Quotes by Niya in Bitesapp read free

Niya

Niya

@niya.97


પૂછું છું તને કે,
ખરેખર દિલથી તને મારી યાદ આવી છે ખરા?

કે પછી ખાલી એકાંતની પળોમાં,
મારું નામ હોઠો પર આવ્યું છે ખરા?

ક્યારેક મારી જેમ તું પણ,
મારી વાતોને ફરી ફરીને વાંચે છે ખરા?

મારા વગરની રાતોમાં,
ચુપચાપ મને શોધે છે ખરા?

હું તો આજે પણ તારી યાદ આવે ત્યારે
દિલને લાખ બહાના આપું છું…

પણ શું ક્યારેય મારી યાદોએ
તારી આંખોને પણ ભીની કરી છે ખરા? ❤️

Read More

બીજું તો શું થાય ?

વાત ના થાય.. રાત ના જાય.. હૈયું બળે..
શ્વાસ રુંધાય..પાંપણ ભીંજાય..જીવ બળે..

કાશ એ રાત ની સવાર ના થઈ હોત,
ને એ બાઈકની સવારી પુરી ના થઈ હોત…

તો આજે પણ તારો હાથ મારા હાથમાં હોત,
ને વિદાયનો એ છેલ્લો વળાંક ના આવ્યો હોત…

થોડી વધુ પળો તારી સાથે જીવી લીધી હોત,
તો કદાચ આજે આટલી તારી યાદ ના આવી હોત…

આજે પણ જીવે છે તું મારામાં,
પણ કાશ એ રાત ની સવાર ના થઈ હોત,
તો આપણે સાથે જીવતા હોત….

Read More

દિવસ તો તોય જેમ તેમ વીતી જાય છે
કકળાટ તો આ રાતનો છે

રાત્રે આવતી એકલતાનું શું ?
બેફામ આવતી તારી યાદો નું શું ?

Read More

સાક્ષી બનાવ્યો છે મેં એ દરીયાને આપણા પ્રેમનો,
જે સાક્ષી રહ્યો છે સ્વયં દ્વારિકાધીશનો…

લહેરોની અંદર મેં દફનાવ્યા છે આપણા અપૂર્ણ શબ્દો,
જ્યાં દરેક મૌન બોલે છે કોઈ અધૂરી ઇબાદતનો…

તારી યાદોના મીઠા ખારા સ્વાદમાં ખોવાઈ જાઉં છું હું,
જેમ દરિયો પોતે જ રાખે રહસ્ય દરેક લાગણીઓનો…

આ પ્રેમ હવે શબ્દોમાં બંધાતો નથી,
એ તો પ્રવાહ છે — સમયથી પણ અડગ,
અંતથી પણ પરેહ નો …

અને જો ક્યારેય આપણે ન રહીશું સાથે,
તો પણ એ દરિયો સાક્ષી રહેશે ,
એ પ્રેમ નો જે અધૂરો રહીને પણ પૂર્ણ હતો…

Read More

હું ખુશ છું તારી સાથે
મારી ખ્યાલોની દુનિયામાં,
અહીંયા કોઈ તને
મારાથી છિનવી નહીં કરી શકે ને…!

તું તારે જીવ તારી હકિકતની દુનિયામાં….

Read More

કેટલી દંભ ભરી જીંદગી જીવે છે માણસ ,
રોજ મરીને ના જાણે કેટલુંય જીવે છે માણસ…

તું ભલે નથી મારી પાસે પણ પંક્તિમાં ઉલ્લેખ તારો થાય છે,
હોય મોગરાની સુવાસને જોઉં આયનો હાજરી તારી વર્તાય છે….

Read More

તારી ખામોશી પણ સમજું છું,
તારી વાણી પણ સંભાળી લઉં છું…
તું પ્રેમ કર કે અવગણના,
હું તો ફક્ત તારી જ છું…

ના હું મારી બહેન ની પ્રિય બહેન બની શકી ,
ના હું મારા પ્રિયતમની પત્ની બની શકી ,
ના હું મારા મિત્રોની ગમતી સખા બની શકી ,
ના હું મારા પોતાની બની શકી ,
ના હું જીંદગી ની મુસાફિર બની શકી ,
બની હું તો એ માત્ર મારા પિતાની એક સમજું દિકરી …

Read More