The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*જીવનમાં સાચી સફળતા ત્યારે મળે છે,* *જ્યારે સિદ્ધિ સાથે માનવતા પણ જાળવી રાખવામાં આવે.* *શુભ સવાર*
Thank you God for every thing - Nayana Viradiya
"જીવનમાં બધું જ ઝડપથી મેળવવાની ઇચ્છા છોડો,કારણ કે ધીમે મળેલું સુખ વધુ ટકાઉ હોય છે.પોતાના મનની વાત સાંભળતા શીખો, કારણ કે અંદરની અવાજ ઘણી વખત સાચી દિશા બતાવે છે." 🍁*શુભ સવાર*🍁 - Nayana Viradiya
"એક આફ્રિકન કહેવત છે: બિલાડીએ સિંહ બનવું હોય તો ઉંદરો ખાવાનું બંધ કરવું પડે.આ કહેવત શીખવે છે કે સામાન્ય વ્યક્તિ જીવનમાં કંઈ મોટું,નિર્ણાયક,મહત્વપૂર્ણ હાંસલ કરવા માગતી હોય, તો તેણે પોતાની તુચ્છ આદતો અને સીમિત ઇચ્છાઓનો ત્યાગ કરવો પડે." 🍁*શુભ સવાર*🍁 - Nayana Viradiya
"સંગત કરવી હોય તો હંમેશા સમુદ્ર જેવા વ્યકિતની કરો, જે તમારી બધી વાતો મનમાં સમાવી લેશે. ખાબોચિયા જેવા વ્યકિતની સંગત કરશો તો સમય આવતાં જ છલકાય જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે." 🍁*શુભ સવાર*🍁 - Nayana Viradiya
" અધુરી રાહ " રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. શહેર આખું ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું હતું, પણ નવ્યા ની આંખોમાં ઊંઘનું નામ પણ નહોતું .બારીની બહાર એકસરખી લયમાં ટપકતો વરસાદ વરસતો હતો. એ અવાજમાં એક અજાણ્યો ખાલીપો હતો...જાણે એ પણ કોઈની રાહ જોતો હોય. નવ્યા બારી પાસે ઊભી રહી. એની આંગળીઓ કાચ પર સરકતી હતી, અને દરેક ટીપાં સાથે એક એક જૂની યાદો યાદો સરકતી મગજ અને મનમાં તાજી થઈ રહી હતી. ત્રણ વર્ષ પહેલાંનો એ દિવસ જ્યારે વૈભવે કહ્યું હતું, “મારે થોડો સમય જોઈએ છે… પણ હું પાછો આવીશ.” આ શબ્દો એના માટે માત્ર વાક્ય નહોતા એ એની આખી જિંદગી બની ગયા હતા. દરેક દિવસ એ ફોન તરફ જોતી. દરેક નોટિફિકેશન પર દિલ ધબકતું. ઘણી વખત નિરાશા મળી, પણ આશા ક્યારેય મરી નહોતી.રાહ જોતા એના નયનો વરસાદ ની જેમ તેને ક્યારેય ભીંજવી જતાં પણ આશા અમર હતી કે એ આવશે... આજે અચાનક ફોન વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર એક મેસેજ હતો- “હું આવી રહ્યો છું.” એ શબ્દો વાંચતા જ નવ્યાના ચહેરા પર એક અજાણી ચમક આવી ગઈ. આંખોમાં ખુશીના આંસુ છલકાય ગયા. વરસાદ હરખમાં આવી વધુ જોરદાર રીતે વરસવા લાગ્યો . આખરે ત્રણ વર્ષ પછી.... આજે એની રાહ પૂરી થવાની હતી. એ દોડતી દોડતી દરવાજા સુધી પહોંચી. હાથ કાંપતા હતા. દિલ એટલું ઝડપથી ધબકતું હતું કે જાણે છાતીમાંથી બહાર આવી જશે. દરવાજો ખોલ્યો પણ સામે માત્ર વરસાદ હતો. ખાલી રસ્તો… શાંત રાત… કોઈ જ નહોતું. એક ક્ષણ માટે નવ્યા સ્થિર થઈ ગઈ. એને લાગ્યું કે કદાચ એ મોડો હશે... કદાચ રસ્તામાં હશે... ત્યાં જ ફરી ફોન વાઇબ્રેટ થયો. આ વખતે મેસેજ નહોતો.પરતું એક ન્યૂઝ લિંક હતી. એણે કાંપતા હાથથી ફોન ઉઠાવ્યો. લિંક ખોલી. હેડલાઇન હતી— “યુવાનનું એક્સિડન્ટમાં મોત.” એની આંખો ઝડપથી નામ શોધવા લાગી… અને પછી એ એક નામ પર અટકી ગઈ. વૈભવ મજમુદાર. સમય જાણે અટકી ગયો, શ્વાસ રૂધાંવા લાગ્યો. ફોન હાથમાંથી નીચે પડી ગયો. બહારનો વરસાદ હવે માત્ર પાણી નહોતો રહ્યો એ તો નવ્યાના તૂટેલા સપનાઓનો અવાજ બનીને ધોધમાર વરસવા લાગ્યો એ દરવાજા પાસે જ ફસડાઈ પડી. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ એનો અવાજ ગળામાં જ રૂંધાય ગયો. કારણ કે હવે કોઈ આવવાનું નહોતું અને સૌથી મોટી વાત—એ "રાહ "હજુ પણ અકબંધ રહી ગઈ કાયમ માટે.....
"બોલવા માટે ફકત વાણી ની જ જરૂર પડે છે..., પણ ચૂપ રહેવું હોય તો બુદ્ધિ, વિવેક અને સંયમ આ ત્રણેય ની જરૂર પડે છે..!!" 🌹Good morning 🌹 - Nayana Viradiya
- Nayana Viradiya
જન્મ આપી ઈશ્વર કયાં માનવની ભક્તિ માંગે છે . . . ? એ તો માનવી, માનવ થઈ ને રહે તેવી આશા રાખે છે . . . !! Good Morning - Nayana Viradiya
*જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ નાના અક્ષરો દેખાતા નથી, કુદરતનો આ ઇશારો છે, કે વધતી ઉંમરની સાથે નાની નાની વાતોને મન પર ન લો...* 🙏શુભ સવાર 🙏 - Nayana Viradiya
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser