકળ્યો. પછી મોવરે જઈને થાણાની ચોતરફ કાંટાની વાડ્ય હતી તે સળગાવી. કોઈ માણસને નુકસાન ન કર્યું. ઘોડાં દબડાવી સાતે જણા રણને સામે કાંઠે ચાલ્યા ગયા.

“એલી બીજઈ, ગિરધરલાલ કામદારે એક વાત પુછાવી છે.”

“શું ?”

“કે તારો ધણી મોવર તો બહારવટે રખડે છે ને તને આ હમેલ ક્યાંથી રહ્યા ?”

“હમેલ ક્યાંથી રહ્યા ? કે’જો ઈ વાણિયાને કે ઈ વાતનો જવાબ હું નથી આપતી પણ જેના હમેલ રહ્યા છે એ દાઢીમૂછનો ધણી આવીને દેશે. કે’જો કામદારને કે હવે ઝાજી વાર નહિ લાગે.”

માળિયાનો કારભારી ગિરધરલાલ માનતો હતો કે આવા ચોકીપહેરાના પાકા બંદોબસ્તમાં થઈને બહારવટિયો રાતવરત આવ-જા કરી શકે નહિ; અને બીજી બાજુએ એને જાણ થઈ કે મોવરની સ્ત્રી બીજીબાઈને મહિના રહ્યા છે. એ જાણીને વાણિયાએ ભૂલ ખાધી. મિયાણીઓની નીતિ ઢીલી લેખાય, અને મિયાણા મરદોના ખૂનખરાબા પણ એમની ઓરતોનાં મેલાં શીલમાંથી જ નીપજતા હોય; એટલે ગિરધરલાલે બીજઈને હલકી માનવાનું ગોથું ખાધું. કોઈ બાઈની સાથે એણે બીજઈને મેણું કહેવરાવ્યું. પણ બહારવટિયાની બાયડી આ ખોટા કલંકને ખમી શકી નહિ. એનો ધણી મોવર તો વખતોવખત ઘેર આવીને રાત રહી જતો. બીજે વખતે જ્યારેએ આવ્યો ત્યારે બીજઈએ ગિરધરલાલને જવાબ પહોંચાડવા માટે એને ઉશ્કેરી મૂક્યો અને મોવરે બાતમી મેળવીને એ જવાબ દેવાનું ટાણું નક્કી કરી દીધું.

દિવસ આથમતો હતો. વવાણિયા બંદરથી એક સિગરામ આવતો હતો. એમાં ગિરધરલાલ પટવારી હતા. માળિયા તદ્દન ઢૂકડું રહ્યું. દરબારગઢની મેડી ઉપર બેઠેલા ઠાકોર અને તેના દસોંદી વવાણિયાની સડકે નજર કરતા કામદારની વાટ જોવે છે. સિગરામ જાણે કે એક વાર દેખાણો પણ ખરો; પછી ઝાડનાં ઝુંડમાં દાખલ થયેલો સિગરામ દેખાતો બંધ થયો કેમ કે માર્ગે કામદારોની મહેમાની થઈ રહી હતી.

બહારવટિયાની ટોળીએ કામદારને ઉતારીને ખેતર વચાળે સોનેરી તળાવડીને કાંઠે લીધા. મોવરે કહ્યું કે “ગિરધરલાલ કામદાર ! હમેલ કોના રહ્યા છે એ સવાલનો જવાબ લેતા જાઓ. મરદની ઓરતને તો મરદના જ હમેલ હોય એ વાત ભૂલતા નહિ. પણ કદાચ ભૂલી જાઓ તે માટે હંમેશનું સંભારણું આપું છું.”

એટલું કહીને મોવરે ભેરુને ઈશારો કર્યો. સજેલી છૂરી બહાર નીકળી.

“એ મોવર ! તારી ગૌ ! પાંચ હજાર રૂપિયા આપું.” ગિરધરલાલ ગરીબડો થઈને રગરગ્યો.

“પણ રૂપિયે કાંઈ મારી બીજઈ રીઝે, ભા ? તારી માફક ઈયે ઠેકડીની શોખીન છે, ગિરધરલાલ !” મોવર હસ્યો. એ ટાણે ગિરધરલાલનું નાક કાપી લેવામાં આવ્યું. થોડીક વારે સિગરામ માળિયામાં પહોંચ્યો, ત્યારે બીજી બાજુ બહારવટિયા ઘણા ગાઉ નીકળી ચૂક્યા હતા.

પછી તો એના બહારવટાની જોડે કંઈ કંઈ સાચાખોટા બનાવો જોડાયા છે. કહેવાય છે કે રાજકોટની સડકે એક વાર મોવર સાંઢણીની સવારી ખેલતો. રાજકોટ છાવણીવાળા ગોરા અમલદાર કર્નલ ફિલિપ્સને આંબ્યો. એ અજાણ્યા અંગ્રેજની સાથે બહારવટિયો મલક મલકની મોજીલી વાતોએ વળગ્યો. સાહેબને પોતાની અસલ સંધી સાંઢ્યા ઉપર બેસારી ગાઉના ગાઉ સુધી સાથે મુસાફરી કરી અને પછી રાજકોટના બંગલા ચમકવા લાગ્યા એટલે સાહેબને નીચે ઉતારી, હાથ મિલાવી, મોજીલો રંગીલો મોવર બીજી દૃશ્યે ચાલી નીકળ્યો. પાછળથી જ્યારે ગોરા કર્નલ ફિલિપ્સને પોતાના એ દિવસના ભેરુબંધની જાણ થઈ ત્યારે એની અજાયબીનો પાર નહોતો રહ્યો.

વાંકાનેરની સીમમાં કોઈ એક વાવ હતી. વાવની અંદર બાજુમાં બાંધેલું એક ઊંડું ભોંયરું હતું. એ વાવ ઉપર વાંકાનેરના એક ગામનો પાણીશેરડો હતો. રોજ સવારે ઊજળા વર્ણની પનિયારીઓ ઓઢીપહેરીને ત્રાંબાપીતળને બેડલે ત્યાં પાણી ભરવાઆવતી. એક દિવસ એવો જ રૂડો પ્રભાતનો પહોર ચડતો હતો. પહેલી પનિયારી પગથિયાં ઊતરીને પાણીને આરે જતી હતી. છેલ્લે પગથિયે પહોંચી, ત્યાં પડખેના વાંકમાંથી એક બાંઠિયો રૂપાળો આદમી પૂરે હથિયારે ઊભો થયો. બાઈની સામે પોતાની તીણી નજર નોંધી, નાક પર આંગળી મૂકી. હેબતાયેલી પનિયારીને એણે ભોંયરું ચીંધાડ્યું, “બીશ મા હો બોન ! તારો વાળ વાંકો નહિ કરું. હું મોવર છું. બોનું-દીકરિયુંનો ભાઈ-બાપ છું. પણ હમણાં તું આ ભોંયરામાં ચાલી જા !”

બાઈ ખચકાણી. મોવરે કહ્યું, “બોન ! બીજો ઇલાજ નથી.” બાઈ ભોંયરામાં ગઈ. એમ બીજી, ત્રીજી, ચોથી... જેટલી ઊતરી તેટલીને તમામને ભોંયરામાં પૂરી, પોતે આઘો ઊભો રહીને બોલ્યો કે “બોનું ! તમે મારી ધરમની બોનું છો. તમારા ગરીબ ભાઈને તમારાં ઘરાણાં કાઢી દઈને પછી ખુશીથી ચાલી જાવ, બાપા.”

ઘરેણાંનો ઢગલો થયો, પનિયારીઓ છૂટી થઈ. મોવરે કહ્યું કે “બોનું! કસમ દઉં છું, તમારા ઘરવાળાઓને સાચેસાચું કહેજો કે તમારી લાજમરજાદ મેં કેવી નેકીથી સાચવી છે !”

વાવમાંથી નીકળીને ઘરાણાંની પોટલી. સોતો બહારવટિયો ઘોડી દોડાવી ગયો અને પનિયારીઓ ખાલી બેડે ગામને કેડે પડી.

સોમાસર અને મૂળી વચ્ચેના મારગમાં બહારવટિયાએ એક મોતી અને અત્તર વેચનાર સરૈયા મેમણને રોક્યો, એની પેટી ઉઘડાવી, અંદરથી રંગબેરંગી સાચાં મોતી નીકળી પડ્યાં. “ભાઈ ભાઈ !” રંગીલો મોવર નાચી ઊઠ્યોઃ “મારી રોઝડીની કેશવાળીને વાળે વાળે મોતાવળ પરોવીશ.” ભારો માણેક, ઇસો માણેક, મુમદ જામ વગેરે બધા સાથી મોતી ઉપાડવા લાગ્યા. અધવાલી-અધવાલી દરેકને ભાગે આવ્યાં. ઘોડીઓની કેશવાળીમાં બધા પરોવવા માંડ્યા. મેમણ ઘણું કરગર્યો, ઘણાં તોછડાં વેણ કાઢવા લાગ્યો. આખરે “એ મોવર ! તેરેકુ હજરદ પીરકા સોગંદ !” એટલા સોગંદ આપ્યા ત્યારે મોવરે મેમણની એક ભરત ભરેલી દળી છોડી દીધી. ગાળો દેતો દેતો સરૈયો કહેતો ગયો કે “મોતી સાચાં છે. મોંઘા કરીને વેચજો !”

ભોજવાવ અને વીરમગામ વચ્ચે એક જાન ચાલી જાય. એમાં મોવર આડો ફર્યો. ગાડાં ઊભાં રખાવ્યાં. ભેળો એક બ્રાહ્મણનો જુવાન છોકરો વોળાવિયો હતો. તે દોડીને બહારવટાયિાની તથા વરના ગાડાની વચ્ચોવચ ઊભો, કહ્યું, “મને મારીને પછી જાન લૂંટો.”

ખડખડાટ હસીને મોવરે ખંભેથી બંદૂક ઉતારી, “આ જોઈ છે ?” એમ કહી સામેના બાવળના થડ ઉપર ગોળી છોડી. બાવળનું લાકડું વીંધીને ગોળી ધ્રોપટ ગઈ. બહારવટિયે કહ્યું, “જો, મા’રાજ ! આટલી વાર લાગશે.”

જવાંમર્દ છોકરે વિનાથડક્યે ફક્ત એટલું જ કહ્યું કે “હા, પણ મને મારીને પછી લૂંટશો ને ? ખુશીથી.”

મોવર ખૂબ હસ્યો. એની દોંગી આંખોની ભમ્મરો ભેળી થઈ ગઈ. બામણ જુવાનની પીઠ થાબડીને કહ્યું, “રંગ છે, જુવાન ! તારું વોળાવું સાચું. તને ન લૂંટાય.”

મોવર ચાલી નીકળ્યો.

વાગડ, કચ્છ અને સિંધ સુધી મોજીલા મોવરની રોઝડી પંથ ખેંચવા લાગી. આજે આ સીમાડે, તો કાલે કોણ જાણે ક્યા આઘા પંથકમાં. એમ ઝબૂક ! ઝબૂક ! મોવર ઝબકવા માંડ્યો. એમ કરતાં એક દિવસ સોરસેડોના સોળ ગાઉ લાંબા રણમાં કચ્છ અને સિંધની વચ્ચે સાંજે સાંઢિયાની એક કતાર ચાલી જતી હતી, તેની આડો મોવર ઊભો રહ્યો, કહ્યું, “ઊભા રાખો સાંઢિયા. ઝડતી લેવી છે.” એ બોલની પછવાડે સાત-આઠ બંદૂકોની નાળ્યો પણ લાંબી થઈ ગઈ હતી.

“એલા, કોણ છે ઈ ?” પાછલી સાંઢ્ય માથેથી પડકાર આવ્યો.

“ઈ તો કાકો મોવર સંધવાણી છે,” આંહીંથી બહારવટિયાએ ખડખડાટ હસીને સામી હાકલ કરી.

“મોવર સંધવાણી ! મલકનો ચોર !” એમ કહેતો સાંઢ્ય માથેથી ઠેકડો મારીને ફક્ત તરવારભેર એક આદમી મોખરે આવ્યો. “એલા ભાઈ ! તમતમારે હાંકી મેલો સાંઢ્યું ! હું ઊભો છું એકલો,” એમ પોતાના સાંઢ્યવાળાને કહેતો મર્દ આગળ ધસ્યો. એકલી તરવારે મોવરના ચાર-પાંચ ઘોડાવાળાને તગડ્યા. મોવરે પોતાના જણને કહ્યું કે “કોઈ એને બંદૂક મારશો મા. મને પૂછવા દ્યો.” પછી પોતે એ તરવાળવાળા તરફ ફર્યો. પૂછ્યું, “કેવો છો, ભા!”

“છું તો વાણિયો, અને માલ મારા વેપારનો છે. અંદર મારા પૈસા, કાપડ વગેરે જોખમ છે. પણ મોવર સંધવાણી ! તું તો મરદાઈનો આંટો છો, આજ આવી જા પડમાં. સંધના વાણિયા શેના ઘડેલા હોય છે એ કાઠિયાવાડમાં જઈને તારે કહેવા થાશે. માટી થા, મોવર !”

“હો હો હો !” મોવર ખીલ્યો. “સાચો મરદ, ખરો મરે એવો મરદ! અસલ બુંદનો બહાદર ! હાંકી જા, દોસ્ત, તારી સાંઢ્યુંને. તને હું ન બોલાવું. હું મોવર !”

“તો પછી તું મારો મહેમાન કહેવા, મોવર ! આ લે આ ખાવાનું.” વાણિયાએ પોતાના ભાતમાંથી ખાવાનું કાઢી આપ્યું.

કોઈ ઉપાયે મોવર ઝલાતો નથી. રજવાડાંની પોલીસ ખૂટલ છે. તાલુકદાર અને જમીનદારોના દાયરાનું તો એ રમકડું બની ગયો છે. એની મોજીલી વીરતા સહુને જાણવી-સાંભળવી પ્યારી લાગે છે. એને કોઈ ઝાલવા દેતું નહિ અને એમ થાતાં થાતાં તો સાડા પાંચ વરસનાં વાણાં વાઈ ગયાં, પણ મોવરનો પત્તો લાગતો નથી. એને જીવતો કે મરેલો જે કોઈ ઝાલી લાવે તેને રૂ. પાંચ હજારનું તો ઈનામ જાહેર થયું હતું. છતાં રોજ રોજ મોવર ગામો ભાંગતો ને કેડા ઉજ્જડ કરતો રહ્યો. આખી સોરઠ જ્યારે હાથ હેઠા નાખીને થાકી ગઈ ત્યારે મુંબઈથી એક જવાંમર્દ લશ્કરી ગોરો ઊતર્યો. છ મહિનાની અંદર મિયાણાને ચપટીમાં ચોળવાનું બીડું ઝડપ્યું. છ મહિના ઉપર એક દિવસ વીત્યે આ દેહ જ ન રાખું એવી એણે પ્રતિજ્ઞા કરી. એનં નામ કેપ્ટન સામન (જીટ્ઠઙ્મર્દ્બહ) સાહેબ.

સામન સાહેબે બહારવટિયાને પગલે પગલે ધરતીને ધગાવી મૂકી. મોવર સોરઠ મૂકીને ગુજરાતમાં ઊતરી ગયો. વાતો થાય છે કે બહારવટિયો ડીસા કૅમ્પમાંથી કોઈ ગોરા સાહેબની મડમને રાતોરાત પલંગ સોતી ઉપાડીને કાઢી ગયો. બહેન કહી પોતાના છૂપા રહેઠાણમાં રાખી. આખરે એને કાપડાની મોટી રકમ આપીને પાછો સાહેબના હાથમાં સોંપી આવ્યો. વળી, બીજી ભળતી વાત એમ થાય છે કે આ મડમ કાઠિયાવાડના હવા ખાવાના થાનક બાલાચડીથી ટપ્પામાં બેસીને આવતી હતી તે વખતે લૈયારા અને જાઇવા વચ્ચે વોંકળામાં મોવર એને કબ્જે લઈ રોઝડી ઉપર બેલાડ્યે બેસાડી પોતાના રહેઠાણ પર લઈ ગયો.

પણ આ બધી વાતો ખોટી છે. લોકોએ મોવરના બહારવટાને ધર્મબહારવટું માન્યું. તેને લીધે ઉઠાવેલી આ કલ્પના છે. સાચો કિસ્સો તો એ બહારવટામાં સામેલ રહેનાર એક સાક્ષી પાસેથી એવો જડ્યો છે કે -

મોવર ડીસાથી પાલનપુર તરફ અગિયાર ઘોડે આવતો હતો. ખરચીખૂટ હતો. સાંજ પડી એટલે સડક પર એક વાણિયો ઘરેણે-લૂગડે સામો મળ્યો. એને લૂંટ્યો. બે સિગરામ મળ્યા, એને પણ લૂંટ્યા. ત્રીજો એક સિગરામ ચાલ્યો આવે છે. પાછળ એક સોનેરી લુંગીવાળો હથિયારબંધ અસવાર વોળાવિયો બની આવે છે. મોવરની ટોળીએ એ અસવારને પકડી એના હથિયાર આંચકી લીધાં. સિગરામ ઊભો રાખ્યો. અંદર એક મડમ બેઠેલી એને ઉતારી. ભોંય પર પાથરણું પાથરી મડમને અદબથી બેસારી. સિગરામ તપાસ્યો. પણ અંદર કંઈ જ નહોતું. મડમને પાછી અદબથી બેસારી સિગરામ રવાના કરી દીધો.

મારવાડ મુલ્કની કોઈ વંકી જગ્યામાં બહારવટિયાએ ધરતી ઉપર બેઠાં બેઠાં ધૂળમાં લીટા કરીને પોતાના સાથીઓને કહ્યુું કે “ભાઈ, ભારી ફાંફડાં નજૂમ જોવાય છે. કોઠાવાળો પીર સપનામાં આવીને કહે કે હું છૂટી ગયો. મારો ભાઈ પેથો જામ જાણે મને તેડવા આવે છે.”

થોડી વારે મોવરનો ભાઈ પેથો જામ દૂરથી દેખાયો. સહુ ભાઈઓ ભેટ્યા. પેથા જામે કહ્યું, “ભાઈ મોવર ! આપણાં બાલબચ્ચાં ને ઓરતો વઢવાણ કાંપની જેલમાં પડ્યાં છે. હવે કાં તો તું મને ગોળીએ માર ને કાં આવીને રજૂ થા !”

“રજૂ થઈને તો ફાંસીને લાકડે લટકવું ને ?”

“સાંભળ, મોવર. માંડીને વાત કહું. રજૂ થઈ જવાનો ખરો લાગ આવ્યો છે. એજન્સી અને રજવાડાં તોબાહ પોકારી ગયાં છે. સામન સાહેબની પ્રતિજ્ઞાની છ મહિનાની મુદત ખલાસ થવા આવી છે. સત્તાવાળાની ફજેતી બોલાય છે. એટલે સાહેબે કહેવરાવ્યું છે કે જો મોવર રજૂ થાય, તો રૂ. પાંચ હજારનું ઇનામ મારા નામ પર કરીને તને અપાવું, અને તારો મુકદ્દમો ચાલે તેમાં તને ઊની આંચ પણ ન આવે, તારી સામે એક પણ પુરાવો ન પડે એવી તજવીજ કરવામાં આવે.”

“સાહેબનો બોલ છે ?”

“હા, સાહેબનો બોલ.”

“હાલો ત્યારે, રજૂ થવા આવું છું.”

ગુજરાતના ડીસા કાંપથી થોડેક આઘે ઝાડીમાં મોવરે આવીને સામન સાહેબની સન્મુખ હથિયાર છોડ્યાં. એને ઝાલીને રાજકોટ લઈ આવ્યા. બાલાચડીની ટેકરી ઉપર અદાલત બેઠી. મોવરના માથાના ઇનામના રૂપિયા પાંચ હજાર સરકારે રાજકોટની એક અંગ્રેજ વેપારીની પેઢીમાં જમા રખાવ્યા. ગોરો જજ સાહેબ કૅપ્ટન ફન્ટન સેશન્સની અદાલત ચલાવવા બેઠો. લૂંટ, ખૂન અને નાક કાપવાના અનેક કિસ્સામાં એક પછી એક સાક્ષીઓની જુબાની લેવાણી. પ્રથમથી જ થયેલી ગોઠવણ પ્રમાણે એકોએક સાક્ષી આરોપીના પીંજરા સામે નજર કરી, મોવરની રાતી આંખ સામે મીંટ માંડી પઢાવેલા પોપટની જેમ કહેતો ગયો કે “ના સાહેબ, આ તો નહિ, આના જેવો કોક બીજો જણ ઈ ગુનો કરનાર હતો !”

દસ દિવસે આ મુકદ્દમાનું નાટક ખલાસ થયું. મોવર સો-સો ગુનાના આરોપમાંથી સાવ નિર્દોષ ઠરી છૂટી ગયો. રૂ. પાંચ હજારમાંથી એના વકીલની ફી બાદ જતાં બાકીની આખી રકમ એને સુપરત થઈ અને નવાનગરમાં જામ શ્રી વિભાજીએ મોવરને જમાદારની જગ્યા આપી. એ આબરૂદાર હાલતમાં જ મોવરની આવરદા પૂરી થઈ.

બહારવટિયો રાયદે

(રાયદે બહારવટિયાનું આ વૃત્તાંત, સત્તર વર્ષે સાંગોપાંગ પ્રાપ્ત થયું જેથી મૂક્યું છે એમાં બહારવટાંની ઊજળી બાજુ છે અને નથી. પ્રસંગો રોમાંચક છે તથાપિ અનેક બહારવટિયાનાં વૃત્તોમાં પેસી ગયા હોઈ રૂઢિગત લાગે છે. ઝાઝો કાળ થયો એટલે આમાં જવામર્દીના વરખ પણ ચડ્યા હશે. પણ એક અણદીઠ પ્રદેશની પ્રજાનો, તેની ભાષાનો, અને તેના જીવન-પ્રશ્નોનો પરિચય મળે છેઃ તે માટે આ ચરિત્ર અત્રે ઉતાર્યું છે.)

કાઠિયાવાડમાં જામનગર તાબે તુંબેલ શાખાના ચારણોમાં ચોવીસ ગામ છે. માડી એમાંનું એક છે. માડી ગામને પાદર સાની નામે નદી છે. ગામ ફરતા ચાર જૂના કોઠા ને ગઢ છે.

માડી ગામમાં તુંબેલોનાં બે કુટુંબો રહે. એક બૂચડ ને બીજા ગામણા. ચારણ જેસો બૂચડ હતો. એની દીકરીને ગામણાઓના ઘરમાં દીધી હતી. દીકરાનું નામ ભાયો.

ભાઈ ભાયાને એક વાર સાસરવાસી બહેન મળી ગઈ, અને કહ્યું કે ‘મુકે હી ગામણા દુઃખ દિયેતા.” (મને આ ગામણા દુઃખ દે છે.)

ભાઈ ભાયો કહે, “આઉં હીન ઘડી પેકે કોઠણ લાઈ છંડાતો.” (હું આ ઘડીએ બાપુને તને તેડવા મોકલું છું.)

દીકરે જઈ બાપને કહ્યું, “આંઈ વીંજો, બાઈ કે કોઠીચો.” (તમે જાઓ, બહેનને તેડી લાવો.)

બાપ જેસોઃ “છડીદા ના તો કો કરીન્દા ?” (એ લોકો નહિ મોકલે તો શું કરશું ?)

ભાયોઃ “નારીન્દાસું.” (જોશું.)

તેડવા ગયેલ જેસાને ગામણાઓએ જવાબ વાળ્યોઃ “અસીંકે હિતે કમ આય. જો આંયજી ધી કે કોઠી વીંજો તો હી મેયું કર મીડે ? તે લાઈ છડીંદા ના.” (અમારે અહીં કામ છે. જો તમારી દીકરીને તેડી જાઓ તો આ ભેંસોને કોણ મેળે ? અર્થાત્‌ કોણ દોવે, દહીં-છાશ કરે ? માટે નહિ મોકલીએ.)

જેસાએ ઘેર આવીને પુત્રને કહ્યું, “તેં તો હી ધોરેમેં ધૂર ઉખાઈને !” (તેં તો મારાં ધોળામાં ધૂળ નખાવીને ?)

ભાયોઃ “કો ?” (શું)

“બાઈ કે છોડ્યા ના, ને મુકે પણ જીં તી કુછયા.” (બાઈને મોકલી નહિ ને મને પણ જેમતેમ બોલી ગયા.)

દીકરો તે ટાણે ભેંસ દોતો હતો. તે તાંબડી ફેંકી દઈ, તરવાર લઈ ગામણાને ઘેર પહોંચ્યો ને હાકલ મારીઃ “ભેણ, હલ, મોર થી, અને કેર ના ચીયેતો ? કીન્જી કંધરોટી મથે બોમથા ઇન !” (હાલ બહેન, આગળ થઈ જા. કોણ ના કહે છે ? કોની ગરદન પર બે માથાં છે ?)

“જિનજે મથેમેં રાઈ હુઈ હી હલો આડા ફીરણ.” (જેના માથામાં રાઈ હોય તે ચાલો આડા ફરવા.)

ભેંસો દોતા દોતા છ ગામણા ભાઈઓ પણ હથિયારો લઈ ઊઠ્યા, પણ ભાયાએ પડકાર્યા. તેઓ ઘરમાં ઘૂસવા ગયા. ભાયાએ એકને ફળીમાં, બીજાને ઓસરીમાં, ત્રીજાને ચૂલા પાસે ઠાર માર્યા. ત્રણ ભાગી ગયા. ભાયો બે’નને તેડી ઘર આવ્યો. એ ત્રણેય મરનારાઓની ખાંભીઓ માડીમાં છેઃ બે ફળીમાં ને એક ચૂલા પાસે.

પછી બાપ-દીકરે ગામ છોડ્યું, બાપ મૂઓ. ભાયાએ ગામણાઓને દંડ ભરી માફી માગી કસુંબો પાયો. દગો ન કરવા બંને પક્ષે માતાજીના સોગંદ લીધા. ભાયો પાછો માડીમાં આવીને રહ્યો.

એક દિવસ ભાયો પોતાના નેસમાં ખાતો હતો. તે ટાણે ગામમાં રહેતા જામ શાખાના ચારણો માંહેલો દેવો જામ આવ્યો. ભાયાએ કહ્યુંઃ “અચો અચો. હલ્યા હલ્યા. કોચી કોચી માની, ને ખીર, ને ગુણગાર વારી ચટણીઃ અય વઈ વીનો ખેંણકે.” (આવો આવો, હાલો હાલો. ગરમ ગરમ રોટલો ને દૂધ, ને લસણવાળી ચટણી છે. આવી જાઓ ખાવા.)

દેવો જામ કહેઃ “આંઉ હીન ઘડી માની ખઈ સિરાઈને અચાંતો.” (હું હમણાં જ રોટલા ખાઈ-શિરાવીને જ આવું છું.)

ખાઈ કરીને દેવા જામ પાસે બેસી ભાયાએ પૂછ્યુંઃ “કીં આવ્યા. કીં કમ આય ?” (કેમ આવ્યા ? શું કામ છે ?)

દેવો કહે, “હીં આંઈ જી તરાર ડિયો તો આંઉ હકડી બંધૂક ડિયાં.” (તમારી આ તરવાર મને આપો તો હું એક બંદૂક દઉં.)

ભાયાએ જવાબ વાળ્યોઃ “દેવા, હણે તોકે આંઉ કો ચાં ? બાયડીજાં મંમગોં ઉખેતો ! સરમાંઇ દો નાંઈ ! બંદૂક તો છોકરીઉં રખે, અને ભાયડા તરાર રખે. તું બો બો બંદૂકું રખેતો. નાહક ભાર ઉપાડી ઉપાડી મરી રીન્દો. બો બંદૂક તું વટે ઇન ને કીંય નાંઈ કરી સક્યો, હી તરારસે કો કરીન્દો ! અને પુંજી તરાર તો બાર મિથ્યા ગિની વઈ, અને બિયા બાર ગિન્દી.” (દેવા ! હવે તું બાયડીનાં માગાં કચ્છ તે શરમાતો નથી ? બંદૂક તો છોકરીઓ રાખે, મરદ તો તરવાર રાખે તું બબે બંદૂકો રાખે છે ને નાહક ભાર ઉપાડી મરી જઈશ. તારી પાસે બે બંદૂકો છતાં તું કાઈ ન કરી શક્યો, તો તરવારથી શું કરીશ ? ને મારી તરવાર તો બાર માથાં લઈ ચૂકી છે, બીજાં બાર લેવાની છે.)

દેવો કહે, “છપર વીંજું હુતે કમ અય, આંઈ હલો તો ઉતે વીનીચું.” (હું છપર ગામ જાઉં છું. કામ છે. તમે પણ સાથે ચાલો.)

ભોળો ભાયો પોતાની તરવાર લઈ દેવા સાથે ચાલ્યો. માડીથી દક્ષિણાદા થોડે ગયા ત્યાં દેવાએ પાછળ રહી જઈ ભાયાને બંદૂકે ઠાર કર્યો. સંવત ૧૯ર૯. ત્યાં આજે ભાયાની ખાંભી છે.

ભાયાની તરવાર લઈ દેવો ગામણાઓ પાસે આવ્યો. ગામણાઓએ જ એને આ કૃય સોંપ્યું હતું. બદલામાં એને એક સાંતીની જમીન ને હજાર કોરી ઇનામ દીધી. ભાયાની જમીન પિત્રાઈએ લઈ લીધી.

મરનાર ભાયાના ઘરમાં રાજબાઈ નામે કચ્છની ચારણી હતી. એને દેવી કામઈ સરમાં આવતાં તે સતી થાત, પણ બે દીકરી ને એક દીકરો હતાં તેને મોટાં કરવા પોતે દેહ રાખ્યો.

રાજબાઈનો દીકરો રાયદે પંદર વરસનો થયો. કામકાજ કરે નહિ. ભેંસો ચારવા જાય તો ઠપકા ઘેર લાવે. પરણાવેલા પુત્રને એક દિવસ રાજબાઈએ કહ્યું, “પુતર, તોફાન મ કર. હી ગોઠમેં પાણજો કોઈ નાય. ને હી જામજો ને ગામણેજો જોર અય. પણ મથે હીનજાં વેર આય. તો પાણને ધ્યાન રખણો ખપે. ને હી નાર હણે હી જામ વાઘોરેતા. કમ કજ કરીન્દો ના તો ખેન્દો કો!” (તોફાન કર નહિ. આ ગામમાં આપણું કોઈ નથી. જામ તેમ જ ગામણા ચારણોને આપણે માથે વેર છે. તો ધ્યાન રાખવું ઘટે. ને જો, જામ લોકો તો મારી નાખવાની ધમકી પણ મોકલે છે. કામ નહિ કર તો ખાઈશ શું ?)

રાયદે કહે, “નારીજ મા ! આંઉ થોડા ડી મેં હકડી ગુણ કુરીયુંજી ગિની અચીન્દો, પોય વેઠાં વેઠાં ખેન્દા સું. પોય કો ?” (જોજે મા, હું થોડા દિવસોમાં એક કોથળો કોરીઓનો ઉપાડી લાવીશ, પછી આપણે બેઠા બેઠા ખાશું. પછી શું છે ?)

રાયદેએ એક ટોળી કરી પીપરડી ગામ ભાંગ્યું. પકડાયો. જામનગર રાજની સજા પડી. જેલમાં ગયો. બેચાર વર્ષે છૂટીને ઘેર આવ્યો ત્યારે એને ખબર પડી કે પોતાની પરણેલી ઓરત બુધીબાઈને દેવા જામ ચારણે ખજુરિયાના ચારણ ગાંગા મૂજ વેરે પરણાવી દીધી છે.

રાયદેનું હૃદય ધમપછાડા કરવા લાગ્યુંઃ “હાય હાય, કો કરિયાં ! હણે જામ કે ફૂંકી ડિયાં, કે ઘૂમી ડિયાં !”

માએ સમજાવ્યોઃ “નાર રાયદે, હણે તું કીંય પણ કરીન્દો તો આંઉ મથો પછાડી મરી વિન્ની.” (હવે તું કાંઈ પણ કરીશ તો હું માથું પછાડી મરીશ.)

મા રોવા લાગી, એટલે રાયદેએ કહ્યું, “મ રો ! આંઉ કીંય ના કરીન્દો.”

ડોશીનો દેહ છે ત્યાં સુધી શાંતિ રાખવી એવું વિચારીને કાયદે શાંત બેઠો રહ્યો. પણ ચોરે ગયો ત્યાં ગામણા તેમ જ જામ ચારણો એને મેણાં મારવા ને ગાળો દેવા લાગ્યા. બોલાચાલીમાં દેવા જામે કહ્યું એક વાર, કે “હી ચોરો તોજા પેજો નાંય. ભજી વીન. નીકર મારી ઉખીન્દો. હકડી દારૂજી ચપટીજો ખરચ આય, જીતરો તોજા પેજે લાઈ ખપ્યો હીતરો તો લાઈ અપનો.” (ભાગી જા, નહિતર મારી નાખીશ. ચપટી દારૂનો જ ખરચ છે. જેટલો દારૂ તારા બાપને મારાવામાં જોયો હતો તેટલો જ તને મારવામાં જોશે.)

રાયદે કહેઃ “આંય મારીન્દા ને બીઆ માડુ કે હથ ન હુન્દા કીં ?” (તમે મારશો તો બીજા માણસને હાથ નહિ હોય, કેમ ?)

દેવો જામ કહેઃ “હથ હોય તો ગીન હી બંદૂક ને નીકર મું મથે બારવટે.” (હાથ હોય તો લે આ બંદૂક ને નીકળ મારા પર બહારવટે.)

આ તકરાર બીજાઓએ ઓલવી, પણ રાયદે વિચારી રહ્યો કે શું કરું? કાંઈ કરીશ તો મા મારી ઝૂરી ઝૂરીને મરશે, એમ વિચારી ગમ ખાઈ રહ્યો. પણ એક વાર ચોરે હજામત કરાવવા બેઠેલો ત્યાં એનું અપમાન થતાં, અરધી હજામતે એને ઉઠાડી મૂકતાં, એણે ઘેર આવીને માને કહ્યુંઃ “મા, હણે મુકે રજા ડિયો. મુસે હી સેન નાઈ થિન્દો. ને જો રજા મ ડિન્દી તો આંઉ મથો પછાડી મરી વીન્નો.” (મા, હવે મારાથી સહન નથી થતું; હવે મને રજા નહિ દે તો હું માથું પટકીને મરીશ.)

આ સાંભળ્યા પછી રાજબાઈના શરીરમાં આઈ કામઈ આવ્યાં, પોતે ધૂણ્યાં. પુત્રનો વાંસો થાબડ્યોઃ “વીંજ બેટા. રજા ડિયાંતી. પણ ધ્યાન રાખીજ. મુંજી કૂંખ લજાઈજ મા. ને માતાજી તોજી રક્ષા કરે. વીંજ લોઢેજા કમાડજો રીન્દો. આશિષ દિયાંતી.” (જા બેટા, પણ ધ્યાન રાખજે, મારી કૂખ લજવીશ નહિ. જા, માતાજી તારી રક્ષા કરે. ને તું લોઢાનાં કમાડ જેવો રહીશ. આશિષો દઉં છું. પણ કુંવારી જાન ન લૂંટજે, જે ગામ ભાંગ તેનું દૂધ ન ખાજે, મીઠામાં હાથ પડે તે ગામની લૂંટ મૂકી દેજે.)

બેટાને છાતીએ લીધો ત્યારે રાયદેએ પગે લાગી, રડતાં રડતાં ભાંગ્યાતૂટ્યા શબ્દો કહ્યાઃ “મા, માફ કરીજ. આંઉ કીં પણ આંયજી સેવા કરી નાંઈ સક્યો.” (મા માફ કરજે. હું તારી કાંઈ પણ સેવા કરી ન શક્યો.)

રાયદે ચાલ્યો ગયો તે પછી તુરત જ રાજબાઈ ઘરમાં અલોપ થઈ ગયાં. રાયદે અમરેલી જઈને લાન્સરમાં દાખલ થયો. ત્યાં વધીને દફેદાર બન્યો. ત્યાંથી એની બદલી રાજકોટ થઈ. ત્યાં પોતે કમાન્ડિંગ સાહેબનાં પડમ પાસે જઈ બેસતો ને વાતો કરતો. મડમે રાયદેને ભાઈ તરીકે માન્યો હતો. પણ રાયદે બેઠો બેઠો એક દિવસ વિચાર કરે છેઃ “આંઉં તો હીતે નોકરી કરાતો, પણ વેર તો હી ને હી રઈ વિયો.” (હું આંહીં નોકરી કરું છું, પણ વેર તો એમ ને એમ રહી ગયું.)

મડમે પૂછ્યુંઃ “ક્યા વિચાર કરતા હૈ, રાયદે?”

રાયદે કહે કે “મેરેકુ ગામ જાનાં હૈ.”

મડમ કહેઃ “કોના ગામ ?”

“હમારા માડી ગામ.”

“અચ્છા, તો જાવ. મેં સાબકો બોલકે રજા દિલાઉંગી.”

“યૂં નહિ.”

“તો ક્યું?”

“એ તુમારા જોટા દો, કારતૂસ દો, ઘોડો દો, ડ્રેસ દો, તો જાનાં હૈ.”

મડમ કહેઃ “અચ્છા, ભાઈ !”

મડમે રજા અપાવી, જોટાળી બંદૂક, કારતૂસ, ડ્રેસ, બધું અપાવ્યું, ને રાયદે તે પહેરી ઘોડેસવાર બની બારાડી તરફ ઊપડ્યો. ને રસ્તે એની ખોપરી બોલતી રહીઃ “આંઉ જડે દેવેકે, વજેકે, સામતકે, હી બધાય જામકે, મૂંજી બાયડી રાખીને વીઠો અય હી ગાંગે કે જડે ઘુમી ડિયાં, ફૂંકી ડિયાં, મારી ઊખ્યાં, તડે જ ઠીક ચોવાય. મુંજા પેજો મારીતલ કો જીરો રે તો તો આંઉ મુંજી માજે પેટ પાણો પડ્યો ચોવાઉં.” (હું જ્યારે દેવાને, વજાને, સામતને, એ બધા જામને તેમ જ મારી બાયડીને રાખી બેઠેલ ગગાને ફૂંકી દઉં, ત્યારે જ ઠીક કહેવાય. મારા બાપનો મારનાર કોઈ જીવતો હોય ત્યાં સુધી હું માને પેટ પાણો પડ્યો કહેવાઉં.)

માડી ગામમાં સંવત ૧૯૪૪ના આસો સુદ પૂનમને દિવસે ચાર વાગ્યે સાંજે પહોંચી તેણે દેવાના ભાઈને ઠાર માર્યો, દેવો ન જડ્યો, ઘોડાને ઉપાડ્યો. થોડે આઘે એક હરદાસ નામનો ચારણ મળ્યો. એના ખભામાં પાવલી જડેલી પટાવાળી ફૂમકિયાળી તરવાર હતી. હાથમાં ફરસી હતી, પગના જોડા ચરડ ચરડ બોલતા આવતા હતા. ઓળખ્યો, જોટાળી ચડાવીને સામી ધરી. હરસાદે હાથ જોડી કહ્યુંઃ “રાયદે, આઉં તો તોજો કુત્તો અયાં.”

રાયદે કહે, “ભેંસા ! ચારણથી, તરાર બાંધી માફી માગેતો! વીંજ કુતા ! દે ડે તરાર.” (હે નાલાયક ! ચારણ થયો છે, તરવાર બાંધી છે. ને માફી માગે છે ? ચાલ્યો જા કુત્તા ! દઈ દે તારી તરવાર.)

ત્યાંથી ખજુરિયા ગામે જઈ પોતાની સ્ત્રીને રાખનાર ચારણ ગાંગાને ખેતરમાંથી તેડાવી ઠાર માર્યો. ત્યાંથી રાતના દસ વાગ્યે બેહ નામના ગામે ગયો, ત્યાં માડીથી સામત જામ મહેમાન આવેલ તેથી વીરપાલ સંધિયાની ડેલીએ દાયરો જામેલો. ત્યાં જઈ ઘોડો ઊભો રાખ્યો ને સાહેબવેશે ત્રાડ પાડીઃ “ઇધર માળીવાલા સામત જામ આયા હૈ ?”

સામતે અવાજ પારખ્યો. ઘરમાં ઘૂસી ગયો. હવે ઘણાં માણસો વચ્ચે એને બંદૂકે શી રીતે મરાય ? એટલે ઘોડો ઉપાડી કહેતો ગયો કે “ધ્યાન રખીજ, આંઉ રાયદે, આંયકે રિબાઈ રિબાઈને મારણા આય.”

ચોથે દિવસે રાજકોટ પહોંચી પોતાની નોકરીએ ચડી ગયો. પણ જામનગરના રાજ્ય તરફથી ધગધગતી તપાસ થવા લાગી, તેથી પોતે પલટનમાંથી ફારેગ થઈ નીકળી ગયો ને થોડા દિવસ પોતાની બન્ને બહેનો પાસે પરોડિયા ગામે ને રાણ ગામે રોકાયો. પણ તપાસ ચાલુ હતી એટલે કંટાળીને વિચાર કર્યો કે નકામા પકડાઈને ભીંત હેઠળ દબાઈ જઈ મરવા જેવું છે, માટે હવે તો નીકળી જ પડું.

સંવત ૧૯૪પના ચૈત્ર માસમાં એણે દસ માણસોની ટોળી બાંધીઃ ચારણ ધાના ધરશન ભાથરનો, ચારણ પેથો ગ્રામડીનો, ચારણ સામત ભીડાનો, ચારણ વીરો ગ્રામડીનો, ચારણ જેસો પરોડિયાનો, વાઘેર રાજપાળ ને માણેક હરભમ ગોરવિયાના, વાઘેર હાડો વીરપુરનો, કાનગર બાવો ને રમજાન કુભાર રાણનો : ગ્રામડી જઈને મમાઈ માતાજીને પગે લાગી માગ્યું કે

“સામે પગલે મૉત દીજ.” (સામે પગલે મૉત દેજે, મા!)

ધોકે લઈ વેરી ધરે, દિયે તરારે તુંબેદ્ધ,

ગાલીએ છંદા ખેલ, સોંપ્યાં સોરઠિયે કે.

(વેરીઓ સામે ધોકા લઈને ધસવું અને તરવારો ઝીંકવી એ તુંબેલ ચારણોનું કામ છે. માણસોમાં બેસી વાતોના તુક્કા લગાવવા, છંદો ગાવા કે ગેલ કરાવવા, એ તો સોરઠિયા પરાજિયા વગેરે ચારણોને સોંપ્યું છે.)

વજીર હથે વલ્યાતમાં, કાયમ વીંજે કેસ,

ફાંકડા ફોજદાર કે, રણમેં ધીસે રાયદોે.

(વિલાયતમાં વજીરને હાથ રોજ મામલ પહોંચે છે. ફાંકડા ફોજદારોને રાયદે રણમાં સંહારે છે.)

હાકેમ હાલારજા, કંગાલ માડુજા કાર,

ઉન્જે ફાંદે મેં ફાર, રિસતી તોજી રાયદે.

(હાલારના હાકેમોના પેટમાં તારી ફાળ રહે છે, હે રાયદે.)

આંબરડી ઝોરી એકડી, દાત્રાણો ધોરે ડી, દેવડિયે કે દબિયો, રાતે ફુલેકાં રાયદે.

(એક દિવસે આંબરડી ગામ ભાંગ્યું, ધોળે દહાડે દાત્રાણું ભાંગ્યું. દેવાળિયાને દાબી દીધું, ને રાતે તું ફુલેકાં ફર્યો.)

ત્રાડ દિયે તુંબેલ, હલારમેં હલાય ના,

સુરો ચારણ છેલ, રફલે ધબે રાયદે.

બીજું વૃત્તાંત એમ મળે છે કે રાયદેએ ઘોડો, બંદૂક, ડ્રેસ વગેરે પલટનમાંથી નહિ પણ આ રીતે મેળવ્યાંઃ પોતે માની રજા લઈ ખંભાળિયા જાય છે. રસ્તે ‘ઘઈનો પુલ’ એ ઠેકાણે એક ઘોડેસવાર જમાદાર ટપાલ લઈને જતો હતો તે મળ્યો. રામ રામ કર્યા. જમાદારે પૂછ્યુંઃ “ક્યાં જાય છે ?”

“ખંભાળીએ ડોલા (તાબૂત) જોવા.”

“કેવો છો?”

“મકરાણી.”

ધઈ નદીના પુલ પાસે જમાદાર નીચે ઊતર્યા, રાયદેને પોતાનો ઘોડો ઝાલવા દીધો. જોટાળી બંદૂક ઝાડને થડે ટેકવીને પેશાબ કરવા ગયા.

“વાહ ! માતાજીએ હથોહથ દીધાં. જમાદાર, લ્યો રામ રામ !”

એમ કહેતો, રાયદે ઘોડી ચડી જોટાળી લઈને ભાગ્યો.

નગરની ગાદીએ વીભો જામ હતા. તેણે અમલદારોને તેડાવી સભા ભરી પોતે ભાષણ આપ્યું કે, તમે રાજપૂત થઈ ગામગરાસ ખાવ છો, સરકારી નોકર કહેવાવ છો ને ખાલી બગલૂસ (પટા) ગટર બાંધી ફોર છો, પણ એક રાયદેને હાથ કરી શકતા નથી, તેમ ઠાર કરી શકતા નથી, માટે મન બહુ રંજ થાય છે.

સભાસદો નીચું જોઈ ગયા. જામ સાહેબે, રાયદે ન કપડાંય ત્યાં સુધી અમલદારોના પગાર બંધ કર્યા.

રાયદેને ખેડૂતો રોટલા આપે છે એમ વિચાર કરીને ખંભાળિયા તથા કલ્યાણપરના અમલદારોએ દરેક ગામમાં નોટિસો ચોડી કે ખેડૂતોએ રોટલા ઘેરે ખાઈને જ સીમમાં જવું, કાંઈ અન્ન લઈ જવું નહિ.

થોડા દિવસ પછી ખંભાળિયા ગામે જઈ ત્રણ ગધેડાં ઊભાં રહ્યાં. તેને માથે છાલકાંમાં પંદર મણ લાડવા હતા ને સાથે એક ચિઠ્ઠી હતી. તેમાં લખ્યું હતું કે “હું ગરીબ ખેડૂતના રોટલા ઝૂંટતો નથી, ઓરતને લૂંટતો કે અડતો નથી, જાન લૂંટતો નથી, ખોટું બોલતો નથી, કોઈ માણસ પૈસાની ના કહેતો નથી, કાયલાપણું કરતો નથી, હું ખેડુના રોટલા ઝૂંટીને ખાઉં તો બહારવટું થાય નહિ તેની ખાતરી માટે આ લાડવા મોકલું છું તે સંભાળી લેજો. ને બીજું કાંઈ જમવા મન થાય તો કહેવરાવજો, મારી પાસે મીઠાઈ ઘણી છે. લિ. રાયદે.”

