Quotes by Naranji Jadeja in Bitesapp read free

Naranji Jadeja

Naranji Jadeja Matrubharti Verified

@naranjijadeja7114
(204.4k)

હાલ ને ભેરુ રમવા સાથે નુ સાદ નથી,
છેલ્લે ક્યારે ભેગા રમ્યા એની પણ યાદ નથી.
એકબીજા વચ્ચે ક્યારેય કોઈ વાદ નથી,
નાનકડી વાતનો પણ કોઈ વિખવાદ નથી.

દિલમાં કોઈ ગુસ્સો કે મનમાં ફરિયાદ નથી,
દૂર થયા છીએ, પણ મિત્રતામાં કોઈ બરબાદ નથી.
સમય નથી એવું કહી લાંબો સંવાદ નથી,
પણ મનમાં તારી દોસ્તીની કોઈ ઘટાડ નથી.

ક્યારેક રોજ મળતા, હવે મળવાનો વારો નથી,
હાસ્ય તો એ જ છે, બસ સાથે બેસવાનો સહારો નથી.
જીવનની દોડમાં મળવાનો સમયનો સાથ નથી,
પણ સાચી મિત્રતાને અંત ક્યારેય આવતો નથી.

ફરી ક્યારેક મળશે, એવી દિલમાં આશા છે,
જૂના દિવસોની આજે પણ એટલી જ ભાષા છે.
સમય ભલે બદલાય, સંબંધમાં કોઈ ફેરફાર નથી,
કહે નર સાચા ભેરુ માટે દિલમાં ક્યારેય ઇનકાર નથી.

Read More

*કોઈને હરાવવું એ તદ્દન સરળ છે, પરંતુ તમે કોઈને દિલથી જીતી બતાવો તે મહત્વનું છે.... !!!*
*સુપ્રભાત જય શ્રી કૃષ્ણ*

Read More
epost thumb

have to varshi ja mehula

जय श्री कृष्ण

mere khayalo kiaa gai ue paheli barish
bhgi sadke or pahad fir bhi hum lavarish

રીસાયા વાદળ

​વર્ષો પછી એવું થયું કે કચ્છથી વાદળ રીસાયા,
વૃક્ષ થયા ઓછા કે શુ કેમ ? ઇન્દ્ર દેવ ખીજાયા.

​સૂકા ભઠ્ઠ આ રણના વાયરા, લૂ બનીને વાયા,
લીલાછમ એ વન વગડાના, હવે માત્ર પડછાયા.

​લીલોતરીને કાપી આપણે, લોભના જાળ બિછાવ્યા,
કુહાડી મારી હાથે કરીને, દિવસો આવા લાવ્યા.

​પાદર ખૂટ્યા, પાણી ખૂટ્યા, કૂવા તળિયે ગૂંગળાયા,
સમજુ થઈને ફરતા'તા જે, આજે એ ભોળવાયા.

​પશુ-પંખી અને માણસ આખા, પાણી વિના તરસાયા,
કહે નર કચ્છની ધરતી કાગડોળે જુએ, ક્યારે થશે ઘેરી છાયા?

Read More

*બધા અર્જુન ન હોય કે જંગ જીતી જ જાય,*
*અમુક ના હિસ્સે ચક્રવ્યુહ પણ આવે...!!!*
*જય શ્રી કૃષ્ણ*

कल जो था, आज वो नहीं है,
और आज जो है, वो उन दिनों नहीं था।
वक़्त के साथ सब कुछ बदल जाता है,
यही ज़िंदगी का सबसे बड़ा सिलसिला था।

Read More

https://www.matrubharti.com/book/19992302/the-wet-day-at-school My First Story

Divyarajsinh Naranji Jadeja
- Naranji Jadeja