Quotes by Nimu Chauhan nihan in Bitesapp read free

Nimu Chauhan nihan

Nimu Chauhan nihan

@nisha.
(15)

લાગણી

મન બહુ જ ખરાબ થય ગયું.
મળ્યું નહી ને તબાહ થય ગયું.

સ્વાર્થી પણા મા સૌ જીવતા,
અજાણ હૈયુ રાખ થય ગયું .

મૌન રહી સહ્યાનો રસ્તા હતો,
ના ફાવ્યો એકલ વાટ થય ગયું.

સગપણ સચવાય ના શુ રખ્યા ,
ધજાગરા‌ ભયે તડીપાર થૈ ગયુ.

અટકે ના કોઈ વિન કોઈ જગ,
લાગણી અમાસ રાત થય ગયું.

- નિમુ ચૌહાણ સાંજ

-Nimu Chauhan nihan

Read More

સંબંધ સેતુ

દરિયાના મોજાં જેમ ઉછળતી હું તું અલગારી શાંત રેત,
સંબંધ સેતું એવો સરભર ચણાયો છલકાતો અનંત હેત.

મુખારવિંદ હાસ્ય એવું અલૌકિક હો મોહન માધુર્ય સ્મિત,
મીરાં સમ તુંજ માં ઓળઢોળ થૈ પડી વિરહ વિતેના એ વેંત.

જગ તણી રીત નોખી જાતના પારેવા આપણે તો આભના,
લેવાદેવા નથી કોઈ રીતભાતે ઉડતાં મનમોજી સ્વમાનભેર.

સ્વપ્ન નગરમાં ટહેલતાં એકમેક સંગ પરોવી હાથોમાં હાથ,
મનગમતાં રંગોની રંગોળી પુરવા રહેતાં દૂર છતાંયે થૈ એક.

જન્મજન્માતર ઋણાનુબંધને બંધાયો બંન્નેનો અખૂટ સ્નેહ,
નિહન એકાર થૈ આતમે વસતાં રોજ નિખરતો અપાર પ્રેમ.

- નિધી નિહન

-Nimu Chauhan Nihan

Read More

એક સ્રી જ્યારે કોઈને પ્રેમ કરે છે ત્યારે એના માટે એ નર્કની યાતના પણ સહનકરવાની શક્તિ ધરાવે છે, એને ગમતુ ખુલ્લુ આકાશ પણ ઉડવા મળે ને તો એ વ્યક્તિના સાથ વિના એ આકાશને પણ ઠોકર મારી જીવી જાણે છે.
પણ એજ પ્રેમ માં એ સ્રીને વાત વાતમા ડરાવીને ધમકાવીને એને બાંધીને રાખવામાં આવે તો એ સ્વર્ગ સમાન સુખ પણ છોડીને જતી રહે છે.
સ્રી સમર્પણભાવથી ભરેલી છે એને થોડી મોકળાશ આપો જીવવા માટે તો એ ખુદ એની લક્ષ્મણ રેખા મા રહીને જ જીવે છે, કોઈપણ સ્રી ક્યારેય કોઈનુ જીવતર બગાડવા નથી પરણતી એ ખુદ એ પુરુષ માટે પોતાનુ સર્વસ્વ ત્યાગીને જીવી જાણે છે પણ અમુક સપના એના પણ હોય છે જે એક પુરુષે સમજવુ જોયે ,સ્રી પોતાની બધી જવાબદારી પૂરી કરીને છેલ્લે પોતાના સપનાની દુનિયા મા જીવવા ઈચ્છે છે.
- નિમુ_ચૌહાણ_નિહન

-Nimu Chauhan Nihan

Read More

સપના

મુઠ્ઠીભર સપનાઓ લઈને દોડવા નિકળી છું‌.
જાત સાથે જંગ છેડીને જીતવા નિકળી છું‌.

પડીશ ભાંગીશ ખબર છે તોય ફરી ઉઠીશ,
જીવતર આભે પાંખ લગાવી ઉડવા નિકળી છું‌‌.

ના મળે કોઈ સથવારો લગીરેય નથી રંજ,
હામ હૈયે ભરી પંડ જોમ પારખવા નિકળી છું‌‌.

કંટલો ભર્યા પથે પીછેહઠ કરી ક્યાં હજુયે,
હો વેરી જગ અડીખમ ટકરાવા નિકળી છું‌‌.

મનમઝલીસ પામ્યા વિન ડગમગશે ના કદમ,
નિહન શ્વાસ ભલે છુટે ધરી નિડરતા નિકળી છું‌‌.

- નિમુ ચૌહાણ નિહન

-Nimu Chauhan Nihan

Read More

કવિતા

અંતરને અધરો વચ્ચે અટવાયા સ્વરનો આભાસ છે કવિતા.
કૈક અધુરી આશનો માહ્યલે ગરજતો પ્રત્યાઘાત છે કવિતા.

ક્યારેક મિલન તો ક્યારેક વિરહની ક્ષણોને કવન કેદ કરીલે,
કાગળ શ્યાહીની સાક્ષી અનોખો ભરાતો દરબાર છે કવિતા.

નથી એ કોઈ શસ્ત્ર છતાં ઊંડા ઘા નો પ્રહાર ધારદાર એ,
શબદ તણા ઝરુખા નગરે અલગારી બાગબાન છે કવિતા.

લહિયો હો તે જ જાણે અન્ય ના કોઈ હ્રદય આહ જાણે,
મંદિર તણા પવિત્ર ભાવે કંડારાતી એક અરદાસ છે કવિતા.

મૌનને વાચા આપતી અસંખ્ય લાગણીને મારગ દેખાડતી,
નિહન પંડ પડ્યા કાટમારનો અક્ષરીય ઓથાર છે કવિતા .

#નિમુ_ચૌહાણ_નિહન
#વિશ્વ_કવિતા_દિવસ
21!3!24

-Nimu Chauhan Nihan

Read More

આજની નારી .

નવ જીવ ને અવતરણ અર્પતી નારી સર્જનહારી.
સ્વમાનના જંગ લડી દરેક પાયદાન સિદ્ધકરનારી .

જડ્ડતા ભર્યા અમુક સમાજમાં જડીબુટ્ટી બનનારી,
ઘર કારોબાર સાચવતી ઉપહાસની ના કોઈ વાણી .

સંસ્કૃતિ સંસ્કાર પાલવે લપેટી મર્યાદાનો મોભો ધરી,
નિજ સ્વપ્ને ચાંપી આગ હમસફર સંગ ચાલનારી .

મમત્વ તણાએ ભરતી ઓટ હૈયૈ છલોછલ જીરવતી,
છોડને અનુકુળ ઓપ આપી પ્રકૃતિ પાઠ ભણાવનારી.

ખુટે કવન કાગળ શ્યાહી છતાં ના ખુટે નારી ગુણગાન,
નિહન નત મસ્તક એના ઋણ અપાર કદી ના ગણનારી.

- નિમુ ચૌહાણ નિહન

-Nimu N Chauhan

Read More

સંબંધ

કેટલું ઝુકાવે ને કઠપૂતળી સમ નચાવે છે સંબંધ.
લાગણી ઓસરતાં પથ્થર દિવાલ ચણાવે સંબંધ.

એક ઢસરડા કરતો સાચવે એક અભિમાને ચાલે,
સાલું આવા કૈક પસ્તી બની આગ ચંપાવે સંબંધ.

દિ દેખાડાનાં ઢળતાં અસલ અમાસી રાત સામે ધરે,
એવા તે કેવા હશે અનેકો હૈયે ઘર કરી ચિરાવે સંબંધ.

નાજુક સમય અવધિ ને કેટકેટલા અહિં વેશ જોવા,
પોતાના કે પારકાં એમાં કેમ રે પારખા કરાવે સંબંધ.

છીદ્ર થૈ ચુક્યા હ્રદય થતાં ઘા સધળા સહી જીવવું,
કેવી કરપીણ છે કે ફક્ત નામના સૌ નિભાવે સંબંધ.

- નિમુ ચૌહાણ

-Nimu Chauhan nihan

Read More

આંધળી દૌટ

ઉત્સાવોની ભરમારમા આંધળી દૌટ ના મૂકો.
ક્ષણે આત્મ મંથન દિપમા થોડું દિવેલ તો પુરો.

જગ ફજેતા લાગે સારા નિજ ગૃહે નજર કરો,
ઉપણ‌ એ આપ ખુદની શોધી ઠાંસી એને બુરો.

વજુદ તુજ મિટાવી અન્યે અગ્રતા સિદને થામવી,
મહી પડ્યા તેજને ઉજાગર કરવા નિત્યં ઝઝુમો.

જીતના જાદુગર નહીં તો હારના હંસલા બનાય,
ગુલામીની બેડી નહીં જાત આઝાદી આંગન કૂદો.

જોશ ભરી જીંદગીમાં જીંદાદિલે જન્મારો જીવો,
નિહન ચાલો નોખા ચીલે સત્ય નીતિના છેડો સુરો.

- નિમુ ચૌહાણ નિહન ‌.
- ૧૦.૨૬.am

-Nimu Chauhan nihan

Read More

તને જોઈને તને જાણીને પ્રેમની નવી વ્યાખ્યા સમજાય છે.
તારા દરેક રુપમાં અનન્ય ભાવના દરિયા છલકતા ભાર્યા છે.

આ દુનિયાથી એકદમ અલગ અનોખો જ માણસ છે તું,
તારી સાચી ઓળખના ટકોરા હ્રદયદ્રારે આજ ટકરાયા છે.

બહૂ તૃર્છ ખુદનું અસ્તિત્વ લાગ્યુ ખરેખર જ્યારે તને જાણ્યો,
પંડ પીડ વિસરાવી બહાદુરી ખંતના ઝરણાં રોમેરોમ છલકાવ્યા છે.

સઘળી ફરીયાદો સઘળી ભુલો લૃપ્લ થૈ ગઈ અચાનક જ,
જોઈને જીવવાની ખૂમારી આ નૈને આદર અથાગ વર્તાયા છે.

કમજોરી નહીં અડગ તાકાત બનવાની એક લગની જગાડી,
તારા જીવતરે નિહન અપાર ખુશીઓ સંઘરવા દિ આવ્યા છે.

- નિમુ ચૌહાણ નિહન

-Nimu Chauhan nihan

Read More

ભ્રમણા

આ પ્રેમ સ્નેહ સૌ ભ્રમણા છે સ્વાર્થના સોદા છે,
લાગણી રમતમાં અહીં હ્રદય વલોવતા પ્યાદા છે.

બે પળ મીઠાં બોલમાં છેતરામણા છુપા શમણાં,
નક્કર જુઠાણ થતાં ઉજાગર ઝગડાના અખાડા છે.

જેને વિતે એજ જાણે છે કેવા લોભામણા રસ્તાએ,
સંગાથ નિભાવવાના નફ્ફટ નિર્દયી ફક્ત વાયદા છે.

કચડી નાખે સંબંધો મતલબી ભારના બોજા હેઠળ,
અશ્રૃ આંખે ના આવે ખૂદના દેખાતા ત્યાં ફાયદા છે.

વારંવાર એક જ ભૂલ કરેછે માણસ પરખવામા એ,
સાંજ હ્રદય તોડનાર કાજે ક્યાં બન્યા કોઈ કાયદા છે.

-નિમુ ચૌહાણ સાંજ

Read More