Quotes by Kaushalyaba Gohil in Bitesapp read free

Kaushalyaba Gohil

Kaushalyaba Gohil

@kaushalyagohil07gmai
(3.5k)

ઘોંઘાટ ની પાછળ છૂપાયેલો સન્નાટો 🤐
અને
સન્નાટા ની પાછળ દબાયેલો ઘોંઘાટ 🤬
ખુબ ઘાતક હોય છે

*સ્ત્રીનો ત્યાગ અને સંબંધોની સાચી સમજ*
એક સ્ત્રી જ્યારે પોતાના માતા-પિતાનું ઘર છોડીને પત્ની તરીકે તમારા જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તે માત્ર એક નવા ઘરમાં પ્રવેશતી નથી, પરંતુ આખા નવા પરિવારને પોતાના જીવનનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે.
તે દરેક સંબંધને દિલથી સ્વીકારે છે, દરેક વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરે છે અને પોતાના સો ટકા આપી સૌને ખુશ રાખવાની કોશિશ કરે છે.
ઘણી વખત આ પ્રયત્નોમાં તે પોતાની જાતને પણ ભૂલી જતી હોય છે.
પોતાની ખુશી, પોતાના સપના, પોતાની લાગણીઓ અને પોતાની પીડાને પાછળ મૂકી તે માત્ર એટલું ઈચ્છે છે કે પરિવાર ખુશ રહે અને સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે.
પરંતુ દુઃખ ત્યારે થાય છે જ્યારે તેના આ નિઃસ્વાર્થ પ્રયત્નોની કદર કરવાની જગ્યાએ, ઘણા લોકો પોતાની નિષ્ફળતા, ગુસ્સો અથવા જીવનની ખામીઓનો બોજ એ સ્ત્રી પર મૂકી દે છે.
વિચાર્યા વગર તેને જવાબદાર ઠેરવવામાં આવે છે, જ્યારે કદાચ તે તો સંબંધને બચાવવા માટે અંદરથી સતત લડી રહી હોય છે.
સમય પસાર થાય છે અને પછી કેટલાક લોકો એવું કહેતા જોવા મળે છે કે —
“શાયદ તે મારા માટે યોગ્ય નહોતી.”
પરંતુ કોઈએ ક્યારેય પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો છે કે —
શું આપણે તેને સમજવાનો પ્રયત્ન કર્યો હતો?
શું આપણે તેને સમય આપ્યો હતો?
શું આપણે તેને એ વિશ્વાસ આપ્યો હતો કે તે નિર્ભય બની પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે?
કોઈપણ વ્યક્તિ જન્મથી સંપૂર્ણ નથી હોતી.
સાચો સંબંધ એ છે જ્યાં બે લોકો એકબીજાને બદલવા નહીં, પરંતુ સમજવા અને સાથે આગળ વધવા તૈયાર હોય.
એક વ્યક્તિ જો સતત સંબંધને સાચવવા પ્રયત્ન કરતી રહે અને બીજી વ્યક્તિ માત્ર ખામીઓ જ શોધતી રહે, તો સંબંધ ધીમે ધીમે અંદરથી ખાલી થવા લાગે છે.
અને પછી એક દિવસ એ પ્રશ્ન પૂછવામાં આવે છે —
“તેણે મારા માટે શું કર્યું?”
પરંતુ કદાચ આ પ્રશ્ન પૂછતા પહેલાં દરેક પુરુષે એક વાર પોતાની જાતને અરીસામાં જોઈને પૂછવું જોઈએ —
“મેં તેના માટે શું કર્યું?”
શું મેં તેની મહેનતની કદર કરી?
શું મેં તેના ત્યાગને સમજ્યો?
શું મેં તેને માત્ર જવાબદારીઓ આપી કે સાચો સાથ પણ આપ્યો?
કારણ કે ઘણી સ્ત્રીઓ શબ્દોથી નહીં, પરંતુ પોતાના ત્યાગ, સહનશક્તિ અને નિઃશબ્દ પ્રેમથી સંબંધોને જીવંત રાખતી હોય છે.
તેમને માત્ર પ્રેમ નહીં, પરંતુ સમજ, સન્માન અને સાથની પણ જરૂર હોય છે.
સાચો જીવનસાથી એ નથી જે સંપૂર્ણ હોય,
પરંતુ એ છે જે મુશ્કેલ સમયમાં પણ એકબીજાનો હાથ છોડ્યા વગર સાથે ચાલવા તૈયાર હોય.
લગ્ન માત્ર એક સંબંધ નથી…
એ બે દિલો વચ્ચેનો વિશ્વાસ, સમર્પણ અને એકબીજાને સમજવાની આખી જીવનભરની સફર છે. ❤️

Read More

જીવન માં કયારેક એવુ પણ થતું હોય છે.. તમે જે વ્યક્તિ કે વસ્તુ કે પછી સંબંધ પાછળ ભાગતા હોય તેના માટે ભાગતા હોય અને એ મળી પણ જાય પણ એક સમય એક પરિસ્થિતિ એવી આવી ને ઉભી રહે કે જયારે તમને પોતાને સમજાય કે તમે જેની માટે આટલી મહેનત કરતાં હતા એ વસ્તુ વ્યક્તિ કે સંબંધ પાછળ ભાગતા હતા એ ખરેખર તો તમારા માટે યોગ્ય હતું જ નહી અથવા તો તમારું હતુ જ નહિ જે તમારા અંગત જીવન ને ડમાડોલ કરી નાખે એટલું વ્યર્થ હતુ. તમે ત્યારે કદાચ એવી પરિસ્થિતિ માં મુકાઈ જાવ કે એમાંથી નીકળવાનો રસ્તો ના મળે કે ના તેનો મોહ છૂટે આવી પરિસ્થિતિ માં એક અજ્ઞાત શક્તિ પર વિશ્વાસ કરી ને અને મન મક્કમ કરી ને તેનો ત્યાગ કરવો જ યોગ્ય છે. જો જીવન સુખમય પસાર કરવા માંગો છો તો આવા છુપા ધીમા જેર જેવાસબંધો વ્યક્તિ કે વસ્તુ નો મોહ છોડવો એ જ તમારા માટે સર્વોત્તમ છે.

Read More

કેટલીક લડત અભિમાન થી 😑 નહી
પણ સ્વાભિમાન 💪 ની હોય છે

જયારે કોઈ ઘર માં એક પરણિત પુરુષ ( કે જે કોઈ નો દીકરો કે ભાઈ છે) અમુક નિર્ણયો પોતાની જાતે લેવાં માંડે છે પોતાનાં વડીલો ને પૂછ્યા વગર પોતાની બુદ્ધિ થી ત્યારે લાગતા વળગતા ની સલાહ આવવાં માંડે છે કે બાયું ( તેની પત્ની)ની ભુદ્ધી થી કામ લેશો તો આગળ નહી આવો.વળી આવી સલાહ આપવા વાળા બાયું જ હોય 😂. અને આ બાબત નો ખ્યાલ આવતા એ સ્રી ઘર ના કોઈ પણ નિર્ણયો માં બોલવાનું બંધ કરે અને તે ફકત પોતાનાં બાળકો અને પતિ માટે વિચારવાનું શરૂ કરે ત્યારે એ જ સલાહ આપવા વાળા ને માંઠું લાગે કે તારી બાય એ પૂછ્યું નહી કે કીધું નહી. જ્યારે તમારાં નબળાં સમય માં એ સ્રી એ સાથ આપ્યો હોઈ અને એ કોઈ ખોટી વાત નો વિરોધ કરવા જાય ત્યારે જો તમને બાયું ની બુદ્ધિ યોગ્ય ના લાગતી હોય તો તમને અમુક અમુક બાબત મા એ ડહાપણ બતાવે એવો આગ્રહ હોવો યોગ્ય છે? એની કદર નથી કરતા કાઈ વાંધો નહીં પણ એના કારણે જ બઘું થયું એમ કહેવા પછી એની પાસે થી ડહાપણ ભર્યા વ્યવહાર ની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય??

Read More

હા છે ચડિયાતું એ તમારા થી જ,
પણ એ તમે તો નથી જ 🥺

અભિમાન કેમ ન કરું??
હજારો પત્થરો ફંફોસી ને એક પારસમણી શોધ્યો છે.
- Kaushalyaba Gohil

બહુ જીદ્દી છે...
તુ અને તારી યાદો!!
તારે આવવુ નથી,
અને એને જવું નથી¡¡😔
- Kaushalyaba Gohil

Stuck in the middle???
take a deep breath...
Just get up...
AND
restart!
- Kaushalyaba Gohil

બહુ અઘરૂ હોય છે બધા ની વચ્ચે રહી ને પણ એકલાં હોવું...