Quotes by shreyansh in Bitesapp read free

shreyansh

shreyansh Matrubharti Verified

@shreyu88k
(895)

પતંગ હવા માં ઊડે છે, કેમ કે દોરો ની ગાંઠ ને વળગી ને બેઠી છે. જિંદગી એટલે ચાલે છે ,જ્યારે પરિવાર ની ગાંઠ સાથે જોડેલી રહે છે . દોરીથી કાપેલો પતંગ પડી જાય છે. પરિવાર થી છુટો પડેલો માણસ ખોવાઈ જાય છે .

Read More

જેના પગલે ખુશી ઘરે આવી ગઈ .ગઈ કાલ ની વાતો આજે ભુલાઈ ગઈ , શું હતું એના આગમન માં એવું કે અચાનક આવતા આખી દુનિયા બદલાઈ ગઈ .

Read More

નફો નથી કરતો દરેક સંબંધ, પણ ખોટ ખાઈ ને પણ સંબંધ સાચવવો નફા કરતા ઓછું નથી .

દિલ ને જો આંખ મળી જાય એક સાચી વાત હૃદય ને સમજાઈ જાય, શું કહેવું છે એ તો ખબર નથી ??? પણ કોઈ પોતાનું મળી જાય તો જિંદગી જીવવાની મજા આવી જાય

Read More

આંખે એક સપનું જોયું દિલ ને ગમી ગયું . સપનું પૂરું ના થતાં દિલ આંખ થી રડી પડ્યું . દિલે બીજી વાર સપના જોવાનું આંખ થી બંધ કરાવી નાખ્યું અને આંખ ખાલી જોતું રહી ગયું.

Read More

એક દિવસ ની મુલાકાત યાદગાર બની ગઈ. અજાણતા જ મળી ને દિલ ની વાત કહેવાઈ ગઈ. જાણીતા લોકો તો અજાણ બની ગયા. અજાણતા લોકો ની સાથે સાચી મુલાકાત થઈ ગઇ

Read More

સુંદર એવી લાગણી અને સુંદર એવા સંબંધો ને જીવવા માટે સાચા દિલ અને સાચા ભાવ ની જરૂર હોય છે એના કરતા સુંદર કોઈ આ દુનિયા ની કોઈ જ વસ્તુ નથી .

Read More

નકામા પત્થર ને નીકળી સુંદર એવી મૂર્તિ બનવાનું કામ મૂર્તિકાર કરે છે, સારા શબ્દો ને ચુંટી ને સુંદર એવી વાર્તા બનવાનું કામ એક લેખક કરે છે. તેમ જો જીવન માં ફક્ત સારા સંસ્કાર અને સાચી ખુશી મેળવી, નકામી ચિંતા અને નકામી વાતો જો કાઢતા આવડી જાય તો દુનિયા પણ સાચા અર્થ માં સુંદર બની જાય

Read More

આંખો એ આંસુ ને એક વાત કહી દીધી, હૃદય ની લાગણી ની સાચી સમજણ આપી દીધી, સંવેદનાના સાચા સુર તો કોઈ સમજી ના શક્યું, એક અધૂરી વાત જ કહેવાની રહી ગઈ.

Read More

ફટાકડા જોર થી ફૂટે છે કેમ કે એની અંદર દારૂગોળો ભરેલો પડ્યો હોય છે, જેટલો દારૂગોળો વધુ તેટલો જ અવાજ અને ધમાકો વધુ, તેમ માણસ ના જીવન માં પણ જેટલી નકારાત્મતામાં અને દુર્ગુણો વધુ હસે તેટલા જ પ્રમાણ માં દુઃખી થશે.

આ દિવાળી માં શુભ અવસર માં લોકો પોતાની નકારાત્મતામાં દૂર કરે અને સમજણ શકિત વિકસાવે એ જ ઈશ્ર્વર ને પ્રાથના
#HappyDiwali

Read More