The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એ જ છે ચાર વેદ, પુરાણ અને ગીતા હા એમનું નામ જ તો છે પિતા
અરીસો જ ખરાબ હતો.... અને અમે ચહેરો સાફ કરતા રહ્યા....!!!! દર વખતે આપણે જ ખોટા હોય એ જરૂરી નથી પણ એ વસ્તુ અલગ છે ખરાબ અરીસામાં જે દેખાઈ એની જેમ આપણને ખોટા સાબિત કરવામાં આવે.
એ તો માઁ સતી હોય કે જેમને એમના પિતા દ્વારા પતિના અપમાન સામે અગ્નિમાં સમાઈ ગયા હતા..! એ તો માઁ સીતા હોય કે જેમને એમના પતિની સાથે રહેવા સમગ્ર રાજ-વૈભવ-વિલાશ ને ત્યજ્યો હતો..! એ તો ધર્મનિષ્ઠ સાવિત્રી હોય કે જેમને એમના પતિ ના પ્રાણને પણ કાળ ના મુખ માંથી પરત લઈ ને તેમને તેમના પતિવ્રતાના તપને પુરવાર કર્યું હતું..! પત્નિનો દરેક ને હોય છે પણ જે પતિના અપમાન સામે, જે પતિના સાથ ના મળતા અને જે પતિના પ્રાણ અર્થે સાક્ષાત પરમાત્માનો પણ વિરોધ કરી લે એમને જ સાચી જીવનસાથી, સાચી પતિવ્રતા ગણી શકાય છે...!
તમારી સાથે ચા પીવાની અમને અનહદ ચાહ છે પ્રિયે....! #Tea #Shrehit
ઘણી ચિંતા માણસ ને ખાઈ જાય છે જ્યારે અમુક માણસ ઘણી ચિંતા ને જ ખાઈ જાય છે.. #Depression
એક સંતાન ના ઉજળા ભવિષ્ય પાછળ બાપ નો ત્યાગ, સહનશીલતા અને સમર્પણ અને આંબા ના કઠોર યાતના સહન કરી પ્રકૃતિ સાથે લડી ને મીઠી કેરી આપવાની વૃત્તિ આ બન્નેમાં એક બારીક સામ્યતા જોવા મળે અહીં આંબો એટલે એક પિતા અને કેરી એટલે તેનું સંતાન વર્ષોની પ્રતીક્ષા પશ્ચાત આંબો (પિતા) અડીખમ ઉભો થયો છે. ઠંડી,વરસાદ અને કાપરી ગરમી આંબા (પિતા) એ સહન કર્યું છે અને બધું સહન કરી ફળ સ્વરૂપે આવેલી મીઠાશ તેની કેરીમાં (સંતાનમાં) પીરસી દીધી છે તેની શાખામાંથી આવેલ કેરી (સંતાન) માં મીઠાશ ભરી છે છતાં સમય આવ્યે એ જ ફળ(સંતાન) આ જ પરોપકારી આંબા (પિતા) થી વિખૂટો પડી જવાનું દર્દ આ ઝાઝરમાન આંબા (સહનશીલ પિતા) એ સહન કર્યું છે. જ્યારે કેરી(સંતાન)માં તમામ ગુણ આવી ગયા સમાજ ને જોઈતી બધી મીઠાશ આવી ગઈ ત્યારે તે જ કેરી (સંતાન) આંબા(પિતા)ના વર્ષોથી કરેલા સતકર્મ, ત્યાગ અને બલિદાન ને છોડી અલગ પડી જાય છે એની શાખા થી એવી રીતે અલગ થાય છે જાણે પ્રાણ ત્યાગતી વખતે તન ને કષ્ટ થાય એવું દર્દ એક આંબો(પિતા) કેરી(સંતાન) ને પરિપક્વ, મીઠાશ થી ભરપુર બનાવ્યા બાદ પણ શાખા થી દુર થઇ વિખૂટો પડવાનું સાહસ કરે છે. અને અંતે આંબો(પિતા) આને કુદરત નો ક્રમ, પ્રકૃતિ નો નિયમ સમજી ને કેરી (સંતાન) ની ઈચ્છા મુજબ તે તેને અલગ થવા ના દુઃખ છુપાવી અને એક આંબા(પિતા) ના કેરી(સંતાન) પાછળ કરેલ મહેનત અને આંબા(પિતા) એ સહન કરી ને કેરી(સંતાન) માં જે મીઠાશ ભરી છે આ બધું ક્ષણવારમાં ભૂલી અને સ્વાર્થી કેરી(સંતાન) ને તેની શાખા થી દુર કરે છે અને છતાં ભી શાખા થી દુર કરતી વખતે આંબા (પિતા) એ એ રીતે ધીમે રહીને પછાડે છે કે જેથી કરીને કેરી (સંતાન) ને વધુ ચોટ ના વાગે.. #Mango
ભલમનસાઈના કારણે અગણિત લાગી છે ઠોકર છતાં પણ દુનિયા ને હસાવતો રહે છે જોકર નિર્વાહ અર્થે ઘણા લોભી શેઠનો બન્યો છે નોકર છતાં પણ દુનિયા ને હસાવતો રહે છે જોકર દુઃખથી છલોછલ છે તેના જીવતરનું લોકર છતાં પણ દુનિયાને હસાવતો રહે છે જોકર #Joker
જીવનમાં તમારી સાથે ખોટું થશે એવી અપેક્ષા રાખવા કરતા જીવનમાં તમારી સાથે સારું થશે એ સપના જોવા એ વધુ યોગ્ય અને હિતાવહ છે...!
મહેક એના ઇત્ર ની ના હતી પણ તેના સુવાસીત ચરિત્ર ની હતી. 💗 #Character
જ્યારે જીવનમાં કઈ ગમતું ના થાય ને, ત્યારે જે થાય છે ને જીવનમાં એ ગમાડી લ્યો એટલે જીવન જીવવાનો નઝરીયો બદલાઈ જશે....🤞 શુભરાત્રી 🙏
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser