Quotes by Chudasama Ruturajsinh in Bitesapp read free

Chudasama Ruturajsinh

Chudasama Ruturajsinh

@ruturajsinh


એવા તે કેવા ચોઘડિયે

મળ્યા આપણે

કે

મળી પણ ના શક્યા

ને ભૂલી પણ ના શક્યા.

All Ways Miss You KD Di.

આંખમાંથી શું ઝરે છે શી ખબર
જે દિવસ છોડી દીધું તારું નગર

એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર

જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર

લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થશે અસર

હોત તું પથ્થર તો સારું થાત
કેહું તને પૂજી શકત પૂછ્યા વગર

Read More

ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !
એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ તું સંબધ વચ્ચે લાવ ના !
મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !

Read More

માણસ તમને નઈ પણ તમારી સ્થિતિ ને પ્રેમ કરે છે.

બહુ miss કરું છું એ વ્યક્તિને,,,એ વ્યક્તિ જે અત્યારે મારી સામે રહેલા અરીસામાં દેખાય છે. ક્યારેક ફોનની gallery ચેક કરતી વખતે, તો ક્યારેક hike કે Matrubharti ચેક કરતા કરતા. આ આંખો ભીની થઇ જ જાય છે.. ક્યારેક કોક નું નિર્દોષ સ્મિત જોઈને, તમારા ખોવાયેલ હસતા ચેહરાની યાદ આવી જ જાય છે.. ક્યારેક હજારો ના ટોળાની વચ્ચે પણ, એકલું પડી જ જવાય છે. ખબર જ ના પડીકે સમયે મને બદલ્યો કે, હું જ સમય સાથે બદલાઈ ગયો. miss you.

Read More

एक रोटी नही दे सका कोई उस मासूम बच्चेको, लेकिन वो तसवीर लाखों में बिक गई जिसमे रोटी के लिए वो बच्चा उदास बैठा था.

Read More

ना जाने क्यों आप हम दोनोंके बीच रोज एक नई दीवार खड़ी कर देते हो, जिसके कारण हमारे रिस्तो में भी खटास आ जाती है.

Read More

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

Read More

દિલ તૂટી જાય છે જ્યારે ખબર પડે છે,
કે આપણી સાથે થતી વાતો બધા સાથે થાય છે !!@ઋતુરાજ.