Quotes by Keyur in Bitesapp read free

Keyur

Keyur

@keyur99


દિલ ના રંગ – પ્રેમનો નાદ હમેશા જીવંત રહે છે...
📝 24 જુલાઈ, 2025
✍️ કલમે: # સતુશ્યામ 🙏

"कुछ तो है तुझसे राबता…"
જ્યારે દિલ કોઈને અનુભવે છે, ત્યારે તે માત્ર લોહી નહીં, લાગણીઓ પણ પંપ કરવાનું શરૂ કરે છે. એ ધબકારા તો નબળી તબિયતમાં પણ બંધ ના થાય... પણ એક નજર...એક સ્મિત...તો એ ધબકારા એકદમ તેજ થઈ જાય.
દિલ એટલે એક એવી જગ્યાં કે જ્યાં આશા જન્મે છે, દુઃખ છુપાય છે, પ્રેમ વસે છે અને ભૂતકાળ જીવંત રહે છે.
એ તો "Dil hai chhota sa, chhoti si aasha..." જેવો છે – નાજુક પણ મહાન તાકાત ધરાવતું.
ગર્વ કરો પોતાના દિલ પર; એ રમે છે, બળે છે, તૂટે છે...તો પણ ધબકે છે... દિલ...હ્રદય...heart...તેનું કામ શું? શરીરનો એવો અંગ જે માત્ર લોહી પંપ કરવા માટે ભગવાને બનાવેલો છે. એક જ કામ. પણ આ એકકામમાં એક સેંકડની પણ ભૂલ થાય તો માણસનો જીવ દાવ ઉપર લાગી જાય. તે કોઈ પણ condition માં ધબકતુ રહે છે. ગરમી હોય, ઠંડી હોય, તાવ આવતો હોય કે કંઈ પણ રોગ થયો હોય, પરંતુ તેનું કામ તે નથી ચૂકતુ. અને ચૂકે તો જીંદગી જ ના રહે. આમ જોવા જઈએ તો માણસનું લાગણી માટેનું કેંન્દ્રબિન્દુ મગજમાં આવેલું “Limbic System” છે. પણ સામાન્ય રીતે લાગણીને આપણેહ્રદય સાથે જ જોડ્યે છે. કોઈ દિવસ સાંભળ્યું કે અમુક જાતનાં સમાચાર સાંભળવાથી કોઈનું brain dead થઈ ગયું?! ના, આવા સમયમાંHeart Attack જ આવે. વિજ્ઞાન પાસે પણ આવું કેમ થાય તેનો જવાબ નથી. એટલે શરીરનું સૌથી નાજુક અંગ એટલે દિલ માની શકાય. પણ મારા મતે તે સૌથી strong અંગ છે. કેટ કેટલું દુ:ખ સહન કરવાની તેનામાં તાકાત છે. અત્યારે દુ:ખમાં depression, anxiety જેવામાનસિક રોગ, heart attack કરતાં પહેલા થાય છે. તો સૌથી વધારે દુ:ખ સહન કરવાની ક્ષમતા દિલ પાસે જ છે. કોઈ પણ સમયમાં, ગમેતેટલો કપરો કેમ ના હોય તે ધબકતું જ રહે છે.


👉 "પ્રેમ એટલે શું?"
કોઈએ સાચું કહ્યું છે –
"Where there is love, there is life." – મહાત્મા ગાંધી
એટલે જીવન જીવવાનું સાચું મર્મ સમજાવતું આ દિલ, કેટલીય વાર તૂટી જાય છે, પણ પ્રેમમાં ફરી ફરીથી ત્યાગ કરવાનું શીખે છે.
દરેક વ્યક્તિના જીવનમાં કોઈ સમય એવો આવે છે જ્યારે દિલ પર વાર પડે છે –
– સંબંધ તૂટે,
– નજીકનાં લોકો દૂર થઈ જાય,
– કે કોઈનું નક્કર અવસાન થાય…
પણ આ નાજુક લાગતી હ્રદયની અંદર અસીમ શક્તિ છે.
"Har kisi ko nahi milta yahan pyaar zindagi mein…"
હા, સત્ય છે. પણ જેને મળે છે, એના માટે પ્રેમ જિંદગીનો પ્રાણ બની જાય છે. એ માટે કહીએ કે, દિલમાં પ્રેમ છે એટલે જ ધબકારા છે.
❤️ દિલથી જીવવાનું શીખો
જિંદગી સાવ સહેલી નથી. પણ જીવી શકાય છે –
– જો આપણે વાતનેDil પર ના લઈએ,
– દુઃખને હળવુ લઈએ,
– અને દિલને ખુલ્લું રાખીશું તો એ પંખી બની આઝાદ ઊડી શકે છે.
"Dil Dhadakne Do…"
દિલ માત્ર પ્રેમ માટે નહીં, જીવન માટે પણ ધબકે છે.
➤ તમારું દુઃખ, લાગણી, ગુસ્સો – બધું જ કોઈ પાસે વ્યક્ત કરો.
➤ પોતાને નાની નાની ખુશીઓ આપો.
➤ અને હા – "કોઈ પણ ન જમાવાય ત્યારે પણ પોતાને દિલથી પ્રેમ કરો."
સર્જનાત્મક રીતે જીવીએ, લાગણીશીલ બનીને નહીં, લાગણીને સમજીને.

દિલ તો હંમેશા બોલે છે...
ક્યારેક ધબકારા બની,
ક્યારેક યાદ બની,
તો ક્યારેક શાયરી બની...
"મારા દિલની તકલીફ એને શું ખબર,
એ તો હંમેશા હસીને પૂછે છે – કેમ છો?"
તમારું દિલ ધબકતું રહે એવી શુભેચ્છા સાથે...
🙏 # સતુશ્યામ

Read More

પ્રેમ તો જો કે સનાતન ને પુરાતન લાગશે,
કિંતુ જે કરશે અનુભવ એને નૂતન લાગશે..!!

પ્રેમ એટલે અંજપાની પરાકાષ્ઠા,
એટલે પ્રથમ વાર ચુંબનમાંથી ગુંજેલા મીઠો મુદુ ચીત્કાર..
જીવનનો સૌથી નિર્દોષ છતા સૌથી ઉતેજનાપૂર્ણ એકરાર એટલે પ્રેમ...

પ્રેમ એટલે એકબીજાને સમજવાની ક્ષમતા,
એટલે એકબીજાને સ્વીકારવાની ઈચ્છા,
એટલે એકબીજાને ટેકો આપવાની તૈયારી.. જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ એટલે પ્રેમ...

પ્રેમ એટલે એક અનોખી લાગણી,
જેને શબ્દોમાં વર્ણવી શકાતી નથી,
જેને માત્ર અનુભવી શકાય છે..
જીવનનો સૌથી સુંદર અનુભવ એટલે પ્રેમ...🎉
#સતુ શ્યામ...

Read More

એકલતાના શૂન્યાવકાશમાં,
આંતરનાદ ખુદનો સાંભળી લઉ છું,
પળભર માટે મારા અસ્તિત્વનો,
ઉત્સવ ઉજવી લઉ છું.

આ શાંતિ અને સ્થિરતામાં,
હું મારી જાતને ઓળખી લઉ છું,
મારા આત્માની ઊંડાઈમાં,
હું પ્રેમ અને સુંદરતા શોધી લઉ છું.

આ એકલતાનો અનુભવ,
મને મુક્તિ આપે છે,
હું મારી જાતને બંધનોથી મુક્ત કરી,
પોતાની જાતને સ્વીકારી લઉ છું.

આ એકલતાનો અનુભવ,
મને શક્તિ આપે છે,
હું મારા જીવનનો હેતુ સમજી,
તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ થઈ જાઉ છું.

#સતુ શ્યામ...

Read More

સપના જોવા તારા,
ઉંઘ પણ ઉધાર લીધી છે રાત પાસે.
તારી આંખોની ઝળક,
મને ઊંઘતાં રોકે છે.

તારા વાળની ખુશબો,
મને ઊંઘતાં રોકે છે.
તારી સ્મિતની ચમક,
મને ઊંઘતાં રોકે છે.

તારી વાતોની મીઠાશ,
મને ઊંઘતાં રોકે છે.
તારી આસપાસની દુનિયા,
મને ઊંઘતાં રોકે છે.

આજ રાત, હું તારા સપના જોઈશ,
તારા ચહેરાને તાજો કરીશ,
તારી આંખોમાં ખુશીઓ ભરીશ,
તારા હૃદયમાં સુખ લાવીશ.

Read More

ખંજર ના વાર થી હું બચી જાઉં છું,
પણ તારી મીઠી મુસ્કાન પર હું મરી જાઉં છું.
તારા ચહેરા પરની ચમક,
મને શહીદ બનાવી દે છે.

તારી આંખોની ગહેરાઈમાં,
હું ખોવાઈ જાઉં છું.
તારી હાસ્યની ધૂમકે,
મારું દિલ ધબકી ઊઠે છે.

તારી સ્પર્શની ગરમીમાં,
હું પીગળી જાઉં છું.
તારા પ્રેમની ગરમીમાં,
હું સુખી થઈ જાઉં છું.

તારી મુસ્કાન મારી જિંદગી છે,
તારી આંખો મારો ઉદ્દેશ છે.
તારી સ્પર્શ મારી શક્તિ છે,
તારી પ્રેમ મારી સફળતા છે.
#સતુ શ્યામ ..

Read More

નવજીવન બક્ષનાર ચોમાસાએ,
વૃક્ષો પાસે વિદાય માંગી,
પર્ણો આખી રાત રડ્યાં,
ને સવારે આપણને એ ઝાકળ લાગી.

ફૂલોએ વિદાય સમયે,
ચોમાસાને આશીર્વાદ આપ્યા,
કે આગામી વર્ષે ફરી આવજે,
ને આપણને ફરી એકવાર સજાવજે.

ચોમાસાએ પણ વૃક્ષોને આશ્વાસન આપ્યું,
કે હું ચોક્કસ ફરી આવીશ,
ને તમારી સાથે ફરી એકવાર ખુશીઓ ભેગી કરીશ.🎊🎊🌧️⛈️🌨️
# સતુ શાયમ..

Read More

માણશ નામે ક્ષિતીજ,
અંતરવિશ્વનો કિનારો,
જેને પામવા માટે,
આપણે ખૂબ જ સફર કરીએ છીએ.

માણશ નામે ક્ષિતીજ,
અંતરનો ખજાનો,
જેને ખોલવા માટે,
આપણે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ.

માણશ નામે ક્ષિતીજ,
અંતરની ઊંડાઈ,
જેને પહોંચવા માટે,
આપણે ખૂબ જ ઊંડાઈમાં ઊતરીએ છીએ.

માણશ નામે ક્ષિતીજ,
અંતરની શક્તિ,
જેને જાગૃત કરવા માટે,
આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ.

માણશ નામે ક્ષિતીજ,
અંતરની સંભાવના,
જેને પૂર્ણ કરવા માટે,
આપણે ખૂબ જ સમય કાઢીએ છીએ.....

અંધકારમાંથી પ્રકાશ તરફ,
આગળ વધવાની તાકાત છે. અવિશ્વસનીયતામાંથી વિશ્વાસ તરફ, પ્રેમ કરવાની ક્ષમતા છે....

માણશ નામે ક્ષિતીજ છે,
જેના હૃદયમાં પ્રેમ છે,
તેના સ્વભાવમાં દયા છે,
જેનાથી સ્વાતિ ઉત્પન્ન થાય છે.....

આ ક્ષિતીજ અનંત છે,
તેની કોઈ સીમા નથી,
તે સદા જ સ્વરૂપ બદલતું રહે છે,
તે સદા સતુ જેવું નવું રહે છે....🌝🌛🌜🌙🌚🌕

Read More

ઉમેદના ચાંદનીમાં તું આવીને ઝળકી જા,
આશાની બાળીમાં હું તારા માટે ખીલી જાઉં.
પ્રેમના સ્વપ્નમાં હું તને શોધી રહ્યો છું,
તને મળવાની આતુરતાથી હું ધડકી રહ્યો છું.
તારી યાદોમાં હું ડૂબી રહ્યો છું,
તારી મુસ્કુરાહટમાં હું ખુશીથી ખીલી રહ્યો છું.
તને મળવાની આતુરતામાં હું ઉંઘી જવાનું ભૂલી રહ્યો છું....
તારી મીઠી વાતોમાં હું ઓગળી રહ્યો છું, તારી આંખોમાં હું ડૂબી રહ્યો છું.
વચન આપ્યું સતુએ, અટલ વિશ્વાસ લઈ બેઠો છું કરીને જીદ મળવાની, નિર્જળ ઉપવાસ લઈ બેઠો છું...
શ્યામ ની વાત કહેવાને, ગઝલમાં પ્રાસ લઈ બેઠો છું.
# સતુ શ્યામ ...

Read More

મારી યાદોની મહેફિલ ત્યાં સુધી અધૂરી છે,
જ્યાં સુધી એક વિચાર તારો ન આવે...
તારો વિચાર આવે ત્યારે,
યાદો ફૂલી ઉઠે છે,
અને હૃદયમાં ઉત્સવ થઈ જાય છે...

તારો વિચાર આવે ત્યારે,
આંખોમાં ઉમળકા આવે છે,
અને મન ફરીથી યુવાન બની જાય છે...

તારો વિચાર આવે ત્યારે,
જીવનમાં એક નવો આશાવાદ ભરી દે છે,
મારી આખોમાં તારી છબી ભરી દે છે.


તારો વિચાર આવે ત્યારે,
હું તને મળવાની ઝંખનામાં બળી જાઉં છું,
અને મારા હૃદયમાં એક અનોખો ઉત્સાહ ભરી દે છે...

તારો વિચાર આવે ત્યારે,
હું તને વળગી જવાની ઇચ્છા રાખું છું, અને મારા હૃદયમાં એક અનોખો આનંદ ભરી દે છે...

તારો વિચાર આવે ત્યારે,
હું તને ફરીથી જોવાની રાહ જોવા લાગું છું,
અને મારા હૃદયમાં એક અનોખો પ્રેમ ભરી દે છે...

તારો વિચાર આવે ત્યારે,
હું તને ફરીથી મળવાનું સપનું જોઉં છું,
અને મારા હૃદયમાં એક અનોખો આશાવાદ ભરી દે છે...

તારો વિચાર આવે ત્યારે,
હું તને ફરીથી મળવાની ઇચ્છા રાખું છું,
અને મારા હૃદયમાં એક અનોખો પ્રેમ ભરી દે છે...

તારો વિચાર આવે ત્યારે,
હું તને ફરીથી મળવાની આશા રાખું છું,
અને મારા હૃદયમાં એક અનોખો વિશ્વાસ ભરી દે છે..સતુ છે સતુ છે સતુ છે ...😀

Read More

એક 'હું' અને મારામાં 'તું'

મારી પાસે કશુ નથી, એક 'હું' છું અને મારામાં 'તું'.

'હું' એક ખાલી કલશ છુ, જેમાં 'તું' એક સુંદર પુષ્પ છે.

'હું' એક શ્યમ છું , જેમાં 'તું' એક પ્રેમાળ સતુ છે.

'હું' એક વાતચીત છુ, જેમાં 'તું' એક રસપ્રદ વ્યક્તિ છે....

'હું' એક સંગીત છુ, જેમાં 'તું' એક સુંદર ધૂન છે....

'હું' એક ચિત્ર છુ, જેમાં 'તું' એક સુંદર રંગ છે....

'હું' એક વાસ્તવિકતા છુ, જેમાં 'તું' એક સ્વપ્ન છે....

'હું' એક સ્વપ્ન છુ, જેમાં 'તું' એક વાસ્તવિકતા છે....😀😀

Read More