Backfoot Panch - 5 in Gujarati Classic Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-૫

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

બેકફૂટ પંચ-૫

પ્રકરણ - ૫

( આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ઉર્ફે આદિ એ ભારતીય ક્રિકેટ ટીમ ને ઐતહાસિક જીત અપાવી ટીમ માં પોતાનું સ્થાન મજબૂત કર્યું, ચારે તરફ એના નામ ની વાહ વાહ થઈ ગઈ. આ બધા સાથે આદીની જિંદગી માં ઘણા રહસ્યો ની ઘટમાળ હતી. વૃંદાવન આશ્રમ માં એનું નાનપણ વીત્યું હતું. એની માં રિમા એ એને ક્યારેય એના પિતા વિશે નહોતું જણાવ્યું. બહુ મુશ્કેલી થી રિમા એ પોતાના દીકરાને ઉછેર્યો હતો. આદિ માટે એ એની માં ભગવાન સમાન હતી. આદિ જ્યારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એની મા ની માનસિક સ્થિતિ કોઈ કારણે બગડી જાય છે અને એ આદિત્ય ને પોતાનો દુશ્મન માનવા લાગે છે. મા ને મળવા આવેલો આદિ નિરાશ થઈ વૃંદાવન આશ્રમ માંથી પાછો ફરે છે, હવે આગળ... )

મગજ માં સેંકડો વિચારો લઈને આદિત્ય વૃંદાવન આશ્રમ માંથી નીકળી પોતાના ઘર તરફ પાછો વળ્યો. આમ તો આદિત્ય મેચ માં કોઈપણ પરિસ્થિતિ હોય પોતાના મન ને હંમેશા શાંત રાખતો હતો પણ આતો જિંદગી ની મેચ હતી એમાં આ રીતે પોતાને નિષ્ફળતા મળશે એ પણ કોઈ કારણ વિના પોતાના બદનસીબ ના લીધે એ વાત નો વિષાદ કોણ જાણે આજે એને અકળાવી મુકતો હતો. હાઇવે પર ૧૦૦-૧૨૦ ની ગતિ માં ગાડી હંકારી એ પોતાના પનવેલ વાળા વીલા પર પાછો આવ્યો. ગાડી પાર્ક કર્યા પછી આદિ એ ઘડિયાળ માં નજર કરી તો ૭:૩૦ વાગી ગયા હતા.

"આદિ ભાઈ , જમવાનું શું બનવું? ધર માં પગ મુકતા ની સાથે આદિત્ય ના ત્યાં કામ કરતા સંજયે સવાલ કર્યો?

"સંજય મને ભૂખ નથી, તું એક કોફી મારા રૂમ માં લેતો આવ ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં"આદિ એ કીધું.

આટલું કહી આદિત્ય પોતાના બેડરૂમ ને એટેચ કરેલા બાથરૂમ માં ફ્રેશ થવા ગયો, ત્યાં જઈને આદિત્ય એ ઠંડા પાણી થી શાવર લીધું અને ટીશર્ટ અને પુમા નું નાઈટ પેન્ટ પેહરી હોલ માં આવી ને સોફા માં બેઠો. સ્નાન કર્યા પછી એ થોડો કમ્ફર્ટ ફિલ કરી રહ્યો હતો. રિમોટ વડે ટીવી ઓન કરી સ્પોર્ટ ચેનલ ચાલુ કરી આદિત્ય એ સંજય ને બૂમ પાડી.

"સંજય કોફી ની સાથે બ્રેડ બટર પણ લેતો આવજે"

"સારું આદિ ભાઈ"સંજય એ સામે હકાર માં જવાબ આપ્યો.

ટીવી પર અત્યારે ચેમ્પિયન ટ્રોફી માં કોનું કોનું સિલેક્શન થશે એની ચર્ચા ચાલુ હતી. ઘણા વિશ્લેષકો ઇંગ્લેન્ડ ની બાઉન્સ અને ગ્રીન ગ્રાસ વાળી પીચ પર ટીમ માં વધુ ફાસ્ટ બોલરો ના સમાવેશ ની ભલામણ કરતા હતા તો કોઈ વળી વિક્કી મલ્હોત્રા અને આદિત્ય એ ઓપનિંગ કરવું જોઈએ એની ચર્ચા કરતા હતા. આવી ચર્ચા અને વતચિતો આદિ ને સંભળાવી બહુ જ ગમતી. એવું નહીં કે એમની વાતચીત માં કોઈ તથ્ય હતું પણ TRP વધારવા આ બધી વાતચીત માં અંદરોઅંદર એ બધા ખોટું ખોટું ઝઘડતા એ જોઈ એને હસું આવી જતું.

થોડીવાર માં સંજય આદિત્ય માટે કોફી અને બ્રેડ બટર લઈને આવ્યો અને આદિત્ય આગળ ત્રિપાઈ પર મૂકીને રસોડા માં જતો રહ્યો.

નાસ્તો કર્યા પછી આદિત્ય એ ટીવી ઓફ કર્યું અને પોતાના જિમ માં કસરત માટે ગયો. ત્યાં થોડી હળવી કસરત કર્યા બાદ જ્યારે એ પોતાના બેડરૂમ માં આવ્યો ત્યારે ૯-૩૦ થઈ ગઈ હતી. આજ નો દિવસ આદિત્ય ને અંદર સુધી ભાંગી ગયો હતો. પોતે દેશ નો સૌથી સુખી અને પ્રતિષ્ટિત ક્રિકેટર છે, આજે એની પાસે કરોડો અબજો રૂપિયા છે છતાં પણ પોતાની સફળતા અને સુખ ને કોઈ ની સાથે માણી નથી શકતો આ વાત આદિત્ય ને બહુ પરેશાન કરી રહી હતી. દુનિયા માં જેને એ સૌથી વધારે પ્રેમ કરતો એ માં એને ઓળખીતી પણ નથી અને ઉપરથી આદિત્ય ને જોઈ એનું માનસિક સંતુલન બગડી જાય છે એ વાત જ આદિત્ય ને હૃદય ને ઠેસ પહોંચાડવા કાફી હતી.

બેડરૂમ માં જઇ આદિત્ય એ ફ્રીઝ માંથી ઓરેન્જ જ્યુસ ગ્લાસ માં ભર્યો અને બહુ તરસ લાગી હોવાથી ફટાફટ પી ગયો અને પોતાની પથારી માં આવી બેઠો. સાઈડ માં પડેલા રિમોટ વડે એ. સી ઓન કરી એને પથારી માં લંબાવ્યું. આજે આદિત્ય વૃંદાવન આશ્રમ માં જવાનું હોવાથી સવારે ૪ વાગે ઉઠ્યો હતો આ ઉપરાંત ૫૦૦ કિમી જેટલી ગાડી પણ ડ્રાઇવ કરી હતી, આમ છતાં ઊંઘ નું કોઈ નામોનિશાન એના ચહેરા પર નહોતું. ઘણો ટાઈમ આમ પલંગ માં પડી રહેવા છતાં આદિત્ય ને ઊંઘ ના આવી, આંખ બંધ કરે તો એની માં નો ચેહરો જ એની નજર સમક્ષ આવી જતો. બહુ વિચાર્યા પછી આદિત્ય એ પોતાનો મોબાઈલ હાથ માં લીધો અને કોઈક ને કોલ કર્યો અને કીધું

"હેલ્લો હું આદિત્ય વર્મા વાત કરું, કાલે સાંજે મારી ઇંગ્લેન્ડ ની ટીકીટ બુક કરો, એન્ડ બી સ્યોર કે આ વાત બહાર ના આવવી જોઈએ કે હું કાલે ઇંગ્લેન્ડ જાવનો છું"

"ઓ. કે સર, કાલે સાંજે ૬:૫૦ એ કતાર એરવેઝ ની ફ્લાઇટ માં તમારું ફર્સ્ટ ક્લાસ માં બુકિંગ કરવી દઉં, અને તમે કાલે એરપોર્ટ ના કાઉન્ટર પર થી તમારી ટીકીટ કલેક્ટ કરી શકો છો, ગુડ નાઈટ" સામે છેડે થી કોઈ લેડીઝ નો સુમધુર અવાજ આવ્યો. એ કોઈ ટ્રાવેલ એજન્સી નો નંબર હતો.

"થેન્ક યુ સો મચ, કાલે સાંજે હું ૫ વાગ્યા આજુબાજુ એ એરપોર્ટ પર આવી જઈશ, ગુડ નાઈટ"આદિત્ય એ આટલું કહી ફોન કટ કર્યો.

આમતો ભારતીય ટીમ ૧૦-૧૨ દિવસ પછી ઇંગ્લેન્ડ જવાની હતી, આદિત્ય નો ટીમ માં સમાવેશ થવો એ વાત પાકી હતી. આદિત્ય એ વિચાર્યું કે થોડા દિવસ ઇંગ્લેન્ડ માં ફરી લઉં એ બહાને મન નો ભાર થોડો ઓછો થઈ જાય અને ત્યાંની કન્ડિશન થી પણ સેટ થઈ જવાય. આમ પણ આ રીતે ફરવા ગયે આદિત્ય ને ઘણો સમય થઈ ગયો હતો ક્રિકેટ ના બ્યુસી શિડયુલ માંથી ટાઈમ જ નહોતો મળતો. ફોન કટ કર્યા પછી આદિત્ય એ BCCI(ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) અને કોચ વિક્રમજીત મલિક ને મેઈલ કરી પોતે કાલે પર્સનલ રિઝન થી ઇંગ્લેન્ડ જાય છે એમ જણાવી દીધું. રાતના ૧૧ વાગી ગયા હતા આદિત્ય ને હવે ઊંઘ આવી રહી હતી. થોડી વારમા તો એ ઘસઘસાટ સુઈ ગયો.