આ લાડવા એણે રાણ ગામમાં વળાવીને મોકલ્યા હતા.

પરિણામે અમલદારોએ ખેડૂતોને રોટલા સીમમાં લઈ જવાની છૂટ આપી.

“પૂના, સાગા, રામા ભા, સુણો, પાણજે પાનેલી જોરણી અય, ને ડીએજ જોરણી અય. ન જોરાં તો જોગમાયાજી દુવાઈ. હણે ભલે મુંજે પઠાણ મારી ઉખય.”

આ રીતે એક દિવસ રાયદેએ જ્યારે સાંભળ્યું કે પાનેલી ગામ પર તો ગોંડળ રાજનો એક પઠાણ ફોજદાર પચાસ પઠાણોને લઈ રાયદેને જેર કરવાનું બીડું ઝડપીને બેઠો છે કે રાયદે આવે તો ક-જગ્યાએ (ગુદામાં) બંદૂક મારી ઠાર કરું, ત્યારે તેણે સાથીઓ સમક્ષ પાનેલી ભાંગવાની - ને તે પણ દિવસે ભાંગવાની - પ્રતિજ્ઞા કરી.

એક દિવસ એક વાદી બહારવટિયાના રહેઠાણમાં આવ્યો ને રાયદેના રાસડા બોલવા લાગ્યો. બહારવટિયાએ એને ઇનામ આપીને કહ્યું કે “હી તોજો રાવણહથ્થો મુકે ડે, ને તોજો પોશાક પણ ડે.” પછી પોતે એ બધો પોશાક પહેરી રાવણહથ્થો લઈ, સાથીઓને કહ્યુંઃ “આંઈ બધા હણે ઘડીક રીતે વિયો તાં તો આંઉ હીન ઘડી અચાંતો. જરા પાનેલી વિનીચાં.” (તમે બધા થોડી વાર અહીં બેસો. હું જરા પાનેલી જઈ આવું.)

એમ વાદીવેશે શહેરની તરતપાસ કરી આવી અને ફોજદારને પણ મળી, રાયદે અહીં છે, સામે ડુંગરે બેઠો છે એવી ખબર પણ દઈ, પોતે રાતે પાછો આવ્યો અને ટોળી લઈ પાનેલી પર પડ્યો ને ફોજદાર એની પાર્ટી વગેરેને દબાવી દઈ કહ્યુંઃ “કો પઠાણ ! તું કો ચોતો વો, કે રાયદે અચે તો આંઉ ક-જગ્યાએ બંદૂકે મારી મારી ઉખ્યાં. ગીન હિન્જા ફલ.” એમ કરી બંદૂકોના ઘોડા ચડાવ્યા. બધાને પકડી પૂરી દીધા. પછી ગામ લૂંટ્યું. પછી પૂરેલાને છોડી કહ્યું કે, “ડૈ દયો હીન્જી બંદૂકું. ધીંગાણું કરણું આઈ ?” (દઈ દ્યો એમની બંદૂકો. ધીંગાણું કરવું છે ?)

પછી મોરનાં પીછાં લાવી, ફોજદારની પાછળ બ્રિચીઝમાં ખોસી મોરલો બનાવ્યો ને પીઠ ફેરવી ઊભો રાખી પછી કહ્યું, “હવે નીચે નમી નમીને કૂકડૂ કૂ બોલ ને પાછો ઊભો થઈને કુકડૂ કુ બોલ. જો બોલતો બંધ થઈ ગયો છે ને, તો પાછળથી બંદૂકે દઈશ.”

ફોજદાર તો ફાળમાં ને ફાળમાં “કુકડૂ કૂ, કુકડૂ કુ, કુકડૂ કુ,” એમ બોલતો નીચે નમતો તેમ જ ઊંચો થતો રહ્યો. પાછળ ઊભેલો રાયદે પોતાના સાથીઓને લઈ ચુપચાપ ચાલી નીકળ્યો. છેક બે ગાઉ નીકળી ગયા, ને અહીં ગોંડળની વાર આવી પહોંચી. તેને પણ ફોજદાર તો રાયદેની જ ટોળી સમજી “કુકડૂ કૂ” કરતો રહ્યો. પાર્ટીવાળા કહે કે “સાહેબ, આ શું કરો છો ?” સાહેબ શરમાઈ ગયા.

“સામત, પેથા, જેસા, સાંમા, સુણો,” એમ કહીને રાયદેએ સાથીઓને સમજ પાડીઃ “પાણ નામ લાઈ નીકળ્યા અયું, તો હણે પાણ વાંસે સત રાજજી ઘસતું ફિરેતીયું. તો હીનકે બીચારેકે હણે પાણ નોતરો દિયું, ભલે અચે. કારણ કે જો પાણ જીતીન્દા તો લક્ષ્મી કીર્તિ વધની; જો મરીન્દા તો વૈકુંઠ વીન્દા ને પાણજી કાયા અમર રિન્દી. હીનકે મારીન્દા તોય લાભ અય, પાણકે મારી ઉખે તોય લાભઃ કીં ભા, તો ચ્યોત ?” (આપણે તો નામ રહે માટે નીકળ્યા છીએ. આપણી પાછળ સાત રાજની ફોજો ફરે છે. તો આ બિચારાને નોતરાં દઈએ. ભલે આવે. કારણ કે જો આપણે જીતશું તો કીર્તિ ને લક્ષ્મી વધશે ને મરશું તો વૈકુંઠ જશું, ને આપણી કાયા કાંઈ અમર રહેવાની નથી. આ લોકોને મારશું તોય લાભ ને આપણને મારી નાખે તોપણ લાભ. કેમ ભાઈ, શું કહો છો ?)

સાથીઓએ હા પાડી, સહુ ઊપડ્યા. બરડાના ડુંગરમાં એક ગામ આવ્યું, ત્યાં પ્રાગડ વાશી (પરોડ થયું) ને એક ખેડૂત સાંતી લઈ નીકળ્યો, તેને પૂછ્યુંઃ “બોચવાળી ગામમાં કોઈ ઘસત આવી છે ?” ખેડુએ હા કહી. રાયદેએ એક ચિઠ્ઠી લખાવી એ ખેડુને દઈ ઘસતને પહોંચાડવા કહ્યું. ચિઠ્ઠીમાં લખેલું કે, તમે જેટલા સરકારની હરામની ખીચડી ખાવાવાળા મારી પાછળ ફોર છો ને ઠેકઠેકાણે કંગાળ પ્રજાને હેરાન કરો છો, ને ધમકાવી પૂછો છો કે રાયદે ક્યાં છે, તો હું જણાવું છું કે હું રાયદે આંહીં ચેકના ડુંગર પર છું, જેને મળવું હોય તે આવજો.

આમ પોતે જ્યાં જાય ત્યાં લાલ વાવટો ચડાવે, હોકો પીતો બેસે, ફૂલેકે ચડે, અને અછતો ન રહેતાં સામે ચાલી સંદેશા કહેવરાવે.

પછી એ સાતેક રાજની ફોજો સાથે ધીંગાણું થતાં ફોજો ભાગી, ત્યારે રાયદે બોલ્યોઃ

“ભેસા ભાઈ ડે જેડા ભાઈડા, થે ને ભજોતા, નીમક હરામ કરોતા? ડાઢીયું રખીયું ઈન, બંદૂકું ગાળીયું ઈન, ને ભજોતા ! તો સરમાઈન્દા નાઈ ! કોઈ રજપૂત ઈન, કોઈ મકરાણ ઈન, કોઈ પઠાણ ઈન, ને આંઈજો પાણી કિતે વ્યો ! મુકે તો આંઈ ગોંતીન્દા વા રાતે ને ડી ગોઠ ગોઠ ફિરન્દા વા, ને માડુકે પૂછન્દા વા કે રાયદે કિતે ઈન, ને આજ આંઈકે આંઉ મીળ્યો તો આંઈ તો મુલાકાત નાંઈ કરીન્દા ને ભજોતા ! હેડા કાયર બાયલા આંઇ હન્દા હેડી મુકે ખબર નાંઈ વઈ. નીખર આંઉ આંઇકે ન મીડ્યો હુન્દ. પણ હણે દાઢીઉં પડાઈ ઉખજા, બંદૂકું છડી દીજા.” (મરદો થઈને ભાગો છો ? દાઢીઓ રાખી છે ને બંદૂકો બાંધી છે, તોપણ ભાગો છો ? તમે તો મને ગોતતા હતા ને હવે મળ્યો છું ત્યારે ભાગો છો ? મને આવી ખબર હોત તો હું મળત જ નહિ. હવે દાઢી-ભૂછ પડાવી નાખજો વગેરે.)

રાજ્યે છેવટે પરોડિયે રહેતી એની બહેન માણસીબાઈ પર દબાણ કર્યું. પકડીને ખંભાળિયે લઈ ગયા. બહેન તો ન ચળી, પણ બનેવી ગળી ગયો. એને બાઈએ કહ્યુંઃ “અરે ભૂંડા ! અટાણે ખડા ખા છ?” લાચાર બહેને દસ દિવસની મુદત મેળવી. ભાઈને પરાડિયા ગામે બોલાવ્યો. રાયદે બહેનને ઘેર ગયો ત્યારે બહેને વિનવ્યો કે “હવે બસ થયું. હવે કાંઈ કરવું નથી. આપણા ચારણોને જેલમાં પૂર્યા છે. જામ સાહેબ અને રાઘવભાઈ વજીર કહે છે કે, રાયદે જો હથિયાર છોડે તો એને અમે કાંઈ નહિ કરીએ, ને એના ચારણને છોડશું.” એટલે રાયદેએ પોતાના જે સંબંધીઓ પુરાયા હતા તેમને છોડાવવા માટે શરણ જવાનું નક્કી કરી બહેનને કહ્યું, “ભેણ ! હણે તું દરેક અમલદાર કે ચોઈજ જે આંઉ કલ ધરમસાલામેં અચીન્દો. જેડી માતાજીજી મરજી.”

