Quotes by Megha Kothari in Bitesapp read free

Megha Kothari

Megha Kothari

@meghakothari0980gmai


અમસ્તા જ અંત આવી જાય એવા સંબંધ ક્યાં હોય છે ???
આવી જાય અંત ,તો એ સંબંધ જ ક્યાં હોય છે!!!
❤લાગણી ના સરનામે

દરિયા ની પાસે જઈ ને મોજા ગણતી હતી ...
ઓટ આવી ને પાણી ફેરવતી ગઈ
ગણતરી પર
❤ લાગણી ના સરનામે

આ વર્ષ નો પણ અંત આવી ગયો, પણ એની સાથે ની યાદો કે કે વર્ષ ની સૌથી યાદગાર પળો માનસપટ ઉપર હજુ પણ તાજી જ લાગે છે, ૨૦૨૪ એ ઘણું આપ્યું, સારું નરસું કેટલાય નવા સબંધો, કેટલાય નવા મિત્રો ને જૂના હોય તો એમની પ્રત્યે નો પ્રેમ, આત્મિયતા અરસ પરસ ને સમજી શકીયે એવી ભાવના, ને અમુક એ ઘણું શિખવ્યું, ઘણા એ ઘણું મેળવ્યું ,કે કોઈ એ કાંઈ ખોયું , યાદો હંમેશા સારી જ હોય એવું જરૂરી નથી , કે ખરાબ જ હોય એવું પણ જરૂરી નથી સારું નઠાંરૂ બેવ મળી ને રચે એ જ જીવન, એટલું જ કે બંને સમય ને માન દેવું , કેમ કે એ શીખવે છે કે દુખ માં હોઈ એ ત્યારે સુખ ને ના ભૂલી જવું ને, દુખ માં હોઈ એ ત્યારે સુખ ને ના ભૂલી જવું. બંને પણ એકમેક ની ને,એક સિક્કા ની બેવ બાજુ છે બંને નો તાલ મેળવતા આવડી ગયું એટલે સમજો જીવન જીવતા આવડી ગયું આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે જીવન ને કઈ રીતે જોઈએ છે.. . પણ બધા નું નિષ્કર્ષ એટલું જ કે કેમે કરી ને જીવવાનું તો છે જ તો કેમ ના ખુશી ખુશી જ જીવીયે... ને આવનાર વર્ષ ને આવકારીયે
❤લાગણી ના સરનામે

Read More

મારા મતે હું વિચારું છું કે સ્ત્રી એ એકલા મુસાફરી કરવી જોઈએ, એટલા માટે કે દુનિયા કેવી છે તે જોઈ શકે એ સ્વતંત્ર છે એ સમજી શકે એ એના એ વિચારો પડતા મૂકી શકે કે દર વખતે બહાર જવા માટે કે ફરવા માટે હંમેશા કોઈ ના સાથ ની જરૂર નથી હોતી પોતે ફોન કરી ને બસ નો ટાઇમ પૂછી ને જાતે એકલી જઇ શકે , બહાર લોકો સાથે ડીલ કરી શકે, બહાર ના લોકો મુસાફરો સાથે કયી રીત નો વ્યવહાર કરે છે એ લોકો ની સાઇકોલોજી કેવી છે તે જાણી શકે, સાચું કે નહીં??
❤ લાગણી ના સરનામે
- Megha Kothari

Read More

કેટલીય શ્રદ્ધાં કેટલાય વિશ્વાસ કેટલીય આશાઓ તમારા પર છે એટલે જ મંદિર માં આટલી ભીડ છે.. તમે બોલાવ્યા છે એટલે આવ્યા છે નહીં તો અમને પણ ખબર છે કે તમારી ઈચ્છા વગર તો પાન પણ નથી હલતું, બન્યું પણ છે કે તમારા દર્શનાર્થે આવા માટે નીકળ્યા હોય તો, દરવાજે થી પણ પાછા વળ્યા છે, તમારો આભાર આજે બોલાવ્યા માટે ને આરતી નો લાભ આપવા માટે, પેલા તો એવું લાગ્યું કે અરે, મોડું થઇ ગયું છે , પણ તમારી લીલા અનેરી છે, આરતી માં બોલાવું હતું એટલે મોડું કરાવ્યું. બસ આમ જ તમારી કૃપા -દ્રષ્ટિ ને આશીર્વાદ બનાવી રાખો. જય દ્વારકાધીશ 🙏
❤લાગણી ના સરનામે

Read More

લાવ ને તને મન ભરી ને જ નિહાળું, ક્યાંક કાલે તો તુંય કરમાય જશે ,
આમા ખોટુંય શું બોલવું તું તો, સુગંધ પણ લઈ જશે
❤લાગણી ના સરનામે

Read More

હકીકત જ ઉપાડી ને ચાલતા થયા છે, કેમ કે હવે તો
સપનાઓ નો પણ ભાર લાગે છે
❤ લાગણી ના સરનામે

આમ કોઈ વાર એવું થાય ને યાર આણે તો ખોટું કર્યું હા કહી દીધું હોત તો , કે પછી આપી દીધું હોત તો એવું નોહ્તું કરવું જોઈતું, આ, તો ,કે પણ ,આ બધા ની વચ્ચે ઈશ્વર હોય છે આપણે તો માત્ર તાળો બેસાડી એ છે પણ એ આખે આખી યોજના ના પાસા તો ઉપર વાળો જ ગોઠવે છે એટલે ખોટી ચિંતા કરી ને આપણે વધુ વિચારવું નહીં , ને માગણી વગર સંધુય મળી જતું હોય ને આપણી મુશ્કેલીઓ ના સમયે સૌથી પહેલા એનુ નિરાકરણ મળી જતું હોય તો સમજવું ઉપર વાળા ની મહેરબાની છે ને આપણા સારા કર્મ નું ફળ
❤ લાગણી ના સરનામે

Read More

સૌંદર્ય પ્રત્યે અનુરાગ છે કહી
માણસે એક ફૂલ ચૂંટી લીધું....
❤લાગણી ના સરનામે

ચો તરફ માણસ દેખાય છે..
ક્યાંક માણસાઈ દેખાય તો કેજો...
❤ લાગણી ના સરનામે