Quotes by Meghna Sanghvi in Bitesapp read free

Meghna Sanghvi

Meghna Sanghvi

@meghnasanghvi9829


ખાલી હ્રદય, ખાલી મન કાંઈક નવું ચીતરવા માટે સક્ષમ બની જતું હોય છે.
meghu

એક હ્રદયથી બીજા હ્રદય સુધી પહોંચવા,
લાગણીઓને શબ્દોના ધોધ દ્વારા વહાવી પડે છે.
meghu

આજથી શરુ થતાં દિવાળીના ઉત્સવની ખુબ ખુબ શુભેચ્છા
આવનાર નવું વર્ષ તમારાં માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારુ સ્વાસ્થ્ય આપનારું નીવડે એવી ઠાકોરજીને પ્રાર્થના 🙏🏻

Read More

"સબંધોનું વેન્ટિલેટર", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

કાગળ ન ભીંજાય એનો મતલબ એ તો નથીકે, ચિતરેલી નદીમાં પાણી નથી.
meghu

સમજાતું નથી શું લખું,
હવે ફક્ત ધુમ્મસ જ છે બધે.
meghu

જીવનમાં અમુક વિચારોનો ડર એટલો બધો હોય છેકે,
એ વિચારો એક પળ પણ ચેનથી જીવવા નથી દેતા.
meghu

આપણાં સપનાઓ પુરા કરવાની જવાબદારી આપણી પોતાની હોય છે
બીજાના સાથ-સહકાર માટે રાહ જોશો તો રેસ માંથી બહાર ફેંકાઈ જશો.
meghu

Read More

પગમાં ખૂંચેલો કણો કાઢ્યા બાદ જેમ થોડા સમય પછી રાહત આપે છે
એમ મનમાં ખૂંચેલો કણો પણ એકદિવસ જરુર રાહત આપે છે
પણ શરત ફક્ત એટલીકે ઘાવને વારેવારે ખોતરવો નહીં.
meghu

Read More

વિચારોની તેજ ધારામાં મનનું વહ્યાં કરવું સ્વાભાવિક છે
પરંતુ
ક્યારેક અટકી અને સ્થાઈ થવું પણ જરુરી છે.
meghu

Read More