Quotes by Haresh Chavda in Bitesapp read free

Haresh Chavda

Haresh Chavda

@hareshchavda114905
(31)

સાથે જીવવાના સંસ્મરણો હાથમાંથી સરકતા દેખાય
પકડવા ચાહું તો સમય કહે પ્રેમમાં આમ જ જિવાય

એક એક ક્ષણની જવાની ઘટના મનમાં ગોરંભાય
વાદળ વિના વરસી રહ્યું સઘળુ ને કોરું મન ભીંજાય

શું શું થયું ને શું થશે તે ગણિતમાં પ્રણયકાવ્ય ભુલાય
'કાશ' આટલી નાની અમથી વાત સમયસર સમજાય

તરસી આંખ શોધે ચહેરો ને તરત નમણું મુખ વિલાય
ફરીથી વસંત આવશે ક્યારેક વિચારી મન મનાવાય

- હરેશ ચાવડા "હરી"

Read More

❛❛ગળુ સારૂ હોવા છતા
એણે ખોખારો ખાધો છે,

મારગ સાંકડો હોવા છતા
ઇ દૂર હાલ્યો છે,

ઘુંઘટ સ્ત્રીનો હતો
છતા એને પડદા ની
મર્યાદા જાળવતા જોયો છે.

હા એક સમયે મે એવા
પુરુષને પણ જોયો છે.❜❜

- હરેશ ચાવડા "હરી"

Read More

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં ?

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં !

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે તારા નામમાં !

Read More

કાલ માં ને આજ માં ફેર જ ક્યાં જરાકે ....

આજ પણ મારાં માંથી હું મને ઘડુ છું ....!!

#સ્વ - પ્રેમ

ज़रूर कुछ तो बनाएंगी ज़िन्दगी मुझको !
क़दम क़दम पर मेरा इम्तिहान लेती है !!

#exam

આંખ બંધ કરું ને
આવે તારાં ચહેરા ની આકૃતિ…


બસ એજ હોય છે
મારા શબ્દો ની પ્રસ્તુતિ.

- હરેશ ચાવડા "હરી"

❛❛હંફાવી દે એવા કિસ્સાઓની સાથે સોબત છે,
મરવું મારું કિસ્મત છે પણ જીવવું મારી આદત છે.

તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે,
કાયમ એવું લાગે છે કે મારી પણ કંઈ મિલકત છે.

આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ,
આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસ્બત છે.❜❜

- હરેશ ચાવડા " હરી "
#Alone

Read More

❛❛હંફાવી દે એવા કિસ્સાઓની સાથે સોબત છે,
મરવું મારું કિસ્મત છે પણ જીવવું મારી આદત છે.

આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ,
આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસ્બત છે.❜❜

-Haresh Chavda

Read More

શ્રોતા ક્યાંથી લાવશો વ્યથાના ?

અહી તો બધા જ વકતા છે પોતાની કથાના…

- હરેશ ચાવડા "હરી"

❛❛તારું મળવું મારા જીવનની એ
ખગોળીય ઘટના છે,
જેનો નક્ષત્રયોગ મારા જીવનમાં
ક્યાંય નહોતો લખાયેલો.❜❜

- હરેશ ચાવડા "હરી"

Read More