Quotes by Shailesh Jani in Bitesapp read free

Shailesh Jani

Shailesh Jani

@janishailesh4031


દરેક દુઃખના દસ્તાવેજ ઉપર, પોતાનાં જ હસ્તાક્ષર હોય છે, જો વાંચતાં આવડે તો….શૈલેષ ✍️✍️

હવે પાંપણો માં અદાલત ભરાશે, મેં સપના નીરખવા ના ગુનાહ કર્યા છે....

કૃષ્ણ અને સુદામા

ન હતી સંપત્તિ, ન સોનાનો શણગાર,
છતાં મિત્રતામાં હતો પ્રેમ અપાર;
એક દ્વારકાનો નાથ, એક ગરીબ બ્રાહ્મણ,
પણ બંનેના હૈયામાં એક જ ભગવાન.

સુદામા લઈને આવ્યા તાંદુલની પોટલી,
આંખોમાં આશા, હૈયામાં ભક્તિ ભોળી;
કૃષ્ણે જોયો મિત્ર, ભૂલી ગયા રાજસિંહાસન,
દોડી મળ્યા સુદામાને, વરસ્યું પ્રેમનું ચંદન.

ન પૂછ્યું ધનનું, ન પૂછ્યું દારિદ્ર્ય,
પૂછ્યું તો બસ—“મિત્ર, કેમ છે તારું હૃદય?”
મિત્રના પગ ધોઈને કૃષ્ણે કહી દીધું,
“સાચું ધન તો મિત્રતા છે”—જગને શીખવી દીધું.

સુદામા કંઈ માંગ્યા વગર પાછા ફર્યા,
કૃષ્ણના પ્રેમથી અંતરમાં ભરાયા;
ઘરે પહોંચ્યા તો જીવન બદલાઈ ગયું,
પણ સુદામાનું હૈયું તો કૃષ્ણમય જ રહ્યું.

કૃષ્ણે આપ્યું ઘણું, પણ કહ્યું કશું નહીં,
મિત્રતાની કિંમત ક્યારેય માંગી નહીં;
જ્યાં સ્વાર્થ નથી, ત્યાં પ્રેમ અમર બને,
કૃષ્ણ-સુદામાની મિત્રતા સદીઓ સુધી ગુંજે.

મિત્રતા એવી કે અંતર પણ અંતર ન રહે,
પ્રેમ એવો કે શબ્દોની જરૂર ન રહે;
કૃષ્ણ હોય હૃદયમાં, સુદામા હોય ભાવમાં,
તો ભગવાન મળે પોતાના જ સંબંધના સ્વભાવમાં.

— શૈલેષ જાની “સુદામા”

Read More

વિઘ્નોને દૂર કરવાનો અવસર એટલે ગણેશ ઉત્સવ

ગણેશજીને ઘરે લાવવા, તેમની સ્થાપના કરવા, આરતી-પૂજા કરવા અને દસ દિવસ બાદ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી દેવું—એટલાથી જ ગણેશ ઉત્સવની પૂર્ણતા થતી નથી. ગણેશોત્સવનો સાચો અર્થ ત્યારે સાર્થક થાય, જ્યારે ગણેશજીના જીવન અને સ્વરૂપમાંથી કોઈ એક ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને તેનાથી આપણા વિચારો, વર્તન અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે પૂજવામાં આવે છે. પરંતુ ગણેશજીનું સ્વરૂપ પોતે જ જીવનનો સુંદર પાઠ ભણાવે છે. તેમનું મોટું મસ્તક વધુ વિચારવાની અને જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે, મોટા કાન બીજાની વાત ધીરજપૂર્વક સાંભળવાનો સંદેશ આપે છે, નાની આંખો એકાગ્રતા શીખવે છે અને નાનું મુખ ઓછું તથા મીઠું બોલવાની પ્રેરણા આપે છે.

ગણેશજીનું મોટું પેટ જીવનમાં સારી-નરસી પરિસ્થિતિઓને પચાવી જવાની ક્ષમતા દર્શાવે છે. તેમનું વાહન મૂષક આપણને ઈચ્છાઓ અને મન પર નિયંત્રણ રાખવાનો સંદેશ આપે છે. આ ગુણોમાંથી જો આપણે માત્ર એક ગુણ પણ સાચા અર્થમાં અપનાવી લઈએ તો ગણેશોત્સવ આપણા માટે માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ આત્મપરિવર્તનનું પર્વ બની શકે.

આજના સમયમાં માણસના જીવનમાં અનેક વિઘ્નો છે. તણાવ, ક્રોધ, અધીરાઈ, અહંકાર, ઈર્ષ્યા, મતભેદ અને નકારાત્મક વિચારો ઘણી વખત આપણા સુખમાં અવરોધ બને છે. તેથી ગણેશજીની સ્થાપના સાથે જો આપણે પોતાના મનમાં પણ સદ્વિચારની સ્થાપના કરીએ તો એ ગણેશોત્સવની સૌથી મોટી ઉપલબ્ધિ બની શકે.

દસ દિવસ સુધી ગણેશજીની પૂજા કર્યા પછી જ્યારે તેમનું વિસર્જન કરીએ ત્યારે માત્ર મૂર્તિનું જ વિસર્જન ન કરીએ, પરંતુ આપણા જીવનની કોઈ એક ખરાબ આદત, નકારાત્મક વિચાર અથવા અહંકારનું પણ વિસર્જન કરવાનો સંકલ્પ કરીએ. ગણેશજીને વિદાય આપતી વખતે આપણા અંદરનો ‘નવો માણસ’ જન્મે—ત્યારે જ ઉત્સવનો સાચો હેતુ સિદ્ધ થયો કહેવાય.

ગણેશ ઉત્સવ આપણને શીખવે છે કે ભગવાનને ઘરમાં લાવવું સરળ છે, પરંતુ ભગવાનના ગુણોને જીવનમાં લાવવા માટે જાગૃતિ અને પુરુષાર્થ જરૂરી છે. મૂર્તિનું સ્થાપન થોડા દિવસ માટે થાય છે, પરંતુ સંસ્કારનું સ્થાપન જીવનભર માટે થઈ શકે છે.

આથી ગણેશોત્સવમાં આ વર્ષે એક નાનો સંકલ્પ કરીએ—ગણેશજીને માત્ર ઘરે નહીં, પરંતુ હૃદયમાં સ્થાપિત કરીએ. તેમની મૂર્તિનું વિસર્જન દસ દિવસ પછી થશે, પરંતુ તેમના ગુણોનું સ્થાપન આપણા જીવનમાં કાયમ માટે રહે.

સાચો ગણેશોત્સવ એ નથી કે આપણે ગણેશજીને કેટલા ભવ્ય રીતે ઘરે લાવ્યા; સાચો ગણેશોત્સવ તો એ છે કે ગણેશજીને જીવનમાં લાવ્યા પછી આપણે કેટલા સારા માણસ બન્યા.

વિઘ્નહર્તા ગણેશજી આપણા જીવનમાંથી વિઘ્નો દૂર કરે અને તેમની પાસેથી મળેલો જ્ઞાન, ધૈર્ય, વિવેક અને સંયમ આપણા જીવનને નવી દિશા આપે—એ જ ગણેશોત્સવની સાચી ઉજવણી છે... મનમંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

Read More

શૂભ સવાર...🙏🏻
જય શ્રી રામ..
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ........
*આખું ને આખું હૃદય બદલી દેવાની બાબતમાં ભલે વિજ્ઞાને સફળતા મેળવી..*
*પણ;*
*એ હૃદયમાં રહેલી કડવાશને મીઠાશમાં ફેરવી નાખવાની સફળતાનો યશ તો માત્ર સંસ્કાર અને સ્વભાવને ફાળે જ જાય ....!!*
*🌹Good Morning! 🌹*

Read More

🙏🏻भूलने जैसी बात " याद " हैं..,

इसलिए तो संबंघो में " विवाद " हैं ...

કામ પણ હવે એટલું વધી ગયું છે કે, *"ગણેશોત્સવ"* લખ્યું હોય તો પણ શિક્ષકો તો હવે *ગુણોત્સવ* જ વાંચે છે...
🤣

ख्वाहिशें बहुत हैं
इस दिल में,
पर सुकून मिलता है
सिर्फ तेरी याद में...
शुभरात्रि ❤️

શનિ નડે છે એટલે...બધાને હનુમાન ચાલીસા મોઢે હોય છે.. પણ અફસોસ... કૃષ્ણ કોઇને નડતો નથી, બાકી બધાને આખી ગીતા મોઢે હોત....સુદામા ✍️✍️

Read More

શૂભ સવાર...🙏🏻
જય શ્રી રામ..
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ........
*સહનશક્તિ જીવનમાં ખુબ જ જરૂરી છે, કેમ કે,....*
*ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું એ ખુબ અઘરું છે...*
*🌹Good Morning! 🌹*

Read More