Quotes by Shwetal Patel in Bitesapp read free

Shwetal Patel

Shwetal Patel Matrubharti Verified

@shwetalpatel001gmail.com122020
(284.1k)

"ઉજાસ તરફનું પગથિયું"

જીર્ણ ભીંતો, પીળો રંગ,
કમાન વચ્ચે એક દ્વાર,
સમયે કોતર્યો છે અહીં,
સ્મૃતિનો સઘળો ભાર.

પગથિયાં ચઢે ઊંચે જ્યાં,
પ્રકાશનો છે પડછાયો,
અંધારા ઓરડા વચ્ચે,
આશનો પ્રકાશ રેલાયો.

કેટલા પગલાં પડ્યાં હશે,
આ પથ્થરની ધાર પર,
સુખ-દુઃખના ઓળા સાથે,
સૌ ચાલ્યા અજાણ ઘર.

આ કમાન એક સાક્ષી છે,
આવતા-જતા કાળની,
ખાલી ભાસતી ભીતરથી,
વાર્તા કહે છે વ્હાલની.

નીચે પડછાયા ઘેરા છે,
ભૂતકાળની માયા છે,
ઊંચે અજવાળું ખેંચે છે,
ભવિષ્યની છાયા છે.

એક ડગલું ભરવું પડે,
ભય ત્યજીને ચાલવું,
આ દ્વાર તો બોલાવે છે,
અજાણ્યું છે પામવું.

જૂનું તૂટે છે એટલે જ,
નવું કંઈક જન્મે છે,
અંધારું આખું ખરે ત્યારે,
પરોઢિયું પ્રગટે છે.

માટે હિંમત કર હૈયા,
આ પગથિયું ચઢી જા,
જે પ્રકાશ સામે દીસે,
તારું નવું સરનામું થા.

Read More

Thank you
આભાર
धन्यवाद
🙏🙏🙏

Thank you
આભાર
धन्यवाद
🙏🙏🙏

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની હાર્દિક શુભકામનાઓ.