21 mi sadi nu ver - 31 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનુ વેર - 31

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનુ વેર - 31

21મી સદીનું વેર

પ્રકરણ-30

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશને ગણેશને ફોન લગાવી પુછ્યુ “ તે આ રેકોર્ડીગ સાંભળ્યુ છે?”

ગણેશે કહ્યુ “હા સાંભળ્યુ છે”

“ઓકે તો હજુ એકાદ વખત વ્યવસ્થિત સાંભળી લેજે. હુ આવીશ એટલે તેના વિશે ચર્ચા કરીશું. અને હા હજુ તારી તપાસ ચાલુજ રાખજે. હજુ ઘણુ જાણવા મળે એવુ છે. ”

“તે તો હું ચાલુજ રાખીશ. જ્યાં સુધી મને તમે નહી કહો ત્યાં સુધી તેની દરેક પ્રવૃતિ પર મારી નજર છે. ”

“અને હા કંઇ નવુ જાણવા મળે તો મને તરતજ જાણ કરજે” એમ કહી કિશને ફોન મુકી દીધો.

કિશન બેઠો બેઠો વિચારવા લાગ્યો જીંદગી પણ રંગમંચ જેવી બની ગઇ છે. કયારે ક્યો સીન થશે કંઇ ખબર પડતી નથી. જીંદગીની મજા જ તેની અનિશ્ચિંતતામાં છે જો પહેલેથી જો બધુ જ ખબર હોય તો પછી જીંદગી જીવવાનો રોમાંચ જ ના રહે. જીંદગીતો સસ્પેન્સ થ્રીલર જેવી છે જેમા ક્યુ પાત્ર કયારે દાખલ થશે,અને કયુ પાત્ર એક્ઝીટ થશે તે કોઇ કહી શકતુ નથી. મારી જીંદગીનો ગ્રાફ સેન્સેક્સ ની જેમ સતત ઉપર નીચે થતો રહ્યો છે. પણ જીંદગીની દરેક પળે મે તેને જીવી છે અને ઉજવી છે. જીંદગીના દરેક સંબંધ મે દિલથી નિભાવ્યા છે. મિત્રો માટે દિલફેંક દોસ્તી અને પ્રેમીકા માટે દીવાનગી પણ દિલથી નિભાવી છે. હવે કદાચ કાલે દુશ્મન કોઇ નીકળશે તો દુશ્મની પણ આજ રીતે નીભાવીશ. તે હજુ વિચાર તંદ્રામાં ખોવાયેલો હતો ત્યાંજ તેના મોબાઇલની રીંગ વાગતા તેની વિચારયાત્રા તુટી તેણે મોબાઇલમાં કોલ રીશિવ કર્યો સામેથી એક મીઠો અવાજ સંભળાયો

“ કોણ કિશન પંડ્યા બોલે છે?”

“ હા બોલો શું કામ હતુ?”

“ હું સુરત સ્પાય સર્વિશમાંથી બોલી રહી છું. તમારૂ કામ થઇ ગયુ છે અને સરે તમને કાલે સાંજે મળવા માટે આવવા કહ્યુ છે. ”

“ઓકે હુ કાલે સાંજે 6 વાગ્યા ની આસપાસ ત્યાં આવી જઇશ”

“ સરે કહ્યુ છે કે ડીનર તમારે તેની સાથેજ લેવાનુ છે”

“ ઓકે થેંક્યુ મેડમ”

“ યુ આર વેલકમ સર. ગુડનાઇટ” આટલુ કહીને સામેથી કોલ કટ થઇ ગયો. એટલે કિશને ફોનમાં એલાર્મ સેટ કરી ઉંઘી ગયો.

