Quotes by Ankit K Trivedi - મેઘ in Bitesapp read free

Ankit K Trivedi - મેઘ

Ankit K Trivedi - મેઘ Matrubharti Verified

@trivediankit2090
(48)

પપ્પા સાથેનો છેલ્લો એકાંત..

યાદો તાજી થઈ અને ફરી એ વાત વાગી ગઈ;
હુંફાળા એ સ્પર્શ ની અનુભૂતિ હૃદયમાં જામી ગઈ.

સમય ચાલ્યો? કે હું આગળ નીકળી ગયો;
એ કંપાવતા વિચારથી હું ત્યાં થોભી ગયો.

પપ્પાને લઈને નીકળતા એ રાતથી હું હારી ગયો;
અને પરત ઘર સુધીની એકલી સફરથી હું થાકી ગયો.

પુત્રમાંથી પીઢ બનાવતો એ સમય ક્ષણભરનો હતો;
એ પછીની જિંદગીનો ક્ષણ - ક્ષણ પપ્પાની યાદનો હતો.

©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

વાણી બદલાઈ પણ વિચાર નહીં,વ્યક્તિ બદલાયા પણ વર્તન નહીં;
પારખે કોણ અહીં માણસાઈ ને?કેમ કે મતલબ છે અહી માણસને.

વિચારોના ઘોડપુરમાં કોણ તર્યું ને કોણ મર્યુ? એ તો નજરઅંદાજ છે;
હોડી થી ક્યાં બચાવવા "મેઘ", આ પૂરમાં તો જહાજ પણ નાનું છે.

એક માળાના મોતી થઈ ને કિંમત મણકા ની આંકવી છે;
ભેગી માળાની કિંમત અમૂલ્ય, એ બધા એ ક્યાં જાણી છે.

©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

ધાર...

જોયા છે અમે વાદળમાં ઘેરાયેલા અને વંટોળ સાથેના કિસ્સા;
હજી પણ છે કોતરાયેલા મગજમાં,  એના સચવાયેલા હિસ્સા.

વંટોળને થાબળ્યો અને તોફાનને સંભાળ્યો ,તોય હજી એજ ખુમારી;
વરસ્યો વરસાદ મુશળધાર પણ ,ગરમી રહી છે તોય હજી કુંવારી.

જાણે કર્ણના બાણ વાગે તોય અર્જુનનો રથ સુરક્ષિત ,એવો જ છે નજારો;
વાગ્યા ઘણા ઘા દિલમાં પણ, રહ્યા હજી સુરક્ષિત ? આતો એના છે વિચારો.

©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

"મિત્રો સાથેનું બાળપણ"

મળતા કેટલીયે વાર રોજના ,રહેતા જિંદગીમાં મોજ ના;
નિખાલજ ભરી મિત્રતાના દોસ્તો, રહેતા રોજ નવા રમતોની ખોજમાં.

બોલ બેટમાં ટુકડી પાડી રમતા મિત્રો , બતાવતા એકતા ના ચિત્રો;
ક્યારેક મેદાન નાનું પડતું ,અને ક્યારેક બોલ માટે પૈસા ઘટી પડતા.


બાળપણ ગયું પણ યાદો નહીં, મિત્રો છે પણ હવે સમય નહીં;
ભાગતા સમયની દોડમાં મોડ છે, પણ બાળપણનો હવે એ રોડ નહીં.

© - અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More

"અમે જિંદગી પણ અલાયદી જોઈ છે સાહેબ"

વિશાળ પાંખ વાળા પક્ષીને, જમીન પર ચણતા જોયા છે;

અને વગર પાંખના માણસને, હવામાં ઉડતા જોયા છે.

© - અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More

બંધ તિજોરી રાખે છે ગુપ્ત વ્યક્તિનું ધન;

' અને '

બંધ મુખ રાખે છે ગુપ્ત વ્યક્તિત્વ અને એનું મન.

© - અંકિત કે ત્રિવેદી-'મેઘ'

Read More

મોજ ની ખોજ...

દુઃખ તો દરિયાને પણ પડે છે, નહીંતર અમસ્તાં આમ જ મોજા ક્યાં રોજ ઉછળે છે ;
ઘડિયાળ તો ત્યાં જ લટકે છે પણ,રોજ સમય આગળ નીકળે છે .

આતો મલકાતું મુખ માધવનું , અને સંયમ શ્રીરામનું;
રાખ્યું છે અમે એવું વર્તન, જે જીંદગીમાં છે કામનું.

સૂર્યકિરણ ને રોકવાનો અમસ્તો પ્રયાસ કરે છે વાદળ રોજ, બાકી કિરણ પૃથ્વી સુધીના માર્ગની કરી જ લે છે ખોજ,

અમસ્તો માણસ રાખે છે મગજ પર બોજ ; જુવો તો ઈશ્ર્વરએ આપણને, જિંદગીજીવવાની આપી છે ઘણી મોજ.

© લી. અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

હૃદયની વાત આંખ વધારે સમજે અને બોલે છે;

એટલે જ કદાચ હૃદયને દુઃખ લાગે ત્યારે સૌથી પહેલી આંખ રડી પડે છે.

©- અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More

દરેક સમયે જીત ના મળે તો પણ , કિંમત નિરંતર પ્રયત્ન કરતા વ્યક્તિની જ થાય છે;

"કેમ કે મિત્રો"

લાખ રૂપિયાની ઘડિયાળમાં જો '૫' રૂપિયાનો સેલ પતી જાય તો તેની કિંમત શૂન્ય થઇ જાય છે

©- અંકિત કે ત્રિવેદી -'મેઘ'

Read More

કેલ્ક્યુલેશન જો ધંધા માં કરો તો આંકડા પાછળ શૂન્ય વધે;

" અને "

કેલ્ક્યુલેશન જો સબંધમાં કરો તો આંકડો શૂન્ય જ મળે.

© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More