Quotes by HITESH KATARIYA in Bitesapp read free

HITESH KATARIYA

HITESH KATARIYA

@hiteshkatariya987gmail.com214820


દિલના અરમાન કરમાઈ ખીલે ખરી?
વિરહની યાદો ડગમગાઇ આવે ખરી?

સંગાથ સફર જેવો તો પ્રેમ પમાય ખરી?
રસ્તા ભુલાઈ શું મંઝિલ મળે ખરી?

રાતોના શમણાં બધા સાચા બને ખરી?
હું તમને પૂછું શું ડૂબેલી લાશ ડૂબે ખરી?

Read More

પથ્થર, દિલ પણ ડૂબે છે,
સ્વપ્નવમળ રોજ ઘૂમે છે

નદી જેટલાં અરમાન છે ને,
આંસુ જેટલાં ઓરતા,

જીવનચક્ષુ જેની રાહ જુવે છે
એ કિનારો જાણે ક્યાં ઝૂમે છે?

-હિત💙✍🏻

Read More
epost thumb

પ્રણયનું આલેખન અવિરત ચાલુ રહેશે,
દુનિયા આ બધું જોઈ મને મજનુ કહેશે.
તમે લૈલા જેવી લીલોતરી જાળવી રાખજો,
સૂકા પાનખરમા નિત્ય લીલા પાન કહેશે
જુદાઈ તો ખાલી બેયનો જીવ લેશે પણ, આત્મ મિલન આપણું હંમેશા અમર રહેશે.

Read More

પળ પળ ને હરપળ સાચવવી કેટલી?
બેફિકરાઇને બારેમાસ બચાવવી કેટલી?
મંજિલ ભલે દેખાય, રસ્તાનો અંત ક્યાં? મળશે કંઈક માની,કાયાને ચલાવવી કેટલી?
ઘોર અંધકારની પણ અલગ જ મજા છે,
સ્વપ્નશીલને એ વાત સમજાવવી કેટલી?
થોડું અજવાળું કોરા રસ્તે દેખાય કાફી છે
અતિશ્યોક્તિની દિવેટને જલાવવી કેટલી?
અમર આત્મા,જોઈ કોણે આ જગતમાં?
આગમના એંધાણથી જિંદગીને ડરાવવી કેટલી?

Read More

વણથંભેલ કોયડાનો ઉકેલ છે મારા પપ્પા!
મારા અસ્તિત્વની ઓળખ છે મારા પપ્પા!

શોખ,સપના,સૌહાર્દ ને પાંખો તો આપી જ,
મુક્ત ગગને ઉડાન ભરાવનાર છે મારા પપ્પા!

જીવન પથ પર ભટકી જાઉં જો ક્યારેય,
પથદર્શક બની રાહ ચિંધનાર છે મારા પપ્પા!

સંઘર્ષના કાંટાળા વનમાં એકલો પડું જો,
માવજત કરનાર વનમાળી છે મારા પપ્પા!

અખિલ બ્રહ્માંડમા હશે તું શ્રી હરિ એકલો,
મારી માટે તો મારા ઈશ્વર, એક જ છે મારા પપ્પા!

Read More

ચાર દિવાલોનો ઘોંઘાટ થકવે છે?
દિલ મીટ માંડે એ સૃષ્ટિ તારી પડખે છે.

બેઇમાનીના બંચમા ઈમાનદારી નું એક પાનું જોયું,
શીર્ષકના સહારે છપાયું,તોય સૌથી છાનું જોયું.