"હેલ્લો બોસ, સત્યા વાત કરું, એક ખબર આવી છે આદિત્ય કાલેજ ઇંગ્લેન્ડ જવા નીકળે છે"આદિત્ય નો ફોન ટેપ કરી રહેલા દાઢી વાળા એક માણસે ફોન પર કોઈક ને કીધું.

"પણ આમ અચાનક?"સામે છેડે થી આવતા કકર્ષ અવાજ માં કોઈએ સવાલ કર્યો.

"ખબર નહીં, કારણ તો પણ કાલે સાંજ ની ફ્લાઇટ છે, હું અને ચીના પણ એ ફ્લાઇટ માં જવાના છીએ, મેં અમારા બે ની ટીકીટ પણ એ પ્લેન માં બુક કરાવી દીધી છે" સત્યા એ પોતાની દાઢી માં હાથ ફેરવતા ફેરવતા કીધું.

"સરસ, બહુ સરસ. પણ ધ્યાન રાખજે આદિત્ય ને કોઈ ખબર ના પડવી જોઈએ. અને ચીના ને કહેજે પોતાના ગુસ્સા ને કાબુ માં રાખે. કોઈ ભૂલ થઈ તો બીજી વાર ભૂલ કરવા જેવા નહીં બચો, તમારે જે કઈ જરૂર હોય એ રૂબી ને જણાવી દેજો એ પણ કેનેડા થી સીધી ઇંગ્લેન્ડ જ આવશે, પાકિસ્તાન જીંદબાદ. આટલું કહી ફોન કટ થઈ ગયો.

સત્યા ના મોં પર ખુશી પણ હતી કે એમના બોસ એ એમના વખાણ કર્યા છે પણ સામે છેડે એ વાત નું ટેન્શન પણ હતું કે કોઈ ભૂલ થઈ તો એમનો બોસ એમને જીવતા નહીં છોડે.

"ચીના દેશ માટે આ છેલ્લું કામ કરવા તૈયાર થઈ જા, ઇન્સાઅલ્લાહ ખુદા આપણી સાથે છે. "સત્યા એ બાજુ માં ઉભેલા નાની આંખોવાળા પોતાના સાથીદાર ને કીધું.

ચીના એ એની વાત સાંભળી હકાર માં પોતાનું ડોકું હલાવ્યું. ચીના જેવું નામ એવો દેખાવ, સામાન્ય ઊંચાઈ અંદર ઉતરી ગયેલી નાની આંખો અને પાતળો બાંધો. પણ ચીના શરીરે કસાયેલો હતો.

આ પછી સત્યા અને ચીના એ પોતપોતાની બેગ પેક કરવાની ચાલુ કરી, નાની મોટી બધી વસ્તુઓ પેક કરી હોટલ ના રૂમ માં સુઈ ગયા. ભારત માં આ એમની આખરી રાત હતી કેમકે આ પછી એ બંને ને ભારત માં આવવાનું નહોતું.

સવારે ૭:૩૦ વાગે આદિત્ય ના રૂમ માં રાખેલું એલાર્મ વાગ્યું. એલાર્મ વાગતા જ આદિત્ય ની ઊંઘ ઊડી ગઈ એ ઉભો થઇ પોતાના માટે શું નાસ્તામાં બનાવવામાં આવે એ સંજય ને જણાવી જિમ માં ચાલ્યો ગયો. જિમ માં ભારે વર્કઆઉટ કર્યા બાદ આદિત્ય સ્નાન કરી હોલ માં આવ્યો ત્યાં એનો નાસ્તો રેડી હતો. નાસ્તો પતાવી એને પોતાનું લેપટોપ લીધું અને અંદર મેઇલબોક્સ માં પડેલા કોચ અને BCCI ના કન્ફર્મેશન મેઈલ જોઈ ને કોઈક ને ફોન લગાવ્યો.

"રાજવીર હું ઇંલેન્ડ જાઉં છું, મને કોચ અને ટીમ ઓફિશિયલ ની મંજૂરી મળી ગઈ છે.. "રાજવીર સોઢી પણ ટીમ ઇન્ડિયા નો મુખ્ય પ્લેયર હતો. એ એક સારો ઓલરાઉન્ડર અને આદિત્ય નો ખાસમખાસ દોસ્ત પણ હતું. ફિનિશર અને મીડીયમ પેસ બોલિંગ વડે એને વારંવાર પોતાની ક્ષમતા નો પરચો બતાવ્યો હતો આ કારણ થી ટીમ માં એનું પણ સિલેકશન પાકું જ હતું.

"પણ કેમ અચાનક, કોઈ ગંભીર કારણ?"આમ તો પોતાની સાથે આદિત્ય દરેક વાત શેર કરતો પણ આમ અચાનક ઇંગ્લેન્ડ જવાનું નક્કી કરતા રાજવીરે આદિત્ય મેં સવાલ કર્યો.

"કાંઈ નહીં ભાઈ બસ યાર બહુ દિવસે ફ્રી થવા નું મન થયું તો જાઉં છું. કાલે ટીમ નું સિલેકશન છે, આપના બંને નું સ્થાન લગભગ પાકું જ છે તો મળીએ પછી ઓવલ માં પ્રથમ મેચ વખતે કેમકે હું પ્રેક્ટિસ મેચ માં નથી રમવાનો"આદિત્ય એ પછી નો અહેવાલ આપી દીધો.

"ઓકે, મળીએ ત્યારે. . હેપ્પી જર્ની. . ટેક કેર. . "રાજવીરે કીધું.

"થેન્ક્સ બ્રો"આટલું કહી આદિત્ય એ ફોન કટ કર્યો.

આદિત્ય એ પોતાની બેગ પેક કરી લીધી. . આદિત્ય એ બહુ ઓછી વસ્તુઓ જોડે લીધી હતી... કેમકે એને લંડન માં શોપિંગ કરવું હતું... ક્રિકેટ કીટ તો ટીમ આવશે ત્યારે જોડેજ આવી જશે એટલે એની કોઈ ચિંતા નહોતી.... આદિત્ય ની બેગ માં દર વખત ની જેમ એક વસ્તુ હતી જે કોમન હતી. . પોતાની માં નો ફોટો અને ભગવાન કૃષ્ણ ની નાની પ્રતિમા જે એને ગુરુજી એ આપી હતી. સાંજે ૪ વાગે આદિત્ય ઘરે થી નીકળીને એરપોર્ટ જવા નીકળ્યો. ૫ વાગ્યા પેહલા તો એ એરપોર્ટ પર હતો. કાઉન્ટર પર જઇ એને પોતાની ટીકીટ કલેક્ટ કરી લીધી. એરપોર્ટ સિક્યુરિટી વાળા આદિત્ય ને જોઈ એનું ચેકીંગ કારવાની ના પાડતા હતા તો આદિત્ય એ એમને કીધું કે તમે મને સામાન્ય નાગરિક ના જેમ ગણી તમારી ફરજ પુરી કરો. એની આ વાત સાંભળી એરપોર્ટ પર ત્યાં હાજર સૌ લોકો એ તાળીઓ પાડી. ફ્લાઇટ ટાઇમસર આવી ગઈ હતી અને ટાઈમ સર લંડન માટે ઉપડી પણ ગઈ. આદિત્ય ના કંપાટમેન્ટ માં જ સત્યા અને ચીના બેઠા હતા એ આદિ ની જાણ બહાર હતું.

ફ્લાઇટ એના નક્કી સમયે લંડન હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ... અત્યારે ત્યાંના એરપોર્ટ પર ડિજિટલ કલોક માં ૮ વાગ્યા નો સમય થયો હતો.. આદિત્ય એ પોતાની રોલેક્સ વોચ માં પણ ટાઈમ સેટ કરી દીધો. તમે એવું વિચારતા હોય કે ઇન્ડિયા થી લંડન આવતા ૧ કલાક જ થયો તો એવું નથી આમતો ૫:૩૦ કલાક જેટલો સમય થયો મુંબઇ થી લંડન પહોંચતા થાય પણ ભારત ના સમય કરતાં લંડન ૪:૩૦ કલાક પાછળ હોવાથી ત્યાંની ઘડિયાળ માં ૧ કલાક નો જ વધારો થયો.

