The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવનભર મોજ પોતાની પછેડી બહુ લાંબી ન કરો, ને ન સપનાંઓને કદી દફન કરો; કુદરતની ભેટ આ ચાર દી’ની જિંદગી છે, બસ, હળીમળીને સુકૂનથી પસાર કરો... કારણ વિના ન કોઈને પરેશાન કરો, ન કોઈને વગર વાંકે હેરાન કરો; જો હોય કારણ છતાંય કુદરતને સાક્ષી માની, મોટું મન રાખી વ્હાલથી માફ કરો... કોઈ બોલે ખોટું તો પળભર સંભાળી લો, તર્કના ત્રાજવે એને પૂરેપૂરું તોળી લો; લાગે જો વાતમાં કંઈ વજૂદ જ નથી, તો મીઠું સ્મિત આપીને વહેતી કરો... ન વારે-ઘડીએ કોઈથી નારાજ થાઓ, ન કોઈને જૂઠો કદી વાયદો આપો; આ ભાગદોડમાંથી થોડોક સમય ચોરીને, ક્યારેક ખુદ સાથે પણ બે ઘડી વાતો કરો...
📖 सबकी अपनी एक कहानी है... 📖 सबकी अपनी एक अलग कहानी होती है, जिसकी कहाँ किसे परवाह या पहचान होती है! फिर भी 'वो ऐसा है, वो वैसा है' की बातें होती हैं, कौन जाने हक़ीक़त में कौन कैसा और क्यों होता है? मदद न कर सको तो कोई बात नहीं साहब, पर दूसरों की ज़िंदगी में यूँ झाँकना छोड़ दीजिए! किसी पर उँगली उठाने से पहले ज़रा ठहरकर, खुद को उसकी जगह रखकर देखना सीख लीजिए। किनारे बैठकर यूँ बेबुनियाद अंदाज़े न लगाइए, जिस बात का पता नहीं, उसे गलत तरीके से न बताइए! हर इंसान की अपनी ज़िंदगी का एक सफ़र होता है, अपनी कहानी का हीरो या विलेन वो खुद ही होता है। जैसी दुनिया की नज़र, वैसा ही उसका किरदार बन जाता है, फिर भी हीरो और विलेन के बीच वो संतुलन बना जाता है! इसी कश्मकश के सफ़र में और वक़्त के बहाव में, कभी होंठों पर मुस्कान, तो कभी नमी होती है आँखों में... ज़िंदगी का सच तो हर किसी के लिए यही है साहब, दूसरों की ज़िंदगी का 'जज' बनने से बेहतर है, ज़रा खुद के अंदर झाँककर देखने की ज़रूरत है! – उमाकांत 'उन्मेष'
🌟 જિંદગીની મસ્ત સફર ઉંમર ભલે વધતી રહે દોસ્ત, પણ જીવનભર હજી તો જલસા કરવાના બાકી છે! જેણે આપણને નીચે પાડ્યા, એને તો હજી ચમકાવવાના બાકી છે... નિરંતર પોતાની રાહ પર બસ ચાલ્યા કર દોસ્ત, તારી મંઝિલ તો ખુદ સામે આવશે! લોકોને તારી હારની વાતો કરવા દે મારા દોસ્ત, કાલે તારી જીતના જ ઢોલ વાગશે! સમય ભલે અત્યારે ભાવ ખાય, તારો પણ એક દોર ચોક્કસપણે આવશે! સવાલ પૂછવા વાળા શાંત થઈ જશે, જ્યારે કુદરત તરફથી તેનો જવાબ આવશે... આ જિંદગીની ફિલ્મ સતત ચાલે છે દોસ્ત, આપણો પણ એમાં એક સીન ચોક્કસપણે આવશે! એક્ટિંગ પુરી થશે ને ત્યારે જ, આખું થિયેટર તાલીઓથી ગુંજી ઉઠશે... દરરોજ નવું શીખતા રહેવું, ટેન્શનને મુક થોડું સાઈડમાં, હજી તો રમત શરૂ થઈ છે જિંદગીની, કંઈ ખાસ ખોયું નથી! સમય ભલે ઝડપથી આગળ વધતો જાય મારા દોસ્ત, પણ ખરી સફળતાની મજા લેવાની તો હજી બાકી છે... સાચા સમયે તારો પણ એક સુવર્ણ સમય ચોક્કસપણે આવશે!
🌧️ ચોમાસાને કાગળ લખ... 🌧️ (આજના ચોમાસાનું સાચું અને માર્મિક ચિત્ર) ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે... 🎯 તીર જેવું દોરીને સીધો સોસાયટીનો રસ્તો બનાવ, એની નીચે 'તળાવ' લખ, એ સમજી જાશે... 🚗 અડખે-પડખે પાણીમાં ડૂબેલી બંધ પડેલી ગાડીઓ દોરી, એમાં વચ્ચે 'ટ્રાફિકજામ' લખ, એ સમજી જાશે... ☂️ જેવી ફાવે એવી બે છત્રીઓ ચિતરજે... એની નીચે 'કાગડો' લખ, એ સમજી જાશે... ☁️ અગન ઓકતા આભને બદલે કાળાં-ડિબાંગ વાદળ તાણ, એની નીચે 'સુકાતા નથી કપડાં' લખ, એ સમજી જાશે... 🪣 અડખે-પડખે બે-ત્રણ ડોલ ને તપેલી દોરી, એની નીચે 'ધાબું લીક થાય છે' લખ, એ સમજી જાશે... 📦 વરસાદ ને લીધે પલળીને બગડેલો સામાન દોરી, એમાં વચ્ચે 'ઘરોની લાચારી' લખ, એ સમજી જાશે... 🌾 કુંડાળા જેવું દોરીને પાણીથી ભરેલા ખેતર બતાવ, હળવેથી 'જગતના તાત આંસુ સારે છે' લખ, એ સમજી જાશે... 🥺 જેવી ફાવે એવી એક બાળકની ઉદાસ આંખ ચિતરજે... પાંપણ નીચે 'કાગળની હોડી પણ ડૂબી ગઈ' લખ, એ સમજી જાશે... 🌤️ ઉપર કાળાં-ડિબાંગ વાદળોની ભારે રેખા તાણ, એની નીચે 'હવે બસ કર, ઉઘાડ આપ' લખ, એ સમજી જાશે... ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે... 🙏 ✨ – ઉમાકાંત 'ઉન્મેષ' #monsoonseason #moonsoon #FloodAlert #FloodRescue
॥ જીવનની ઘટમાળ ॥ કિનારે પથ્થરો રગડીને, સમય પર સુવાળાં રૂપ પામે છે, એમ માણસ પણ સતત મથીને, જીવનમાં શ્રેષ્ઠતાને વરે છે; વાણીમાં હોય મીઠાશ ને કાર્યમાં જેનું તેજ, જગત આખું નમે તેને, મળે એવું જ એને સહેજ. સફળતાના શિખર પર જ્યારે, પગ તારો મુકાય છે, ત્યારે વહાલાંઓની આંખમાં પણ, ઘણીવાર ઈર્ષ્યા દેખાય છે; ઠોકર મારનારા તો ઘણાં મળશે અહીં તને, પણ હિંમત રાખજે તું, જીત તારી જ સદૈવ લખાય છે. જરૂરતના સમયે લોકો જો, તને યાદ કરે, તો સહેજે માઠું ન લગાડતો, તારું નૂર તો જ સ્મરે; ઘોર અંધકારમાં જ મીણબત્તીની ખરી કિંમત હોય છે, તું પ્રકાશ છે પૂર્ણ ચંદ્રમાનો, એ ગર્વ તારામાં ભરે. હકીકતો છુપાવીને કોઈ, ક્યાં જીતી શક્યું છે? પાપનું પોટલું પાતાળમાં પણ, ક્યાં ટકી શક્યું છે? ઉઘાડું પડશે સત્ય એક દિવસ સૂરજની જેમ, કર્મોનો હિસાબ અહીં, કુદરત ક્યાં કદીક ચૂક્યો છે? - *ઉમાકાન્ત*
આજનો દિવસ *“વિશ્વ પર્યાવરણ દિવસ”* તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આજે સમગ્ર વિશ્વના તમામ પર્યાવરણ પ્રેમીઓ જાણે કે આજના એક જ દિવસમાં પર્યાવરણનું મહત્ત્વ લોકોને સમજાઈ દેવાના હોય તે રીતે *facebook,whatsapp,twitter* વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પર્યાવરણને લગતા વિવિધ સુવિચારો વાક્યો શેર કરી પોતાની પર્યાવરણ તરફની લાગણી વ્યક્ત કરતા હોય છે.પરંતુ શું? આજના એક જ દિવસે પર્યાવરણનું મહત્વ સમજવું જરૂરી છે? શુ પર્યાવરણનું જતન ફક્ત એક દિવસ પુરતું જ મર્યાદિત છે? આખા વર્ષ દરમિયાન પર્યાવરણને લગતી બાબતોમાં આંખ આડા કાન કરવાની માણસની પ્રવૃત્તિ અને પર્યાવરણ પ્રત્યે ધ્યાન ન આપવાથી માણસ કોઈને કોઈ રીતે પર્યાવરણને નુકસાન કરતો આવ્યો છે અને એ નુકસાની નું પરિણામ સમય સમય તેને પોતાને પણ ભોગવવાનો વારો આવ્યો છે. પણ, આમ આજના એક દિવસે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાથી ને એક દિવસ પુરતું પર્યાવરણ બચાવી લેવા થી કોઈ મોટો સુધારો આવવાનો નથી હા, પર્યાવરણ પ્રત્યે દરેક વ્યક્તિની ફરજ છે એ દરેક વ્યક્તિએ તેમાં સહભાગી થઈ પર્યાવરણનું જતન કરવું જોઈએ .કોઈ મોટા પ્રમાણમાં વૃક્ષો નું જતન ના કરી શકો વાવણી ના કરી શકો તો કોઈ વાંધો નહીં .પરંતુ ,તમારા આસપાસની કેટલીક નાની-નાની બાબતોનો જો ખ્યાલ રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં મહદંશે પોતાનો યોગ્ય ફાળો આપી શકાય છે. જેમકે, ૧.નકામું વ્યર્થ વહી જતું પાણી અટકાવો. ૨. કામ વગરના વીજળી ના સાધનો નો ઉપયોગ બંધ રાખો. ૩. શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધુને વધુ ઉપયોગ કરો. ૪. સિગ્નલ ક્રોસિંગ પર ઊભા રહેવાનું થાય તો ગાડી બંધ રાખો. ૫. ગમે ત્યાં કચરો ન ફેંકતા કચરો કચરાપેટીમાં નાખી જમીન નું પ્રદૂષણ અટકાવી શકાય છે. ૬. બહાર જતી વખતે જો મોબાઈલ અને પાવર બેંક સાથે લઇ જઇ શકાતો હોય તો બજારમાં ખરીદી કરવા જતી વખતે પણ સાથે કપડાંની થેલી લઈ જવાનો આગ્રહ રાખો અને આમ કરીને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળો. આવી કેટલીક નાની નાની બાબતો તરફ જો ધ્યાન રાખવામાં આવે તો પણ પર્યાવરણનું જતન કરવામાં આપણે સહભાગી બની શકીએ છીએ છે. :ઉમાકાન્ત મેવાડા સિવિલ એન્જીનીયર #worldenvironmentday #swachh_Bharat
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser