Anath no Patra in Gujarati Letter by Anand Gajjar books and stories PDF | અનાથ નો પત્ર

Featured Books
  • The Echo

    ---Chapter 1: The Weekend PlanNischay, Riya, Tanya, Aarav au...

  • The Risky Love - 22

    विवेक के सामने एक शर्त....अब आगे..............चेताक्क्षी अमो...

  • हम सफरनामा

    आज मौसम बहुत ही खूबसूरत था ठंडी हवाएं चल रही थी चारों तरफ खु...

  • डॉक्टर इंसान रूप भगवान

    पुलिस प्रमुख द्वारा कर्मबीर सिंह के पत्र को बहुत गंभीरता से...

  • अनुबंध - 10

    अनुबंध – एपिसोड 10 इज़हार और इंकार कॉरिडोर की ठंडी दीवार से...

Categories
Share

અનાથ નો પત્ર

123, ૐ નિવાસ,

સ્વર્ગ વાસ સોસાયટી,

ઇન્દ્ર પ્રસ્થ નગરી,

યમલોક.

વિષય :- સ્વર્ગવાસી માતા - પિતા ને એક અનાથ દીકરા નો પત્ર

મમ્મી - પપ્પા,

આદરણીય પ્રણામ,

કેમ છો તમે ? હું આશા કરું છું કે તમે અત્યારે જ્યાં પણ હશો ત્યાં ખુશ હશો...આજે મને તમારી સાથે વાત કરવાની ખૂબ ઈચ્છા થતી હતી....તમારા ગયા એને ૧૦ વર્ષ પુરા થઈ ગયા મમ્મી - પપ્પા. આમ તો હું તમને રોજ યાદ કરું છું. રોજ સાંજે ધાબા પર બેસું છું અને આકાશ માં રહેલા તારા ઓ ની વચ્ચે તમને એક તારા તરીકે જોઈ ને એની સાથે વાત કરું છું. મારા દિવસ ની દિનચર્યા તમારી સાથે વ્યક્ત કરું છું. પછી ભલે એ કોઈ ખુશી ની પળો હોય કે કોઈ દુઃખ ની પળો.....પણ મને ગમે છે તમને વાત કરવી....પણ આજે ખબર નહિ...શુ થઈ રહ્યું છે..મને તમારી કાંઇક વધુ પડતી જ યાદ આવી રહી છે..હું તમારી પાસે આવવા માંગુ છું....હું તમારા બંને સાથે ખૂબ બધી વાતો કરવા માગું છું... હું મમ્મી ના ખોળા માં માથું નાખી ને રડવા માંગુ છું..મમ્મી..તું તારો હાથ મારા માથે ફેરવે અને મારી બધી જ ગમગીની દૂર થઈ જાય...મને આજે પણ યાદ છે કે જયારે હું નાનો હતો ત્યાંરે ક્યારેક શાળા માંથી ઠપકો મળતો અથવા પપ્પા બોલતા..ત્યારે હું આવી જ રીતે તારા ખોળા માં માથું નાખી ને રડતો અને તું કેટલા પ્રેમ થી મારા માથા માં તારો હાથ ફેરવતી...અને હું પ્રેમ માં ખોવાઈ જતો...હું ક્યારે સુઈ જતો એની મને ખબર જ નહોતી પડતી..અને પપ્પા તમે... મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે દર રવિવારે હું સવાર થઈ રાહ જોઈ ને બેસતો કે ક્યારે પપ્પા આવે અને મને એમના ખભા પર બેસાડી ને બધે ફરવા લઈ જાય...કેવી મજા આવતી મને....તમારા ખભા પર બેસી ને ફરવા માટે જવાની અને રસ્તા માં પાછા આવતી વખતે આઈસ્ક્રીમ ખાવાની...મારા માટે પપ્પા કેટલી બધી મહેનત કરતા હતા...તે સવાર થી સાંજ મારા અને મમ્મી થી દુર રહી ને નોકરી પર જતાં..મને ભણાવવા માટે પૈસા કમાતા...કેટલા સપના હતા ને મમ્મી - પપ્પા તમારા...કે હું ભણી ને બહુ મોટો માણસ બનીશ.. તમે મને ક્યારેય કોઈ વાત કે વસ્તુ માટે ના નહોતા પડતા...મને યાદ છે કે જ્યારે તમે બંને મને મેળા માં આંગળી પકડી ને ફરવા લઈ જતા અને દુકાન માં મને કોઈ રમકડું ગમી જતું...હું પણ કેવો ના સમજ હતો એ સમયે...સમજતો જ નહોતો કે તમારી પાસે પૈસા છે કે નહીં...અને રમકડું લેવા માટે ખોટી જીદ કરતો...તો પણ તમે મને એ રમકડું લઈ આપતા...મમ્મી તું પણ મને રોજ રોજ સારું - સારું ખાવાનું બનાવી ને ખવડાવતી..મને યાદ છે...ક્યારેક તું મારા માટે બહાર થી ખાવાનું લાવી હોય અને હું ના સમજ બધું જ ખાઈ જતો..હું ભૂલી જતો કે મારી મમ્મી ને પણ ખાવાનું છે છતાં પણ તું મને પ્રેમ થી એ ખાવાનો ત્યાગ કરી ને મને જમાડતી..મને એ પણ યાદ છે કે જ્યારે હું તમારા થઈ રિસાઈ જતો અને ખાવાનું ખાવાની ના પાડી દેતો...તયારે મમ્મી પણ ખાવાનું નહોતી ખાતી...જ્યાં સુધી હું ના ખાવ..જ્યારે હું તમારા લોકો સાથે હોતો તયારે કેટલો ખુશ રહેતો..મને યાદ છે કે હું જ્યારે નાનો હતો તયારે કેટલો બધો તોફાની હતો... ઘર માં પણ ઘણી બધી વસ્તુઓ ની તોડફોડ કર્યા કરતો.....રોજ સાંજે કોઈ ને કોઈ મારી ફરિયાદ લાઇ ને આવતું..અને મને સાંજે તમે લોકો બોલશો એવા ડરથી પપ્પા ના ઘરે આવ્યા પહેલા જ સુઈ જતો અને પપ્પા ને મારા તોફાનો ની ખબર હોવા છતાં એ મને નિસ્વાર્થ ભાવે માથા પર હાથ ફેરવતા...અને હું એમ જ સુવા નું નાટક કરી ને પડ્યો રહેતો..તમે લોકો મને કેટલો બધો પ્રેમ કરતા હતા નહીં.....મારા સપનાઓ પુરા કરવા માટે તમે લોકો પોતાના સપનાઓ નો ત્યાગ કરી દેતા હતા....કોઈએ સાચું જ કહ્યું છે...કે સાચું સુખ તો માતા - પિતા ના ચરણો માં જ છે...ભગવાન ને શોધવા જાવા માટે ની જરૂર નથી...તમારા માતા - પિતા એ જ તમારા સાચા ભગવાન છે....પણ તમારા ગયા પછી અચાનક જ બધુ જ બદલાઈ ગયું...તમારું મૃત્યુ થયું એ સમયે તો હું ના સમજ હતો.મને ખબર નહોતી પડતી કે આ શુ થઈ રહ્યું છે...મારા માથે તો જાણે આભ ફાટી નીકળ્યું હતું..તમારી ચિતા ને અગ્નિ દાહ આપતી વખતે હું બહુ જ રડ્યો હતો..મને ખબર નહોતી પડતી કે હવે આગળ શું થવાનું છે...એના પછી બધા એ મારો સાથ છોડી દીધો...આપણાં કુટુંબ ના લોકો એ મને અહીં અનાથ આશ્રમ માં મૂકી દીધો...હું ના સમજ સમજી નહોતો શક્તો કે અનાથ આશ્રમ શુ કહેવાય ? હું એમ સમજતો હતો કે આ પણ એક જાત ની શાળા છે જ્યાં વિદ્યાર્થીઓ ને પોતાના માં - બાપ થી દૂર મુકવામાં આવે છે..મને એમ કે આ બધું થોડા સમય માટે જ હશે...પણ ખબર નહોતી કે આ હમેશા માટે છે..અહીંયા ઘણા લોકો આવે છે જે અહીંયા રહેતા છોકરાઓ ને દત્તક લઈ જાય છે..હું જ્યારે પણ એમને જોવું છું તયારે મને તમારી લોકો ની યાદ બહુ જ આવે છે....આજે મને તમારી સાથે વિતાવેલી એ પ્રત્યેક પળો ખૂબ જ યાદ આવે છે...આજે હું તમારો એ પ્રેમ ફરીવાર મેળવવા માંગુ છું...હે...મમ્મી - પપ્પા હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે કોઈ પણ નાના બાળક પાસે થી એને માં - બાપ ના છીનવે... અરે ભગવાન ને શુ ખબર કે કેવું દુઃખી હોય છે અનાથ લોકો નું જીવન...શુ એને ક્યારેય જોયું છે...અરે એક દિવસ આવી ને રહે તો ખરો માં - બાપ વગર તો સમજાઈ જશે....તમે મારી જરા પણ ચિંતા ના કરતા...હું અહીંયા ખુશ છું....અહીંયા મારા ઘણા બધા મિત્રો છે...અમે સાથે મળી ને રહીએ છીએ...હું તમને ખૂબ પ્રેમ કરું છું...હું તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું...આ જન્મે તો શક્ય ના બન્યું..પણ હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે આવતા જન્મે મને માં - બાપ ના રૂપ માં તમારા જેવા ભગવાન મળે......

