Quotes by Bhanuben Prajapati in Bitesapp read free

Bhanuben Prajapati

Bhanuben Prajapati Matrubharti Verified

@prajapatibhanuben1970gmail.com165106
(807)

છોડી દો તમે ગુટખા,શરાબ,સિગારેટ મિત્રો
શાને કરો જીવન બરબાદ
મળી જીદગી આ દુનિયામાં અણમોલ મિત્રો
શાને કરો જીવન બરબાદ
ગુટખા ખાવા જશો,થશે મોઢાનું કેન્સર મિત્રો
શાને કરો જીવન બરબાદ
સિગારેટ પીતા, ટીબી ના દર્દી બનશો મિત્રો
શાને કરો જીવન બરબાદ
શરાબ કરશે ,ઇજ્જત ઊછાળી ખરાબ મિત્રો
શાને કરો જીવન બરબાદ
નશો કરતા થઈ જશે ઘરની બરબાદી મિત્રો
શાને કરો જીવન બરબાદ
એટલું જાણ્યા પછી ,છોડી દેજો વ્યસન મિત્રો
નહિ તો થશે જીવન બરબાદ

Read More

વ્યસનમુક્તિ કવિતા
છોડી દો તમે ગુટખા,શરાબ,સિગારેટ મિત્રો
શાને કરો જીવન બરબાદ
મળી જીદગી આ દુનિયામાં અણમોલ મિત્રો
શાને કરો જીવન બરબાદ
ગુટખા ખાવા જશો,થશે મોઢાનું કેન્સર મિત્રો
શાને કરો જીવન બરબાદ
સિગારેટ પીતા, ટીબી ના દર્દી બનશો મિત્રો
શાને કરો જીવન બરબાદ
શરાબ કરશે ,ઇજ્જત ઊછાળી ખરાબ મિત્રો
શાને કરો જીવન બરબાદ
નશો કરતા થઈ જશે ઘરની બરબાદી મિત્રો
શાને કરો જીવન બરબાદ
એટલું જાણ્યા પછી ,છોડી દેજો વ્યસન મિત્રો
નહિ તો થશે જીવન બરબાદ
- Bhanuben Prajapat

Read More

દર્દ છલકાઈ રહ્યું આંખમાં અશ્રુ રોકાઈ શક્યા નહિ.
પ્રેમ કર્યો દિલથી,હૃદયના ઘા
રૂઝ્યા નહીં.
શણગાર કર્યો તન પર,એના મૂલ્ય અંકાયા નહીં.
બેવફાઈ મળી જીવનમાં, ફરી વિશ્વાસ મુકાયો નહીં.
સ્વમાન ઘવાયું દુનિયા સામે ,ફરી સાથ મળ્યો નહીં.
પ્રેમ કર્યો દિલથી,હદય આપ્યો હેત થી છતાં મૂલ્ય અંકાયા નહીં.
- Bhanuben Prajapati

Read More

દિલમાં દિલ મળે તો ખબર પડે  કે લાગણીઓ પસરાઈ રહી છે.

આંખમાં આંખ મળે તો ખબર પડે વેદના છલકાઈ રહી છે.

હાથમાં હાથ પરોવીએ તો ખબર પડે પ્રેમની અભિવ્યક્તિ થયી રહી છે.

બે મીઠી પ્રેમની વાત કરીએ તો ખબર પડે બંને બાજુ સરખી જ્યોત પ્રગટી રહી છે.

Read More

દિલમાં કંઇક ખોટ અનુભવી રહી
કોણ જાણે દિલની આપવીતી કહી
હૃદયમાં એક બેચેની અનુભવી રહી
કોણ જાણે કોના માટે જીવી રહી
બંધ દરવાજે કોઈ આવીને કહી રહ્યુ
તું જેના માટે યાદ બની એ જ રહી
શું કામ હૃદયને રડતી આંખે જોઈ રહી
બધું ભૂલી આવી જા મારી સાથે સખી
બધું દર્દ હું સમેટાઈ લઉં તું આવીજા
બસ બહુ થયું અલવિદા દર્દ કહી જા
બે પળ ખુશી માટે જીવી લે દિલ થી
હું તારી સાથે હર પળ તું આવી જા.

Read More

હંમેશા યાદ એને રાખો જેમને તમને રોજ યાદ ભલે ના કર્યા હોય,પણ તમારે જરૂર હોય ત્યારે પડખે આવી એટલું કહે દોસ્ત હું તારી સાથે છું ને.
- B

Read More

ખબર નહોતી કે એમ અચાનક આંધી આવશે.

અજવાળે પ્રકાશમાં જીવનની નાવ હંકારશે.

દિલમાં એક કસક સમી વેદના ભરી આવશે.

સુખ ,દુઃખમાં રહેલી યાદો,અને જગ્યા યાદ આવશે.

સખી,સહેલી મારા બાળકો મને ખૂબ યાદ આવશે.

એકલી બની હું મારી કર્મભૂમિ વિના વિદાય લીધી દુઃખ ભરી વેદનાથી.

સૌ રહેજો બધા ખૂબ ખુશ અલવિદા હંમેશા યાદ આવશે .

- Bhanuben Prajapati

Read More

જીવન કસોટીમાંથી બહાર નીકળવું અઘરું છે ,પરંતુ પ્રયત્ન કરવાની કોશિશ તમને કામિયાબી તરફ લઈ જાય છે.
- Bhanuben Prajapati

ઉગતી સવાર અનેક સ્વપ્ન સાથે શરૂ થાય છે,પરંતુ દિવસ ભર થાકીને સ્વપ્નની મજા લૂંટાઈ જાય છે.
થાય સરખામણી કરવાનું તો બીજાની સફળતા દેખાય છે,પરંતુ પોતે હાંસિલ કરેલ પ્રગતિ ભૂલી જાય છે.

જીવન જીવવું ખુશીથી તો બધું ભૂલી પોતાની મહેફિલમાં ખોવાઈ જવામાં મજા આવી જાય છે.

-Bhanuben Prajapati

Read More

જવાની હોય ત્યારે બધા દિવાના બની જાય છે.અને જુવાની ઉતરે એટલે બધા પરવાના બની જાય છે.

-Bhanuben Prajapati