Khoj - 7 in Gujarati Moral Stories by shruti shah books and stories PDF | ખોજ - 7

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ખોજ - 7

“નાવ્યા મેડમ, કમલ સર તમને મળવા માંગે છે.”

“મને?”- નાવ્યાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. તેને નવાઈ લાગી કમલ સફારી જેવો મોટો માણસ તેને કેમ મળવા માંગતો હશે!

“હા, તમને મળવું છે તમે કાલે બપોરે બે વાગે તેમની ઓફિસમાં આવી જજો. તેઓ તમારી રાહ જોતા હશે.”

“પણ મને શું કામ મળવા માંગે છે?”- નાવ્યા હજુ સમજી નહતી શક્તી કે એનું શું કામ હશે કમલ સફારી ને! એ રહ્યો મોટો ઉદ્યોગપતિ અને હું સામાન્ય ડાન્સર!

“એ તો તમે એમને મળશો એટલે ખબર પડી જશે”- કમલ નો માણસ પણ જાણતો હતો કે કમલ ને શું કામ હશે. એ થોડી ના કેહવાનો હતો!

“સારું, હું આવી જઈશ.”-નાવ્યા એ મને કમને જવાબ આપ્યો તેના ચહેરા પર ઉદાસીનતા સાફ ચાડી ખાતી હતી. તે અનાથ હતી એટલે એણે દુનિયાદારી બહુ સારી રીતે જોઈ હતી. તેણે અનુભવેલું કે આ દુનિયા પુરી સ્વાર્થ ની બનેલી છે. અહીંયા છલ કપટ સિવાય બીજું કાંઈ નથી. લોકો જેવા વિચિત્ર પ્રાણી આ દુનિયા માં કોઈ નથી. પોતાના નજીવા સ્વાર્થ માટે લોકો બીજા ને બે ઘડીમાં વેચી દે, એવી છે આ દુનિયા. એવડો મોટો માણસ વગર કારણે તો મને મળવા ના માંગતો હોય! ચોક્કસ કોઈ કારણ હોવું જોઈ!

અભિજીતે મુકિમને ફોન કર્યો. વિશુ એ કહેલી કહાની કીધી. મુકીમે પણ અભિજિત ને કહ્યું કે અહીંયા તે બધા ની ઉપર થી નીચે સુધી બધે જ નજર રાખે છે. તેણે બધાની આંખમાં ખજાના ની તલપ જોઇ છે. ત્યારે અભિજીતે તેને બધાની બધી જ વસ્તુ પર નજર રાખવા નું કહ્યું. તેમાંથી બધા રસ્તા મળશે એવું અભિજિત ને લાગતું હતું.

આ બધી વાત પતી. મુકિમ જે બધી વાત અભિજીતે કરી એના વિશે વિચારવા લાગ્યો. તે હંમેશા આમ જ કરતો. જ્યારે જ્યારે કોઈ ઘટના બને તો તે વારંવાર વિચાર્યા કરતો એટલે તે ગૂંચવાયેલા કોકડા આસાની થી સુલઝાવી શકતો.

“નિશા મેમ, અભિજિત સર ના જેલ જાવા પાછળ તમારું શુ કેહવું છે?” પત્રકારે નિશા ને પૂછ્યું.

“શુ કેહવુ! હું શું કહું, મારા માનવા માં જ નથી આવતું કે આપણું ન્યાયતંત્ર નિર્દોષ ને સજા કેવી રીતે આપી શકે?” નિશા એ ઉધદ્ધતાઇ થી જવાબ આપ્યો.

“મેમ બે વર્ષ કેસ ચાલેલો, અને બધા પુરાવા અભિજિતસર ની વિરૂદ્ધ હતા ત્યારે સજા થઈ છે” પત્રકારે જવાબ આપ્યો.

“મેમ તો હવે તમે ક્યારે લગ્ન કરશો?” બીજા પત્રકારે સવાલ પૂછ્યો.

“આવતા મહિને” નિશા એ અભિમાન જાતાવતા કહ્યું. તેની આંખો માં સફળ હોવો નો ગુરુર હતો. તેની હર અદામાં બેફકરાઇ ની સાથે નફ્ફટાઈ હતી.

“આવતા મહિને!!” આખા હોલ માં હાહાકાર મચી ગયો.

“પણ સર તો જેલમાં છે તો..” એક પત્રકારે હિંમત કરી પૂછ્યું. નિશા અધવચ્ચે જ વાત કાપતા બોલી-“ કેમ? જેલમાં છે તો શું થઈ ગયું લગ્ન ના થાય! મેં અને અભિજીતે નક્કી કરી લીધું છે આવતા મહિને લગ્ન કરી લઈએ.” નિશા ના અવાજ માં આનંદ કરતા અહંકાર નો રણકો વધારે હતો.

“તમે ન્યુયોર્ક હતા જ્યારે અભિજિત સર ને સજા થઈ જેલ માં ગયા ત્યારે તમે ભારત એમને મળવા પણ નહતા આવ્યા. અને સર જ્યારે જેલ માં છે ત્યારે લગ્ન!” કોઈકે સવાલ કર્યો.

“હું ન્યુયોર્ક ‘દિલ કી આગ’ ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત હતી. ત્યારે મને અભિજીતે જ ના પડેલી અને કીધેલું કે તું તારા કામ માં ધ્યાન આપજે. એ ઉપરાંત અમારે દરરોજ વાત થતી રહેતી હતી. એવો જ છે અમારો પ્રેમ, એકબીજા ને સમજી લઈએ છે અભિજિત જેલ માં છે છતાં પણ હું એની જોડે લગ્ન કરવાની છું.” અહીંયા નિશા એ અભિમાન ની સાથે ઉપકાર નો પડઘો પડ્યો. નિશા એ જવાબ આપતા પોતા ના ગળા આગળ ના ખુલ્લા વાળ પાછળ નાખ્યા અને પગ ઉપર પગ ચઢાવી દીધા.

“હવે, નો મોર સવાલ, આપણે બધા ‘દિલ કી આગ’ ની સફળતા ની પ્રાથના કરીએ” વિકીએ પ્રમોશન સમારોહ સમાપ્ત કરવા કહ્યું.

વિકી, નિશા અને એના ચાર પાંચ માણસો બહાર નીકળ્યા. ગાડીમાં બેસવા પાછળ નો દરવાજો વિકી એ ખોલી આપ્યો અને નિશા ની પાછળ વિકી પણ તેની બાજુમાં બેસી ગયો.

“નિશા, આજે તે કમાલ કરી દીધો. મેં કહ્યું હતું એનાથી જોરદાર બોલી ગઈ. પણ હવે નું કામ જ અઘરું છે તારે ખાલી અભિજિત ને માનવી લેવાનો છે. બાકી નું બધું હું સાચવી લઈશ.”- વિકીએ કહ્યું.

“બીજું શું સાચવવાનું છે?” નિશા પૂછ્યા વગર ના રહી.

“ઘણું બધું, જેમકે નાવ્યા, બીજા ઘણા બધા”- વિકીએ આંખો ની શરારત કરતા જવાબ આપ્યો.

“કેમ નાવ્યા?”- નિશા નો સવાલ સાફ બતાવી રહ્યો હતો કે એ ભોળી છે જ્યારે વિકી શાતીર ખેલાડી નીકળ્યો.

“નાવ્યા ને કમલ સફારી જોડે સેટ કરી દીધી.”- વિકી ના ચેહરા પર લુચ્ચાઈપણુ સાફ ઉપસી આવ્યુ.

“એટલે?”

“અત્યારે આ બધી વાત છોડ. સમય આવશે ત્યારે કહીશ.”

અભિજિત ના લગ્ન ની ખબર બધે પોહચી ગઈ. ઘણા બધા લોકો ને આઘાત સાથે નવાઈ લાગી.

વોહરા ના ચાર મિસકોલ જોઈ મુકીમે ફોન લગાવ્યો.

“બોલો સાહેબ”

“શુ બોલું ગધેડા? તારો બાપ જેલ માં બેઠો બેઠો પરણવા નીકળ્યો છે”

“કોણ અભિજિત??”- મુકીમે અચંબિત થઈ ગયો.

“હા, આજના સમાચારમાં નિશા નું સ્ટેટમેન્ટ છે.”- વ્હોરા બોલતા બોલતા ઉગ્ર થઈ ગયો.

“પણ એમાં શું લૂંટાઈ ગયું. આજે નહિ તો કાલે એ પરણવા નો જ છે ને!”- વ્યવહારુ જવાબ મુકીમે આપ્યો.

“હું અભિજિત ની બરબાદી ઈચ્છું છું. બન્ને ના લગ્ન થશે તો અભિજિત ફરી સફળતા ની સીડી ચઢવા લાગશે. જ્યારે બે મોટા નામ જોડાય ત્યારે સન્માન વધે અને બૉલીવુડ માં આ બધું જ ચાલે છે.”

“હા, તમારી વાત સાચી છે. હું કઈક કરું છું કે બન્ને ના લગ્ન રોકાઈ જાય.”

“પણ અભિજિત લગ્ન કરવાનો છે એ વાત કયારેય એણે તને કરી હતી. તું હમણાં જ એને મળ્યો હતો, પેલા ખજાના ના કેસ માં?- વ્હોરા એ પૂછ્યું.

“ના, મારે કોઈ જ વાત નથી થઈ અભિજિત જોડે, હમણાં જ અમે ફોન પર વાત કરી કેસ ના સબંધીત, ત્યારે પણ એને કશું ના કીધું. પાક્કું અહીંયા ખીચડી અલગ રંધાય છે. પણ હું એની સાથે વાત કરી જણાવું.”- મુકીમે ફોન કાપ્યો. તેણે સમાચાર જોયા અને અભિજિત ને ફોન જોડ્યો.

“બોલ ભાઈ”- અભિજીતે ફોન ઉપાડતા જ કહ્યું.

“સાહેબ તમે તો છુપા રૂસતમ નીકળ્યા.”- મુકીમે તરત બાણ છોડ્યું.

“કેમ મેં શુ કર્યું.?”- અભિજીત ને નવાઈ લાગી.

“તમારા લગ્ન ની જાણ પણ ના કરી કે તમે આવતા મહિને લગ્ન કરો છો?”

“હું? આવતા મહિને? મજાક ના કર હું હમણાં લગ્ન નથી કરવા નો, જેલ માં છું એ તો યાદ છે ને?- અભિજીત મજાક સમજી ને વાત ને ઉડાડવા નો પયત્ન કર્યો.

“મજાક હું નહિ તમે કરો છો, સમાચાર જોવો નિશા મેહરા એ સ્ટેટમેન્ટ આપ્યું ‘દિલ કી આગ’ ના પ્રમોશન માં, તેમને જ કીધું કે મેં અને અભિજીતે નક્કી કર્યું છે આવતા મહિને લગ્ન નું”- મુકિમ તો શ્વાસ ખાધા વગર સળંગ બોલી ગયો.

“નિશા એ?”- અભિજિત વિસ્મય માં પડી ગયો. નિશા શા માટે એવું કહે? નિશા જેલ માં મળવા આવી પછી તો બન્ને ને કોઈ વાત પણ નથી થઈ તો આવું કેમ કીધું હશે!!

નિશા ના આ સ્ટેટમેન્ટ પછી બધા ના ધડાધડ ફોન અને મેસેજ આવવાના ચાલુ થઈ ગયા. અભિજિત ને એ નહતું સમજાતું કે બધા ને જવાબ શુ આપવા. સોશિયલ મીડિયા પર નો હોટ ટોપિક થઈ ગયો હતો.

***