***

કિશન સુરત સ્પાય સર્વિસની ઓફીસમાં દાખલ થયો કે તરતજ રીસેપ્શનીસ્ટે કહ્યુ “સર તમારી રાહ જોઇને જ બેઠા છે. તમે અંદર જાવ”

કિશન સુરેશ પાલની ઓફીસમાં દાખલ થયો એટલે સુરેશ પાલે ઉભા થઇ કિશન સાથે હાથ મિલાવ્યા અને કહ્યુ “વેલકમ મિ. કિશન”

કિશન બેઠો એટલે થોડીવારમા ચા આવી અને બન્ને ચા પીતા-પીતા વાતો કરવા લાગ્યા. ત્યારબાદ સુરેશ પાલે કહ્યુ કિશનભાઇ તમારૂ કામ થઇ ગયુ છે એમ કહી સુરેશે રીસેપ્શનિસ્ટને ઇન્ટરકોમ પર કહ્યુ “ જાવેદને મિ. કિશનના બધાજ પેપર લઇને મોકલ. ”

થોડીવારમા એક યુવાન હાથમાં ફાઇલ લઇને ઓફીસમાં દાખલ થયો. સુરેશે કિશનને કહ્યુ કિશનભાઇ આ છે મારો બેસ્ટ ડીટેક્ટીવ જાવેદ અને પછી જાવેદ સામે જોઇને કહ્યુ જાવેદ આ છે મિ. કિશન પંડ્યા. જાવેદે કિશન સાથે હાથ મિલાવ્યા અને તેની બાજુની ખુરશી ખેંચીને તેના પર બેઠો. એટલે સુરેશે કહ્યુ “ જાવેદ, આખો કેશ તું હવે કિશનભાઇને સમજાવ. અને જોજે નાનામાનાની વાત પણ છુટે નહી. ”

આ સાંભળી જાવેદ તેની ખુરશીમાંથી ઉભો થયો અને ઓફીસની બધીજ લાઇટો બંધ કરી દીધી અને ઓફીસમાં રહેલ પ્રોજેકટર ચાલુ કર્યુ અને તેનુ લેપટોપ ચાલુ કરી તે જુદા-જુદા ફોટોગ્રાફ્સ બતાવતો ગયો અને ઓડીયો વિડીયો ફાઇલ પણ તે બતાવતો ગયો. તેમા ઘણી બધી શિતલની વાતો પણ રેકોર્ડ હતી તે પણ તે સંભળાવતો ગયો અને આખો કેસ સમજાવતો ગયો. લગભગ તેણે અડધા કલાક સુધી આખો કેસ સમજાવ્યો ત્યારબાદ કિશને થોડાક પ્રશ્નો પુછ્યા જેના જાવેદે જવાબો આપ્યા. ત્યારબાદ જાવેદે ફરીથી ઓફીસની બધીજ લાઇટો ચાલુ કરી અને કિશનને એક ફાઇલ આપી અને કહ્યુ

“આ ફોલ્ડરમાં હમણા તમે જે ફોટોગ્રાફ્સ અને ડોક્યુમેન્ટ્સ પ્રોજેક્ટર પર જોયા તે બધાની હાર્ડ કોપી છે તથા એક સી. ડી છે જેમા બધી વાતોનું રેકોર્ડીંગ છે. શિતલ અને તેના બોયફ્રેંડ ના ઓફીસ અને ઘરનુ એડ્રેસ ફોન નંબર અને મોબાઇલ નંબર એ બધીજ વિગતો છે. ”

કિશને કહ્યુ “થેંક્યુ જાવેદ તારો અને સુરેશભાઇ નો ખુબ ખુબ આભાર. તમે મારી ધારણા કરતા પણ વધારે માહિતી અને એવિડન્સ મેળવ્યા છે. “

જાવેદે હસતા હસતા કહ્યુ “ સાહેબ એજ તો અમારો ધંધો છે. ” અને ત્યારબાદ તે ઓફિસની બહાર નીકળી ગયો.

ત્યારબાદ કિશને સુરેશ પાલને કહ્યુ “ આ માણસ તેના કામમા ખુબજ પરફેક્ટ છે. ”

સુરેશ પાલે કહ્યુ “ “એ મારો બેસ્ટ ડીટેક્ટીવ છે. એ ધારે તે કામ કરી શકે છે. ”

કિશને કહ્યુ “ સુરેશભાઇ થેક્યુ તમે મારૂ ઘણુ કામ સહેલુ કરી આપ્યુ”

ત્યારબાદ કિશને ખીસ્સામાંથી ચેકબુક કાઢી સુરેશ પાલને તેની ફીનો ચેક આપ્યો.

ત્યારબાદ બન્ને ડીનર માટે ઓફિસની બહાર નિકળ્યા અને ટી. જી. બીમાં જમવા માટે ગયા. જમતા જમતા તે બન્ને એ પોતપોતાની પર્સનલ લાઇફ વિશે ઘણી વાતો કરી. અને જેમ જેમ વાતો કરતા ગયા. તેમેતેમ તે બન્ને એકબીજા સાથે ખુલતા ગયા. જમીને બહાર નીકળ્યા ત્યાં સુધીમા તો તે બન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ ગાઢ થઇ ગયો. અને ત્યાર બાદ સુરેશ કિશનને તેની હોટલ પર છોડીને જતો રહ્યો.

કિશન પોતાના રૂમ પર પહોંચીને શિખરને ફોન લગાવ્યો અને કહ્યુ “ શિખરભાઇ તમારા કેસની બધીજ ડીટેઇલ્સ મારી પાસે આવી ગઇ છે. ”

શિખરે કહ્યુ “ બોલો બોલો શુ છે ડીટેઇલ્સ?”

કિશને કહ્યુ “શિખરભાઇ આમ ફોન પર આખી વાત થઇ શકશે નહી. તમે એક કામ કરો કાલે ફ્રી હોવ તો સુરત આવી જાવ. ”

શિખર થોડુ વિચારીને બોલ્યો. ” કેમ કંઇ ખાસ છે?”

કિશને કહ્યુ “હા, વાત તો ખાસ જ છે”

“સારુ,હું હમણા મારી ગાડી અને ડ્રાઇવર લઇને નીકળુ છુ સવાર સુધીમા તો પહોંચી જઇશ. ”

ત્યારબાદ કિશને થોડી વાત કરીને ફોન મુકી દીધો. તે નાઇટડ્રેસ પહેરવાની તૈયારી જ કરતો હતો ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી. કિશને જોયુતો ઇશિતાનો ફોન હતો. ઇશિતાએ કહ્યુ “ હુ હમણા જ ફ્રી થઇ છુ. તુ ફ્રી હોય તો આવ તો મળીએ. ”

કિશને કહ્યુ “ઓકે હુ 15 મિનિટમાં પહોચુ છુ તુ બહાર ઉભી રહે. ”

ત્યારબાદ કિશન બાઇક લઇને ઇશિતાને મળવા નીકળ્યો.

કલાકેક બન્ને સાથે રહ્યા ત્યારબાદ કિશન ઇશિતાને મુકીને રૂમ પર આવ્યો અને ઉંઘી ગયો.

સવારે 10-30 ની આજુબાજુ શિખર કિશનની હોટલ પર પહોંચ્યો કિશન તેને પોતાના રૂમ પર લઇ ગયો. ત્યાં શિખર કલાકમાં સવારનો નિત્યક્રમ પતાવીને ફ્રી થયો એટલે કિશને કહ્યુ ચાલો પહેલા આપણે જમી આવીએ પછી આવીને શાંતીથી વાતો કરીશુ. બન્ને નીચે હોટેલના ડાઇનીંગ હોલમાં જમ્યા પછી ઉપર રૂમ પર આવ્યા એટલે કિશને કહ્યુ “શિખરભાઇ તમારે રાતનો ઉજાગરો છે થોડીવાર ઉંઘવુ હોય તો ઉંઘી જાવ. પછી વાત કરીશુ. ”

શિખરે કહ્યુ “ના ના હવે તમે બધી વાત કરો. તે સીવાય મને ઉંઘ પણ નહી આવે. ”

ત્યાર બાદ કિશને વાતની શરૂઆત કરતા એક ફોટો બતાવતા કહ્યુ “આ શિતલનો બોયફ્રેંન્ડ રૂપેશ પટેલ છે અને તે બન્ને સુરતમાં જોબ કરે છે અને સાથે જ બાઇક પર અપ ડાઉન કરે છે. ” આ સાંભળીને શિખર ચોકી ગયો. ત્યારબાદ કિશને ધીમે ધીમે બધાજ ફોટોગ્રાફ્સ અને ડોક્યુમેંટ બતાવતો ગયો અને રેકોર્ડીગ પણ સંભળાવતો ગયો. અને આખી વાત સમજાવતો ગયો. છેલ્લે કિશને વાત પુરી કરતા કહ્યુ “સોરી શિખરભાઇ, મે તમને કહેલુ કે હું તમને શિતલ સાથે જોડવાનો પુરો પ્રયત્ન કરીશ. પણ હું તે કરી શક્યો નહી. ”

શિખર થોડીવાર તો સુનમુન બેસી રહ્યો પછી તેની આંખમાંથી આસુ નીકળવા લાગ્યા. કિશને તેને આશ્વાસન માટે ખભે હાથ મુક્યો એ સાથેજ તેના સંયમની પાળ તુટી ગઇ અને તે કિશનને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કિશને તેને રડવા દીધો. થોડીવાર બાદ તે કિશનથી અળગો થયો. એટલે કિશને તેને પાણીનો ગ્લાસ આપ્યો. તે આખો ગ્લાસ એક જ શ્વાસે પી ગયો. અને સ્વગત બબડતો હોય તેમ તે બોલ્યો “મે તેને કેટલો પ્રેમ કર્યો હતો. તેના માટે હું મારા ફેમીલીની વિરૂધ ગયો હતો. શું તેને ઘટતુ હતુ?. હુ તેને છોડીશ નહી. ”

કિશને શિખરને પકડીને ખુરશીમાં બેસાડ્યો એટેલ જાણે ભાનમાં આવ્યો હોય તેમ બોલ્યો “ હુ તેને છોડીશ નહી બરબાદ કરી નાખીશ. ”

“મને પણ તમારા જેટલોજ ગુસ્સો આવ્યો હતો જ્યારે મે આ વાત જાણી હતી. અને એટલેજ મે તમને અહી બોલાવ્યા છે. “ આટલુ બોલી કિશન થોડીવાર રોકાયો અને ફરીથી આગળ બોલ્યો” હવે શું કરવુ છે તે કહો. ”

શિખરનો ગુસ્સો હવે થોડો શાંત થઇ ગયો હતો એટલે તે બોલ્યો “ગમે તે થાય મારે તેને છોડવી નથી. તેને તેના આ પાપનો દંડ ચોક્કસ મળવો જોઇએ. ”

કિશને કહ્યુ “ હું પણ તેને છોડવા માંગતો નથી. પણ આપણી પાસે હવે બે રસ્તા છે. પહેલો સસ્તો એકે તેને કોર્ટમા આપણે હરાવીએ અને તેના પર માનહાની નો દાવો ઠોકી દઇ તેને પાયમાલ કરી શકીએ. અને બીજો એકે કોર્ટની બહારજ તેની સાથે હિસાબ ચુકતે કરી શકીએ. તેને હેરાન કરી શકીએ. બન્ને રીતે હું તૈયાર છુ તમેજ કહો શું કરવુ છે?”

“શિતલ મારી પાસે માફી માગવી જોઇએ. એકવાર તેને મારી જેમજ રડતા નહી જોઉ ત્યાં સુધી મને ચેન પડશે નહી. ” આ બોલતી વખતે શિખરના આખમાં વેરની જે આગ હતી તે જોઇ કિશન બોલ્યો “શિખરભાઇ વેર નો ક્યારેય અંત નથી આવતો. આપણે તેને જરૂર માફી મંગાવશુ. પણ તમે કહો કે કોર્ટમાં જવુ છે કે બહાર જ પતાવવુ છે?”

શિખર થોડુ વિચારમાં ખોવાઇ ગયો એટલે કિશને કહ્યુ શિખરભાઇ મારે એક કામ છે એટલે હું બહાર જાઉ છુ ત્યાં સુધીમાં તમે વિચાર પણ કરી લો અને થોડો આરામ પણ કરી લો. પછી આ વિશે આપણે વાત કરીશુ.

એમ કહી કિશન રૂમની બહાર નીકળી રીશેપ્શન પાસે આવ્યો અને વિચારવા લાગ્યો કે હવે શુ કરવુ. તેને કોઇ કામ હતુ નહી. આતો શિખરને વિચારવાનો થોડો ટાઇમ મળે અને થોડુ એકાંત મળે એટલે કિશન બહાનુ બનાવી બહાર નીકળી ગયો હતો. પણ હવે તેને ટાઇમ કયાં પસાર કરવોતે વિચાર કરતો હતો. ત્યાંજ તેને અચાનક કંઇક વિચાર આવતા તેણે પોતાની બાઇક બહાર કાઢીને સુરત પ્રાઇમ માર્કેટ તરફ મારી મુકી.

કિશન જ્યારે પાછો રૂમ પર પહોચ્યો ત્યારે શિખર ઘસઘસાટ ઉંઘી ગયો હતો એટલે કિશને તેને ડીસ્ટર્બ ના થાય તે માટે ટીપોઇ પર પડેલી બુક લઇ તે બાલ્કની માં ખુરશી પર બેસી વાંચવા લાગ્યો. વાચન કિશનનો મનપસંદ ટાઇમપાસ હતો. કિશનને વાંચનનો શોખ નહી પણ વ્યસન હતુ. તેને જ્યારે પણ થોડો ફ્રી ટાઇમ મળે ત્યારે તે વાંચવા લાગતો. એકાદ બુક તે કોઇપણ સમયે સાથેજ રાખતો. આજે પણ તે બુક વાંચવા લાગ્યો. શિખર ઉઠીને બાલ્કનીમાં આવ્યો ત્યારે જ તેને ખબર પડીકે તેની એક કલાક બુક વાંચવામાં જતી રહી છે. તેણે શિખર ને સામેની ખુરશી પર બેસવા કહ્યુ અને રૂમ સર્વિસને ફોન કરી ચા અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. થોડીવારમાં ચા અને સેંન્ડવિચ આવી ગઇ એટલે નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

શિખરે જ વાતની શરૂઆત કરતા કહ્યુ “ કિશનભાઇ મે વિચાર્યુ છે કે કોર્ટમા તો મારી ઇજ્જ્ત જશે તેને તો ઇજ્જ્ત જેવુ કાઇ છેજ નહી. તેથી આપણે આ મામલો કોર્ટની બહાર જ પતાવીએ તે સારૂ રહેશે. ”

“મને પણ તેજ યોગ્ય લાગે છે કોર્ટમાં આપણી ફેવરમાં ચુકાદો આવશે તો પણ લોકો તે એમજ કહેશે કે પૈસાને લીધે કેસ જીતી લીધો. તેના કરતા બીજો વિકલ્પ જ સારો છે. ”

“ પણ તે માટે શુ કરીશુ?કઇ રીતે તેની સામે લડીશુ?” શિખરે પુછ્યુ.

“ એ તમે મારા પર છોડી દો. શિતલ તમારી પાસે રડતા રડતા માફી માંગશે તે મારૂ પ્રોમીસ છે. કેમ કરવુ? શુ કરવુ?એ બધુ હુ ફોડી લઇશ. તમે અત્યારે જ હવે જુનાગઢ જવા નીકળી જાવ. અને અહીનુ બધુ હું સંભાળી લઇશ. ”

“પણ હું અહી હોઇશતો કઇક મદદ કરી શકીશ. ” શિખરે રોકાવાની ઇચ્છા થી કહ્યુ.

“ના તમારે આમા હવે ક્યાંય ચિત્રમાં આવવાનુ નથી. હું તમને બધીજ જાણ કરતો રહીશ? કિશને એકદમ મક્કમતાથી કહ્યુ. તેથી હવે શિખર કંઇ દલીલ કરી શકે તેમ નહોતો. એટલે તે ઉભો થયો અને કિશનને ભેટી પડ્યો અને બોલ્યો કિશનભાઇ આ તમારૂ ઋણ હું કેમ ચુકવિશ. ” અને જતા જતા ફરીથી કહેતો ગયો કે “ કિશનભાઇ ખર્ચની કોઇ ચિંતા કરશો નહી અને ખાસ તમે તમારી જાતને કોઇ પણ જાતની આફતમાં નાખતા નહી. ”ત્યારબાદ શિખર ત્યાંથી જુનાગઢ જવા નીકળી ગયો. કિશન તેને પાછળથી જતો જોઇ મનમા બોલ્યો “શિખરભાઇ હવે તમે જોવો કિશન પંડ્યા નો કમાલ. અત્યાર સુધી તેનો વારો હતો હવે આપણો દાવ આવ્યો છે. અને આ દાવ હું બહુજ સરસ રીતે લેવાનો છુ”

ક્ર્મશ:

શું શિખર કંઇ છુપાવતો હશે ? કોણે કિશનની ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ

whatsapp no - 9426429160

Mail id – hirenami. jnd@gmail. com