Quotes by Parth Prajapati in Bitesapp read free

Parth Prajapati

Parth Prajapati Matrubharti Verified

@parthprajapati9646
(250)

સોશિયલ મીડિયા પરની ઝાકઝમાળ દુનિયાનું સત્ય અત્યંત કડવું હોય છે. મોંઢાંમાં આંગળાં નંખાવી દે એવી લોકોની લાઇફસ્ટાઇલ જોઈને આપણે આપણાં નાના પરંતુ સુખી જીવનને એ લોકોની હરોળમાં મૂકીએ છીએ. પણ જ્યારે ભાંડો ફૂટે છે અને એ ઝાકઝમાળ દુનિયાનું સત્ય ઉજાગર થાય છે, ત્યાં સુધીમાં આપણું સુખી જીવન સુખી નથી રહેતું, પરંતુ લોનના હપ્તા ભરતી ને ડચકાં ખાતી એક ઢંગઢાળ વગરની ગાડી જેવું બની જાય છે.
https://vicharonuvishleshan.blogspot.com/2025/01/your-child-is-in-danger-article-by-parth-prajapati.html?m=0

Read More

એક જાય છે ને બીજું આવે છે,
વર્ષ બદલાય છે, પણ સમય નહીં...
- પાર્થ પ્રજાપતિ

સ્ત્રી સન્માન માટે સીસ્ટમ સાથે બાથ ભીડતી બાહોશ મહિલા સીમા કુશવાહ ની સંઘર્ષગાથા જે દરેકને પ્રેરણા આપનારી છે....

લેખક :- પાર્થ પ્રજાપતિ....

https://vicharonuvishleshan.blogspot.com/2024/06/blog-post.html?m=0

Read More

વિચારવા જેવી વાત....

ગુજરાતમાં અવારનવાર સર્જાતી ગોઝારી ઘટનાઓ પર એક સમજવા જેવી વાત🙏🏻

https://vicharonuvishleshan.blogspot.com/2024/06/rajkot-gamezone-fire-incident.html?m=0

આખી જિંદગી ચિંતામાં બળ્યાં પછી જ્યારે ચિતામાં બળવાનો વારો આવે, ત્યારે એમ થાય કે થોડું જીવી લીધું હોત તો સારું હતું...
- પાર્થ પ્રજાપતિ

Read More

દિવસે જેને પસ્તી સમજી ફેંકી દીધું,
રાત્રે એણે જ ઠંડીથી જીવ બચાવ્યો...
- પાર્થ પ્રજાપતિ

આ તે કેવા નગરમાં આવી ચડ્યો છું,
મશીનોની વચ્ચે માણસ જોવા તરસ્યો છું...
- પાર્થ પ્રજાપતિ

હરણી તળાવ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોને શ્રદ્ધાંજલિ
.
.
જે તરી રહી'તી પાણી પર,
એ બોટ નહિ, પણ મોત હતી,
હસતી, ખેલતી કિલકારીયોને
એની ક્યાં ખબર હતી...
જે શોધી રહી'તી પાણીમાં,
એ અશ્રુ ભરેલી આંખો હતી,
કાળજાનો કટકો પાછો નહીં આવે,
એ માને ક્યાં ખબર હતી...
- પાર્થ પ્રજાપતિ

Read More

તને ન માનવાનો તો કોઈ સવાલ જ નથી,
અમે તો બસ હવે માગવાનું છોડી દીધું છે...
- પાર્થ પ્રજાપતિ