Quotes by ધબકાર... in Bitesapp read free

ધબકાર...

ધબકાર... Matrubharti Verified

@rohit123
(3.2k)

દુનિયામાં રાત ને આંખોમાં સવાર પડે છે,
યાદોનાં ઓછાયા તળે, મન વિહાર કરે છે.

સંબંધ તો પુરો થઈ ગયો હતો મનથી,
બસ કારણ શોધવાનું બાકી રહ્યું હતું.

ગુમસુમ રહે, આજકાલ હવે એ મારાથી,
એટલે જ કહેતો દૂર રહે અનંત અંધારાથી.

સમય નથી હવે મને મારા માટે,
અસ્ત થયો રહ્યો હુ અંધારા માટે.

ખબર છે તોય મને એ સવાલો કરે છે,
સંબંધોના હિસાબને ડામાડોળ કરે છે,
લાગણીઓ હિસાબે કેમ ચઢાવી રાખી,
મારું મન હંમેશા મને એ સવાલો કરે છે.

Read More

નવા વર્ષની મહેફિલમાં પણ એ મારી હતી,
એટલેજ અમારી મુલાકાત અણધારી હતી.

વાહ... મસ્ત મસ્ત... એકલતામાં આવી કહે છે!
ધબકાર બની મારો એ હ્રદયમાં અકબંધ રહે છે.

આજનો જવાબ એ કાલ આપે છે!
તોય લાગે મને એ વહાલ આપે છે!

ગમ્યું એને એનું કહેવું! એકી શ્વાસે,
અમી ખૂણે આવી ઊભા! એના સાથે.

૧૮) અસ્તુ...

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ. યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.

નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.

કર્મ દુઃખરૂપ છે, એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે. એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.

હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.

હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.

હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે.

હે પાર્થ ! જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.

હે પાર્થ ! તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે તામસી બુદ્ધિ છે.

જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે,એમાં સંશય નથી.

જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.

ધબકાર...

Read More