21 mi sadi nu ver - 25 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 25

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

21મી સદીનું વેર - 25

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશને કોર્ટની નોટીસ લીધી અને વાંચવા લાગ્યો. નોટીસ વાંચતા વાંચતા અચાનક તેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા. આ જોઇ નેહા એ પુછ્યુ શુ થયુ કિશનભાઇ કંઇ ખાસ વાત છે તેમાં?

કિશને નેહાને કહ્યુ હવે મને પાકો વિશ્વાસ થઇ ગયો છે કે કોઇક તો એવી બાબત છે જે શિખર આપણાથી છુપાવે છે.

કેમ એવુ તે શું લખ્યુ છે નોટીસમાં? નેહાએ પુછ્યુ

નોટીસમાં છુટાછેડા માટેનુ કારણ શિતલે એવુ આપ્યુ છે કે શિખર તેને શારીરિક સુખ આપવા માટે સક્ષમ નથી. તને શુ લાગે છે આ વાત સાચી હશે?

નેહાએ કહ્યુ મને તો આ વાત સાચી લાગતી નથી.

એક વાત તો નક્કી છે કે કા તો શિખર આપણી પાસે ખોટુ બોલે છે કા તે પોતે જ અજાણ છે. કારણકે કોઇ પ્રેમીકા પોતાના પ્રેમી પર એમજ તો આવો આરોપ લગાવે નહી કિશને કહ્યુ.

કિશન થોડુ રોકાઇને આગળ બોલ્યો આ કેસ હવે મને ચેલેન્જીંગ લાગી રહ્યો છે. કારણકે જો શિખર સાચુ બોલતો હશે તોજ આપણે આ કેસ લડશું. અને તો પછી કોર્ટ હંમેશા સ્ત્રીની ફેવર કરે છે એટલે આપણા માટે જીતવાના ચાન્સ ઘટી જાય છે. હવે બરાબર મજા આવશે આ કેસમાં.

નેહાએ હસતા હસતા કહ્યુ કિશનભાઇ તમે પણ ખરા છો બધા વકીલ જીતવાનો ચાન્સ હોય તેવાજ કેસ લે છે જ્યારે તમે હારવાનો ચાન્સ વધુ છે એટલે કેસ લો છો.

કિશન હસતા હસતા બોલ્યો જો નેહા આપણે સત્ય માટેજ લડીએ છીએ. અને સત્ય આપણી સાથે હોય ત્યારે 50% જીતતો નક્કીજ હોય છે. અને બાકીની 50% આપણી મહેનત અને આવડત પર આધારીત હોય છે. તેથી સત્ય સાથે હોય તો ગમે તેવો અઘરો કેસ પણ મને લડવામાં મજા આવે છે.

આ સાંભળી નેહાએ કહ્યુ કિશનભાઇ મને લાગે છે તમે ખોટો ધંધો પસંદ કરી લીધો છે. કારણકે વકીલના ધંધામાં તો ખોટા વ્યક્તિને બચાવવાનાજ વધુ પૈસા મળે છે અને તેનેજ સારો વકીલ માનવામાં આવે છે.

આ સાંભળી કિશન થોડો ગંભીર થઇ ગયો અને બોલ્યો આપણો આજ મોટો વાંધો છે કે આપણે સફળ અને પૈસાદાર વ્યક્તિને જ પુજીએ છીએ પછી તે સફળતા ગમે તે રીતે આવી હોય તેની આપણને કોઇ પરવા નથી. પછી ભલે તેની સફળતાને લીધે સમાજને ઘણુબધુ નુકશાન થયું હોય, તેની આપણને પરવા નથી. આપણે સારી વ્યક્તિ જોઇએ છે પણ આપણે તેને સહકાર આપવો નથી. સમાજને સુધારવો છે પણ આપણે સુધરવુ નથી.

કિશન થોડીવાર રોકાઇને ફરીથી બોલ્યો તુ જે કહે છે તે મને ખબર જ છે. પણ મને પહેલેથીજ બધા કરતા કંઇક અલગ કરવાની ટેવ છે. તુ જોજે એક દિવસ હુ સાબિત કરી આપીશ કે સાચા માણસોના કેસ લડીને પણ એક સારો અને પ્રખ્યાત માણસ બની સકાય છે. અને પોતાના ધંધામા પ્રમાણીકતાથી કામ કરવુ એજ સાચી સમાજ સેવા છે.

નેહા ને કિશન માટે આદર હતો જ પણ આ સાંભળી તેને આ આદર ખુબ વધી ગયો.

નેહાએ કહ્યુ આ કામમાં હું હમેશા તમારો સાથ આપીશ.

વાતાવરણ થોડુ હળવુ કરવા કિશને કહ્યુ મારો વિચાર છે કે કોઇ યંગ અને હેન્ડસમ જજ આવે તો તારા લગ્ન તેની સાથે કરાવી આપુ. પછીતો તે બધાજ કેસના ચુકાદા મારા એટલે કે તેના સાળાના ફેવરમાંજ આપે.

આ સાંભળી ઇશિતા હસતા હસતા બોલી શુ કિશનભાઇ તમે પણ મારી મજાક કરો છો.

ત્યારબાદ બન્ને ઓફીસ બંધ કરી નીકળી ગયા.

ઓફીસથી નીકળી કિશને મનિષને ફોન કર્યો અને પુછ્યુ એલા શુ કરે છે?

મનિષે કહ્યુ કંઇ નથી જો બસ ફ્રી બેઠો છુ.

કિશને કહ્યુ ચાલ ટી પોસ્ટ પર આવીજા બેસીએ થોડીક વાર હમણા ઘણા દિવસથી મળ્યા નથી.

ત્યારબાદ કિશન બાઇક લઇને ટીપોસ્ટ પર પહોચ્યો.

બહાઉદ્દીન કોલેજની સામેના શોપીગને રીનોવેટ કરીને ત્યાં બે ત્રણ નવી દુકાનો બનેલી હતી તેમાં એક જુનાગઢની પ્રખ્યાત ચામુંડા લસ્સીની દુકાન હતી અને બીજી ટીપોસ્ટ ની હતી. કિશન કોલેજ કરતો હતો ત્યારે આ દુકાનો બની નહોતી. પણ હવે બહાઉદ્દીન કોલેજના યુવાનોનુ મનપસંદ સ્થળ ટીપોસ્ટ હતુ. કિશનને પણ ત્યાં મજા આવતી ટી પોસ્ટ ની બહાર નાખેલી ખુરશીમાં બેસતા આખુ બહાઉદ્દીન કોલેજનુ કેમ્પસ દેખાતું. કિશન ઘણીવાર એકલો ત્યાં બેસતો અને બહાઉદ્દીન કોલેજ ને જોતા જોતા પોતાના કોલેજના દિવસો યાદ કરતો અને ઇશિતાના વિચારોમાં ખોવાઇ જતો. આજે પણ હજુ મનિષ આવ્યો નહતો તેથી તેણે પોતાની મનપસંદ જગ્યા પર જઇને બેઠો. તેની પાછળ એક કોલેજીયન યુવક યુવતીઓનુ ગૃપ બેઠુ હતુ જેમાં બધા એકબીજાની મજાક મસ્તી કરતા હતા અને પોતાની જીંદગીના સુવર્ણ કાળને માણી રહ્યા હતા. કિશન તે લોકો સામે જોતો બેઠો હતો ત્યાં મનિષ તેની સામે આવી બેસી ગયો. કિશનને સામે બેઠેલા ગૃપ સામે તાકી રહેલો જોઇને બોલ્યો. એલા હવે તારા લાઇન મારવાના દિવસો પુરા થઇ ગયા હવે તો સુધર.

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો એલા હું કંઇ લાઇન નથી મારતો. આ તો આ લોકોને તેની મસ્તીમાં ખોવાયેલા જોઇને મને આપણા કોલેજના દિવસો યાદ આવી ગયા. કેવા મજાના હતા તે દિવસો.

મનિષે કહ્યુ હા એ દિવસોની તો મજાજ કંઇક અલગ હતી. આ પેલી બે હિરોઇન અને સુનીલના ગયા પછી આપણી જુનાગઢની મજા જ જતી રહી.

કિશને કહ્યુ પેલો સુન્યો આવવાનુ કહેતો હતો પણ આવ્યો નહી. ચાલ તેને ફોન કરીએ.

આમ કહી કિશને સુનિલને ફોન લગાવ્યો. સામે સુનિલે બીજી ત્રિજી રીંગે ફોન ઉપાડ્યો. કિસને કહ્યુ એલા ભાઇ તું તો બહુજ બિઝી માણસ થઇ ગયો હો. કે પછી અમદાવાદમાં નવા મિત્રો મળી જતા અમને ભુલી ગયો?

અરે યાર એવુ કંઇ નથી પણ આ કલાસીસવાળા નવરા પડવાજ દેતા નથી. ત્રણ વિકથી ત્યાં આવવાનો પ્રયત્ન કરુ છુ પણ મેળ પડતો જ નથી. હવે હું આજેજ તને ફોન કરવાનો હતો કે આ શનિ રવિમાં હું આવુ છું ત્યાં તારો ફોન આવી ગયો.

કિશને કહ્યુ એલા આવને ભાઇ અમે બન્ને તો તારી કેટલા દિવસથી રાહ જોઇએ છીએ. લે મનિષ સાથે વાત કર.

ત્યાર બાદ મનિષે સુનિલ સાથે વાત કરી.

મનિષ વાત કરતો હતો ત્યાં કિશને બે સ્પેશિયલ મસાલા ચાનો ઓર્ડર આપી દીધો. અને ત્યાર બાદ બન્ને મિત્રો વાતો એ વળગ્યા. તે લોકો ત્યાં વાત કરતા હતા ત્યાં કોઇએ પાછળથી આવી કિશનના ખંભે હાથ મુક્યો. કિશને જોયુ તો મોહિત ઉભો ઉભો હસતો હતો.

આ જોઇ કિશન ઉભો થઇ ગયો અને તેની સાથે હાથ મિલાવ્યા.

મોહિતે કહ્યુ શું ભાઇ હમણા કેમ કયાં ખોવાઇ ગયો છે?

કિશન અરે ભાઇ અહીજ છુ પણ હમણા થોડુ કામ વધુ છે એટલે કંઇ ટાઇમ નથી મળતો.

કિશને મોહિતને કહ્યુ આવ બેસ તો ખરો એમ કહી મનિષ તરફ હાથ કરી કહ્યુ આને મળ આ છે મારો ખાસ મિત્ર મનિષ. અમે કોલેજમાં સાથે હતા.

કિશને મનિષને કહ્યુ આ છે મોહિત જૈન સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસનો એકદમ પ્રમાણિક અને બહાદુર પત્રકાર અને મારો મિત્ર છે. મારો પેલો કેસ છાપાના ફ્રંટ પેઝ પર મોહિતે જ છાપ્યો હતો.

મનિષે અને મોહિતે એકબીજા સાથે હાથ મિલાવ્યા. ત્યારબાદ ત્રણેય વાતો કરવા વળગ્યા. કિશને ફરીથી ત્રણ મસાલા ચાનો ઓર્ડર આપ્યો. આમને આમ ત્રણેય કલાક બેઠા બેઠા વાત કરતા રહ્યા.

મોહિતે મનિષને કહ્યુ કોઇ મારા માટે સારૂ મકાન હોય તો કહેજો મારે ભાડે રાખવું છે.

મનિષે કહ્યુ અરે બે ત્રણ છે તમે કાલે ફ્રી હો ત્યારે મને ફોન કરજો હું તમને બતાવીશ.

ત્યારબાદ મનિષે અને મોહિતે કોન્ટેક્ટ નંબરની આપલે કરી અને ત્રણેય છુટા પડ્યા. ત્યાર બાદ કિશન જમીને રૂમ પર ગયો.

રૂમ પર જઇ કિશને ઇશિતાને ફોન કર્યો અને તેને શિખરની આખી વાત કહી અને છેલ્લે નોટીસવાળી વાત પણ કરી. આ સાંભળી ઇશિતાએ કહ્યુ મને લાગે છે શિખર ખોટુ બોલે છે શિતલ તેને પ્રેમ કરતી હોય એ શક્ય નથી. અથવા આ આખી સ્ટોરીનો કોઇક ભાગ હજું સુધી શિખર સામે આવ્યો નથી. કેમકે કોઇ પણ છોકરી પોતાના પ્રેમી પર આવો આરોપ ન લગાવે.

આ સાંભળી કિશન હસવા લાગ્યો.

એટલે ઇશિતાએ કહ્યુ કેમ શુ થયુ? કેમ હસે છે?

આપણે બન્ને 1000 કિલોમીટર દુર બેઠા છીએ તો પણ આપણા વિચાર તો એક સરખા જ છે. તે જે વાત મને હમણા કરી તેજ વાત મે નેહાને શિખર ગયા પછી કહી હતી.

હવે આટલા સમય સાથે રહ્યા પછી આપણા વિચાર તો મેચ થાય જ ને.

કિશને હસતા હસતા કહ્યુ વિચારતો પહેલેથીજ મેચ થાય છે પણ હજુ સુધી આપણુ મેચીંગ થયુ નથી.

ઇશિતાએ કહ્યુ એ પણ થશે. પણ હમણા કામચલાઉ મેચીંગ થઇ શકે એમ છે. અમે આવતા ગુરૂવારે સુરત આવીએ છીએ. તુ પણ સુરત આવીજા એક અઠવાડીયુ મજા કરીશું.

કિશને કહ્યુ હા હું પણ ગુરૂવારે આવી જઇશ. આમ પણ મારે આ કેસ માટે સુરત તો આવવાનુજ હતુ. તુ તારી સમાજસેવા કરીશ ત્યારે હું મારૂ કામ પતાવી દઇશ.

ઇશિતાએ કહ્યુ ઓકે ચાલ તો હવે મૂકુ બાય.

ત્યારબાદ કિશને બાય કહી ફોન કાપી નાખ્યો.

ત્યારબાદ કિશને તેના ઇયર ફોન લઇ તેના મોબાઇલ સાથે કનેક્ટ કર્યા અને તેની ડાયરી અને પેન લઇને શિખરની વાતનું રેકોર્ડીંગ સાંભળવા લાગ્યો. વચ્ચે વચ્ચે ડાયરીમાં પેન વડે નોંધ કરતો જતો હતો. આમનેઆમ તેણે ત્રણવાર રેકોર્ડીંગ સાંભળ્યુ અને ડાયરીમાં પ્રશ્નો અને અગત્યની નોંધ પણ તૈયાર કરી. ત્યારબાદ તેણે ઘડીયાળમાં જોયુ તો એક વાગી ગયો હતો. તેથી તેણે તેની ડાયરીમાં લખેલ બધુ ફરીથી ચેક કર્યુ અને પછી બધુ બંધ કરી સુઇ ગયો.

***

બીજા દિવસે તે કોર્ટથી ઓફીસ પહોચ્યો ત્યારે 4વાગી ગયા હતા. નેહા કોમ્પ્યુટર પર બેસી જરૂરી કાગળો ટાઇપ કરતી હતી. કિશને નેહાને બીજા બે ત્રણ કાગળ ટાઇપ કરવા આપ્યા. અને પોતે બીજા બે ત્રણ કેસને લગતા કાગળ તૈયાર કરવા લાગ્યો. અડધા કલાક પછી નેહાએ બધાજ કાગળની પ્રિન્ટ કાઢીને કિશનને આપી જે કિશને વ્યવસ્થિત ચેક કરી. કિશને નેહાને કહ્યુ તે પેલુ રેકોર્ડીંગ સાંભળ્યુ કે નહી?

હા, તેના પરથી થોડાક મુદા મે તૈયાર કર્યા છે તથા અમુક પ્રશ્નો પણ તૈયાર કર્યા છે.

કિશને કહ્યુ ચાલ તે લઇલે આપણે તેના પર ચર્ચા કરી લઇએ.

નેહા પોતાની પેન અને ડાયરી લઇને કિશનની સામેની ચેર પર ગોઠવાઇ ગઇ. નેહાએ પોતાની ડાયરીમાં કરેલી નોંધ કિશનને બતાવી. કિશને બધીજ નોંધ અને પ્રશ્નો વાંચ્યા અને ડાયરી નેહા ને આપી. કિશને પોતાની ડાયરી કાઢી અને નેહાને કહ્યુ આમતો તારો અને મારો મત એકજ છે કે શિખરની આખી વાતમાં કંઇક ખુટે છે. કોઇ પણ સમસ્યા કે પ્રશ્નો સિવાય છુટાછેડા સુધી વાત પહોંચે નહી.

થોડીવાર વિચાર્યા બાદ કિશને ફરીથી આગળ ચલાવ્યુ કદાચ એવુ પણ બને કે કોઇક એવો મુદો આ સ્ટોરીમાં છે જેનાથી કિશન પણ અજાણ છે અથવા તે જાણી જોઇને આપણાથી છુપાવે છે.

અને મને લાગે છે કે આ ખુટતી કડી તેના પરીવારમાંથી મળશે અથવા શિતલના ગામમાંથી મળશે.

નેહાએ કહ્યુ કિશનભાઇ શિખરે આપણને શિતલના ભુતકાળ અને તેના ફેમીલી વિશે કોઇ માહિતી આપી નથી મને લાગે છે કે ત્યાથીજ આપણને કોઇ ક્લુ મળશે.

કિશને કહ્યુ હા મને પણ એવુજ લાગે છે મે આ ડાયરીમાં તેને લગતા અમુક પ્રશ્નો પણ તૈયાર કર્યા છે.

આપણે પહેલા એક કામ કરીએ કે શિખરને બોલાવીને ફરીથી પ્રશ્નો પુછીએ જોઇએકે તેમાંથી શુ માહિતી મળે છે. ત્યાર બાદ તેના ફેમીલી સાથે વાત કરશુ. તેમાંથી કંઇક ક્લુ મળે તો ભલે નહીતર આવતા અઠવાડીયામાં હું સુરત જવાનોજ છુ તો ત્યાં શિતલને મળીશ.

આ સાંભળી નેહાના હોઠ પર સ્મિત આવી ગયું જે કિશનના ધ્યાનમાં આવ્યુ નહી.

કિશને આગળ ચલાવતા કહ્યુ તુ શિખરના મમ્મી સાથે વાત કરજે અને જાણજે કે સાસુ વહુ વચ્ચે કોઇ પ્રોબ્લેમ હતો કે નહી.

નેહાએ કહ્યુ હા કદાચ એ પણ એક કારણ હોઇ શકે. પણ પહેલા આપણે ફરીથી એક વખત શિખર ભાઇ સાથે વાત કરી લઇએ.

આ સાંભળી કિશને કહ્યુ હા તુ એક કામ કર કાલેજ શિખરને મળવા બોલાવી લે. આ કેસમાં હવે આપણે ઝડપથી આગળ વધવું પડશે. અને આ મારા પ્રશ્નો ને તુ વ્યવસ્થિત કોમ્પ્યુટરાઇઝ કરી દે અને મે કરેલી નોંધ છે તેને પણ વ્યવસ્થિત ગોઠવી પ્રિન્ટઆઉટ લઇ ફાઇલમાં મુકીદેજે. અને હા કાલે શિખર સાથેની વાતચીતમાં તું હાજર રહેજે અને નોંધ કરતી જજે. પછી જોઇએ શુ થાય છે.

ત્યારબાદ નેહા કોમ્પ્યુટર પર કામ કરવા બેસી ગઇ અને કિશને થોડુ કામ કર્યુ ત્યાર બાદ નેહાને કહ્યુ કે હવે હુ જઉ છુ તુ કામ પતાવીને નિકળી જજે. અને પછી કિશન ઓફિસેથી નિકળી ગયો.

***

બીજા દિવસે કિશન કોર્ટ પરથી ઓફિસ પહોચ્યો ત્યારે શિખર તેની રાહ જોઇને બેઠો હતો અને નેહા કોમ્પ્યુટર પર કામ કરતી હતી. કિશનને જોઇને તે ઉભો થઇ ગયો અને બન્ને એ હાથ મિલાવ્યા. કિશને તેની ચેર પર બેઠો અને બોલ્યો અરે નેહા શિખરભાઇને કંઇ ચા પાણી પાયા કે નહી.

નેહાએ કહ્યુ મે તો તેમને બે વાર પુછ્યુ પણ તેણે કહ્યુ કે તમે આવો પછી સાથેજ પીશુ.

કિશને ફોન કરીને ચાનો ઓર્ડર આપ્યો. ચા આવી એટલે નેહા પણ તેની ડાયરી અને પેન લઇને કિશનની સામે ખુરશી પર ગોઠવાઇ ગઇ. ત્રણેય ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. પાંચ દશ મિનિટ આડાઅવળી વાત કર્યા બાદ કિશને કહ્યુ શિખરભાઇ આ નેહા છે આમ જોઇએ તો તે મારી આસીસ્ટંન્ટ છે પણ તે ખુબ હોશિયાર છે અને મારી નાની બહેન સમાન છે.

થોડુ રોકાઇને કિશન આગળ બોલ્યો આ તમને એટલા માટે કહુ છુ, કે તમે તેની હાજરીમાં વાત કરતા સંકોચ ન અનુભવો. અને હા તમે કરેલી કોઇપણ વાત આપણા ત્રણ પુરતીજ રહેશે તેની હું તમને ખાતરી આપુ છુ. તમે તે દિવસે કરેલી બધીજ વાત મે અને નેહાએ બે ત્રણ વાર ધ્યાનથી સાંભળી છે એટલે હવે તમને થોડા પ્રશ્નો પુછવા માટે જ આજે તકલીફ આપી છે.

કિશને પુછ્યુ તમે શિતલને સમજાવવા માટે ગયા હતા ત્યારે તમને ત્યાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે કંઇ અજુગતું હોય તેવુ લાગેલું?

આ સાંભળી શિખર યાદ કરતો હોય તેમ થોડીવાર બેસી રહ્યો ત્યારબાદ બોલ્યો ના આમ તો કંઇ એવુ હતુ નહી પણ હું જ્યારે શિતલની ઘરે ગયો ત્યારે તેના ઘરની સામે બે યુવાનો બુલેટ પર બેઠા હતા. અને હું નિકળ્યો ત્યારે પણ તે ત્યાંજ હતા. અને હા હું જ્યારે શિતલ સાથે વાત કરતો હતો ત્યારે તે વારંવાર દરવાજા તરફ જોતી હતી. બાકી તો કંઇ મને અજુગતુ લાગ્યુ નહી. પણ તે દિવસે શિતલનું વર્તન જ એવુ હતુ કે આ વાત મારા ધ્યાનમા તરત આવી નહોતી.

શિખર બોલતો હતો તે બધુજ નેહા ડાયરીમાં નોંધતી જતી હતી.

ત્યારબાદ કિશનને કહ્યુ શિખરભાઇ હવે પછીના સવાલ થોડા પર્સનલ છે પણ તમે તેના સાચા જવાબ આપજો ,એમ કહી કિશને પુછ્યુ તમારી મેરેજ લાઇફ કેવી હતી? મારો કહેવાનો મતલબ છે તમારી જાતિય જિંદગી કેવી હતી?

શિખર જવાબ આપતા પહેલા થોડો અચકાયો પણ પછી તેણે કહ્યુ નોર્મલ જ હતી. તેમા અમારે કોઇ પ્રોબ્લેમ નહતો.

આ સાંભળી કિશને નેહા સામે જોયું બન્ને વચ્ચે કંઇક સંકેતમાં વાત થઇ અને પછી કિશન થોડો રોકાયો અને બોલ્યો જો શિખરભાઇ મે તમને પહેલાજ કહેલુ કે હું તમને મારા મિત્ર માનું છુ અને તમારો કેસ જીતવા માટે હું બનતી બધીજ મહેનત કરીશ. પણ તમે મારાથી કશુ છુપાવશો તો તે તમારા માટેજ આગળ જતા ખરાબ સાબિત થશે.

આ સાંભળી શિખર થોડો ઉશ્કેરાઇ ગયો. અને બોલ્યો મને ખબર છે તમે મારા માટેજ આ બધી મહેનત કરો છો. પણ મે તો તમને બધુ સાચુ જ કહ્યુ છે. તો પછી તમે કેમ આવુ બોલો છો?

કિશને વિચાર્યુ હવે શિખરને સાચી વાત જણાવીજ દેવી જોઇએ તેથી તેણે કહ્યુ શિખરભાઇ તમને ખબર છે કે નોટીસમાં છુટાછેડા માટેનું કારણ શુ જણાવ્યુ છે?

શિખર બોલ્યો ના, કેમ શું લખ્યુ છે?

કિશને કહ્યુ શિતલે છુટાછેડા માટે ના કારણમાં લખ્યુ છે કે તમે તેને શારીરિક સુખ આપવા માટે સક્ષમ નથી.

આ સાંભળી શિખર ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને બોલ્યો શું? તેના મોઢા પર ગુસ્સો ધસી આવ્યો અને બોલ્યો મને તો સમજાતુ જ નથી કે તે મારી સાથે આવુ કેમ કરે છે? તે આટલી હદ સુધી જશે તેની તો મને કલ્પના જ નહોતી.

કિશને કહ્યુ શિખરભાઇ આમ ઉસ્કેરાઇ ન જાવ, બેસો.

શિખર પાછો પોતાની ખુરશીમાં બેસી ગયો એટલે કિશને તેના તરફ પાણીનો ગ્લાસ સરકાવ્યો અને બોલ્યો લો પાણી પીલો. શિખર આખો ગ્લાસ એક જ સાથે પી ગયો.

કિશને શિખરને થોડો શાંત પડવા દીધો પછી બોલ્યો આમા એટલુ બધુ ગુસ્સે થવાની જરૂર નથી આવુ તો ક્યારેક છોકરાને બ્લેક મેઇલ કરીને વધુ પૈસા કઢાવવા માટે પણ કરવામાં આવે છે. છોકરો કોર્ટમાં પોતાની ઇજ્જત જશે એ ડરે કોર્ટની બહાર મો માગ્યા પૈસા આપી છુટાછેડા આપી દે છે.

ત્યારબાદ થોડુ રોકાઇને કિશન બોલ્યો પણ તમારી આખી વાતમાં ક્યાંય શિતલ આવુ કરી શકે તેવો ઉલ્લેખ નથી. તમે તો એવુજ કહ્યુ છે કે શિતલ તમને ખુબજ પ્રેમ કરતી હતી અને તમારા ફેમીલીમાં સેટ થઇ ગઇ હતી તેવુજ કહ્યુ છે. અને મારા માનવા મુજબ કોઇ પ્રેમ કરતી પત્ની પોતાના પતી પર આવો આરોપ તો નાજ મુકે. એટલે જ મે તમને કહેલુ કે તમે અમારાથી કંઇ પણ છુપાવતા નહી.

ક્ર્મશ:

હવે શું શિખર કંઇ છુપાવતો હશે ? શિતલે શિખર પર લગાવેલો આરોપ સાચો હશે? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com