Quotes by Hemali Ponda તની in Bitesapp read free

Hemali Ponda તની

Hemali Ponda તની

@hemaliponda1976gmail.com012056
(20)

સ્વાર્થ ના સંબંધોમાં,
તું સ્નેહની સરવાણી ન શોધ!
રેતીમાં દોરેલા દિલમાં
નથી વહેતા લાગણીના ધોધ!!
-તની

સમજણ વિશે લખી શકું
પણ એટલી પરિપકવતા ક્યાં છે!
શબ્દો તો લખી શકું પણ
એટલી ગહનતા ક્યાં છે!
બીજાને સમજાવી શકું પણ,
એટલી ક્ષમતા ક્યાં છે!
ખુદને સમજાવી શકું,
એટલી પણ સમજણ ક્યાં છે!!
-તની

Read More

જન્માષ્ટમી આવી નવરાત્રિ આવી ને
દિવાળી પણ આવીને ગઈ!
લાગે છે જાણે તહેવારોની સિઝન હવે પૂરી થઈ!
ગરબાની રમઝટ શાંત થઈ ગઈ ને
ફટાકડાની ગૂંજ પણ સંભળાતી બંધ થઈ ગઈ!
ગરબાની રીલસ દેખાતી બંધ થઈ ને
શુભેચ્છા ના મેસેજોની ભરમાર બંધ થઈ ગઈ!
રાત મેસેજને ડિલિટ કરવામાં પૂરી થઈ ને
વળી પાછી મોબાઈલમાં શાંતિ થઈ ગઈ!
તહેવારો આવ્યા ને ચાલ્યા ગયા ને
દરવાજે મંડાયેલી નજર
મહેમાનોની રાહ જોતી રહી ગઈ!!
-તની

Read More

ઝગમગતા દીવડાઓ,
જીવનના અંધકારને ઉજાસથી ભરી દે!
રંગોળીના રંગો,
જીવનની સાદગીમાં નવા રંગો ભરી દે!
મીઠાઈઓની લિજ્જત,
જીવનની કડવાશને મીઠાશથી ભરી દે!
ફટાકડાની ગુંજ,
જીવનના દુઃખોના પડઘા સમાવી દે!
દિવાળીનો તહેવાર,
આપના જીવનને ખુશીઓથી ભરી દે!
એવી શુભકામનાઓ!!
-તની

Read More

તમારા તમારા ઈ- વોલેટમાં
બેલેન્સ હંમેશા વધતું રહે!
જેથી જરૂરતો પૂરી થતી રહે!
તમારા બેંક એકાઉન્ટમાં
ક્રેડિટ સતત વધતી રહે!
જેથી ડેબિટની ચિંતા ન રહે!
તમારું પાકીટ માસ્ટર્ર કાર્ડથી
કાયમ ભરેલું રહે!
જેથી ઓનલાઈન પેમેન્ટ થતા રહે!
સાથે ખિસ્સામાં થોડુ પરચૂરણ રહે,
જેથી ગરીબની ઝોળી પણ ભરાતી રહે!!
ધનતેરસની શુભકામનાઓ!!
-તની

Read More

સંબંધોમાં લાગણી,
એ તો જાણે કિનારે પડેલી રેતી!
ભીંજાઈ જાય એ,
જ્યારે આવે સ્વીકારની ભરતી!
સુકાઈ જાય એ,
જયારે ઉપેક્ષાના તાપે તપતી!!
-તની

Read More

દર રવિવારે ચોવીસ કલાક
ઓનલાઇન રહેનારા ભાઈબંધો,
જો આજે સવારથી ઓફ લાઈન હોય
તો ફોન કરી ખબર પૂછવા નહીં!
એમને દિવાળી સફાઈના કામમાં
ખલેલ પહોંચાડવાથ,ી
કદાચ તમારા હાથમાં પણ
ઝાડૂ આવી શકે છે!!
-તની

Read More

તું પૂનમના ચાંદથી પણ સુંદર છે,
એવું કહેનારા પતિ મહાશય
જો આજે ચાંદ જોવામાં મગ્ન હોય તો
એમના પર નારાજ ન થશો,
આજના ચાંદથી સુંદર તો
કોઈ હોય જે ન શકે ને!
શરદ પુનમની શુભકામનાઓ!!
-તની

Read More

શું મળ્યું તને,
આ સંબધોના ચિત્રમાં,
લાગણીના રંગો ભરીને!
એ રંગો તો ખોવાઈ ગયા!
સ્વાર્થના કાળા રંગમાં ભળીને!!
-તની

Read More

સાદ પાડનાર સાથે
સંવાદ તોડવો નહીં!
વાદ કરનાર સાથે
વિવાદ કરવો નહીં!!
-તની