રાયદેને અભયવચન આપી માનપાનથી પોલીસ રસાલો લઈ જતો હતો. ત્યારે સીમાડે એક કાગડો બોલ્યો. બહારવટામાં પણ ગામ ભાંગવા જતી વેળા કાગડો બોલે ત્યારે રાયદે સાથીઓને પૂછતો કે “કાગડો કો કૂછેતો ?” (કાગડો શું બોલે છે ?) અને પછી એનો પોતાને મનમાં ઊગે તેવો અર્થ કરતો. એ રીતે અહીં પણ એણે કાગડાને બોલતો સાંભળી સાથીને પૂછ્યું કે “સામત, કાગડો કો કૂછેતો ?” સામત કહે, “કાગડો ચ્યેતો કે આજ ડી સુધી જે બાધુરી કઈ હીન જે મથે પાણી ફરી વ્યો ને હણે તુરંગમેં સડીસડી મરી રોન્દા.” (કાગડો કહે છે કે જે બહાદુરી કરી તેને માથે પાણી ફરી વળ્યું ને હવે જેલમાં સડી સડી મરી રહેશું.)

રાયદે કહે, “ના, કાગડો હીં કૂછેતો કે બધાય ઘેર અચના. પણ દગો થીન્દો. પણ વાંધો નાંય.” (ના, કાગડો અમે કહે છે કે બધા ઘેર આવશું પણ દગો થશે. પણ હવે વાંધો નહિ.)

છ મહિનાની સારી રખાવટ પૂરી થઈને રાયદે પર કામ ચાલ્યું; કાળા પાણીની સજા થઈ. એ અને સામત થાણાની જેલમાં જુદે જુદે ઠેકાણે જેલ ભોગવે છે. એક વરસ થઈ ગયું છે. એક વાર કામગીરીમાં રાયદે ને સામત ભેગા થઈ ગયા; ત્યાં કાગડો બોલ્યો. રાયદે કહે, “સામત, કાગડો કૂછેતો કે હીતેથી ભાજો તો આંઈ કે લાભ અય.” (કાગડો કહે છે કે અહીંથી ભાગી છૂટો તો તમને લાભ છે.)

સામત કહે, “હેડી સાતથરી જેલ પઈ અય. હાનમેં સે ભજણું કી?”

રાયદે : “ભજણો હીનમેં તો કી નાય.”

બંને જણાએ સંતલસ કર્યો. રાતે રાયદે જ પોતાની બરાક તોડી સામતને કાઢવા એના ખંડના છાપરા પર ચડ્યો ને ઉપલી બારીના સળિયા હચમચાવ્યા, પણ છાપરું આખું હાલી ઊઠ્યું. નળિયાં પડ્યાં; સંત્રીઓ સાવધ બન્યા. રાયદે તો મકાનના છાપરા પર હતો, નીચે ઊતરે નહિ, બહુ સમજાવી ઉતાર્યો, પૂર્યો; પછી જામનગર સાથે લખાણ કર્યું. ત્યાંથી આ બેઉને આંદામાન કાળે પાણીએ મોકલી દેવાની સૂચના આવી.

“હાલો, તમને પાછા જામનગર લઈ જવા છે ને ત્યાં પહોંચાડી છોડી દેવાના છે,” એમ કહીને બેઉ કેદીઓને વહાણમાં બેસારી કાળા પાણીના બેટમાં ઉતારી દીધા, ને ગોરા ઉપરીને એમનાં કાગળિયાં પણ સોંપ્યાં.

કેસનાં કાગળિયાં વાંચતાં સાહેબને માયા થઈ. રાયદેને પાસે બોલાવ્યો, ને એની વાતોથી સંતોષ થતાં તેને મુકાદમ બનાવ્યો ને સદરમાં હરવાફરવા છૂટ આપી, રાયદે તો કાળાં પાણીની વચ્ચે બેટમાં હરેફરે છે. એમાં એક દિવસ એવું બન્યું કે કેદીઓમાં કાંઈક કુસંપ થયો, તેમાં સામતને એક કેદીએ ગેરશબ્દો કહ્યા.

રાયદે શાંતિથી એ કેદીને પોતાની પાસે તેડાવી સમજાવવા લાગ્યોઃ “આંઈ કુલાઈ બન્જો તો ? હીતે તો પાણ હકડી ખાઈ જા ગલૂડિયા ચોવાયું. ને અસીકે દુઃખ હોયતો આંઇજે મદદ દેણી ખપે, ને આંઇકે દુઃખ હોય તો અસીંકે ભાગ ગીનણો ખપે. કારણ હીતે દુઃખ જી જગા ઇન હીતે મા, પે, કાકા, મામા, જી ચ્યો હી પાણ.” (તમે શીદ લડો છો ? આંહીં તો આપણે એક માનાં પેટ કહેવાઈએ. એકબીજાને દુઃખમાં મદદ કરવી જોઈએ. કારણ, અહીં તો મા, બાપ, કાકા જે કહીએ તે આપણે જ પરસ્પર છીએ.)

આવા ખામોશીના શબ્દોથી પણ છેડાઈ ઊઠીને એ કેદી તોફાને ચડ્યો એટલે રાયદેએ એને માર્યો; તેના પરિણામે રાયદેને અંધારી ખોલીની સજા થઈ.

પછી મઢમની કૃપા થઈ તેથી એ પાછો મુકદમ બન્યો ને એક વાર બજારમાં ચાલ્યો જતો હતો, ત્યાં કોઈક માણસને દુહો બોલતો સાંભળ્યો. દુહો તો આમ હતો

શેખપર સિંધવો કિયો,

રાયદે વડો રૂવાબ;

ધરણી લાગી ધ્રૂજવા,

ન ચડે નગર કે નવાબ.

કોઈક ઓળખીતો કેદી આ દુહો બોલ્યો તેથી રાયદેને ગઈ ગુજરી યાદ આવીઃ “અરે જીતવા ! આંઉ ઉકડે ડી નગર ને નવાબ જેડે કે ધ્રુજાઈન્દો વો, ને હિંદમેં હાક ફાટતી વી. ને અજ પરમેં જંજીર પઇ વઈ.”

એમ આ દુહાએ રાયદેના વિચાર ફેરવી નાખ્યા. એ દુહાએ મોટું બળ આપ્યું. હાલતાં ને ચાલતાં, ખાતાં ને પીતાં, એ જ દુહો યાદ આવવા લાગ્યો. એમાં સામત આવ્યો. બન્ને બેઠા; કારણ કે સામત પણ હવે છૂટો ફરતો હતો. એની સાત વર્ષની સજામાં હવે ફક્ત બે વર્ષ બાકી હતાં.

રાયદે કહે, “સામત ભા, હકડી ઘાલ ચાં, આંઈ તો ઠીક પણ આંઉ તો હીતે ને હીતે મરી વીન્નો ને કોઈ ચારણજે હથ પણ અડીન્દા ના.” (એક વાત કહુંઃ તું તો ઠીક પણ હું તો અહીં જ મરી જઈશ ને મારા શબને કોઈ ચારણના હાથ પણ નહિ અડે.)

સામત કહે, “ભલા માણસ, મરદ જેવો મરદ હવે નમાલી વાતો કરે છે ? શરમાતો નથી ? ને મરદ તો તુરંગમાં પણ પડે. ને આપણે કંઈ અધૂરું રાખ્યું છે ?”

રાયદે કહેઃ “મારે તો ભાગી જવું છે.”

“ક્યાં ?”

“આપણા દેશમાં. તારે આવવું છે ?”

સામતે કહ્યું કે “મારે તો હવે નથી આવવું, પણ તું બારાડીમાં જા તો મારે ઘેરે જઈને બધાને મારી વાત કહેજે.”

એમ કહેતો સામત હસવા લાગ્યો, એટલે રાયદે કહે “સામત, તોકે ઠેકડી લગેતી. પણ સાચી ઘાલ ચ્યાંતો. મરીં તો વીંજણો જ અય. હીતે મરણું નાય. ભલે દરિયેમેં મરું.”

બન્ને જુદા પડ્યા. રાયદે ભાગવાની જુક્તિ વિચારવા લાગ્યો. એક વિચાર સૂઝ્‌યો. હંમેશાં વહેલો ઊઠીને ગામમાંથી લાકડાના લાંબા કટકા ગોતીને તે લઈ ગામથી દૂર ભેગા કર્યા; પછી એકબીજાને જોડી બે ખાટલા જેવડું ત્રાપું બનાવ્યું ને થોડા દિવસનું ખાવાપીવાનું લીધું. પછી એક દિવસ સામતને કહ્યુંઃ

“જે માતાજી ! હણે ધ્યાન રખીજ ને ગરીબ થૈ સજા પૂરી કરી જ, આંઉ જોતો હણે માતાજીજી મરજી હી થિન્દો.”

બેઉ જણા ભેટ્યા. સાંજે રાયદેએ ત્રાપો દરિયામાં નાખ્યો, ને બંદર પર એક સંત્રી બંદૂક લઈ ટેલતો હતો તેની પાસે જઈ, ગળું પકડી, દબાવી મારી નાખ્યો; તેની બંદૂક લઈ ત્રાપા ઉપર નાખ્યો. સઢ ચડાવી રવાના થયો. પવન સારો એટલે સવાર થતાં ત્રાપો આગળ નીકળી ગયો, ને સામેથી એક વહાણ આવ્યું.

આ વહાણ રાયદેના વતનના બંદર સલાયાનું હતું. તેનો ખારવો આમદ હતો. આમદ વહાણ લઈ આંદામાન આવેલો ને બજારે રાયદે સાથે મેળાપ થયો હતો. સંતલસ કર્યા પ્રમાણે આમદ એક દિવસ વહેલો વહાણ ઉપાડી દરિયે જઈ થોભ્યો હતો.

રાયદેને વહાણમાં લીધો. વહાણને સાત સઢ ઉપર કાગડી ચડાવી મારી મૂકયું. એક રાતે કાઠિયાવાડના પિંડાર ગામને કિનારે રાયદેને ઉતારી વહાણ પાછું વળી ગયું. આંદામાનના તાર છૂટેલ તેથી તપાસ થતી હતી. રાયદે બંદૂક લઈ જંગલોમાંથી પસાર થવા લાગ્યો.

એક બહેન પાસે પરોડિયા ગામે ને બીજી બહેન પાસે રાણ જઈ આવીને રાયદે દ્વારકા પહોંચ્યો, થોડા વાઘેરોને લીધા જેનાં નામઃ ગોરવિયાળીનો રાજપાળ, મિયાણીનો ભીમો, મકવાણો, ગોરવિયાળીનો હરભમ માણેક, વીરપુરનો હાડો માણેક, ને ચારેક મુસલમાન કુંભારોઃ એમને લઈ બીજી વાર બહારવટે ચડ્યો.

ભાયાણી ભારથ કરે,

ખૂચડ બબે વાર;

તીખી ધાર તરવાર,

રગતે ડોળે રાયદે.

આ બીજા બહારવટામાં એક પછી એક ગામ રાયદે ભાંગતો ગયો, પણ બજાણા ગામના સીમાડે નારાડી વાવમાં ઉતારો કરી સાથીઓ હેમરાજ શેઠને ત્યાં સીધુંસામગ્રી લેવા ગયા, ને પાછા આવ્યા ત્યારે કહે કે હેમરાજને લૂંટીએ.

“કાગડો કો કૂછેતો ?” એમ કહી રાયદેએ કાગ-વાણી ઉકેલી. કહે કે “શુકન નથી, પંખી ના પાડે છે.” છતાં સાથીઓના આગ્રહથી દી આથમતે બજાણા પર પડ્યા. હેમરાજ શેઠને ઘેર ગયા, શેઠે આવકાર દીધો, કે બહાદુરને જોઈ હું ખુશ થાઉં છું.

“તુંને લૂંટવા આવ્યા છીએ.”

“ભલે.”

“તો બધી બાઈઓને ઓરડામાં પૂરી દે.”

લૂંટીને બહાર ચાલ્યા ત્યારે બહાર જઈ પેલા બે મુસલમાન કુંભારોએ કહ્યું કે હેમનો હાર ભૂલથી ગોખલામાં પડ્યો રહ્યો. એ બહાને પાછા જઈને એ કુંભારોએ બાઈઓની આબરૂ લીધી.

એથી રાયદે કંટાળ્યો. “હવે આ લોકો મારા ભેળા ન હોય.” આંબલાની ધાર નજીક સૂતા. ન ઊઠ્યા - તે દી ચડ્યો ત્યાં સુધી ! ઊઠેે છે ત્યાં તો ઘસતને આવી પહોંચેલી જુએ છે. ધીંગાણું કરતા કરતા પરોડિયાની નાળ્યમાં પહોંચી જાય છે. ત્યાં મછવો પડ્યો છે. ઠેકી ઠેકીને મછવામાં એક પછી એક જણ ચડે છે ને રાયદે પોતે વારને હટાવતો રહે છે. છેવટે પોતે કૂદ્યો, પણ વહાણની મીંદડી પગમાં વાગી. મછવો હાંકી ભાગ્યા, પણ મછવો તૂટેલ એટલે જખ્મી રાયદેને ઝોળીમાં ઉપાડી વાઘેરો કાંઠે કાંઠે ભાગ્યા. એનેે પહોંચાડવો હતો ગોંજ ગામે જેઠીજી દરબારને ઘેર. વાડીએ ગયા, પૂછ્યું, “દાજીબાઈ છે ? કહો કે ભાઈબંધ આવ્યા.”

ભાણેજ ઘેર પૂછવા ગયો. મામીએ જવાબ કહાવ્યો કે “ઘેર નથી.”

રાયદેએ સાથીઓને કહ્યુંઃ “જુવાનો ! પાણજી કજા અચી વઈ.” (આપણું મૉત આવી પહોંચ્યું.)

ચાલ્યા રસ્તે કાળો મહારાજ મળ્યો. ઘણી તાણ કરી પોતાની વાડીએ

લઈ ગયો.

વાઘેરો કહે, “ચાલ અમારી ભેળો ઓખે.”

“તમારું મોં નહિ જોઉં, જાવ.”

ગાડું જોડીને કાળે મહારાજે રાયદેને ગામમાં આણ્યો. સવારે ફળિયામાં પીપળે કાગડો બોલ્યો.

કાગડાની વાણી સાંભળીને રાયદેએ કહ્યુંઃ “કાળા મા’રાજ ! કાળી રાત છે, કાળો કાગડો છે, કાળાવડ ગામ છે, ચોથો તું કાળો મા’રાજ છે. હવે પાંચમું કાળું કામ કરીશ મા.”

સવારે કાળા મહારાજે રાયદેને જોયોઃ પગમાં જખમ છે, ચાર-છ મહિના અહીં રાખવો પડશે, ખબર પડશે તો હું મરી જઈશ, માટે હું જ ઇનામ લઉં.

રાયદેને અંદર પૂરી, તાળું મારી સલાયા પહોંચ્યો. મહમદખાં દફેદારને જઈ કહે કે “હું રાયદેને પકડાવું તો ?”

“તો તને ફોજદારની જગ્યા અપાવું.”

“ચાલો મારે ઘેર.”

ઘરમાં પડ્યો પડ્યો રાયદે બહાર રહેતી બ્રાહ્મણ બાઈને બોલાવે. બાઈ કહેઃ “નહિ આવું.”

“કાળો મા’રાજ ક્યાં છે ?”

“કાળું કામ કરવા ગયો છે.”

“ઉઘાડ.”

“નહિ ઉઘડે.”

“કાંઈક તોડવાની કોશ તો દે !”

“નથી. પણ આ લે આ હળનું છવડું.”

હળના છવડા વતી રાયદેએ ભીંત હેઠળ ખાડો પાડ્યો. બીજા ઓરડામાં જવા માટે વચલો કરો તોડ્યો. રાંધણિયામાં જવાનું ફાંકું પાડ્યું.

ઘસત આવી.

મહમદખાં દફેદાર ને જેશંકરભાઈ ઘસતના આગેવાન હતા, તેણે હાકલ કરીઃ “રાયદે, હથિયાર છોડ.”

“તમે પોતે આવો તો હથિયાર આપું.”

આડું ગાડું દેવરાવી મહમદખાં ખડકીમાં અંદર આવ્યા. રાયદે પાસે ત્રણ જ ભડકાનો દારૂ હતો. છરા-ગોળી કાંઈ નહોતું. પોતાનો પગનો તોડો તોડી નાખ્યો. તોડાના મકોડા બંદૂકમાં ભર્યા.

બંદૂક લઈને બાકોરા વાટે બાજુને રસોડે પેઠો. ત્યાંથી એક બંદૂક, ને બીજી મારી. અંદરથી દુહા ને છંદ બોલે. આંહીંથી પોલીસના ગોળીબાર ચાલે.

રોંઢે ઘસતે ઘર સળગાવ્યું તમારે રાયદેએ અંદરથી કહ્યુંઃ “કોઈ એમ ન કહેતા કે અમે રાયદેને માર્યો છે. હું જ જાઉં છું. રામ રામ.”

પોતે ત્રીજી વાર એટલે કે છેલ્લી વાર ભરેલી રાખેલી બંદૂક માથા સોંસરી ખાધી.

ઘર સળગી ગયા પછી થોડોક દી રહ્યો ત્યારે અંદર તપાસ કરી. મુવેલો રાયદે એમ ને એમ ઊભો હતો. ઘણા ફેર કર્યા, મુરદું પડ્યું.

મુરદું ઓળખવા રાયદેની બહેનોને બોલાવી.

બહેનો જોઈને કહે, “ના, હી આસાંજો ભા જ નાંય.”

“કાં ?”

“અસાંજો ભા તો પચીસ પચાસ માડુકે મારીને મરેઃ હી હરઈ હેઠ દબાઈને મરે ના.”

રાયદેનું પહેલું બહારવટું બાર વરસ ચાલ્યું, ને બીજું અઢી વરસ. કાળા મહારાજને જમાદારી મળી. અમુક વખતે જામ સાહેબે જમાદારી આંચકી લીધી. કહ્યું કે “તેં દગલબાજી કરીને ઘણી નાલાયકી બતાવી છે.”

કાળા મહારાજનો છોકરો મુવો. પોતે ગાંડો થઈ ગયો, ને મુવો ત્યારે ગરાસિયાઓએ કાળાવડમાં દેન પણ ન પડવા દીધો.