Quotes by Yashvi in Bitesapp read free

Yashvi

Yashvi

@wonderland


શીર્ષક: મૌન

આંસુઓની ભાષા છે મૌન,
વળી લાગણીઓનો વરસાદ છે મૌન,
વિચારોની અતિશયોક્તિ છે મૌન,
વળી ધ્યાનની અવસ્થા છે મૌન,

દાર્શનિક વિચારોનો મેળો છે મૌન,
વળી મૂર્ખતાનો ઘડો છે મૌન,
આનંદની પ્રાપ્તિ છે મૌન,
વળી વિષાદની સીમા છે મૌન,

શાંત સરોવર છે મૌન,
વળી ચંચળ નદી છે મૌન,
સાગર સમ ઊંડું છે મૌન,
વળી ખાબોચિયા સમ છીછરું છે મૌન,

વણકહ્યા પ્રશ્નોનો ઉત્તર છે મૌન,
વળી પ્રશ્નોનો જમાવડો છે મૌન,
સમજણનો સમાગમ છે મૌન,
વળી ગેરસમજનો દરવાજો છે મૌન,

સહજતાનું પ્રતીક છે મૌન,
વળી જટિલ સંવાદ છે મૌન,
ઊંચેરી ઉડાન છે મૌન,
વળી વાસ્તવિક ચાલ છે મૌન

અંતરમનનાં આટાપાટા
- Yashvi

Read More

Loving poetry or loving art itself is such a pure feeling, no matter how skilled one is, you could never capture it fully in words, in art.it is something that feel like it is fake to others like someone is saying it is just metaphoric but one who feel it, embody it knows it is more real than reality.
They call it poem,I call it love,
The call it hobby,I call it nessicity,
They call it words,I call it world,
They call it life,I call it poem,
They call it poem,I Call it love.
શબ્દોમાં કહેવાય નહીં એવી એ પ્રીત,
જગતની જાણે નહીં એ કોઈ રીત,
વસે છે હૈયામાં બની એ મનમીત,
હું કાવ્ય કે કાવ્ય મારામાં નહીં જાણું,
પણ સપૂર્ણ છે એની હર ભાવ ભીંત,
શબ્દોમાં કહેવાય નહીં એવી એ પ્રીત.


- Yashvi

Read More

એકડો, બગડો અને તગડો હો રમતો રે,
ચોગડાને માથે બેઠાં, શીંગડાઓ સીધા રે,

પાંચડાને ઈસ્ત્રી કરી, 'ય' ને પકડી કરી રે,
છગડો કાચમાં બેઠો, 'ર' ની સામે બેઠો રે,

સાતડો તો ભાગ્યો બહુ, બારાક્ષરીથી ભાગ્યો રે,
આઠડો તો પાળે સૂતો, પાવડાથી છૂટી રે,

નવડાનો ટેકો લૂંટ્યો, 'લ' ને પકડી લૂંટ્યો રે,
દસડાએ મીંડો લીધો, પુસ્તકોથી ચોરી રે..

Read More