એરપોર્ટ પર ચેક આઉટ ની પ્રોસેસ પતાવી આદિત્ય બહાર આવ્યો અને કોઈક ને શોધવા લાગ્યો. અચાનક એની નજર એક જગ્યા એ અટકી ત્યાં એક સરદાર જી હાથ માં વેલકમ આદિત્ય શર્મા નું બોર્ડ લઈને ઉભા હતા. આદિત્ય એમની તરફ આગળ વધ્યો અચાનક સરદારજી ની નજર આદિત્ય પર પડતા એ દોડીને એની તરફ ગયા. . લાઈએ સહબાજી આપકા સામાન. . મેરા નામ જસવિંદર ખૂરાના પર લંડન વિચ માય નેમ ઇસ જેસ..... આદિત્ય ના ના કેહવા છતાં જેસ ઉર્ફે જસવિંદર એ આદિ નો સામાન ઊંચકીને ગાડી માં લાવી મૂકી દીધો...

આદિત્ય એ લંડન આવવાનું કન્ફર્મ થતાંજ પોતાના લંડન સ્થિત ખાસ મિત્ર ટોની ને કોલ કરી હોટલ લંડન લેન્ડમાર્ક માં એના માટે રૂમ બુક કરવાનું જણાવી દીધું હતું... આ ટોની પણ બહુ મોટી નોટ હતો... આદિત્ય ની સાથે હોસ્ટેલ માં રહેતો અને પછી MBA કરવા લંડન આવી ગયો. . પિતા જેકસન ડિસોઝા મોટર કાર ઇન્ડસ્ટ્રી માં બહુ મોટું નામ હતા એટલે ટોની ને પૈસા ની કોઈ ચિંતા નહોતી.. આ ઉપરાંત એને ક્રિકેટ નો ગાંડો શોખ હતો.. અને પોતાનો મિત્ર આદિત્ય એનો ફેવરિટ હતો.. આદિત્ય માટે લંડન માં જ લક્ઝુરિયસ કાર ની પણ વ્યવસ્થા એને કરી રાખી હતી અને આદિ ને બીજું કંઈપણ કામ હોય પોતાને બેધડક કોલ કરવા પણ જણાવી દીધું હતું. .

હોટલ લેન્ડમાર્ક પર થી આદિત્ય ને લાવવા જસવિંદર ને મોકલાયો હતો, એ ઇન્ડિયન હોવાથી આદિત્ય સાથે સારું ફાવશે એવું હોટલ મેનેજમેન્ટ નું માનવું હતું. . જેસ ને પણ આદિત્ય ને લેવા જવાનું છે એ જાણી ખૂબ આનંદ થયો. . દુનિયા નો સર્વ શ્રેષ્ઠ ક્રિકેટર પોતાની ગાડી માં બેસશે એ વાત એના માટે બહુ રોમાંચક હતી. . હોટેલ ના સર્વર પર થી આદિ મેઈલ આઈડી પર જેસ ની ફુલડીટેલ મેઈલ કરી દેવામાં આવી હતી જેથી કોઈ મુશ્કેલી આદિત્ય ને ના રહે.

રસ્તામાં ગાડી ચલાવતા ચલાવતા જેસ નું મો થોડીવાર પણ બંધ નહોતું રહ્યું.. આદિત્ય ને પણ જેસ નો મજકિયા અંદાજ બહુ પસંદ આવ્યો હતો... જેસ ની વાતો સાંભળી આદિ નો બધો થાક દૂર થઈ ગયો અને મૂડ પણ થોડો ઘણો ફ્રેશ થઈ ગયો હતો.. અડધા કલાક પછી ગાડી હોટલ લેન્ડમાર્ક આગળ આવી ઉભી રહી.. જેસ એ આદિત્ય ને ઉતરવા કીધું... અને પોતે ઉતરીને આદિત્ય નો સામાન હોટેલ સ્ટાફ ના માણસ ને આપ્યો અને આદિત્ય ને લઇ હોટલ ના કાઉન્ટર સુધી જવા કીધું...

ગાડી માંથી ઉતરીને આદિત્ય એ જેસ ને ગળે લગાવી લીધો અને કીધું" જેસ પાજી તમારી સાથે બહુ મજા આવી, મોકો મળશે તો ફરી મળીશું. .

આદિત્ય નો આવો પ્રેમ જોઈ હંમેશા હસતા રહેતા જેસ ની આંખો માં પણ ઝળઝળિયાં આવી ગયા. આદિત્ય ને પોતાનું કાર્ડ આપી જેસ એ ત્યાંથી વિદાય લીધી. જેસ ના ગયા બાદ આદિ હોટલ સ્ટાફ ના માણસ ની પાછળ પાછળ હોટલ ના મેઈન પોર્ચ માં આવેલા કાઉન્ટર આગળ ગયો. હોટલ લેન્ડમાર્ક લંડન ની ખુબજ પ્રખ્યાત અને બહુજ મોંઘી હોટલ હતી. હોટલ માં ૧૦૦૦ થી પણ વધુ રૂમ, સ્વિમિંગ પૂલ, થિયેટર, પબ, કાફે, રેસ્ટોરન્ટ, સ્પા, જિમ દરેક પ્રકાર ની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હતી. આ ઉપરાંત હોટલ ની રેસ્ટોરન્ટ માં દરેક પ્રકાર નું જમવાનું ઉપલબ્ધ હતું. હોટલ ની વૈભવતા દેખતા જ બનતી હતી. મોંઘા મોંઘા ઝુમ્મર, ફુવારા, આલીશાન ફર્નિચર, સુંદર પેઇન્ટિંગ બધું જ હોટલ ની શોભા માં વધારો કરતું હતું. હોટલ સ્ટાફ પણ બહુ જ વિવેકી અને ટ્રેઇન હતો. .