લી.. તમારો લાડકો દીકરો

અંશ

( સાહેબ, પત્ર ભલે નાનો એવો છે. પણ આ ટૂંકા શબ્દો ઘણું બધું કહી જાય છે. કદાચ બની શકે કે મારો આ નાનો એવો પત્ર ઘણા બધા લોકો ની દુનિયા બદલી શકે..દુનિયા માં ઘણા બધા એવા બાળકો છે જે માતા - પિતા ના પ્રેમ થી વંચિત છે અને એ લોકો અનાથ આશ્રમ નો આશરો લે છે... આપણી નજીક ઘણા આવા અનાથ આશ્રમો હોય છે...આપણા બધા પાસે માતા - પિતા છે એટલે આપણને કોઈ પણ વસ્તુ ની અછત પડતી નથી આપણને લાગે છે કે આપણા પાસે બધું જ છે. પણ ક્યારેય તમે એ વિચાર્યું છે કે જે લોકો પાસે માતા - પિતા નથી એ લોકો ની જિંદગી કેવી હશે ? આપણને તો કોઈ પણ વસ્તુ માંગીએ અને તરત જ મળી જાય છે પણ એ લોકો ને કોઈ વસ્તુ ની જરૂર હોય તો એ લોકો કોની પાસે માંગવા જાય ? એ લોકો પણ એક માણસ જ છે. એ લોકો ને પણ પ્રેમ અને હૂંફ ની જરૂર છે. મારુ કહેવું ખાલી એટલું જ છે કે ક્યારેક સમય મળે તો એમની પાસે જજો. એમની જિંદગી માં થોડું ડોકિયું કરજો....એમની સાથે બે ઘડી બેસજો અને સમય પસાર કરજો. એ લોકો ને જે પ્રેમ અને હૂંફ ની જરૂર છે એ એમને આપજો અને એ લોકો ની આંખ ના આંસુ લૂછજો...ખાસ કરી ને તો યંગસ્ટર્સ ને હું કહેવા માગું છું કે તમે લોકો તમારા માતા - પિતા ના પૈસા નો સ્મોકિંગ, ડ્રિંકિંગ, ફોટોગ્રાફી વગેરે જગ્યા એ જે ઉપયોગ કરો છો એની જગ્યા એ કદાચ આ અનાથ છોકરાઓ પાછળ કરજો....એ લોકો ને જે વસ્તુ ની જરૂર છે એ એમની સુધી પહોંચાડજો....ખાલી એક વાર એ લોકો ના ચેહરા પર ના સ્મિત નું કારણ બની ને જોજો...હું છાતી ઠોકી ને કહું છું કે ઉપર વાળો ક્યારેય તમારા ચહેરા પર નું સ્મિત ઓછું નહીં થવા દે. )

પત્ર વાંચ્યા પછી તમારા શુ મંતવ્યો છે એ જરૂર થી મને જણાવશો. તમે તમારા પ્રતિભાવો મને ૭૨૦૧૦૭૧૮૬૧ - વોટ્સએપ અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો.