Quotes by Urvi Prajapati in Bitesapp read free

Urvi Prajapati

Urvi Prajapati

@urvi2203


વિશ્વાસ એની પર કરજો કે
જે તમારી દરેક પળને સમજે અને મહેસૂસ કરે
જે તમારા મૌન પાછળના દર્દને સમજે ને
તમારા ગુસ્સા પાછળના પ્રેમને
બાકી તો બધા પેલાં joker 🃏 સમાન છે
જે પૈસા માટે પોતાનો રંગ રૂપ બદલે છે
- Urvi Prajapati

Read More

પાસે નથી કોઈ કારણ કે નથી કોઈ તારણ
ખબર નથી શું? બસ કંઇક કહેવા આવી છું
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું

સમયનું શું છે..?એતો આમેય ક્યાં રોકાય છે
બસ એ જ સમય ને મત આપવા સારું
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું

જાણું છું કે અજાણ છું આપની દરેક વાતથી
કદાચ એજ જાણવા સારું ખબર નહીં કેમ?
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું

ઘડિયાળના કાંટા તો થોભતાં નથી મારાથી
પણ થોભી જાઓ થોડીક ઘડી તમે કેમકે
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું

વ્યસ્તતા છે જીવનમાં ને એનું છે મને ભાન
પણ સંબંધોમાં લાગણીને દીધું છે થોડું માન
બસ એટલે જ આમ યાદ કરતાં આવી છું
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું
~Urvi Prajapati

Read More