Quotes by Sss in Bitesapp read free

Sss

Sss

@s.s.s.


"જવાબદારી ની તાકાત"

"આજે હું મોટો થઈ ગયો"

કાલ સવારે માનો ખોળો ખૂંદતો હતો હું, આજે બાપ બનીને મારો ખોળો ખૂંદતા દીકરા ને જોય ગયો.

હા, આજે હું મોટો થઈ ગયો....

કાલે મારી જવાબદારી મા-બાપ રાખતા હતા, આજે હું શ્રવણ બની મા-બાપની જવાબદારી રાખતા શીખી ગયો.

હા, આજે હું મોટો થઈ ગયો.....

કાલે બાપને ઘર ચલાવતા માત્ર જોયા કરતો હું, આજે જાતે આખું ઘર ચલાવતા શીખી ગયો.

હા, આજે હું મોટો થઈ ગયો.....

બાળપણમાં ગીલ્લી-દંડો રમતા રમતા, આજે જિંદગીની બાજી હું હસતા મોંએ હારી ગયો.

હા,આજે હું મોટો થઈ ગયો....

Read More