Quotes by Mitul Prajapati in Bitesapp read free

Mitul Prajapati

Mitul Prajapati

@prabhu1205


બાંધ બાંધ તારા આ ભીંજાયેલા કેશ ને ઝટપટ,

આવે છે મારા ઘર સુધી એનો ઠંડો પવન અને ઝીણા છાંટા ઝરમર..
- કુંભાર

કંકુ ચોખા કુલહાર લઈ સૌએ કર્યું મુહૂર્ત આજ,
આમ ને આમ લાભ પાંચમ ની થઈ સાંજ,
તું પણ કર મુહૂર્ત એકાદ ફોન કે મેસેજ કરી ને,
થાય લાભ મને પણ આ લાભ પાંચમ નો આજ...
- કુંભાર

Read More

નિભાવવા એક વચનની વાત સાચવી રઘુકુળ ની લાજ,
હસ્તે મોંઢે સ્વીકારી લીધો વનવાસ માની પિતાની વાત
રાજ પાટ છોડી લીધી વેરાન વગડા ની વાટ,
સંહારી દુષ્ટો પધાર્યા ચૌદ વરસે, ને થઈ હૈયે દિવાળી આજ...
- કુંભાર

Read More

નિકળ્યો હતો આજ ફરી એજ માર્ગ પર,
મળી હતી પહેલી નજર જે સર્કલ પર,
ગોળ ચક્કર લગાવી ઉતારી નજર ત્યાં તો,
ફરી મળ્યા એ ગૂંથેલા વાળ સાથે સ્મિત ચહેરાં પર...
- કુંભાર

Read More

જાણે અજાણે એની આંખો શું જોઈ લીધી,

ઉંધે તો બાપા આખી રાત માથે લીધી...
- કુંભાર

શી જરૂર છે એને આ AI ઇમેજ બનાવવાની,
દુનિયા તો એમ પણ દીવાની છે એની સાડીની,
ગુલાબી, લાલ, કાળી અને જેટલા બી હોય કલર,
એતો રંગને પણ રંગત આપે,એ એવી છે મજાની..
- કુંભાર

Read More

મળ્યાં હતા અવસર મળવાના ઘણીવાર,
પણ તમને તો ક્યાં હતું ભાન એનું કોઈવાર,
જોવડાવી છે રાહ તમે સવાર થી સાંજ સુધી,
આજ ફરી ઊગ્યો સૂરજ ઇન્તજારનો ને દિવસ છે રવિવાર...
- કુંભાર

Read More

નથી જોઈતો મને સાથ તારો જીવન ભર નો,
ગુજરે એક સાંજ તારી સાથે ને ઉતરે થાક દિવસ ભર નો...
- કુંભાર

માહોલ તો તમે જ બનાવો હો..
ખુલ્લા વાળને ખંખેરતા દિવસ ને સાંજ બનાવો હો...
- કુંભાર

નથી ગમતું યાર હવે તારા વગર,
નીકળ્યું આખું ચોમાસુ વર્ષા થી ભરપૂર,
આ વરસાદમાં ભીંજાયો તો છું,
પણ આમ તો સાવ કોરો છું તારા સાથ વગર...
- કુંભાર

Read More