Quotes by Trupti Bhatt in Bitesapp read free

Trupti Bhatt

Trupti Bhatt

@truptibhatt988gmailc


તરસ વરસાદની લાગે છે એવી
જાણે અતૃપ્ત ધરાને આશ એક બુંદની.
અનિમેષ નયને નિહાળું તને એવી કે
જાણે આકાશ નિરખે ધરાને ઉપર થી

Read More

સમયના મણકા ફેરવતા ફેરવતા..
ક્યાંક અટકી એવુ જવાય છે..
સાબિતી આપતાં સાચની..
ખુદને જ બહુ દુભવાય છે..
પ્રતિક્ષા પળે પળની ના હવે સહેવાય છે..
સલામત રહે તું હરદમ ઍવી દુઆ અપાય છે.
માત્ર સૂચન પર ચાલતું આ મસ્તિષ્ક,
જ્યારે હૃદય સાથે જોડાય છે...
શરીર જોડે આતમની ત્યારે
પ્રાણ પ્રતિષ્ઠા થાય છે..

Read More

મારા ખિસ્સા માં કુદરતનો ઉપહાર,
એક એક ખિસા માં અનોખી છે આશ,
સૂરજના કિરણો અને ચાંદની ભરી રાત,
નથી એમા પ્રખર તડકા કેરું જરીકે નામ
કે નથી એમા જરાય અમાસ કેરું નામ.
ભરતી અને ઓટથી ભરી જીવન કેરી નાવ,
કર્મના હલેસા થી જીવન નો થશે ઉદ્ધાર.

Read More

આપી શક તો આપી દે મને,
તારા સાથ નો સાક્ષાત્કાર..
કુદરતના ક્રૂર વ્યવહાર સામે
તારા હાસ્યનો દરબાર...
અપલક નયને નિહાળું તમને,
ભીતર માં ને બહાર..
જો આપી શક તો આપી દે મને,
તારા સાથનો સાક્ષાત્કાર

Read More

ગણિત ગીત
છે અંકોની રાજધાની, સાથે સંકેતો એના છે પ્રહરી,
સૂત્રો એના છે સારથી, બિદું રેખા કિરણ હથિયાર ધારી,
વર્તુળ, ખૂણા, સમાંતર રેખા, એવા એના કુટુંબના સાથી,
ત્રિકોણ, ચતુષ્કોણ અનેક બહુકોણ, શેરીના એના એવા સાથી,
ત્રિકોણમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ સૌ મળી ને કરે એની સ્તુતિ.
સ્થાન કિંમત, સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર બહુ કિંમતી.
ગણિત દેવ છે શૂન્યધારી, વ્યવહારમાં તે એક નંબરી

Read More

આમ તો આકાશે વાદળ ચીટક્યા છે...

લાગે છે બધુ બરાબર છે.....

ખોળીયામાં શ્વાસ જરા રુંધાય તો છે....

લાગે છે જીવ હેમખેમ છે....

આંખોમાં ભેજના તોરણ બાંધ્યા તો છે....

લાગે છે કે દ્રષ્ટિ હેમખેમ છે...

ઉભડક જીવે બે ટંક ખવાય તો છે...

લાગે છે કે ઈશ્વર મહેરબાન છે...

અંદરનો આદમી ક્યાંક સળવળે તો છે...

લાગે છે કે એમ જ જીવાય તો છે...

રાતના ગમન પછી દિન આવે તો છે......

લાગે છે કે પૃથ્વી હેમખેમ છે...

નિત્ય તિરાડ વચ્ચે વાટા ભરાઈ જાય છે...

લાગે કે એના વિના ક્યાં ઉદ્ધાર છે....

રોજ પ્રશસ્તિ ખાય મારો આતમ જેમ...

લાગે છે કે જીવન અંતરાય છે...

Read More

પ્રતિક્ષા


પ્રતિક્ષાની કેડી ખૂબ લાંબી...રોજ રોજ ઈંતજારની દીવાલ પર

ધીરજની ઈંટ મુકતા મુકતા હ્રદય પર નિરાશાની રજ છવાતી

જાય છે .સવાર પડે ને આંખ ખૂલતા જ તારો હસતો ચહેરો

નજર સમક્ષ તરવરી ઉઠે છે...ને જાણે મારા કાનમાં ધીમેથી

કહે છે કે,થોડીવાર બસ થોડીવાર રાહ જો ..! અને તને મળવા

-ની આશમાં, તારી સાથે વાત થશેની આશમાં એક નવો દિવસ
જન્મ લે છે..એક આશા બધી નિરાશા ખંખેરી નાખે છે..આ જ
આશા ના સથવારે એ જ આશાના તાંતણે મારી અડધી સવાર

પસાર થાય છે ! !  વચ્ચે વચ્ચે કામ કરતા કરતા તારામાં જ

પરોવાયેલુ મારુ ચિત્ત ઘડીએ ઘડીએ તારી હાજરી ચકાસ્યા

કરે અને ત્યાં નિયત સમયે તારુ આગમન થતા,મારા ચિત્તમાં

એક અજબનો સંતોષ છવાઈ જાય છે !

ઘણીવાર માત્ર આપણી હાજરીને કોઈ કેટલી તીવ્રતાથી

ઝંખતુ હશે ...કલ્પના કરી છે ? આ ઉંડા સ્નેહની ...તારા અને

મારા જૂજ સમયમાં રચાતા સંવાદો મારા કમજોર મનને તારા

પ્રત્યેની ઊંડી લાગણીનો અને તારા તરફથી મારા તરફનો

અપાર સ્નેહની પૂર્તિ કરી જાય છે ! ફરી તારુ અને મારુ છુટુ

પડવું .અને ફરી મારુ ચિત્ત તારા નામની માળા જપે છે !ફરી

એ જ પ્રતિક્ષાના ચગડોળે ...ચિત્ત ભમે છે ...હું બધુ જ કરુ

છુ..બધી જ ફરજ નિભાવુ છુ ,બધુ જ કામ કરુ છુ ..ફક્ત

તને મારા હ્રદયમાં રાખી ને ! એક જીજીવિષા એટલે તું !

તારી અને મારી પ્રત્યક્ષ મુલાકાત વચ્ચે આ રાત્રિના અંધકારો ..

દિવસના કલાકો..!

થઈ શકે તો  એ સમયની પળને એક વિનંતી કરવી છે કે

જ્યારે તારી અને મારી પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે એ થંભી

જાય ! તારા સાનિધ્યમાં મળતા સુકુનનો કોઈ પર્યાય નથી .

અને ફરી ફરી ને આ આતમ ફરી તારી પ્રતિક્ષાના ફેરામાં

અટવાતો જશે !

કદાચ મારી જિંદગીનુ એક સત્ય
તું અને તારા મિલનની પ્રતિક્ષા
એ જ પ્રતિક્ષાના ફેરા એટલે
મારો તારો આ પ્રેમ.

Read More

સૃષ્ટિ

સૃષ્ટિ તણા વૈભવની જો યાદી બને !
ઠેર ઠેર વૈભવની જો યાદી બને !
કોઈના સંદુકમા અધિક દોલત ખનકે !
કોઈના મહેલમા તો મોરલા પણ ટહુકે!
કોઈ હીરા મોતીથી અધિક ઝળહળે !
તો કોઈના સ્વપ્નોની કોઈ વિસાતના મળે !
પણ અંતર જેનુ કદી સંતોષથી ના ભરે !
એ મહેલની મિરાતમા પણ જાગતા ફરે !
સંતોષના કદી કોઈ મલકમાં હાટડા મળે !
દિલની અમીરાતના કદીના સોદા મળે !

Read More

ખબર નથી પડતી હું ક્યાં જાઉ છુ ?
ઘડીક તારી સાથે તો ઘડીક એકાંતમા હોઉ છુ !

ક્યારેક તને પાસે તો ક્યારેક ખૂબ દૂર પામુ છુ !
હદ તો થાય ત્યારે મને જ મારુ સરનામુ પુછુ છુ !

નથી રહેવાની કદીય સાથે એક તારી માળા ઝપુ છુ !
ખબર છે મને તારા દરવાજે ચંપ્પલ માફક ઉતરુ છુ !

કોઈ સપનાના મહેલમા તારી સાથે રાચુ છુ !
કેમ કહુ મજબૂરીની ઈંટ તળે પલ પલ હુ રીબાઉ છુ !

કેટલી સરહદમા બાંધેલી છે આ લાગણી ખરુ !
શું કહુ બસ તારી મંજૂરીની આશાએ ધબકુ છુ !

આવીશ તું, વાત કરીશ તું ,એ આખરી વાતમા પણ,
વળતો ઉત્તર ન આપતી એવી ટકોર પણ કરીશ તુ !

ત્યારે માત્ર ત્યારે અહેસાસ થાય મને કે ,
કેટલીય અડચણો પર આ પ્રેમનો બાગ વાવીશ હું !

Read More

let her breath
એ વગડાના છોડને કૂંડામાં રોપ્યો ,જરા આપો મોકળાશ..let her breath..
એ વગડાની વેલીને રોપીતો કૂંડામાં,જરા લહેરાવા દો.એને..let her dance

Read More