કાઉન્ટર પર જઈને બીજી બધી ફોર્મલિટી પતાવી દીધી. કાઉન્ટર પર થી આદિત્ય ને કહેવામાં આવ્યું "સર તમારો રૂમ નંબર ૧૦૦૧ છે. . અમારા સ્ટાફ નો માણસ તમારો સમાન તમારા રૂમ સુધી પહોંચાડી દેશે, તમને કોઈપણ વસ્તુ ની જરૂર હોય હોટલ ના હેલ્પલાઈન નંબર પર કોલ કરજો હોટલ નો સંપૂર્ણ સ્ટાફ તમારી સેવા માં ૨૪ કલાક હજાર છે. . અમારા માટે ખુશી ની વાત છે કે આપ જેવા મહાન ક્રિકેટર અમારી હોટલ ના મહેમાન બન્યા. "

"Thanks"આટલું કહી આદિ સ્ટાફ મેમ્બર પાછળ પાછળ લિફ્ટ માં પ્રવેશ્યો.

૧૧ માં માળે લિફ્ટ આવી ને ઉભી રહી. એને રૂમ નંબર ૧૦૦૧ આગળ જઇ દરવાજા માં કાર્ડ એન્ટર કર્યું અને જોડે રાખેલા લોક પર પાસવર્ડ નાખી પોતાની ફિંગર મૂકી એટલે રૂમ નો ડોર ઓપન થઈ ગયું. આદિત્ય તો હોટલ ની સિક્યુરીટી સિસ્ટમ જોઈ આભો બની ગયો. સ્ટાફ ના માણસે આદિત્ય ને પાસવર્ડ કીધો અને રૂમ માં સમાન રાખી કોઈ કામ હોય તો લેન્ડલાઈન નંબર પર કોલ કરવાનું કહી ત્યાંથી વિદાય થયો.

આદિત્ય પોતાના ખિસ્સા માંથી ૫૦ પાઉન્ડ પેલા માણસ ને આપવા ગયો પણ પેલા માણસે પ્રેમ થી રકમ સ્વીકારવાની ના પાડી અને પોતાની ઈમાનદારી નો પરિચય આપ્યો એ વાત આદિત્ય ના દિલ ને સ્પર્શી ગઈ.

રૂમ માં પ્રવેશતા જ આદિ ને રૂમ ની ભવ્યતા નો ખ્યાલ આવી ગયો. ટોની એ બહુ સમજી વિચારી પોતાના માટે આ રૂમ બુક કરાવ્યો હતો એનો આદિ ને આનંદ થઈ ગયો. રૂમ નો હોલ ખૂબ જ વિશાલ હતો. સફેદ કલર ના રંગ માં ડૂબેલો રૂમ ચંદ્ર ના પ્રકાશ સમાન દેખાતો હતો. હોલ ની મધ્ય માં સફેદ કલર ના વિશાલ સોફા. . સોફા ની સામે મોટું LCD, હોલ ની સાઈડ માં એક ફ્રીજ જેમાં ખાવાની અને પીવાની નાની મોટી વસ્તુઓ રાખેલી. આ ઉપરાંત આખો રૂમ સેન્ટ્રલ AC અને HEATER વાળો હતો. રૂમ ની દીવાલો પર અલગ અલગ કુદરતી સૌંદર્ય ની પાઈન્ટિંગસ અદભુત લાગતી હતી.

