Quotes by Shanti Khant in Bitesapp read free

Shanti Khant

Shanti Khant Matrubharti Verified

@shantibenb6853
(1k)

सच्चे साथ निभातें है,
बेईमान बहाने बनाते हैं।

-Shanti Khant

રાષ્ટ્ર ધર્મ સર્વોપરી.
રાષ્ટ્રની સ્થાપના થાય પછી જ ધર્મની સ્થાપના થાય છે.
રાષ્ટ્ર નહીં હોય તો ધર્મ ક્યાંથી હશે!

-Shanti Khant

Read More

પ્રેમ એટલે...
પૃથ્વી પર સ્વર્ગ માંથી ઉતરી આવેલું નાનું અમથું એવું અંધારા માંથી આવતું અજવાશ નું એવું કિરણ છે જે કોઈના જીવન નેં ખુશીઓથી,આનંદથી ભરી દે છે..
આ આનંદ રૂપી આપણી હાજરી કોઈ ના જીવનમાં હોવી અને એની હાજરી આપણા જીવનમાં હોવી એક સુંદર અલોકીક અદભુત ઘટના છે.

-Shanti Khant

Read More

શક્તિ વગર કોઈ કાર્ય સંભવ નથી.
સમગ્ર સંસારમાં શક્તિનું અદ્વિતીય મહત્વ છે. આંસુરી વૃત્તિ ને ડામવા માટે દેવોને પણ શક્તિ માંગવી પડે છે.
તે શક્તિ છે જગદંબા, આદ્યાશક્તિ..

-Shanti Khant

Read More

સ્વાવલંબી વ્યક્તિ સ્વબળે જગતને જીતી લેવામાં વિશ્વાસ ધરાવતો હોય છે તે કદી નિષ્ફળ નથી જતો.
જ્યારે આળસુ વ્યક્તિ તેની મુર્ખતા ને વાગોળવા સિવાય કશું નથી કરી શકતો.

-Shanti Khant

Read More

ખરો યોદ્ધા તો એ જ છે,
જે દરેક પરિસ્થિતિમાં લડે..

-Shanti Khant

ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના.
આપણામાં રહેલ ગુરુત્વત્વને વંદન. 🙏
જ્ઞાન પ્રાપ્તિ માટે અર્થ શાસ્ત્રોમાં ઊંડું જ્ઞાન માટે કે સ્વની ઓળખ માટે વ્યક્તિને સદગુરુના માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. ગુરુએ એને આત્મપંથના સાચા માર્ગ તરફ ઈશારો કરે છે એને કહે છે કે આ માર્ગ પ્રાપ્તિ જાઓ તો તમને સત્ય માર્ગ મળશે..ગુરુ તમને સત્ય આપતા નથી પરંતુ સત્યના માર્ગ દર્શાવે છે.
જ્ઞાન માટે ગુરુ બનાવવા પડે છે…ગુરુ વિના જ્ઞાન મળતું નથી પણ આ સંસારમાં ઢોંગી સાધુઓ વચ્ચે સાચા અર્થમાં મુક્તિ અપાવે એવા ગુરુ શોધવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.
જ્ઞાન મેળવવુ એ દરેક વ્યક્તિની પોતીકી આધ્યાત્મ યાત્રા છે.
આત્મા એ દરેક જીવમાં હાજર છે. તેનો સ્વભાવ સરખો હોય છે, એટલે કે, દરેક આત્માના ગુણો સમાન હોય છે. મુખ્ય ગુણો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ છે.
જ્યારે ભૌતિક સુખો જેવા કે કિર્તી, પૈસા અને સંપત્તિનો સ્વભાવ વિનાશી અને અસંતોષ કરાવનારો છે;
આત્મા શાશ્વત છે અને તેના ગુણો પણ શાશ્વત છે. ઉદાહરણ તરીકે, પૈસાથી વ્યક્તિના જીવનમાં આરામ અને સુખ આવે છે, પરંતુ તેનાથી કાયમ ટકી શકે એવું સુખ કે આનંદ નથી મળી શકતા જે આત્મામાંથી મળે છે. આ કારણથી, બધા શાસ્ત્રોના સારરૂપે, આધ્યાત્મિક કેળવણી અને આધ્યાત્મિક અભ્યાસ ફક્ત એક જ છે:
તમારા આત્માને જાગૃત કરો!
જેને જોઈ શકાતું નથી, તેને જાગૃત કેવી રીતે કરી શકાય?
આત્માને ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી, અથવા તેને શબ્દો દ્વારા સંપૂર્ણપણે વર્ણવી શકાતો નથી. તે સૂક્ષ્મ છે. તેના સાક્ષાત્કાર માટે, આપણને પ્રત્યક્ષ આત્મજ્ઞાની કે જેને આત્મ-સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે, તેની જરૂર છે. આવા ગુરુને જ્ઞાની કહેવામાં આવે છે, જેની કૃપાથી, આપણને આત્મા શું છે તે જાણવાની દ્રષ્ટિ ખૂલે છે.

Read More

તમે વાસ્તવમાં કોઈ નાં પ્રેમ માં છો તો એ વ્યક્તિને સંપૂર્ણ સ્વતંત્ર છોડી દો, એને માત્ર નિઃસ્વાર્થ પ્રેમ કરો..
પ્રેમની સાચી સરહદ સ્વતંત્રતા છે.
કોઈપણ સંબંધ પૂરો થઈ જવાનું કારણ સ્વતંત્રતાનો અભાવ હોય છે.

-Shanti Khant

Read More

કેટલો મોટો ઉપહાસ કહેવાય.
જે અંત માં થવાનું હતું તે સૌથી પહેલા જ થય ગયું.
જેઓ એ સૌથી છેલ્લે જવાનું આશ્વાસન આપ્યું હતું
તેઓ જ સૌથી પહેલા જતા રહ્યા.
સૌથી પહેલી લેવાયેલી ચણતર ની ઈંટ સૌથી છેલ્લે રહી.
સૌથી પહેલા થયેલો પ્રેમ સૌથી પાછળ રહ્યો.
સૌથી પહેલા બનાવેલ રોટલી સોથી છેલ્લે ખાવામાં આવી. સૌથી પહેલાં જાગેલી વ્યક્તિ ને છેલ્લે ઉંઘવા મળ્યું.

-Shanti Khant

Read More

किसीकी ख्वाइशों का घर मिला और किसी की हसरते बेघर हूई।

-Shanti Bamaniya