21 mi sadi nu ver - 29 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનુ વેર - 29

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનુ વેર - 29

21મી સદીનું વેર

પ્રકરણ-29

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

સાંજે પાંચ વાગે મોબાઇલ રીંગ વાગી ત્યારે કિશનની ઉંઘ ઉડી. તેણે સુતા સુતાજ ફોન ઉપાડ્યો તો સામે ઇશિતાએ કહ્યુ “તુ અડધા કલાકમાં આવીજા હું તને મારૂ લોકેશન વોટ્સ એપમાં મોકલુ છુ. ” કિશન ફટાફટ સાવર લઇ તૈયાર થઇને નીચે રિસેપ્શન પર ગયો. ત્યાંથી બાઇકની ચાવી લીધી અને પાર્કિંગમાં પડેલી પલ્સર બાઇક સ્ટાર્ટ કરી. ઇશિતાએ મોકલેલા લોકેશનને ગુગલ મેપમાં જોઇ ને બાઇક હોટલની બહાર કાઢી. હોટલની બાજુમાં આવેલ ઓવર બ્રીજ પર બાઇક ચલાવી અને એજ રસ્તે આગળ ત્રણ ઓવર બ્રીજ ક્રોસ કરી તે અઠવાગેટ પર આવ્યો. ત્યાંથી ડાબી બાજુ વળાંક લઇ અઠવાલાઇન્સ પર થોડો આગળ ગયો એટલે બહુમાળી ભવનની સામેની ગલીમાં વળ્યો. અહીજ થોડે આગળ ઇશિતાનું ગેસ્ટહાઉસ હતુ. કિશન ત્યાં પહોચ્યો તો ઇશિતા તેની રાહ જોઇને ગેટ પરજ ઉભી હતી. કિશને તેની પાસે જઇ બાઇક ઉભુ રાખ્યુ. ઘણા લાંબા સમય પછી ઇશિતાને જોતો હોવાથી કિશન તેને જોઇજ રહ્યો. ઇશિતાએ ઉપર પિન્ક ટોપ અને નીચે બ્લેક ડીઝાઇનર સ્કર્ટ પહેર્યુ હતુ. અને તાજા જ ધોયેલા વાળને ખુલ્લા રાખ્યા હતા. ઇશિતા એટલી સુંદર દેખાતી હતી કે કિશનતો ભુલીજ ગયો કે તે લોકો રસ્તા પર ઉભા છે. કિશન અને ઇશિતા બન્ને એકબીજાની આંખમાં જોઇ રહ્યા. બન્નેને એકબીજાની આંખમાં પોતાનુ પ્રતિબિંબ દેખાયુ. ઇશિતા એ કહ્યુ “ચાલ અહીથી બહાર લઇલે પછી વાત કરીએ. ” એમ કહી તે કિશનની પાછળ બેસી ગઇ. એટલે કિશને બાઇકનો યુ-ટર્ન લીધો અને ફરીથી બાઇકને અઠવાલાઇન્સ પર લઇ ડુમસ તરફ જવા દીધી. આગળ જતા એક ગલીમાં કિશને બાઇક ઉભી રાખી. ઇશિતા નીચે ઉતરી એટલે કિશને પણ બાઇકને સાઇડ સ્ટેન્ડ પર મુકી અને નીચે ઉતર્યો. કિશન નીચે ઉતરી ઇશિતા તરફ ફર્યો અને ઇશિતાને ભેટી પડ્યો. ઇશિતા પણ કિશનને વળગી પડી. કિશને ધીમેથી ઇશિતાના કાનમાં કહ્યુ “આઇ લવ યુ સો મચ ઇશિ”. ઇશિતા પણ સામે એટલીજ લાગણીથી બોલી “ લવ યુ ટુ કિશુ. ” બન્ને છુટાજ ન પડયા હોત. પણ બાજુમાંથી એક બે બાઇક પસાર થતા બન્ને અલગ થયા. કિશને ઇશિતાને પાસે લઇ ગાલ પર કિસ કરી અને કહ્યુ “ ઇશિ, તું ખુબ સુંદર લાગે છે. ” ઇશિતા પણ હવે લાગણીમાં તરબોડ થઇ ગઇ હતી. તેણે કિશનનો હાથ પકડી લીધો અને બોલી “ તારા વગરની હુ અધુરી છુ કિશુ. આ શબ્દો સાંભળવા કેટલાય દિવસથી તડપતી હતી. ”

ત્યારબાદ બન્ને ત્યાંથી નીકળી અને આગળ આવેલી “લેક વ્યુ” ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઇને બેઠા. વેઇટર પાણી લઇને આવ્યો એટલે કિશને ઓર્ડર આપ્યોકે “બે ક્લબ સેન્ડવિચ અને બે કોલ્ડ કોફી”. વેઇટર ઓર્ડર લઇને જતો રહ્યો એટલે ઇશિતાએ કિશનનો હાથ પકડી લીધો. અત્યારે રેસ્ટોરન્ટમાં એક બે ટેબલ જ ભરેલા હતા. સુરતમાં બન્નેને કોઇ ઓળખતુ નહોતુ. તેથી બન્ને એકબીજાને સંકોચ વગર સ્પર્શી શકતા હતા. કિશને ઇશિતાની આંખમાં જોઇ કહ્યુ “ ઇશિ આઇ મિસ યુ સો મચ. તુ જતી રહી તો જાણે જુનાગઢની રોનક જ જતી રહી. ”

“ હું પણ તને એટલોજ મિસ કરૂ છુ. તારા વિના મને ત્યાં ગમતુજ નથી. ક્યારેક તો અધુરૂ છોડી આવતુ રહેવાનુ મન થાય છે”

ત્યારબાદ કોઇ કાઇ બોલ્યુ નહી છતા વાતો આંખોથી થતી રહી. જાણે 10 મહિનાની કસર પુરી કરતા હોય એમ એકબીજાને જોતા બેસી રહ્યા. ત્યાં વેઇટર આવી સેન્ડવિચ અને કોલ્ડ કોફી મુકી ગયો. એટલે બન્ને નાસ્તો કરવા લાગ્યા.

કિશને પુછ્યું “ તારૂ અહીનુ કામનુ સીડ્યુલ શું છે?”

“ કાલે અમારે બપોર સુધી એક ફંક્શન છે અને ત્યારબાદ શનિ-રવિ ફ્રી રહેશુ. સોમવારથી ફિલ્ડ વર્ક શરૂ થશે. તેનુ ટાઇમટેબલ હજુ ખબર નથી. ”

કિશને કહ્યુ “ મારા બધા કામ તારા કામના સમયેજ પતાવી લઇશ એટલે બાકીનો સમય સાથે રહેવા મળે”

“ તું કેટલા દિવસ રોકાવાનો છે?”

“ તું જ્યાં સુધી છે ત્યાં સુધી”

“ ત્યાં તારા કામનું શુ થશે? ”

“એ તો હું બધુ ગોઠવીને આવ્યો છુ. કામતો પછી કરવુ જ છે આ દિવસો પાછા નહિ આવે. ”

“ અહીતો તારી સાથે સમય કેમ જતો રહેશે તે ખબરજ નહિ પડે પણ ત્યાં જઇને પછી તારા વિના ગમશે નહિ. ” આ બોલતા બોલતા ઇશિતા ગંભીર થઇ ગઇ.

એ જોઇ કિશન પણ ગંભીર થઇને બોલ્યો “ મારી પણ એવીજ હાલત છે. આમને આમ કયાં સુધી ચલાવશુ આપણે?”

“ આ મારૂ એમ. એસ. ડબલ્યુનુ છેલ્લુ વર્ષ છે. આ પુરૂ થાય એટલે હું મારા ઘરે આપણા સંબંધ વિશે વાત કરી દઇશ. પછી જે થવુ હોય તે થાય. ”

“ હા હવે મારાથી પણ નથી રહેવાતુ. જે થશે તે જોઇ લઇશુ. આમ પણ કયારેક તો હિંમત કરવી જ પડશે ને. ”

ત્યારબાદ વાતાવરણ ગંભીર થઇ જતા ઇશિતા એ વાત બદલવા પુછ્યુ” તારી પ્રેક્ટીશ કેવી ચાલે છે?”

“ સારી ચાલે છે. અને તુ મારી સાથે હોઇશ તો આનાથી પણ સારી ચાલશે. તુ હોય તો મારી એનર્જી બમણી થઇ જાય છે. ”

“બસ હવે ખોટા મસ્કા ના માર. ત્યાં આવીશ ત્યારે તો મળવાનો પણ સમય નહિ હોય. ”

“ મળવાનુ શું,મારી તો ઇચ્છા છે કે આપણે બન્ને મળીને કામ કરીએ. તું સમાજ સેવા કરજે હુ મારૂ કામ કરીશ. મારી ઓફીસમાંજ તારા માટે એક ચેમ્બર પણ બનાવિશુ. ”

ઇશિતા આ સાંભળી હસતા હસતા બોલી “પહેલા મારા પપ્પાને તો એગ્રી થવા દે. તુ તો ખુબ આગળનો પ્લાન કરવા માંડ્યો. ”

આ સાંભળી કિશન બોલ્યો “ અરે મે તો આનાથી પણ આગળ પ્લાનીંગ કરી રાખ્યુ છે કે લગ્ન પછી હનીમુન ક્યાં મનાવવું, કેટલા છોકરા કરવા,તેના નામ શું રાખવા”

આ સાંભળી ઇશિતા હસતા હસતા બોલી “તુ એકદમ નફ્ફટ છે. તને તેના સિવાય બીજુ કાંઇ સુજે છે કે નહી? કિશને ઇશિતા ના શરીર પર નજર ફેરવી અને હોઠ પર જીભ ફેરવી એકદમ કામુક રીતે કહ્યુ “આટલી હોટ અને સેક્સી છોકરી સામે બેઠી હોય તો આવાજ વિચાર આવેને. આમા તો ભલભલા ઋષિમુનિ તપોભંગ થઇ ગયા છે. તો પછી મારો શું વાંક?”

આ જોઇ ઇશિતા ગુસ્સાવાળો ચહેરો કરી બોલી “એકદમ ટપોરી લાગે છે”

અને પછી બન્ને હસી પડ્યા. ત્યાર બાદ બન્ને ત્યાંથી બહાર નીકળ્યા. એટલે કિશને ઇશિતાને પુછ્યુ બોલ હવે ક્યાં જવું છે?”

“તારે જ્યાં લઇ જવી હોય ત્યાં લઇજા આ દિવસો મારે તારી સાથે જીવી લેવા છે. ”

કિશનને લાગ્યુકે ઇશિતા પહેલા કરતા વધુ લાગણીશીલ થઇ ગઇ છે. કદાચ દુર રહેવાને લીધે હશે તેવુ વિચારી કિશને બાઇક સ્ટાર્ટ કરી એટલે ઇશિતા પાછળ બેસી ગઇ. કિશને બાઇક અઠવાગેટ સર્કલ તરફ જવા દીધી. વચ્ચે ટ્રાફીકને લીધે બે ત્રણ વાર બાઇકની બ્રેક લાગતા ઇશિતાના ઉભાર કિશની પીઠ પર અડ્યા. ત્યારબાદ ઇશિતા કિશનને ચિપકીને બેસી ગઇ. કિશન ઇશિતાનુ આ સાનિધ્ય માણતો રહ્યો. અઠવાગેટ સર્કલથી કિશને બાઇક ડાબી બાજુ સરદાર બ્રીજ અને ટી. એન. ટીવી સ્કુલવાળા રસ્તાની વચ્ચેના રસ્તા પર જવા દીધી. થોડા આગળ ગયા ત્યાં એક ગાર્ડન આવ્યુ એટલે કિશને ગાડી પાર્ક કરી અને બન્ને ગાર્ડનમાં ગયા. સુર્યાસ્ત થઇ ગયો હોવાથી થોડુ અંધારૂ હતુ પણ હજુ પુરેપુરૂ અંધારૂ થયુ નહોતુ, બન્ને અંદર ગયા તો ગાર્ડનમાં કોઇ નહોતુ. કિશન ઇશિતાનો હાથ પકડી ગાર્ડનમાં છેલ્લે મુકેલી બેંચ તરફ ગયો. બેંચ પર બન્ને બેઠા અને સામેનુ દ્રશ્ય જોયુ એ સાથેજ બન્ને એક સાથે બોલી પડ્યા. ઓહ માય ગોડ. આ ગાર્ડન એકદમ તાપીના કિનારા પર બનાવેલુ હતુ. તે લોકો બેઠા તે બેંચ પરથી તાપી સીધીજ દેખાતી હતી. અને આ દ્રશ્ય ખુબજ અદભુત હતુ. ગાર્ડનની બન્ને બાજુ તાપી પર એક એક પુલ આવેલો હતો. તેના પર પસાર થતા વાહનો અને તાપીનો સામેનો કિનારો અહીથી એકદમ ચોખ્ખો દેખાતો હતો. બન્ને મંત્રમુગ્ધ થઇ થોડીવાર સુધી આ અદભુત નજારો જોતા રહ્યા. હવે પુરેપુરુ અંધારૂ થઇ જવાથી બન્ને પુલ પર પસાર થતા વાહનોની લાઇટ અને સામે છેડે મુકેલી લાઈટોના પ્રતિબિંબ નદીના પાણીમાં દેખાતા હતા. ઇશિતાએ હળવેથી તેનુ માથુ કિશનના ખંભા પર મુકી દીધુ અને કિશનના હાથમાં તેનો હાથ મુકી દીધો. થોડીવાર સુધી બન્ને એકબીજાનુ સાનિધ્ય અને આ અદભુત વાતાવરણને માણતા કાઇ પણ બોલ્યા વિના બેસી રહ્યા. ઇશિતાના વાળની લટ કિશનના ગાલ સાથે છેડછાડ કરતી હતી. અને ઇશિતા તાજાજ શેમ્પુ કરેલા વાળની ખુશ્બુથી કિશન એકદમ મદહોશ થઇ ગયો. અને ઇશિતાનો હાથ સહેલાવવા લાગ્યો. બન્ને થોડીવાર સુધી એમ જ બેઠા રહ્યા.

ઇશિતાએ ધીમેથી કહ્યુ “કિશુ, સમય અહીજ થંભી જાય અને આપણે આમજ બેઠા રહીએ તો કેવુ સારૂ. જિંદગીમાં પણ આપણે અમુક સમયે ‘PAUSE’ નુ બટન દબાવી સમયને રોકી શકતા હોઇએ તો કેવી મજા આવે. ”

કિશન ઇશિતા તરફ ફર્યો એટલે ઇશિતાએ તેના ખંભા પરથી માથુ લઇ લીધુ કિશને ઇશિતા સામે જોઇ કહ્યુ “ જિંદગીમાં તારો સાથ મળે તો એ બટનની જરૂરજ નથી. આખી જિંદગીજ ઉત્સવ બની જાય. હું તો તારી સાથે જીવતા જીવતા જ બુઢો થવા માગુ છુ. ”

ત્યારબાદ કિશને થોડુ રોકાઇને કહ્યુ” ઇશિ તાપીમૈયા પણ આપણા આ મિલનને આશિર્વાદ આપતા હોય એમ કેવા શાંતિથી વહ્યા કરે છે. ”ઇશિતાએ તાપી તરફ જોયુ તો તાપીના પાણીમાં સામેના કિનારાની લાઇટોનું પ્રતિબિંબ દેખાતુ હતુ. બન્ને થોડીવાર નદીને જોયા કર્યા. કિશને કહ્યુ એક સુરતી કવિ “અસીમ રાંદેરી” એ તેની ગઝલ “કિંતુ મારી લીલા ક્યાં છે?” માં તાપીના અત્યારના સોંદર્યને ખુબ સરસ રીતે વર્ણવતા એક કડીમાં કહ્યુ છે કે

“ ચાંદ સિતારા એજ ગગનમાં

મસ્તી એની એજ પવનમાં

તાપી પણ છે એજ વહનમાં

એજ ઉમંગો મારા મનમાં”

આ સાંભળી ઇશિતાએ કહ્યુ” આ ગઝલ તો જાણે આપણી અત્યારની પરિસ્થિતી માટે જ લખાઇ હોય એવુ લાગે છે”

“પ્રેમની લાગણી અને તેની સંવેદના કોઇ પણ સમય અને સ્થળ પર સરખીજ હોય છે. ફરક માત્ર ભાષા અને રજુઆતમાં હોય છે. ”કિશને ઇશિતા તરફ જોઇને કહ્યુ.

ત્યારબાદ ઇશિતાના ગાલ પર બન્ને હાથ મુકીને હળવેથી ઇશિતાના કપાળ પર કિસ કરી ત્યાર બાદ થોડા નીચે તેના હોઠ પાસે પોતાના હોઠ લઇ ગયો. એટલે ઇશિતાએ આંખ બંધ કરી દીધી. બન્નેના શ્વાસોશ્વાસ અથડાવા લાગ્યા. ઇશિતાનુ હ્રદય જોરથી ધબકવા લાગ્યુ એટલે ઇશિતાના ઉભાર કિશનની છાતી સાથે અથડાવા લાગ્યા. કિશને તેના હાથ ઇશિતાના ખભા પર મુક્યા અને ધીમેથી પોતાના હોઠ ઇશિતાના હોઠ પર મુકી દીધા એ સાથે ઇશિતાના શરીરમાંથી હળવી ધુજારી પસાર થઇ ગઇ. જે કિશને પણ અનુભવી. કિશને થોડી હોઠની ભીસ વધારી અને ઇશિતાને કિસ કરવા લાગ્યો ધીમે ઇશિતા પણ સપોર્ટ કરવા લાગી. ઇશિતાના હાથ આપોઆપ કિશનના વાળમાં ફરવા લાગ્યા. બન્ને જાણે એકાકાર થવા મથતા હોય તેમ એકબીજાને કિસ કરતા રહ્યા. ધીમે ધીમે કિશનના હાથ ખભા પરથી નીચે આવવા લાગ્યા અને ઇશિતાના બન્ને ઉભારો પર આવીને રોકાઇ ગયા. બન્નેની લાગણી એકબીજાના મો વડે વહેવા લાગી. કિશનનો હાથ ધીમેથી ઉભાર પર દબાયો એ સાથે ઇશિતાના કિશનની પીઠ પાછળ ગયા અને તેણે કિશનને પોતાની તરફ વધુ ખેંચ્યો અને એમ કરતા કિશનના હાથની ભીંસ વધી ગઇ અને ઇશિતાના મોમાંથી હળવો સીસકારો નીકળી ગયો. કિશને હાથ થોડા દુર કર્યા એટલે ઇશિતાની આંખ ખુલી ગઇ. અને બન્ને અલગ થઇ ગયા. જાણે બન્ને સમાધીમાંથી બહાર આવ્યા હોય તેમ અલગ થયા.

ઇશિતાએ કહ્યુ “હવે અહીથી જઇએ”

કિશન અને ઇશિતા ઉભા થયા અને ગાર્ડનની બહાર નીકળ્યા. કિશને ફરીથી બાઇકને અઠવાગેટ પર લીધી અને ત્યાંથી આગળ આર. ટી. ઓ પાસે આવેલ “આતિથ્ય હોટલ”માં જમવા ગયા. બન્ને હોટલમાં જઈ ને બેઠા ત્યાં કિશનના ફોનની રીંગ વાગી. કિશને જોયુ તો મનિષનો જ ફોન હતો એટલે કિશને ફોન સ્પીકર પર કર્યો. સામેથી મનિષે કહ્યુ “એલા તારી હિરોઇન આવી ગઇ એટલે અમને ભુલી ગયો કે શુ? અમે કાલે આવવાના છીએ એ તો યાદ છે ને કે પછી. ઇશિતાને જોયા પછી સમય સ્થળનુ ભાન જતુ રહ્યુ છે. અને અમે કાલે આવીએને કે પછી હવે તમને ડીસ્ટર્બ ન કરીએ?”

આ સાંભળી ઇશિતા હસવા લાગી એટલે કિશને કહ્યુ “એલા ભાઇ ફોન સ્પીકર પર જ છે એટલે મારી હિરોઇન પણ સાંભળે જ છે તારો આ બકવાસ. અને હા ખોવાઇ તો ચોક્કસ ગયો છુ ઇશિતામાં. પણ તમારા જેવા મિત્રોની હાજરી અમને કાઇ ડીસ્ટર્બ ના કરે ”

ઇશિતા એ ફોન પોતાના તરફ ખેંચીને કહ્યુ “મનિષ તુ પણ તારી હિરોઇનને લઇને આવીજા એટલે આપણે બધા સાથે મજા કરીશુ. ”

મનિષે કહ્યુ “ હા એટલેજ ફોન કર્યો છે. હું અત્યારે વિદ્યાનગર પહોંચી ગયો છુ અને મારા એક મિત્રના રૂમ પર છુ. હું અને પ્રિયા કાલે સવારે અહીથી નીકળીશું. અને સુનિલ પણ બરોડા આવી જશે. ત્યાંથી તેને લઇને અમે લગભગ બપોર સુધીમાં સુરત પહોંચી જશુ”

“ હું તને મારી હોટલનું લોકેશન વોટ્સ એપ પર મોકલુ છુ એટલે તમે ત્યાંજ સીધા આવી જજો. ”

કિશને આમ કહી ફોન કટ કરી નાખ્યો.

કિશન વાત કરતો હતો ત્યાં સુધીમાં ઇશિતાએ વેઇટરને ઓર્ડર આપી દીધો હતો. એટલે થોડીવારમાંજ જમવાનું આવી ગયુ. મૈસુર મસાલા ઢોસા અને ટામેટા ઓનીયન ઉત્તપમ છાસ અને પાપડ જોઇને કિશને કહ્યુ “ યાર તુ કાઇ જાદુ ટોણા નથી જાણતીને?”

“કેમ?”

“યાર મારા મનમાં જે ખાવાની ઇચ્છા હતી તેજ ઓર્ડર તે આપ્યો છે” કિશને હસતા-હસતા કહ્યુ.

ઇશિતા પણ આ સાંભળીને હસી પડી અને બોલી “ આનેજ કદાચ સાચો પ્રેમ કહેવાતો હશે. ”

ત્યારબાદ બન્ને જમવા લાગ્યા. જમીને બન્ને હોટલની બાજુમાં આવેલ “વાડીલાલ આઇસ્ક્રીમનાં” આઉટ લેટમાં ગયા અને આઇસ્ક્રીમની મજા માણી. આઇસ્ક્રીમ ખાતા-ખાતા તે બન્ને વાતો કરતા રહ્યા. રાત્રે 9:30 વાગે ઇશિતાએ કહ્યુ “મારે હવે જવુ પડશે. ”

કિશને કહ્યુ “થોડીવાર બેસને પછી મુકી જાઉ છુ. ”

“જવાનુ મન તો મને પણ નથી થતુ પણ રાત્રે 10 વાગ્યા પહેલા બધાએજ આવી જવાની સુચના છે. એટલે હવે જવુ જોઇએ”

“ આ દિલતો તારાથી કોઇ દિવસ ધરાવાનુ જ નથી. તું ગમે તેટલુ રોકાઇશ તો પણ એમજ થશે કે હજુ થોડુ વધારે રોકાઇ જાય તો સારૂ” કિશન જાણે પોતાના દિલને સમજાવતો હોય તેમ બોલ્યો અને પછી ઉભા થઇ બાઇક સ્ટાર્ટ કરી અને અઠવા સર્કલ તરફ ઓવરબ્રિજ નીચેથી ડાબી બાજુ જવા દીધી. અહીથી ઇશિતાનુ ગેસ્ટહાઉસ 5 જ મિનિટના અંતરે હતુ. કિશને ગેસ્ટ હાઉસ પાસે બાઇક રોકી ત્યારે તે રસ્તો સુમસામ હતો. ઇશિતાએ બાઇકમાંથી ઉતરી “બાઇ કાલે મળીએ”એમ કહી જેવી તે આગળ ચાલવા ગઇ એવો કિશને તેનો હાથ પકડી લીધો અને પોતાના તરફ ખેંચ્યો. ઇશિતા અચાનક ખેંચાવાથી સીધી કિશન પાસે જતી રહી. કિશને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના હોઠ ઇશિતાના હોઠ પર મુકી દીધા. ઇશિતા તરતજ અલગ થઇ ગઇ ને કિશનની છાતીમાં મુકો મારી હસતા હસતા બાઇ કહી ગેટમાં જતી રહી.

ક્ર્મશ:

હવે કિશને ગણેશને કોનો પીછો કરવાનું કામ સોંપ્યુ હતુ ? શું શિખર કંઇ છુપાવતો હશે ? શિતલે શિખર પર લગાવેલો આરોપ સાચો હશે ? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી ? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે ? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે ? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com