હોલ ને એટેચ એક બેડરૂમ હતો જેને ખોલતા જ સમજાઈ ગયું કે આ રૂમ આદિત્ય માટે સ્પેશિયલ સજાવવામાં આવ્યો હતો. આખા બેડરૂમ ને ક્રિકેટ નો ટચ આપવામાં આવ્યો હતો..... રૂમ ની દીવાલો પર પોતપોતાના સમય ના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, બ્રાયન લારા., રિકી પોન્ટિંગ, ઈયાન બોથમ. , રિચાર્ડ હેડલી., વિવિયન રિચાર્ડસન, ઇમરાન ખાન ના ફોટા લગાવેલા હતા...... આ બધા ની વચ્ચે એક ફોટો પોતાનો પણ હતો, આ વાત આદિત્ય ના આત્મવિશ્વાસ ને બે ડગલાં વધુ ઊંચે લઇ જઇ રહી. દીવાલો ઉપરાંત કિંગ સાઈઝ બેડ ની ચાદર અને પડદા પણ ક્રિકેટ ની ઝાંખી કરાવતા હતા... બેડરૂમ ની જમણી તરફ એટેચ બાથરૂમ અને ટોયલેટ હતું... . બાથરૂમ નું કદ તો એક સામાન્ય કદ ના રૂમ બરાબર હતું. ડાબી તરફ એક વોર્ડ હતો જેમાં કપડાં અને અન્ય સામાન મુકવાની વ્યવસ્થા હતી. બેડરૂમ અને હોલ બંને માં લેન્ડલાઈન ફોન હતા..... આ ઉપરાંત બેડરૂમ માં વોર્ડ ની બાજુમાં એક સ્ટડી ટેબલ હતું જેના પર ઈન્ટરનેટ થી કનેક્ટ કોમ્પ્યુટર હતું.

રૂમ ની બારી ખોલતા જ સામે થેમ્સ નદી ના દર્શન થતા હતા. . રાત ના સમય એ કુત્રિમ રોશની ની ઝાકમઝોળ માં થેમ્સ નદી બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આ ઉપરાંત રૂમ ઉપર ના માળે હોવાથી મોટાભાગ નું લંડન શહેર પણ અહીં થી દેખાઈ રહ્યું હતું... જ્યારે પોતાની પ્રથમ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમવા ગયો ત્યારે ૧૫x૨૦ ના રૂમ માં ચાર ચાર પ્લેયર કેવા અકળાઈને સુતા હતા અને ક્યાં અત્યારે આ વિશાળ રૂમ માં પોતે એકલો... આટલું વિચારી આદિ એ લેન્ડલાઈન પર ડિનર માટે નો કોલ કર્યો, આજે એને પોતાના માટે જીરા રાઈસ-દાલ ફ્રાય, પાપડ, પનીર ની સબ્જી, પરોઠા અને છાસ નો ઓર્ડર આપ્યું, સામે થી ૪૦ મિનિટ વેઇટિંગ નું જણાવતા આદિ ફ્રેશ થવા બાથરૂમ માં પ્રવેશ્યો. બાથરૂમ ના શાવર નીચે સ્નાન કરતા કરતા પણ એને પોતાની માની ચિંતા થઈ રહી હતી. બહુ વિચાર્યા પછી આદિ એ બીજા દિવસે લંડન ભ્રમણ થઈ માઈન્ડ ફ્રેશ કરવાનું નક્કી કર્યું... .

આદિત્ય જોડે એક વીક જેટલો સમય જ હતો એટલે એ જેમ બને એમ સમય નો સદુપયોગ કરી લેવા માંગતો હતો. . ફ્રેશ થઈને આવ્યા પછી એને પોતાની બેગ માંથી નાઈટ ડ્રેસ કાઢી પેહરી લીધો. . પછી એને પોતાનાં મોબાઈલ માંથી ટોની ને ફોન કરીકીધું" હું કાલે ફરવા જવાનો છું જો તું કાલે ફ્રી હોય તો જોઈન કરી શકે"

"આપ ને પુકારા ઓર હમ ચલે આયે... કાલે સવારે ૯ વાગે હું હોટલ એ આવી જઈશ. . "ટોની એ પોતાના ચિત પરિચિત અંદાજ માં કીધું...

ટોની આવવાનો છે જોડે એ વાત થી આદિને રાહત થઈ.. એને ટોની નો કોલ કટ કર્યો એટલામાં રૂમ નો બેલ વાગતા આદિ ને સમજાઈ ગયું ડિનર આવી ગયું છે.. એને પેહલા રૂમ માં રાખેલા મોનીટર માં બહાર નું દ્રશ્ય જોયું અને પછી રૂમ ખોલ્યો રૂમ સર્વિસ વાળો ડિનર ટ્રોલી લઈ આવ્યો હતો. એને આદિત્ય ને પૂછ્યું "સર હું સર્વ કરી દઉં તમે બેસો. .

આદિ એ કીધું "its ok. . હું જાતે બધું સર્વ કરી લઇસ તમે જઇ શકો છો.... "

બધું જમવાનું ટેબલ પર ગોઠવી રૂમ સર્વિસ વાળા એ વિદાય લીધી... આદિ એ રૂમ બંધ કરી ધરાઈ ને જમી લીધું.... લંડન માં પણ ભારતીય ટેસ્ટ ની મજા એ એના મન ને તૃપ્ત કરી દીધું.... જમ્યા પછી આદિત્ય થોડું TV જોઈ સુઈ ગયો... .

