Quotes by Nihar Mehta in Bitesapp read free

Nihar Mehta

Nihar Mehta

@niharmehta.547745


તને જ ચાહવાનાં કારણ ઘણાં છે,

થોડાંક હોઠ પર છે, બીજાં હૃદયની તળે છે...😘



બીજા બધા વિષયમાં એમ પણ મારું પાણી ક્યાં ખળે છે!

જો નામ આવે તારું, દિલ ત્યાં જ સળવળે છે...🥰



દુનિયા નિહાળી આંખો જ્યારે જરાક થાકે,

ચહેરો મળે તારો ત્યારે જ કળ વળે છે...😍



તને મળે ત્યારે પાગલ બનીને દિલ પણ-

મોજાંની જેમ ભેખડથી મુક્ત બની આફળે છે!🌊



દીદાર થતાં રહે તારા આમરણાંત- એક જ ઇચ્છા છે બસ,

આ દિલ તો બસ તારી આઘોષ માં જ રહેવા ટળવળે છે...🤩



થઈ જાય તાજુંમાજું સ્પર્શી તારા દિલને,

તેથી ત્યજીને સઘળું, એમાં મારું હૃદય ભળે છે..💞



નવાં વર્ષનાં નવા સ્વપ્નો સાથે જ્યારે તું મારા પર તૂટી પડે છે...મારા અધીર દિલને, ધીરજ ખરી ત્યારે જ વળે છે...🤌🌹🫰🏻

Read More