Khoj 26 in Gujarati Fiction Stories by shruti shah books and stories PDF | ખોજ 26

Featured Books
Categories
Share

ખોજ 26

મુકીમે પત્ર ખોલ્યો.

માનનીય ધર્મવીર,

હવે લગભગ મારુ બચવું શક્ય નથી. મેં રાણી નારાયણી દેવી અને પુત્ર અવધૂતસિંહ ને અંગ્રેજ નોકરાણી ની મદદ થી ભગાડી દીધા છે. અને તને જાણ કરું છું કે આ વખતે મીરા જોડે પત્ર મોકવો યોગ્ય લાગ્યો નથી એટલે મહેશ્વર જોડે પત્ર મોકલું છું.

કલમ અને કંગન રાણી પાસે છે રિંગ મેં મહેશ્વર ને આપી છે અને ચાવી નો બીજો પાસો તારી પાસે છે તેના ઉપયોગ થી ખજાનો ખુલશે. જે તું જાણે છે.

રાજા ભૂપતસિંહ.

મુકિમ પાસે કલમ અને કંગન તો હતા, રિંગ કઈ હશે? વિશુ પાસે હતી એજ હશે કે કોઈ બીજી રિંગ પણ હોઈ શકે ને! ઉપરાંત બીજા ચાવી ના પાસા ક્યાં હશે? અને સૌથી મોટો પ્રશ્ન કે ખજાનો ક્યાં છે હવેલી માં?

મુકિમ લંગડાઇ ને ચાલતો રહ્યો જેથી હવેલી ના કોઈ પણ સભ્ય ને શક ના જાય. બાબા નરસિંહ કે મણિયાર ક્યારેય વાત કરતા છે નહિ ને કે બન્ને ને કોઈ વાત થાય.

બીજા દિવસે, હવેલી માં નીચે ના માળે વ્યોમેશ અને ધર્માદેવી સિવાય નો ત્રીજો રૂમ બંધ રહેતો એ મુકિમ ને જોવા ની ઈચ્છા થઈ. ત્રીજા રૂમ માં હમેશા તાળું મારેલું રહેતું. કોઈ ક્યારેય ખોલતું નહીં જેની ચાવી ફક્ત ધર્માદેવી પાસે રહેતી. બપોર ના સમયે બધા પોત પોતાના રૂમ માં ગયા પછી મુકીમે પોતા ની માસ્ટર કી થી દરવાજો ખોલ્યો.

રૂમ બહુ સમય થી ખોલ્યો ના હોય એવો હતો. ઘણા સમય થી સાફસુફ પણ કર્યો નહિ હોય. સ્ટોર રૂમ હોય એવું લાગતું હતું

બધું જૂની પુરાણી નકામી વસ્તુઓ પડેલી હતી. છેક ખૂણા માં તબલા પડેલા હતા. મુકીમે તબલા ની આજુબાજુ નજર નાખી બીજું કશું હતું નહીં. બાજુ માં એક નાનકડું કબાટ હતું એ કબાટ ખોલ્યું. એમાંથી એક આલ્બમ મળ્યો. આલ્બમ ખોલી ને જોયું એમાં બહુ જૂની પુરાણી બ્લેક એન્ડ વાઈટ ફોટો હતી. કોઈ સુંદરી નૃત્ય કરતી હતી અને પાછળ કોઈ તબલા વગાડી રહ્યું હતું. મુકીમે એ આલબમ માંથી ફોટો કાઢી ને પોતા ના ખિસ્સામાં મૂકી દીધુ. અને બહાર નીકળી ગયો. પોતા ના રૂમ માં જઈ ને શાંતિ થી ફોટો જોવા નું નક્કી કર્યું જેથી કોનો જૂનો ફોટો છે એ જાણી શકે. જોતા એને લાગ્યું કે આ ચેહરો નાવ્યા ને મળતો આવે છે. તેને પાક્કું કરવા માટે ટ્વીટર પર અભિજિત અને નાવ્યા નો ફોટો જોયો. ફોટા માં જે છોકરી હતી તે આબેહૂબ નાવ્યા જેવી જ લાગતી હતી. મુકીમે અનુમાન લગાવ્યું કે કદાચ આ ધર્માદેવી જ હોવા જોઈએ. તો પછી એમની પાછળ તબલા વાદક કોણ હોઈ શકે? બાબા નરસિંહ હોઈ શકે? બાબા નરસિંહ જ હોઈ શકે. તેને યાદ કર્યું કે એક વાર એણે તબલા અને ઝાંઝર નો અવાજ સાંભળેલો. ધર્માદેવી સાથે બાબા નરસિંહ સિવાય બીજું કોઈ ના હોય.

મુકિમ બીજા દિવસે પોતા ના કામે માટે રાયગઠ થી મુંબઈ આવેલો, અભિજિત અને વિશુ ને મળવા જેલ માં ગયો. મુકિમ વિશુ પાસે થી જાણવા માંગતો હતો કે એ રાત્રે કોણ કોણ ત્યાં હતું ને કોણ કોણ ત્યાં નહતું? તેણે વિશુ ને બોલાવી ને સવાલ પૂછવા ના ચાલુ કર્યા.

જ્યારે ગોળી નો અવાજ આવ્યો ને તું બહાર નીકળ્યો એ પછી બધા બહાર આવ્યા ત્યારે સૌથી પહેલા કોણ આવેલું?

....વિક્ટરવિશુ એ યાદ કરતા કહ્યું.

બધું ઝીણું ઝીણું યાદ કરી ને મને કહે.મુકિમ વિશુ ને પોલીસ કરતો હોય એમ પૂછપરછ કરી.

એ પછી ધર્મા દેવી અને બાબા નરસિંહ પછી વ્યોમેશ અને સૌથી છલ્લે મણિયાર આવેલો.વિશુ એ યાદ કરતા કહ્યું.

ખૂની ઘટના સ્થળ ની સૌથી નજીક હોય એટલે એ કાંતો તરત આવે કાંતો સૌથી છેલ્લો આવે. લગભગ વિક્ટર કે મણિયાર માંથી એક જણ હોઈ શકે!મુકીમે પોતા ની શકયતા બતાવી.

હા, બંનેએ પાસે કારણ તો છે જ અને બને પહેલે થી શંકા ની સુઈ પર જ છે.અભિજીતે પહેલીવાર ચર્ચા માં ઝૂકવ્યું.

પણ મણિયાર તો અપંગ છે.વિશુ એ બન્ને ની વાત કાપતા વચ્ચે બોલ્યો.

એવું પણ બને ને કે મણિયાર અપંગ ના હોય? એનો પરિવાર પણ જીવતો છે તો એના અકસ્માત ની વાત પણ ખોટી ને! અને જો એનો અકસ્માત નથી થયો તો એ અપંગ પણ નહીં જ હોય. એટલે જ એનો શાલ નો ટુકડો ભોંયરા માંથી મળેલો.મુકિમ ને થોડી થોડી કડીઓ મળવા લાગી.

વિક્ટર પાસે પણ કલમ અને કંગન છે તો એ પણ ખજાનો શોધી રહ્યો છે એ વાત તો પાકી છે.અભિજીતે પોતાનો મંતવ્ય આપ્યો.

તને રિંગ જે આપી એ કોણ પેહરતું હતું? વિશ્વમભર શેઠ?મુકીમે વિશુ ને સવાલ કર્યો.

એ રિંગ... એતો મણિયાર સાહેબ પહેરતા હતા.વિશુ ભોળા ભાવે બોલી ગયો. અને અભિજિત અને મુકિમ બન્ને મોઢા ખુલ્લા રહી ગયા.

અત્યાર સુધી તે અમને કીધું કેમ નહિ?મુકીમે વિશુ ને આંખ કાઢતા કહ્યું.

કોઈએ પૂછ્યું નહતું.હજુ પણ વિશુ ને સમજાતું નહતું કે અભિજિત અને મુકિમ આટલા આશ્ચર્ય માં કેમ છે?

એ રિંગ મને આપ.મુકીમે રિંગ માંગી લીધી. તેણે રાજા ના પત્ર માં રિંગ નો ઉલ્લેખ વાંચેલો. અને એની મદદ થી ચાવી બનશે. પછી પત્ર ની વાત અભિજિતથી છુપાવી. રિંગ પોતા ની પાસે રાખી લીધી.

બહાર નીકળતી વખતે કમલ સફારી એને જોઈ ગયો. કમલ જેને શોધી રહ્યો છે તે માણસ અહીંયા શુ કરી રહ્યો છે? કમલ એમ પણ નાવ્યા ના લીધે પરેશાન હતો મીડિયા થી લઈ શો મેકર, સામાન્ય લોકો ને જવાબ આપી ને કંટાળેલો ઉપર થી મુકિમ ને જોઇ ને વધારે અકળાઇ ગયો.

તેણે હવાલદાર ને જઈ ને મુકિમ નો ફોટો બતાવતા પૂછ્યું,હમણાં અહીં આવી ને ગયો શુ કામ થી આવેલો?સાથે એણે 500 ની નોટ ની ઠોકડી કાઢી.

એ અભિજિત સાહેબ ને મળવા આવેલા, ઘણી વાર આવે છે. તેમની વચ્ચે સારી મિત્રતા છે.જેલર જાણતો હતો એ બધું બોલી ગયો. કમલને જોઈતી માહિતી મળી ગઈ કે કમલ ત્યાં થી જતો રહ્યો.

ઓહો હો, પધારો સાહેબઅભિજિત કમલ ને પોતા ની કોટડી માં દાખલ થતાં જોઇ ને બોલ્યો.

તો આટલું જલ્દી હનીમૂન મનાવી ને આવી ગયા તમે?કમલે કટાક્ષ નું તિર છોડ્યું.

હા.અભિજિત કમલ ના બીજા સવાલ ની રાહ જોઈ રહ્યો એટલે વધુ ના બોલ્યો.

મુકિમ અને તારે શુ સબંધ છે?કમલે સીધો સવાલ કર્યો, જે કદાચ અભિજિત ના અભ્યાસક્રમ ની બહાર નો હતો.

મુકિમ?અભિજિત ને માનવા માં ના આવ્યું કે કમલ નાવ્યા ને છોડી ને મુકિમ નું શા માટે પૂછ્યું? તરત એને યાદ આવ્યું કે મુકીમે કમલ ના કૌભાંડો બહાર પાડી દીધા હતા ત્યારે થી મુકિમ નાસ્તો ભાગતો ફરે છે.

એ તો વ્હોરા ના એક કામ થી આવેલો?

મેં તો સાંભળ્યું છે કે તે તારો ખૂબ સારો મિત્ર છે?કમલ ની તૈયારી સારી હતી.

તું ક્યારથી જાસૂસી નું કામ કરવા લાગ્યો?અભિજીતે જવાબ આપવા ને બદલે સવાલ કર્યો.

કામ ની વાત કરીએ, હું નાવ્યા ને માફ કરી દઉં પણ શરત એટલી કે મુકિમ સુધી તારે મને પોહચડવા નો.કમલે સીધી કામ ની વાત કરી સમય બરબાદ થતા બચાવ્યો.

અભિજિત કમલ ની વાત સાંભળી ને આશ્ચર્ય માં સરી પડ્યો. ઉપર શુ કરવું શું ના કરવું એ સમજાયું નહીં.

બે દિવસ નો સમય આપું છું વિચારી ને જવાબ આપજે.કમલ અભિજિત નો ચેહરો વાંચી ગયો. એમ પણ એ લોકો ના ચેહરા વાંચવા આ કાબેલ હતો એટલે એ સમજી ગયો કે અભિજિત માટે બને વ્યક્તિ કામ ની છે. અહીંયા એનું કામ થઈ જશે. નાવ્યા જેવી તો કેટલીય આવ્યા કરશે. પણ મુકિમ જો મોં ખોલી દે તો બીજા ઘણા રહસ્યો અને એના કારનામાં બહાર આવી જાય. કમલ ત્યાં થી ચાલ્યો ગયો.

***