આદિત્ય ની સાથે પ્લેન માં ચીના અને સત્યા બંને હતા... બંને એ હિથ્રો એરપોર્ટ પર ઉતરતા ની સાથે આદિત્ય ની કાર નો પીછો ચાલુ કરી દીધો... બંને એ આદિત્ય થી એટલું સેફ ડિસ્ટન્સ રાખ્યું હતું જેનાથી આદિત્ય ને કોઈ શક ના જાય... હોટલ લેન્ડમાર્ક પર આદિત્ય ની કાર ઉભી રહેતા બને ને એ વાત સમજાઇ ગઈ કે આદિત્ય આ હોટલ માં ક્યાંક ઉતર્યો છે... સત્યા એ ચીના ને નીચે ઉતરવા કીધું અને ટેક્ષી વાળા ને પેમેન્ટ ચૂકવી વિદાય કર્યો... પછી સત્યા એ પોતાના ફોન પર થી કોઈક ને કોલ કર્યો... આ ફોન સત્યા અને ચીના ના લંડન ઉતરતા ની સાથે એમના માટે આવી ગયો હતો.. ફોન ઉપરાંત બંને માટે ઓટોમેટિક જર્મન બનાવટ ની ૨ ગન અને મોટી રકમ માં બ્રિટિશ પાઉન્ડ પણ આવ્યા હતા... આ એમના બોસ ની પહોંચ ની સાબિતી આપતા હતા...

"બોસ આદિત્ય થેમ્સ ના કિનારે આવેલી હોટલ લેન્ડમાર્ક માં ઉતર્યો છે, કાલે અમે એના રૂમ નંબર ની તપાસ કરી લઈશું... અને કાલે એ ક્યાંય બહાર જાય તો એનો પીછો પણ કરીશું.. અત્યાર માટે આગળ નો પ્લાન શુ છે. "

"Ok, અત્યારે તમે ટેક્ષી લઈ વેમ્બલી પહોંચો હું તમારા રહેવાની જગ્યાનો અડ્રેસ મોકલવું છું, ત્યાંથી કાદિર, આદિલ અને મેથ્યુ તમારી જોઈતી મદદ કરશે.. રૂબી પણ કાલ સાંજે આવી જશે, આગળ ની માહિતી અને પ્લાન વિશે રૂબી તમને જણાવશે, હવે મને કોઈ કોલ ના કરતા, હું પ્લાનિંગ મુજબ લંડન નિયત સમયે આવી જઈશ.. "સામે બોસ નો રુક્ષ અવાજ હતો. .

"સારું બોસ, પણ સાથે એક કાર ની વ્યવસ્થા થાય તો સારું", સત્યા એ ખચકાતા અવાજે કહ્યું

"એ પણ થઈ જશે, બાય.. પાકીસ્તાન જીંદાબાદ.. "આટલું કહી ફોન કટ થઈ ગયો... બોસ સાથે વાત કરી સત્યા અને ચીના રોડ ક્રોસ કરી બીજી બાજુ આવી ને ટેક્ષી ની રાહ જોવા લાગ્યા થોડીવાર માં ટેક્ષી આવી ગઈ અને બને ટેક્ષી માં ગોઠવાઈ ગયા.... સત્યા એ બોસ એ મોકલાવેલા એડ્રેસ પર કાર લઈ જવા જણાવ્યું.... અને કાર લંડન ની સડકો ને ચીરતી એના મંજિલ તરફ આગળ વધી....

ક્રમશઃ

કોણ હતા આ લોકો?.... એમનો બોસ કોણ હતો?... આદિત્ય સાથે એમને શું નિસબત હતી?... એમનો પ્લાન શું હતો?... આદિત્ય ની માં રિમા ની હાલત સુધરશે કે નહીં?..... આદિત્ય ની માં ની આ માનસિક સ્થિતિ માટે જવાબદાર કોણ??..... આદિત્ય ના પિતા કોણ હતા??? ગુરુજી કઇ વાત જાણતાં હતા?? ... ભારત ચેમ્પિયન ટ્રોફી જીતશે??? આ બધા રહસ્ય ની માહિતી માટે વાંચતા રહો બેકફૂટ પંચ-એક ક્રિકેટર ની દાસ્તાન... નવો ભાગ ટૂંક સમય માં આવશે... મારો whatsup નંબર 8733097096 છે જેના પર આપ આપનો અભિપ્રાય આપી શકો છો...

--જતીન. આર. પટેલ