The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમય સમયને માન છે સમય કહે, તને શેનું અભિમાન છે સમયના વહેણમાં કેટલાય આવ્યા મદમાં રહેતા,જમીનદોસ્ત જોયા સમય સમયને માન છે સમય અનુસાર રહેવું, એવી જાણ છે. - કૌશિક દવે - Kaushik Dave
સમય સમય પર યાત્રા કરવી, સમય ન મળે તો પણ કરવી. જીવન એક સફર છે, એવું માનવું, સમય પ્રમાણે આગળ વધવું. - kaushik Dave રૂપિયા પૈસા ના હોય તો પણ, સ્વપ્નમાં તો સમય યાત્રા કરવી. મનથી નીકળીને વિશ્વ ભ્રમણ કરવું, સપનાના ઘોડા પર સવાર થવું. જેટલું જોયું એટલું છે પુણ્ય, પુણ્ય કમાવું નથી?તો પણ યાત્રા કરવી. અનુભવ મેળવવા માટે પણ, સમય યાત્રાના દ્વારે જાવું. આંખો મીંચીને અંદર જાવું, આત્માના અગોચર પ્રદેશોમાં ફરવું. જાતને પામવા, જગતને સમજવા, સમય સમય પર યાત્રા કરવી. રોજિંદા કાર્યમાં થોડો વિરામ કરવો, નવી ઊર્જાનો સંચાર કરવો. યાત્રા એટલે પરિવર્તન જાણવું , યાત્રા એટલે જીવન જ જાણવું. સમય સમય પર યાત્રા કરવી, સમય ન મળે તો પણ કરવી. - કૌશિક દવે - Kaushik Dave
નજરમાં કંઈક છે જોવું મંજૂર છે, એવું તે શું રહી ગયું બાકી જાણવું જરૂર છે. જાણે સપનાનું આકાશ છે,રંગોનો મધુર રાસ છે. હવે તે શું રહી ગયું બાકી જાણવું જરૂર છે. કલ્પનાના રંગો છે,સુંદર દ્રશ્ય હૈયે છે, હવે તે શું રહી ગયું બાકી જોવું જરૂર છે. ઝરણાં વહેતા છે ,પંખી ગાતા છે આનંદ એવો કે એ માણવો મંજૂર છે. નજરે નિરખું છું, મનમાં હસું છું, હવે શું રહી ગયું બાકી, નજરમાં કંઈક છે. ફોટામાં કંઈક છે,સમક્ષ અલગ છે, હવે શું રહી ગયું બાકી, કહે એ મંજૂર છે. - કૌશિક દવે - Kaushik Dave
એક વિચાર ( ભોજનમાં મિઠાસ) - કૌશિક દવે વિચારો કે તમે જુના જમાનામાં છો. લાકડા અને કોલસો વાપરો છો. આ વપરાશ કરવાથી કાળો ધૂમાડો થતો હતો. પણ જમવામાં મિઠાસ આવતી હતી. હેત અને પ્રેમથી લોકો જમતા અને જમાડતા હતા. જમાનો બદલાયો. લગભગ દર બીજે ત્રીજે દિવસે કે શનિવાર અને રવિવારે બહાર જમવાનું વધી ગયું કે ઓનલાઇન મંગાવવાનું વધી ગયું. દેખાદેખી અને દેખાડો થવા લાગ્યો અને પહેલા જેવો પ્રેમ પણ રહ્યો નથી. ગેસ પર બનતી વાનગીઓમાં પહેલા જેવી મિઠાસ લાગતી નથી કે ઓછી મિઠાસ લાગે છે. હા..જો ગેસ પર ભાવથી બનાવેલી વાનગીઓને હેત, પ્રેમ અને ભાવથી પીરસવામાં આવે તો મિઠાસ જરૂર આવે છે. વાનગીઓ બનાવનાર ગૃહિણી પર આધારિત છે. અને ભોજન આગ્રહ કરીને જમાડે તો પણ એમાં એનો સ્નેહ ભાવ દેખાય છે. ટુંકમાં કહું તો પ્રેમથી પીરસેલી ખિચડી કે રોટલો પણ મીઠો લાગે છે. - કૌશિક દવે
धैर्य एक ऐसा गुण है जो समस्याओं का समाधान कर सकता है। - Kaushik Dave
यादों में कुछ अनकही बातें बता नहीं पाती वो बातें जल्दी मुझे भी है तुझसे मिलने को क्या कह पाऊंगी कुछ अनकही बातें? - Kaushik Dave
દશેરા આવ્યા ને રાવણ જલ્દી ભાગ્યા રે, રાવણ હાર્યા ને રામચંદ્ર જી જીત્યા રે. સોનાની લંકા એની, થઈ ગઈ રાખ રે, સત્યનો પંથ સદાય, રાખે છે સાખ રે. આવ્યા દશેરા, પર્વ ઉત્સાહનું જોયું રે, દુષ્ટતા ઉપર થયો, ધર્મનો દાવ જુવો રે. નવરાત્રિની રાતો હવે થઈ જાય પૂરી રે દીવડાની જ્યોત પ્રગટી, શુભ ઘડી આવી રે. આકાશમાં તારલાઓ, ઝગમગ થાય રે, સૌ ગુજરાતી હૈયે, આનંદ છવાઈ જાય રે. ફાફડા જલેબી ખાવા, દશેરા માણવા રે, મીઠાશનો સ્વાદ લઈને, ખુશીઓ લાવવી રે. ચટણી ને મરચાં સંગે, જલેબીની મજા લેવી રે, ગુજરાતીને જલસા ને ખાવાની મોજે મોજ રે. દિલમાં ઉમંગ ભરીને, ભેગા મળીએ છીએ રે, એકબીજાને હસીને, આનંદ વહેંચીએ રે. સૌ દુઃખડાં દૂર થાય, સુખ આવે ઘેર રે, આજે દશેરાના દિવસે, ખુશીઓનો ફેલાય રે. - કૌશિક દવેના દશેરા પર્વની આપ સર્વેને શુભકામનાઓ.,જય હાટકેશ ,હર હર મહાદેવ 🙏 🙏 જય અંબે 🙏
સઘળું ઈશ્વર કરે એ માનવું વધુ પડતું છે. હા, ઈશ્વર બધું કરી શકે છે અને કરે છે. પણ આપણે જે કંઈ સારું કરીએ છીએ એમાં ઈશ્વર સહાયતા કરે છે એ માનવું હિતાવહ છે. જે ખોટું કરે છે એમાં ઈશ્વરની સંમતિ નથી હોતી એટલે ખરાબ કર્મોના ફળ ભોગવવા પડે છે.. ઈશ નિંદા કરનાર વ્યક્તિ મુર્ખ ગણાય છે.. ઈશ સ્મરણ કરો અને સત્કર્મ કરો. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ 🙏 - Kaushik Dave
જયશ્રી કૃષ્ણ 🙏 - Kaushik Dave
https://www.matrubharti.com/novels/51294/single-mother-by-n-a
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser