Bhinjayelo Prem - 16 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | ભીંજાયેલો પ્રેમ ભાગ - 16

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ભીંજાયેલો પ્રેમ ભાગ - 16

ભીંજાયેલો પ્રેમ

ભાગ -૧૬

(એક ઝલક કહાનીની)

પાછળના ભાગમાં જોયું પાણીમાંથી મળેલો મૃતદેહ ઓચિંતો ગાયબ થઇ જાય છે અને ગામના લોકો પ્રાણીએ મારણ કર્યું છે તેમ કહી વાતને પુરી કરે છે પણ પેલી ગુફામાં આબેહૂબ નદી કિનારે બનેલી ઘટનાનું ચિત્ર સૃષ્ટિને જોવા મળે છે તે તેનો ફોટો પાડી અને બહાનું બનાવી મેહુલને શાળાએ લઇ આવે છે. ત્યાં બંને વચ્ચે થોડી વાત થાય છે અને મેહુલને એક વાત સમજાતા કડીથી કડી મેળવવાનો પ્રયત્ન કરે છે)

Continue

મેહુલે સૃષ્ટિ પાસેથી કેમેરો લીધો અને તેમાં બધા ફોટા જોવા લાગ્યો. થોડા ફોટા જોતા તેની નજર એક ફોટા પર અટકી તેને આ ફોટો નીરખીને જોયો અને કપાળેથી પરસેવો લુછતા કહ્યું “આજનો દિવસ અહિયાં રોકાઈ જઈએ, ગામના લોકો સાથે વાટાઘાટ કરીએ અને આ સમસ્યાનું નિરાકરણ કરીને કાલે જઈશું. ”

***

આ બાજુ દીપકે પોતાની કુશળતા બતાવતા બધી જ જગ્યા સારી રીતે વર્ણવી હતી. તાત્જુબની વાત એ હતી કે તે લોકોની સાથે એવી કોઈ ઘટના બની ન હતી જેથી કોઈને પણ ડર લાગે. દીપકે સૌથી પહેલા જુનો વડલો બતાવ્યો જે દોડ્સો વર્ષ જુનો છે તેવું કહેવામાં આવ્યું, લગભગ એક વીઘામાં પથરાયેલો આ વડ કેટલાય પશુ-પંખીનું ઘર બની રહેલો હતો. બધાએ તેના ફોટા પડ્યા, વડવાઈથી હીંચકા પણ ખાયા. આગળ એક વાવ હતી જેમાં હજી નીચે જવાના પગથીયા હતા અને પાણી એટલું ચોખ્ખું હતું કે તમે ખોબો ભરી પી શકો. આગળ ભોળાનાથનું મંદિર હતું જ્યાં સૌએ થોડો આરામ કર્યો.

“સારું આપણે આગળ સુધી આવ્યા નહીતર આ જગા જોવા ના મળેત” નંદીનીએ ટહુકો કર્યો.

“હા અહી થોડી શાંતિ છે”અર્પીતે વનરાઈ તરફ જોતા કહ્યું.

ભોળાનાથના મંદિરની બાજુમાં ઘણાબધા ઘટાદાર વૃક્ષો હતા અને તેના પર એક વાનરોનું ટોળું એક ડાળથી બીજી ડાળ પર કુદતું હતા. બધાને આ બધું જોઇને મજા આવતી હતી.

***

મેહુલે અને સૃષ્ટિએ હજી વાતો પૂરી જ કરી હતી ત્યાં ગામના થોડા સજ્જન આવ્યા, તેની સાથે પેલા બાળકો પણ હતા જે દિપક સાથે સવારે આવ્યા હતા. બધાએ આવીને પૂછ્યુ “તમારા બીજા સાથીઓ ક્યાં છે, આ બાળકો કહે છે કે કોઈક અજાણ્યો છોકરો શાળાએ સાથે આવ્યો હતો અને પેલા લોકોને સાથે લઇ પેલી ગુફા તરફ લઇ ગયો. ”

“શું.. શું તે તમારા ગામનો નથી, એટલે તમે શું કહો છો?” મેહુલે અચકતા અચકાતા કહ્યું.

“હા તે અમારા ગામનો નથી આ બાળકોએ પહેલીવાર તેને જોયો હતો, અમને આ વાતની ખબર પડી તો અમે તમને શોધવા આવતા હતા પણ તમે અહી મળી ગયા, બીજા બધા સાથીઓ ક્યાં” બીજીવાર એ જ સવાલ થયો. મેહુલને વાત સમજ આવી ગયી હતી “ઓહ ગોડ... ”બોલતા તે સૃષ્ટિને લઈને પેલી ગુફા તરફ દોડ્યો અને બધા સજ્જન પણ તેની પાછળ દોડ્યા.

***

અહી બધા મંદિરની બાજુમાં એક વ્રુક્ષ નીચે બેઠા હતા. તેઓને ખ્યાલ પણ ન હતો કે તેઓની સાથે જે છોકરો છે તે કોણ છે. બધા પોતાની મોજમાં હતા. ઓચિંતા જ મેહુલ અને સૃષ્ટિ સામે આવતા દેખાયા.

“દીપક ક્યાં છે” મેહુલને દીપક ના દેખાયો એટલે પૂછ્યું.

બધાએ આજુબાજુ નજર કરી પણ દીપક ના બતાયો.

“નેચર કોલ આવ્યો હશે એટલે ગયો હશે”અર્પીતે કહ્યું.

“આ લોકો કહે છે કે તે છોકરો આ ગામનો નથી કોણ હશે તે?” અચાનક આમ દીપકને ગૂમ થતો જોઇને બધાના મનમાં પાછો પેલો ખોફ પેદા થયો.

“આપણે અત્યારે જ અહિયાથી નીકળીએ છીએ”મેહુલે પોતાનો વિચાર બદલી નાખ્યો.

હજી મેહુલ કઈ આગળ બોલે તે જોરથી પવન ફૂંકાવા લાગ્યો, વાતવરણ પૂરું પલટાઈ ગયું, આ શિયાળાની મધ્યાહને કાળા વાદળોએ પુરા આકાશને ઢાંકી દીધું હતું. મેહુલે બધા ફોટોમાં એક સમાનતા જોઈ હતી, બધા ફોટામાં એક સરખા બે પક્ષીઓ બતાતા હતા. આ વાદળો સાથે જોરજોરથી પવન ફૂકાવા લાગ્યો અને એકાએક વીજળીના કડાકા થવા લાગ્યા. બધા ડરી ગયેલ હતા જ અને ઉપરથી હવે આવા વાતાવરણથી વધારે ડર પેસી ગયો.

બધાએ એકબીજાનો હાથ પકડ્યો, ધીમે ધીમે આગળ વધ્યા. બધા શાળાએ પહોચ્યા તો ત્યાનો નજારો તેનાથી પણ ડરાવે તેવો હતો. પેલો દીપક ત્યાં હતો અને તેની બાજુમાં પેલું ચિંકારાનું ધડ પણ પડ્યું હતું. સાથેસાથે પેલા બે પક્ષી પણ દીપકના ખભે બેઠા હતા અને બંને પક્ષીની આંખો કાળી કાજળ જેવી હતી જાણે કોઇએ જાદુ જ ના કર્યો હોય તેના પર.

“દીપક તું અહી?” મેહુલે પૂછ્યું.

“હા હું અહી” દીપકના શરીરમાંથી એક ધુમાડાની સેર નીકળી અને એક છોકરીનું રૂપ ધારણ કર્યું. દીપકનું શરીર ધડાકથી નીચે પડ્યું. બધા બે ડગલા પાછળ ખસી ગયા.

“કોણ છે તું???” પેલા ગામના લોકોમાંથી એક સજ્જન બોલ્યા.

તે કદાચ કોઈ પીશાશ હતું પણ આ લોકોને શા માટે પરેશાન કરતુ હતું?ગામના લોકોએ કદાચ આ લોકોથી કઈક છુપાવ્યું હતું.

***

સો-સવાસો વર્ષ પહેલા બાવીશ વર્ષની એક યુવતી પેલી ગુફામાં અકાળે હિંસક પ્રાણીના શીકન્જામાં આવવાથી મૃત્યુ પામી હતી અને તેનું પણ માથું કાપી ધડ પાણીમાં ફેકી દેવામાં આવ્યું હતું. પણ સો વર્ષ પછી જ આ યુવતી કેમ જાગી???

“મને ના ઓળખી?? હું તે જ નિઃસહાય યુવતી છુ. જે તે હિંસક પ્રાણીનો શિકાર બની હતી.

“તારે શું જોઈએ છે અત્યારે?”પાછો સજ્જને સવાલ કર્યો.

“મોક્ષ, મારી આત્માને મોક્ષ જોઈએ છે અને આ તે છોકરાથી જ શક્ય છે” તે ધુમાડાએ મેહુલ તરફ આંગળી ચીંધી.

“મારાથી તમને મોક્ષ??”મેહુલને પોતાને પણ સમજાતું ન હતું કે તે કેવી રીતે શક્ય છે.

“હા, તારી પાસે એવી અસીમ તાકાત છે જેથી તું મને મોક્ષ અપાવીશ, અને તેના માટે તારે આજે સાંજ ઢળતા મંદિરેથી બે બીલ્લીપત્ર લઇ તે ગુફાએ આવવાનું છે”તે ધુમાડાની સેર એકાએક બોલતી જતી હતી.

“અને હું ના આવું તો?”મેહુલે સવાલ કર્યો.

ઓચિંતા ફૂકાતો પવન બંધ થઇ ગયો, વાદળો હટી ગયા, સુરજ દેખાયો અને તાપમાન એટલું ઊંચું ગયું કે બધાને અકળામણ થવા લાગી.

“હવે તું સમજી જ ગયો હશે મેહુલ” કહેતા જ તે ધુમાડાની સેર ઉપર આકાશમાં ચડી અદ્રશ્ય થઇ ગયી.

થોડી પળમાં વાતવરણ હતુંને તેવું થઇ ગયું. બધા વિચારમાં જ હતા કે તેની સાથે શું થઇ રહ્યું છે…. બપોરે જમીને સૌ ગામના લોકોએ નક્કી કર્યું કે રાત્રે મેહુલને ત્યાં મોકલવો પણ સાથે પાછળ થોડા લોકોને પણ જવું. મેહુલ તૈયાર થઇ ગયો હતો તે તરફ જવા પણ તેને ખબર ન હતી કે રાહી પણ તેની પાછળ આવે છે અને અચાનક…. રાહીને તે પેલા ધુમાડાની આગોશમા જુએ છે અને પોતે કોઈ ભયંકર તાપ વચ્ચે સળગી રહ્યો હોય તેવો આભાસ થાય છે અને અચાનક…

***

અચાનક મેહુલ જાગી જાય છે, તેનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો છે, આજુબાજુ જુએ તો વાતાવરણ એકદમ શાંત છે અને સામેથી તેના મમ્મી આવતા જણાય છે, ”શું થયું મોન્ટુ?”પાસે આવી મેહુલના માથા પર હાથ ફેરવતા પૂછ્યું.

“મને ખુબ જ ડરામણું સપનું આવ્યું મમ્મી”કહી મેહુલે બધી જ વાત તેના મમ્મીને કહી.

“ના મેહુલ એવું કઈ ના થાય તું ચિંતા ના કર, તમારે કાલે નીકળવાનું છે ને થારલ, તું ચિંતા ના કર તારી બધી જ વસ્તુ પેક કરી નાખીશ, તું ફ્રેશ થઈ જા હું નાસ્તો લાગવું. ”મેહુલના મમ્મીએ સાંત્વના આપી.

તે સપનું શું હકીહાતમાં બદલવાનું હતું, શું થારલ ગામ મેહુલની રાહ જોઇને બેઠું છે કે આ માત્ર સપનું જ હતું. કઈ પણ કહેવું મુશ્કેલ છે. માત્ર અત્યારે મેહુલને સંકેત મળ્યા છે આગળ ડેસ્ટેની ક્યાં લઇ જશે મેહુલ તેનાથી બિલકુલ બેખબર છે.

મેહુલે બધાને કોલ કરી કાલે નીકળવાનો સમય કહી દીધો અને પ્લાનમાં થોડો ફેરફાર કરી નવો પ્લાન પણ સમજાવી દીધો.

***

( ત્રણ વર્ષ પછી )

અર્પિત અને સેજલના લગ્નની તૈયારી થઇ રહી છે. ભાવનગરના નામાંકિત પાર્ટી પ્લોટમાં રીસેપ્શન ગોઠવવામાં આવેલ છે, ડેકોરેશનનું કામ અર્પીતે જ સ્વીકાર્યું છે કારણ કે તે પરિસ્થિતિને અનુરૂપ ડેકોરેશન કરી બતાવતો હતો. રાહુલની સગાઇ થઇ ચુકી છે અને તે પોતાની સાથે મંગેતરને લઈને થોડીવારમાં પહોચતો જ હશે. ત્રણ દિવસ પહેલા જ સૃષ્ટિ આવી ચુકી છે અને તેના પતિ એક ડીલ માટે બેંગ્લોર ગયા હોવાથી તે આ શાદીમાં પહોચી શક્યા નથી પણ એક કવર સૃષ્ટિ સાથે મોકલાવ્યું છે જેમાં એક ગીફ્ટ અને ચાંલો છે.

પ્રિયા આગળ સ્ટડી માટે વડોદરા ચાલી ગયી છે અને તેને ખબર પણ નથી કે ચાર વર્ષ પહેલા બધા ગ્રૂપમાં સાથે હતા તેમાંથી અર્પિત અને સેજલ લગ્ન કરી રહ્યા છે અને કોઈએ જણાવવાની તસલ્લી પણ નથી લીધી અને કદાચ કોઈને એ પણ નથી ખબર કે હમણાં રાહુલ જેને સાથે લઇને આવવાનો છે તે નંદીની છે.

એક રૂમમાં સેજલના હાથમાં મહેંદી મુકાવાઈ રહી છે તો બીજીબાજુ અર્પિત બધા મેનેજમેન્ટમાં વ્યસ્ત છે. “પેલા લાઈટીંગવાળાને કોઈક ફોન કરો... હજી સાઉન્ડના ટ્રેક નથી સેટ થયા... અને આ કેટરીનવાળા ક્યારે આવે છે??” બધા શબ્દો અર્પિત દ્વારા બોલાઈ રહ્યા છે અને બોલાઈ જ ને કાલે શહેરની મોટી મોટી હસતી આ લગ્નમાં શામેલ થવાની છે.

સાંજ માટે બધા જ પ્રકારના પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ઠંડા પીણા, સોફ્ટ ડ્રીંક અને એલ્કોહાલનો પણ સમાવેશ થઇ ગયો હતો. અર્પિતના દોસ્તો અર્પિતને ગીફ્ટમાં શું આપવું, વ્યવસ્થામાં કોઈ ખામી તો નથીને, કોઈ ચીજ-વસ્તુ લાવવાની રહી તો નથી ગયીને તેની સારસંભાળ લઇ રહ્યા છે.

થોડા સગા-વહાલા ડેકોરેશનની તારીફ કરવામાંથી ઊંચા નથી આવતા અને અર્પિતના પાપાને સારું લગાવવાનું એક પણ બહાનું છોડતા નથી તો એક બાજુ આવા વિચારીથી મુક્ત એવા નાના ભૂલકાઓ બધે ધૂમ મચાવતા નજરે ચડે છે અને બધાના કામમાં ખલેલ પહોચાડે છે.

આવા માહોલની વચ્ચે એક જ વ્યક્તિ છે જે સાવ નૂર વિનાનું ઉદાસ ચહેરે બેઠું છે, રાહી.

(ક્રમશઃ)

હા તે એક ડરામણું સપનું હતું જે મેહુલને અને બધાને ગૂંચવી ગયું, સપનાની વાત થાય તો બધાને ખબર જ હશે કે જયારે આપણે સપનામાં હોઈએ તો બધી જ ઘટના હકીહત લાગે ભલેને તે આપણી કલ્પના જ હોય પણ તે રાત માટે આપણે તે કલ્પનાને જીવંત કરીએ છીએ અને કદાચ મેહુલ જોડે પણ આવું જ બન્યું હશે, પણ તે સપના પછી શું થયું, તે લોકો થારલ ગયા હશે કે નહિ અને આ અર્પિતના લગ્નમાં મેહુલ અને રાહીનો કેમ ઉલ્લખ નથી,

બધી જ વાતો જાણવા માત્ર આગળના ભાગની રાહ જોવી પડશે ત્યાં સુધી તમે પણ વિચારો શું થયું હશે?

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

-Mer Mehul