The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હોવી જોઈએ… કોણે કહ્યું કે, ફુલોથી ભરેલી ડગર હોવી જોઈએ, કંટકો સાથેય, દોસ્તી પ્યારી હોવી જોઈએ! છો સફળતા થી મપાતો, માપ દંડ માણસનો, અસફળતા ની કિંમત તોય, ન્યારી હોવી જોઈએ! ઈચ્છાઓ અતૃપ્ત, ડસતી રહે છે નાગ જેમ, સંતોષ એ જ જીવનની, ચાવી હોવી જોઈએ! લક્ષ્ય હોય જીવનમાં તો, પ્રાપ્ત થઈને જ રહે છે, મત્સ્યવેધ કરવાની, અર્જુન નજર હોવી જોઈએ! ભલે ના હો જિંદગી, રોચક કિસ્સાઓથી ભરપુર, “ચાહત” થી ભરપુર, કોઈ એક ક્ષણ હોવી જોઈએ!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
ઉજવી લો… ખુશીની એક પળ! ક્યાંક મળે, ઉજવી લો, ચોરીને એક ક્ષણ! પ્રિય સંગ ઉજવી લો! મળે છે ક્યાં? સાચુકલો માણસ આમ રસ્તે, અનુભવાય જો માણસાઈ! એને ઉજવી લો! નથી કોઈ ચાલતું આમ, સાથ જીવનભર, સાત પગલાંનો સાથ! પ્રેમ થી ઉજવી લો! સંબંધોની, આવન જાવન છે આ જિંદગી, યાદગાર સ્મરણોનો! સાથ ઉજવી લો! ગમા અણગમા કે, રાગ દ્વેષ ને છોડી, “ચાહત” મન ની! ખુદ સંગ ઉજવી લો!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
હોય છે… “કેમ છો” પ્રશ્નનો ઉત્તર, “મઝામાં” હોય છે, સવાલનાં જવાબમાં, ક્યારેક વ્યથા હોય છે! સહેલું નથી હોતું, ચહેરાંઓને વાંચવાનું, ચહેરાં પાછળ છુપાયેલી, કોઈક કથા હોય છે! મળીને ય જાણે, ન મળાય એ સંબંધમાં, રાધા-કૃષ્ણની, ગૌરવભરી એવી પ્રેમગાથા હોય છે! મંજુર નથી હોતી, “ચાહત” જમાનાને, પ્રેમનો વિરોધ, એ જમાનાની કૃર પ્રથા હોય છે!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
મળી આવે… ખોલો સંદુક, ‘ને, કોઈ ખજાનો મળી આવે, યાદગાર એવો, કોઈ જમાનો મળી આવે! વરસતાં વરસાદની, ધોધમાર હેલીમાં, હોડી તરાવતું, બાળપણ મળી આવે! લુપ્ત થઈ ને, પાછી વહેતી નદીની જેમ, સંબંધોમાં સ્નેહની, સરવાણી મળી આવે! રોજ ઝડપથી, સરકતી જિંદગીમાં, સંઘરીને રખાયેલ, અમુલ્ય ક્ષણ મળી આવે! બે પાનાંની વચ્ચે સચવાયેલ, ગુલાબ જેમ, દિલની અધુરી, કોઈક “ચાહત” મળી આવે!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
મળી આવે… રેતીમાં દટાયેલું, કોઈ નગર મળી આવે, વિતી ગયેલું, ભોળું બાળપણ મળી આવે! વ્યસ્તતા જીવનની, શુન્યાવકાશ સર્જે છે, નવરાશની પળ, અચાનક મળી આવે! સ્તબ્ધ નીરવતા ઘણીવાર, અકળાવી દે છે, કોંન્ક્રિટ નાં જંગલમાં, કોઈ ટહુકો મળી આવે! ફેસબુક, ટ્વિટર અને વોટ્સેપ નાં યુગમાં, અજાણ્યો ચહેરો, પડછાયો થઈ મળી આવે! વિસરાઈ રહ્યાં છે આજ, માનવતાનાં મુલ્યો, “ચાહત” ની ફોરમ, ઘર ઘરમાં મળી આવે!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
આમ જુઓ તો… આમ જુઓ તો, નદી વહેતી બે કાંઠે હોય છે, પણ રણની તરસ છિપાવવા, ક્યાં સક્ષમ હોય છે? આમ જુઓ તો, સાગર વિશાળ હોય છે, પણ એનાં પેટાળમાં ઉતરવું, ક્યાં સહેલું હોય છે? આમ જુઓ તો, કહેવાને સંબંધો અનેક હોય છે, પણ જરૂરતનાં સમયમાં, પાસે ક્યાં અનેક જણ હોય છે? આમ જુઓ તો, ચહેરાં બધાં ખુશખુશાલ હોય છે, પણ દરેક ચહેરાંની વ્યથા, ક્યાં વંચાતી હોય છે? આમ જુઓ તો, હૃદય લાગણીથી ભરેલું હોય છે, પણ “ચાહત” થી જીવવાની કળા, બધામાં ક્યાં હોય છે?? 💕ચાહત💕 (Neha Desai, NJ)
રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી… અધુરી વાતો ની, કરી ઘણી ચર્ચા, ગેરસમજોને હજુ, ઉકેલવાની છે બાકી, રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી! ખેડ્યાં ઘણાં પ્રવાસો, સમયની પાબંધીમાં, કેટલાંય શિખરો, હજુ સર કરવાનાં છે બાકી, રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી! સંબંધોને ચકાસ્યાં, વિશ્વાસની એરણ પર, ખુદનાં માહ્યલાંને હજુ, ઓળખવાનો છે બાકી, રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી! પુરી કરી જવાબદારીઓ, કુટુંબની હંમેશા, “ચાહત” અધુરી હજુ, પુરી કરવાની છે બાકી, રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી ખાટી, તો કદી, ઘણી મધુર લાગે છે, કદી સરળ, તો કદી, સાવ આસાન લાગે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી ઉત્સાહનાં સંચાર થી, મન છલકાવે છે, કદી હારની ઉદાસીમાં, ઊંડી ગર્તામાં ડુબાડે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી સફળતાનાં નશામાં, મદહોશ બનાવે છે, કદી અસફળતાનાં ડરથી, નિરાશ બનાવે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી માન સન્માન આપી, ઊચ્ચ આસાને બેસાડે છે, કદી, ઊચ્ચ અમલદારને, કોડીનો કરી નાંખે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી ઊંચી આશાઓનાં બુલંદ, મહેલ ચણાવે છે, કદી એક પલકારે, રાતોરાત ધરાશયી બનાવે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી સુખનાં સમુદ્રમાં, ખૂબ તરાવે છે, કદી દુ:ખનાં વાદળો ઘેરાવી, નૈયા ડુબાડે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! કદી લાગણીનો મોટો, ઝંઝાવાત જગાડે છે, કદી ભય જખમનો નહીં, “ચાહત”નો બતાવે છે! જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
સમય છું…!! આસાનીથી ક્યાં, કોઈને વાળી શકું? સમય છું! અનુભવે જ એને, વારી શકું! આજ છે અસફળ, તો કાલ સફળ થવાશે, સમય છું! પ્રયત્નથી જ સફળતા, એ સમજાવી શકું! દુ:ખ અને સુખ છે, એક સિક્કાની બે બાજુ, સમય છું! દુ:ખનું ઓસડ દહાડા, ધૈર્ય એ આપી શકું! ઊંડી હતાશાની ગર્તા માં, છો ડુબી જવાતું, સમય છું! આશાની જ્યોત તો ચોક્કસ, જલાવી શકું! નિશાનાં ઘોર અંધકારમાં, ડુબતી રોજ દુનિયા, સમય છું! સુર્યોદય થી રોજ પ્રકાશ તો, રેલાવી શકું! બાળપણ, યુવાની અને ઘડપણ છે અફર અવસ્થા, સમય છું! કાળચક્રને એમ ક્યાં હું, રોકી શકું! ઈર્ષા ‘ને વેરની આગમાં, જગત ભડકે રોજ બળતું, સમય છું! “ચાહત” ની ભાવના તો, ફેલાવી જ શકું!! 💕ચાહત💕 (Neha Desai, NJ)
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser