Quotes by Mast Kalandar in Bitesapp read free

Mast Kalandar

Mast Kalandar

@meetpiyush0077gmailc

એક મીઠો અહેસાસ છે તું
તને ખબર નથી કેટલી ખાસ છે તું
મારા વણમાંગ્યા પ્રશ્નનો જવાબ છે તું
પ્રેમની પૂજ્ય મૂર્તિનો એક સારાંશ છે તું....

મારા ટૂંકા જીવનનો જાણે શ્વાસ છે તું
આજીવન લઈ શકું જેને એવી મીઠાશ છે તું
ઉડીને આંખે વળગે એવો અહેસાસ છે તું
મારા પ્રેમના અંધકારનો જાણે પ્રકાશ છે તું.....

હૃદયમાં ઉગેલા સુંદર ફૂલની જાણે સુવાસ છે તું
પ્રેમના પરોઢિયે ઉદભવેલો એવો અહેસાસ છે તું
હાથેથી લખાયેલા શબ્દોનો જાણે સંગાથ છે તું
ઈશ્વરે મોકલેલો મારા જીવનમાં પવિત્ર પવિત્ર સહવાસ છે તું....

રાજાના મુગટ પર બિરાજમાન સરતાજ છે તું
હૃદયના ઊંડાણમાં થંભી જાય એવો અવાજ છે તું
જિંદગીની આ રોજબરોજની મથામણ માં જાણે  "પીયૂ"
હૃદયની અંદર પાડવા વાળો ઠંડા શેરડાં સમો સંગાથ છે તું....



इस दिल के आंगन में रेन बसेरा है आपका, ऐसा लगता है मेरे जीवन में जैसे सवेरा हो आपका, लगता तो नहीं इस जिंदगी में कभी मिल पाए, फिर भी लगता है हमें जैसे हमारी जिंदगी में डेरा हो आपका।। - पीयू.....

Read More

*ELECTION SPECIAL*

ડોક્ટર - (આંખોની તપાસ કરીને)
રાજકારણી લાગો છો...!!
રાજકારણી - (રાજી થતાં)
હા-હા . પણ, તમને કઈ રીતે ખબર પડી ?

ડોક્ટર - તમારી આંખોમાં "શરમ" જેવું કંઈ છે જ નહિ...!!!

😂😂😂

Read More

કુંવારાને પરણવું છે,

પરણેલા ને છુટું થવું છે,

છુટા થયેલાને પાછું પરણવું છે,

ટુંકમાં અહીં સુખી કોઈ નથી ...!!
😀😀😀😀😀

Read More

એક ભાઈને ઓર્થોપીડિક હોસ્પિટલમાં હાથ અને પગના મલ્ટીપલ ફ્રેક્ચર માટે દાખલ કર્યા,

મારતી ગાડીએ દોડી આવેલા મિત્રએ ભાભીને પૂછ્યું :

શુ થઈ ગયું ભાભી, આમ સાવ અચાનક, હજુ કાલે સાંજે તો મેં તેને તેની સેક્રેટરી સાથે ડિનર લેતા જોયેલો..😳😳

ભાભી એ કહ્યું :

મેં'ય જોયો તો...
😀😀😃😜😜🤣

Read More

સાલું થાકી ગયો,
બાળકો ને સમજાવતા સમજાવતા કે....

તારી મમ્મી ની ફ્રેન્ડ ને ફોઈ નહી , માસી કહેવાય...

😀😀😀😀

એક ભાઈ ની પત્નિ એ ડોકટર ને કહ્યું...

મારા પતિને દારૂ પીવાની ટેવ છે, એને દારૂ છોડાવવા શું કરવું.?

ડોકટરે કહ્યું - દારૂ પીવાની ઇચ્છા થાય ત્યારે બીજી કોઈ મનગમતી પ્રવૃત્તિ તરફ ધ્યાન વાળી દેવું."

થોડું વિચારી ને પત્નિ એ કહ્યું.

"ભલે પીતાં"

😛😝😜😉

Read More

#funny

એક ભાઈ મારી પાસે આવ્યા અને મને કહે
શરીર ઘટાડવા શું કરવું ભાઈ...

મે કીધું કે જીમમાં પરસેવો પાડવો પડે,

તો કહે જીમમાં જવા કરતા ,
હું રોજ બપોરે તડકે ઊભો રહી જાવ તો
એ પણ પરસેવો નીકળ્યો જ ગણાય ને
તો એનાથી શરીર નાં ઘટે...?

મે બે હાથ જોડીને કીધું - તમે ધન્ય છો ભાઈ ધન્ય...
આ બધાને ક્યા પહોંચવા જવું... 😀😀

Read More