Dodh - Dahyakaka ni Navratri in Gujarati Comedy stories by AnkitPanchal vhalo books and stories PDF | દોઢ- ડાહ્યાકાકા ની નવરાત્રિ!

Featured Books
  • Devil I Hate You - 9

    अंश की बात सुन ,,जाह्नवी,,,, ठीक है ,,मैं इस पेपर पर आह करने...

  • बैरी पिया.... - 59

    अब तक :आयुष ने सुना तो उसका दिमाग घूम गया । उसने अपनी जेब से...

  • साथिया - 130

    सभी आरोपियों को पुलिस वापस ले गई और अक्षत तुरंत वहाँ मौजूद अ...

  • गरीब किसान

    1. बाल कहानी - सोच में बदलावरामू गरीब किसान था। उसके तीन बच्...

  • ग्रीन मेन - 2

    उन्नीस साल पहले…      गुजरात का सोरठ प्रदेश। जूनागढ़ और गीर स...

Categories
Share

દોઢ- ડાહ્યાકાકા ની નવરાત્રિ!

દોઢ-ડાહ્યાકાકા ની નવરાત્રી !

અંકિત પંચાલ "વહાલો"

હું ઘર માં બેઠો બેઠો વ્હોટ્સૅપ પર આવેલા મેસેજ વાંચી રહ્યો હતો એમાંના બધાં જ મેસેજ એક સરખા હતાં - ગણપતિ ને વળાવ્યા બાદ નવરાત્રી ની શુભકામનાઓ ના મેસેજ ઍડવાન્સ માં આવવાનાં શરૂ થઈ ગયેલા. ઘરમાં તો હવે કેલેન્ડર તરફ કોઈ નજર સુદ્ધા નથી કરતુ - કોઈ પણ તહેવાર આવવાનો હોય કે ફેસબુક અને વ્હોટ્સૅપ દ્વારા જાણ થઈ જાય ! ઘણાં ના મેસેજ આવેલા કે, "હેપ્પી નવરાત્રી ટૂ ઍડવાન્સ" અને હું બધાં ને "સૅમ ટૂ યુ" કરી ને રીપ્લાય આપતો હતો. એમા એક મિત્ર નો મેસેજ આવ્યો કે, " મારે અરજન્ટ પૈસા ની જરૂર છે." મે એને પણ એ જ મેસેજ કર્યો, "સૅમ ટૂ યુ" ના, ભૂલ થી એને મેસેજ નહોતો મોકલાઈ ગયો ! સાચ્ચે માં મારી પાસે પણ હમણાં પૈસાની તંગી હતી ! એ મિત્ર એ પછી મેસેજ નો કંઈ રીપ્લાય ન મોકલ્યો, ત્યાં જ એક બીજો મેસેજ આવ્યો," શું સવાર સવારમાં મોબાઈલ મંતરો છો...! " એ મેસેજ મારી શ્રીમતીજી એ મોકલેલો હું આશ્ચર્ય પામ્યો ! આજે રસોડામાં થી બૂમ આવા ના બદલે વ્હોટ્સૅપ પર થી બૂમ આવી - એટલે કે મેસેજ ! મે શ્રીમતીજી ને બૂમ મારી, " પૂજા...! " જવાબ વ્હોટ્સૅપ પર આવ્યો, " શું છે...? " હું હસ્યો ! મે એને ફરી બૂમ પાડી, " પૂજા.... ક્યાં છે તુ..? " ત્યાં જ રસોડામાં થી એ મંદ મંદ હસતી હસતી બહાર આવી.

" આ વ્હોટ્સૅપ મેસેજ ?" મે એને પૂછ્યું.

" તો શું કરુ તમને રોજ બૂમો પાડી પાડી ને થાકી એટલે આજે આ આઈડિયા અજમાવ્યો "

" બોવ દોઢડાહ્યી... "

" હા હો...! , હવે મોબાઈલ મંતર્યા વગર નાવા જાઓ... ઓફિસ નથી જવાનુ ? "

" હા...! " ઓફિસ નું નામ પડતાં હું તરત ઉભો થયો અને મોબાઈલ ચાર્જિંગ માં મૂક્યો ને હું સ્નાનાદિ પતાવા ગયો.

રોજ રોજ ઓફિસ જવાનો કંટાળો આવે પણ કમાવું પણ પડે ને એટલે જવું પડે ! અને હા, કાલ થી નવરાત્રિ શરૂ થાય છે. એટલે ઓફિસમાં રજા પાડવા માટે એક ઉત્તમ બહાનું મળી જશે કે, " રાત્રે મોડા સુધી ગરબા રમ્યા હતાં એટલે ન અવાયું " જો ' કે મારા બોસ જાણે છે કે અંકિત ને ગરબા રમવામાં ખાસ રસ નથી! - ક્યાંથી હોય બરાબર ગરબા રમતા જ નથી આવડતાં - માર બોસ દલીલ કરે, " તને ક્યાં ગરબા રમવામાં રસ છે? "

" બધાં ને રમતાં જોઈને મને પણ ગરબા રમવાનું મન થઈ ગયું " હું આવો જવાબ આપુ.

" એવુ તે કેવુ મન થઈ ગયું...? " બોસ શંકા દર્શાવે.

" અરે થઈ જાય માર સાહેબ ! જુઓ કોઈ ને પાણી પીતા જોઈ ને આપણ ને પણ થોડી થોડી તરસ લાગે ! એમ બધાં ને ગરબા રમતાં જોઈ મને પણ ગરબા રમવાનું મન થઈ ગયું " આ રીતે અમારી દલીલો લાંબી ચાલે એમા બૉસ નો અવાજ લાઉડ હોય ને મારો અવાજ શાંત હોય. ના, હું ડર ના માર્યો શાંતિ થી વાત નથી કરતો પણ મારા બોસ ને ઉંચા સ્વરે વાત કરવાની ટેવ પડી ગઈ છે. કેમકે બોસ ની વાઈફ ના કાન ઓછુ સાંભળે છે અને આ કારણે એમને મોટે થી બોલવાની ટેવ પડી ગઈ છે. બોસે દસ-બાર વખત કાન નુ મશીન લઈ આપ્યું પણ બંન્ને જ્યારે જ્યારે ઝઘડે ત્યારે બોસ ની વાઈફ ગુસ્સામાં મશીન તોડી નાખે એટલે ત્યાર થી બોસ મશીન લઇ આપતા નથી. પણ બોસ ને ઉંચા સ્વરે બોલવાની એવી ટેવ પડી ગઈ છે કે એમની વાઈફ ને એ , " આઈ લવ યુ " કહે તો બાજુ ના ઘરે સંભળાય ને એમની દરેક ખાનગી વાત બધાં ને ખબર છે કેમકે એ એવા સ્વરે વાર્તાલાપ કરે કે કંઈ ખાનગી રહેતું નથી ને બોસ ને તો એમ જ છે કે એમની ખાનગી વાતો ખાનગી છે! તમે એમની બાજુમાં પાંચ મિનિટ સુધી બેસી ને એમની સાથે વાત કરો તો એમના અવાજ ના પ્રતાપે તમારા કાનમાં " સુઉંઉં...... " એવો વિચિત્ર અવાજ ગુંજ્યાં કરે ! કોઈ કાર્યક્રમમાં એ સ્ટેજ પર બોલવા માટે ઊભા થાય તો એ માઈક ને તસ્દી આપતાં નથી. અને કોઈ કાર્યક્રમમાં માઇક બગડી ગયું હોય તો બોલવા માટે બોસ ને ઊભા કરવામાં આવે ! મારી તો ઈચ્છા છે કે મારે બોસ ને ગરબા રમતાં જોવા છે. એ ગરબા રમે એ કલ્પના જ હાસ્યજનક છે - એ કલ્પના કરતાં જ મારુ હસુ છુટી જાય! કેમકે એમનો આકાર ગોળાકાર બરણી જેવો અને થોડાંક ઠીંગણા ને ડગુમગુ ચાલે અને શર્ટ ફાડી ને હમણાં એમનુ પેટ બહાર લબડી પડશે એવું તમને સતત લાગ્યા કરે એવા એ પેટાળા છે. ગેરંટી સાથે કહી શકું કે જો એ ગરબા રમે તો બીજા કોઈ ગરબા જ રમી ના શકે! કેમકે બીજા બધાં હસી હસીને લોટપોટ થઈ જાય તો પછી ગરબા કંઈ રીતે રમી શકે ! વિચારો કે એકબાજુ, " ઢોલીડા ઢોલ રે... વગાડ મારે હીંચ લેવી છે... " વાગતું હોય ને અમારા પેટાળા બોસ ગરબાની હીંચ લેતા હોય ને સાથે સાથે ઢોલ જેવુ પેટ પણ હીંચ લેતુ હોય તો કેવું દ્રશ્ય સર્જાય? અને વધારામાં હીંચ લેતુ પેટ શર્ટ ફાડી ને બહાર લબડી પડે તો...? ઉત્તમ હાસ્યાસ્પદ પ્રદર્શન !

રજા માટે બોસ જોડે મારી બહુ રકઝક થાય આટલી રકઝક તો હું મારી પત્ની સાથે પણ નથી કરતો ; જેમ હોળી, ધુળેટી, દિવાળી,ઉત્તરાયણ ની રજા અપાય છે એમ સરકારે શ્રાવણ માસ ના દરેક સોમવારે રજા (રવિવારે તો રજા હોવાની જ ! ), ગણેશચતુર્થી ની દસ દિવસ ની રજા અને નવરાત્રિની નવ દિવસ થી રજા ફરજિયાત થઈ જાય તો મજા પડે; અમારી સોસાયટીમાં નવરાત્રિ ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ને ફંડ-ફાળો ઉઘરાવી રહ્યા છે - એ પણ અમારી સોસાયટી ના દોઢડાહ્યા ને તીખાં મરચાં જેવા ડાહ્યાકાકા એમને નવરાત્રિ નો ખુબ જ શોખ આખી રાત ગરબા રમે - નવે નવ દિવસ ! થોડા રંગીન મિજાજી છે અને એમના મુખ થી નાની નાની વાતે ગાળો નીકળે અમારા એરિયામાં એમના સિવાય ઉચ્ચકોટી નુ ગાલિપ્રદાન કોઈ ન કરી શકે ! એમને તો વચમાં ગાળો નુ ટયૂશન ક્લાસિક ખોલવા નો વિચાર આવેલો ! એમને આખા ભારત ભર માં ફરી ને આખા ભારત દેશ ની ગાળો નુ સંકલન કરી એનું અધ્યયન પુસ્તક બહાર પાડવાનો વિચાર છે. અને હા, ખાસ સૂચના એમની સામે કદી લલિત ઉર્ફે લલ્લુ ના વખાણ કરવા નંઈ નહીં તો તમને એ અપશબ્દો થી વિભૂષિત કરશે! લલ્લુ ને ડાહ્યાકાકા ની બનતી જ નથી. લલ્લુ ને જોઈને જ ડાહ્યાકાકા ના મૂખ થી આપોઆપ ગાળ સરી પડે ! અને કહેવાય છે ને કે દુશ્મન કા દુશ્મન દોસ્ત એટલે ડાહ્યાકાકા ની ને મારી સારી બને છે - મને પણ લલ્લુ થી ચીડ છે - અને મારા મામા મીઠાલાલ ને ડાહ્યાકાકા પરણ મિત્ર છે એટલે ડાહ્યાકાકા સાથે મારી સારાસારી છે. અને આ ચંબલ ના ડાકુ જેવા ડાહ્યાકાકા નવરાત્રિ ના ફાળા ની ઉઘરાણી કરતાં હતા. એટલે સોસાયટી વાળા સમજી ને આપી દે જો મારા જેવો ઉઘરાવા જાય પચાસ - દસ આપે એટલે મે આ કાર્ય હાથમાં લીધુ નંઈ ! જો કોઈ ઓછા પૈસા આપે તો ડાહ્યાકાકા ખાલી સોસાયટી નાં ટેણિયાઓ ને ઈશારો કરે અને ત્રાસ શરૂ - ઘર નાં દરવાજા ઠોકાય,ડોરબેલો વાગ્યા કરે,ઘર આગળ પાણી ની રેલમછેલ અને અવનવા ઉપનામો આપી ખીજવવુ ! એવુ બધુ કરવામાં આવે! એટલે ડાહ્યાકાકા કાકા સાથે કંઈ રકઝક ના થાય.

સ્નાનાદિ પતાવી હું તૈયાર થઈ ને સોફા પર બેઠો અને શ્રીમતીજી ચા નો કપ આપી ગઈ અને જેમ કોઈ દારૂડિયો મૌજ થી મદિરાપાન કરે એમ હું ચા-પાન કરવા લાગ્યો. હું પેપર શોધવા લાગ્યો ના મળ્યું એટલે ચંદુ ને બૂમ પાડી, " ચંદુ...! " સવાર સવારમાં વહેલા એ જ પેપર વાંચે - ચંદુ એ મારો સાળો છે - સગ્ગો નંઈ હો એ મારી સાસરી નો અર્થાત્ મારી શ્રીમતીજી ના ગામનો છે એટલે એક જ ગામ નાં સંબંધે એ મારી શ્રીમતીજી નો ભાઈ ગણાય ને મારો સાળો અને એનો સ્ક્રૂ થોડો ઢીલો છે અને આ પણ મારા બોસ ની પત્ની ની જેમ જ ઓછુ સાંભળે છે. એને કોઈ કંઈ કામ નથી આપતુ એટલે અમારે ત્યાં રામા તરીકે ફરજ બજાવે છે. - જોકે એને અમે રામુ કહી ને નથી બોલાવતા - મે એને બે-ત્રણ વાર બૂમ પાડી પણ આવ્યો નંઈ કદાચ એ એટલો દુર હશે કે મારા અવાજ નાં તરંગો એના કાન સુધી પહોંચ્યા નંઈ હોય એટલે મે વ્હોટ્સૅપ ચાલુ કર્યું એ ઓનલાઈન જ હતો - આખો દિવસ ઓનલાઈન રહેતો ખબર નંઈ કોની જોડે આટલી વાત કરતો હશે - મે એને વ્હોટ્સૅપ દ્વારા બૂમ પાડી, " ક્યાં છે... " ને મેસેજ વાંચતા એ બહાર થી દોડતો દોડતો આવ્યો. મે પૂછ્યું, " ક્યાં ગયો તો? "

" પડ્યો તો? કોણ હું ક્યાંય નથી પડ્યો ! "

" પડ્યો... નં...ઈ.... ગયો... ગયો... ક્યાં ગયો.... તો.... ? " મે ઘાંટો પાડતાં કહ્યું.

" હ... તો એમ બોલો ને... , ( તો હું એમ નહોતો બોલેલો ? ) એ તો ડાહ્યાકાકા નવરાત્રિ ની તૈયારી ની વાત કરતા હતા તો હું સાંભળતો હતો. "

" તુ સાંભળતો હતો...?!!! " એને સંભળાય એવા અવાજે હું બોલ્યો.

" ના, ના, એટલે હું સાંભળવાનો પ્રયત્ન કરતો હતો. એમાં થી વીસ ત્રીસ ટકા સાંભળ્યુ અને પંદર ટકા સમજ્યો - એ બધું છોડો ને તમે એ કહો કે મને કેમ બોલાયો? "

" અરે હા, છાપું ક્યાં છે? "

" કાપુ? પણ શું? "

" કાપુ નંઈ! છાપું...છાપું ! "

" હ... તો છાપા ને કાપુ, પણ કેમ? "

" અલ્યા....!!! મારા ભાઈ છાપું ક્યાં છે!? "

"હ... તો એમ બોલો ને... " (અલ્યા તો હું બંગાળીમાં બોલેલો!) એ એના રૂમમાં જઈ ને છાપું લાયો અને મને આપ્યું. આના કારણે મારે ઘાંટા પાડવા પડે છે જેના લીધે મારે અઠવાડિયામાં એકાદ વાર ગળું બેસી જાય છે. ઉપરછલ્લી નજર છાપા પર ફેરવી ને ઓફિસે ગયો અને ઓફિસમાં પણ બધાં ને નવરાત્રિ નો જ ઉત્સાહ હતો!

***

રાત્રે જમ્યા પછી હું સોસાયટી કંમ્પાઉન્ડ માં મૂકેલા બાંકડા પર બેઠક જમાવુ અને ડાહ્યાકાકા ને મારા મામા મીઠાલાલ અમે ત્રણે આખી દુનિયાભર ની ચર્ચા કરતાં. આજે પણ જમ્યા પછી હું બાંકડે બેસવા ગયો - સોસાયટી કંમ્પાઉન્ડમાં વચ્ચે નાનો સરખો મંડપ બંધાતો હતો અને નાના ટેણિયાઓ એમા ભાગ લેવા નો પ્રયત્ન કરી રહ્યાં હતાં ને કેટલાંક આમતેમ દોડમદોડ કરતાં હતાં. હું બાંકડે બેઠો ત્યાં ગમનલાલ પણ બેઠો હતો અને એ એની ટેવ મુજબ - ભેંસ જેમ વાગોળે એમ એ મસાલો વાગોળી રહ્યો હતો. મને જોઈ ને એ મલક્યો પછી એકબાજુ પિચકારી મારી મને આવકાર્યો, " આવ વહાલા આવ... " સાલુ આ જ્યાર થી વહાલો ઉપનામ રાખ્યું છે બધાં આ જ નામે ચીડવે છે. અંકિત નામ થી તો કોઈ ભાગ્યે જ બોલાવે અરે મારી શ્રીમતીજી પણ વહાલા કહી ને બોલાવે છે. અને સોસાયટી ના છોકરા ઓ એ તો મારા ઉપનામ ની પત્તર ખાંડી નાખી છે બધાં ટેણિયાઓ " વા'લાકાકા.. વા'લાકાકા...! " કહી ને બોલાવે છે અરે યાર હજુ તો એક છોકરા નો બાપ પણ નથી ને અત્યાર થી, "કાકા...? " કેવું લાગે યાર ! અને કેટલાંક મિત્રોએ તો એવી સલાહ આપી કે ચૂંટણી કાર્ડ માં પણ તારુ નામ વહાલો કરવી દે...

મે બાંકડે બેઠક જમાવતા પૂછ્યું," જમી લીધું...? " ગમનલાલે પાછી પીચકારી મારી અને પછી કહ્યું, " ના, તે જમી લીધું ? "

" હા, હમણાં જ જમ્યો... "

"લે એકલા એકલા અમને બોલાવાય નંઈ? "

" મને એમ કે તે જમી લીધુ હશે "

" ના યાર ક્યાંથી હજુ તો સીમા બનાવે છે... " ત્યાં જ સીમા ભાભી એ બૂમ પાડી, " સાંભળો છો..... જમવુ નથી ? "

" એ... હા આયો, ચલો રાઈટર સાહેબ પેટ પૂજા કરી આવું... "

" હા... " ગમનલાલ ગયો કે સોસાયટીના ગેટ માંથી ડાહ્યાલાલ ને મીઠાલાલ પ્રવેશ્યા. ને એ પણ બાંકડે બેઠા અને અમે વાતે વળગ્યાં. લલિત ઉર્ફે લલ્લુ મંડપ માં મદદ કરતો હતો. અને લલ્લુ ને જોઈ ને ડાહ્યાલાલ ના મોં થી એક સરસ ગાળ સરી પડી - જ્યારે જ્યારે ડાહ્યાલાલ લલ્લુ ને જોવે કે ગાળ નીકળી જ જાય - ડાહ્યાકાકા એ કહ્યું, " આ નવરાત્રિ માં ગરબા રમતા એને ગબડાવી પાડવો છે... સાલા નુ ડાચું ભાગે તો મજા આવે.... " ને ડાહ્યાલાલ હસ્યા. મે પૂછ્યું, " કેમ? "

" બસ એમ જ... " મીઠાલાલ મામા એ કહ્યું ને ડાહ્યાલાલ હંસ્યા ને મામા ના હાથ માં તાળી આપી! મને થયું જોયું જશે! પણ લલ્લુ નુ ડાચું ભાગતાં જોઈ મને એ અંદરખાને થી આનંદ મળશે...! - નવરાત્રિ માં ગરબા રમવાનો લલ્લુ ને ડાહ્યાકાકા ને ગાંડો શોખ! આ બંન્ને સાથે કદી ગરબા રમવા નંઈ કેમકે ઘણી જાનહાનિ થઈ શકે છે. એકવાર તો ડાંડિયા રાસ રમતાં હતાં ને લલ્લુ એ બે-ત્રણ વાર મને ડાંડિયો વગાડ્યો મે એને કિધુ તો'યે સાલું કંઈ ફરક નંઇ એટલે હું ડાંડિયા રાસ છોડી ને ઉભો રહી ગયો. પછી લલ્લુ એ ડાહ્યાકાકા નાં ટકલા માં ડાંડિયો વગાડ્યો અને પછી ડાહ્યાકાકા એ લલ્લુ ને ડાંડિયે ડાંડિયે જુડ્યો હતો અને ડાહ્યાકાકા ને લલ્લુ ને જુડતા જોઈ ને મને તાદાત્મ્ય અનુભવ થયો હતો.

***

બીજા દિવસે ઓફિસે થી વહેલો આવી ગયો અને સરસ કપડાં પહેરીને તૈયાર થઈ ગયો. શ્રીમતીજી હજુ તૈયાર થતાં હતા અને હું ટી.વી જોતો હતો-મને તો ટી.વી માં સમાચાર જોવા ગમતા જ નથી- સવારે છાપું વાંચી લીધું એટલે બસ; અને વ્હોટ્સેપ-ફેસબુક પર અવનવી ખબરો આવતી જ હોય પછી ટી.વી માં શું જોવાનું રહે...? એટલે ટી.વી માં હું સાઉથ નુ ડબ કરેલુ મારધાડ વાળુ મુવી જોતો હતો. ત્યાં જ શ્રીમતીજી એ આવી ને પૂછ્યું," કેવી લાગું છું...? "

" રોજ લાગે છે એવી. "

" તમને તો વખાણ કરવાનું 'કહીએ' તો'ય કરતાં નથી..! "

" તે મને 'કીધું' નંઈ પણ પૂછ્યું કે, કેવી લાગું છું... અને તુ રોજ ના જેવી 'સુંદર' જ લાગે છે. ('સુંદર' શબ્દ બોલ્યો ત્યારે શ્રીમતી ખુશ થઈ ગઈ!) અને એવુ નથી હોતું કે કાલે તુ કરીનાકપૂર જેવી ને આજે શ્રદ્ધાકપૂર જેવી લાગે ! તુ જેવી છે એવી 'સુંદર' (પાછી શ્રીમતી ખુશ...) જ લાગવાની છે એટલે કિધુ કે તુ રોજ ના જેવી લાગે છે અને તને ખબર છે કે તુ સુંદર છે,તો વારંવાર શું પૂછ્યા કરવાનું ! "

" અરે... એક મહાન માણસે કિધેલું કે, મોકો મળે ત્યારે સ્ત્રીનાં વખાણ કરી દેવાનાં! "

" મે એવુ ક્યારે કીધું? "

" હેં..?? "

" હેં નંઈ હા!, હું મહાન જ છું ને.. "

" તમે અને મહાન..?!! ડાચું જોયું છે પેલા..! "

" લે એમાં ડાચા ની વાત ક્યાંથી આવી? - તારી જેવી પત્ની પામી ને હું મારી જાતને મહાન ગણું છું " (રિપીટ: મોકો મળે ત્યારે સ્ત્રીનાં વખાણ કરી દેવાનાં!) મારી વાત સાંભળી ને શ્રીમતી હરખાઈ પછી કહે, " પતિદેવ!,હવે વાતો નાં વડા તળ્યાં વગર ચાલો " એના મુખ થી સાંભળી ને હું હસ્યો.

સોસાયટીના કમ્પાઉન્ડમાં સીરીઝો નો ઝગમગાટ થતો હતો કંઈક રોનક જેવુ લાગતું હતું આરતી કરવાની તૈયારી થતી હતી અને મારા મામા નો છોકરો પ્રદિપ ને કેટલાંક બીજા છોકરાઓ સ્પીકરો નાં વાયર માં કંઈક ગડમથલ કરતા હતાં. ત્યાં શ્રીમતીજી એ મારો શર્ટ ખેંચતા કહ્યું,"જુઓ તો પેલી લલિત ની બૈયરી લલિતા એ કેટલો મેકઅપ કર્યો છે હંઅ્...! જાણે કે આજે એના લગન ના હોય " મે લલિત ની પત્ની તરફ નજર કરી ત્યાં શ્રીમતીજી પાછો શર્ટ ખેંચતા કહે," હવે એનાં ડાચા સામું ના જોઈ રો... સારાં નથી લાગતા ! "

" અરે... તે'તો કીધું એની સામે જોવો... "

" તો ત્યાં ને ત્યાં જોઈ રહેવાનું ? "

" અરે પણ... "

" ચૂપ..! " ને હું ચૂપ થઈ ગયો. ચૂપ જ થઈ જવાનું હોય ને એક જ તો બૈયરી છે! ઝઘડો થાય ને રિસાઈ ને પિયર જતી રહે તો આપણે તો ઉપાધિ નાં પોટલા! - હા, બે-ત્રણ બૈયરા હોય તો અલગ વાત છે પણ માંડ એક છે એટલે એને તો સાચવી પડે ને?

મંડપમાં બધાં આવી ગયાં હતાં આરતી શરૂ થવાની જ હતી અને ડાહ્યાકાકા ના પગ તો અત્યાર થી જ થનગની રહ્યાં હતાં મને ડર લાગ્યો કે ડાહ્યાકાકા આરતી કરતાં કરતાં ગરબા રમવા ના મંડે તો સારુ ! ડાહ્યાકાકા આરતી જલ્દી પતાવા માંગતા હતાં પણ આરતી શરૂ જ ના થઈ એટલે ડાહ્યાકાકા એ કંટાળી ને કહ્યું, " અલ્યા કેટલી વાર..? આરતી ની કેસેટ મૂકો.. " મારા મામા ના સુપુત્ર પ્રદીપે કહ્યું," હા, કાકા બે મિનીટ - આ સ્પીકર ચાલતું નથી ક્યાર ના મથીએ છીએ " ત્યાં મામા એ અકળાતા કહ્યું, " તને કોણે દોઢડાહ્યા થવાનું કીધું હતું ? તને આવડે છે શું... " મામા આગળ વધારે પોતાના સુપુત્ર ના વખાણ કરે એ પહેલાં મામી એ મામા સામે ડોળા કાઢ્યા મામા ચૂપ! આખરે એમને પણ એક જ પત્ની હતી ને! ડાહ્યાકાકા એ કહ્યું, " કોણ લાવ્યુ આવા સ્પીકર..? " કોઈકે કહ્યું, " લલ્લુ " ને કાકા લલ્લુ નું નામ પડતાં જ ઉકળ્યા, " ગધેડીના... આવા સ્પીકર ક્યાંથી લાવ્યો... વાગતા જ નથી? "

" મારા ભઈબંધ ને ત્યાંથી લાયો - ત્યાં તો બરાબર વાગતાં હતાં અહીં કેમ નથી વાગતાં ખબર નંઈ "

" તો અંહીયા આઈ ને શું એને ભૂત વળગ્યુ.... " આગળ કાકા ગાળ બોલવાનાં હતાં પણ ગમનલાલે કહ્યું, " કાકા શાંતિ રાખો, નવરાત્રિ ટાણે ગાળો કાઢો એ તમને શોભે...?" કાકા ચૂપ થઈ ગયાં પણ કોઈક બબડ્યુ, " કાકાનાં મોં એ ગાળો જ શોભે. " સારુ છે કે આ વાત કાકા સાંભળી ના ગયા નંઈ તો પછી ગાળો શરુ થઇ જતી! ત્યાં ગમનલાલે આમતેમ વાયર આમળી ને સ્પીકર ચાલુ કરી દીધા અને આરતી શરૂ અમે તાળીઓનો તાલ આપી ને માતાજી નું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં જ સ્પીકરે અધ વચ્ચે સાથ છોડી દિધો - સ્પીકર બંધ! અમે આરતી કરતાં કરતાં અટકી ગયાં પણ ચંદુ આરતી ગાતો હતો અને આંખો મીંચી ને તાળીઓ પાડતો હતો. મારા બાજુમાં ઉભેલા કાકા એ કહ્યું, " બહુ મોટો ભગત લાગે છે આરતી કરવામાં કેટલો લીન થઈ ગયો છે. "

" હા, બહુ મોટો ભક્ત છે એટલે જ કંઈ સંભળાતું નથી... ! " મે કહ્યું. પણ ચંદુ ને અણસાર આવ્યો કે આરતી બંધ પડી ગઈ છે ત્યારે એની હાલત કાપો તો'ય લોહી ના નીકળે એવી થઈ ગઈ! કેટલાક ચંદુ પર હસ્યા પણ ત્યાં જ ડાહ્યાકાકા એ રાડ નાખી, " લલિતિયા... " લલ્લુ થથરી ગયો પણ ત્યાં જ ગમનલાલે પાછા સ્પીકર ચાલુ કરી દીધાં એટલે લલ્લુ બચી ગયો. અમે પાછા આરતીમાં લીન પણ.. પાછા સ્પીકર બંધ !

" આજે હું લલ્લુ નું ખુન કરી નાખી...! " ડાહ્યાકાકા એ દાંત પીસતા કહ્યું. ત્યાં જ ગમનલાલ ના ટેણિયા એ કોમેન્ટ કરી, " કાકા ચપ્પુ આપુ..? " જેમ થોડીવાર પહેલાં મારી મામી એ મામા ને ડોળા કાઢેલા એમ ગમનલાલે એના ટેણિયા ને ડોળા બતાડ્યા ને એ એની મમ્મી પાછળ લપાઈ ગયો. મામા એ પ્રદીપ ને કહ્યું, " જા પેલા કિરીટ કાકા ને ત્યાં થી સ્પીકર લેતો આવ, ત્યાં સુધી ડાહ્યાલાલ આપણે આરતી કરી નાખીએ! " પ્રદીપ ને ગમનલાલ સ્પીકર લેવા ગયાં અને અમે આરતી ગાવા લાગ્યાં. પણ લલ્લુ એ અહીં પણ લોચો માર્યો આરતી અડધી પુરી થાય કે એ પહેલી લાઈન થી આરતી ગાવા નું શરુ કરે આમ બે ત્રણ વખત થયું. ડાહ્યાકાકા એની સામે ડોળા કાઢવા લાગ્યા એમા સાફ સાફ એવો ભાવ હતો કે, " આરતી પતવા દે બેટા પછી તારો વારો કાઢુ છું " લલ્લુ તો નિર્દોષ પણે આરતી નુ પુનરાવર્તન કરતો હતો ને કરાવતો હતો. મે એને કાનમાં સત્યકથન કીધું ત્યારે એ આરતી ગાવા ના બદલે ખાલી હોઠ ફડફડાવા લાગ્યો. આમ અડધા કલાકે આરતી પુરી થઈ! આરતી પુરી થઈ કે કાકા એ લલ્લુ ને ઝાલ્યો, " લબાડ!, તને આરતી ગાતા એ નથી આવડતી... " આગળ ગાળ જ નીકળવાની હતી. પણ મે કહ્યુ, " કાકા માતાજી સામે ગાળ નંઈ... " કાકા પછી લલ્લુ ને ખેંચી ને દુર લઇ ગયા પછી એને ગાલીપ્રદાન સંભળાવ્યું જે દુ.....ર થી અમને પણ સંભળાયુ ત્યાં જ પ્રદીપ ને ગમનલાલ સ્પીકરો લઇ ને આવી ગયાં અને એ ગોઠવવા લાગ્યા ત્યાં સુધી કાકા લલ્લુ ને ગાળો આપતા રહ્યાં. ગરબા શરુ થયા કે ડાહ્યાકાકા રંગ માં આવી ગયાં અને બધો ગુસ્સો ભૂલી ગયાં અને પછી તાળીઓ ના તાલે ગરબા શરૂ થયાં ! ગરબા જોનાર ની સંખ્યામાં પુરૂષ વધારે હતાં ને ગરબા રમનાર ની સંખ્યા માં સ્ત્રીઓ વધારે હતી. કેમકે અમુક પુરૂષો મજબુરી ના માર્યા ઉભા હતા - હાથ માં છોકરુ તેડી ને - એટલે એ ગરબા નહોતા રમી શકતાં. ( હવે તમારે સમજી જવાનુ હોય કે છોકરા તેડી ને પુરૂષો કેમ ઉભા હતાં ) કલાક માં ગરબા જામ્યા અને પછી ડાહ્યાકાકા એ લાગ જોઈને લલ્લુ ના પગ વચ્ચે પગ નાખ્યો... પણ, પણ ધાર્યા કરતાં ઉંધુ થયું લલ્લુ પડ્યો પણ ડાહ્યાકાકા પર! અને એમાં ડાહ્યાકાકા નો પગ મચકોડાઈ ગયો. કાકા પછી લલ્લુ ને ગાળો થી સંબોધવા લાગ્યા.

" દેખાતું નથી આંધળા પગ તોડી નાખ્યો.... ટણપા! "

" પણ તમે મારા પગ વચ્ચે પગ નાંખ્યો... " લલ્લુ પોતાનો બચાવ કરવા લાગ્યો. બસ પછી આગળ લખાય નંઈ એવી ગાળો બોલાઈ એટલે લખતો નથી. પણ ડાહ્યાકાકા એક ના બે ના થયાં લલ્લુ ને જુઠ્ઠો સાબિત કર્યો..! ( ડાહ્યાકાકા કદી હાર ન માને સામે ભગવાન હોય તો'ય ભગવાન ને જુઠ્ઠા પાડે! ) ડાહ્યાકાકા આ નવરાત્રિ રમી ન શક્યાં કેમકે એમનો પગ મચકોડાઈ ગયેલો એટલે..! એમણે લલ્લુ ને પણ ગરબા ના રમવા દિધા! ને જ્યાં સુધી કાકા સાજા ના થયા ત્યાં સુધી લલ્લુ પાસે સેવા કરાવી..! પણ કાકા હજુ સુધર્યા નથી ને કાકા સુધરે એવા નથી આવા તો કેટલાય બનાવ બન્યા છે... પણ કાકા જેવા છે એવા જ છે સુધર્યા નથી ને સુધરશે પણ નંઈ...!

***