The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
? એક સુંદર મેસેજ...✍ આજનાં પતિ-પત્નીમાં શું ઘટે છે... જાણવા માટે વાંચો... સવારનાં નવવાગ્યાની આસપાસનો સમય હતો.પોતાનાં હાથનાં અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા નર્સિંગહોમનાં વેઇટિંગ રૂમમાં બેઠા હતા.પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ-બે વખત કહ્યું, એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો.બધી વિગત જોઇ એ પછી નર્સે અંદર જઇ ડોક્ટરને જાણ કરી.ડોક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા.પછી પૂછ્યું,"દાદા,તમારી ઉતાવળ નું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા જવાનું છે?" "ના બેટા !' પરંતુ બીજા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે.એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લાં પાંચ વર્ષથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે.છેલ્લાં પાંચ વર્ષથી એ નર્સિંગહોમમાં મારી પત્ની દાખલ છે." " પાંચ વર્ષથી?શું થયું છે એમને" નર્સે પૂછ્યું. " એમને અલ્ઝાઇમર(સ્મૃતિભ્રંશ) નો રોગ થયેલો છે."દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિનાં ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકા નો દોરો ખેંચતી વખતે દાદા થી સિસકારો થઈ ગયો. એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી," દાદા, તમે મોડા પડશો તો તમારાં પત્ની ચિંતા કરશે કે તમારાં પર ખિજશે ?" દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યાં.પછી બોલ્યા:" ના, જરા પણ નહિ, ચિંતા પણ નહિ કરે અને ખિજશે પણ નહિ, કારણ કે એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે. એ કોઈને ઓળખતી જ નથી!હું કોણ છું એ પણ એને ખબર નથી!" નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પૂછાઇ ગયું:" દાદા ,જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એનાં માટે છેલ્લાં પાંચ વર્ષથી તમે નિયમિત નર્સિંગહોમમાં જાઓ છો તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ તમારી પત્ની ને તો ખબર જ નથી કે તમે કોણ છો?" દાદાએ નર્સને કહ્યું:" બેટા ! એને ખબર નથી કે હું કોણ છું,પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?" દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઇ અને નર્સની આંખોમાં આંસુ આવી ગયાં. સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર, એનાં અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કંઇ નહિ હોય, તેનો સ્વીકાર. એવો પ્રેમ કરનાર " I LOVE YOU " કહેતા નથી, પણ " LOVE IS MY LIFE " એમ માનીને પ્રેમની ઇજ્જત જાળવે છે... ???
