The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઈ પૂછે પ્રેમ શું છે? તો હું કહું, પ્રેમ મોરપંખ છે જે કૃષ્ણના મસ્તક પર શોભે છે. પ્રેમ વાંસળી છે જે કૃષ્ણના અધર પર વાસ કરે છે. પ્રેમ રાધા છે જે કૃષ્ણને મળવા વ્યાકુળ છે. પ્રેમ મીરા છે જે કૃષ્ણના લીન છે. અંતે પ્રેમ એટલે કૃષ્ણ કૃષ્ણ બસ કૃષ્ણ. - સાવન
તને યાદ કરવા કોઈ કારણની જરૂર નથી, કેમ કે તું મારી એ યાદ છો, જે દિલથી ક્યારેય નથી જતી. - સાવન
"પપ્પા" જો ઉડવું હોય મારે, તો મારા મનનું ખુલ્લુ આકાશ. જો પુરા કરવા હોય સપના, તો મારા અધુરા સપનાનો ઉજાસ. જો મુશ્કેલ હોય જિંદગીની સફર, તો સફરમાં ફેલાવે પૂનમનો પ્રકાશ. માંગવાથી તો બધું મળે આ જગતમાં, વણ માંગે આપે મારા પપ્પા છે ખાસ. જો કોઈ કહે મુજને શું છે તારી પાસ, તો કહું ઈશ્વર સમ પપ્પા છે મારી આસપાસ. @સાવન
આંખ અને નસીબનું કનેક્શન પણ અજીબ છે, આંખને જે વ્યક્તિ ગમે તે નસીબમાં હોતી જ નથી. - સાવન
ક્યારેક બધું કહેવા માટે શબ્દો નથી હોતા. બસ દિલમાં ઈચ્છા એવી હોય છે, કે કોઈ સમજે, કોઈ સાચવે, કોઈ સંભાળી લે. સાવન
માહ આવ્યો ભાદરવો,ને મોરે કર્યો ટહુકાર, ગગનમાં ગડગડાટ સાથે, મેઘે કર્યો મલ્હાર, તૃપ્ત થઈ ધરણી, ને હરખાયો જગત તાત, ગોકુળિયું ગામ બનાવવા,મેઘે કર્યો મલ્હાર. ચોતરફ જળરાશિથી, નદીઓ બની ભરપૂર, હરિત રંગથી રંગવા,આજ મેઘે કર્યો મલ્હાર. શ્રાવણિયે શિવજી પધારે, ભાદરવે ગજાનન, આસોમાં આરાધવા આદ્યશક્તિને, મેઘે કર્યો મલ્હાર. આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ, માનવ મનને મહેકાવવા, મેઘે કર્યો મલ્હાર. "સાવન"
જે વિખૂટા થયા સફરમાં, ફરી તને મળશે, જીવનની નાવને ફરી કિનારો મળશે, અંધારૂ ક્યાં સુધી મનને છળશે, ખુશીઓના દિવસ ક્યારેક તો મળશે. સાવન
ઘણી વાતો કરવી છે તારી સાથે, બસ શરત એટલી કે, પૂરી જિંદગી લઈને આવજે. સાવન
કેટલું મુશ્કેલ છે એને ભૂલવું જ્યારે એ વ્યક્તિની યાદ આવે, જે વ્યક્તિ આપણા નસીબમાં નથી હોતી. એ રાત રાત સુધી એના ફોટાને નિહાળવું, વારંવાર એના ઓલ્ડ મેસેજ વાંચવા, ફોનમાં રહેલા એના નંબર ને ડાયલ કરવા તરસતી આંગળીઓ, જાણું છું કે એ વ્યક્તિ મારા નસીબમાં નથી, છતાં એને મેળવવાની તાલાવેલી. બસ એ જ આસ લગાવી બેઠો છું, ખરેખર કેટલું મુશ્કેલ છે એને ભૂલવું.
લાગણીઓના વહેણમાં તણાય, ને ધક્કો ખાય કિનારે પછડાય, એ પહેલા પાછો વળી જા. અરમાનોના પોટલા મનમાં બંધાય, ને અંતે એ જ મન ડઘાય, એ પહેલા પાછો વળી જા. તું સુવિચાર ને હું દુર્વિચાર, તારું પાક વ્યક્તિત્વ હણાય, એ પહેલા પાછો વળી જા. તું અગમ નિગમનો યોગી, ને હું ભ્રમર સમ ભોગી, સપનાઓ ચુર ચુર થાય, એ પહેલા પાછો વળી જા.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser