Quotes by Rupal in Bitesapp read free

Rupal

Rupal

@rupalgandhi


મુક્ત થઈ દુનિયાદારી ની જંજીરોથી,
પ્રકૃતિ ની ગોદમાં વિચરવુ છે,
અપેક્ષાઓ ના વાડા તોડી,
પક્ષી બની વિહરવુ છે.
VR❣️

Read More

ધરતી પર નભ નમે તો અમને ગમે આ મસ્ત મોસમમાં કોઇ યાદ કરે તો અમને ગમે.

વરસાદ તો વરસે તેની તો આ મોસમ છે, પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે..!
Good night
VR❣️

Read More

સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે, થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઇ શકી, દુ:ખમાં તેની પર આંસુ વહાવી શકો,ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને ખુશીમાં તેને ભેટી શકો.
Good morning
VR❣️

Read More

જિંદગી એક કોફી ના કપ જેવી છે. તમે ગમે તેટલી ખાંડ ભલે ને નાખો, પણ તેનો કડવો સ્વાદ તો આવશે જ, જિંદગી નું પણ એવું જ છે, પણ સાચી મજા તો કોફી ના સ્વાદ ને માણવામાં જ છે.
VR❣️
#coffee

Read More

કડક ચા અને મજબૂત સંબંધ બંને બનતા વાર જ લાગે.
VR❣️
#Tea

જીવન એ ચા બનાવવા જેવું છે, અહંકારને ઉકાળો, ચિંતાઓને બાષ્પીભવન થવા દો, દુઃખ ઓગળવા દો, ભૂલોને ફિલ્ટર કરો, અને આનંદની ચૂસકી લેતા રહો.
VR❣️
#Tea

Read More

આમ તો સૌના દિલે નોખાં મિજાજો હોય છે. ક્યાંક ભીતર આંખમાં ઢાંક્યો મલાજો હોય છે.

એમ ના સમજો તમે જીતી જશો યુદ્ધો બધા, આ સમયની પાસ કંઈ જૂદો તકાજો હોય છે.

થાય ખોટી વાતથી બરબાદ જીવન કંઈકના, મૂંછ ખાતર દંડતા નીંભર રિવાજો હોય છે.

આવતાં તોફાન સામે જંગ ખેલી પણ પછી, ડૂબતા લોભે કિનારે પણ જહાજો હોય છે.

કોઈ થઈ નિઃશબ્દ ગૂંજે છે સતત એકાંતમાં, હોય છે આ મૌનની ભીતર અવાજો હોય છે.
#emotion

Read More

કહેલી વાતો કરતા છુપાવેલી વાતો વધુ pain આપે છે.
VR❣️
#Pain

મોટાભાગે વધુ પડતા લાગણીશીલ માણસો જ હતાશામાં સરી પડતા હોય છે આવા સમયે હૂંફાળા શબ્દો કે એક હૂંફાળો સ્પર્શ માનવીને ટાઢક આપે છે.
"સુખના કોઈ ઈન્જેક્શન કે દુ:ખની કોઈ દવા નથી, સંબંધોની સમયસરની હૂંફ જ માણસને બચાવે છે."
VR❣️
#Depression

Read More

ઉનાળાની શાન છે કેરી,
ખાટા-મીઠા સ્વાદ નું મિશ્રણ છે કેરી,
ધરતી પરનું અમ્રુત છે કેરી.
VR❣️
#Mango