"પુરૂષ"... આ શબ્દ સાંભળતા જ એક છબી આવે... "એક નર જે કઠણ હોય કડક પથ્થર જેવું હ્દય હોય એને લાગણી નાં હોય"...આ વ્યાખ્યા છે પુરૂષ ની. સ્ત્રી સંવેદના , સ્ત્રી નું દર્દ , આ બધી બાબતો ઘણી વાર સાંભળી છે..જોઈ છે..પણ ક્યારેય કોઈ એ પુરૂષ ને એનાં દર્દ ને એની સંવેદના ને ક્યારે ખુલ્લાં બહાર પાડ્યા જ નથી. એક ધારણા એવી જ હોય...કે..પતિ અને પત્ની નાં ઝગડા માં લોકો પહેલી સલાહ હંમેશા પુરૂષ ને જ આપે...કેમકે સલાહકાર પણ માની જ લે છે કે, પુરૂષ ખોટો જ હશે. સ્ત્રીઓ પાસે હંમેશા ગંગા , યમુના નદી નાં નીર છલોછલ હોય છે...એ રડી શકે છે. પણ સાહેબ પુરૂષ પણ કોમળ હોય છે.."પણ આ સમાજ એવો છે ને કે , જો કોઇ છોકરો રડતો હોય તો તરત કહી દે..'શું બાયલા વેડા કરે છે..?!!!' એટલે એ નાનાં બાળક ના મનમાં એક વાત ફિક્સ થઈ જાય કે 'છોકરા એ રોવા નું નઇ. તમે ક્યારેય વિચાયુઁ કે "સ્ત્રીઓ નાં પ્રમાણ માં પુરૂષો ને "હાર્ટ અટેક" વધારે આવે છે..!!!!? કેમ.....??????? કેમકે એ ક્યારેય ખુલી ને રડી શક્યા નથી. એમની પ્રોબલેમ્સ ને આપણી જોડે આવા દીધી જ નથી. એટલા માટે કેમકે એ માણસ તમને ચિંતા આપવા માંગતો નથી. દિવાળી વેકેશન માં બાળકો મમ્મીઓ જ્યાં કે ત્યાં...ફરવા જવાનું ક્યારેય એમ પુછ્યું કે "પપ્પા તમારે ક્યાં જવું છે..? આ વખતે તમે કહો ત્યાં..". કે પછી.... " સાંભળ ને ક્યાં જવું છે..?? આ વખતે તમે કહો ત્યાં...હું પણ જોઉં કે મારા પતિ ની ફેવરીટ જગ્યાં કઇ છે..!!" પણ નાં આ બધું આપણને ખબર જ નથી. અને કદાચ ખબર હશે તો પણ જવા દે ને..આપણ ને તો લઇ જાય છે...બઉં કહીશું તો એય નય લઇ જાય....આ રોજ ની વાત છે... આજ કાલ મનોચિકીત્સક/સાયકોલોજિસ્ટ..ના ક્લિનીક વધતા જાય છે.. "મારા એક મિત્ર એ કહેલું કે અમારે ક્લીનીક માં 10 માંથી 07 Male (પુરૂષ) જ આવે છે..પેશન્ટ તરીકે..." અને આ સત્ય છે... તરુણ વય નાં બાળકો થી માંડી ને મોટી વય ના પુરૂષો સુધી.. એવું નથી હોતું કે હંમેશા BoyFriend જ ચીટીંગ કરે....... આ માનસિકતા..આપણા માં છવાયેલી એક છબી છે. કે..છોકરાઓ જ ખરાબ હોય છે... અને એક સત્ય છે...કે આવા લોકો ને સાંભળનાર કોઈ નથી હોતું.. પુરૂષ હારી જાય છે...પણ તે લડ્યા કરે છે.... એક અજાણી વ્યક્તિ પાસે જઈને જાણી અજાણી વાતો કરી ને..મન ને હલકું કરી નાંખવાનું ..અમુક સમયે રડી લેવું કેમકે એ વ્યક્તિ મને જાણતો નથી તો મારી વાત એ મારા જાણેલા લોકો જોડે નહી જાય.. એક મનોચિકીત્સક નાં ક્લિનિક માં એક સારું વાક્ય લખેલું... "અજાણ્યા કરતા જાણેલો મિત્ર તમારી મદદ જરૂર કરશે.. માટે મિત્ર બનાવો સારા જેની સાથે દિલ ખોલી ને વાત કરી શકો..જેની આગળ બોલતા વિચારવું ના પડે.." હું સ્ત્રી વિરોધી નથી...હોય છે..અમુક ખરાબ..પુરૂષો...હાલ માં કેટલાય..કિસ્સા..છે.. જે ખરાબ છે....એવા..પુરૂષો કલંક સમાન છે.... બહાદુર સ્ત્રી ની કદર છે.. પરંતુ...એવા..નાલાયકો ના લીધે....સમગ્ર પુરૂષો ખરાબ નથી હોતા... અંત માં એટલું જ કહીશ તમારી આજું બાજું માં રહેલા ગુસ્સાવાળા કે પછી.. એક દમ ગંભીર વ્યક્તિ એટલે પુરૂષ...એ તમને એટલો જ પ્રેમ કરે છે.. જેટલો તમે કરો છો.. બસ આ જાત ને પ્રેમ વ્યક્ત કરતા નથી આવડતું... પણ સમજી જજો.. "હીરા ને પથ્થર સમજવા ની ભૂલ ક્યારેય નાં કરતા..."
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser